( ન્યુઝવ્યુઝ, Newspremi. com : મંગળવાર, 18 ફેબ્રુઆરી 2025)
પૈસા, પાવર કે પ્રસિદ્ધિની લાલચે અરવિંદ કેજરીવાલની સાથે જોડાયેલા પણ પછી એક યા બીજા કારણોસર અરવિંદને અલવિદા કહેનારા ડર્ટી ડઝનને ઓળખી લઈએ.
૧. અણ્ણા હઝારે: ‘આપ’ની સાથે આપશ્રીને કોઈ લેવાદેવા નથી પણ ‘આપ’ના પાપનું મૂળ અણ્ણા હઝારે છે. સારું કામ કરનારા સમાજસેવકો પબ્લિસિટી ભૂખ્યા ન હોય એવું કોણે કહ્યું? ગાંધીચીંધ્યા માર્ગે ચાલવું એટલે શું જ્યારે ને ત્યારે ઉપવાસ પર બેસી જવું? જનલોકપાલના મુદ્દે સંસદ કરતાં પણ પોતે વધારે તાકાતવર છે એવું સ્થાપવાની કોશિશ કરનારા અણ્ણા હઝારેએ લોકશાહીમાં સંસદની સર્વોપરિતા સ્વીકારવાને બદલે પોતાનો જ કક્કો પકડી રાખ્યો. સંસદ ભારતીય પ્રજાની પ્રતિનિધિ સંસ્થા છે. અણ્ણાએ સંસદનું જ નહીં, ભારતની પ્રજાનું ગૌરવ હણ્યું — વારંવાર ઉપવાસનાં ત્રાગાં કરીને. અને એમને સાથ મળ્યો મીડિયાનો. એવા મીડિયાનો જે પોતે આ દેશમાં કિંગ મેકર છે એવી છાપ ઉપસાવવા માગે છે. અને એવા મીડિયાકર્મીઓનો જેઓ ન્યુઝમાં ખુલેઆમ અણ્ણાનો પક્ષ તાણતા અને પછી ચૂપચાપ કેજરીવાલના પક્ષમાં જોડાઈને પોતાની સત્તાભૂખ સંતોષતા.
૨. યોગેન્દ્ર યાદવ: કમ્યુનિસ્ટ વિચારધારાના યોગેન્દ્ર યાદવ 2009ની સાલની લોકસભાની ચૂંટણી વખતે રાહુલ ગાંધીના પોલિટિકલ સલાહકાર હતા. સીએનએન – આઈબીએન ચૅનલ અંબાણીએ ખરીદી એ પહેલાં તટસ્થ વિશ્લેષણના નામે યોગેન્દ્ર યાદવ સતત ટીવીદર્શકોને ઊઠાં ભણાવતા. યોગેન્દ્રનું જન્મથી નામ સલીમ છે પણ પાંચ વર્ષની ઉંમર પછી એનું નામ બદલવામાં આવ્યું. આજે પણ યોગેન્દ્રના નિકટતમ સાથીઓ અને કુટુંબીઓ એમને સલીમભાઈના નામે ઓળખે છે, સંબોધે છે. હરિયાણાના ચીફ મિનિસ્ટર બનવાની મહત્ત્વાકાંક્ષા પૂરી નહીં થઈ શકે એવું લાગતાં યોગેન્દ્ર અરવિંદ કેજરીવાલના સાથીમાંથી દુશ્મન બનવા લાગ્યા હતા. ‘આપ’ને દિલ્હીમાં મુસ્લિમ વોટ્સ અપાવવામાં ‘સલીમભાઈ’નો ઘણો મહત્ત્વનો ફાળો છે. ૨૦૧૪ના લોકસભા ઈલેક્શનમાં એણે ગુડગાંવની બેઠક પરથી ‘આપ’ વતી ઝંપલાવ્યું, ડિપોઝિટ ગુમાવી. ગળામાં ગમછો રાખીને ફરતા યોગેન્દ્ર અર્ધસરકારી સંસ્થાઓની મલાઈદાર પોસ્ટ્સ પર રહી ચૂકયા છે અને મનમોહનસિંહ સરકારની મહેરબાનીથી ઉચ્ચ પદવાળી કામગીરી બજાવીને, નમકહરામી કરીને, કૉન્ગ્રેસની જ ઘોર ખોદી ચૂક્યા છે.
૩. પ્રશાંત ભુષણ: તેઓશ્રી શાંતિભુષણના સુપુત્ર. બેઉ બહુ મોટા એડવોકેટ્સ. પિતા શાંતિભુષણ મોરારજી દેસાઈની સરકારમાં કાયદામંત્રી હતા. કારણ? ઈન્દિરા ગાંધીની ચૂંટણીને અવૈધ ઠેરવવા માટે રાજનારાયણ જે કેસ લડ્યા તેમાં રાજનારાયણના વકીલ શાંતિભુષણ હતા. જસ્ટિસ જગમોહન લાલ સિંહાએ ઈન્દિરા ગાંધીની જીતને અવૈધ ગણાવી હતી જેના પછી શ્રીમતી ગાંધીએ ઈમરજન્સી ડિકલેર કરી.
જોકે, આ જ શાંતિભુષણ પર 1993ના મુંબઈ બૉમ્બ બ્લાસ્ટ કેસના બે આરોપીઓને કાયદાકીય મદદ કરવાનો આરોપ છે. અરુંધતી રૉય નામની એક હિંદુવિરોધી બટકબોલી થર્ડ ગ્રેડ સેક્યુલર ઍક્ટિવિસ્ટ પર સુપ્રીમ કોર્ટની તૌહીન કરવાનો કેસ કરવામાં આવ્યો ત્યારે પણ શાંતિભુષણે એના બચાવ માટે પોતાની વકીલાતનો અનુભવ કામે લગાડ્યો હતો. શાંતિભુષણ રૂપિયા એક કરોડનું દાન આપીને ‘આપ’ના સ્થાપકસભ્ય બન્યા. બાપ-દીકરા બંને એક જમાનામાં સરકાર પાસેથી તદ્દન નજીવા ભાવે જમીન લેવાના કૌભાંડના આરોપીઓ તરીકે મીડિયામાં બદનામ થયા હતા.
શાંતિ ભૂષણના પુત્ર પ્રશાંત ભૂષણે સંસદ પર હુમલો કરવાના ગુનાસર ફાંસી પામેલા અફઝલ ગુરુ માટે વકીલ તરીકે દયાની અરજી કરી હતી. આ જ પ્રશાંત ભૂષણે કાશ્મીરને ભારતથી અલગ કરી દેવું જોઈએ એવી વાત કરી હતી. આ થનગનભૂષણ તો ત્યાં સુધી બફાટ કરી ચૂક્યા છે કે કાશ્મીરમાં હિંદુ આતંકવાદને કારણે ત્યાંના મુસ્લિમો હેરાન છે. ૧૭-૪-૨૦૧૧ના ‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’ના અહેવાલમાં છપાયું હતું કે શાંતિભૂષણે યુપીના ભૂતપૂર્વ સી. એમ. મુલાયમસિંહને કહ્યું હતું કે મારો વકીલ દીકરો પ્રશાંત ભૂષણ રૂપિયા ચાર કરોડમાં (તમારા માટે) જજને ‘મૅનેજ’ કરી આપશે – આવી વાતચીતની જે સી.ડી. બહાર આવી છે તેની સાથે કોઈ ચેડાં થયાં નથી એવો ફોરેન્સિક રિપોર્ટ છે. પ્રશાંત ભૂષણ હિમાચલ પ્રદેશના એક જમીનકૌભાંડમાં પણ ઈન્વોલ્વ છે એવા આરોપને કારણે આમ આદમી પાર્ટીના ઈન્ટરનલ લોકપાલને આ મામલો સોંપવામાં આવ્યો હતો અને અરવિંદ કેજરીવાલે ત્રણ મહિનામાં આ બાબતનો ફેંસલો જાહેર કરવાનું વચન આપ્યું હતું. કેજરીવાલના ત્રણ મહિના ક્યારેય પૂરા થયા નહીં. (નેશનલ કાઉન્સિલમાંથી પ્રશાંત ભૂષણની હકાલપટ્ટી થયા પછી કેજરીવાલ કરંડિયામાં પૂરી રાખેલો સાપ ગમે ત્યારે રિલીઝ કરી શકે છે એવું લાગતું હતું પણ પ્રશાંત ભૂષણ પાસે પણ કેજરીવાલને બ્લૅકમેલ કરવાનો મસાલો હોવો જોઈએ.) પ્રશાંતપિતા શાંતિ ભૂષણે પ્રોપર્ટી ટેક્સમાં રૂપિયા ૧ કરોડ ૩૦ લાખનો ગપલો કર્યો છે એવા કોર્ટ કેસના ચુકાદા પછી એમણે રૂપિયા ૨૭ લાખનો દંડ ભરવો પડ્યો હતો. આ ગપલેબાજોએ પોતાને પ્રામાણિક કહેવડાવી, ભ્રષ્ટાચાર વિરુદ્ધ જંગ છેડી, કેજરીવાલની સાથે મળીને ‘આપ’ની સ્થાપના કરી હતી.
૪. કુમાર વિશ્વાસ: ‘આપ’ની નૌટંકીમાં આ એક ખરેખર સ્ટૅન્ડઅપ કૉમેડિયન છે. મિમિક્રી આર્ટિસ્ટની જેમ હસાવીહસાવીને લોથપોથ કરી નાખતો આ કૉમેડીકવિ પોતાને સિરિયસ પોલિટિશ્યન માને છે. યોગેન્દ્ર યાદવ અને પ્રશાંત ભૂષણની જેમ એ કેજરીવાલની વિરુદ્ધ બોલતો પણ હવે બેફામ બોલે છે. હીરો બનવા નીકળી પડેલો આ મુરારિ ૨૦૧૪ના ઈલેક્શનમાં રાહુલ ગાંધી અને સ્મૃતિ ઈરાની સામે અમેઠીમાંથી ‘આપ’ વતી ઊભો રહેલો, ડિપોઝિટ જપ્ત થયેલી. ‘ડીએનએ’ નામના વર્તમાનપત્રે દાવો કર્યો છે કે અમારી પાસે ડિસેમ્બર ૨૦૧૪ના ગાળાના અજય વોહરા નામના શખસે કેજરીવાલ સહિત ‘આપ’ના નેતાઓને મોકલવામાં આવેલા સંખ્યાબંધ ઈ-મેઈલ છે જેમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે કુમાર વિશ્વાસે પાર્ટીનો વિશ્વાસઘાત કરીને એક ટૂર દરમ્યાન બ્લૅક મની સ્વીકાર્યા છે એટલું જ નહીં એ અમેઠીમાં એક કાર્યકર્તા વિદ્યાર્થિની સાથે સૂતો હતો ત્યારે એની પત્ની (શ્રીમતી વિશ્વાસે) એને રંગે હાથ પકડી પાડ્યો હતો. કેજરીવાલે આ આખોય મામલો ‘આપ’ની પાર્લામેન્ટરી અફેર્સ સમિતિ સાથે ડિસ્કસ પણ કર્યો. આ મામલાની ‘ક્લિપ’ પોતાની પાસે છે એવો અજય વોહરાનો દાવો છે અને પાર્ટીની છબિ ન ખરડાય એટલે પોતે આ ક્લિપ જાહેર કરતો નથી એવું એનું કહેવું છે. કુમાર વિશ્વાસનું કહેવું છે કે કેજરીવાલે સૌથી પહેલા આ બાબતે મારો ખુલાસો માગવો જોઈએ અને આ આખાય મામલામાં મારી (કુમાર વિશ્વાસની) પત્નીને વચ્ચે ખોટી ઘસીટવામાં આવી છે. કુમાર વિશ્વાસે અમેઠીની ચૂંટણીમાં પ્રચાર માટે પાર્ટીએ પોતાને પૂરતી મદદ નથી કરી અને કેજરીવાલ પોતાનાથી દૂર દૂર રહેવા લાગ્યા છે એવી ફરિયાદ પણ કરી હતી.
2018માં ‘આપ’ વતી રાજ્યસભામાં મોકલવામાં આવેલા ઉમેદવારોની યાદીમાં કુમાર વિશ્વાસનું નામ નહોતું. કુમારે આ અપમાન સહન કરવાને બદલે કેજરીવાલનો વિશ્વાસઘાત કરીને પાર્ટીની નેતાગીરીને બદનામ કરવાનું શરૂ કર્યું. વિશ્વાસઘાતી કુમાર પાસેથી, 2018ના અંતમાં આવી રહેલી રાજસ્થાનની ચૂંટણીના ઇન્ચાર્જ તરીકેની જવાબદારી છીનવી લેવામાં આવી. કુમાર વિશ્વાસે વિધિવત ‘આપ’ સાથેનો છેડો ફાડી નાખ્યો. કેજરીવાલ ખાલિસ્તાનવાદીઓના પ્રેમમાં છે અને ખાલિસ્તાનની માગણી કરનારાઓ કેજરીવાલને આર્થિક મદદ કરે છે એવો કુમાર વિશ્વાસે જાહેરમાં આક્ષેપ કર્યો છે. કેજરીવાલથી છંછડાયેલો આ સ્ટેન્ડ અપ હાસ્ય કવિ કુમાર વિશ્વાસઘાત ક્યારેક કથાકારનો વેશ ચડાવીને હિન્દુઓને રિઝવવાની કોશિશ કરે છે તો ક્યારેક નરેન્દ્ર મોદીને ખુશ કરવા જાતજાતના વાનરવેડા કરે છે. મોદીને અને સૌ કોઈને ખબર છે કે આ માણસને જ્યારે ખાતરી થઈ જશે કે પોતાને પદ્મશ્રી, રાજ્યસભાની સીટ કે ચૂંટણીની ટિકિટ નહીં મળે ત્યારે તે મોદી, ભાજપ અને હિન્દુત્વ વિરુદ્ધ એલફેલ બોલતો થઈ જશે.
૫. આશુતોષ: સી.એન.એન. – આઈ.બી.એન. ચેનલનો આ જાણીતો ચહેરો હતો જે લાગ જોઈને પત્રકારમાંથી પોલિટિશ્યન બની ગયો. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ચાંદની ચોકની બેઠક પરથી ભાજપના હર્ષવર્ધનના હાથે કરારી હાર ચાખી. આખું નામ આશુતોષ ગુપ્તા પણ અટક છોડી દીધી છે. ટીવી પત્રકાર તરીકેની કામગીરી વખતે એના પર ખૂબ આક્ષેપો થતા કે આ ન્યૂઝ ચેનલના મૅનેજિંગ ડિરેક્ટર તરીકે એ ‘આપ’ની ખૂબ ફેવર કરે છે. છેવટે આ આક્ષેપો સાચા નીકળ્યા. ભાઈ પોતે જ ‘આપ’ ભેગા થઈ ગયા. પછીથી જ્યારે ખાતરી થઈ કે કેજરીવાલ લુંટનો માલ કોઈની સાથે વહેંચીને ખાવામાં માનતો નથી ત્યારે આ ગુલાંટબાજે ‘આપ’ છોડીને પત્રકારત્વમાં પાછા આવવાની નિષ્ફળ કોશિશ કરી.
૬. મેધા પાટકર: વાયવાય-પીબીના બળવા પછી તરત જ મેધા પાટકરે ‘આપ’ની પ્રાથમિક સદસ્યતા પરથી રાજીનામું આપી દીધું એટલે હવે ટેક્નિકલી આ બાઈ ભૂતપૂર્વ ‘આપ’ સદસ્ય ગણાય. નર્મદા બચાવ આંદોલન કરીને ગુજરાતને તરસ્યું રાખવાના તથા ગુજરાતના વિકાસને રૂંધવાના ઈન્ટરનેશનલ કાવતરાનો ભાગ રહી ચૂકેલી મેધા પાટકરના નામ પર ગુજરાત આખુંય થૂ થૂ કરે છે. પોતાને માત્ર સામાજિક ઉત્થાનમાં રસ છે, રાજકારણમાં બિલકુલ નહીં એવાં મંજીરાં આજીવન વગાડ્યા પછી મેધા પાટકર 2014માં જોરશોરથી ‘આપ’માં જોડાઈને ઈશાન મુંબઈની બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડવા ગઈ અને ભાજપના કિરીટ સોમૈયાની સામે કરારી હારનો સ્વાદ ચાખી આવી. ભારે ન્યુસન્સ વેલ્યુ ધરાવતાં મેધા પાટકર ‘આપ’ની પર્સનાલિટીને કટ-ટુ-કટ ફિટ થતાં હતાં પણ શું થાય હવે? વાયવાય-પીબી જો ભવિષ્યમાં કોઈ નવું પોલિટિકલ આઉટફિટ રચે ત્યારે એમને જરૂર મેધા પાટકરની સેવાઓનો અમૂલ્ય લાભ મળી શકે.
કેજરીવાલના સાથીમાંથી શત્રુ બનેલા ડર્ટી ડઝનમાંના કેટલાંક મહત્ત્વના નમુનાઓનો પરિચય કરવાનો હજુ બાકી છે.
(ક્રમશઃ)
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો
કટ્ટર ઈમાનદાર કેજરીવાલ અને ટોળી નું પ્રમુખ કામ ભારતનું નુકસાન કરવાનુ જ છે. કેજરી જેવો ધૃત, પાપી બુદ્ધિ, અંહકારી, વિષ યુક્ત નાગ ભારત માં બીજો કોઈ પાકયો નથી.
ઘણો જ સુંદર લેખ છે.
બીજા નોન ગુજરાતી ને એનો અનુવાદ કરીને જણાવવું હોય તો હિન્દી કે અંગ્રેજી નો વિકલ્પ જ નથી. એ બાબત વિચારજો.