ભારતને નવભારત કેવી રીતે બનાવીશું : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ ક્લાસિક: આષાઢ સુદ ત્રીજ, વિક્રમ સંવત ૨૦૭૭. મંગળવાર, ૧૩ જુલાઈ ૨૦૨૧)

ભારતને દુનિયાનો સૌથી શ્રેષ્ઠ દેશ બનાવવા કોણે શું શું કરવું પડે? લગભગ એક મહિના પછી આવનારી પંદરમી ઑગસ્ટે ભારતને આઝાદ થયે ૭૪ વર્ષ પૂરાં થશે અને અમૃત મહોત્સવના વર્ષના પ્રારંભની ઉજવણી શરૂ થશે. આ પ્રસંગે વડા પ્રધાન લાલ કિલ્લા પરથી દેશ અને દુનિયાને શું સંદેશો આપશે એ જાણવાની સૌને આતુરતા છે.

વડા પ્રધાન એકલા ભારતને નવભારત બનાવી દે અને આપણે તૈયાર ભાણે જમવા બેસી જઈએ એવું બનવાનું નથી, બની શકે પણ નહીં. દુનિયાના કોઈ પણ દેશના વડા પ્રજાના સાથ વિના પોતાના વિઝનને અમલમાં મૂકી શક્યા નથી. મોદીની પડખે રહેવા ૨૦૨૪માં એમને ચૂંટી કાઢીએ તે પૂરતું નથી. એ ઉપરાંત પણ આપણે કેટલાંક એવાં કામ કરવાનાં છે જેથી એમનો પાયો ઑર મજબૂત બને અને તેઓ વધુ ઊંચી અને વધુ ભવ્ય ઇમારત ચણી શકે.

આ કામ આપણે કરી શકીએ તે માટે આપણા દેશનો અત્યારે લખાઈ રહેલો ઇતિહાસ સમજવાની જરૂર છે, નજીકના ભૂતકાળનો ૧૯૭૫ની ઇમરજન્સી વગેરે સમયનો) ઇતિહાસ સમજવાની જરૂર છે, ભારતનો સાચો ઇતિહાસ સમજવાની જરૂર છે, નહીં કે વામપંથીઓએ લખેલો જુઠ્ઠો ઇતિહાસ જે આપણને અત્યાર સુધી ભણાવવામાં આવતો રહ્યો.

શું ભારતનો ઇતિહાસ આઝાદી મળ્યા પછી જ શરૂ થાય છે? ના. શું આઝાદી મેળવવા માટે ૧૮૫૭થી શરૂ થયેલા પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામથી ભારતનો ઇતિહાસ શરૂ થાય છે? ના. શું પ્રથમ મોગલ શાસકનું શાસન આરંભાયું ત્યારથી? ના, ભાઈ ના.

ભારતનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે. દુનિયાની પ્રાચીનતમ સંસ્કૃતિઓમાંની એક આપણી સંસ્કૃતિ છે અને આજની તારીખે એ પ્રાચીનતમ સંસ્કૃતિઓમાંથી બચવા પામેલી એકમાત્ર સંસ્કૃતિ આપણી છે. બાકીની બધી જ સંસ્કૃતિઓ રોમન-ગ્રીસની-મેસોપોટેમિયાની-ઈજિપ્તની બધી જ સંસ્કૃતિઓ કાળક્રમે નષ્ટ પામી. આપણી સંસ્કૃતિ ટકી રહી એટલું જ નહીં અનેક અવરોધો, વિઘ્નો છતાં ઉત્તરોત્તર સમૃદ્ધ થતી ગઈ, ખડતલ બનતી ગઈ. ભારતને દુનિયાનો સૌથી શ્રેષ્ઠ દેશ બનાવવા આપણે આ સંસ્કૃતિને હજુ વધારે ઓજસ્વી બનાવવી જોઈએ, એના મજબૂત પાયા પર ઊભેલી આજની ઈમારતની કાળજી લઈને એને હજુ વધારે આકર્ષક બનાવવી જોઈએ અને દેશવાસીઓની આંખોમાં એનું ઝળહળતું સ્વરૂપ સદા દેખાતું રહે એવા પ્રચાર-પ્રસારનાં સાત્ત્વિક કાર્યો સતત કરવાં જોઈએ. એવું થશે તો અને ત્યારે આપણો દેશ વિશ્વના બાકીના દેશોના નાગરિકોની આંખોમાં પણ વસી જશે. આ કામ મોડું તો મોડું પણ ઑલરેડી શરૂ થઈ ચૂક્યું છે—૨૦૧૪થી.
અમેરિકા-ઓસ્ટ્રેલિયા-યુરોપના દેશોમાં એક જમાનામાં ‘ઈન્ડિયનો’ હડે હડે થતા. આજે એ દેશોની સ્થાનિક પ્રજાની ભારતીયોને જોવાની દૃષ્ટિ બદલાવા માંડી છે. તમે ભારતથી આવ્યા છો અથવા તમારાં મૂળિયાં ભારતમાં છે એવી એ લોકોને ખબર પડે તો તેઓ તરત જ અત્યંત આદરથી તમને જોતા થઈ જાય છે.

ભારત દુનિયાના શ્રેષ્ઠ દેશોમાંનો એક છે એવું હવે ભારતીયો જ નહીં વિશ્વના લોકો, એમના નેતાઓ, એમની સરકારો પણ સ્વીકારતાં થયાં છે. આને કારણે ભવિષ્યમાં ભારતને દુનિયાનો સૌથી શ્રેષ્ઠ દેશ બનાવવાના કાર્યને પ્રોત્સાહન મળે છે. સવાલ એ છે કે આ કાર્ય કોણ કરશે? સ્વાભાવિક છે કે દરેક ભારતીયનું આ કર્તવ્ય છે અને સૌ કોઈ પોતપોતાની રીતે આ કાર્યમાં પોતાનો ફાળો આપી જ શકે એમ છે. પરંતુ શરૂઆત ક્યાંથી કરવી જોઈએ?

કોરોનાની વેક્સિન આપવાનું કાર્ય જેમ સિક્સ્ટી પ્લસના નાગરિકોથી શરૂ થયું અને ક્રમશઃ ઉંમરની મર્યાદા ઘટતી ગઈ એનાથી ઊલટા ક્રમમાં આ કાર્ય શરૂ થવું જોઈએ. સૌથી પહેલાં ટીન એજર્સથી લઈને પચીસ-ત્રીસ વર્ષની ઉંમરના ભારતીય નાગરિકોને ધ્યાનમાં રાખવા જોઈએ. એમને કઈ કઈ બાબતો વિશે માહિતી/જ્ઞાન આપવાં જોઈએ એના દસ મુદ્દા જોઈએ એ પહેલાં ભારતના નવઘડતરમાં આ એજ ગ્રૂપની મહત્તા કેટલી મોટી છે તે સમજી લઈએ.

ટીન એજ એક એવી ઉંમર છે જ્યારે સૌ કોઈને સિસ્ટમ બદલી નાખવાનું મન થાય, જે કંઈ ચાલી આવ્યું છે તેમાં રાતોરાત પરિવર્તન કરવાની હોંશ થાય. આપણે સૌ બાર-તેર વર્ષથી અઢાર-ઓગણીસ વર્ષની ઉંમર દરમિયાન ‘રિબેલ વિધાઉટ કોઝ’હતા. આપણી સંસ્કૃતિમાં તો આ અને એની આજુબાજુનાં વર્ષોને ગધાપચીસીની ઉંમર કહી છે. આ વર્ષો દરમ્યાન છેવટે કંઈ નહીં તો આપણી આસપાસના લોકો સામે, કુટુંબીજનો સામે અને માબાપ સામે બળવો કરીએ, આપણી મનમાની કરીએ. મને કોઈ સમજતું નથી અને મારા ક્રાંતિકારી વિચારોને સૌ કોઈ દબાવી દેવા માગે છે એવી લાગણી મનમાં ઉછળ્યા કરે. આ બધામાંથી આપણે પસાર થઈ ગયા છીએ. આવી લાગણી ટીન એજર્સમાં જોવા મળે ત્યારે એને વગોવવાની ન હોય. જળ,વાયુ, પ્રકાશ જેવી કુદરતી શક્તિઓને જ્યારે યોગ્ય દિશામાં લઈ જઈએ છીએ ત્યારે એનો કેટલો મોટો ઉપયોગ થાય છે તે આપણે જાણીએ છીએ. આવી કુદરતી શક્તિઓ બેકાબૂ બની જાય તો સર્વનાશ વ્યાપે એની પણ આપણને ખબર છે.

એટલે જ ટીન એજર્સથી લઈને પચ્ચીસ-ત્રીસની વયના નાગરિકોથી શરૂઆત કરવી પડશે. દરેક રાષ્ટ્રના ઘડતરમાં રાષ્ટ્રના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને રાષ્ટ્રના સર્વોચ્ચ વડા કેટલો મોટો ભાગ ભજવે છે તે આપણે ઇતિહાસમાં જોયું છે. સમકાલીન ઇતિહાસ પણ આ વાતની સાક્ષી પૂરે છે. ચૂંટણીની પ્રક્રિયા દ્વારા રાષ્ટ્રના નિર્માણનું કામ શરૂ થતું હોય છે. તાજેતરના ઘટનાક્રમમાં થોડાક પાછળ ફરીને જોઈએ. ૨૦૧૪ના જનરલ ઈલેક્શનમાં સૌપ્રથમ વાર મતદાન કરનારા ૧૮-૧૯ વર્ષના ટીન એજર્સ અત્યારે પચ્ચીસેક વર્ષના હશે અને ૨૦૨૪ની ચૂંટણી વખતે ૨૮-૩૦ વચ્ચે એમની ઉંમર હશે.

૨૦૨૪ની ચૂંટણીમાં સૌપ્રથમ મતદાન કરવાની જેમને તક મળવાની છે તે ભાવિ મતદારો અત્યારે પંદરેક વર્ષના હશે.

રાજકારણની ગતિવિધિઓમાં તમને રસ પડે કે ન પડે છેવટે તો દેશના, સમાજના અને અંગત જિંદગીના ઘણાંબધાં પાસાઓનું ઘડતર રાજકારણ દ્વારા જ થતું હોય છે. માટે યુવાવર્ગ રાજકારણની ગતિવિધિ સમજીને મતદાન કરે એ જરૂરી છે. ભારત એક યુવાન દેશ છે. સરાસરી ભારતીય ૨૯ વર્ષનો છે. સરાસરી ચીની ૩૭, અમેરિકન ૪૦, યુરોપિયન ૪૬ અને જપાની ૪૮ વર્ષનો છે.

ભારત યુવાનોથી ભર્યોભર્યો દેશ છે. દુનિયામાં સૌથી વધુ યુવાનો ભારતમાં છે. આ યુવાનોએ દુનિયા બદલી શકે છે. દેશને બદલવાની તાકાત પણ એમનામાં છે. આ શુષ્ક દેખાતા આંકડાઓ નીરસ નથી હોતા પણ અહીં એમાં આથી વધુ ઊંડા ઊતરવાની જરૂર નથી. માત્ર એટલું સમજવું પૂરતું છે કે ભારતનું ભાવિ અત્યારે જેઓ ૧૫થી ૩૦ વર્ષના છે એમના હાથમાં છે.

આ ટીનેજર્સ અને યુવાનોને જો દસ મુદ્દાઓની બાબતમાં યોગ્ય દિશામાં વાળી શકીએ તો ભારત નિઃશંક વિશ્વનો સૌથી શ્રેષ્ઠ દેશ બની શકે. આ દસ મુદ્દાઓ વિશે કાલથી વિગતવાર વાત કરીને કાઉન્ટ ડાઉનના બાકીના ૯૯૯ દિવસો દરમ્યાન એ દિશામાં કામ કરીએ.

આજનો વિચાર

દરેક સમસ્યા એનો ઉકેલ લઈને જન્મતી હોય છે.

— અજ્ઞાત

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

4 COMMENTS

  1. Saurabbhai

    Very well explained, everyone has to participate for better India. Today opposition and some vested media of the world will be after maligning India and spreading hatred or mis information against Modijis’s 2.0 government.

    We are with you.
    Bharat Mata Ki Jay.

  2. ભારતની ભવ્યતાને રગદોળવાનુ કામ કર્યું, અમુક સ્વાર્થી રજવાડાં, વિદેશી શાસકોએ. ભારતની પ્રજાને વાડામાં વંહેચી દિધી, ઈતિહાસ બદલીને પોતાના જ ગૌરવશાળી વારસાના બદલે,મદારીના દેશ તરીકે ઓળખવા લાગ્યા આપણા જ દેશવાસીઓ-દેશને.
    જે ગયું તે ગયું, આપના કહેવા પ્રમાણે ખરેખર હવેની ઊગીને ઊભી થતી પેઢી ખરેખર ટેલેન્ટેડ છે જ, બસ જરૂર છે એક સારા લીડરની જે નરેન્દ્ર ભાઈ મોદી કરી રહ્યા છે. આપણે બસ દુષ્પ્રચાર થી બચવાનું છે. અને ખાસ નરેન્દ્ર ભાઈ ના સાથી ઓ ને વિનંતી કે જે તક તમને નરેન્દ્ર ભાઈ ના લીધે મળી છે તેનો સદુપયોગ કરજો.

  3. Dear Saurabhbhai
    1st time i have read your this article in The News Premi.I feel ashamed that though i am your fan since many years i was not aware about your said venture.
    I fully agree with your views about 2024 elections.
    We are with you for ongoing process of transformation of OUR BELOVED NATION INDIA
    STARTED BY NONE OTHER THAN OUR P.M.MR.NARENDRA MODI.
    I will definitely contribute financially to help The NewsPremi.
    Bhupendra Raval

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here