ત્રણ ટપકાં, આશ્ચર્યચિહ્ન અને પ્રશ્નાર્થચિહ્ન ક્યારે વાપરવાં, ક્યારે નહીં – સૌરભ શાહ

( લાઉડ માઉથ: ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ, બુધવાર, 10 એપ્રિલ 2024)

ગુજરાતના એક ખૂબ જાણીતા અને અતિ લોકપ્રિય દિવંગત નવલકથાકારની ધારાવાહિક રવિવારની સપ્લીમેન્ટમાં આવતી, તે જોઈને (વાંચીને નહીં, જોઈને)પત્રકાર શિરોમણિ હસમુખ ગાંધી કહેતા કે આમના પ્રકરણમાંથી ત્રણ ટપકાં (…) અને આશ્ર્ચર્યચિહ્નો (!!!) કાઢી નાખો તો ચૅપ્ટરની સાઈઝ અડધી થઈ જાય.

આપણને ખબર જ નથી કે ત્રણ ટપકાં ક્યારે વપરાય, કેટલાં વપરાય. સૌથી પહેલાં તો જ્યારે પણ વપરાય ત્યારે એક વાર જ ત્રણ ટપકાં વપરાય. બે કે બેથી વધુ વાર અર્થાત્ છ, નવ કે બાર વગેરે ટપકાં મૂકવાની જરૂર જ નથી. બીજું કે દરેક વખતે સંવાદમાં વાક્ય અધૂરું છે એવું બતાવવા ત્રણ ટપકાંની જરૂર નથી હોતી:

‘હું તમને એમ કહેતો હતો કે’

‘તમારે મને કંઈ કહેવાની જરૂર નથી, હું માનું છું કે’

‘પણ પહેલાં તમે સાંભળો તો ખરા.’

આ સંવાદમાં ત્રણ ટપકાં મૂક્યા વગર તમને ખબર પડી ગઈ કે બેઉ જણા સામસામે એકબીજાનાં વાક્યો પૂરાં થાય એ પહેલાં જ બોલે છે.

ત્રણ ટપકાંની જરૂર ક્યાં પડે? તમે કોઈને લંબાણથી ક્વોટ કરતા હો અને આગળ જે કહેવાયું તે તમારા રેફરન્સમાં રિલેવન્ટ ન હોય અને તમે વાક્ય અધૂરું ઉપાડતા હો ત્યારે ત્રણ ટપકાંથી શરૂ કરો. એ પછી આખા અવતરણમાંના વચ્ચેના બે વાક્યો તમારા તે વખતના સંદર્ભ માટે ઉપયોગી ન હોય તો તે તમે ઉડાડી દો અને વચ્ચે ત્રણ ટપકાં દર્શાવીને વાંચનારને સૂચવો કે જે લેખમાંથી ક્વોટ થાય છે એમાં આ વાક્યોની વચ્ચે પણ કંઈક લખાણ છે જે અહીં મિસ કર્યું છે.

આવું જ આશ્ર્ચર્યચિહ્નની બાબતમાં. ‘અરે, તું આવી ગઈ.’ આ વાક્યમાં આશ્ર્ચર્યની લાગણી ઈન બિલ્ટ છે. તમારે આશ્ર્ચર્યચિહ્ન મૂકવાની કંઈ જરૂર નથી. ક્યારેક તમે સ્ટ્રેઈટ ફેસ રાખીને વ્યંગ કે કટાક્ષ કરતા હો પણ વાક્ય સાવ સીધું સાદું હોય ત્યારે તમારે વધારે સ્પષ્ટ થવા આશ્ર્ચર્યચિહ્ન મૂકવું પડે તો મૂકવાનું. જેમ કે એક લેખમાં બાલ્ટાસર ગ્રાસિયાંને ક્વોટ કરતી વખતે જો મેં છેવાડે આશ્ર્ચર્યચિહ્ન ન મૂક્યું હોત તો શક્ય છે કે વાચકે એમ માની લીધું હોત કે આ કોઈ સીરિયસ સૂચના છે, વ્યંગ નથી: ‘પર્યાય શબ્દ ત્યારે વપરાય જ્યારે તમને મૂળ શબ્દનો સ્પેલિંગ ન આવડતો હોય.’ આશ્ર્ચર્યચિહ્ન વગરનું આ વાક્ય વાંચીને કોઈ આ વાતને સિરિયસલી લઈ એટલે મને ભય હતો એટલે મૂળમાં ન હોવા છતાં મેં ગુજરાતીમાં ઉમેર્યું. બાકી, ઓ બાપ રે, મરી ગયો રે, વાહ, તું કેટલી સુંદર લાગે છે, ના હોય, એવું તે કંઈ થતું હશે વગેરે અનેક એક્સ્પ્રેશન્સ આશ્ર્ચર્યચિહ્ન વિના પણ એટલા જ ઈફેક્ટિવલી કન્વે થતા હોય છે. ઘણાને તો પાછા એક આશ્ર્ચર્યચિહ્નથી સંતોષ ન થતો હોય ત્યારે બાપનો માલ હોય એમ બે ત્રણ કે ચચ્ચાર આશ્ર્ચર્યચિહ્નો ઠોકવાની ટેવ હોય છે. એમને એમ હોય કે જેટલાં વધુ એટલી રમૂજ, આઘાત, સરપ્રાઈઝની તીવ્રતા વધુ. ફેસબુકિયા કે વૉટ્સઍપિયા નૉન-પ્રોફેશનલ લેખકો આવું કરે તે સમજી શકાય પણ પ્રોફેશનલ્સ આવું કરે ત્યારે એ આશ્ર્ચર્યચિહ્નોની ધાર કાઢીને એમના માથામાં ઠોકી દેવાની તીવ્ર ઈચ્છા થઈ આવે. વર્સ્ટ ઈઝ આશ્ર્ચર્યચિહ્ન અને પ્રશ્ર્નાર્થનો કૉમ્બો. (‘એનાથી આવું તે કંઈ થતું હશે!?’) દુનિયાની કોઈ ભાષામાં આવો કૉમ્બો એલાઉડ નથી.

થોડુંક પ્રશ્ર્નાર્થ વિશે. ‘સારી જિંદગી કેવી રીતે જીવશો’ એવા શીર્ષક હેઠળ તમારે લેખ લખવો હોય (ના, મારે નથી લખવો) તો શીર્ષકમાં પ્રશ્ર્નાર્થ મૂકવાની કોઈ જરૂર નથી. કેવી રીતે-માં પ્રશ્ર્નાર્થ ઈનબિલ્ટ છે. હા, ‘તમે આવશો?’ એવા શીર્ષકથી તમારે ટૂંકી વાર્તા લખવી હોય તો પ્રશ્ર્નાર્થની જરૂર પડે અન્યથા તમારે આવવાનું છે કે તમે આવજો જ એવો કોઈ ભાવાર્થ નીકળે. (જોકે, આ શીર્ષકથી વાર્તા લખવાનું વિચારતા હો તો માંડી વાળજો. ચંદ્રકાંત બક્ષી આ ટાઈટલથી એક જબરી વાર્તા લખી ચૂક્યા છે.)

ભાષા જડ નથી, વહેતી નદી જેવી છે. ઘણા બધા શબ્દો લુપ્ત થઈ જતા હોય છે, ઘણા બધા ઉમેરાતા હોય છે. ગ્રામર અને જોડણી સુધ્ધાં બદલાય છે. એક જમાનામાં ‘મ્હારું’ ‘ત્હારું’ લખાતું કારણ કે ‘મારું’માં ‘મા’નો ફલેટ ઉચ્ચાર નથી, હકાર છે. તમે કોઈ નૉન ગુજરાતી પાસે ‘તારો બંગલો’ બોલાવશો તો એ ‘તારો’નો ઉચ્ચાર આકાશમાંનો ‘તારો’નો આપણે કહીએ એવો કરશે, આપણે ‘તા’ને સહેજ લંબાવીને, એમાં પચ્ચીસેક ટકા જેટલો હ સંભળાય તે રીતે બોલીએ. શાહરૂખ કે સૈફ ફિલ્મોમાં એક બે વાક્ય ગુજરાતીમાં બોલ્યા છે ત્યારે એમને ઉચ્ચારનું માર્ગદર્શન આપવાવાળું કોઈ નહોતું એટલે સૈફને ગુજરાતી ફેમિલીનો નબીરો બતાવ્યો હોવા છતાં અને ગુજરાતી બોલતો હોવા છતાં ગુજરાતી લાગતો નહોતો.

ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ ‘ત્હારું’નો ઉચ્ચાર એ જ રહ્યો પણ ‘તારું’ જોડણી પ્રચલિત થઈ, સર્વમાન્ય બની. ભાષામાં આવા નૈસર્ગિક સુધારા આવકાર્ય પણ કોઈ મારીમચડીને પ્રચલિત જોડણી કે જોડાક્ષરોને તોડેમરોડે તે ખોટું. ગુજરાતી કમ્પ્યુટર ફૉન્ટ્સ તેમ જ બુક ડિઝાઈનના ક્ષેત્રે અપૂર્વ આશરનું નામ બહુ મોટું છે. અપૂર્વ આશરે એક વખત મહેન્દ્રભાઈ મેઘાણીની જોડણીની પ્રયોગલીલા વિશે કહ્યું હતું કે, ‘કોઈ છોડને મોટો કરીને એને વિશાળ ઝાડ બનતાં જોવાની મહેચ્છા હોય તો એને ખાતર, પાણી, તડકો સીંચીને વર્ષો સુધી ધીરજ રાખવી પડે. છોડને ખેંચીને રાતોરાત ઝાડ ન બનાવાય.’

ગુજરાતી ભાષા વિશે આટલી લાંબી લેખણે લખવાનો ઉદ્દેશ્ય એક જ. ગુજરાતીમાં લખવાની ઈચ્છા ધરાવતા, નામાંકિત ગુજરાતી લેખકોની સ્પર્ધા કરવા માગતા અનેક યુવાન-યુવતીઓ ગુજરાતમાં છે. વાચકો તો છે જ. દસથી લઈને ૯૦ વર્ષ સુધીના ગુજરાતી વાચકો છે. ગુજરાતી ભાષા મરી પરવારવાની નથી. ફલાણી ભાષા લુપ્ત થઈ ગઈ, ઢીંકણી ભૂંસાઈ ગઈ એટલે ગુજરાતીનું પણ બારમું-તેરમું આવ્યું જ સમજો એવું કહીને નારાબાજી કરનારા, આંદોલન ભૂખ્યા નવરા લોકો ભલે પબ્લિસિટી માટે આવી રીતે બીવડાવતા. આપણે બીવાની જરૂર નથી. કોઈ પણ ભાષાને લેખકો નહીં, વાચકો જીવાડતા હોય છે અને ગુજરાતી ભાષા વાંચતા-બોલતા લોકો સંખ્યાની દૃષ્ટિએ વિશ્ર્વમાં ૨૪મા ક્રમે છે. જગતની ત્રણ હજાર ભાષાઓમાંથી જ્યાં સુધી ૨૫મી ભાષા લુપ્ત થવાને આરે આવતી નથી ત્યાં સુધી ૨૪મી ભાષાને ઊની આંચ નથી આવવાની અને ૨૫મીવાળીનો નંબર આવવાને હજુ સહસ્ત્ર વર્ષોની વાર છે.

સાયલન્સ પ્લીઝ

મારી ભાષાની મર્યાદા શોધવા જઈશ તો મારું વિશ્ર્વ સીમિત થઈ જવાનું.

– લુડવિગ વિટ્જેન્સ્ટીન

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

નવા કૅલેન્ડર વર્ષનો આરંભ થઈ ગયો છે. આપ સૌનું 2024નું વર્ષ શુભદાયી અને સુખદાયી નીવડે. આ વર્ષે બે દિવાળી આવે છે તે યાદ રાખશો. આસોની અમાસે તો ખરી જ, 22 જાન્યુઆરીએ પણ દીપોત્સવ છે જે 500 વર્ષ રાહ જોયા પછી ઉજવાશે.

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Paytm-
90040 99112

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

3 COMMENTS

  1. લેખકો એ ભાષાનું ઑક્સિજન છે તેમ કહું તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી, આજે એમ કહેવાય છે કે ગુજરાતનો દસકો છે, દરેક ક્ષેત્રમાં ગુજરાત હરણફાળ પ્રગતિ કરી રહ્યું છે પરંતુ જ્યારે ઘરમાં બાળકો પૂછે કે ચોર્યાસી એટલે કેટલા થાય ? ત્યારે સહેજે આશ્ચર્ય થાય છે, ટીવી ને મોબાઈલના યુગમાં લાઇબ્રેરી જો ખાલી પડી હોય તો એના ગુનેગાર કોણ? દરેક શિક્ષકો અને પ્રધ્યાપકોએ વિદ્યાર્થીઓને લાઇબ્રેરીમાં જવા માટે પ્રેરિત કરવા જઈએ. પ્રશાસન અને સામાજિક સંસ્થા પણ જો આમાં આગળ આવે તો આ ગુજરાતીનો આ દસકો યુગો સુધી ટકી રહેશે.

  2. મને થોડું ઘણું લખવું ગમે છે. આવડે એટલી ચોકસાઈ તો રાખું જ છું લખાણમાં પણ તમારો આ લેખ વાંચીને થાય છે કે હજુ ઘણું બધું શીખવાનું બાકી છે લેખનકાર્યમાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here