(તડકભડક : ‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, રવિવાર, ૧૭ ઑક્ટોબર ૨૦૨૧)
સમાજમાં રહીએ છીએ, પરિવારની સાથે રહીએ છીએ એટલે ક્યારેક આપણી મરજી છોડીને બીજાની મરજી સાચવવી પડે. ઘણી વખત એવું બનતું હોય છે કે જે કામ કરવાની આપણી બિલકુલ મરજી ન હોય, જે વ્યક્તિને વિશે જરા પણ વિચારવું ન હોય એ બધું જ કરવું પડતું હોય છે.
આજે આપણી ઇચ્છા વિરુદ્ધ જઈને જે કંઈ કરીએ છીએ એનો ભવિષ્યમાં આપમને અફસોસ થતો હોય છેઃ મારે અમુક કામ નહોતું કરવું જોઈતું, મેં અમુકની સાથે ખોટો મારો સમય બગાડ્યો, મારી સહેજ પણ ઇચ્છા નહોતી છતાં મારે ત્યાં જવું પડ્યું.
આવો અફસોસ થવો સ્વાભાવિક છે અને અનિવાર્ય પણ છે. તમે આવા અફસોસોને રોકી શકવાના નથી, ટાળી શકવાના નથી.
પણ એક ઉપાય છે. જરા કઠિન છે પણ ઉપાય સચોટ છે. પ્રેક્ટિસ માગી લે એવું આ કામ છે પણ એક વખત આવડી ગયા પછી ભવિષ્યમાં આ બાબતના અફસોસો થવાનું કમ્પલીટલી બંધ થઈ જશે.
સૌથી પહેલાં તો એક વાત સ્વીકારી લેજો કે અણગમતાં કામ કરવાં પડે એવું માત્ર તમારી જિંદગીમાં જ નથી બનતું હોતું. મોદી, રામદેવ, અંબાણી, બચ્ચન – સૌ કોઈએ ક્યારેકને ક્યારેક પોતાની મરજી ન હોય એવું કામ કરવું જ પડતું હોય છે, પોતે જેમને મળવા નથી માગતા એવી વ્યક્તિઓને પણ મળવું પડતું હોય છે, પોતે જે બાબતમાં સમય વ્યતીત કરવા નથી માગતા એમાં સમય આપવો પડતો હોય છે.
આવું કરવા પાછળનાં ઘણાં કારણો હોવાનાં. ક્યારેક એક કરતાં વધારે કારણોનું કોમ્બિનેશન હોય. ક્યારેક અગાઉના કરતાં સાવ જુદું જ કારણ હોય. ક્યારેક બીજાનું જે કારણ હોય એવું કારણ એમનું પોતાનું ન હોય.
આપણા જેવા નોર્મલ, સાધારણ, કૉમન પીપલને આપણા પોતાનાં કામ હોય. વેવાઈને ખોટું લાગશેથી માંડીને પાડોશીએ ત્રણ મહિના માટે એમના ગૅરેજમાં ગાડી પાર્ક કરવા આપી – ત્યાં સુધીનાં હજારો કારણો હોવાનાં. આવાં કારણો દરેકની જિંદગીમાં હોય છે કારણ કે આ દુનિયા કંઈ કોઈના પિતાશ્રીની જાગીર નથી. ન ભારતના વડા પ્રધાન કે ન અમેરિકાના પ્રેસિડન્ટ – કોઈની સો ટકા મરજી ચાલતી નથી. સૌ કોઈએ એકબીજા સાથે સાંકડેમાંકડે ગોઠવાઈને પ્રવાસમાં આગળ વધવાનું હોય છે.
જે વખતે તમને લાગે કે મારે આ અણગમતું કામ, મારી મરજી વિરુદ્ધનું કામ કરવું જ પડશે, મારો સમય બરબાદ કરવો જ પડશે તે વખતે તમે વિચારજો કે – તો પછી તમે આ કામ શું કામ કરો છો? તમારો કિંમતી સમય શા માટે બીજા માટે ‘વેડફી’ રહ્યા છો?
તમને જે જવાબ મળે તે – એક વાતની તમને ખબર પડી જશે કે આ મરજી વિરુદ્ધનું કામ પણ તમે તમારા પોતાના ભલા માટે કરી રહ્યા છો. તમે કોઈને એટલા માટે ખુશ કરવા માગો છો કારણ કે એમની નારાજગી તમને પોસાય એમ નથી, કારણ કે અગાઉ તેઓ તમને કોઈ બાબતે ખુશ કરી ચૂક્યા છે, કારણકે તમે ઇચ્છો છો અથવા આશા રાખો છો કે ભવિષ્યમાં તેઓ તમારી આ બાબતનું વળતર આપશે – તમને ખુશ કરીને અથવા તમને નહીં નડીને.
કેટલીક વખત પરિસ્થિતિ જ એવી સર્જાઈ હોય છે જેના પર તમારો કોઈ કાબૂ નથી રહેતો અને તમારે વચન આપી દેવું પડે છે કે ઓકે, તમારું આ કામ હું કરી આપીશ અથવા તો ભલે, તમે કહો છો તો આ વ્યક્તિને હું મળવા બોલાવીશ – છો ને મારો એક કલાક એમાં વેસ્ટ થતો.
પરિસ્થિતિ એવી સર્જાઈનો મતલબ શું? મતલબ એ કે પરિસ્થિતિ તમારા કાબૂમાં નહોતી. સંજોગોને તમે તમારી રીતે વાળી શક્યા નહીં. હવે જે સંજોગો પર તમારો કાબૂ ન હોય એ સંજોગોમાં કરેલા કામ વિશે શું કામ અફસોસ કરવાનો? જે પરિસ્થિતિ પર તમારો કન્ટ્રોલ નથી એને ખુશીખુશી સ્વીકારી લેવાની હોય. સ્વીકારવાની તો છે જ. તો પછી કકળાટ કરીને શું કામ જીવ ટૂંકો કરવો અને મૂડ ખરાબ કરવો.
પરાણે કરવાં પડતાં કામ વિશે ભવિષ્યમાં અફસોસ ના થાય એવી જો તમારી ઇચ્છા હોય ત્યારે આ જ વાત યાદ રાખવાની. આવાં કામ કરતી વખતે સમજી લેવાનું કે અત્યારે શા માટે તમારે આવાં કામ કરવાં પડે છે – કોઈ છૂટકો નથી એટલે. આ સમજ આવી ગયા પછી તમે ખુશીખુશી એ કામ નિપટાવ્યું હશે તો ભવિષ્યમાં એના વિશે અફસોસ થવાનો કોઈ સવાલ જ નથી.
લોકોની જિંદગીમાં અફસોસો પારાવાર હોય છે. સમજણ વધતી રહે એમ આવા અફસોસો ઓછા થતા જાય. આશા રાખીએ કે એક એવો તબક્કો આવે જ્યારે તમામ અફસોસો દૂર થઈ ગયા હોય અને નવા કોઈ અફસોસોને જન્મવાનું વાતાવરણ જ મનમાં ના હોય.
પાન બનાર્સવાલા
જિંદગી જીવવાનો એકમાત્ર અક્સીર તરીકો છે – પાછળ જોવાનું બંધ કરીએ, નજર આગળના રસ્તા પર ટકેલી રાખીએ.
— અજ્ઞાત
••• ••• •••
આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.
‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ
પ્રિય વાચક,
તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.
‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.
વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.
કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.
તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.
દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.
‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.
‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.
‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/