મુંડે મુંડે મર્તિભિન્ના એટલે કૃષ્ણ અને કંસ બેઉનો સ્વીકાર કરવાનો? ના. : સૌરભ શાહ

(તડકભડક : ‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, રવિવાર, ૩ જાન્યુઆરી ૨૦૨૧)

2020નું વર્ષ ખરાબ ગયું અને 2021નું વર્ષ એથીય ખરાબ વીતવાનું છે એવી અમંગળ આગ્રાહી કરનારાઓમાં આપણને વિશ્વાસ નથી. વીતેલું વર્ષ ‘ખરાબ’ હતું એવા તારણ સાથે પણ સહમત નથી. કોરોનાને કારણે દુનિયાને ઘણી આપદા પડી, ભારતને પણ. આ આપત્તિઓમાં ટકી રહેવું એ જ એક મોટી સિદ્ધિ કહેવાય. આપણા દેશે તો અમુક ઔદ્યોગિક ક્ષેત્રોમાં તેમ જ બીજા કેટલાક ક્ષેત્રોમાં પણ આ તમામ વિઘ્નો બાવજૂદ 2019 કરતાં વધુ સારું પર્ફોર્મન્સ નોંધાવ્યું છે. અહીં એ આંકડાઓ આપવાનો હેતુ નથી, ગૂગલ સર્વ કરીને જોઇ લેવા. રાજકોટના એક બુદ્ધિશાળી ઉદ્યોગપતિએ સારી વાત કરી: એક લંબી રાત હૈ, એક લંબા દિન ભી આયેગા.

જે થાય છે તે છેવટે સારા માટે જ થાય છે એ મૌલિક વિચારણા ભારતે જગતની ફિલસૂફીને આપેલી એક ઘણી મોટી ભેટ છે જેનાં મૂળ ગીતાની કર્મણ્યે વાધિકારસ્તેની કન્સેપ્ટમાં છુપાયેલાં છે. નિરંતર કાર્ય કરતાં રહેવું એ મૂળ મંત્ર છે. પરિણામ જે આવે, જયારે આવે તે છેવટે તો સારા માટે જ હોવાનું.

ભારતના મહાન વૈચારિક વારસા પ્રત્યે આપણું ધ્યાન જેટલું જવું જોઇએ એટલું ગયું નથી. હવે એ દિશામાં ઝડપભેર આપણે દોડી રહ્યા છીએ. આ દોડ થોડાક દાયકાઓ પહેલાં શરૂ થઈ હોત, થોડાક સૈકાઓ પહેલાં શરૂ થઈ હોત તો આજે ભારત નિઃશંક વિશ્વગુરુ હોત, ભૌતિક-અધ્યાત્મિક સહિતનાં દરેક ક્ષેત્રે દુનિયાનું નંબર વન રાષ્ટ્ર હોત.

આપણા અગાધ વૈચારિક વારસાના માત્ર ત્રણ જ મંત્રો સમજીને એને જડબેસલાક રીતે જીવનમાં અપનાવી લેવામાં આવે તો રોજબરોજની અડધી સમસ્યાઓ તો ત્યાંની ત્યાં જ ખતમ થઈ જાય. બાકીની અડધી સમસ્યાઓનો હલ કરવા કામ કરવું પડે, પરસેવો પાડવો પડે. જોકે, આ અડધીને કે પેલી અડધીને સમસ્યા શું કામ કહેવી? સદ્‌ગુરુ કહે છે કે જિંદગીને તમે એક પ્રોબ્લેમ તરીકે જોશો તો ચારે તરફ તમને પ્રોબ્લેમ જ પ્રોબ્લેમ જોવા મળશે. પણ જિંદગીને જો તમે એક સંભાવનાના રૂપમાં જોશો, એક ઑપોર્ચ્યુનિટી, એક તક સ્વરૂપે જોશો તો તમને ચારે તરફ શકયતાઓ અને અવસરનાં બારણાં ઉઘડતાં દેખાશે.

ત્રણ મંત્રોમાંનો પહેલો ઋગ્વેદનો છેઃ ‘આનો ભદ્રાઃ ક્રતવો યન્તુ વિશ્વતઃ’ અર્થાત્ અમારા માટે બધી તરફથી કલ્યાણકારી (ભદ્ર) વિચારો (ક્રતવ) આવે.

બીજો મંત્ર બૃહદારણ્યક ઉપનિષદનો છેઃ અસતો મા સદ્‌ગમય, તમસો મા જયોતિર્ગમય, મૃત્યોર્મામૃતં ગમય. મને અસ્તયથી સત્ય તરફ લઈ જાઓ, મને અંધકારથી પ્રકાશ તરફ લઈ જાઓ, મને મૃત્યુથી અમરત્વ તરફ લઈ જાઓ. સોમ યજ્ઞની સ્તુતિ વખતે યજમાને આ પ્રાર્થના કરવાની હોય છે.

ત્રીજો મંત્ર પણ એક કહેવત કે રૂઢિપ્રયોગની જેમ રોજબરોજની જિંદગીમાં વણાઈ ગયો છેઃ મુંડે મુંડે મત્રિર્ભિન્ના, કુંડે કુંડે નવં પયઃ જોતૌ જાતૌ નવાચારાઃ, નવા વાણી મુખે મુખે. વાયુ પુરાણનો આ શ્લોક સુભાષિતરૂપે તમારા અભ્યાસમાં પણ આવ્યો હશે. મુંડે મુંડેની જગ્યાએ પિંડે પિંડે કે તુંડે તુંડે એના ભિન્ન પાઠ છે. અર્થ સઘળાનો એક જ છે: જેટલા મનુષ્ય એટલા વિચાર છે. ભિન્ન ભિન્ન મસ્તિષ્કમાં ભિન્ન ભિન્ન મતિ (વિચાર) હોવાની. જેમ (એક જ ગામના) વિભિન્ન કુંડના પાણીનો સ્વાદ ભિન્ન ભિન્ન હોઈ શકે છે. જેમ ભિન્ન ભિન્ન જાતિના લોકોમાં ભિન્ન ભિન્ન જીવન શૈલી (પરંપરા, રીતરિવાજો) હોવાના અને જેમ ભિન્ન ભિન્ન મુખમાંથી ભિન્ન ભિન્ન વાણી નીકળતી હોય છે (એટલે કે એક જ ઘટનાનું બયાન દરેક જણના મુખમાંથી પોતપોતના દ્રષ્ટિકોણથી સાંભળવા મળતું હોય છે). ટૂંકમાં આવું થવું સામાન્ય છે. આવું થાય ત્યારે નવાઈ ના લાગવી જોઇએ. ખોટું તો બિલકુલ જ ના લાગવું જોઇએ.

આ ત્રણેય મંત્રો આધુનિક સમયમાં વધારે પ્રસ્તુત બની ગયા છે. માહિતી મેળવવાનાં સાધનો ભલે વધી ગયાં હોય પણ આપણે સંકુચિત બની ગયા છીએ. સામેથી પ્રયત્ન કરીને વધુ ને વધુ ભિન્ન માહિતી એકઠી કરવાને બદલે જે પીરસવામાં આવે છે તેને જ બેઠાડુ બનીને આરોગી લઇએ છીએ અને છેવટે ફરિયાદ કરીએ છીએ કે અમે કુપ્રચારનો ભોગ બની ગયા. કોઇએ નક્કી કરેલા એજન્ડાની જાળમાં ન ફસાવું હોય તો યાદ રાખવું કે છેક ઋગ્વેદના જમાનાથી તમને સલાહ આપવામાં આવી છે કે દરેક દિશામાંથી તમને વિચારોની પ્રાપ્તિ થાય એવા પ્રયત્નો તમારે કરવાના છે. અન્યથા થશે એવું કે જે જોરાવર હશે, જેની પાસે લાઠી હશે તે તમારી વૈચારિક ભેંસને તાણી જશે.

અસત્યનો અંધકાર આ દેશમાં દાયકાઓ સુધી છવાયેલો રહ્યો. છેલ્લાં થોડાંક વર્ષથી આપણને સત્યનો ઉજાસ દેખાવા લાગ્યો છે. આપણો દેશ પછાત છે, આપણે અભણ અને ગમાર પ્રજા છીએ એવા દુષ્પ્રચારમાંથી હવે ક્રમશઃ બહાર આવી રહ્યા છીએ આપણે. આવો પ્રચાર કોણ કરતું હતું, શા માટે કરતું હતું તેનું ભાન થવા માંડ્યું છે. આ જાગૃતિ વહેલી આવવી જોઇતી હતી.

અને છેલ્લે મુંડે મુંડે મતિર્ભિન્ના… આનો અર્થ એ નથી કે કૃષ્ણ અને કંસ બેઉની મતિ ભિન્ન છે એટલે એ તો સ્વાભાવિક કહેવાય અને એ બેઉને સમાજમાં રહેવાનો હક્ક છે એવું તમે સ્વીકારો. સરદાર પટેલ અને દાઉદ ઇબ્રાહિમની મતિ ભિન્ન ભિન્ન ભલે હોય પણ આપણે તો બેઉને સ્વીકારી લેવાના એવો મતલબ નથી થતો આ મંત્રનો.ખરો મતલબ એ છે કે આપણે આપણી આસપાસ રહેલા આપણા જ પ્રકારના લોકો સાથેના નાનામોટા મતભેદોને ઝાઝું મહત્ત્વ આપવાનું નહીં. વિશ્વાસ રાખવાનો કે માર્ગ અલગ હશે પણ મંઝિલ તો એક જ છે. સરદાર પટેલ જયારે વકીલાતનું ભણવા વિલાયત ગયા અને બૅરિસ્ટર બનીને પાછા આવ્યા ત્યારે સૂટ-બૂટ પહેરતા હતા. એ સમયની, એ વખતની સમજની એ આવશ્યકતા હતી. તમારે એમના એ વખતના પહેરવેશની ટીકા નથી કરવાની. ગાંધીજીના કોઈ એક કે એકથી વધુ વિચારો સાથે અસહમતિ હોય તો ભલે હોય. સરદાર પટેલ ગાંધીજીના નિકટતમ સાથી હતા. આરંભના દિવસોમાં સરદારનું સરદારપણું બહાર લાવવામાં ગાંધીજીનો ઘણો મોટો ફાળો. સરદારે શું કામ ગાંધીજી સામે બળવો ન કર્યો, કે પોતાનો અલગ ચોકો કેમ ન કર્યો એવું વિચારીને તમારે સરદારની ટીકા ન કરવાની હોય. સરદાર પટેલને એમના પોતાના વિચારો હોવાના, એમને પોતાના લિમિટેશન્સ પણ હોય.

સરદાર પટેલનો તો માત્ર દાખલો જ આપ્યો છે. તમને જેમના માટે માન હોય, દુનિયામાં જેમની પ્રતિષ્ઠા હોય એવી કોઈ પણ વ્યક્તિના અમુક વિચારો કે અમુક કાર્યો સાથે તમે સહમત ન થતા હો તો તમારે ઝંડો લઇને નીકળી પડવાનું નહીં- ફેસબુક, ટિવટર કે વૉટ્સઍપ પર ડહાપણ ડહોળવા દોડી જવાનું નહીં. મુંડે મુંડે મર્ત્રિભિન્નાનો મંત્ર યાદ રાખીને ચૂપ રહેવાનું.

ગજબનું ડહાપણ ભરેલું છે આપણા શાસ્ત્રોમાં. આપણા આ વૈચારિક વારસાનો ખજાનો હજારો વર્ષથી આપણી પાસે છે. જરૂર માત્ર એટલી જ છે કે એ ખજાનાની પેટી ઉઘાડીએ અને એમાંની એક-એક સોનામહોર લઇને જીવનમાં એનો સદુપયોગ કરીએ.

પાન બનાર્સવાલા

આ જીવનભેદ છે, જાણે એ ભલેને જાણે;
કે ઘણા સામે ઘણી વાર હું કરગરતો રહ્યો.
મારા પડછાયાની સોબતને જે લાયક નો’તા;
એમની સાથે પરાધીન બની ફરતો રહ્યો.

— ‘મરીઝ’

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

2 COMMENTS

  1. Nice explanation of three mantra. Our ancestors gave immense knowledge. Invaders came and destroyed most of them but still we have lot. Problem is lack of interest in most of the Hindus. Our modified history is boring and filled with glory of Invaders rather than glory of our rulers. Our Rajput Kings and queeens set example of following Raj Dharma, but there are no examples given in history books.

  2. ખૂબ સુંદર લેખ રહ્યો ગાગર માં સાગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here