પ્રિય ન્યુઝપ્રેમી

પ્રિય ન્યુઝપ્રેમી,

આ વેબસાઈટ કે આ ન્યુઝ પોર્ટલ તમારું છે. એટલે જ એને તમારું નામ આપ્યું છે. તમે સૌ ન્યુઝપ્રેમી વાચકોએ આ વેન્ચરને  જન્મ આપ્યો છે, તમે જ એને ઉછેરવાના છો, તમે જ એને ટોચ સુધી લઈ જવાના છો.

ઘણા સમયથી વૉટ્સઍપની નવરી બજારમાં ચાલતી મારી અનેક દુકાનોમાં નિયમિત એક માલની માગણી થયા કરતી હતી કે આ લેખોને અંગ્રેજીમાં પણ આપો, હિન્દીમાં પણ આપો જેથી બહોળા વાચકવર્ગ સુધી એનો પ્રચારપ્રસાર થઈ શકે.

જાદુઈ છડી ફેરવતાંની સાથે અનુવાદો થઈ  જતાં નથી. મહેનતનું કામ છે, ક્રિયેટિવ કામ છે, ખૂબ સમય માગી લે તેવું આ કામ છે. મારિયો પૂઝો અને ચેતન ભગતની નવલકથાઓના અનુવાદની પ્રક્રિયા પાછળ મેં મહિનાઓ આપ્યા છે. અહીં ગુજરાતીમાંથી અંગ્રેજીમાં ભાષાંતર કરવાનું કામ છે જે ઈક્વલી અઘરું છે.

‘પ્રિય ન્યુઝપ્રેમી’નો વિભાગ તમને ડાયરેક્ટ સંબોધીને જ્યારેે જ્યારે કંઈ કહેવાનું મન થાય ત્યારે પોસ્ટ મૂકી શકાય એ માટે શરૂ  કરી રહ્યો છું .

આજે 26મી મે 2018નો સપરમો દિવસ છે. ન્યુઝપ્રેમી ડૉટ કૉમનો મંગળ આરંભ કરી રહ્યા છીએ ત્યારે આપ સૌને લાખ લાખ ચિયર્સ. હવે મારા લેખો ધીમે ધીમે અંગ્રેજીમાં પણ મૂકાતા જશે, ટૂંક સમયમાં હિન્દીમાં પણ ઉપલબ્ધ થશે. એને લાખો-કરોડો બિન ગુજરાતીભાષીઓ સુધી પહોંચાડવાની મહેચ્છા તમારી જ હતી  અને હવે એ  જવાબદારી પણ તમારી જ છે.

સ્નેહાધીન,

38 COMMENTS

  1. સૌરભભાઈ, મોનેટાઈઝીંગ ઝડપથી કરો, તો પરવશતામાંથી મુક્ત થવાશે..! મારા જેવા અનેકોનો સાથ હશે. મોદીની જેમ જ, નિયત સાફ હશે તો દર વર્ષે ૧૦%ના દરે ન્યુઝપ્રેમીઓ વધતા જશે.
    આભાર, અભિનંદન અને સદ્પ્રયત્નો માટે શુભેચ્છા !!
    -બિપીન જાની.

  2. ‘ મોદીજીની અને શાહ સાહેબ ની ઢાલ’

    તા. ૨-૬-૨૦૧૮ ના ‘ મુંબઈ સમાચાર’ ના ચર્ચાપત્ર ના જવાબમાં જણાવવાનું કે ( પ્રો. બિન્દુબેનને ) તેમાં કોઈ જ શંકાને સ્થાન નથી કે શ્રી સૌરભભાઈ વિદ્વાન લેખક અને પત્રકાર છે, તેઓ એક સાચા હિન્દુત્વવાદી પત્રકાર, સાચા ગુજરાતી, સાચા રાષ્ટ્રવાદી, સાચા દેશભક્ત, હોવાથી તેમની કલમ સરહદ પર ના સાચા સૈનિક જેવું કામ કરી રહી છે, મોદી સરકાર ની બીજી બાજુ ( જે બિલકુલ ખોટી છે) બતાવતા ઘણા માધ્યમો છે, જે આ કામ ઘણી સારી રીતે ( ખોટી રજૂઆત) કરી જ રહ્યા છે, દેશ ની જે સમસ્યાઓ છે, તે કોન્ગ્રેસ ની દેશ છે, જેને મોદી સરકાર હર કરી રહી છે, કોન્ગ્રેસ ના નેતા માટે જે શબ્દો આપે ગણાવ્યા છે, તે મિડિયા માં પ્રચલિત શબ્દો છે, શાહ સાહેબ તેનો યોગ્ય ઉપયોગ કરે છે, કોન્ગ્રેસ ના નેતાઓ વડાપ્રધાન પદના હોદ્દા માટે જે અભદ્ર ભાષા વાપરે છે, તેનો આપે ચોક્કસ વિરોધ કર્યો જ હશે, મુંબઈ માં ગુજરાતી લોકો પર થતા અત્યાચાર ઉપર આપે જરૂર વિરોધ નોંધાવ્યો હશે, મોદી સરકાર શિક્ષણ ક્ષેત્રે એક ક્રાન્તિકારી પગલું ભરવા જઈ રહી છે, તેની જાણ પણ શાહ સાહેબે જ આપણને આપી હતી, આશા છે કે આપ મોદી સરકાર વિરોધી નહીં હો, અને આપ આપના વિદ્યાર્થીઓને ૨૦૧૯ માં મોદી સરકાર ને મત આપવા સમજાવશો.

    રિપલકુમાર પરીખ, અમદાવાદ.

  3. I was just searching for this information for
    some time. After 6 hours of continuous Googleing, at last I got
    it in your site. I wonder what is the lack of Google strategy that don’t rank this
    kind of informative sites in top of the list. Usually the top
    sites are full of garbage.

  4. Sir,
    I’m amazed! This is not only a article or a book, it’s a library. Thank you very much for this lovely site.

  5. ખૂબ ખૂબ અભિનંદન…..
    બહુ સચોટ લખાણ હોય છે તમારૂ….. વિષયોનું વૈવિધ્ય અને એમની તલસ્પર્શી છણાવટ….એકદમ ઉમદા.
    આ સાથે તમારી દેશભક્તિ અને દેશભક્તિને કારણે મોદીભક્તિ …જે અમારા જેવા લાખો વાંચકોને જોડીને રાખવામાં સક્ષમ છે.
    ૨૬/૦૫/૨૦૧૪ ને દિવસે શપથવિધિ વખતે ઘણા લોકોની આંખોમાં હર્ષાશ્રુ હતાં…. એમાં ની એક હું પણ હતી….અને એ જ આવેગમાં મેં
    મારા મનની મોદીજી પ્રત્યેની લાગણી આલેખવાની કોશિશ કરી હતી.
    એ કોશિશ આ મોદી ભક્તો સાથે વહેંચવાની હિમ્મત કરૂં છું…..

    શ્રી નરેન્દ્ર મોદીજી…….,

    તમારા નામને સાર્થક કરનાર;
    નરોમાં ઇન્દ્ર તમે,
    રાજનીતિના કૂટનીતિ રૂપી;
    કાદવમાં ખીલેલું ”કમળ” તમે,
    બહારથી સખત, અંદરથી નરમ;
    પૂજનીય એવું શ્રીફળ તમે,
    પશ્ચિમી સંસ્કારોથી અભડાયેલ સમાજમાં;
    આધુનિક ટેકનોલોજી અને ભારતીય સંસ્કૃતિના સંગમ તમે,
    ભટકી ગયેલાઓના પથદર્શક;
    કરોડો યુવાનોની આશા તમે,
    દેશવાસીઓના હૃદયસમ્રાટ
    જનનીના દૂલારા તમે,
    સુશાસન અને વિકાસના પ્રણેતા;
    ભારતમાતાના ખરા સપૂત તમે,
    આર્ષદ્રષ્ટા અને દેશના શિલ્પકાર;
    દુશ્મનોના પડકાર તમે,
    સર્વેને આયોજનના સૂત્રે બાંધનાર;
    નિષ્ઠાવાન કર્મઠ કર્મયોગી તમે,
    તમારા નામને સાર્થક કરનાર;
    નરોમાં ઇન્દ્ર તમે……….

    –સોનલ કાંટાવાળા.

  6. Congratulations Sirji for this great achievement..as you & Vinaybhai Khatri remember this was very long time request to you as your articles should reach to mass people of India & abroad for bringing awareness as well enjoy your so learned skill.
    Hope this will fulfill the vaccent of Indian media where it is very less people who can write the truth so effectively like you Saurabh Sir..
    -Paresh (Edmonton-Canada)

  7. ‘ ન્યૂઝપ્રેમી.કોમ’ આ આપને મળવાનું નવું માધ્યમ, જોઈ અપાર આનંદ થયો, તથા સતત નવું આપતા રહેવાની આપની મહેચ્છા જોઈ એક નવો ઉત્સાહ જાગ્યો, નવી ટેકનોલોજી થી આપ ખુબ માહિતીગાર છો, હવે, ‘ સંવાદ’ ના અલભ્ય એપીસોડ પણ જોવા મળશે, ‘આધાર’ ના રચયિતા ટેક્નોક્રેટ શ્રી નંદન નિલેકણી નો આપ ના દ્વારા કરેલ ઈન્ટરવ્યુ ની આતુરતા રહેશે. આપ નો ખુબ ખુબ આભાર, સાહેબ, વાચકો ની ‘ મનની વાત’ ને સ્વરુપ આપવા માટે.????????

  8. શુભારંભે અભિનંદન, શુભેચ્છાઓ પાઠવીએ
    સૌરભભાઈ ,
    ખૂબ ખૂબ અભિનંદન
    આભાર

  9. Congratulations…
    Great initiative taken by you, it takes lots of efforts to do….
    Hats Off to YOU Saurabhbhai.

  10. ખુબ ખુબ શુભેચ્છા, સૌરભ સર
    એકદમ સચોટ ટેગલાઈન
    “ONE PEN ARMY”

  11. ન્યુઝ પ્રેમી પોટઁલ ને ખૂબ અભિનંદન અને ખૂબ શુભેચ્છાઓ

  12. અભિનંદન સૌરભ ભાઈ, ઘણા વખત થી મને થતું કે તમારા લેખો મારી દીકરી પણ વાંચે, હવે શક્ય થશે એવું લાગે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here