વૉચડૉગે કોની સામે ભસવાનું હોય : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ : ગુરુવાર, ૨૭ મે ૨૦૨૧)

‘બ્લિટ્ઝ’ સાપ્તાહિકવાળા ફ્લેમ્બોયન્ટ રૂસી કરંજિયાએજ્યારે ‘ધ ડેઈલી’ નામનું ટૅબ્લોઈડ મૉર્નિંગર મુંબઈથી શરૂ કર્યું ત્યારે એના માસ્ટહેડની બાજુમાં એમના પાળેલા બુલડૉગનો ફોટો છાપીને લખવામાં આવતું: બુલડૉગ ઑફ અ ન્યુઝપેપર. આજે તો ખેર ચારેય નથી. ૧૯૮૧ની વાત. બુલડૉગ તો ન જ રહ્યો હોય. રૂસી અને એમનાં એ બે ઝળહળતાં પ્રકાશનો પણ નથી.

એ વખતે મુંબઈના એક ખૂબ વેચાતા મરાઠી દૈનિકે પોતાના માટે સરસ કૅચલાઈન બનાવી હતી: ‘પત્ર નવ્હે મિત્ર’. એટલે ‘ડેઈલી’ને અમે કહેતા ‘પત્ર નવ્હે, મિત્ર નવ્હે, કુત્ર’.

પત્રકારોને જમાનાઓથી કૂતરા સાથે સરખાવવામાં આવ્યા છે. બેઉ રીતે. નેગેટિવલી કહેવું હોય ત્યારે કહેવાય કે હડ્ડી નાખો કે બિસ્કિટના ટુકડા નાખો એટલે જીભ લટકાવતા, પૂંછડી પટપટાવતા આવી જશે. અને પોઝિટિવલી વાત કરવી હોય તો કહેવાશે કે જર્નલિસ્ટ ઈઝ અ વૉચડૉગ ઑફ ધ સિસ્ટમ/સોસાયટી/વર્લ્ડ.

ઘણી વાર માણસો માટે મજાકમાં કહેવાય: એનામાં કૂતરાનાં તમામ ગુણધર્મો છે, સિવાય કે વફાદારી. કદાચ બરાક ઓબામાએ કહ્યું હતું કે પછી એમના પહેલાંના કોઈ અમેરિકન પ્રેસિડન્ટે કે વૉશિંગ્ટનમાં જો તમારે કોઈ વફાદાર મિત્ર જોઈતો હોય તો એકમાત્ર વિકલ્પ કૂતરો પાળવાનો છે.

હમણાં એક વાચકને લાગી આવ્યું. મને લખે કે તમે મોદીભકત છો તે બરાબર પણ તમારી ફરજ છે કે સરકારના વૉચડૉગ બનવું જોઈએ. એક તટસ્થ પત્રકાર તરીકે તમારે મોદી સરકારની ખામીઓ વિશે લખીને વૉચડૉગની ભૂમિકા ભજવવી જોઈએ.

સૌથી પહેલી વાત તો એ કે હું તટસ્થ પત્રકાર નથી, હું બાયલો પત્રકાર નથી અને આ વિશે હું વારંવાર ભૂતકાળમાં લખી ચૂકયો છું, બોલી ચૂક્યો છું. આ ટૉપિક વિશે હજુ હમણાં જ બેચાર દિવસ પહેલાં પણ લખ્યું કે હું પક્ષપાતી પત્રકાર છું – જે મને સાચું લાગે છે અને સૌના માટે સારું લાગે છે તેનો હું હિંમતભેર પક્ષ લઉં છું.

હું મોદીભકત છું એવું કહીને મોદીવિરોધીઓના સેક્યુલર ફુગ્ગામાંથી હવા જ કાઢી નાખતો હોઉં છું.

હવે રહી વાત વૉચડૉગની ભૂમિકા નિભાવવાની. વફાદાર કૂતરો પોતાના સ્વામીની, પોતાના માલિકની સામે ભસે કોઈ દિવસ? એ તો પોતે જેની રખેવાળી કરી રહ્યો હોય તેના પર હુમલો કરનારની સામે ભસે, પેઈડ મીડિયા અને દેશદ્રોહીની સામે ભસે, સેક્યુલર ભાંગફોડિયાઓને કાટવા દોડે અને લાગ મળે તો કૉન્ગ્રેસીઓને બચકું ભરી લે. ભૂતકાળમાં મારા કરડવાથી ઘણા ઘણા લોકોએ ૧૪ ઈંજેક્શનો લેવા દોડવું પડ્યું હતું. હવે તો જોકે મેડિકલ સાયન્સની મહેરબાનીથી ૧ જ ઈન્જેક્શન લેવું પડતું હોય છે.

વૉચડૉગનું કામ પોતે જેની રખેવાળી કરે છે તેની સામે ભસવાનું કે એને કરડવા માટે દોડવાનું નથી. માલિક, સ્વામી કે ભકત જેવાં વિશેષણો તો લાઈટ હાર્ટેડલી વાપરતો હોઉં છું, સેક્યુલરિયાઓની બોલતી બંધ કરવાના આશયથી વાપરતો હોઉં છું. પણ યસ, મારું એક કાર્ય રખેવાળીનું જરૂર છે. આ દેશની સંસ્કૃતિ, હિન્દુત્વના ઉમદા સંસ્કારો, આ દેશની પરંપરા, આ દેશને પ્રગતિને પંથે ધસમસતા આગળ લઈ જનારા લોકો – આ સૌની રખેવાળી કરનારા કરોડો ભારતીયોમાંનો હું પણ એક છું. મારું કામ મારી પેન દ્વારા આ જવાબદારી નિભાવવાનું છે.

કેટલાક લોકો પોતાને વૉચડૉગ માનીને જેની ને તેની સામે ભસ્યા કરતા હોય છે. ક્યારેક ઈસ્લામ સામે ભસે તો ક્યારેક હિન્દુત્વ સામે, ક્યારેક આર્કબિશપ સામે ભસે તો ક્યારેક મોહનજી ભાગવત સામે, ક્યારેક કેજરીવાલ સામે ભસે તો ક્યારેક મોદી સામે – જે લાગમાં આવ્યું તેની સામે આગળપાછળ જોયા વિના ભસ્યા કરતા હોય છે. અમારા મકાનમાં અમારી નીચે જ આવો બદતમીજ કોકર સ્પેનિયલ કોકે પાળ્યો છે જેને અમે બિલ્ડિંગવાળાઓ ભોંકેશ કહીએ છીએ – જે સામે મળે એની સામે ભસ્યા જ કરવાનું લક્ષણ ઘણી વખત રસ્તે રખડતાં હડકાયા થયેલાં કૂતરાઓમાં જોવા મળે. આવા રૅબિડ ડૉગ્સ જર્નલિઝમમાં ઠેરઠેર છે. પાછા કહેવડાવે પોતાને વૉચડૉગ!

મારા જેવા વૉચડૉગની જવાબદારી નિભાવતા, પત્રકારની ફરજ મોદી પર થતા એલફેલ આક્ષેપોનો જડબાતોડ જવાબ આપવાની છે જેથી જે લોકોને મોદીમાં, એમના કાર્યમાં શ્રદ્ધા છે તેઓ પોતાની શ્રદ્ધાની એ જ્યોતને ફૂંક મારીને બુઝાવી ન દે. મારું કામ મોદી સરકારમાં શું ક્યાં ખોટું થઈ રહ્યું છે તે જાણવાનું છે જ નહીં. એ કામ કરનારા તો બીજા હજારો લોકો છે. અને એવા હજારો લોકો પણ મોદીના ચાર વર્ષમાં મોદીનું કે મોદીના ‘સાગરીતો’નું એક પણ ટુજી કૌભાંડ કે કૉમનવેલ્થ કૌભાંડ કે ઈવન પાકીટમારીનું કૌભાંડ પણ તમારી સમક્ષ લાવી શક્યા નથી. મોદીની વિરુદ્ધ જ્યારે નક્કર કશું મળતું નથી ત્યારે આ લોકો માત્ર ટ્વિટર પર થૂંક ઉડાડ્યા કરે છે અને મારા જેવાઓને કહેતા ફરે છે કે તમે વૉચડૉગની ભૂમિકા કેમ નિભાવતા નથી.

લાગે છે કે હવે મારે ભસવાનું બંધ કરીને ફરી એક વાર કરડવાનું શરૂ કરી દેવું પડશે.

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

4 COMMENTS

  1. I will keep barking at Banti, Babli and their mother Sonia and any anti national. Fake Advertiser Kejri.

  2. રાહુલ.. ગાંધી પરિવાર.. કોગ્રેસ..મોદીને સપોર્ટ કરતા તમામ ને મોદી ભકત કહી.. હલકી માનસિકતા છતી કરે છે..
    ખાલી ગાંધી પરિવાર જ છ મહિના માટે ઇટાલી ચાલ્યો જાય તો પણ દેશ ની પ્રગતિ આપણે જોઈ શકીએ.
    (1)અદાણી અંબાણી ને વગોવી..
    દેશ ની ઔદ્યોગિક પ્રગતિ અટકાવી.
    (2) સચિન.. લતાજી.. ને વગોવી. કલાકારોને દેશ માટે motivation અટકાવ્યું
    (3)હલકટ માનસિકતા વાળા પરિવારે.. વિદેશમાં ભારત ની છાપ બગડે તે જ કર્યુ.
    (4)ચીન. પાકિસ્તાન ના ખોળે બેસી ને
    દેશ નું અહિત કર્યુ..
    (5)દેશ નું અહિત કરનાર.. મમતા.. મહેબુબા. અબ્દુલા ને સપોર્ટ કર્યો..

  3. હા. ભાઈ…. હું પણ વોચડોગ… બધાને નહીં ભસવાનું… સમાજના દુશ્મનો સામે જ ભસવાનું… ખૂબ ખૂબ સરસ લેખ.. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here