કાચી ઉંમરે શરૂ થઈ ગયેલાં વ્યસનો પાકી ઉંમરે છૂટતાં નથી : સૌરભ શાહ

(લાઉડમાઉથ : ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ.)

ગાલિબનો એક મશહૂર શેર જેનો સરળ અર્થ થાય : મેં શરાબ તો છોડી દીધી છે પણ જે દિવસે આકાશમાં વાદળ દેખાય તે દિવસે પીઉં છું અને જે રાતે આકાશમાં ચાંદ દેખાય તે રાત જ પીઉં છું. આ સિવાય હું ક્યારેય નથી પીતો. ગાલિબ છૂટી શરાબ પર અબ ભી કભી કભી પીતા હું રોજે અબ્ર શબે માહતાબ કો….

રવીન્દ્ર કાલિયાને મા સરસ્વતીના ખૂબ આશીર્વાદ મળ્યા. એટલે જ એમના લેખનમાં સચ્ચાઈ છે. પોતાની એબને છુપાવવાને બદલે કે એને વાજબી ઠેરવવાને બદલે તેઓ કોઈ હોહા વિના એને વાચકો સમક્ષ મૂકી દે છે. પછી તમારે એમાંથી જે શીખવું હોય તે શીખો. ગુજરાતીમાં આવા પ્રામાણિક લેખકો ઓછા છે. આત્મકથામાં પોતાની ભૂલ, ખામી કે પોતાનાં કુકર્મોને લખનારાઓ પોતાની નિખાલસતા કે બહાદુરીનો માત્ર દેખાડો કરતા હોય છે. તેઓ પોતાની નાની નાની નબળાઈઓને કબૂલ કરીને પોતાની મસમોટી ખામીઓ પર પડદો ઢાંકવા માગા હોય છે.

રવીન્દ્ર કાલિયાએ ‘નૌ સાલ છોટી પત્ની’, ‘કાલા રજિસ્ટર’, ‘ગરીબી હટાઓ’, ‘બાંકેલાલ’, ‘ગલી કૂચે’, ‘ચકૈયા નીમ’ અને ‘સત્તાઇસ સાલ કી ઉમર તક’ જેવા યાદગાર વાર્તાસંગ્રહો આપ્યા. ઉપરાંત નવલકથાઓ પણ લખી. અડધો ડઝન પુસ્તકો સંસ્મરણોનાં લખ્યાં જેમાંથી ‘ગાલિબ છૂટી શરાબ’ સૌથી વધુ જાણીતું છે. પ્રકાશકોએ સવા બે દાયકામાં 14થી વધુ વખત છાપવું પડ્યું. ‘છૂટી સિગારેટ ભી કમબખ્ત’ એમનો બીજો પૉપ્યુલર સંસ્મરણોનો સંગ્રહ.

આ બંનેના આધારે આપણે વાત માંડી છે દારૂ-સિગરેટના દૂષણની. કેવી રીતે આ વ્યસનો શરૂ થાય છે, શા માટે એ છૂટતાં નથી, અને એનાથી છેવટે જિંદગીને કેટલું નુકસાન થાય છે.

આ બધી વાતો પચાસ પ્લસના વાચકો માટે જેટલી કામની છે તેના કરતાં કઈક ગણી વધારે ટીનએજ ગુજરાતીઓ માટે કામની છે. મોટાભાગના કિસ્સાઓમાં આ જ ઉંમરે વ્યસન શરૂ થઈ જતાં હોય છે—દેખાદેખીથી, પિક્ચરો જોઈને કે પછી કોઈના કહેવામાં આવી જઈને. કાચી ઉંમરે શરૂ થઈ ગયેલાં વ્યસનો પાકી ઉંમરે, મૅચ્યોરિટી આવ્યા પછી પણ, છૂટતાં નથી. શું કામ ? રવીન્દ્ર કાલિયા કહે છે : ‘મુઝે લગ રહા થા, શરાબ છોડને સે કહીં બડી બાત હૈ સિગરેટ છોડના.’ એમનું કહેવું છે કે શરાબની સાથે તો તમે સાંજ વીતાવો છો જ્યારે સિગરેટ ચોવીસ કલાકમાંથી ગમે તે ઘડીએ તમારી સાથે હોઈ શકે છે. રવીન્દ્રસાહેબે માત્ર સિગરેટની વાત કરી છે. આપણે સિગરેટની સાથે તમાકુ, માવો, મસાલો, પડીકી બધું જ ગણી લઈએ જે સિગરેટ કરતાં પણ વધુ જોખમી છે. દા.ત. તમે લિફ્ટમાં સિગરેટ નહીં પી શકો, માવો જરૂર મોઢામાં દબાવી શકો. ઊંઘમાં હો ત્યારે સિગરેટ નહીં પી શકો પણ એવા કેટલાય વ્યસની તમે જોયા હશે જેઓ રાત્રે સૂતી વખતે ગલોફામાં માવો દબાવીને સૂઈ જાય અને આખી રાત એ એમના મોઢામાં રહે અને જતે દહાડે એમને કૅન્સર થાય.

કાલિયાજી કહે છે કે દિવસનો ગમે તે સમય હો સહેજ કંઈ ટેન્શન જેવું લાગ્યું, ખિસ્સું ફંફોળવાનું શરૂ થઈ જાય. કોઈ વાતે મઝા આવી ગઈ તો સિગરેટ. ખરાબ સમાચાર સાંભળ્યા તો સિગરેટ અને કોઈ સુંદર ચહેરો જોવા મળી ગયો તો સિગરેટ. શરાબની બોટલ તમે તમારી સાથે લઈ લઈને ફરી શકતા નથી. અઠંગમાં અઠંગ શરાબી પણ એવું નહીં કરે. શરાબ પીવા માટે બેઠક જમાવવી પડે. બારમાં, ઘરમાં કે ખેતરમાં કે વાડીએ કે ફાર્મ હાઉસે. કોઈ ચોક્કસ જગા શોધવી પડે. સિગરેટ પીવામાં આવી કોઈ મજબૂરી નથી હોતી. સિગરેટ ખિસ્સામાં નાખીને ગમે ત્યાં જાઓ – ઑફિસે, દુકાને, ફેક્ટરીએ. કલેક્ટર કે કમિશ્ર્નરને મળવા જાઓ. કોઈ વાંધો નહીં આવે. ખિસ્સામાં સિગરેટનું પૅકેટ પડ્યું હશે તો કોઈ પ્રકારના શિષ્ટાચારનો ભંગ નહીં થાય. ઉપરાંત સિગરેટ તો ગમે ત્યાં મળતી હોય છે.

રવીન્દ્ર કાલિયાએ જાતજાતના પ્રયત્નો કર્યા પછી એક દિવસ સિગરેટ કાયમ માટે છોડી દીધી. વ્યક્તિગત રીતે હું માનું છું કે ડૉક્ટર તમને છોડવાનું કહે એવી નોબત આવે તે પહેલાં તમારે જ તમારા ભવિષ્યને ધ્યાનમાં રાખીને સિગરેટ છોડી દેવી જોઈએ. જિંદગીમાં તમે જે કંઈ કામ કરવા માગતા હો, કામની વાત જવા દો – માત્ર જલસા કરવા માગતા હો કે પછી આરામ જ આરામ કરવા માગતા હો તો પહેલી અનિવાર્યતા કઈ છે? ના, પૈસા બીજા ક્રમે આવે. પહેલા ક્રમાંકે તબિયત આવે. સિગરેટ પી પીને શરીર ખોખલું-ખાંસતું કરી નાખ્યું હશે તો કરોડો રૂપિયા હોવા છતાં તમે કોઈ કામ નહી કરી શકો, કોઈ લક્ઝરી નહીં માણી શકો, કોઈપણ પ્રકારનો આરામ નહીં કરી શકો.

આ વાત જેને વેળાસર સમજાય છે તેઓ આગળપાછળનો કોઈ વિચાર કર્યા વિના સિગારેટનું વ્યસન છોડી શકે છે, કાયમ માટે છોડી શકે છે. આ વાતનો હું સાક્ષી છું. મેં છોડી દીધી છે અને આ આઠ વર્ષમાં મને ક્યારેય કરતાં ક્યારેય એક ફૂંક મારવાનું પણ મન નથી થયું – ન ટેન્શનમાં, ન કોઈ ખૂબસુરત ચહેરો જોઈને!

સાયલન્સ પ્લીઝ!

મારે જેટલું સત્ય બોલવું જોઈએ એટલું હું નથી બોલી શકતો. મારી હિંમત ચાલે એટલું જ બોલું છું. રોજ થોડીક હિંમત વધારતો જાઉં છું અને પુખ્ત થતો જાઉં છું.

-માઈકલ દ મોનોન (ફ્રાન્સનો રાજદ્વારી, ફિલોસોફર, લેખક : 28-2-1533 થી 13-9-1592).

(આ સિરીઝનો આ ચોથો હપતો હતો. આવતી કાલે છેલ્લો.)

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

નવા કૅલેન્ડર વર્ષનો આરંભ થઈ ગયો છે. આપ સૌનું 2024નું વર્ષ શુભદાયી અને સુખદાયી નીવડે. આ વર્ષે બે દિવાળી આવે છે તે યાદ રાખશો. આસોની અમાસે તો ખરી જ, 22 જાન્યુઆરીએ પણ દીપોત્સવ છે જે 500 વર્ષ રાહ જોયા પછી ઉજવાશે.

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Paytm-
90040 99112

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here