અધકચરી માહિતીમાં ગપગોળા વત્તા કલ્પના તથા પૂર્વગ્રહો ઉમેરીને બનતા કૉકટેલનો જમાનો છે : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ : શુક્રવાર, ૨૮ મે ૨૦૨૧)

રોજેરોજ આપણી આસપાસ પચાસ હજાર ઘટનાઓ બને છે જેમાંથી પાંચ હજાર આપણા સુધી પહોંચે છે જેમાંની પાંચસો ઘટના વિશે આપણે વિચારીએ છીએ અને પચાસ વિશે આપણે મનોમન કમેન્ટ્સ કરીએ છીએ, વિશ્લેષણ કરીએ છીએ અને પછી એમાંની પાંચ વાત બીજાઓ સુધી પહોંચાડીએ છીએ. મારું કહેવાનું એ છે કે શું આ જરૂરી છે?

પ્લેનમાં બેસતી વખતે પાઈલટને તમે સલાહ નથી આપતા કે એણે વિમાન કેવી રીતે ઉડાડવું, રિક્શામાં બેસતી વખતે રિક્શાવાળાને ક્લચ, ગિયર અને એક્સલરેટર વિશે સમજ નથી આપતા પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશ કેવી રીતે ચલાવવો એના વિશે નાકમાંથી નીકળતું પ્રવાહી પણ સાફ કરતાં જેને નથી આવડતું એવા લોકો સલાહ આપવા આવી જશે. કોઈ પપ્પુ આ દેશની પરિસ્થિતિ વિશે ભદ્દી કમેન્ટ કરીને છી છી કરશે તો એનું બાળોતિયું બદલવા હજારો સેક્યુલરો, ડાબેરીઓ અને ચશ્મિસ્ટ પોલિટિકલ વિવેચકો દોડી જશે.

દેશ અને દુનિયામાં જે કંઈ બને છે એ દરેક ઘટનાની માત્ર પચ્ચીસ ટકા માહિતી જ હોય તો પણ મૂર્ખાઓ એમાં બીજા પચ્ચીસ ટકાની કલ્પના, વધુ પચ્ચીસ ટકાનાં ગપગોળા અને બાકીના પચ્ચીસ ટકાનો પોતાનો પૂર્વગ્રહ ઉમેરીને રોજ રોજ ટીવી પર, છાપાંની કૉલમોમાં તથા નાકા પરના પાનવાળાના ગલ્લા પર હાજર થઈ જતા હોય છે. ત્રણેય ઠેકાણે ચર્ચાનું ધોરણ એકસરખું જ હોય છે.

સોનિયા ગાંધી તથા એમના કુટુંબીઓ તેમ જ એમની સાથે સત્તાની ભાગીદારી કરી ચૂકેલા નેતાઓને ખબર છે કે એ સૌના પાપનો ઘડો ભરાઈ ચૂક્યો છે. સત્તા પર રહીને એ તમામ લોકોએ જે જે કાળાં કામ કર્યાં તે સૌને મોદીકાકા ઉઘાડાં પાડ્યાં વિના રહેવાના નથી. કૉન્ગ્રેસીઓએ બિસ્કિટના ટુકડા નાખી નાખીને જે જે લોકોને ભસતા બંધ કર્યા હતા તે ઍકેડેમિશ્યનો, એનજીઓ ચલાવનારાઓ, મિડિયાવાળાઓ તથા પક્ષના કાર્યકર્તાઓને પણ ખબર છે કે છેલ્લાં સાત વર્ષમાં એ લોકોની દુકાનોને તાળાં લાગી ગયા છે. દાયકાઓથી હરામ હાડકાંની બની ગયેલી આ પરોપજીવી જીવાતો હવે મરવા પડી છે અને ૨૦૨૪માં મોદી જાય, રાહુલ આવે એવા જાપ જપી રહી છે. એમને ખબર છે કે બહુ જલદી તેઓ સૌ ડાયનોસોરની જેમ વિલુપ્ત થઈ જવાના. એક્સટિન્કટ. દેશ બદલાઈ રહ્યો છે. જૂનો સડો બધો જ સાફ થઈ રહ્યો છે. સેક્યુલર અને લેફ્ટિસ્ટ મેન્ટાલિટીવાળાઓને ખબર છે કે હવે તો એમને ગટર સાફ કરવાનું કામ પણ કોઈ આપવાનું નથી. નૉટ ધૅટ કે એવું કે કોઈપણ પ્રકારનું મહેનતભર્યું કામ તેઓ કરવા માગે છે. કૉન્ગ્રેસના ૭ દાયકાના શાસનમાં ગવર્નમેન્ટની ગ્રાન્ટ, સબસિડીઓ, ફંડફાળા થકી બેઠ્ઠી આવક કરીને ઐય્યાશીથી જીવનારી આ સેક્યુલર, ડાબેરી, સ્યુડો ઈન્ટલેક્ચ્યુઅલ પ્રજાનું અસ્તિત્વ રોહિંગ્યા જેવું બની ગયું છે. કોઈ એમને સ્વીકારવા, આશરો આપવા તૈયાર નથી. આ રેફ્યુજીઓ, નિરાશ્રિતો પાસે અત્યારે બીજો કોઈ ચારો નથી એટલે તેઓ દિવસરાત ટ્વિટર પર, ફેસબુક પર, ટીવીની ડિબેટ્સમાં અને છાપાંની કરન્ટ ટૉપિક્સની કૉલમોમાં મોદી વિરુદ્ધ ઝેર ઓક્યા કરે તે સ્વાભાવિક છે. એમનાથી દોરવાઈ જવાનું ન હોય. તેઓ પોતાના વમન પર ચાંદીનો વરખ લગાડીને તમને ધરે એટલે તમારાથી એને લઈ ન લેવાય. સાવધ રહેવાનું. એમના આશયો સ્પષ્ટ છે. તેઓ નથી ઈચ્છતા કે મોદી ત્રીજી ટર્મ મેળવે. તેઓ નથી ચાહતા કે હિન્દુ રાષ્ટ્ર, હિન્દુ ધર્મ અને હિન્દુ પ્રજા સુખ, શાંતિ અને સલામતીથી જીવે અને વધુ ને વધુ સમૃદ્ધ થતી રહે. તેઓ નથી ઈચ્છતા કે ભારત આ વિશ્ર્વનું નંબર વન રાષ્ટ્ર્ર બને. તેઓ નથી ઈચ્છતા કે ડાબેરીઓની પોલ અને સેક્યુલરોની બદમાશીઓ ખુલ્લી પડી જાય. તેઓ નથી ઈચ્છતા કે આર.એસ.એસ. જેવાં રાષ્ટ્રવાદી સંગઠનોની નિષ્ઠા, કર્મઠતા તથા સંસ્કારિતા ભારતના કરોડો લોકો સુધી પહોંચે.

એટલે જ તેઓ ૨૫+૨૫+૨૫+૨૫ની ફોર્મ્યુલા વડે બેફામ બોલતા-લખતા થઈ ગયા છે. રોજના અનેક ઉદાહરણો તમને આપી શકાય. મોદી જેવા ચાણક્યબુદ્ધિ રાજનેતા,
પીએમ જેવા પીએમ પણ પોતે સાચી માહિતી સુધી પહોંચવા અથાગ મહેનત કરતા હોય તો એ પરિસ્થિતિમાં આપણી પાસે તો આખી ઘટનાની ૨૫ ટકા માહિતી પણ ન હોય છતાં ટીવીના બોલબચ્ચનો તથા છાપાંના કલમવીરલાઓ પોતાની મૂર્ખામીનું પ્રદર્શન કરવાની લાલચ છોડી શકતા નથી.

જે પુરુષોને પોતાની વાઈફ મંદિરે જઈને શું કરતી હશે એવી શંકા જતી હોય તેમણે છૂટાછેડા લઈને મનનું સમાધાન કરી લેવું જોઈએ. અને જો એવું કરવું શક્ય ન હોય તો પ્રેમથી હળીમળીને આનંદથી સંસાર ચલાવવો જોઈએ.

જેમને લાગતું હોય કે રાફેલ બાબતે મોદી ગાફેલ રહ્યા અને નીરવ મોદી-ચોકસી-માલ્યાને ભગાડવામાં મોદીએ મદદ કરી અને કોરોનાથી લઈને કૃષિ કાનૂન વિવાદમાં મોદી ગિલ્ટી છે તો એ લોકોએ પોતાને મોદીપ્રેમી કે મોદીના સપોર્ટર કહેવડાવવાને બદલે તાત્કાલિક સોનિયાજીનું શરણું લઈ લેવું.

અને જો શ્રદ્ધા હોય તમને તમારા નેતામાં, મોદીની ઈન્ટેગ્રિટીમાં તો બાકી બધાની વાતો અનસુની કરીને અવિચળ રહેવાનું, વાતે વાતે શંકા કરવાની નહીં, આનંદથી કૅરમ રમવાનું અને જ્યુસ પીવાનો.

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

2 COMMENTS

  1. હા સર ,… મઝાની લાઈફ. થેંક્સ સતત મોટીવેટ કરવા માટે. મોદીજી ની સામે એવા અને એટલા લોકો પડેલા છે કે એમની વાળી ચોળીને કહેલી વાતો આપણી શ્રધ્ધાના ડગાવી મૂકે ક્યારેક. માંડ એક નરબંકો આવ્યો દેશની અંદર જ રહેલા દુશ્મનો સામે લડવા અને એનીય પાછળ પડી જવાનું આમ ?? ડર લાગતો હતો એમને ખોલવાનો. આપના શબ્દોએ આજે મોટું આશ્ચાસન આપીને એ ડરને ચૂટકીમાં ભગાડી દીધો છે
    થેંક્સ ફરી એક વાર , સર

  2. લેખના છેલ્લા બે ફકરા માં અડુકિયા દડુકિયા સમર્થકો જે ભલભલા નિષ્ણાતો ના એકઝીટ પોલ ખોટા પાડી દે છે તે એકદમ સચોટ છે. ખરા અર્થ માં આ અડુકિયા દડુકિયા કોઈનાય નથી હોતા. માત્ર ઢોરોના હોય એટલા સીમિત સ્વાર્થનો વિચાર કરનારા રાષ્ટ્ર વિશે કે રાષ્ટ્રના ભવિષ્ય વિશે વિચારી શકતા નથી અને ફર્સ્ટ પાસ્ટ ધ પોસ્ટ જેવી ચૂંટણી પદ્ધતિમાં બાય ડિફોલ્ટ આવો સીમિત વર્ગ નિર્ણાયક પરિબળ બની જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here