વીક એન્ડમાં તમે શું કરો છો: એક સર્વે

પ્રિય ન્યુઝપ્રેમીઓ,

વીક એન્ડ શરૂ થઈ ગયો છે. ઑનલાઇન પોર્ટલ્સવાળાઓ જનરલી શનિ-રવિ દરમ્યાન પોતાની સ્પેશ્યલ આયટમો પોસ્ટ નથી કરતા અને કેટલાક તો પૂરેપૂરી રજા રાખે છે. આનું કારણ શું . તો જાણવા મળ્યું કે વીક એન્ડમાં ઘરે પેન્ડિંગ કામ હોય. ઘણા લોકો ફૅમિલી સાથે ક્વૉલિટી ટાઇમ ગાળવા માગતા હોય. કેટલાકને ત્યાં સગાં-મિત્રો આવ્યાં હોય. કેટલાક િમનિ વૅકેશન માટે ઉપડી ગયા હોય. ઘણાનો ફિલ્મ જોવાનો, પુસ્તક વાંચવાનો, સ્વિમિંગ માટે જવાનો પ્રોગ્રામ હોય કે છાપાંની દળદાર પૂર્તિઓમાં ડૂબી જવાનો કાર્યક્રમ હોય. એક એક્સપર્ટે મને એમ કહ્યું કે અનેક લોકો વીક એન્ડમાં ફોનનો ડેટા વાપરતા નથી, ઘરે વાય-ફાય ન હોય, સોમથી શુક્ર તો ઑફિસનું વાય-ફાય વાપરવા મળે!

આવાં અનેક કારણસર વીક એન્ડમાં ટ્રાફિક ડાઉન હોય એટલે જે નવી નવી વસ્તુઓ પીરસવાની હોય તે વીક ડેઝમાં જ પોસ્ટ થાય અન્યથા એ પૂરતા લોકો સુધી પહોંચે નહીં, વેડફાઈ જાય.

મારે આપ સૌનો ઓપિનિયન જણવો છે. તમારી વીક એન્ડ એક્ટિવિટીઝમાં મારાં લખાણો વાંચવાનો સમય તમને મળે છે? શું મારે ન્યુઝપ્રેમી ડૉટકૉમમાં માત્ર વીક ડેઝ દરમ્યાન જ પોસ્ટ્સ લખવી જોઈએ ? મને ઑલ 365 ડેઝ કામ કરવાની વર્ષોથી ટેવ છે એટલે મારી ચિંતા નહીં કરતા! તમારી અનુકૂળતા, તમારો આગ્રહ, તમારી પસંદ અને તમારી સલાહ શું છે.

આ માટેનાં સૂચન હું એક અઠવાડિયા સુધી મગાવતો રહેવાનો છું જેથી વીકએન્ડમાં વૉટ્સઍપથી દૂર રહેનારાઓ સુધી પણ મારી આ વાત પહોંચી શકે. બહુમતીનો નિર્ણય હું માથે ચડાવીશ. એટલે નીચે કમેન્ટ જરૂર કરજો.

તમારા તરફથી કમ્યુનિકેશન થાય એની રાહ જોઉં છું.

-સૌરભ શાહ

147 COMMENTS

  1. રોજે રોજ…..મોજે મોજ……..તમ તમારે ચલુ રાખો.

  2. If it is weekend or weekdays, it’s same for me, I m reading all ur articles. Preferably it is nice to read ur articles on Sunday with masala chai, it’s double bonanza for me

  3. I get time to read all your posts on Sunday only. I binge read all your posts collected during the week.

  4. Over a period of time I have taught to read your articles as a study. And that’s a habit now. In my reading list your articles always have a priority and that is irrespective of weekday or weekend. But yes weekend is a more peaceful time to do vanchan, chintan, manan. So please keep sharing.

  5. સર,
    મારી તો મોર્નિંગ જ તમારા *ગુડ મોર્નિંગ* થી થાય છે.
    To be continue….

  6. તમારી પોસ્ટ બહુજ સરસ હોય છે જે વિકેન્ડ કે 365 દિવસ હશે તો પણ ચાલશે પરંતુ પોસ્ટ પર જવા નીચે કિલક કરો આ સમસ્યા નું કોઈ સમાધાન કરો તો સારું

  7. Sir,
    I think you shoud continue. I like to read your post everyday. And it will not take more than 10 minutes a day. But it will take much time to think about your post. And that time only i have get in weekend.

  8. Sir , We would love your articles any time as long as it is convenient to you .
    We thank you for your kind offer.

  9. સાહેબ તમે રોજ લખવાનું રાખો
    તમારા લેખ રોજ વાંચવાનું ગમે છે

  10. સાહેબ તમે ઘણીવાર સિક્કાની એક જ બાજુ બતાવો છો , તમે સચ્ચાઈ થી આંખ આડા કાન કરો છો , ખરેખર હિમ્મત હોય તો બધુ લખો ને

    • ભાઈ, સાહેબ તો ફક્ત સચ્ચાઇ જ લખે છે, તે જોવા માટે સાચા ચશ્માં પહેરવા જરૂરી છે. બિકાઉ મિડિયા તમને સિક્કા ની એક બાજુ બતાવે છે, અને બીજી બાજુ ફક્ત અને ફક્ત સાહેબ જ બતાવે છે. થોડું જાત તપાસ કરવી જરૂરી લાગે .

  11. Please lakhta rahjo rojeroj jene samay nathi te jama Kari pachad thi vachi leshe baki vicharo no dose man… cheet..ni tandoorasti mate safai mate tamara lekho mathi malto rahe amne ae bahoo jarrori che…vachko ne tamara saathe directly connect karva abhar. Bahu saras praytno sahaso kari rahya cho dil thi shubhecha saflta mate… Ame darek paristhiti maa tamari saathe chie.???

  12. મારુ મંતવ્ય છે કે આપ વીક એન્ડમાં પણ આપની કલમ ચાલુ રાખો.જોકે હાલમાં હું નિવૃત છું.એટલે સમયનો પ્રશ્ન જ નથી.પરંતુ જોબ પર ચાલુ હતો ત્યારે પણ હંમેશા વાંચવા માટે સમય મળતો જ હતો.નિયમીત વાંચવાની ટેવ પડેલ હોવાથી જાહેર રજાના દિવસે છાપું વાંચવા ન મળે તો તે દિવસે કઇક ખૂટતું હોય તેવું લાગે છે. વેકેશન કે બીજે ક્યાંય ગયા હોય તો પણ મનગમતા લેખો સાચવીને પરત આવીને વાંચતા હોઈએ છીએ.એટલે હાલના સનજોગોમાં તો ખાસ ચાલુ રાખો. ધન્યવાદ.

  13. Pl continue on weekend also & if possible then a bit longer than weekdays. As on weekend, more time can be given for your wonderful written column

  14. Yes Sir, continue as long as you can. Your article is a nutritious food for thought so how can we stay hungry on weekends?…Please keep on writing.

  15. સૌરભભાઈ,
    આપના લેખો નો અમને દરરોજ ઈન્તેજાર હોય છે. વિક એન્ડ માં ગમે તેટલા વ્યસ્ત હોઈએ તો પણ આપના લેખો અમે જરુર માણીએ છીએ. આપ 365 days લખવાનું ચાલુ રાખશો એવી અપેક્ષા છે.

  16. સપ્તાહ અંતે ઘરના કામ તો હોય જ છે ઉપરાંત બાળકોને પણ સમય આપવો પડે છે.
    કદાચ ક્યારેક વાંચવાનું રહી જાય તોય આગલે દિવસે સરભર કરી લઉ છું

  17. અમને વિક એન્ડ માં વાંચવાનો વધારે સમય મળે છે. માટે તમે અત્યારે જે રીતે રોજ લખો છો તેમ ચાલુ રાખજો.

  18. સર ખરે ખર તો શનિ રવિ જ રીન્ડિંગ નો time મળે છે એટલે બીજાનું ન જોતા આપણે તો શનિ રવિ રાખો જ

  19. I m working 365 days for my business, for my family, for my society, for my country.
    I read everyday .I eat everyday so my view is no weekend it must be everyday … everyday.

  20. વિક એન્ડ જ નહિં, હું તો સતત વાંચતો જ હોઉં છું…
    આપની નવી શરુઆતની રાહમાં…

  21. I read your colom every day. In fact some times it happens I missed out due to some reason. I make sure to read it later. Do post 365 days.

  22. Keep writing your articles daily sir, even many times it happens when I don’t find time to read articles in working day and I do read all 5 to 6 article either on Saturday or Sunday

  23. સૌરભભાઈ, વીક એન્ડ માં જ વધુ વંચાય છે. જેમ રવિવાર ના જમણ માં રોજ કરતા વધુ વાનગીઓ હોય એમ વીક એન્ડ માં વધુ વાંચન સામગ્રી મળવા સામે કોઈ વાંધો નથી.

  24. Be it weekend or week days..
    Good thoughts are like fresh air..
    Always needed..
    Sir .. continue sharing good thoughts.
    May be on weekends you can share some lighter moments.. events or your personal experience and views of your life.

  25. તમારુ લખેલું ૩૬૫ દિવસ વાંચવા જોઈએ છે. આપના લેખની આતુરતા પૂર્વક રાહ જોતા હોઈએ ત્યારે વચ્ચે રજા પડે તો ખાલી-ખાલી લાગે, એટલે શનિ રવિ સહિત ૩૬૫ દિવસ લખતા રહો એવી વિનંતી. મહારાજ લાયબલ કેશ ની આપની નવલકથા પ્રગટ થઈ ત્યાર થી આપનો ચાહક છું. આપને વાંચવા થી ઘણું બધું સત્ય જાણવા મળ્યું છે. આપ સતત લખતા રહો એવી આશા સાથે શુભેચ્છાઓ…

  26. I can also read your posts 365 days…it take few minutes and I can always spare from r that… please continue…

  27. ..સૌરભભાઈ,
    તમે ઓપીનીયન માંગ્યો, ને આ તો survey થઈ ગયો !
    તમારી આટલી પોપ્યુલારીટી જ તમને નમ્ર(!) બનાવી રહ્યું છે ,અને જવાબદાર, પણ !
    હું ‘વ્યુઝપ્રેમી’ છું.- બિપીન જાની

  28. હું માનું છું કે આપે વીકએન્ડ માં પણ કોલમ ચાલુ રાખવી જોઈએ

  29. Dear Sir
    Ame to taiyar j chhiye aap jarur lakho bevdo laabh thashe amne ravivar nu tadak bhadak (jena mate special sandesh mangavu chhu)
    Ane tamari aa news premi ni kalam.
    Aabhar
    Purvesh shukla

  30. આપનો લેખ વાંચવો એ એક સારી આદત બની ગયેલ છે..
    વીકએન્ડ માં પરીવાર ને વધુ સમય આપી એ છીએ પરંતુ આપનો લેખ વાંચ્યો ન હોય તેવો દિવસ નથી ગયો
    આથી આપ વીકએન્ડ માં પણ લખો જ તેવી ઈચ્છા સાથે……

  31. Sir,
    1st yourselves habituated to read your colam everyday by WhatsApp and now by newspremi…. And now yourselves are asking us what to do?
    તમે પાડેલી ટેવ નાં કારણે, ચા નાં મળે તો ચાલશે પણ આપ નાં લેખ વગર તો નહીં જ…

    માફ કરશો, મારાં પ્રિય લેખક, આપ ની સાથે બે પળ થોડી હળવાશ થી વાત કરી લીધી.

    શક્ય હોય તો ૩૬૫ દિવસ અમને આપ નાં લેખ માણવા ની સુવિધા આપશોજી.

    આભારસહ.

    મનિષ મહેતા.

  32. મને તમારું લખેલું ૩૬૫ દિવસ વાંચવું ગમે

  33. માનનીય સૌરભભાઈ, જે રીતે દિવસે ખાવુ પીવુ હરવું-ફરવું અને રાત્રે ઊંઘવું જરૂરી છે મનનાં વિચારોની માટે મારાં જેવા વાંચકો માટે વાંચન જરૂરી છે. જીઓ નાં સમયમાં ડેટા ની તો કોઈ ચિંતા જ નથી. તમારાં લેખો વાંચવા માટે ની તરસ વીકેન્ડમાં પણ કાંઈ ઘટતી નથી. Keep it up સર. લખવાની પેશન તમારી, વાંચવાની પેશન અમારી.

  34. તમારા લેખમાં દેશદુનિયા અને વ્યક્તિઓ વિષે સાચી માહિતી જાણવા મળે છે, એટલે લેખની આતુરતા ખૂબ રહે છે. આપ શનિ-રવિ પણ લેખ મૂકવાનું ચાલુ જ રાખશો. નવો લેખ દેખાય એટલે તરત જ વાંચવાનું મન થઇ જાય છે, લેખ વાંચ્યા પછી, ઘરના બીજા સભ્યો સાથે એની ચર્ચા કરીએ છીએ. ભારતના રાજ પૂરુષો, સંગીતકારો, ગાયકો વિષે મને ઘણું જાણવા મળ્યું છે.

  35. વિક ડેઝમાં અનેક પ્રકારની માહિતી અને કામની વ્યસ્તતામાં લેખ વાંચીને તેના પર પૂરતું ચિંતન કરવાનો અવકાશ ,વિક એન્ડ જેટલો નથી મળતો. હું તો સમગ્ર અઠવાડિયાના આપના લેખોનું વિક એન્ડમાં રિવિઝન કરી મિજબાની માણું છું…

  36. Bhai, normally I liked to read more during week end……so request you to post your article on week end also, it is a pleasure to read your article on week end

  37. સૌરભભાઈ, તમને શનિવાર અને રવિવારે લખવામાં અડચણ નથી તો વાચકોને તોજલસા છે, અમારામાંના ઘણા ને રવિવારે વધારે વાંચન જોઈએ છે

  38. સર, રોજ વાંચવાનો સમય મળીજ જાય છે. આપને કોઈ પ્રતિકૂળતા હોય ત્યારે આપ રાજા રાખી લેજો.

  39. Jarur saheb
    Aap 365 divas lakhta raho ame jarur vaanchsu
    Sani ravi ma mare khas kai aayojan rahetu nathi. Free j hoye ne kyarek kai bahar javanu thayu hoy to pan etlo samay to nikdi j sake

  40. There is no connections to Weekend and Reading. I read 365 days of the Year. A Writer have a Weekend after Writing his columns. According to me, there is no holiday for Readers/Writers. I even read on my Holiday. Keep it up. My age is 57 years. For a 22 years old guy/gal, the thing may vary. Keep it up.

  41. Saaheb, Tezaab no ek dialogue yaad aave 6.Tema Anil Kapoor Madhuri ne patavto hoy 6 maate Mandakini saathe flirt Kare 6.Ema Mandakini ene puchhe 6 k aap k pass mujhe padhane k liye waqt hoga tyare Anil Kapoor kahe 6 k Waqt hota nahin. Nikaalna padta hai. Same is here. Tamara article maate hu raat na 1.30 vaage pan jaagi ne vaanchu 6.It is all about priorities Sirji. Havey Jio ne lidhe internet free jevu Thai gayu 6.Maate weekdays hoy k weekend hoy, Wifi hoy k na hoy, loko Tamara articles vaanchvana j 6.So Don’t worry. Tam Tamarey jyaare pan tamne time maley, tyare post Karo. Amey loko amari sagvade ane Amara time anusaar vaanchi leshu. Thanx.

  42. Sir, I used to enjoy week end with my children. But it also good to read your article during this day.

  43. સૂચનો માટેનુ આપનુ આહવાન પ્રશંસનીય પગલું છે,પરંતુ આપની દીર્ઘદ્રષ્ટિ અને હજારો લોકોના સંપર્કથી આપના તરફની પહેલ બહુજન હિતાય જ રહેવાની,,આપના આયોજન ને અમારો હર હમેશ સહર્ષ સ્વીકાર્ય જ રહેશે.આભાર

  44. બધા દિવસો યોગ્ય છે, સિવાય કે અંગત સામાજીક કારણ

  45. મારુ માનવુ છે કે જ્ઞાન જાણકારી મેળવવા નો કોઈ સમય નથી હોતો જયારે મળે ત્યારે જયાથી મળે ત્યા થી મેળવાય અને આમ પણ વીક એન્ડ જેવો શબ્દ આપણી સંસ્કૃતિ મા જ નથી

  46. To write is yr job- passion..in fact..we get peaceful time to read/digest them during weekends..as there is no tension of weekdays work 4liveilihood..yr hasya-lekh more suited 4weekends..keep writing as per yr schedule.. We wud enjoy any day..!! Welcome..

  47. વિક એન્ડ માં પણ વાંચન કાર્ય માટે રવિવાર સવાર ખૂબ અનુકૂળ રહે, ક્યારેક દિવસ નો કાર્યક્રમ હોય તો મોદી સાંજ કે રાત્રે વંચાઈ જતું હોય છે. જવલ્લે આખા દિવસ નો કાર્યક્રમ હોય તો સોમવાર વહેલી સવાર પણ વાંચન માટે ઉપયોગી થઈ જાય છે.
    આપ weekend વાંચન આપશો તો વાચકો ને તો મઝા જ મઝા.

  48. Sahebji, tamari column vanchvani ak adat padi gayi che. cha vagar chale pan tamne vanchya vagar na chale.
    ane j roj vanchta hoy tene week end k koi raja nadti nathi. sate sat divas colum vanchva male to khub saru.
    Thanks.

  49. તમે પોસ્ટ કરો રોજ કોઈ પ્રોબ્લેમ નથી.. અમે રોજ રાહ જોઈ રહ્યા છીએ.

  50. સર જી,…
    વાંચન માટે વિકેન્ડ એટલે શું…?

    એ મને હજી સુધી ખબર નહી…..

    જ્યારે સમય મળે એટલે મોબાઈલ હાથ માં લઇ ને એક જ કામ કરવાનું…
    કાંઈ ક ને કાંઈ ક વાંચવાનું… અને એમાં પણ તમારી તાજી-માજી પોસ્ટ સામે આવે તો તો આનંદ ની લહેર થઈ જાય…
    પણ તમે તમારા ફેમેલી માટે નો સમય રિઝર્વ કરી ને પોસ્ટ લખો તો વધારે ગમશે….
    ફેમેલી નો સમય તો ફેમેલી માટે જ હોય એમાં અમે લોકો ભાગ ના પડાવી શકીએ……
    આભાર સહ….
    જીત સોની
    [જામનગર]

    • ..આ એક-દમ સાચું; તમારો અંગત સમય જ અમને વધુ અભ્યાસપૂર્ણ લેખો આપી શકશે !!!!

  51. Saurabhji, week end a apdi maan gamti pravruti mate no che. Ne tamara article ane hve toh tame vividh lekho, vidio saru karya che….je ni Hu Chahak chu…je week end ma or maja avese ????

  52. આપની પોસ્ટનો નિયમિત વાંચક છું અને તેના માટે સમય પણ કાઢું છું. એટલે દરરોજ પોસ્ટ આવે તેનો પણ વાંધો નથી.

  53. સૌરભભાઈ વાંચન માટેનો સમય વિકેન્ડ માં પણ મળી જાય છે તો આપની પોસ્ટ ત્યારે પણ મુકવા નમ્ર વિનંતી

  54. I think…U have to write Long article on Weekend..
    And
    Also share some most popular links also..

    So we all can share it widely..and on next week public can see it?

  55. સર
    વિક એન્ડ ઉલટાનું સારું વાંચન કરવા માટે બેસ્ટ છે.

  56. આપના લેખ ની આતુરતા પૂર્વક રાહ જોતા હોય ત્યારે જો શનિ-રવિ ની રજા પડે તો ખાલી-ખાલી લાગે, મજા જ ન આવે. એટલે 365 દિવસ લખતા જ રહો તેવી વિનંતી છે.?

  57. Vanchya vagar to divas uge j nahi divas ma kaik khutatu hoi tevu lage .and atyre badha pase jio nu card to hovanu j atle jene Ras hoi te vanchvano time to kadhi j levana

  58. હુ ગમે ત્યારે તમારો લેખ વાંચવા તત્પર હોવુ છુ. સમય નો બાઘ નથી.

  59. Comment વિભાગ માં આટલો સુધારો જરૂરી છે. જે છેલ્લાં માં છેલ્લી comment હોય તે જ ઉપર રહે. દરેક વખતે comment કરવા માટે scroll down કરવું પડે છે.

  60. તમે અઠવાડિયા ના સાતે દિવસ લખી શકો તો સારું. મને વાંચવુ ગમશે.

  61. Dear Saurabhi, I am always eager to read your article on weekends also. Spending 10 to 15 minutes is not a big thing. Keep writing.

  62. બારેય મહીના અને ચોવીસે કલાક આપના ઉત્તમ લેખ માટે ફાળવેલ છે.

  63. સાહેબ શ્રી,
    સારુ અને જરુરી વાંચન એ મારો પ્રથમ ખોરાક છે.સારા સારા લેખકો ના લેખ એ મારા માટે પ્રોટીન અને વિટામિન સમાન છે.હું હમેંશા એવા લેખકો ના જ લખેલા લેખ વાંચું છું કે જેમાંથી મને કંઇક સતત નવું જાણવા અને શીખવા મળે.
    આપ મારા માટે અતિ મહત્વ ની વ્યકિત છો.આપના લેખ હું સારુ વાંચવાનું શીખ્યો ત્યારથી આપના લેખ વાંચું છું જે મારી આદત મા પરિણમી છે.આપનું લખાણ મારા માટે સુવર્ણ કરતા પણ વધું મૂલ્યવાન છે…તેથી આપની પોસ્ટ ની રાહ હુ સતત જોતો રહું છું. બસ, આપ સાહેબ ને માત્ર એટલુંજ કહેવાનું કે આપના લેખની રાહ પળેપળે રહે છે.
    ટૂંકમાં આપના લેખ દરરોજ વાંચવા મળે તો તો સોનામાં સુગઁધ ભળી સમાન થઈ જાય.

  64. સર હવે ફાસ્ટ યુગ માં વિકેન્ડ જેવું કશું નથી રહ્યું.
    હાં તમારી પોસ્ટ દરરોજ વાંચવાની આદત પડી ગઈ છે.

  65. સૌરભભાઇ તમારા લેખ વાચવા અમે ૨૪ કલાક રેડી છે.આપની અનુકુળતા મુજબ ગમે ત્યારે લખો.

  66. Saurabhbhai , reading your writings on weekends is actually a more better thing to do for me. As far as spending Quality Time with family, Many times it’s a great experience to discuss your writings with the family and Kids. The reasonings , Logic and very interesting Triva tid-bits in your articles are in fact a very good topic to be discussed with the family. They really are Full of WISDOM in an easy to understand Language.
    So your Writings are more than Welcome on Weekends.

  67. સાહેબ શ્રી, ૨૦૧૯ ની ચુંટણી આવી રહી છે, આપને તો ખ્યાલ છે જ, તેવા સમયમાં જ્યારે બિકાઉ મિડિયા સત્ય દર્શાવતું જ નથી, આપ અને આપની ‘ વન પેન આ્રમિ ‘ દ્વારા જ ‘ સત્ય પ્રકાશ’ ઉજાગર થાય છે. મોદી સરકાર ની સત્યતા આપ જ સારી રીતે રજૂ કરો છો. ‘ રાષ્ટ્ર વાદી’ આપની કોલમ સતત આ્રમિ ની જેમ વિરોધી તાકાતો સામે લડતી રહે તે ખૂબ જરૂરી છે. આપે જણાવ્યું કે ઓનલાઇન વાળા વિકેન્ડ માં કશું મુકતા નથી, સાહેબ, તેઓ કોમશીયલ બિઝનેસ કરે છે, પૈસા કમાવા જ તેમનો એક માત્ર ઉદ્દેશ છે, જ્યારે આપતો દેશસેવા કરો છો, અનેક લોકો આપ ની કલમ થી ઘડાયા છે, હું પોતે આપની કલમ નો ગાંડો ચાહક છું, આપને વાંચવા થી જ મને ઘણું બધું સત્ય જાણવા મળ્યું છે. આપ ની તબિયત સાચવી રાખી આપ સતત લખતા રહો, તેવી શ્રીનાથજી ભગવાન ને પ્રાર્થના.

    • શબ્દસ: આપની વાત સાથે સહમત છું. આપણે નશીબદાર છીએ કે આપણને સૌરભભાઇ જેવા પ્રખર વિદ્વાન સિપાહી લેખક ને વાંચવા નો સંયોગ મળ્યો છે જેનાથી રાષ્ટ્ર માટે કાંઇક કરવાની દિશા મળે છે.

  68. વીક ઍન્ડ માં ઘર કામ, ઓઉટિંગ અને બાળકો…. બને ત્યાં સુધી હું નેટ ને અવોઇડ કરું છું.

  69. જઈ શ્રી કૃષ્ણ !!
    આમ તાે મારાે રાેજ નાે નીત્યક્રમ્ છે. સવારે ૬ વાગે ઉઠી ને પાેયસર જિમખાના(કાંદીવલી નુ સ્વર્ગ) ચાલવા તથા યાેગા કરવાનાે સાથે meditation પણ ખરુજ. હા પણ રવિવારે આ નીત્યક્રમ્ માં થાેઽાે વધારાે ખરાે જ.
    સાેરંભભાઇ ના લેખાે નું વાંચન કરવાનુ ને સાથી મિત્રો ને પણ આ માર્ગદર્સિય લેખો નાે લાભ આપુ છુ.
    રમત તથા સંગીત નાે પ્રેમ ખરાે ,તાે રવિવારે બને ક્રિયા નો શાંતી થી આનંદ લેવાનાે.

  70. શરીર ને જેમ હવા, પાણી અને ખોરાકની રોજ જરુર પડે છે તેમ મન ને પણ દરરોજ ખોરાક જોઈએે છે.અને વીક એન્ડ મા તો વધુ જરૂર હોય છે.

    • વાહ!!! આપે તો મારા દિલની વાત કહી દીધી.?☺️.?

  71. I m passionate about reading, I read more on weekends and eagerly waiting ur posts. U write 365 days I read 365 days. Thanks ??

  72. શની અને રવિવારે મને વાંચવાનો બહુ સમય મળે છે માટે આપ લખજો સાહેબ

  73. On the contrary, I use to read and get time to read all your articles in weekend only so please request you to not discontinue to write weekend articles also. A humble request.

  74. Sir, Apno lekh vanchava mate weekend ni jarur nathi .
    Mangaiti vastu mate samay kadhvano na hoy eto malij ‘re.

  75. વિકેન્ડમાં માં તો વાંચવાનો સમય મળતો જ નથી એમ કહું તો ચાલે, હું તો કામ ની સાથે સાથે કે પછી રાતે સુતા પહેલા વાંચી લઉ છું. પણ એક વાત તો સાવ સાચી …..ખરેખર સરસ લખો છો તમે

  76. There is nothing like weekdays and weekends who had passion for reading. Keep reading. Reading lovers find time for reading and adjust their schedule accordingly. So please continue as it is… Thank You

  77. અમારે વેપારી ઓ ને ખાસ વીકએન્ડ જેવું કઇ જ હોતુ નથી , હા રવિવારે થોડો ભાર હળવો હોય અને તેથી વાંચવા ની મજા પણ સારી આવે

  78. Sir
    Tame je weekdays k weekend ma column maate amaaro opinion mangyo e badal aabhar.
    Maro mat chhe k tamaari column mane 365 days vanchvi gamse, mari to savar ni tea pahela apni column vanchvani tev chhe, weekend ma apni column vanchvaani khub mazaa avse,
    Mate vanchvano samay malse k nahi evi to vaat j nathi.
    Apni column no chahak
    Savji patel

  79. In fact I read more in weekends as during weekdays we are busy with work and other activities so weekends are the time to catch-up.

  80. સર, વિકેન્ડમાં પણ તમે પોસ્ટ મુકો તો સોને પે સુહાગા. વાંચવાની ઘણી મઝા આવશે.

  81. 1 દિવસ પણ તમારી કોલમ વાંચ્યા વગર જતો નથી… please naver week end

  82. જેને વાંચવું જ હોય ,તેને કોઈ દિવસ નડી ન શકે.આપ અમારા માટે 365 દિવસ લખી શકો તો અમે બધા વાચી તો શકીએ જ.

  83. વીકેન્ડ મા વાચવા નો સમય તો મળે છે પણ તમે પણ પૂરતો સમય બીજી બાબતો માટે ફાળવી શકો

  84. સૌરભ ભાઈ , હા વીક એન્ડ મા બીજા કોઈ કામ કરતા નથી પણ સવાર સવાર માં તામારા લેખ વાંચવા નો સમય જરૂર કાઢી લઉ છું. તમે 365 દિવસ લખતા રહો ને અમે વાંચતા રહીશું …

  85. જો કોઈ સામાજિક પ્રસંગ માં ના જવાનું હોય તો રવિવારે વાંચવા માટે ખૂબ સમય મળે.. બાકી તમારી કલમનો ફેન છું તો તમને વાંચવા માટે સમય કાઢી જ લઉં ગમે એ દિવસ હોય. ખૂબ શુભેચ્છાઓ.

  86. સાહેબ આ તો રોજ નો ખોરાક છે. તેમાં weekend ના નડે… તમારી સગવડતા એ લખતા રહો.. post કરતા રહો. અમે નહીં ધરાઈ એ..

  87. વીકએન્ડ મા તો વઘુ સારૂ કરણ કે તયારે પુરતો ટાઇમ મલે તમારી પોસ્ટ વાંચવા નો જે આખું અઠવાડિયું ભેગી કરેલી હોય અને તયારે તમારી પોસ્ટ લાઈવ વાંચવા મળી જાય.

  88. હા.. વાંચન ટોનિક બની જાય એટલે એ માટે સમય શોધી જ લેવાય છે.

  89. Saurabh sir, yes that’s right. Weekend has its own task list for everyone. For me I have a different sanction of hours where I read and research about different topics all the time. That is 365 days. I believe those who are in to reading as passion and hoby will read from their favourite authors irrespective of the weekend. In the 21st centuary content rules.

    Thanks for giving opportunity to share thoughts.

    Thanks

  90. હું રોજજ વાંચું છું વાંચવામાં વિકેન્ડ નડતું નથી

  91. હા મારી પાસે તમને વાંચવા માટે પૂરતો સમય છે

  92. હુ વીકએન્ડ માં વધુ વાંચું છું, જેને ખરેખર વાન્ચવાનો ઇન્ટરેસ્ટ હોય તેને માટે વીકએન્ડ બેસ્ટ ઓપ્શન હોય છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here