હવે બધું જ ન્યુઝપ્રેમી પર

પ્રિય ન્યુઝપ્રેમી મિત્રો,
આજથી મારા તમામ લેખો અને અન્ય કોઈપણ પોસ્ટ સૌપ્રથમ Newspremi.com પર મૂકવામાં આવશે અને અહીં એ દરેકની ઝલક સાથેની લિન્ક શેર કરવામાં આવશે. તમને થોડી તસ્દી પડશે જે બદલ હું દિલગીર છું અને આપ સૌનો સહકાર માગું છું પણ આ નિર્ણય ઘણા વખતથી વિચારણા હેઠળ હતો. ત્રણ કારણસર આ નિર્ણય લીધો છે:
૧. વૉટ્સઍપ પર આખેઆખા મુકાતા લેખમાં કોઈ પણ જાણીજોઇને કે અજાણતાં એમાં કાપકૂપ કે ઉમેરા કરી શકે જેના પર મારો કોઈ કન્ટ્રોલ ન રહે. હવે એ શક્ય નથી. તમને કોઈ એવા લેખ કે સંદેશા મળે જે મેં લખ્યા છે એવું તમને કહેવામાં આવે પણ તમને એની ઑથેન્ટિસિટી વિશે શંકા જાય કે આ ખરેખર સૌરભ શાહે લખ્યું હશે કે કેમ તો તમારે તરત જ newspremi.com પર જઈને જોઈ લેવાનું કે ત્યાં આ છે કે નહીં. ન હોય તો માનવાનું કે એ લખાણ કે એ શબ્દો કોઈએ તમને ગેરમાર્ગે દોરવા વહેતા કર્યા છે.

૨. હવેથી તમને રોજ મારાં એક કરતાં વધારે લખાણો/ઑડિયો આર્ટિકલ/ વીડિયો ક્લિપ્સ મળવાનાં. આ બધું વૉટ્સઍપ પર વેરવિખેર થઈ જવાનું, સાચવવાની તકલીફ અને બીજાએ સાથે શેર કરવાની પણ અગવડ. હવે તમે ક્ષેર બટન વાપરીને આસાનીથી આ બંને કામ કરી શકશો.
૩. ત્રીજું અને એટલું જ મહત્વનું કારણ એ કે હવે મારી ડેઈલી કૉલમ ‘ ગુડ મૉર્નિંગ’ રાષ્ટ્રભાષા હિંદીમાં ટ્રાન્સલેટ થઈને ભારતમાં તેમ જ પરદેશમાં વસતા લાખો બિનગુજરાતીઓ સુધી નિયમિત પહોંચી રહી છે. ટૂંક સમયમાં અંગ્રેજીનું પણ ગોઠવાઈ જશે. વિવિધ ભાષાઓના વાચકોની સુગમતા માટે વૉટ્સઍપ પર જે સુવિધા શક્ય નથી તે ન્યુઝ પોર્ટલ પર સહેલાઈથી સેક્શન્સ પાડીને સર્જી શકાય છે.

આ ઉપરાંત newspremi.com પર અક્ષરો નાનામોટા કરવાની કે બૅકગ્રાઉન્ડ વ્હાઇટને બદલે બ્લૅક કરવાની તેમ જ બીજી ઘણી ફેસિલીટીઝ ધીરેધીરે મળવાની.

ન્યુઝપ્રેમી પર જે કંઈ મૂકાશે તેની જાણ તમને આ વૉટ્સઍપ ગ્રુપ દ્વારા થતી જ રહેશે.

આજે આર. ડી. બર્મનની જન્મજયંતિ છે. તમારા માટે એક સરપ્રાઇઝ ભેટ આવી રહી છે. વેઇટ ઍન્ડ વૉચ!

-સૌરભ શાહ

4 COMMENTS

  1. ‘SANJU’ Very nice movie..
    Firstly I felt it misguided people,a story of character less person,
    but later on feel it’s
    a “Valmiki from Valiya lutara” type…
    Can’t tolerate comparison of Gandhiji’s mistakes, with this one’s characterless personality.

  2. ખૂબ જ સરસ સાહેબ, આજના ડિજિટલ યુગમાં અને જે હદે માર્ક્સવાદી, સામ્યવાદીઓ નું જોર વધી રહ્યું છે, તેવા સમયમાં આપની કોલમ દરેક ભારતીય વાંચે તે ખૂબ જરૂરી છે, સત્ય લોકો સુધી પહોંચાડવામાં આપની કલમ અસરકારક કામગીરી કરી રહી છે. નિલેકણી સાહેબ સાથેના આપના સાક્ષાત્કારની પ્રતીક્ષા.????

    • vanche e mahatva nu nathi pan eno amal kare ane bjp ne 2019 ma farithi satta ma lavava mate mahenat kare e mahatva nu chhe

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here