અરે ભાઈ જુઓ તો જરા,અચ્છે દિન આવી ગયા? : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ : બુધવાર, 3 જૂન 2020)

( આ લેખ 26 મે 2015, મોદીસરકારની પહેલી વર્ષગાંઠે લખાયો. )

અચ્છે દિન એટલે શું? ગયા અઠવાડિયે તમારાં વાઇફ એમના પિયરના દોસ્તાર સાથે વૉટ્સએપ પર મોડી રાતે ચેટિંગ કરતાં પકડાઈ ગયાં ત્યારથી તમારા બંને વચ્ચે અબોલા છે એટલે નરેન્દ્રભાઈ દિલ્હીથી આવીને ભાભીને ને તમને મનાવી લે એવી અપેક્ષા છે તમારી, અચ્છે દિન માટેની?

કે પછી તમારા બાબાને એન્જિનિયરિંગમાં એડમિશન અપાવવા માટે પી.એમ.ઓ.માંથી કોઈ માણસને મોકલવામાં આવે ત્યારે તમારા માટે અચ્છે દિન આવશે?

તમે કહો છો કે કૉંગ્રેસના રાજમાં પણ મારી ગટર ઊભરાતી હતી અને મોદીના રાજમાં પણ ઊભરાય છે, આમાં અચ્છે દિન ક્યાંથી આવ્યા કહેવાય? ગટર ઊભરાતી હોય તો તમારી સોસાયટીના સેક્રેટરીને ફરિયાદ કરવાની, વૉર્ડ ઓફિસર કે કોર્પોરેટરને જઈને મળવાનું, એમાં તમારો પી.એમ. શું કરે?

તમે કહો છો કે કૉલેજ/યુનિવર્સિટીના અધ્યાપક તરીકેનાં અમારાં પગારધોરણો કેટલાં કંગાળ છે! મોદી કેવી રીતે દાવો કરી શકે કે અચ્છે દિન આવી ગયા? ભાઈ (કે બહેન), તમે નોકરીએ જોડાયા ત્યારે કૉંગ્રેસનું રાજ હતું અને તમારાં પગારધોરણો એ લોકોએ નક્કી કરી આપેલાં. કૉંગ્રેસના રાજમાં તમે વર્ષો સુધી ચૂપ રહ્યા (કારણ કે તમને બીજા લાભોના ટુકડા ફેંકવામાં આવતા હતા અથવા તમારી હિંમત નહોતી ) અને એક જ વર્ષમાં તમે મોદીના રાજ સામે બખાળા કાઢવા માંડ્યા?

તમે કહેશો કે મોદી સરકાર યુનિવર્સિટીના વાઇસ-ચાન્સેલરો તરીકે હિન્દુવાદીઓને નીમતી થઈ ગઈ છે. કૉંગ્રેસના કાર્યકાળ દરમિયાન તમને મુસ્લિમવાદી, સેક્યુલરવાદી, સામ્યવાદી વી.સી. મળતા રહ્યા ત્યારે કોઈ દિવસ તમે વિરોધ ઉઠાવ્યો હતો ?

જેમ કોઈ સજ્જન પોતાના પૈસે ભિખારીને ધાબળો ઓઢાડે ત્યારે તમે મોદી સરકારનો આભાર નથી માનતા, તેમ કોઈ દુકાનદાર તમને છેતરી જાય ત્યારે પણ તમારાથી મોદી સરકારનો વાંક ન કાઢી શકાય.

તમે કહેશો કે ટ્રાફિક પોલીસે મારી પાસે હેલ્મેટ નહોતી એટલે પચાસ રૂપિયાની લાંચ માગી. મોદીના આવ્યા પછી પણ લાંચ-રુશ્વત બંધ થઈ નથી. મૂરખ, ગુનો તેં કર્યો. હેલ્મેટ વિના દ્વિચક્રી ચલાવ્યું. બીજો ગુનો પણ તેં જ કર્યો. સરકારી કર્મચારીને લાંચ આપી. તું શેનો મોદી સરકારને ભાંડ્યા કરે છે?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા એક વરસમાં જે કામ કર્યું છે તેવું કામ ભારતના અગાઉના કોઈપણ પ્રાઇમ મિનિસ્ટરે પોતાના પ્રથમ વર્ષ દરમિયાન કર્યું નથી. મોદીના રાજકીય વિરોધીઓ અને ત્રાજવું લઈને ગામઆખાને તોળવા બેસતા એનલિસ્ટો જે કહે તે. છેલ્લા 365 દિવસ દરમિયાન દેશમાં જેટલા પ્રોજેક્ટ્સ શરૂ થયા, પ્લાન થયા, જે નીતિઓ ઘડાઈ, જે કાયદાઓ બદલાયા, તેને કારણે આવતા એક દસકામાં ક્રમશઃ લાખો જૉબ અપોર્ચ્યુનિટીઝ અને બિઝનેસ અપોર્ચ્યુનિટીઝ ઊભી થતી જવાની.

ભારતના પ્રાઇમ મિનિસ્ટર કે ભારત સરકાર તમારા ઘરે આવીને તમારી સમસ્યા હલ નહીં કરી આપે, એ તમારા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરશે, તમારા માટે જૉબ અપોર્ચ્યુનિટીઝ અને બિઝનેસ અપોર્ચ્યુનિટીઝ ઊભી કરશે.

મોદી તો ઠીક ભગવાન પાસે પણ એવી કોઈ જાદુઈ છડી નથી કે એ તમારી પ્રાર્થના સાંભળે, સાંભળીને તમે ધરેલો પ્રસાદ આરોગે ને તમારી જિંદગીમાં તમને જોઇએ છે એવા ‘અચ્છે દિન’ લાવી આપે. મોદીને કે એમના પક્ષને કે એમના પક્ષની સહયોગી પાર્ટીને ગયા વર્ષે મત આપનારાઓને ખબર હતી કે સુદામો કૃષ્ણને તાંદુલ ખવડાવીને ઘરે પાછો ફરે ત્યારે એના ઘરનાં નળિયાં સોનાનાં થઈ જાય, એ રીતે મતદાન કેન્દ્રમાંથી પોતે ઘરે પાછા ફરશે ત્યારે પોતાના પાર્કિંગ પ્લોટમાં ઊભેલું એક્ટિવા ચાર બંગડીવાળી આઉડીમાં પલટાઈ નથી જવાનું.

જે કાગારોળ થઈ રહી છે એ મોદીના ડિટ્રેક્ટર્સ દ્વારા, રાજકીય વિરોધીઓ દ્વારા અને મોદીને મત આપનારા કે એમને સપોર્ટ કરનારા એવા લોકો દ્વારા જેમને મોદીના રાજમાં પોતાને ભાગે લાડવાનો મોટો બુકડો આવી જશે એવી આશા હતી, પણ એમના કમનસીબે (અને દેશના સદનસીબે) એવું થયું નથી.

જે સરકારી બાબુઓ ગુરુ-શુક્રવારે ઑફિસમાં હાજરી પુરાવીને ગોલ્ફ રમવા ઊપડી જતા એમણે હવે શનિ-રવિની રજાઓમાં ઓફિસમાં આવીને કામ કરવું પડે છે

ભારતના પ્રાઇમ મિનિસ્ટર કે ભારત સરકાર તમારા ઘરે આવીને તમારી સમસ્યા હલ નહીં કરી આપે, એ તમારા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરશે, તમારા માટે જૉબ અપોર્ચ્યુનિટીઝ અને બિઝનેસ અપોર્ચ્યુનિટીઝ ઊભી કરશે. આ તમામ તકમાંથી તમારે તમારી તક ઝડપી લેવાની. આ તક મેળવવાની તમારામાં ત્રેવડ હોવી જોઈએ, લાયકાત હોવી જોઈએ. પાત્રતા ન હોય ત્યારે તમારી તક કોઈ લઈ ગયું અને તમે રહી ગયા એવી લૂઝર મેન્ટાલિટીથી કકળાટ કરતા રહેશો તો જિંદગી આખી કકળાટ જ કરતા રહેવાના અને તમારી લાઇફમાં જ નહીં, તમારી આસપાસના સૌ કોઈની લાઇફમાં તમે કંકાસ અને કજિયો પેદા કરવાના. મોદીના આવ્યા પછી ભારત એક મસમોટી અપોર્ચ્યુનિટીઝનો દેશ બની રહ્યો છે. તમારી ડે ટુ ડે લાઇફની પળોજણો માટે મોદી સરકાર કે ફોર ધેટ મેટર અગાઉની સરકારો જવાબદાર નથી. વાતવાતમાં ‘મોદીના રાજમાંય જુઓને હજુય આવું જ ચાલે છે’ એવા નિસાસા નાખવાની કોઈ જરૂર નથી. જેમ કોઈ સજ્જન પોતાના પૈસે ભિખારીને ધાબળો ઓઢાડે ત્યારે તમે મોદી સરકારનો આભાર નથી માનતા, તેમ કોઈ દુકાનદાર તમને છેતરી જાય ત્યારે પણ તમારાથી મોદી સરકારનો વાંક ન કાઢી શકાય. અચ્છે દિન, સંકુચિત દ્રષ્ટિથી જોશો તો, ક્યારેય નથી. આવવાના. એક બ્રોડ પર્સ્પેક્ટિવ રાખીને જુઓ અને એ બધી વાતો ઇન્ડાયરેક્ટલી કેવી રીતે આમજનતા સુધી પર્કોલેટ થશે એ વિચારો તો ખબર પડે કે અચ્છે દિન આવી રહ્યા છે કેટલી બધી વાતોમાં તો ઑલરેડી આવી ગયા છે.

(1)મોદીના હાર્ડકોર ટીકાકાર ગણાતા એક અંગ્રેજી અખબારે એક રિપોર્ટ છાપ્યો છે કે દિલ્હીમાં હવે લોબીઇસ્ટની અવરજવર બંધ થઈ ગઈ છે. નીરા રાડિયા કૌભાંડ વિશે ખબર છે તમને. અગાઉની સરકારોમાં લાયઝન અને પી.આર.નાં કામ કરનારાઓની મદદ લઈને મોટાં મોટાં ઉદ્યોગગૃહો કેન્દ્રીય પ્રધાનો તથા ટૉપના બ્યુરોક્રેટ્સ પાસે પોતાનાં કામ કરાવી જતા. મોદીના આવ્યા પછી મોદીની સખતાઈને કારણે આ બધા સીધા થઈ ગયા છે. આઉટ ઑફ ટર્ન ફેવર્સ મળતી બંધ થઈ ગઈ છે. જેની લાયકાત હશે તેનું જ અને જે નિયમો હશે તે પ્રમાણે જ કામ થવાનું, મસ્કાબાજી દ્વારા કે ફેવર્સ આપીને – લઈને નહીં. અબજો રૂપિયાના પ્રોજેક્ટ્સ પર આની અસર પડતી હોય છે. કરદાતાઓના પૈસા કરદાતાઓ માટે, દેશ માટે જ વપરાય એવા દિવસો હવે આવી ગયા છે.

જૂનું ટીવી કાઢીને પચીસ-પચાસ હજારનું એલ.ઈ.ડી. લઈ આવો અને પછી છોકરાંઓની ફીઝ ભરતી વખતે એજ્યુકેશન મોંઘું થઈ ગયું છે એવો કકળાટ કરો, કારણ કે તે વખતે તમારી બચત ટીવી પાછળ ખર્ચાઈ ચૂકી હોય છે- તો મોંઘવારી લાગવાની જ છે તમને.

(2) મોદીના સત્તારૂઢ થયાના ચારેક મહિનામાં જ દિલ્હીની બ્યુરોક્રસીમાં ફફડાટ વ્યાપી ગયો હતો. જે સરકારી બાબુઓ ગુરુ-શુક્રવારે ઑફિસમાં હાજરી પુરાવીને ગોલ્ફ રમવા ઊપડી જતા એમણે હવે શનિ-રવિની રજાઓમાં ઓફિસમાં આવીને કામ કરવું પડે છે, કારણ કે કેબિનેટ મંત્રીઓએ વીક-એન્ડમાં કામ કરવું પડે છે, કારણ કે આ સૌના માથે બેઠેલો કાકો ટ્વેન્ટી ફોર બાય સેવન કામ કરે છે. વિપક્ષના બાબાને, મોદી કરતાં વીસ વરસ નાની ઉંમર હોવા છતાં, ચૂંટણી પછીના થાકને કારણે બે મહિના બેંગકોક જઈને વેકેશન લેવું પડે છે. મોદી વિદેશી રાષ્ટ્રોની મુલાકાતો પછી જેટ-લેગને ગણકાર્યા વિના એરપોર્ટથી સીધા ઑફિસે પહોંચી જાય છે.

(3) મોંઘવારી વિશે ફરિયાદ કરતી વખતે આપણે ભૂલી જઈએ છીએ કે આ જમાનામાં બે છેડા મેળવવા મુશ્કેલ ત્યારે થઈ જાય છે, જ્યારે આપણી જરૂરિયાતો વધી જાય છે. સગવડોમાં ઉમેરા કરતી વખતે મોંઘવારી સામે કોઈ જોતું નથી. એક જમાનામાં ગજવામાં આઠ-આઠ આનાના સિક્કા લઈને ફરતા અને પબ્લિક ટેલિફોન વાપરતા લોકો હાથમાં સેલફોન ઝુલાવતા થઈ જાય છે ત્યારે એમના માસિક ખર્ચામાં બસોથી માંડીને બે હજાર રૂપિયા સુધીનો ઉમેરો થઈ જાય છે. તમારી સગવડો વધી, તમે વધારી. અન્યથા તમારી પાસે એ રકમ બચતી હોત, બે છેડા મેળવવાની મુશ્કેલી ઓછી પડતી હોત. જૂનું ટીવી કાઢીને પચીસ-પચાસ હજારનું એલ.ઈ.ડી. લઈ આવો અને પછી છોકરાંઓની ફીઝ ભરતી વખતે એજ્યુકેશન મોંઘું થઈ ગયું છે એવો કકળાટ કરો, કારણ કે તે વખતે તમારી બચત ટીવી પાછળ ખર્ચાઈ ચૂકી હોય છે- તો મોંઘવારી લાગવાની જ છે તમને. અગાઉ તમે મહિને પચાસ અલગ-અલગ જગ્યાએ ખર્ચા કરતા – લાઇટનું બિલ, દૂધનું બિલ,કરિયાણું, શાકભાજી, પેટ્રોલ અને હવે દોઢસો જગ્યાએ ખર્ચા કરતા થઈ ગયા – મલ્ટિપ્લેક્સમાં પિક્ચર, ઇન્ટરવલમાં પોપકોર્ન, બ્રાન્ડેડ કપડાં, મોંઘી રેસ્ટોરાં મોંઘીદાટ કાર્સ, તો તમને હવે મોંઘવારી નડવાની જ છે. બાકી ઇલેક્ટ્રિસિટી, કરિયાણું, શાકભાજી જેવી બેઝિક ચીજવસ્તુઓના ભાવ જેટલા વધ્યા છે તેટલા પ્રપોર્શનમાં તમારી આવકો પણ વધી જ છે. જો તમે જરૂરિયાતોને વધારી ન મૂકી હોત તો આજે પણ આરામથી બે છેડા ભેગા થઈ શક્યા હોત. પણ માથેરાનમાં માણેકલાલ ટેરેસમાં જતા તમે જો હવે મોરેશિયસ, દુબઈ અને ફુકેટ જઈને વેકેશન મનાવવાના અભરખા ધરાવતા થઈ ગયા હો તો તમારે જોવું જોઈએ કે મોંઘવારી તમને ક્યાં નડી રહી છે, શું કામ નડી રહી છે. મોંઘવારી નથી વધી, તમારો વપરાશ વધ્યો છે.

ન્યુઝપ્રેમીને સપોર્ટ કરવા આ લિન્ક પર જાઓ

(4) મોદીના સી.એમ.પણા દરમિયાન ગુજરાતનાં માનપાન દેશઆખામાં વધ્યાં, અઝીમ પ્રેમજી જેવા વૈચારિક વિરોધીઓ પણ ગુજરાતમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા લાગ્યા, અંબાણી-અદાણીનાં મૂડીરોકાણો વધવા ઉપરાંત તાતા નેનો લઈને આવ્યા, ચીન-જાપાનનાં ઇન્વેસ્ટમેન્ટ્સ આવવા માંડ્યાં. એ જ રીતે મોદીના પી.એમ.પણા દરમિયાન જગત આખામાં ભારતનાં માનપાન વધી રહ્યાં છે. ફ્રાન્સવાળા અહીં આવીને લડાકુ વિમાનો બનાવશે અને આપણે પોતે પણ આપણા સંરક્ષણ માટેનાં શસ્ત્રો બનાવતા થઈ જઈશું. અમેરિકા અને ઇંગ્લેન્ડ સહિતના યુરોપીય દેશો, જે ભારતને થર્ડ વર્લ્ડ કન્ટ્રી ગણતા તે ‘સાહેબ, સાહેબ’ કરીને મોદીની આગળપાછળ ફરતા થઈ ગયા છે. નેપાળ, બાંગ્લાદેશ, શ્રીલંકા જેવા ટચૂકડા પાડોશીભાઈઓ બીજાઓની ઉશ્કેરણીથી ભારતની સતત છૂંછી કર્યા કરતા તે ડાહ્યાડમરા થઈ ગયા છે. ખુદ પાકિસ્તાન સહમી ગયું છે અને કાશ્મીરી આતંકવાદીઓને ખબર પડી ગઈ છે કે એમને સીધાદોર કરી નાખવા માટે દિલ્હીમાં બાપ માણસ બેઠો છે. ઇન્ટરનેશનલી અને ઇન્ટર્નલી આટલા સારા દિવસો ભારતના ક્યારેય નહોતા.

(5) એક ભારતીય નાગરિક તરીકે મને હવે દેશમાં રહેવું વધારે સેફ લાગે છે. પહેલાં સરકારની કેટલીક નીતિઓથી અસલામતી સર્જાતી. મુસ્લિમ અપીઝમેન્ટવાળી કોંગ્રેસી નીતિઓ આ દેશમાં મને શાંતિથી જીવવા દેશે કે નહીં એની ચિંતા થતી. સોનિયા ગાંધીની કઠપૂતળી સરકારે સાચર સમિતિ રચીને દેશનાં સંરક્ષણ-દળોમાં કેટલા મુસ્લિમો છે એવી ગણતરી કરવાના સૂચન દ્વારા ઘણી ખતરનાક ચાલ રમી હતી. મનમોહનસિંહે વડાપ્રધાનપદેથી જાહેરાત કરી હતી કે આ દેશના રિસોર્સીઝ પર, સંસાધનો પર સૌથી પહેલો હક્ક મુસ્લિમોનો છે, પછી હિન્દુઓનો. ભારતમાં આઝાદી પછી થયેલાં કોમી રમખાણોમાંથી 95 ટકા રમખાણોમાં કોંગ્રેસી નેતાઓ-કાર્યકર્તાઓ તથા હિન્દુવિરોધી સંગઠનોનો હાથ છે, પણ છેલ્લા એક વર્ષમાં કોઈ કોમી છમકલું થયું નથી. અગાઉ રમખાણો થતાં ત્યારે કરનારાઓને ખબર રહેતી કે કૉંગ્રેસ અમને રોકવાની નથી અને રોકવા ધારે તો એવી એની કોઈ તાકાત પણ નથી. હવે સૌ કોઈ જાણે છે, મુસ્લિમો અને હિંદુઓ પણ, કે રમખાણો થતાં અટકાવવાની મોદીની ઇન્કલિનેશન તો છે જ એમની તાકાત પણ છે, એમના ડરથી આ બધા ચૂપ બેસી ગયા છે.

મીડિયા કહેશે અને એટલે તમે પણ કહેતા થઈ જશો કે ‘જુઓ, તમે તો કહેતા હતા કે અચ્છે દિન આવી ગયા, કપાળ તમારું! આને અચ્છે દિન કહેવાય?’

 

અને આમ છતાં મોદીએ પી.એમ. બન્યા પહેલાં જેમ નહોતી પહેરી એમ પી.એમ. બન્યા પછી પણ ક્યારેય મુસ્લિમ વાટકા-ટોપી માથે નથી મૂકી. દેશનાં વિવિધ રાજ્યોના પ્રવાસ કરીને પ્રાદેશિક પાઘડીઓ જરૂર માથે મૂકી છે. પણ એ હેડગિયર્સ ધર્મનાં પ્રતીક નથી, આપણી સંસ્કૃતિનાં પ્રતીક છે. કોઈએ શું કામ એવી જિદ્દ કરવી જોઈએ કે મોદી માથે મુસ્લિમ ટોપી પહેરે તો જ એ સેક્યુલર છે એવું અમે માનીશું? ખ્રિસ્તીઓએ તો એવી જિદ્દ કરી નથી કે મોદીએ પાદરી જેવો સફેદ ડગલો પહેરવો જોઈએ. ન તો હિંદુઓએ માગણી કરી છે કે મોદીએ એટલીસ્ટ એક વખત તો સ્વામી સચ્ચિદાનંદ જેવો ભગવો ચોગો કે બાબા રામદેવની જેમ ભગવી ધોતી પહેરવી જોઈએ. કૉંગ્રેસના રાજમાં માત્ર મુસ્લિમો જ સુરક્ષિત હતા. મોદીના રાજમાં મુસ્લિમો ઉપરાંત હિન્દુઓ અને દરેક કોમ સુરક્ષિત છે એવું વીતેલા એક વરસ દરમિયાનની નીતિઓએ અને ઘટનાઓએ પુરવાર કર્યું છે. કાલ ઊઠીને દેશમાં કોઈ દુર્ઘટના બને,કુદરતી આપત્તિ આવે કે ભાજપ અથવા સરકાર સાથે જોડાયેલી કોઈ વ્યક્તિ ન કરવાનું કામ કરે તો મોદી જ હડફેટે આવવાના છે. મીડિયા કહેશે અને એટલે તમે પણ કહેતા થઈ જશો કે જુઓ, તમે તો કહેતા હતા કે અચ્છે દિન આવી ગયા, કપાળ તમારું! આને અચ્છે દિન કહેવાય?

આવું બધું બોલાતું રહેવાનું. સાંભળી લેવાનું, મોદીની જેમ, વિરોધીઓનું કામ વિરોધ કરવાનું, આપણું કામ કામ કરવાનું.

•••   •••   •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરવા માટેની અપીલ : સૌરભ શાહ

પ્રિય વાચકો,

તમે જાણો છો કે ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના ચાલતું સ્વતંત્ર, તથા કોઈનીય સાડીબારી ન રાખતું ડિજિટલ મિડિયા છે અને એટલે એ ભરોસાપાત્ર છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા પ્લેટફૉર્મને અડીખમ રાખવા તમારા સપોર્ટની જરૂર છે.

‘ધ ક્વિન્ટ’, ‘ધ પ્રિન્ટ’, ‘ધ વાયર’ કે બીજાં ડઝનેક તોતિંગ અંગ્રેજી ડિજિટલ મિડિયા કરોડો રૂપિયાનું ફંડિંગ ઉભું કરીને પોતાના એજન્ડાને— કામકાજને આગળ વધારી રહ્યા છે. ‘ન્યુઝપ્રેમી’ આવી રીતે કામકાજ કરવામાં માનતું નથી. ઇન્વેસ્ટર્સ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા પછી અમુક મિડિયા કરોડરજ્જુ વિનાનાં બની જતાં હોય છે. ઇન્વેસ્ટરોનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાથી સચવાતો હોય ત્યારે મિડિયાએ પણ વાચકોનો દ્રોહ કરીને, વાચકોને ઊંધા રવાડે ચડાવીને એન્ટી-નેશનલ ન્યુઝ અને એન્ટી-નેશનલ વ્યુઝ આપવાની પ્રવૃત્તિમાં જોરશોરથી ભાગ લેવો પડતો હોય છે.

આ જ કારણોસર ‘ન્યુઝપ્રેમી’માં જાહેરખબરો પણ ઉઘરાવવામાં નથી આવતી. જે ઘડીએ એડવર્ટાઇઝરના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ન જળવાય એ જ ઘડીએ કાં તો તમારો હાથ આમળીને તમારી પાસે તેઓ પોતાનું ધાર્યું કરાવતા થઈ જાય અને વાચકો ગેરમાર્ગે દોરવાઈ  જાય, કાં પછી તમારી નૌકાને મધદરિયે હાલકડોલક કરીને ડુબાડી દેવાની ધમકી આપવામાં આવે.

‘ન્યુઝપ્રેમી’ દરેક બાબતમાં સંપૂર્ણપણે સ્વતંત્ર છે. ‘ન્યુઝપ્રેમી’ રાષ્ટ્રમાં અને સમાજમાં ભાગલા પડાવતી પ્રત્યેક તોફાની હિલચાલનો બુલંદ અવાજે વિરોધ કરતું રહ્યું છે. ‘ન્યુઝપ્રેમી’ સસ્તી લોકપ્રિયતા મેળવવા પ્રવાહ સાથે તણાઈ જતું નથી. ‘ન્યુઝપ્રેમી’ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા પવન પ્રમાણે સઢ ફેરવીને વાચકોને ગુમરાહ કરતું નથી. ‘ન્યુઝપ્રેમી’ અમુક વર્ગનો રોષ વહોરીને પણ સમાજ માટે, રાષ્ટ્ર માટે જે સાચું છે અને સારું છે એનો પક્ષ લઈને પોતાનો ધર્મ— પોતાની ફરજ બજાવવામાં માને છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મીસમા સૌરભ શાહ દ્વારા 24×7 થઈ રહી છે. ( એક વાચકે ‘ વન કેન’—one pen, one man, one can—નું બિરૂદ આપ્યું છે. કોઈ એક લેખની કમેન્ટમાં છે.)

‘ન્યુઝપ્રેમી’નું લેખન-સંપાદન તથા એની સાજસજ્જા મુંબઈમાં થાય છે. ટાઇપસેટિંગ ભાવનગર અને અમદાવાદમાં થાય છે. ‘ન્યુઝપ્રેમી’ના એડમિનિસ્ટ્રેશનની જવાબદારી પૂણેથી નિભાવવામાં આવે છે અને ‘ન્યુઝપ્રેમી’ને ટેક્નિકલ સપોર્ટ બેંગ્લોર સ્થિત ગુજરાતી ટેકનોક્રેટ આપે છે. ‘ન્યુઝપ્રેમી’ની હિન્દી આવૃત્તિ માટેનું અનુવાદકાર્ય મુંબઈ – અમદાવાદમાં થાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટ વિના ટકી શકવાનું નથી, વધુ વાચકો સુધી પહોંચી શકવાનું નથી, સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકવાનું નથી. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક  સહયોગ અનિવાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ના અસ્તિત્વ માટે અને ફેલાવા માટે નિર્ણાયક પુરવાર  થવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે. દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે. ‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે અન્ય માર્ગે રકમ મોકલીને સ્ક્રીન શોટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો. એક જ મિનિટનું કામ છે.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

5 COMMENTS

  1. વાહ સર… કાબીલેદાદ છે આ લેખ. મોદીજી ને જ વૉટ આપ્યાનો પૂર્ણ સંતોષ થયો આજે. તમે દર્શાવેલા એક એક મુદ્દા પ્રમાણે यही है हमारे अच्छे दिन…. બાકી , લોકો તો દૂધમાંથી પણ ફોરા કાઢે એવા છે. વિરોધી પાર્ટીઓને દુઃખ છે મોદીજી એ કંઈક નહીં પણ ઘણું કરી બતાવ્યું એનું. આજ સુધી આપણા દેશનું ” વજન ” ક્યાં પડતુ જ હતુ. મોદી હૈ તો મુમકીન હૈ… યહ સહી હૈ

  2. About your appeal for financial support, any minimum subscription like amount you can suggest which I can pay every month?

  3. 101% Achhe din 6e.bhai lobhi swarthi short drashti mije Kya mila? Aavi mansikta na loko nu Kam nathi. 2014 pahela no samay yaad kri. juvo.
    Arajakta Desh Jane bodi baman nu khetar samacharo ma bomb dhadaka, CORRUPTION,
    Ahesan mano collum 370 & 35A khatam?♥️? Desh heet and Rashtra bhaav prtaye JAGRUTI. Desh salamat border pr vyavshthit chapati Najar. Parivartan mate daskao lagi Jay. Ahiya to Desh ni Andar na,baharna GADDAR thi samajdari thi dheeraj purak Kam levu. Ahesan ISHWAR no salamat HATHO MA DESH NU SUKAN.??? JAY HIND BHARAT MATA ♥️ NI JAY?

  4. Shree Saurabhbhai,
    Tamara lekho aflatoon hoy chhe.. barabar amara man ni vaat no padgho padto hoi evu lage..chhe.. very good keep it up, I support you… You are writing with figures and fact and without any fear… Bravo… Keep it up

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here