જે માર્ગે જતાં તમારો અંતરાત્મા ડંખે તે માર્ગનો ત્યાગ કરવાનો: સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ એક્‌સક્લુઝિવઃ શનિવાર, ૧૮ એપ્રિલ ૨૦૨૦)

મહાભારતના ઉદ્યોગપર્વના ૩૫મા અધ્યાયને આરંભે ધૃતરાષ્ટ્ર ફરી વિદુરને વિનંતી કરે છે, ‘હે મહાબુદ્ધિમાન, વિદુર! તું ફરીથી મને ધર્મયુક્ત અને અર્થવાળી વાત કહે. તારી પાસેથી અદ્‌ભુત વાણી સાંભળ્યા બાદ મને તૃપ્તિ થતી જ નથી. તું વિલક્ષણ વાતો કહે છે.’

આ અધ્યાયમાં વિરોચન-કેશિની સંવાદ છે. સુધન્વા-પ્રહ્લાદ સંવાદ છે. એમાં ફંટાયા વિના આપણે સીધા જ આગળ વધી શકીએ એમ છીએ. વિદુરજીએ જીવનમાં કેટલાંક ક્યારેય ન કરવાનાં અને કેટલાંક સદાય કરવાનાં કામોની યાદી આપી છે. આ ડુઝ ઍન્ડ ડોન્ટ્‌સનું દરેક વ્યક્તિએ પોતાના જીવનની પરિસ્થિતિ, પોતાના સંજોગો, પોતાના દેશ-કાળને અનુરૂપ પાલન કરવાનું હોય.

વિદુરજી કહે છે, ‘આટલી વસ્તુઓ વર્જ્ય (ત્યાગને યોગ્ય) ગણવામાં આવી છે: મદિરાપાન, કજિયો, અનેક સાથે વેર, પતિ-પત્ની વચ્ચે ફાટફૂટ પડાવવી, જ્ઞાતિમાં ભેદ પડાવવો, રાજા સાથે દ્વેષ, સ્ત્રી-પુરુષ વચ્ચે વિવાદ ઊભો કરાવવો અને નિંદનીય માર્ગ પર ચાલવું.’

ખાસ્સી લાંબી યાદી છે. મદિરાપાનને વર્જ્ય ગણ્યું છે કારણ કે ક્યારેક નશામાં તમે શું બોલી જતા હો છો, કેવું વર્તન કરી બેસતા હો છો તેનું ભાન ઘણાને નથી હોતું. જેઓ સંયમ રાખીને પીતા હોય તેઓ પણ ક્યારે અમુક કારણવશ સંયમ તોડીને પીવા માંડે તેની કોઈ ખાતરી નથી હોતી. માટે એનાથી દૂર રહેવું જ બહેતર. શારીરિક આરોગ્યને લગતા ફાયદાઓ અહીં નથી ગણાવ્યા.

કજિયાખોર વ્યક્તિ કોઈને નથી ગમતી. કજિયાનું મોં કાળું એવી કહેવત શું કામ પડી હશે? કજિયો હંમેશાં નુકસાન જ કરતો હોય છે. ઝઘડો કરે એને ફાયદો થયો હોય એવું ક્યારેય નથી બન્યું. આપણી ભાષામાં ‘કજિયાદલાલ’ નામનો એક શબ્દ છે. કોર્ટમાં કજિયો લડવાની ગોઠવણ કરી આપનાર દલાલને કજિયાદલાલ કહેવામાં આવે. વકીલ માટે તિરસ્કારમાં આ વિશેષણ વપરાય છે. કજિયા કરાવીને કે પછી કજિયો કરાવનારાઓની વચ્ચે મધ્યસ્થ બનીને કમાઈ ખાનાર લવાદને પણ કજિયાદલાલ કહેવામાં આવે છે. કજિયો હંમેશાં કંકાસ ઊભો કરે. કંકાસને કારણે ક્લેશ થાય અને આ ક્લેશને લીધે જિંદગી કકળાટમય બની જાય. મુંબઈના એક નામી ધારાશાસ્ત્રી અને મારા મિત્ર એવા સજ્જને જે સલાહ આપી હતી તે સૌની સાથે શેર કરું છું. તમે સાચા હો, તમને અન્યાય થઈ રહ્યો છે એવું લાગે, તમારો હક્ક ડૂબી જતો હોય તો પણ ક્યારેય સામેથી કોઈના પર કોર્ટકચેરીમાં દાવો નહીં માંડવો. જીત્યા પછી પણ તમે ઘાટામાં જ રહેવાના.

અનેક સાથે વેર. જેની ને તેની સાથે દુશ્મનાવટ બાંધતાં ફરીશું તો એક દિવસ એવો આવશે જ્યારે આ સમાજમાં તમે સાવ એકલા પડી જશો. નાની નાની બાબતોમાં સમાધાન કરતાં અને આગ્રહો-જીદ છોડતાં આવડવું જોઈએ. તમે સિદ્ધાંતવાદી છો, આદર્શવાદી છો, સત્યના માર્ગે ચાલનારા છો – સલામ તમને. પણ બધી બાબતોમાં તમારા આગ્રહો સાચવવા જતાં અનેકની સાથે વેર બાંધી બેસતા હો તો ચેતી જજો. વિદુરની આ સલાહ ગળે ઊતરે કે ન ઊતરે, એમણે કહ્યું છે એટલે સાચું જ કહ્યું હશે એવો વિશ્વાસ રાખીને આ સલાહ જીવનમાં ઊતારીએ.

પતિ-પત્ની વચ્ચે ફાટફૂટ પડાવવાનું કામ કુટુંબની નિકટની વ્યક્તિઓ જ કરતી હોય છે – પોતાનું વર્ચસ્વ વધારવા માટે. આવી નજીકની વ્યક્તિઓથી સાવધ રહેવું. ક્યારેક બહારનાઓ પણ આવો પ્રયાસ કરે – જ્યારે તેઓ તમારી પત્ની કે તમારા પતિ સાથે આડા સંબંધ બાંધવાની ખ્વાહિશ રાખતા હોય ત્યારે.

જ્ઞાતિમાં ભેદ પાડવાનો મતલબ ઉચ્ચનીચમાં માનવું નહીં. વ્યવસાયની દૃષ્ટિએ આપણી સંસ્કૃતિએ ચાર વર્ણો પર આધારિત વર્ણવ્યવસ્થાનો સ્વીકાર કર્યો તે ખરું પણ જ્ઞાતિભેદમાં આપણો સમાજ ક્યારેય નથી પડ્યો. વાણિયાનો દીકરો વાણિયો બને તેમાં શું ખોટું? આજેય ડૉક્ટરનો દીકરો ડૉક્ટર કે પછી સી.એ.ની દીકરી સી.એ. બનતાં જ હોય છે. અને હવે તો કોઈપણ વર્ણની વ્યક્તિ આઈ.એ.એસ. અફસરથી માંડીને રાષ્ટ્રપતિ બની શકે છે. વર્ણવ્યવસ્થાના નામે, મનુસ્મૃતિના નામે આપણા સમાજને ફટકારીને માયાવતી જેવા અનેક રાજકારણીઓએ સમાજના ભાગલા પાડ્યા, બે વર્ગોને આપસમાં બિલાડીની જેમ લડાવીને વાનરવેડા કર્યા. વિદુર એ જમાનામાં કહી ગયા કે જ્ઞાતિ-જ્ઞાતિ વચ્ચે ભેદ નહીં પાડવાનો. બીજો પણ અર્થ આમાંથી લેવાનો. પોતાની જ જ્ઞાતિમાં બે ભાગલા પડવા દેવાના નહીં. જ્ઞાતિજનોએ સંપીને રહેવાનું.

રાજા સાથે દ્વેષ નહીં રાખવાનો. રાજા એટલે શાસક. એની નીતિઓ સામે તમારો વિરોધ હોઈ શકે. તમારા પોતાના જ કામકાજ કે તમારી પોતાની વિચારસરણીને રાજાની નીતિઓને કારણે નુકસાન પણ થતું હોય ત્યારે સમજવાનું કે રાજા સમસ્ત રાજ્યના કલ્યાણ માટે કાર્યરત હોય છે – કોઈ ઈન્ડિવિજ્યુઅલ માટે નહીં. એકલદોકલ વ્યક્તિએ સમષ્ટિનું ભલું થતું હોય તો ભોગ આપવો પણ પડે.

એક બીજી વાત અહીં ઉમેરવાનું મન થાય છે. અંગ્રેજોના જમાનામાં આપણે ત્યાં સાડા પાંચસોથી વધુ નાનાંમોટાં રાજ્યો હતાં જેમને એકત્રિત કરવાનું ભગીરથ કાર્ય સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું. આ દરેક રાજાએ દેખાડેલી રાષ્ટ્રનિષ્ઠા બદલ, પોતાના રાજ્યને ભારતમાં ભેળવી દઈને રાષ્ટ્રને વધુ મજબૂત બનાવવાના આશયથી એ સૌએ જે ત્યાગ કર્યો તે માટે તે દરેકને પોતપોતાના દરજ્જા મુજબ, દરેકની જરૂર મુજબનાં સાલિયાણાં સરદાર પટેલે બાંધી આપ્યાં હતાં. ભારત સરકાર સાથેના જોડાણના કાનૂની કરારમાં દરેકને સરકારી તિજોરીમાંથી વાર્ષિક કેટલું સાલિયાણું મળશે તેની નોંધ પ્રોપર સહીસિક્કા સાથે કરવામાં આવી.

પણ સમાજવાદના અંચળા હેઠળ ચાલતી તે વખતની સામ્યવાદી સરકારે આ તમામ કાનૂની કરારોને ૧૯૬૯માં એક ઝાટકે બંધારણીય સુધારો લાવીને રદ કર્યા. ભારતની ભોળી, નાસમજ પ્રજાને ખુશ કરવા માટે આ નાદાન અને ગેરવાજબી પગલું લેવાયું જેને તે વખતના વામપંથી મિડિયાએ ખૂબ બિરદાવ્યું. વાસ્તવમાં આ રાજાઓએ દાખવેલી રાષ્ટ્રનિષ્ઠાનો સરકારે કરેલો દ્રોહ હતો. નેહરુ-ઈન્દિરા-રાજીવ-સોનિયાની કૉન્ગ્રેસી સરકારો કેજરીવાલ-ઉદ્ધવની જેમ પૉપ્યુલિસ્ટ નિર્ણયો લેવામાં ઍક્સપર્ટ હતી. મિડિયામાં પોતાના નામની વાહવાહ થાય અને અબૂધ વાચકો તાળીઓ વગાડવા માંડે.

બીજી વાત. અંગ્રેજોના ઇતિહાસકારોએ તેમ જ એમના પછી આવેલા મુસ્લિમવાદી – સામ્યવાદી ઇતિહાસકારોએ ભારતના રાજાઓને ભોગવિલાસમાં રાચનારા, પ્રજાને લૂંટીને પોતાનો ખજાનો ભરનારા અને રાજકાજમાં અણઆવડત ધરાવનારા તરીકે જ ચીતર્યા. બે-પાંચ ટકા કદાચ હશે પણ ખરા. પરંતુ ભારતમાં પ્રતાપી રાજાઓ ઠેરઠેર પથરાયેલા. હજારો વર્ષ સુધી ભારતના વિવિધ પ્રદેશોના રાજાઓએ પોતપોતાના રાજ્યની પ્રજાઓનાં હિત સાચવ્યાં. પણ આપણે તો માત્ર રાજખટપટો જ થતી, અંદરઅંદર લડી મરતા એવી જ વાતો સાંભળી-વાંચી જેને કારણે આપણે આ રાજાઓએ કરેલાં પ્રજાલક્ષી કાર્યો તરફ હંમેશાં દુર્લક્ષ્ય સેવ્યું. અંગ્રેજ ઇતિહાસકારો અને વામપંથી હિસ્ટોરિયન્સે બહુ મોટું નુકસાન કર્યું.

રાજાશાહીને એનાં દૂષણો હશે તો હશે, લોકશાહીમાં પણ કેટલાંક દૂષણો છે જ. રાજાશાહીના કાળના શાસકોમાં અમુક નકામા શાસકો હશે તો આજે પણ ભારતમાં ઝારખંડ, રાજસ્થાન, કેરળ, બંગાળ, મહારાષ્ટ્ર, દિલ્હીનાં રાજ્યોમાં ક્યાં વળી સારા શાસકો છે. આની સામે દિલ્હીમાં સોનિયારાજ હતું અને ભારતવર્ષ માટે અંધકારયુગ ચાલતો હતો ત્યારેય ગુજરાત સહિતનાં બીજાં કેટલાંક રાજ્યોમાં સારા શાસકો હતાં જ. પણ સૌને એક લાકડીએ હાંકીને ભારતની બદનામી કરવી એ આ વામપંથીઓની ખાસિયત છે.

ઇતિહાસની વિકૃતિઓ વિશે એક નાનકડી નોંધ. દિલ્હીમાં કેજરીવાલ સરકારના શાસન હેઠળ નિઝામુદ્દીન મરકઝમાં ભેગા થયેલા તબ્લીગીઓએ જે કાંડ કર્યા તેના સંદર્ભમાં આ નોંધ છે. સૌ કોઈ જાણે છે કે તબ્લીગીઓના જમાવડાને કારણે કોરોનાના રોગચાળાની પરિસ્થિતિ કેટલી વકરી છે. પણ કેજરીવાલના આદેશથી સરકારી ફાઈલો, પોલીસને મોકલવામાં આવેલા રિપોર્ટ્‌સ, મેડિકલ રેકોર્ડ્‌સ, અખબારી યાદીઓ વગેરેમાં ક્યાંય તબ્લીગી જમાતનું નામ નથી લખાતું. એને બદલે ‘સિંગલ સોર્સ’ એવો ઉલ્લેખ થાય છે. આપણી આંખ સામે ખુલ્લેઆમ બનેલા બનાવોની બાબતમાં જો હકીકતો છુપાવવામાં આવતી હોય, સત્ય સાથે ચેડાં કરવામાં આવતાં હોય તો કલ્પના કરો કે લેફ્ટિસ્ટ કેજરીવાલ જેવી જ મેન્ટાલિટી ધરાવતા વામપંથી ઇતિહાસકારોએ કેટકેટલાં સત્યો છુપાવ્યાં હશે, કેટકેટલાં જુઠ્ઠાણાં આપણને ઇતિહાસની ટેક્‌સ્ટ બુક્‌સ દ્વારા ભણાવ્યાં હશે.

વિદુરજીએ સ્ત્રી-પુરુષ વચ્ચે વિવાદ ઊભો કરવાની પણ ના પાડી છે. અહીં આપણે આપણી રીતે ઈન્ટરપ્રીટેશન કરવું પડશે. સ્ત્રી-પુરુષ વચ્ચે વિવાદ ઊભો કરાવવો એટલે શું? પતિ-પત્ની વચ્ચે ફાટફૂટવાળી વાત તો આવી ગઈ. તો પછી હવે ફરીથી શું કામ એનો ઉલ્લેખ વિદુરજીએ કર્યો? સ્ત્રી-પુરુષ વચ્ચે વિવાદ ઊભો કરવો એનો મતલબ એ કે સ્ત્રીઓ પુરુષ સમોવડી છે કે પછી પુરુષો સ્ત્રીઓ કરતાં ચડિયાતા છે કે નહીં એવા વિવાદો ઊભા કરવા નહીં. જે સમાજવ્યવસ્થા હજારો વર્ષથી ચાલી આવે છે તેનું સન્માન કરવું. વિદુરજીએ હજારો વર્ષ પછીના ભવિષ્યમાં આવનારી સ્ત્રી સ્વાતંત્ર્યની સમાજ માટે નુકસાનકારક પુરવાર થયેલી ઝુંબેશ જોઈ હશે? કદાચ. એટલે જ એમણે સ્ત્રી-પુરુષ વચ્ચે વિવાદ ઊભા કરાવવાની ના પાડી હોવી જોઈએ. સ્ત્રીઓનું સન્માન આપણી સંસ્કૃતિએ હજારો વર્ષથી કર્યું જ છે. એટલે જ યત્ર નાર્યસ્તુ પૂજયન્તે રમન્તે તત્ર દેવતાઃની આપણી પરંપરાને આદર આપીને નકામા વિવાદો ઊભા નહીં કરવાની વિદુરજીએ વાત કરી.

અને છેલ્લે વિદુરજી નિંદનીય માર્ગ પર ચાલવાની ના પાડી. નિંદનીય માર્ગ ક્યો કહેવાય? જીવનમાં નિંદનીય માર્ગો તો ઘણા હોવાના અને પ્રશંસનીય માર્ગો પણ અનેક છે. પરંતુ વિદુરજીએ માર્ગોને બદલે એકવચન ‘માર્ગ’ કહ્યું છે. જો કોઈ એક જ માર્ગ ત્યજવાનો હોય તો તે આ છે: જે માર્ગે જતાં તમારો અંતરાત્મા ડંખે તે માર્ગનો ત્યાગ કરવાનો.

વધુ આવતી કાલે.

છોટી સી બાત
અત્યારે તો કોઈના ઘરે ચોરી થાય તો પણ પોલીસમાં ફરિયાદ ના કરી શકે…
…પોલીસ એને જ ડંડા મારીને પૂછે કે તું ક્યાં ગયો હતો.

10 COMMENTS

  1. Thanks ,Saurabh bhai for an outstanding and truthful reply .Is it wrong or incorrect to raise a query when some writing ,some issue ,are not clear to you , .n order to have a clearer Perception one need some more informations ?,.instead of just keeping quite or praising for the sake of formality.

  2. Are you aware that Narendra Modi Government has not paid compensation to Sanand Raja whose land they took over and given to Neno project by charging them 1100 rupees per meter …. Still Sanand Raja is fighting for price of his land sold to Nano … Court case is pending…though government has received payment from Nano…they have not paid to Sanand Thakor … Same step u mentioned in ur article of Rajvada’s saliyana stopped by congress government….Etle Kagda badha kala j che…

  3. Saurabh bhai ,
    From your today’s talk ,I have one question .,While ,Modiji is doing an outstanding job as a PM of India ,He has demostrated unprecedented Leadership qualities .,However ,just to project ,PM on a higher padestal ,Is it necessary all the time ,to discredit and demean other great lndian leadership ?.When ,Vidurji can present his cogent point of views without citing any parallel or letting opposition down ,,is is necessary for youb to talk derisively of Kejriwal and others .? Can you not present your point of view in unbiased and unpolitical manner . And in a balanced manner !
    Now for Delhi ,Nizamabad ,Episode you are blaming Kejrival for inapt handling .,But as far as my knowledge goes I understand ,pl correct me if I am wrong ,that ,The jurisdiction of Delhi being an union territory falls under the Central home ministry .,If so was it the duty of the HM to have preempted the worsening situation ?.,even assuming that ,the law and order was a state subject ,even then was it not an Intellegence failure as far as internal securities were concerned ?,Why the honourable HM was conspicuous his his Absence when Delhi controversy was raging ? Why Mr Ajit Dowel was rushed in at the stroke of mid night for a delibration ?.we do not know how the entire episode wasfolded. ?
    I do not blame either the H M or any body else. ,But l My earnest request is , that us refrain from making a comments which are impragnant with the political overtone .,Let us be not unfair or unreasonable but a fair and balanced one ?

    • Sorry, I have said this time and again that I am NOT neutral, I take the side of what is good for the people and it’s me who will decide what is good based on my experience and vision. There are many others who claim that they are તટસ્થ and નિરપેક્ષ. I constantly thank God that I am not amongst them. So if you feel that I am biased, let me say that yes I am biased because I know the background of the public figures, I know their intentions and I know the media who constantly mislead innocent people like you.

      • Many many Thanks for a prompt response .one need a courage to say I am a biesed .you have displayed that courage .
        It is true , we all follow the way the wind is blowing ? A kind of Personality Cult .?

        • You are mistaken, sir! I don’t follow the trend. I have been creating the trend. You must be newly exposed to my writing. Please refer to the articles I have been writing during 1992 babri demolition and 2002 during godhara hindu hatyakand. Search for them on Google. When the wind was totally against me and when most of the media was writing in different tunes I was among the very few indian journalists whose writing guided the readers in the right direction. Instead of criticising me you should be proud of me that your mother tongue has a rock solid writer who is not afraid of speaking his mind, who is not writing under any pressure. Wish you all the very best.

  4. વિદુરે જે વર્જ્ય કહ્યું એ બધું વામપંથી ઓ ની પહેલી પસંદ છે

    મોર નાચતો હોય તો એ નઝારો માણવા નો હોય પરંતુ વામપંથી એ પ્રજા છે જે મોર ની પાછળ જઈ લોકો ને એ બતાવવા નો પ્રયાસ કરે છે કે મોર પાછળ થી નાગો છે

  5. Vaampanthi and ardhi sadi karta vadhaare raaj karva vala loke tarafthi aapna desh, itiahaas, gurukul sikshan ne khub haani pahochaadi chee. Aapni paase ved , puraano, upnishad, chankya na pustako no amulya khazzano chhe. Itihaas ma Chankya,
    Chandragupta, Prithviraaj, Bappa Rawal, Chhatrapati Shivaji jevi mahaan Vibhutio thai gai chhe.

    Tamaro aprtami sundar pryaas and sunder ane sachot lekhmala badal aamra taraf thi vandan.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here