( તડકભડક: ‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, 17 મે 2026 )
સુરેશ દલાલે કવિતાના અનુવાદ વિશે એક વખત કહ્યું હતું કે આ તો એક બાટલીમાંનું અત્તર બીજી ખાલી બાટલીમાં ભરવાની ક્રિયા છે, થોડીક ખુશ્બુ તો ઊડી જ જવાની.
આમ છતાં સુરેશ દલાલે કરેલા વિશ્વ કવિતાના તેમ જ મરાઠી કવિતાના અનુવાદો તમે વાંચો તો તમને ક્યાંય એવું ન લાગે કે એમાંથી સહેજ પણ સુગંધ ઓછી થઈ છે. હા, અનુવાદકે પોતે ઓરિજિનલ ભાષાનો આસ્વાદ માણ્યો હોય એટલે એમણે નમ્રતાપૂર્વક આવું કહ્યું હોય, પણ આપણે તો જાણે એની અસલી મહેકથી તરબતર થતાં હોઈએ એવું લાગે.
ટાગોરનાં કાવ્યોનો ગુલઝારે કરેલો અનુવાદ પણ ભાવકના મનને એવી જ રીતે છલકાવી દે છે. ‘નિંદિયા ચોર’ અને ‘બાગબાન’ બેઉ પુસ્તકોમાં ટાગોરની મૂળ બંગાળી કવિતા બંગાળી લિપિમાં છે અને એ જ કવિતાનો ટાગોરે પોતે કરેલો અંગ્રેજી અનુવાદ પણ છે. એ બંનેની વચ્ચે ગુલઝારે કરેલો હિંદી અનુવાદ છે. બંગાળી લિપિના જાણકાર ન હોવાને કારણે આપણને એમ થાય કે આ જ બંગાળી કાવ્યને પ્રકાશકે દેવનાગરી કે રોમન લિપિમાં પણ ઉપલબ્ધ કરાવ્યું હોત તો ભાંગીતૂટી બંગાળી શીખીને એની નજીક જવાની કોશિશ કરી હોત, પણ ગુલઝાર જોકે, આવું કરવાની ખિલાફ છે એવું
એમણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું. કારણ નહોતું જણાવ્યું. ગુલઝારસા’બની આવી મરજી હોય તો પછી આપણાથી એ બાબતમાં કશું ન કહેવાય.
‘બાગબાન’માં ‘રુખસત’ (ફેરવેલ) શીર્ષકનું એક કાવ્ય છે. છુટા પડવા વિશેનાં અનેક ઉત્તમ કાવ્યો વાંચ્યાં છે. અનેક ઉમદા ગઝલો સાંભળી છે, પણ આ કાવ્ય કંઈક જુદા જ અંદાજથી લખાયું છે, એકદમ ફ્રેશ નજરિયો છે. નાનકડું જ કાવ્ય છેઃ
તુમ્હારી આંખો મેં ઈક મુસ્કુરાહટ સી ચમકતી હૈ
મેં જબ આતા હૂં, રુખસત લેને તુમસે
મૈં ઈતની બાર યે દોહરા ચુકા હું.
તુમ્હેં લગતા હૈ મેં ફિર લૌટ આઉંગા
મગર સચ યે હૈ, મુઝકો ભી યહી શક હૈ.
એ પછી બીજા બે અંતરા પણ છે, પરંતુ આટલું વાંચીને જ તમે રોકાઈ જાઓ છો. તમને આગળ વધવાનું મન થતું નથી. આટલા સરળ શબ્દોમાં કવિ કેટલી સાહજિક રીતે બેઉ પ્રેમીઓના મનોગત વ્યક્ત કરી દે છે.
આકબત એટલે ભવિષ્યનો અંદેશો, અંત, મોત એવું ફુદડી દ્વારા સમજાવવામાં આવ્યું છે. ‘આકબત’ શીર્ષક હેઠળનું કાવ્ય અંગ્રેજીમાં ‘પોએટ્સ એજ’ (કવિની ઉંમર) શીર્ષક ધરાવે છે. કવિતામાં જાણે કવિને કોઈ કહી રહ્યું છેઃ
ઓ શાયર, શામ સર પે આ ગઈ હૈ
તુમ્હારે બાલ પકને લગે હૈં
કભી તન્હાઈ મેં જબ બૈઠતે હો
સદા આતી નહીં ક્યા આકબત કી?
અને આના જવાબમાં કવિ ઘણો લાંબો જવાબ આપે છે જેનો સાર છે કેઃ ઉંમર થઈ ગઈ છે તેથી શું થયું? આ કુદરત, આ માનવીઓ – મારા તો કેટકેટલા પ્રેમીઓ છે અને હું એ બધાનો આશિક છું:
બતાઓ કૌન ઉસકે કાનોં મેં ફૂંકેગા આકર
યે સારે રાઝ જીને કે…
અગર મૈં ઝિન્દગી સે તોડ કર રિશ્તે ,
અભી બંદ કર લૂં દરવાઝે?
કવિ છેલ્લે કહે છે કે મારી ઉંમર વધી રહી છે એના પર મારું ધ્યાન જ નથી. મારા સફેદ થઈ રહેલા વાળ તરફ હું જોતો જ નથી, કારણ કે દરેક ઉંમરના લોકો – જવાન, બુઝુર્ગ સૌ કોઈ મને બોલાવી રહ્યું છે એમની પાસે:
સભી અબ તક મુઝે આવાઝ દેતે હૈ
મુઝે ફુર્સત કહાં મેં આકબત સોચું !
મૈં હર ઈક ઉમ્ર મેં, હમઉમ્ર હું સબકા
અગર પકને લગે હૈં બાલ,
મેરે બાલ પકને દો!
પઝેસિવનેસ વિશે તમે એક આખી લેખસીરિઝ લખો કે સળંગ લાંબી નવલકથા લખો પણ ટાગોરના આ માત્ર ચાર-ચાર પંક્તિઓના નાનકડા કાવ્ય આગળ એ બધું જ ડહાપણ, એ બધી જ સમજણ પાણી ભરે. ગુલઝારે બહુ સાદા શબ્દોમાં અનુવાદ કરીને આ કાવ્યનું ઊંડાણ માપ્યું છેઃ શીર્ષક છે ‘કારણ’:
બુઝ ગયા થા ક્યોં દિયા ?
ક્રુછ ઝ્ચાદા હી બચાયા થા
મિલન કી રાત મૈંને જાગ કર,
ઈસલિયે વો બુઝ ગયા
કુમ્હલા ગયા થા ફૂલ ક્યોં?
પ્યાર કી બેચૈનિયોં મેં
ઉસકો સીને મેં દબા રખા થા મૈંને
ઈસલિયે કુમ્હલા ગયા!
કિસલિયે સૂખી નદી?
‘બાંધ’ બાંધા થા ઝરૂરત કે લિયે ઉસ પર,
હમેશા કે લિયે રખ લૂં
ઈસલિયે સૂખી નદી
તાર ચટકા સાઝ કા ક્યોં?
ઉસકી હદ સે કુછ ઝ્યાદા
ખિંચ ગયા થા સુર લગાને મેં!
તાર ચટકા ઈસલિયે!
‘બાગબાન’નાં કાવ્યો વાંચીને ભાવક ફરી એકવાર રવીન્દ્રનાથ ટાગોરની ભાવસૃષ્ટિમાં ઓતપ્રોત થઈ જાય છે. આ વખતે મઝા એ છે કે તમે ગુલઝારની આંગળી પકડીને ટાગોરના ભાવવિશ્વમાં લટાર મારી રહ્યા છો. આ કંઈક અલગ જ આહ્લાદક અનુભવ છે. જરા જુઓ તો ખરા કે આ છેલ્લા કાવ્ય ‘સંકોચ’માં વિરહની તીવ્ર વેદનાને કેટલી નાજુકાઈથી, કેટલા કોમળ શબ્દોથી વ્યક્ત કરવામાં આવી છે. કવિતા આ શબ્દો જ્યારે ડુસકાં ભરે છે ત્યારે એના પડઘામાં તમને હૈયાફાટ રુદન સંભળાય છે:
મના કરતી હો તો મૈં,
અબ ન ગાઊં ગાન
તુમ્હેં ગર શર્મ આતી હૈ
તો મૈં નઝરેં હટા લેતા હું ચેહરે સે
અગર માલા પિરોને મેં, મેરી આહટ સે,
હોતી હૈ તુમ્હેં ઉલઝન
તુમ્હારે બાગ સે કતરા કે ગુઝરુંગા
અગર તુમ ચૌંક કર થમ જાતી હો રાહ મેં
નિકલ જાઊંગા મૈં ભી રાહ બદલ કર
અગર ભૂલે સે લહરેં ઊઠ ગઈ
તુમ્હારે ઘાટ કી જાનિબ
મૈં કશ્તી ન ચલાઊંગા
મના કરતી હો તો મૈં,
અબ ન ગાઊં ગાન!
એચ. એમ. વી. રેકૉર્ડ્સ દ્વારા રવીન્દ્રસંગીત ખૂબ માણ્યું છે ભારતની અને વિદેશની પ્રજાએ. આરપીજી ગ્રુપના સંજીવ ગોએન્કાએ એચએમવીને ખરીદીને ‘સારેગમ’ બનાવી. હાર્પર કૉલિન્સ નામના વિખ્યાત આંતરરાષ્ટ્રીય પ્રકાશકની ઈમ્પ્રિન્ટ હાર્પર પેરિનિયલ દ્વારા પ્રગટ થયેલા આ બે વૉલ્યુમના ડિલક્સ સેટના સ્પોન્સર સંજીવ ગોએન્કા છે. એક પ્રસ્તાવનામાં તેઓ લખે છે કે એમના પિતા સ્વ. ડૉ. રામ પ્રસાદ ગોએન્કાનું ઘર અને રવીન્દ્રનાથનું જોરાસોકોવાળું ઘર નજીક નજીકમાં હતું. ટાગોરનું ૧૯૪૧માં અવસાન થયું ત્યારે સંજીવ ગોએન્કાના પિતા ૧૧ જ વર્ષના હતા, પણ એ વખતે એવી કોઈ કાસ્ટ સિસ્ટમ નહોતી કે સારી અને મહાન કવિતાને કોણ એપ્રિશ્યેટ કરી શકે ને કોણ નહીં.’ આમ કહીને સંજીવ ગોએન્કા કટાક્ષ કરે છે ને જણાવે છે કે એમના પિતા ઉદ્યોગપતિ હોવા છતાં ઘણા સારા વાચક હતા અને મહાન સાહિત્યના ચાહક હતા.
સંજીવ ગોએન્કાના ઈન્વોલ્વમેન્ટને કારણે આ પુસ્તકોનું પ્રોડક્શન દાયકાઓ સુધી ઘરમાં સાચવી રાખવાનું મન થાય એવું બન્યું છે. આમેય ટાગોરની કવિતા તરફ જવાનું અવારનવાર મન થતું જ રહેતું હોય છે. અને હવે તો ગુલઝારસા’બ સાદ પાડીને બોલાવતા રહેશે એટલે તે તરફ જવાનું વધારે મન થવાનું. કવિતાના સોનામાં બુક પ્રોડક્શનની સુગંધ ભળી છે એટલે મિત્રોને આ સેટ મગાવવાનું અને ભેટ આપવાનું પણ મન થતું રહેવાનું. ઉમદા સાહિત્યની ઉજવણીઓ હંમેશાં આ જ રીતે થવી જોઈએ.
પાન બનારસવાલા
મોગરો મહેકાવનાર આવ્યો ઉનાળો
ધોમધખ્યો જોગી શું લાવ્યો ઉનાળો
કડવી લીમડીઓની છાંયે ઉનાળો
મીઠો પોરો ઘડીક ખાયે ઉનાળો
આખો દહાડો તપાવી તાવે ઉનાળો
સાંજ પડ્યે ભેટતો ભાવે ઉનાળો
વન વન બ્હેકાવનાર આવ્યો ઉનાળો
મનડું મ્હેકાવનાર આવ્યો ઉનાળો
– ઉમાશંકર જોશી
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો












