મોજશોખથી શરૂ થયેલાં દારૂ-સિગરેટ આદત બની જાય છે ત્યારે : સૌરભ શાહ

( લાઉડ માઉથ : ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ)

‘કેટલા વખતથી પીવાનું ચાલુ છે?’ ડૉક્ટરે રિપોર્ટનાં કાગળિયાં ફેરવતાં પૂછ્યું.

‘ચાળીસેક વર્ષથી… છેલ્લાં ત્રીસ વર્ષથી તો એકદમ નિયમિત’.

‘રોજ કેટલા પેગ પીઓ છો?.’

હિન્દી સાહિત્યકાર રવીન્દ્ર કાલિયાએ પોતાનાં સંસ્મરણોના પુસ્તક ‘ગાલિબ છુટી શરાબ’માં આ કિસ્સો લખ્યો છે. ડૉક્ટરે પૂછ્યું કે રોજના કેટલા પેગ પીઓ છો ત્યારે કાલિયાજીને ખબર નહોતી કે પોતે રોજ કેટલું પીએ છે. માત્ર એટલું જ યાદ હતું કે પહેલાં એક આખી બૉટલ ચાર-પાંચ દિવસમાં ખાલી થતી હતી. (પીનારાઓ જાણે છે કે એક નૉર્મલી આખી ( full) બૉટલમાં 750 મિલિલીટર દારૂ હોય. એક પેગ એટલે 60 મિલી. આખી બૉટલમાં સાડા બાર પેગ આવે. એક દિવસમાં બે-અઢી પેગ પીવાય તો ચારપાંચ દિવસે બૉટલ ખાલી થઈ જાય). એ પછી બે-ત્રણ દિવસમાં એક બૉટલ ખાલી થતી. અને ત્યારબાદ એક-બે દિવસમાં ખાલી થતી અર્થાત્ રોજના પાંચ-છ પેગ સહેલાઈથી થઈ જતા. ( હાફ બૉટલ ૩૫૦ એમએલની હોય અને ક્વાર્ટરમાં ૧૮૦ મિલીલીટર અર્થાત્ ત્રણ પેગ હોય. )

રવીન્દ્ર કાલિયા જેવા અગ્રગણ્ય સાહિત્યકારની શરાબખોરી વિશે લખવાનું કારણ એ કે મદ્યપાન તરફ આકર્ષાઈ રહેલા ટીનએજર્સ અને યુવાનોને ખબર પડે કે દારૂ કંઈ ગ્લૅમરની વાત નથી, શોખમાં કે દેખાદેખીથી પીવાતા ડ્રિન્ક ક્યારેક તો મર્યાદા મૂકે જ છે. નશાની હાલતમાં માણસો ન કરવાનું કરી બેસતા હોય છે, ન વિચારવાનું વિચારતા હોય છે. પોલીસના લફરાં ન પણ થાય તોય સામાજિક, કૌટુંબિક અને અંગત મુસીબતોની જંજાળ એટલી વધી જતી હોય છે કે છેવટે જિંદગી બરબાદીની કગાર પર આવીને ઊભી રહે છે. પીવાનો રોમાંચ અને પીતી વખતે થતી બહેકી બહેકી વાતોનો અંજામ કેવો આવે છે તે બધી જ વાતો રવીન્દ્ર કાલિયાએ ‘ગાલિબ છુટી શરાબ’ શીર્ષકના સંસ્મરણોના પુસ્તકમાં લખી છે જેની બે-અઢી દાયકામાં એક ડઝનથી વધુ આવૃત્તિઓ વેચાઈ ગઈ છે. રવીન્દ્ર કાલિયા કમલેશ્વર અને મોહન રાકેશ જેવા દિગ્ગજોના સમકાલીન હતા.

કાલિયાજી લખે છે કે મારે ઓછું પીવું જોઈએ એવું મને લાગતું જ નહોતું. મારી કોશિશ એ રહેતી કે હું હજુ વધુ ને વધુ સારી બ્રાન્ડની શરાબ પી શકું. શરાબના મામલામાં હું કોઈનો મોહતાજ રહેવા માગતો નહોતો. શરાબ લેવા માટે ગમે એટલી મહેનત કરવી પડે, હું તૈયાર હતો. ભવિષ્યમાં મને રોટીની નહીં, શરાબ મળશે કે નહીં એની જ ચિંતા રહેતી.

ડૉક્ટરે રવીન્દ્ર કાલિયાના રિપોર્ટ્સ તપાસીને કહી દીધું : ‘જીવવું હશે તો આ ટેવ છોડવી પડશે. જિંદગી યા મોત – બેમાંથી એકની પસંદગી તમારે કરવાની છે.’

ડૉક્ટરની વાત સાંભળીને કાલિયાજીને હસવું આવ્યું. એમણે ડૉક્ટરને કહ્યું : ‘મૂરખમાં મૂરખ માણસ પણ જિંદગી અને મોતમાંથી જિંદગીની જ પસંદગી કરવાનો છે.’

ડૉક્ટરે કહ્યું : ‘મોત તમારા સર પર મંડરાઈ રહ્યું છે અને તમને હસવું આવે છે?’

‘સૉરી, ડૉક્ટર. હું મારી લાચારી પર હસી રહ્યો હતો. ક્યારેય કલ્પના નહોતી કરી કે મારે આવા દિવસો પણ જોવાના આવશે.’

ડૉક્ટરે કહ્યું કે તમે રાતોરાત શરાબ નહીં છોડી શકો. આટલાં વર્ષો સુધી રોજ પીધા પછી એકાએક છોડવી અશક્ય છે. તમે ઘટાડીને રોજના બે પેગ કરી નાખો. સંપૂર્ણપણે બંધ કરશો તો શરાબ છોડવાના વિથ્ડ્રોઅલ સિમ્પટમ્સ સહન નહીં થાય તમારાથી.

રવીન્દ્ર કાલિયાએ ડૉક્ટરની સલાહ ન માની. એમણે વિચાર્યું કે બે પેગ પીશ તો બેમાંથી અઢી, અઢીમાંથી ત્રણ અને ધીરે ધીરે ફરી પાછા ત્રણમાંથી પાંચ-છ પેગ પીવાનું શરૂ થઈ જશે. એમણે છ મહિના સુધી વિથ્ડ્રોઅલ સિમ્પટમ્સનો સામનો કર્યો. મન મક્કમ કરીને શરાબથી દૂર રહ્યા. છેવટે 1997માં, લગભગ સાઠ વર્ષની ઉંમરે એમણે શરાબનો સંપૂર્ણ ત્યાગ કર્યો. તેઓ લખે છે : ‘મૈં એક બદલા હુઆ રવીન્દ્ર કાલિયા થા…. યહ મેરે લિયે એક નયા અનુભવ થા’.

2016માં રવીન્દ્ર કાલિયા અવસાન પામ્યા.

વ્યસનોના શિકાર થવું સહેલું હોય છે. મોટેભાગે ટીન એજમાં આકર્ષણો શરૂ થાય છે. મજાકમસ્તીથી શરૂ થતાં વ્યસનો ક્યારે આદત બની જાય છે તેની ખબર પડતી નથી. ધીમે ધીમે તે અનિવાર્ય બની જાય છે. પછી એને કારણે તબિયત પર અસર પડે છે. અંગત જિંદગી ખોરવાતી જાય છે. આર્થિક બાબતો પર અને સંબંધો પર પણ અસર પડે છે. કામકાજ ખોરવાઈ જાય છે. જિંદગીની ગાડી પાટા પરથી ઊતરી ગઈ હોય એવું લાગવા માંડે છે.

રવીન્દ્ર કાલિયા તો બહુ મોટું નામ છે. હિંદી સાહિત્ય જગતમાં એમનું ઘણું મોટું પ્રદાન છે. શરાબખોરી અને સિગરેટને કારણે એમણે પોતાના શરીરને અને દિમાગના સ્વાસ્થ્યને નુકસાન ન પહોંચાડ્યું હોત તો તેઓ હિંદી સાહિત્યને ઔર સમૃદ્ધ કરી શકયા હોત. રવીન્દ્ર કાલિયાને મા સરસ્વતીના આશીર્વાદ હતા. એટલે જ તેઓ સારું લખી શક્યા. પણ વ્યસનોને કારણે આ આશીર્વાદનો જેટલો ઉપયોગ કરવાનો હતો એટલો કરી શકયા નહીં. સરસ્વતીએ આપેલા આશીર્વાદને એમણે વેડફી નાખ્યા. એમણે પોતાની જ જિંદગી સાથે અન્યાય કર્યો. વ્યસનો વિના તેઓ વધુ સારી જિંદગી જીવી શક્યા હોત. પોતાના સમકાલીનો કરતાં ઘણું વધારે અને ઘણું સારું લખી શક્યા હોત. કમ સે કમ વધુ સારું તો જીવી જ શક્યા હોત.

રવીન્દ્ર કાલિયાએ પોતાની માતૃભાષા હિંદીને ગૌરવ અપાવ્યું. એમણે ઉત્તમ વાર્તાઓ લખી, નવલકથાલેખન કર્યું. ‘ગાલિબ છુટી શરાબ’ જેવું 300 પાનાંનું દળદાર સંસ્મરણોનું પુસ્તક લખીને એમણે માત્ર સાહિત્યકારો-લેખકો કે વાચકોને જ નહીં તમામ પ્રકારના લોકોને દિશા ચીંધી : શરાબ-સિગરેટ વિનાનું જીવન વધારે સારું જીવન હોય છે.

સાયલન્સ પ્લીઝ!

વ્યસ્ત માણસે પોતાનું કામ કરવામાં જેટલી બુદ્ધિ વાપરવી પડે છે તેા કરતાં આળસુ માણસે પોતાના ટાઈમ પાસ માટે વધારે વાપરવી પડે છે.

-હરિશંકર પરસાઈ

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

નવા કૅલેન્ડર વર્ષનો આરંભ થઈ ગયો છે. આપ સૌનું 2024નું વર્ષ શુભદાયી અને સુખદાયી નીવડે. આ વર્ષે બે દિવાળી આવે છે તે યાદ રાખશો. આસોની અમાસે તો ખરી જ, 22 જાન્યુઆરીએ પણ દીપોત્સવ છે જે 500 વર્ષ રાહ જોયા પછી ઉજવાશે.

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Paytm-
90040 99112

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here