લોકસભામાં વડા પ્રધાનને ભેટવાનું રાહુલ ગાંધીનું નાટક

ગુડ મૉર્નિંગ

સૌરભ શાહ

લોકસભાનાં સ્પીકર સુમિત્રા મહાજને રાહુલ ગાંધીની એ વર્તણુંકને ‘નાટક’ કહ્યું જે વિશેષણ એકદમ વાજબી છે. શુક્રવારે લોકસભામાં નરેંદ્ર મોદીની સરકાર વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત વિશે ચર્ચા ચાલી. રાહુલ ગાંધીએ મોદી સરકાર પર બેબુનિયાદ અનાપશનાપ આક્ષેપો લગાડ્યા. સંરક્ષણ મંત્રીએ તાબડતોબ આ આક્ષેપો જુઠ્ઠા છે એવું પુરવાર કરી બતાવ્યું. રાહુલ ગાંધીએ સંસદમાં કબૂલ કરવું પડ્યું કે દેશમાં પોતે ‘પપ્પુ’ના નામે ઓળખાય છે. રાહુલ ગાંધીના બાલિશ અને અભણ વ્યક્તિત્વ પણ બોલી ન શકે એવા અજ્ઞાનભર્યા પ્રવચન પછી ‘નાટક’ કર્યું – પોતાની પાટલી પરથી ઊભા થઈને વડાપ્રધાન નરેંદ્ર મોદી પાસે જઈને ઝુકીને એમને ભેટવાનું નાટક કર્યું. સ્પીકર સુમિત્રા મહાજને પણ એ વર્તણુંકને ‘નાટક’ ગણાવ્યું. પાંચદસ મિનિટ પહેલા રાહુલ ગાંધી પ્રવચનમાં કહ્યું કે પ્રધાનમંત્રી આત્યારે મારી આંખમાં આંખ નાખીને જોઈ શકતા નથી! રાહુલની આ જુર્રત? આટલી નફ્ફટાઈથી કોઈ સંસદ સભ્યે લોકસભામાં વડાપ્રધાન સમક્ષ વર્તણુંક નહીં કરી હોય. રાહુલ ગાંધીએ સંસદગૃહમાં જે બેબુનિયાદ આક્ષેપબાજી કરી તેની સામે ભાજપ રાહુલ વિરુદ્ધ પ્રિવિલેજ મોશન તો લાવવાના જ છે પણ જોવાનું એ છે કે અવિશ્વાસની દરખાસ્તના સમર્થનમાં કોંગ્રેસ પાસે જ્યારે કોઈ દલીલ નથી હોતી ત્યારે તેઓ સડકછાપ વર્તણુંકને લોકસભામાં લઈ આવે છે.

આ દરખાસ્ત લઈ આવનાર તેલુગુ દેશમ પાર્ટી અત્યાર સુધી મોદી સરકારમાં ભાગીદારી ધરાવતી હતી. પણ ટીડીપીના મુખિયા અને આંદ્ર પ્રદેશના ચીફ મિનિસ્ટર ચંદ્રાબાબુ નાયડુ નામના તકવાદી નેતાએ પોતાના પ્રદેશમાં પોતાની વગ ધરાવવા નો કોન્ફિડન્સ મોશન લાવવાનું નાટક કર્યું. નોઈંગ ફુલ્લી વેલ કે આ પ્રસ્તાવ પસાર થવાનો નથી, ભાજપ-એનડીએની સરકારને ઊની આંચ આવવાની નથી અને મોદીનો વાળ પણ વાંકો થવાનો નથી. ટીડીપીના સભ્યોને પોતે જ લાવેલા અવિશ્વાસ પ્રસ્તાવમાં વિશ્વાસ નહોતો તેનો પુરાવો શું? ટીડીપીના સભ્યો જ્યારે જ્યારે બોલવા માટે ઊભા થતા ત્યારે કહેતા કે મોદી સરકારે અમારા આંદ્ર પ્રદેશ માટે આ કરવું જોઈએ, પેલું કરવું જોઈએ. આનો અર્થ એ થયો કે ટીડીપીને ખાતરી છે કે પોતાના આ અવિશ્વાસ દરખાસ્ત બાવજૂદ મોદી સરકાર તો સત્તા પર રહેવાની જ છે! આંદ્ર પ્રદેશના સંસદ સભ્યો કે સી.એમ. ચંદ્રાબાબુ નાયડુએ પોતાને થતા ‘અન્યાયની’ બૂમરાણ મચાવવા માટે આ અવિશ્વાસની દરખાસ્ત લાવીને સંસદનો ટાઈમ બગાડ્યો, સૌની એનર્જી વેસ્ટ કરી અને લાખો રુપિયા વેડફાયા. ગૃહમંત્રી રાજનાથ સિંહે પોતાના પ્રવચન દરમ્યાન આંદ્ર પ્રદેશને બિલકુલ અન્યાય થતો નથી એ વાત આંકડાઓ સાથે પુરવાર કરી આપી.

તૃણમૂલ કોંગ્રેસ અને સામ્યવાદી માર્કસવાદી પક્ષના સંસદસભ્યોએ ચર્ચામાં ઝુકાવીને ભાજપને ગાળાગાળ કરવા સિવાય બીજું કશું જ કર્યું નહીં. બેકારી વધી છે, કિસાનો નારાજ છે, મહિલાઓ અસુરક્ષિત છે એવા અદ્ધર આક્ષેપો દરેક વિપક્ષી સંસદ સભ્યોએ કર્યા. મુલાયમ સિંહ તો શું બોલતા હતા તે સમજવું જ અઘરું હતું.

ઑલ ઈન ઑલ ભારતના વિપક્ષી સંસદસભ્યોનું લેવલ કેટલું છે તે શુક્રવારે સંસદમાં પુરવાર થઈ ગયું. નોટ ધેટ કે આવા કોઈ પુરાવાઓની જરૂર હતી. નોટબંધી અને જીએસટી જેવા ક્રાંતિકારી પગલાઓથી દેશના અર્થતંત્રને કેટલો મોટો ફાયદો થયો છે તે હવે આખી દુનિયા સ્વીકારતી થઈ ગઈ છે પણ આપણાં જ દેશના કેટલાક કૂપમંડુકો હજુય ડિનાયલ મોડ પર છે.

તૃણમૂલ કોંગ્રેસના સંસદસભ્યે તો સાવ તળિયે જઈને પ્રધાનમંત્રીને ફેરિયા કહ્યા. રૂ. ૧૮૦૦ કરોડ એમનો (પીએમનો) વિદેશયાત્રઓ પાછળ ખર્ચાયા છે એની સામે એ સાંસદને વાંધો હતો. પ્રધાનમંત્રીની વિદેશયાત્રાઓની હાંસી ઉડાવનારાઓનું મગજ કેટલું સંકુચિત હશે, આંતરરાષ્ટ્રિય પ્રવાહોનો એમને કેટલો પરિચય હશે? અગાઉના પ્રધાનમંત્રીઓ મોદી કરતાં અનેક ગણા ખર્ચા કરીને વિદેશયાત્રાઓમાં પત્રકારોને જે જલસા કરાવતા તે હવે બંધ થઈ ગયા છે એ વાત મીડિયાને ખૂંચે છે. મોદીની આવી તો ઘણી વાતો વિપક્ષોને અને મીડિયાને ખૂંચે છે એમાં કોઈ શું કરી શકે? શુક્રવારે લોક્સભામાં વિપક્ષી સંસદસભ્યો દ્વારા થયેલી આક્ષેપબાજીઓથી તેમજ મીડિયા દ્વારા ફેલાવવામાં આવતી ગેરમાહિતીઓથી ભારતની પ્રજા દોરાવાતી નથી એટલું સારું છે. કોંગ્રેસી શાસનના છ-સાત દાયકાઓ દરમ્યાન માર ખાઈ ખાઈને ભારતીય મતદારો હવે સમજુ થઈ ગયા છે. શુક્રવારની અવિશ્વાસ દરખાસ્ત વિશે ચાલેલી ચર્ચા પરથી પુરવાર થયું કે ૨૦૧૯ની ચૂંટણીમાં આ સરકારનું ભવિષ્ય ઘણું ઉજળું છે.

સુબ્રમણ્યમ સ્વામીની વાત સોમવારે.

આજનો વિચાર

કલ રાત બાઝાર મેં બહોત અંધેરા થા…
ખોટે સિક્કે ભી ચલ ગયે હોંગે.

– કવિ ‘નીરજ’

એક મિનિટ!

બકો – મારો રેઈનકોટ ક્યાં છે?

બકી – કબાટમાં જ હશે, જરા જુઓ તો ખરા.

બકો – કબાટમાં નથી.

બકી – તો પછી ઈસ્ત્રીમાં આપ્યો હશે.

21 COMMENTS

  1. gai kale Rahulbaba a je drama karyo ena thi prove thai che ke Pappu a ek mandbuddhi badak che, je Amethi ma pan na chale….soniyaji a pappu ne lai ne Itley jata rahevu joiye hamesha mate jenathi pappu ni dekhrekh mummy sari rite kari sake ne congressio ne koi bijo saro NETA gotvani tak made ??

  2. સરપંચમાં યે ના ચાલે એવા પપ્પુને
    કેટલાક અતિ બુદિધજીવીઓ
    વડાપૃધાન બનાવવાના સપના જુએ છે,

  3. વિપક્ષોની ભવાઈ જોવા મળી. આંકડા વગરનું મેડમ નું ગણિત અને બુદ્ધિ પ્રદર્શન. પપ્પૂ એ ગળે લગાડવાના નાટક મા મોદી સાહેબ ની છપ્પન ઈંચ ની છાતી ના શરણે આવ્યો છું એવો ભાવ વધારે લાઞ્યો.

  4. Rahul Gandhi, the so called “PAPPU “, has proved that he is world’ s number one IDIOT…A so called, Cambridge University, post graduate with political science… MY FOOT ,…… YOU S.O.B. & M. F.

  5. Out of all things, I can say only one thing. What more can we expect from this Pappu.
    Better the frog should come out of well (Amethi) and compare the world with his well and realise that he has gathered only the dirt till today.
    And wants to be the PM of India.

  6. Akha bhasan ma modi bank na bahu mota ghotala vishe bolya te saw dabai gayu. BJP NU PRACHAR TANTRA SAW BODU CHHE…………L

  7. ગઈ કાલે આખા દેશને સચ્ચાઇ ની ખબર પડી ગઈ, કે પપ્પુ ખરેખર પપ્પુ જ છે, અને ‘મોદી કેમ મોદી છે.’ પપ્પુ વિરોધી જ નહીં પરંતુ ખોટા, પાયાવિહોણા, પુરાવા વિનાના, દેશ વિરોધી દરેક આક્ષેપ કરનારા પર પિવીલેજ મોશન નો પ્રસ્તાવ લાવવો જોઈએ. અને મોદીજી એ છેલ્લે કહ્યું તેમ શિવજી વિપક્ષો ને શક્તિ આપે કે તેઓ ફરીથી ૨૦૨૪ માં મોદીજી ના વિરોધમાં અવિશ્વાસની દરખાસ્ત લાવે.

  8. Rahul himself has proved that ,,’he is a Pappu’…
    Remembering a msg in this ‘good morning’—If Rahul Gandhi become Prime minister of India, lable ‘pappu’ will be removed from his head, but it will stich on our,the Indians, head.’

  9. Absolutely stupid behavior by Rahul. How he gestured honorable PM to get up… PM did apt by giving a point by point befitting response…

  10. પપ્પુ હજુ બાબો જ રહ્યો….આવા ઈમ્પોર્ટેડ લખાણો લખી આપનાર કરતાં કોઈ મૌલિક વાત હોય તો બરાબર છે…બાકી એક વાત સાફ છે કે: 2024 સુધીતો કોઈ વાંધો નહીં આવે તે પાકું….
    છેલ્લે એટલું જ કહેવાનું થાય કે: “કહાં રાજા ભોજ (નરેન્દ્રભાઈ) ઔર કહાં ગંગુ તૈલી ( પપ્પુ ).

  11. છેલ્લા ઘણા બધા સમયથી મીડિયા ભાજપા સરકારની સારી બાબતોને લોકો સમક્ષ લાવતી નથી જેથી લોકોમાં સરકાર બાબતે વિપક્ષો અને મીડિયાના જુઠાણા પ્રભાવી બની ગયેલ હતા પણ ગઈકાલની સંસદની ચર્ચા થકી દેશ અને દુનિયાને પોતાની વાસ્તવિકતા રજૂ કરવાની અણમોલ તક સરકારને મળી ગઈ અને જુઠાણાનો પર્દાફાશ થઈ ગયો જે ખુબજ જરૂરી હતો , આમ જનતા ને નૌટંકીબાજોની ઔકાત ખબર પડી ગઈ

  12. આતો મોદીજી ને ગળે મળ્યા કરતા ગળે પડ્યા કહેવાય

  13. સત્તાના ભુખ્યા વરુઓ (વિરોધપક્ષી) ભસવા સિવાય બીજું શું કરે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here