ગોળ અને ગૉળ, રેપ અને રૅપ – સૌરભ શાહ

( લાઉડ માઉથ: ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ )

ગુજરાતીમાં ઊંધી માત્રા એટલે કે પહોળો ઉચ્ચાર દર્શાવતી માત્રાની નિશાની નથી, માત્ર ઉચ્ચારભેદ છે, જોડણીભેદ નથી એમાં. નહીં સમજાયું? ખાવાનો ‘ગોળ’ અને આકારનો ‘ગોળ’ બેઉના ઉચ્ચાર જુદા છે. ગૉળ બોલીએ ત્યારે ખાવાનો અને ગોળ બોલીએ ત્યારે સર્કલ દોરવાનું. ઉચ્ચાર બેઉના જુદા જુદા પણ જોડણી એક જ. કારણ કે ગુજરાતી શબ્દો માટે ઊંધી માત્રા જેવું કંઈ છે જ નહીં.

અંગ્રેજી શબ્દોને ગુજરાતીમાં લખતી વખતે આપણે ઊંધી માત્રા વાપરીએ છીએ. જેમ કે, ‘હોલ’ લખીએ ત્યારે કાણું દેખાય અને ‘હૉલ’ લખીએ સભાગૃહ નજર સામે આવે. ‘રેપ’ ન કરાય, એ બળાત્કાર કહેવાય પણ ‘રૅપ’ કરાય, ગિફ્ટ રૅપ કરાય અને શંકર મહાદેવનની જેમ બ્રેથલેસ રૅપ પણ કરાય.

આ ઊંધીચત્તી માત્રાના પાયાના નિયમની ખબર કેવી રીતે પડી? ‘સાર્થ ગુજરાતી જોડણીકોશ’નો છઠ્ઠો નિયમ કહે છે કે ‘એ’ તથા ‘ઓ’ના સાંકડા તથા પહોળા ઉચ્ચારની ભિન્નતા દર્શાવવા ચિહ્નો વાપરવાં નહીં, પરંતુ અંગ્રેજી શબ્દોના ‘એ’ ‘ઓ‘ના ઉચ્ચારમાં ભ્રાંતિ ન થાય માટે, તે દર્શાવવા ઊંધી માત્રાનો ઉપયોગ કરવો: ઉદા. કૉફી, ફૅશન, ઑગસ્ટ, કૉલમ.

બે દિવસ પહેલાં એક લેખના રેફરન્સ માટે સ્વામી આનંદના ‘સંતોના અનુજ’નાં પાનાં ફેરવતો હતો ત્યારે પ્રસ્તાવનાના છેલ્લા પૅરામાં અચાનક સ્વામી આનંદે ઉલ્લેખ કરેલા એમના પોતાના પુસ્તક ‘મૉતને હંફાવનારા’ પર નજર ચિટકી ગઈ. આપણે તો ગુજરાતીમાં ‘મોત’ જ લખીએ છે, એનો ઉચ્ચાર પહોળો એટલે કે મૉત હોવા છતાં, અને સ્વામી આનંદ રાષ્ટ્રપિતાને સત્યના પ્રયોગો લખવાની પ્રેરણા આપી ચૂક્યા હોવા છતાં બિન્ધાસ્ત જોડણી માટેની એમની સલાહની અવગણના કરતા.

સ્વામી આનંદથી હસમુખ ગાંધી લગીના ગુજરાતી ભાષાના મુકુટમણિઓએ છડેચોક ‘સાર્થ ગુજરાતી જોડણીકોશ’ના કેટલાક નિયમોનો ભંગ કર્યો છે અને અનધર શિરોમણિ નામે મધુ રાયે એનો વિરોધ પણ કર્યો છે. નિયમોનો ભંગ કરવા માટે અને નિયમોનો ભંગ કરનારાઓનો વિરોધ કરવા માટે ઊંચું ગજું અને ઊંચી હેસિયત જોઈએ.

જોડણીના નિયમો સાચવવા જોઈએ, એના અપવાદો સ્વીકારીને પણ નિયમો સાચવવા જોઈએ. કારણ કે ઉચ્ચારોનો આધાર જોડણી છે. હું ‘દિન’ બોલીશ તો તમને દિવસ દેખાશે અને ‘દીન’ બોલીશ તો ગરીબ દેખાશે.

ગુજરાતમાં ઉત્તમ જીરું પકવતા પ્રદેશમાંથી એક જમાનામાં જોડણીમાં તોડફોડ કરવાની ગંદી ઝુંબેશ ચાલી હતી. ત્યારે હું એ ગૅન્ગની સાથે બહુ ફાઈટ કરતો અને લોહીલુહાણ થઈ જાય ત્યાં સુધી એમને ફટકારતો. જોડણી માટે, ગુજરાતી ભાષાનાં વિરામચિહ્નો માટે, અનુસ્વાર માટે હું બહુ પૅશનેટ છું.

જતાં જતાં કહી દઉં કે અંગ્રેજીમાં જેમ ઝેબ્રાના ઝેડનો ઉચ્ચાર થાય એવો ઉચ્ચાર ગુજરાતીમાં છે જ નહીં. ઝેર, ઝવેરી, ઝબલું (કે ઝભલું), ઝવેરી ઝાંઝર વગેરે બોલતી વખતે ઝેબ્રાના ઝેડવાળો ઉચ્ચાર ન કરાય. જમરૂખના ‘જ’ અને ઝેબ્રાના ‘ઝ’ વચ્ચે બેસે એવો ઉચ્ચાર કરાય. આ કૉલમનું ઑડિયો વર્ઝન હોત તો બોલીને બતાડત કે ઝાંઝિબારના ઝવેરચંદે કેવી રીતે ઝેર પીધું.

‘ઝ’ ઝભલાના ‘ઝ’ના સાચા ઉચ્ચારની લિન્ક આપું? ગૂગલ પર ‘છાનું રે છપનું’ ટાઈપ કરીને યુ-ટ્યુબની જે લિન્ક આવે તેમાં અવિનાશ વ્યાસના ગીત-સંગીતમાં આશા ભોંસલેને સાંભળી લો: ‘ઝમકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નહીં… છાનું રે છપનું કંઈ થાય નહીં…’ ડાયરેક્ટ યુ-ટ્યુબ પર સર્ચ નહીં કરતા. એ ટાઈટલના નાટકની ને બીજી બધી લિન્ક્સ નીકળશે. જોડણી-ઉચ્ચારની શુષ્ક મગજમારીથી જરા વાર દૂર જઈને આ વિન્ટાજ ગીત સાંભળજો- છેલ્લો અંતરો છે: આવેલા સપનાનો લહાવો લૂંટાય નહીં, ઝમકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નહીં…

‘ઝ’નો સાચો ઉચ્ચાર શીખી ગયા હો તો આગળ વધીએ. જોડણીની ચોકસાઈ માટે ઘરમાં ‘સાર્થ ગુજરાતી જોડણીકોશ’ વસાવવો જોઈએ. (એ ક્યાંથી ખરીદવો? એવા સવાલનો જવાબ તમારી આસપાસના સંપર્કોમાંથી ન મળે તો માની લેવું કે આ પવિત્ર ગ્રંથ વસાવવા જેટલી લાયકાત આપશ્રીએ હજુ સુધી કેળવી નથી. કૃપા કરી મને તો પૂછશો જ નહીં ). જેમની જોડણીનો પાયો સાવ કાચો હોય એમના માટે આ જોડણીકોશ નથી. ગુજરાતી જોડણીની પરીક્ષા જો લેવાય ને એમાં તમને સિક્સ્ટી પ્લસ પર્સેન્ટ આવે તો જ તમારા માટે આ કોશ કામનો. એકડે એકથી ગુજરાતી જોડણી લખતાં શીખવું હોય તો પહેલાં માત્ર વાંચવાનું, ખૂબ બધું. પછી લખવાનું. સ્કૂલમાં જો ગુજરાતીના શિક્ષકે તમને જોડણીજ્ઞાન ન આપ્યું હોય તો તમે કમનસીબ કહેવાઓ.

અંગ્રેજીમાં સ્પેલિંગ પાકા કરતાં કાંટા નથી વાગતા. અંગ્રેજીમાં નેચર, ફયુચરની જોડણી કે પછી ટીઓ – ટુ પણ જીઓ- ગો યાદ રાખતાં કીડીઓ નથી ચડતી. હોંશે હોંશે કર્યું એ બધું. તો પછી માતૃભાષાની જોડણી શું કામ કાચી રહી જાય. અને ના, કમ્પ્યુટર પર સ્પેલચેકર તો હવે આવે છે (હા, ગુજરાતીમાં પણ આવે છે) એમ કહીને જોડણી શીખવાની જવાબદારીમાંથી છટકી જશો તે નહીં ચાલે. વાપરી જુઓ સ્પેલચેકર. જો સાચી જોડણી શીખવા પ્રત્યે બેધ્યાન હશો તો સ્પેલચેકરનો બાપ પણ તમારી મદદ નહીં કરી શકે.

ગુજરાતી પ્રૂફરીડિંગની દુનિયાના પિતામહ સ્વ. જિતેન્દ્ર ઠાકર સાથે કામ કરવાનું સદ્ભાગ્ય મને મળ્યું છે. તે વખતે જિતુભાઈ આ ફિલ્ડના ટૉપ થ્રી પ્રૂફરીડર્સમાંના એક ગણાતા. ટૉપ નામ ઈન્દ્રજિત મોગલનું. એ જમાનામાં જિતુભાઈના હાથ નીચે કામ કરતા પ્રૂફરીડરો આજની તારીખે સર્વશ્રેષ્ઠ પ્રૂફરીડર્સ ગણાય છે, પ્રીમિયમ બોલાય એમના. એક દિવસ એક્સપ્રેસની કૅન્ટીનમાં સવા રૂપિયાનું લંચ ખાતાં ખાતાં જિતુભાઈ ગુજરાતીમાં કથળી રહેલા પ્રૂફ વાચનના સ્તર વિશે કથા કરી રહ્યા હતા ત્યારે મેં વચ્ચે એમને પૂછ્યું, ‘…પણ જોડણીમાં ભૂલ થાય જ કેવી રીતે. શંકા જાય તો સાર્થ ગુજરાતી જોડણીકોશ ખોલીને ચેક કરી લેવાનું. સો સિમ્પલ!’

જિતુભાઈ કહે: ‘…પણ શંકા જવી જોઈએ ને!’

જિતુભાઈની હ્યુમર પણ આલા દરજ્જાની હતી. કોઈએ પોતાના ફાધરનો ઉલ્લેખ કરીને ‘પીતા’ લખ્યું હોય ત્યારે લખનારને કે પ્રૂફ સુધારનારને જો શંકા ન જાય કે આ જોડણી સાચી છે કે ખોટી તો એ વળી ક્યાંથી સાર્થ ગુજરાતી જોડણીકોશ ખોલીને જોવા જવાનો છે?

ફ્રેન્ક્લી, મારી પોતાની જોડણી પણ સો ટકા શુદ્ધ નથી. લખતી વખતે કે પુસ્તક તૈયાર થતું હોય ત્યારે ફાઈનલ પ્રૂફ્સ પર નજર ફેરવતી વખતે નેવું-પંચાણું ટકા બાબતોમાં વાંધો ન આવે પણ પાંચ-દસ ટકા શબ્દોમાં શંકા જાય અને મારી માન્યતા કરતાં અચૂક જુદી જ જોડણી નીકળે, શબ્દકોશમાંથી. અને ક્યારેક શબ્દકોશ હાથવગો ન હોય કે આળસ થાય ત્યારે અચૂક ભૂલ જાય. મોટે ભાગે તો એવું બને કે મારતી ગાડીએ કામ કરવાનું હોય એટલે જોડણી પછી, ડેડલાઈન પહેલાં એવું વિચારીને આગળ ગબડાવીએ.

પ્રૂફરીડિંગ વિશેનું એક નાનકડું પુસ્તક વર્ષો પહેલાં મોહનભાઈ પટેલે લખેલું. મોહનભાઈની એ પુસ્તિકા મારી પાસે હતી અને ખૂબ શીખવા મળેલું. સ્વ. જિતેન્દ્ર દેસાઈ (ગાંધીજીની ‘નવજીવન’ પ્રકાશન સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી અને મુદ્રણકળાના એ જમાનાના બેતાજ બાદશાહ તથા ઉત્તમ લેખક) એ પણ ‘પ્રૂફરીડિંગ કેવી રીતે થાય છે?’ નામની પરિચય પુસ્તિકા લખી હતી. રતિલાલ સાં. નાયક બહુ મોટા કોશકાર. એમની હિન્દી ડિક્શનરી ‘નન્હા કોશ’ બહુ પૉપ્યુલર થઈ છે. પછી તો ‘બૃહત્ કોશ’, ‘રિયલ ડિક્શનરી’ વગેરે અનેક ભગીરથ કામ એમણે કર્યાં. રતિલાલ સાં. નાયકે ૬૪ જ પાનાંની અફલાતૂન પુસ્તિકા ‘પ્રૂફવાચન’ પ્રગટ કરી છે જેની ૨૦૦૪માં પ્રગટ થયેલી છઠ્ઠી આવૃત્તિ મારી પાસે છે. છેલ્લા દાયકામાં બીજી ઘણી આવૃત્તિઓ પ્રગટ થઈ હશે. આ પુસ્તિકામાં છેલ્લે વારંવાર વપરાતા ઘણા બધા શબ્દોની જોડણી આપેલી છે. હું હંમેશાં ‘આશિર્વાદ’ની જોડણી હ્રસ્વઈ સાથે કરું ને મને દરેક વખતે ડાઉટ જાય કે આ જોડણી સાચી છે કે ખોટી અને ખોટી જ નીકળે. ‘આશીર્વાદ’માં હંમેશાં દીર્ઘઈ જ હોય. આવા ડઝનબંધ શબ્દોની યાદી ઉપરાંત આ પુસ્તિકાનું મૂલ્ય બીજી ઘણી બાબતોમાં ઘણું મોટું છે. જેમણે પ્રૂફરીડિંગનો વ્યવસાય નથી કરવો એવા લેખકોને તેમ જ લેખનકળામાં ઈન્ટરેસ્ટ ધરાવતા વાચકોને પણ આવું વાંચન ખૂબ મઝા અપાવતું હોય છે. ‘પ્રૂફવાચન’ વિશે વાંચતાં વાંચતાં પ્રોફેશનલ લેખકોને પણ ખ્યાલ આવે કે પોતે લખતી વખતે ક્યાં કેવી સિલિ મિસ્ટેક્સ કરતા હોય છે.

રતિલાલ સાં. નાયકની એક ઉત્તમ સલાહ છે: વેન ઈન ડાઉટ લીવ આઉટ અર્થાત્ જ્યાં શંકા પડે અને કોઈક રીતે તમે શબ્દકોશને રિફર કરી શકતા ન હો કે મૂળ લેખકને પૂછી ન શકતા હો ત્યાં પોતાનું દોઢ ડહાપણ વાપરીને જોડણીમાં સુધારાવધારા-ઉમેરા કરવાના નહીં.

ભાષા-જોડણીની બાબતમાં જ નહીં ઓવરઑલ લાઈફમાં પણ આ સલાહ અનુસરવી જોઈએ. આ કરું કે ન કરું એવો ડાઉટ આવે ત્યારે કરવાને બદલે ન કરવું વધારે સારું. પરિણામ ઓછું ખરાબ આવશે.

સાયલન્સ પ્લીઝ!

જો તમને કોઈ શબ્દનો ઉચ્ચાર ન આવડતો હોય તો મોટેથી બોલો. ધીમો ગણગણાટ કરીને અજ્ઞાનને ઢાંકવું શું કામ!

– ઈ. બી. વ્હાઈટ (‘ધ એલીમેન્ટ્સ ઓફ સ્ટાઈલ’માં)

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

નવા કૅલેન્ડર વર્ષનો આરંભ થઈ ગયો છે. આપ સૌનું 2024નું વર્ષ શુભદાયી અને સુખદાયી નીવડે. આ વર્ષે બે દિવાળી આવે છે તે યાદ રાખશો. આસોની અમાસે તો ખરી જ, 22 જાન્યુઆરીએ પણ દીપોત્સવ છે જે 500 વર્ષ રાહ જોયા પછી ઉજવાશે.

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Paytm-
90040 99112

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here