ફૂલોના રંગમાં બોળીને દિલની કલમથી તમે જે લખ્યું તે વાંચ્યું : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગઃ ફાગણ સુદ પાંચમ, વિક્રમ સંવત ૨૦૭૮, સોમવાર, ૭ માર્ચ ૨૦૨૨)

‘સંવાદ’ નામનો ડેઇલી ટૉક શો 2004માં મેં ઇ-ટીવી ગુજરાતી માટે શરૂ કર્યો હતો જેના 144 એપિસોડ્સ કર્યા. સૌથી પહેલા એપિસોડમાં સ્વામી સચ્ચિદાનંદનો ઇન્ટરવ્યુ લીધો જે તમે 28 ફેબ્રુઆરી અને પહેલી, બીજી માર્ચે ત્રણ ભાગમાં ‘ન્યુઝપ્રેમી’ પર વાંચ્યો.

આ ઇન્ટરવ્યુમાં સ્વામીજીએ અનેક એવી વાતો કહી જે એ સમયે (2004)માં જાહેરમાં બોલતાં ભલભલા ડરતા. સ્વામીજીએ કાશીમાં એક મૌલાના સાથે બનેલો કિસ્સો વર્ણવ્યો: ‘(મૌલાના કહે) ભઈ, અમારામાં અને તમારામાં શું ફરક છે. ત્યારે મેં એમને કહેલું કે તમે મારી સભામાં આવો. દસ હજાર માણસોની વચ્ચે હું લોકોને કહીશ કે ‘ગીતા જેટલી મહાન છે, કુરાન શરીફ પણ એટલું જ મહાન છે. એટલે ગીતાની વાતો માનવાની અને કુરાન શરીફની પણ જે સારી વાતો છે એ માનવાની.’ હું આવું કહીશ પણ તમે મને બતાવો કે તમારી કોઈ દસ હજારની સભામાં તમે એવું કહી શકો ખરા કે ‘જેટલું કુરાન મહાન છે એટલી જ ગીતા પણ મહાન છે’ એવું તમે બોલી શકો ખરા? એમણે હસતાં હસતાં કહ્યું, ‘પગ ખેંચીને મને નીચે પાડે, મારાથી એવું બોલાય જ નહીં.’ તો આ ફરક છે. આપણી વિશાળતા છે – આપણે ઉદાર છીએ…’

ધરતી દેસાઈએ આ પોસ્ટ પર કમેન્ટ કરીઃ ‘Man…this is what we need to be spreading everywhere. હિંદુ હોવું શરમની વાત નથી પણ ખૂબ ગર્વ લેવાની બાબત છે એ સ્વામીજીને વાંચતા સમજી… અને નરેન્દ્ર મોદીના શાસનમાં એ જ વાત પર ગર્વ વધ્યો… અને સૌરભ શાહનાં લખાણોથી એ જ વાત પર રોજ વિચારતાં શીખી… keep enlightening us, Mr. Saurabh Shah… Proud of you to be a torch bearer… Please do write more and more about Hindutva, Hinduism and, Narendra Modiji Thank you.’

રાજકુમાર ગોરે કહ્યુઃ ‘Eye opener article.’

પ્રવીણ આનંદભાઈ સોલંકીએ લખ્યુઃ ‘ઘણો સરસ લેખ, સૌરભભાઈ. આપણી દુર્બળતાઓ વિશે જાણવા મળ્યું.’

મારા જેવા બીજા સેંકડો ગુજરાતી નાગરિકો હતા જેમનાં નામ નહોતાં..કેટલા બધા મત વેડફાઈ ગયા: સુજાતા યોગેશ ઓવરસિયર

એ જ દિવસે ‘આજનો તંત્રી લેખ’ લખ્યો જેનો વિષય હતોઃ કિશન ભરવાડની હત્યાને અને લાવણ્યની આત્મહત્યાને મીડિયાના દલાલોએ હિજાબની કૃત્રિમ કોન્ટ્રોવર્સીથી ઢાંકી દીધી.

ત્રીસ કમેન્ટ્સ.

નરેન્દ્ર બૉર્ડરવાલાએ આ તંત્રીલેખ નીચે કમેન્ટ કરીઃ ‘ ભારતના લોકશાહી તંત્રને તાત્કાલિક ચીનની જેમ એકતંત્રશાહી બનાવી, જિનપિંગની જેમ, જીવે ત્યાં સુધી રાજ ભોગવવાનું ફરમાન કરી દેવું જોઈ એવું નથી લાગતું.’

આ કમેન્ટના જવાબમાં હું ત્રણ પાનાં ભરીને એક લેખ લખી શક્યો હોત પણ મેં ત્રણ જ શબ્દમાં, રાધર ત્રણ એકાક્ષરી શબ્દમાં જવાબ આપ્યોઃ ‘ના. ના. ના.’

સુજાતા યોગેશ ઓવરસિયરે કૉમન મૅન બીજું તો શું કરી શકે એવું કહીને પોતાનો અનુભવ વર્ણવ્યોઃ ‘છેલ્લા ઇલેક્શન વખતે મારે વોટ આપવો હતો પણ મારું નામ જ મતદાર યાદીમાંથી ગાયબ હતું. મારા જેવા બીજા સેંકડો ગુજરાતી નાગરિકો હતા જેમનાં નામ નહોતાં. આખો દિવસ અમે અમારો મતાધિકાર મેળવવા અહીંથી ત્યાં ભટકતા રહ્યા પણ નિરાશ થઈને ઘરે પાછા આવ્યા. કેટલા બધા મત વેડફાઈ ગયા. મારું હૃદય રડતું હતું પણ અહીં કોને પડી છે?’

દીપાલી લખેઃ ‘ભવિષ્યની ચિંતા થાય છે. ઈશ્વર કરે ને મોદીરાજ સો વરસ રહે.’

મેં આ વાચકને લખ્યું : ‘મારી સહાનુભૂતિ તમારી સાથે છે. પણ નેક્સ્ટ ટાઇમ ચૂંટણી પંચ જ્યારે જાહેરાત કરે કે મતદાર યાદીમાં તમારું નામ છે કે નહીં તેની ચકાસણી કરી લેજો ત્યારે એ સૂચનાને ગંભીરતાથી લેજો અને તમારા મિત્રો વગેરેને પણ પોતપોતાનાં નામ ચેક કરી લેવાનું કહેજો.’

દીપાલી લખેઃ ‘ભવિષ્યની ચિંતા થાય છે. ઈશ્વર કરે ને મોદીરાજ સો વરસ રહે.’

જય દેસાઈ લખેઃ ‘બીજેપીનું, ખાસ કરીને મોદી સાહેબનું મીડિયા મૅનેજમેન્ટ વીક છે – ડોમેસ્ટિક તેમ જ ઇન્ટરનૅશનલ. લેખ વાંચીને કન્ફર્મ થાય છે. વધારે ફંડ્સ એલોટ કરવાની જરૂર છે. સાહેબ ધ્યાનમાં લે તો તેઓ આમાં ખૂબ સુધારો કરી શકે છે. તેમનામાં આવડત અને હિંમત છે. આ બધા લેખો વાંચવાની ખૂબ મઝા આવે છે, નવું જાણવા મળે છે.’

મેં જયભાઈને લખ્યું : `મોદીને ખબર છે કે ક્યારે શું કરવું અને કેવી રીતે કરવું તેમ જ ક્યારે શું ન કરવું. દેશના વાતાવરણમાં 2014 પછી જે પરિવર્તન આવ્યું અને આવી રહ્યું છે એમના પ્રયત્નો થકી, એમની પ્રેરણા થકી. એમણે શું કરવું જોઈએ તે વિશે વિચારવાને બદલે આપણે સૌએ અને વ્યક્તિગત રીતે આપણે એકલાએ શું કરવું જોઈએ એ વિશે વિચારવા માંડીએ તો કેવું?’

રહી વાત મીડિયાની તો પ્રિન્ટ હોય કે ટીવી, યુટ્યુબ કે ડિજિટલ – બધા બિકાઉ છે, અમુક અપવાદો છોડીને: અમિત એસ. ગજરિયા

અમિત એસ. ગજરિયાએ જય દેસાઈની કમેન્ટના પ્રત્યુત્તરરૂપે નોંધ કરીઃ ‘જયભાઈ દેસાઈ, હાથ કંગન કો આરસી ક્યા, પઢે લિખે કો ફારસી ક્યા? મીડિયાને મૅનેજ કરવું એટલે! કૉન્ગ્રેસ અને મોદીભાઈમાં આ જ ફરક છે. આપણે પ્રજાએ સમજવું જોઈએ. આ બધા લેખો મઝા માણવા માટે નથી. સૌરભભાઈ, 2024ની ચૂંટણીનું કાઉન્ટડાઉન ટાઇમર પાછું લગાડો મથાળા પર. રહી વાત મીડિયાની તો પ્રિન્ટ હોય કે ટીવી, યુટ્યુબ કે ડિજિટલ – બધા બિકાઉ છે, અમુક અપવાદો છોડીને. સૌરભભાઈ, તમારા પ્રશ્નનો ઉત્તર છે કે પ્રજાએ નીરક્ષીર વિવેક કેળવવો જોઈએ.’

અમિત ગજરિયાની આ કમેન્ટ નીચે મેં લખ્યુઃ ‘યેસ્સ… ટાઇમર પાછું લગાડવાનું છે. વચ્ચે ટેક્નિકલ હિચ આવી અને સાઇટ સ્લો થઇ જતી હતી એટલે હટાવી દેવું પડ્યું. પણ લાવીશું પાછું.’

જ્યોતીન્દ્ર પારેખે સૂચન કર્યુઃ ‘કરન્ટ પોલિટિકલ ઇવેન્ટ્સ વિશે અઠવાડિયે કમ સે કમ એક કે બે વાર લખો. હું એક કૉમન રીડર છું પણ તમારા લેખના એકેએક શબ્દ સાથે સહમત થતો હોઉં છું.’

પી.પી. નામના વાચકનું સૂચન હતું : ‘આનો એક જ ઉપાય છે. મોદીજી અને બીજેપી ભ્રષ્ટાચાર અને રાષ્ટ્રવાદ – આ બે મુદ્દા પડતા મૂકે અને ફક્ત હિંદુત્વના એજન્ડાને પકડી રાખે. આવું થાય તો પરદા પાછળની જે તાકાતોના જોરે આ બધા જે કૂદે છે એમને મળતું નાણાકીય પીઠબળ હટી જાય… પછી જુઓ હિન્દુત્વના એજન્ડાનો વિરોધ કરવાવાળું કોઈ નહીં દેખાય…’

મેં એમને કહ્યું : ‘રોગ કરતાં ઇલાજ વધારે ખતરનાક છે!’

કૉન્ગ્રેસીઓએ જેવી હરામખોરી કરી એવી રીતે બીજેપી પણ શાસન કરે એવી ઇચ્છા ન રખાય

ધર્મેન્દ્ર ખખ્ખરે સૂચન કર્યું : ‘એવું કેમ થાય છે કે જ્યારે કૉન્ગ્રેસની સરકાર હોય ત્યારે ગમે તેવા કાયદાઓ બની જાય, તેમની બહુમતી ના હોય તો પણ. મુસ્લિમ વકફ બોર્ડ, અક્ષરધામના અપરાધીઓને છોડી દેવા વગેરે. આપણે કોઈ એવા હિન્દુને બેનિફિટ આપતા કાયદા કેમ ના કરીએ. 20 વર્ષથી વધુ ગુજરાતમાં (બીજેપીની) પૂર્ણ બહુમતિ છે… નથિંગ ડન અબાઉટ ફેવરિંગ રૂલ્સ! તેઓની સરકાર હોત તો?’

મેં એમને ટૂંકમાં બે વાત સમજાવીઃ ‘અમુક કાયદા માટે કેન્દ્રની મંજૂરી જોઈએ. કેન્દ્રમાં સાત જ વર્ષથી બીજેપી છે. વળી, કૉન્ગ્રેસીઓએ જેવી હરામખોરી કરી એવી રીતે બીજેપી પણ શાસન કરે એવી ઇચ્છા ન રખાય.’

કમલ ઝવેરીની કમેન્ટમાં એક ઇશારો હતો. એમણે લખ્યું : ‘સૌરભભાઈ, લોકો અત્યારની વ્યથાભરી પરિસ્થિતિથી વાકેફ છે જ. અન્યથા (આ લેખ માટે) આટલી બધી કમેન્ટ્સ ના આવી હોત. બધી જ કમેન્ટ્સ ફેવરમાં છે. લોકોને કોઈ એવું જોઈએ છે જે મીડિયાની (બાબતમાં) એમને દોરી શકે, નેતા બની શકે. જબરજસ્ત સપોર્ટ મળશે…’

કમલભાઈની લાંબી વાતનો ટૂંકો જવાબ આપતાં મેં કહ્યું : ‘સ્વામી સચ્ચિદાનંદે સમજાવ્યું જ છે કે આવા કામોમાં પણ સમાજમાં આર્કિટેક્ટ હોય અને એન્જિનિયરો પણ હોય. રાઇટર્સ અને થિન્કર્સ આર્કિટેક્ટ છે. તેઓ બાંધકામ કરવા ન બેસે પણ એમણે બનાવેલા નક્શા-બ્લ્યુ પ્રિન્ટ પરથી એન્જિનિયરોએ ઇમારત ચણવાની હોય.’

મેં કેટલાય વખતથી કેબલનું કનેક્શન કપાવી નાખ્યું છે…અને મારે ત્યાં બે વર્ષથી (કોરોનાનો પેન્ડેમિક શરૂ થયો ત્યારથી) છાપાં-ન્યુઝ મૅગેઝિનો માટે પ્રવેશબંધી છે

કમલભાઈએ ઉપરોક્ત કમેન્ટ કરી એ પહેલાં એમણે નીચે મુજબની કમેન્ટ પણ આ જ પોસ્ટ માટે કરી હતીઃ
‘આ ટીવી ચેનલો જે ગુનાહિત રીતે દેશવિરોધી, મોદીવિરોધી અત્યંત ઘૃણાસ્પદ રીતે હિન્દુવિરોધી પ્રવૃત્તિઓ કરે છે તેનો ઉપાય છે – તેઓની વ્યુઅરશિપ ઘટાડો. દરેકને આ ચેનલોની હલકટ મનોવૃત્તિ અને નીચ વિચારસણી ખબર છે. છતાંય તેને જોવી જ શું કામ જોઈએ. એક આખું સંગઠન પેદા થયું છે જે વ્યવસ્થિત અને ક્રમબદ્ધ રીતે દેશ, મોદી અને હિન્દુઓને તોડવા માટે કામ કરે છે… જરૂર છે તેઓની વિરુદ્ધ એકજુટ થવાની. શી ખબર કેમ આનો મોટાપાયે અને ઑર્ગેનાઇઝ્ડ વિરોધ નથી થતો. એવું નથી કે કરી નથી શકતા. ઉદાસીનતા છે. મેં તો કેટલાય સમયથી આ ચર્ચાઓ જોવામાં સમય બગાડવાનું બંધ કરેલ છે. પણ ઘણા પ્રતિબદ્ધ અને સક્ષમ લોકો છે જે (આવો પ્રતિકાર) શરૂ કરી શકે. સૌરભભાઈ, તમે આગેવાની ના લઈ શકો? એક આર્મી, એક ડિફેન્ડર લાઇન, એક પ્રતિકાર ગ્રુપ બનાવી શકાય જેમાં અનેક સમવિચાર ધરાવતા જુદી જુદી ધારાઓમાંથી આવતા લોકોનો મળી શકે. એક અત્યંત વ્યવસ્થિત, આયોજનબદ્ધ અને ઑરકેસ્ટ્રેટેડ વિરોધની જરૂર છે. પ્રત્યેક વખતે, ઝનૂનપૂર્વક…’

મેં કમલભાઈને પેટછૂટી વાત કરીઃ ‘બિલકુલ સાચી વાત. પણ મારી કોઈ જરૂર નથી આમાં. દરેક જણ પોતાની રીતે નિર્ણય લે. આપની જાણ ખાતર – મેં કેટલાય વખતથી કેબલનું કનેક્શન કપાવી નાખ્યું છે, રિપબ્લિક ટીવી પર અર્નબ ગોસ્વામી સાથેની ચર્ચામાં ભાગ લેતો હોવા છતાં! અને મારે ત્યાં બે વર્ષથી (કોરોનાનો પેન્ડેમિક શરૂ થયો ત્યારથી) છાપાં-ન્યુઝ મૅગેઝિનો માટે પ્રવેશબંધી છે, નિયમિત કૉલમો લખું છું તે છતાં! મારી પાસે લેટેસ્ટ ન્યુઝ માટેની મારી પોતાની વ્યવસ્થા છે.’

મારી કમેન્ટ વાંચીને હેમેન્દ્ર ભાટિયાએ સવારના પહોરમાં પૂછ્યું : ‘સાહેબ, શું વ્યવસ્થા છે એ જરા જણાવો તો અમે પણ આ છાપાં અને ચેનલોને ઘરવટો આપી શકીએ!’

મારો નાસ્તો પીરસાઈ ગયો હતો. પણ મારાથી રહેવાયું નહીં એટલે મેં ઝડપથી મને જે કંઈ સૂઝ્યું તેના નવ મુદ્દા બનાવીને ટાઇપ કરીને લખી દીધું :
‘રાતોરાત નહીં થાય. અનુભવે ગોઠવાઈ જશે, જરૂર.

1.ટ્વિટરના અમુક સિલેક્ટેડ હેન્ડલ્સ.

2. યુટ્યુબ પરની કેટલીક ચેનલો.

3. ‘મૅગ્ઝટર’ નામની ઍપનું પેઇડ સબ્સક્રિપ્શન જેમાં જરૂર પડ્યે અનેક છાપાં – મૅગેઝિનો પર નજર નાખીને મૉનિટરિંગ કરી શકો.

4. ગૂગલ સર્ચ

5. કેટલાંક વૉટ્સૅપ ગ્રુપ્સ છે. દા.ત. જયવન્ત પંડ્યાની ન્યુઝ સર્વિસ (સચ આપ તકઃ ‘સત’) જે તમને સવારથી રાત દરમ્યાન નિયમિત અંતરે ન્યુઝ અપડેટ્સ મોકલે છે. સંપર્કઃ 09898254925. મહિને મામૂલી ચાર્જ આપવાનો થાય.

6. મીડિયાના જૂના-નવા દોસ્તારો સાથેના સંપર્ક.

7. તમારી પોતાની નીરક્ષીર વિવેકબુદ્ધિ અને બૅકગ્રાઉન્ડ ચેક કરવાની ટેવ.

8. ‘બ્રેકિંગ ન્યુઝ’ માટે બેબાકળા કે આતુર થવાની કોઈ જરૂર નથી હોતી. તમારા માટે કોઈ પણ સમાચાર ‘હૉટ’ હોતા જ નથી – સિવાય કે તમે કોઈ મીડિયા ઑર્ગેનાઇઝેશનમાં એવા કોઈ હોદ્દા પર હો કે એવી કોઈ જવાબદારી સંભાળતા હો. તમામ સમાચાર તમને ‘ઠંડા’ થયા પછી બે-ચાર કે ચોવીસ કલાકે પણ મળે તો કોઈ આસમાન તૂટી પડવાનું નથી. બજેટ, ચૂંટણીનાં પરિણામો, યુક્રેન કે ઇવન લતાજી વિશેના સમાચાર તમને ચોવીસ કલાક પછી પણ મળે તો તમારા જીવનમાં રતિભાર ફરક પડવાનો નથી હોતો.

9. ન્યુઝ અને કરન્ટ ટૉપિક્સના ‘બ્રેકિંગ સમાચાર’ મોટા ભાગના લોકો માટે અગત્યના હોતા જ નથી. નવ્વાણું ટકા પ્રજા માટે આ બધું મનોરંજન અને ટાઇમપાસ જ હોય છે. પણ મીડિયાએ માર્કેટિંગ કરીને આપણા મનમાં ઠસાવી દીધું છે કે આ બધું આપણા માટે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ જેવું છે.’

આ કમેન્ટ લખ્યા પછી અત્યારે મને એમાં એકાદ બે મુદ્દાઓ ઉમેરવાનું મન થાય છે. દસમો મુદ્દો એ કે અંગ્રેજીમાં કેટલાક લોકો પેઇડ ન્યુઝલેટરની સર્વિસ ચલાવે છે. દરરોજ તમને ઇમેલ આવે જેમાં કરન્ટ ટૉપિકનું ઉંડાણથી વિશ્લેષણ કર્યું હોય. જોકે, મોટાભાગનાં આવાં ન્યુઝલેટર એન્ટીમોદી ટાઇપના હોય છે એ લોકોની ચિકનીચૂપડી દલીલો ઉપરછલ્લી રીતે તમને આંજી નાખે પણ સહેજ ખોતરો એટલે એમનું લીલું લોહી દેખાઈ આવે. અગિયારમો મુદ્દો એકદમ પહેલો હોવો જોઈતો હતો પણ વીસરાઈ ગયો – લગભગ દરેક ભાષાનાં છાપાંની ફ્રી ઇ-પેપર સાઇટ છે અથવા તો નૉર્મલ સાઇટ છે. જરૂર પડ્યે ત્યાં પણ જઈ શકો. અને હા, બારમો મુદ્દો. એક જમાનામાં મારા મિત્ર જયેશ સુરતી (જેઓ કોરોનામાં નાની ઉંમરે અવસાન પામ્યા) પોતાના મિત્રો સાથે મળીને સુરતથી ‘અખબારી વાચન ગ્રુપ’ ચલાવતા. એમાં ઘણાં બધાં છાપાંઓની પીડીએફ બનાવીને મૂકવામાં આવતી. અત્યારે એ કાર્ય ચાલે છે કે નહીં એની ખબર નથી. મુંબઈમાં પણ ‘ન્યુઝપેપર પીડીએફ’ જેવું કોઈક ગ્રુપ હતું જે હું માનું છું કે બંધ થઈ ગયું છે. આ પ્રકારની સેવાઓ આપનારા બીજાઓ પણ હશે. યુટ્યુબ પર દરેક ટીવી ચેનલવાળાની ક્લિપો મળી જતી હોય છે, કેટલાક તો લાઇવ પણ દેખાડે છે. દૂરદર્શનની ટીવી ચેનલ અને કેટલીક બાબતોમાં WIONની ચેનલ યુટ્યુબ પર જોઈ લેવાય. સો વાતની ત્રણ વાત : બ્રેકિંગ ન્યૂઝ પાછળ ભાગવું નહીં, છાપાં-ચેનલો વગેરેના પોતાના એજન્ડા હોય એનું ધ્યાન રાખવું અને બધા અગત્યના સમાચારો ફ્રન્ટ પેજ પર કે પ્રાઇમ ટાઇમમાં મૂકાતા હોય તે જરૂરી નથી – સાથોસાથ એ પણ જરૂરી નથી કે ફ્રન્ટપેજ પર કે પ્રાઇમ ટાઇમમાં ચિલ્લાતા બધા જ સમાચારો અગત્યના હોય.

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

•••
આ લેખ તમને ગમ્યો? ન્યુઝપ્રેમીને સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

11 COMMENTS

  1. મને એક સામાન્ય વાત ક્યારેય નથી સમજાઈ કે હું હિંદુ છું એ વાત,આપણા પોતાના દેશમાં, જ્યાં હિંદુઓ બહુમતી મા છે, બે-ચાર લીલા લોહી વાળા નમૂના ઓને લીધે ગર્વ ને બદલે ગભરામણ કેમ બની ગઈ છે? શિક્ષક છું, આવતી કાલ માટે જવાબદાર, સમજદાર નાગરિક બનાવવા ની જવાબદારી ખૂબ પ્રામાણિકતાથી નિભાવી રહી છું.. પણ, મારા બાળકો ને મારે કયા ભારત ના નાગરિકો બનાવવા? … સૌરભસર, તમારા બેબાક લખાણોથી મારા પ્રશ્ન નો જવાબ મળે છે, મહેરબાની કરીને કોઈ ની શેહશરમમાં આવ્યા વગર કે કોઈ ની સાડીબારી રાખ્યા વગર અમને તદ્દન સાચી અને સ્પષ્ટ વાત કહેતા રહેવા વિનંતી.

  2. UP ની ચૂંટણીના રિઝલ્ટ ની સાથે જ 2024 ની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરુ થઈ જશે…. મોદીજી ની હેટ્રીક ને કોઈ રોકી શકે એમ નથી… ખરા સનાતન ધર્મ યુગમાં આપણે પ્રવેશી ચુકયા છીએ….

  3. જૂની કહેવત છે કે ‘ યથા રાજા તથા પ્રજા ‘
    મોદીજી જાગ્રત છે જ પણ પ્રજાએ જાગ્રત થવાની જરૂર છે. તેમાંય હિન્દૂઓએ, કારણકે વર્ષોની ગુલામીનું કારણ હિંદુઓમાં એકતાનો અભાવ જ કારણ છે.

  4. Modiji knows what percentage of population is honest and truthful. Each one of us knows where we stand. It is very easy to blame others.
    Modiji being a Prime Minister has to handle so many inter-related problems in the country, in our neighborhood as well as in the world. Slowly but steadily and most sincerely he has continued to take a path beneficial to the country while working tirelessly.

  5. સાહેબ શ્રી,

    જયેશભાઈ સુરતીના અવસાન બાદ અખબારી વાંચન ગ્રુપ સુરતથી લેખકશ્રી નરેશભાઈ કાપડીયા અને સમીરભાઈ દવે દ્વારા હજુ પણ ચલાવવામાં આવી રહ્યું છે. તે આપશ્રીની જાણ સારું.

    • I was in this group. This group is closed due to Supreme court’s order that free pdf is not allowed.

  6. સૌરભભાઈ, ‘અખબારી વાંચન’ ગૃપ નિયમીત ચાલે છે. આ તકે આપનો આભાર પણ માની લઉં છું, કેમકે તમારા એના વિશેના સુચન થીજ મારા પિતાશ્રી એમા જોડાયા ને ઘણા અખબારોનો લાભ લે છે. લગભગ 15 જેટલા છાપા તેમાં રોજ આવે છે. (તેવું જ ‘લિમિટેડ 10’પોસ્ટ નું પણ આપનુજ સુચન હતું)

  7. મોદીનાં મીડિયા મેનેજમેન્ટે ડાયરેક્શન બદલવાની જરૂર છે તેમ લાગે છે. હજી સુધી એમ દેખાઈ રહ્યું છે કે મોદી વિરોધી પબ્લિસિટી જ્યારે વધુ પડતી ઉગ્ર થાય ત્યારે માંડ એકાદો ખુલાસો મોદી તરફી મીડિયાનો આવે છે. હું કોઈ પશ્ચાતભૂમિ માં બેઠો બેઠો ચાંપલી ચાંપલી સલાહ આપવામાં માનતો નથી, કે મારા નથી મનમાં મોદી ની કાર્યક્ષમતા અંગે તસુભર સંશય. તેઓની કાબીલીયત માટે સઁદેહ કરવો તે ગુનાહિત ગણાય પણ હકીકત એ છે કે મોદી આ બધાથી અલિપ્ત રહી તેઓને જે કરવાનું હોય તે કર્યા જ કરે છે. આ જ એકમાત્ર કારણ મોદીને સમજનારા, હિન્દુવાદી, દેશપ્રેમીઓ ની જવાબદારી વધારી મૂકે છે. બીજી બાજુ પ્રોસ્ટિટ્યૂટ મીડિયા, વેચાઈ ગયેલા પત્રકારો તેમજ મોદી વિરોધી લોબી અને દેશદ્રોહી મુસ્લિમવાદીઓ એક વ્યવસ્થિત રીતે, એકજુટ થઈ, ઝેર ઓકવાનું કામ કરે છે. ટ્વીટર ઉપર એક આખો સમૂહ છે જે દેશદ્રોહીઓ થોડા થોડા સમયે “સેક્યુલરીઝમ”, “અસહિષ્ણુતા” જેવા શબ્દો કોઈન કરી કરી ને પ્રચલનમાં મૂકે છે ને વાતાવરણ ડહોળાયેલું અને કલુષિત કરે રાખે છે. જવાબદારી જાગ્રત નાગરિકોની છે કે તેમને ઉઘાડા પાડવા. તેમનું અવમૂલ્યન કરવું. તેમનો દમ્ભ ખોલવો, તેઓ કેટલા અધમ છે તે બતાવી દેવું. મોદી નાં મીડિયા મેનેજમેન્ટ પાસે બીજું ઘણું કામ છે. આ કામ જાગ્રત પબ્લિકે કરવું પડશે. ટ્વીટર ઉપર સકારાત્મક મેસેજો ની ભરમાર કરી દો. ફ્લડ કરી દો ટ્વિટરને જેનાથી આ ઝેર ઉપસી ના શકે. તેઓના એક મેસેજ ની સામે દસ પોઝિટિવ મેસેજ પાઠવો. ( માફ કરશો, મારા મોબાઈલ કે કોમ્પ્યુટરમાં ટ્વીટર નથી)
    યાદ આવે છે એ સમય જ્યારે મીડિયામાં “હિન્દૂ” શબ્દ લખવો એક ખચકાટ ભર્યું કૃત્ય હતું. બકુલ ત્રિપાઠી જેવા લેખકો પણ તેમના હાસ્યલેખોમાં કટાક્ષપૂર્વક ” લઘુમતી ભાઈ” અને ” અસામાજિક તત્વ ભાઈ” ના ઇન્ટરવ્યૂ લેતાં હતા. તે વખતે પણ મિસ્લિમ સમાજ આટલા ઝનૂનપૂર્વક વિકૃત રીતે ઇસ્લામનાં સ્યુડો કોન્સેન્ટ્રીક નહતા. જુના મુસ્લિમ મિત્રો જે બેઝિઝક નમસ્તે અને જયહિંદ કહેતા હતા તેઓએ ઝનૂનપૂર્વક કહેવાનું બન્ધ કરી દીધું છે. વાંધો તેઓના મનમાં જે આ ઝેર રેડનાર છે તેમની સામે છે. એ જ મિત્રો છે, એ જ પ્રેમ છે પણ વચમાં ધર્મનો પડદો લાવવામાં આવ્યો છે. લડવાનું આ લાવનાર સામે છે.

  8. તમારી છેલ્લી વાત બહુ ગમી, કે જેમાં તમે બ્રેકીંગ ન્યુઝ વિશે લખ્યું છે કે કોઈ બ્રેકીંગ ન્યૂઝ એક સામાન્ય નાગરિક માટે મહત્વ ના હોતા નથી. માટે એવી ચર્ચાઓ ને બહેસો જોઈને આવી ન્યૂઝ ચેનલો ને પ્રોત્સાહન આપવા કરતા, બીજા જે સોર્સ જે તમે કહ્યા ત્યાથી આપના જરૂર પૂરતું લઈ લેવુ, ને બાકી નો સમય સારા વાંચન ને બીજી પ્રવૃત્તિ માં લગાડવો.

  9. Lot of people in India are Anti MODY. They spread lot of Non Sense. One should know specifically who is writing what about MODY / INDIA. And logically answer these write ups. Mody isnot GOD, he is Human and he also might be committing some mistakes, some of which might be rectified at later stage, some of them might not. We should behave intellectually by not indulging in VYAKTIPUJA. Reacting things on its Merits only which might help INDIA / MODY in a better way than following him blindfoldedly.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here