ગલત માણસોની સાથે સ્પર્ધા ન કરવાની હોય : સૌરભ શાહ

(‘તડકભડક’ : સંદેશ, સંસ્કાર પૂર્તિ)

આપણે બહુ વિચારી વિચારીને જીવતા થઈ ગયા છીએ. છાશ પણ ફૂંકી ફૂંકીને પીતાં થઈ ગયા છીએ. આમાંને આમાં જીવવાની સ્પોન્ટેનિટી ચાલી ગઈ છે, બાળસહજ મુગ્ધતા અને નૈસર્ગિક ચાલ જતી રહી છે. બધું ગોઠવી ગોઠવીને થતું રહે છે, શતરંજની ચાલની જેમ. હું આવું કરીશ તો આમ થશે અને આમ થયા પછી હું તેમ કરીશ તો મને પેલું મળશે એવી ગણતરીઓએ જીવનને નિર્દોષ રહેવા દીધું નથી. શતરંજ ઉપરાંત આપણે બિલિયર્ડ્સમાં પણ મહારત મેળવી લીધી છે. આ બૉલને નિશાન બનાવી શું તો એ પેલા સાથે અથડાશે પછી પેલો બીજા સાથે અને છેવટે ત્રીજો બૉલ એ બૉલને જઈને અથડાશે જેને આપણે અલ્ટીમેટલી ટાર્ગેટ કરીએ છીએ.

બોલવામાં, વર્તનમાં સાવચેતી રાખી રાખીને આપણા વિચારોમાં પણ કૃત્રિમતા પેસી ગઈ છે. પ્રયાગરાજમાં પૂજ્ય મોરારિબાપુની રામકથા ‘માનસ: સંગમ’ના નવમા દિવસે વિશેષ અતિથિ તરીકે પધારેલા સ્વામી રામદેવે બાપુ પ્રત્યેનો આદરભાવ વ્યકત કરીને માઈક પરથી કહ્યું કે બાપુ, આજકાલ બહુ સાવધાની રાખવાનો વખત આવી ગયો છે. ઈલેક્શન માથે છે એટલે મીડિયા કંઈ રીતે આપણા કહેવાનો મતલબ તારવશે એ કંઈ કહેવાય નહીં જેનો મને ને તમને પરિચય થઈ ગયો છે. માટે મીડિયા સામે બોલતી વખતે શબ્દો વાપરવામાં સાવધ રહેવું પડશે. બાપુએ સ્વામીના પ્રવચન પછી માઈક પર કહ્યું; બાબા, તમારી વાત સાચી પણ આપણે જેમ છીએ એમ બરાબર છીએ. સાવધાની રાખવાની જરૂર નથી. આપણે આપણી સહજતાથી જ જીવીએ, બીજાઓ ભલે એમની રીતે આપણી વાતનો મતલબ કાઢતા રહે.

કોઈના વક્રદૃષ્ટાપણાને ઍડ્જસ્ટ થવા માટે આપણી સાહજિકતા શા માટે ગુમાવી દેવી જોઈએ? ઘણી વખત એવું બનતું હોય છે કે આપણી આસપાસના લોકો આપણી સાથે કોઈ રમત રમી જતા હોય, આપણને બધી ખબર પણ પડતી હોય, આપણને મન થઈ જાય કે આપણે પણ એમને બતાવી દઈએ કે આવી રમતો રમવામાં અમે તમારા કરતાં અનેકગણા સારા ખેલાડી છીએ – પણ પછી તરત જ વિચાર આવે કે શું કામ મારે એના જેવા થવું છે? એક જૂની પરદેશી કહેવત છે: ડુક્કરને તો કાદવમાં અળોટવાની મઝા આવશે, તમારાથી કંઈ એની સાથે લડવા માટે એ ત્યાં બોલાવે એટલે પહોંચી ન જવાય.

ગલત માણસોની સાથે સ્પર્ધા ન કરવાની હોય. તમે સાચા હો છતાં એ લોકો તમને ખોટા પુરવાર કરી રહ્યા હોય તો પણ તમારે સાવધાની રાખ્યા વિના તમારી સહજ ચાલે આગળ વધતાં જવાનું હોય.

જીવન સોગઠાંબાજીની રમત નથી. જીવન કોઈ કુટિલ રાજરમત નથી. જીવન સરળ છે, નૈસર્ગિક છે, ઝરણાની જેમ જ્યાં જગ્યા મળી ત્યાંથી વહ્યા કરવું એનું નામ જીવન. આપણે એને કૅનાલ બનાવી દીધું, નિશ્ર્ચિત વહેણમાં બાંધી દીધું. બીજાઓનું જોઈ જોઈને આપણે પણ આપણી સરળતાને ઢાંકીને ચાલબાજીમાં સરી પડ્યા. થોડી બનાવટ ગળથૂથીમાં મળી, થોડી ઉછેરમાં વર્ષો દરમ્યાન આસપાસના વાતાવરણે ઉમેરી અને બાકીની બનાવટ આપકમાઈની. દુનિયામાં રહેવું હશે તો સ્માર્ટ બનવું પડશે, ચાલાક બનવું પડશે, ભોળા-ભટાક રહીશું તો લોકો તમને ખાઈ જશે, લૂંટી જશે, ખાલી કરી નાખશે. આવું સાંભળીને – વિચારીને આપણે પણ સુપર સ્માર્ટ થવાના ચક્કરમાં ધીટ થઈ ગયા, મીંઢા બની ગયા, મગનું નામ મરી ના પાડીએ એવા થઈ ગયા, તેલ જોતાં થઈ ગયા અને તેલની ધાર જોતાં થઈ ગયા.

ઝંપલાવી દેવાનું. ઝાઝો વિચાર કર્યા વિના ઝંપલાવી દેવાનું. મન થયું એટલે કરી નાખવાનું. આગળપાછળનો વિચાર કર્યા વિના અંદરથી જે અવાજ ઊઠ્યો એનો આદર કરતાં શીખવાનું. બીબાંઢાળ જિંદગીમાં સલામતી શોધવાને બદલે ઉઝરડાવાળી ભલે, આપણી પોતાની જિંદગી હોવી જોઈએ એવી ભાવનાથી જીવવાનું. અફસોસ વિના જીવવાનું. કોઈની સાથે સરખામણી કરીને આપણે પણ એના જેવા થવું છે એવી વાત હવે ભૂલી જવાની. કોઈની સાથે સરખામણી કરીને આપણે કેમ એના જેવા નથી એવું વિચારીને ઈર્ષ્યાળુ થવાની પણ જરૂર નથી. જિંદગીમાં કોણ તમારી સાથે છે અને ભવિષ્યમાં કોણ તમારી સાથે હશે એની પરવા કરવાની જરૂર નથી. કાલે શું થવાનું છે એની ખબર જાનકીજીના નાથને પણ નહોતી અને તમે કઈ રામજીથી બડી હસ્તી તો નથી જ. પછી ફિકર શું કામ કરવાની?

જે કંઈ કરવાનું છે તે આ એક જ જે મળી છે તે જિંદગી દરમ્યાન કરી લેવાનું છે. અને કેટલું બધું કરવાનું છે હજુ તો? તો પછી વિચારવામાં, છાશને ફૂંક્યા કરવામાં શું કામ સમય બગાડવો છે? લો, હું તો આ ચાલ્યો. તમારે સાથે આવવું હોય તો આવો.

પાન બનારસવાલા

હાય વો લોગ જો દેખે ભી નહીં,
યાદ આયેં તો રૂલા દેતે હૈં.

દી હે ખૈરાત ઉસી દર સે કભી,
અબ ઉસી દર પે સદા દેતે હૈં

આગ અપને હી લગા સકતે હૈં
ગૈર તો સિર્ફ હવા દેતે હૈં.

– સ્વ. મોહમ્મદ અલવી

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

નવા કૅલેન્ડર વર્ષનો આરંભ થઈ ગયો છે. આપ સૌનું 2024નું વર્ષ શુભદાયી અને સુખદાયી નીવડે. આ વર્ષે બે દિવાળી આવે છે તે યાદ રાખશો. આસોની અમાસે તો ખરી જ, 22 જાન્યુઆરીએ પણ દીપોત્સવ છે જે 500 વર્ષ રાહ જોયા પછી ઉજવાશે.

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

1 COMMENT

  1. હું આપની વાત સાથે સહમત છું . નૈસર્ગીક રીતે જીવવાનું હોય છે.મને ક્યારેક વિચાર આવે કે મારે આ કામ કરવું છે પછી હું વધુ વિચારતો જ નથી.એ કામ કરું જ છું. પછી જે પરીણામ આવે.કામ પાર પડે તો સારું જ તે. અને ના થાય તો કંઈ અનુભવ તો મળે શીખવા તો મળે જ ને આપણને.🙏🙏

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here