અંધાધૂંધી ફેલાવનરાઓનું ડબલ ઢોલકીપણું ખુલ્લું પડી ગયું

ન્યુઝ વ્યુઝસૌરભ શાહ

( મંગળવાર, 5 માર્ચ 2019)

ઘણાને નવાઈ લાગતી હોય છે કે આ સેક્યુલરબાજો અને લેફ્‌ટિસ્ટો માટે રાષ્ટ્રપ્રેમીઓને આટલો બધો ગુસ્સો કેમ હોય છે? સમજીએ જરા.

તમામ સેક્યુલરવાદીઓ, સામ્યવાદીઓ, નક્‌સલવાદીઓ, માર્ક્‌સવાદીઓ બેઝિકલી ઍનાર્કિસ્ટ હોય છે. ઍનાર્કિસ્ટ એટલે અરાજકતાવાદીઓ, જેમને અંધાધૂંધી ફેલાવવામાં અને ભાંગફોડ કરવામાં રસ હોય. તેઓ નક્કર કશું જ કરતા નથી. નક્કર કાર્ય કરવામાં મહેનત કરવી પડે, પસીનો પાડવો પડે. એ પછી, મહીનાઓ-વર્ષો બાદ, ભવ્ય ઈમારત બંધાય. પણ એ ઈમારતને તોડવા માટે થોડાક કલાકો જ પૂરતા છે. ઈમારત બાંધવા માટે સૌનો સાથ જોઈએ, ઘણું મોટું પ્લાનિંગ કરવું પડે. તોડવા માટે નાનકડી ટોળકી અને બે-ચાર જિલેટિન સ્ટિક પૂરતાં છે. મૉલમાં કોઈ એક દુકાનમાં તમે જાઓ છો ત્યારે નોંધજો કે કેટકેટલી કાળજીથી એ દુકાનને સજાવી હોય છે. દુકાનના સાઈનબોર્ડ અને શો કેસનાં મેનિક્‌વીનથી લઈને એમાંનું રાચરચીલું, લાઈટિંગ, રંગરોગાન કેટલાં પ્લાનિંગ પછી બન્યાં છે. દુકાનમાં ગોઠવેલી ક્રોકરી કે કપડાં કે પછી ઝવેરાત કેટલી મહેનત પછી બન્યાં છે. આ દુકાનમાં તોડફોડ કરવી હોય તો? બે માણસો અને એક લાકડી પૂરતાં છે. અથવા પેટ્રોલનો એક કેરબો અને માચીસની ડબ્બી પૂરતાં છે. જેઓ દેશનું ઘડતર કરવા માગે છે એવા રાષ્ટ્રપ્રેમીઓ તથા જેઓ દેશમાં અરાજકતા ફેલાવવા માગે છે એવા ઍનાર્કિસ્ટો એટલે કે ભાંગફોડવાદી સામ્યવાદીઓ તથા અંધાધૂંધવાદી સેક્યુલરો વચ્ચે આ તફાવત છે. ભવિષ્યમાં જ્યારે જ્યારે તમે આ વિષય પર અહીં કે બીજે ક્યાંય વાંચો કે સાંભળો ત્યારે આ તફાવત ધ્યાનમાં રાખજો.

અરવિંદ કેજરીવાલ આવો જ એક ઍનાર્કિસ્ટ છે. આ મવાલી સીએમ તો શું સીએમનો પટાવાળો બનવાની પણ લાયકાત ધરાવતો નથી. પુરાવો જોઈએ છે?

કેજરીવાલે બાલાકોટ પરની ઍર સ્ટ્રાઈકના આગલા દિવસે, ૨૫મી ફેબ્રુઆરીએ એક ટીવી ઈન્ટરવ્યુમાં શું કહ્યું હતું? સાંભળોઃ ‘એને(પાકિસ્તાનને) ખબર હોવી જોઈએ કે એ અમારા ૪૦ સૈનિકોને શહીદ કરશે તો અમે એના ૪૦૦ મારીશું. એકના બદલામાં દસ. આ કિંમત ચૂકવવી પડશે એની એમને આવા(પુલવામા જેવા) દુઃસાહસ કરતાં પહેલાં ખબર હોવી જોઈએ. પાકિસ્તાનને લાગે છે કે પોતે કંઈ પણ કરશે, આ લોકો તો કંઈ કરવાના નથી. આ ગલત છે. જો એ ૪૦ મારે ત્યારે તમે એના ૪૦૦ મારશો તો બરાબરીનો ખેલ થશે. અત્યારે એમને લાગે છે કે જે મરજી હોય તે કરો, ભારત તો કમજોર છે.(૨૦૧૬ના ઉડી હુમલા પછીની સર્જિકલ સ્ટ્રાઈક બરાબર હતી એવું એક પેટા પ્રશ્નના જવાબમાં કહ્યા પછી, જેણે એ વખતે આ સર્જિકલ સ્ટ્રાઈક થઈ જ નથી એમ કહીને રાહુલ ગાંધી વગેરેની સાથે મળીને ‘સરકાર પુરાવા લાવે, પુરાવા લાવે’ એવી બૂમરાણ મચાવી હતી એ કેજરીવાલ નેક્‌સ્ટ પેટા પ્રશ્નના જવાબમાં કહે છે કે…) મને લાગે છે કે પાકિસ્તાનને લાગે કે એમને(પુલવામાની) કિંમત ચૂકવવી પડી છે એવી ખાતરી થાય એવું એક એક્‌શન કરો કે એને દસગણી કિંમત ચૂકવવી પડે. હું તમને કહું છું કે એ ફરી ક્યારેય આવી હિંમત નહીં કરે, આપણા એક સૈનિકને નહીં મારે. એક વાર તો આપણી સેનાને છૂટ આપી દો પછી જુઓ(અહીં ઈન્ટરવ્યુઅર કહે છે કે મોદીએ કહ્યું જ છે કે એમણે સેનાને જે કરવું હોય તે કરવાની પૂરી છૂટ આપી દીધી છે. ત્યારે કેજરી કહે છે કે…) એ તો ખાલી કહેવા ખાતર કહ્યું હતું. બાકી જો ખરેખર છૂટ આપી હોત તો આપણી સેના અત્યાર સુધી ચૂપ થોડી બેસી રહી હોત?(આટલું કહીને કેજરીવાલ ચાલુ કૅમેરાએ એકદમ મવાલી જેવું સ્મિત કરે છે). આ ક્‌લિપ તમારે જોવી હોય તો યુ ટ્‌યુબ પર છે, ન મળે તો ગૌરવ પ્રધાનના ટ્‌વિટર પર જોઈ લેશો.

હવે તમે બીજી ક્‌લિપ આ જ બદમાશની જુઓ. ૨૫મીના આ ઈન્ટરવ્યુ પછી ૨૬મીએ વહેલી સવારે સાડા ત્રણ વાગ્યે બાલાકોટામાં શું થયું એની દુનિયા આખીને જાણ છે. ભારતીય વાયુસેનાનાં ૧૨ મિરાજે કરેલી આ ઍર સ્ટ્રાઈક બદલ ધન્યવાદ આપવાને બદલે આ શેમલૅસ અને કાવર્ડ કેજરીવાલે ૨૮મી ફેબ્રુઆરીએ દિલ્હીની વિધાનસભામાં શું કહ્યું? ધ્યાનથી એકએક શબ્દ સાંભળોઃ

‘હું(કેજરીવાલ) એમને(મોદીને) પૂછવા માંગું છું કે(આગામી લોકસભાની ચૂંટણીમાં) ત્રણસો સીટ મેળવવા માટે તમે કેટલા લોકોને શહીદ કરશો? આપણા કેટલા જવાનોને શહીદ કરશો? હજુ કેટલી લાશ તમને જોઈએ છે? હજુ કેટલા જવાનોના ઘર બરબાદ કરશો? કેટલા પરિવાર બરબાદ કરશો? કેટલી માતાઓના બેટાઓ છીનવશો? કેટલી ઔરતોને વિધવા કરશો, તમને ૩૦૦ સીટ મળે એના માટે? ધિક્કાર છે આવી પાર્ટીને, લાનત છે આવી સરકારને. શું તમે આ માટે જ ભારત-પાક બૉર્ડર પર આ બધું કરાવ્યું હતું?’

કેજરીવાલ કહેવા માગે છે કે પુલવામામાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓએ ભારતના સી.આર.પી.એફ. ના ૪૦ જવાનોને શહીદ નહોતા કર્યા પણ મોદીએ પોતાને નેક્‌સ્ટ ઈલેક્‌શનમાં ૩૦૦ સીટ મળે એ માટે આ ૪૦ જવાનોને મોતને ઘાટ ઊતાર્યા જેથી વળતા હુમલારૂપે ૧૨ મિરાજને બાલાકોટામાં મોકલીને એમના ૩૦૦ લોકોને ખતમ કરીને ભારતમાં પોતાની વાહવાહ કરાવી શકે અને નેક્‌સ્ટ ઈલેક્‌શનમાં ૩૦૦ સીટો મેળવીને ફરી વડા પ્રધાન બની શકે.

આવી હલકી સોચવાળા લોકોને શું કહેવું આપણે? સુવ્વરોને તો કાદવમાં આળોટવાની મઝા આવતી હોય છે. એમની સાથે જીભાજોડી કરવા આપણે જો કાદવમાં કૂદી પડીએ તો ગંદા આપણે થઈશું, સુવ્વરને તો કાદવ ખૂંદવાની ટેવ છે.

કેજરીવાલની આવી તદ્દન ગટરક્‌લાસ તર્કયાત્રામાં શરદ પવાર(જેમને હવે કોઈ પૂછતું નથી) સહિતના તમામ વિપક્ષી નેતાઓ જોડાયા છે. રાહુલ ગાંધી પણ એમાંથી બાકાત નથી, ન જ હોય.

રાહુલ જ્યારે કેજરીવાલની ભાષા બોલવા માંડે છે ત્યારે એ ૫૦ વર્ષના બાબાને પૂછવું જોઈએ કે તારા બાપાએ ૧૯૮૪માં ૪૧૧ સીટ જીતીને વડા પ્રધાન બનવા માટે પોતાની માની હત્યા કરાવી હતી? અને રાહુલને એ પણ પૂછવું જોઈએ કે કૉન્ગ્રેસની સત્તા ગઈ એ પછી ભઈલા, તારી માએ ૧૯૯૧માં એલ.ટી.ટી.ઈ.ને કહીને શ્રીપેરુમ્બદુરમાં તારા બાપને મરાવીને પોતે વિધવા થઈ જવાનું કાવતરું રચ્યું હતું જેથી ફરી કૉન્ગ્રેસ સત્તા પર આવે?

વાત કરે છે.

રાજકારણમાં વિપક્ષોનું કામ સરકારની ખોટી નીતિઓનો વિરોધ કરવાનું છે. મોદીના શાસનમાં આ લોકોને વિરોધ કરવા જેવા મુદ્દા મળતા નથી એટલે તેઓ મોદીને ટાર્ગેટ કરવા જતાં પોતની અંદર રહેલી આ દેશની સંસ્કૃતિ માટેની ચીડ પ્રગટ કરી બેસે છે જેની એમને ખબર પણ નથી હોતી. વિપક્ષી નેતાઓએ પીએમની, સરકારની ભરપૂર ટીકાઓ કરી છે ગત ૭૦ વર્ષમાં. મોરારજી દેસાઈ વિપક્ષમાં હતા ત્યારે એમણે, વાજપેયી અને અડવાણી વિપક્ષમાં હતા ત્યારે એમણે, ઈવન મોદી સીએમ હતા ત્યારે એમણે પણ કેન્દ્ર સરકારની આકરામાં આકરી ટીકાઓ કરી છે. પણ ટીકાઓમાં ખાનદાની પ્રગટ થતી હતી. ક્યારેય અભદ્ર ભાષા નહોતી. આમાંના કોઈ નેતાએ ક્યારેય ‘મોતના સોદાગર’ કે ‘ચોકીદાર ચોર હૈ’ કે ‘બધા ચોરની અટક મોદી કેમ હોય છે’ એવી ગટર છાપ ભાષા નથી વાપરી. આવી હલકી ભાષા તથા આવો વિકૃત એપ્રોચ છેવટે તો બોલનારની પોતાની મનોદશા, એના પોતાના ઉછેર તથા રાષ્ટ્ર માટેના એના દ્વેષનું જ પ્રતિબિંબ હોય છે. જનરલ ઈલેક્‌શન આડે હવે સો દિવસ પણ રહ્યા નથી. આગામી દિવસોમાં આવા લોકો વધારે ને વધારે ઉઘાડા પડતા જશે. જેમનાથી રાષ્ટ્રનું હિત જોવાતું નથી એવા ઍનાર્કિસ્ટો હવે પછીના દિવસોમાં ઉછળી ઉછળીને કેજરીવેડા કરતા રહેશે.

આજનો વિચાર

કેમ આટલો બધો તનાવ સવાર સવારમાં હોય જો જવાબ તો બતાવ સવાર સવારમાં,
તારી વાતને તટસ્થ કારણસહ સમજાવ તું ના ઊંઠા સહેજ પણ ભણાવ સવાર સવારમાં.

– રતિલાલ મકવાણા

એક મિનિટ !

બકોઃ નેક્‌સ્ટ ઈલેક્‌શનમાં આપણે બેમાંથી એક ચોઈસ કરવાની છે.

પકોઃ કઈ બે ચોઈસ છે?

બકોઃ અભિનંદન માટે એક નવું રફાલ ખરીદવું છે કે જીજાજી માટે જમીનનો પ્લોટ?

11 COMMENTS

  1. आपसी ईर्ष्या एंड अदेखाइ थी धिक्कार जन्मे. धिक्कार थी शत्रुता अने जुदाई जन्मे. जुदाईं थी एकलता. एकलो मानस नाबड़ो पड़े. नबड़ो मानस पितामह देश के प्रदेश तो ठीक पण पोतना कटुंब नी पण रक्षा करी शक्तो मथी. एंड फरी वार पोतानी भविष्य ने पेढी , माता, बहेनो अने दिक़रीयो ने ग़ुलाम बनावे छे. ग़ुलामी जेवी क़ारमी मानसीक, आर्थिक एंड शारीरिक पीड़ा कोई बढ़ी. माटे पोते बचो, पोतनी पेढीयो ने बचावों . दरेक़ ना मित्रो बनो. स्वजातीय अने लोकोनी प्रगति कोई राज़ी थाव…….अने आलस तज़ी VOTE आपवा ज़ाव. SAVE YOUR FUTURE GENERATIONS . GO AND PLZ PLZ PLZ….VOTE MODI … बाक़ी मरो .

  2. Wonderful analysis. We may have different faiths and gnatis and jaatis BUT BHARAT IS OUR COUNTRY. Jay Bharat.

  3. Andh bhakt cho tame to nakho ne jijaji ne jail ma sarkar to tamari che eklu bak bak j karvu che ane modi chalisha j vachvi che

    • Sarabh bhai ni vaat 100% saachi chhe. Teo bhakt hashe pun tamari jem hateful komvadi chamcha nathi. Tamara CHOR jijaa new jail ma lai javani kishish bharat sarkar kari rahi Che.Pun tamara kongresi master no nyaytantr ma pag pesaaro ghano chhe tethi thodi vaar laage j. But sooner or later he will go to jail. JJ.

    • Sarabh bhai ni vaat 100% saachi chhe. Teo bhakt hashe pun tamari jem hateful komvadi chamcha nathi. Tamara CHOR jijaa new jail ma lai javani kishish bharat sarkar kari rahi Che.Pun tamara kongresi master no nyaytantr ma pag pesaaro ghano chhe tethi thodi vaar laage ज ने?

  4. આવા દેશ દ્રોહીઓ વિરુદ્ધ કોઈ કાયદો છે જ નહિ ને ફ્રીડમ ઑફ સ્પીચ ના સહારે એલ ફેલ બોલી બોલાય છે. લોકોએ સામેથી આવા નેતાઓને જાહેરમાં સવાલ પૂછી નાગા કરવા જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here