ટાગોર અને ગુલઝાર : સૌરભ શાહ

( તડકભડક: ‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, 3 મે 2026 )

ટાગોર બહુ અર્લી લાઈફમાં ગુલઝારના સાહિત્યવિશ્ર્વમાં આવ્યા. અનાયાસે. ઈન્ટરેસ્ટિંગ કહાણી છે એની. પણ પછી.

ગુલઝારની જિંદગીનું એક લૅન્ડમાર્ક કાર્ય મારી પાસે છે. ગુલઝારે ટાગોરના બે કાવ્યસંગ્રહો ટ્રાન્સલેટ કર્યા છે અને હાર્પરે પ્રગટ કર્યા છે. પ્રોડક્શન એવું કે કોઈપણ વાચકને જોતાંવેંત હાથમાં લેવાનું મન થાય અને અનુવાદ એવો કે કોઈપણ કલમનવીસને પોતાની પાસે પણ આ સમજ, ઊંડાણ તથા ભાષાવૈભવના આશીર્વાદ હોય એવી ઈચ્છા થાય.

હિન્દીમાં ‘નિંદિયા ચોર’ અને ‘બાગબાન’ના નામે પ્રગટ થયેલા આ બે પુસ્તકોના ડિલક્સ બૉક્સસેટ વિશે વાત કરતાં પહેલાં થોડીક વાત ગુલઝારના બંગાળી ભાષાના પ્રેમ વિશે. બધા જાણે છે કે ગુલઝાર શીખ છે, પણ અગાઉ ઘણાને લાગતું કે તેઓ બંગાળી છે – કદાચ પહેરવેશને કારણે, કદાચ રાખીજીને કારણે. પણ ગુલઝારે ઘણી વખત હસીને ખુલાસો કર્યો છે કે ‘બંગાળણના પ્રેમમાં પડ્યો એના ઘણા પહેલાં હું બંગાળી (ભાષા)ના પ્રેમમાં પડ્યો હતો!’

ગુલઝારે ટાગોરને હિન્દીમાં ટ્રાન્સલેટ કરતાં પહેલાં સુભાષ મુખોપાધ્યાય અને સુનીલ ગંગોપાધ્યાય જેવા બંગાળીના શીર્ષસ્થ સાહિત્યકારોની કૃતિઓને હિંદીમાં અવતારી છે અને હિંદી-ઉર્દૂ મૅગેઝિનોમાં એ અનુવાદો છપાયા પણ છે. ગુલઝારે મરાઠીમાંથી વિન્દા કરન્દીકર, દિલીપ ચિત્રે, શ્રીપાદ કૃષ્ણ કોલ્હટકર અને કુસુમાગ્રજ (ઉર્ફે વિ.વા. શિરવાડકર જેમના ‘નટસમ્રાટ’ નાટક – અને હવે ફિલ્મ – વિશે તમને જાણકારી છે) જેવા ઉત્તમ સાહિત્યકારોની કૃતિઓના પણ અનુવાદો કર્યા છે.

ટાગોરનો અનુવાદ કરવાનું કામ સહેલું નથી એવું ગુલઝાર કહે છે. કમનસીબે, બંગાળની બહારની દુનિયા ટાગોરને માત્ર ‘ગીતાંજલિ’માં સીમિત કરી નાખે છે. ગુલઝાર કહે છે કે ‘ગીતાંજલિ’ ગુરુદેવનું શ્રેષ્ઠતમ કાર્ય નથી. એમના વિશાળ સાહિત્યનું માઉન્ટ એવરેસ્ટ ‘ગીતાંજલિ’ નથી પણ લોકોએ એવું માની લીધું છે. ગીતાંજલિની રચનાઓ એમણે ઈંગ્લૅન્ડ જતાં જહાજમાં લખી. શાંતિનિકેતનમાં આવતા યુરોપિયન મુલાકાતીઓને કારણે અને કવિ વિલિયમ બટલર યેટ્સ સાથેના પરિચયને કારણે રવીન્દ્રનાથ જાણતા હતા ‘ગીતાંજલિ’ દ્વારા વિદેશીઓ ભારતના આધ્યાત્મિક વારસાથી પરિચિત થવાના છે, એવું કહીને ગુલઝાર ઉમેરે છે કે, તમને ખબર હોવી જોઈએ કે બંગાળીમાં ‘ગીતાંજલિ’ નામની કોઈ કિતાબ છે જ નહીં. ટાગોરે પોતાની કૃતિઓમાંથી જે જે કૃતિઓ પશ્ર્ચિમી વાચક સુધી પહોંચાડવા જેવી લાગી તે પસંદ કરી અને એનું સંપાદન કરીને ‘ગીતાંજલિ’ બનાવી. એમને જે નોબેલ પ્રાઈઝ મળ્યું તે ‘ગીતાંજલિ’ સહિત એમના સમગ્ર સાહિત્યસર્જન માટે નહીં કે એ એક કૃતિ માટે. પણ કમનસીબે ઘણા લોકોએ માની લીધું છે કે ‘ગીતાંજલિ’ વાંચી એટલે ટાગોરને વાંચી લીધા. ‘ગીતાંજલિ’ની બહાર પણ ટાગોર છે અને એ ઘણા મોટા ટાગોર છે.

ટાગોરનો અનુવાદ કરવા માટે મોટેભાગે અનુવાદકો ટાગોરે પોતે કરેલા પોતાના સાહિત્યના અંગ્રેજી અનુવાદોનો સહારો લેતા હોય છે. હકીકત એ છે કે ટાગોર પોતે બહુ સારા અનુવાદક નથી. ટાગોર પોતાની ઉત્તમ કૃતિઓ જે મૂળ બંગાળીમાં લખાયેલી તેને અંગ્રેજીમાં ઉતારતી વખતે એમાં ઘણી કાપાકૂપી કરી નાખતા, ઘણી વખત તો અડધી કરી નાખતા. એમની અમુક બંગાળી કવિતા ચાર પાનાંમાં છે ને એનો અંગ્રેજી અનુવાદ માત્ર એક જ પાનામાં પૂરો થઈ જાય છે. અંગ્રેજી અનુવાદ કરતી વખતે એમના મનમાં વેસ્ટર્ન રીડર રમતો હોય એટલે ઘણી વખત તો મૂળ કાવ્યના ઉપમા-અલંકાર-રૂપકો પણ બદલી નાખે કારણ કે કવિને લાગે કે એ લોકોના સામાજિક-સાંસ્કૃતિક વાતાવરણમાં આ બધી વાતો એમને નહીં સમજાય. આને કારણે નવી જ કવિતાઓ સર્જાતી, અને અનુવાદકોને લાગતું કે આ જ ઓરિજિનલ છે!

ગુલઝારે ટાગોરની મૂળ બંગાળી રચનાઓનો ભાવ, એમાંનો રસ યથાવત્ રાખીને ન તો એમાંથી કશાની બાદબાકી કરી છે, ન એમાં પોતાનું કશું ઉમેર્યું છે સિવાય કે ગુરુદેવ પ્રત્યેનો એમનો આદર.

ગુલઝારની માતૃભાષા પંજાબી અને ઉર્દૂ માટે એમને પહેલેથી લગાવ. બંગાળી શીખ્યા. બંગાળી નિર્દેશકો સાથે કામ કર્યું: બિમલ રૉય, હૃષિકેશ મુખર્જી અને બંગાળી સંગીતકારો સાથે પણ: સચિન દેવ બર્મન, સલિલ ચૌધરી, આર.ડી. બર્મન.

ગાલિબની સાથે તો ગુલઝારનું નામ વાચકોની આગામી સત્તર પેઢીઓ સુધી જોડાયેલું રહેશે, અને હવે ટાગોરની સાથે પણ.

ટાગોરના કાવ્યસંગ્રહ ‘ધ ગાર્ડનર’ના અનુવાદ ‘બાગબાન’ માટે લખેલી અંગ્રેજી પ્રસ્તાવનામાં ગુલઝારે એક વાત લખી છે: “હું સ્કૂલમાં હતો એ વખતે કુટુંબની ગોઠવણ કંઈક એવી હતી કે રોજ રાત્રે મારે દુકાનના ગોદામમાં જવાનું અને આખી રાત ત્યાં જ સૂઈ જવાનું. લાઈટ નહોતી, ચિમની સળગાવીને અજવાળું કરતો. ટાઈમ પાસ કરવા નજીકની લાઈબ્રેરીમાંથી સસ્તી કિતાબો લઈ આવીને વાંચતો – ચીપ થ્રિલર્સ અને ડિટેક્ટિવ નોવેલ્સ પાકિસ્તાનથી આવેલા કોઈ રેફયુજીએ ખોખા-લાઇબ્રેરી ખોલેલી. એ મને અઠવાડિયાના ચાર આના લઈને જેટલી કિતાબ જોઈએ એટલી વાંચવા આપતો. હું રોજ રાત્રે એક ચોપડી વાંચીને પૂરી કરી નાખું. બીજે દિવસે બદલાવી આવું. લાઇબ્રેરીવાળો પરેશાન થઈ ગયો, ‘ચાર આનામાં તું અઠવાડિયાની કેટલી ચોપડી વાંચી નાખીશ?’ એક દિવસ એણે બીજી કોઈ અભરાઈ પરથી પુસ્તક કાઢીને મારા હાથમાં મૂકીને કહ્યું, ‘લે, ચાલતી પકડ.’ એ પુસ્તક હતું ટાગોરની કવિતાઓના સંગ્રહ ‘ધ ગાર્ડનર’નું ઉર્દૂ ટ્રાન્સલેશન. મને યાદ છે કે સૌથી પહેલી કવિતાનું શીર્ષક હતું: ‘માલી’. એ પુસ્તકે મારા પર જાદુ કર્યો. એને લીધે મારી પુસ્તકોની પસંદગી બદલાઈ ગઈ, મારું વાચન ધરમૂળથી બદલાઈ ગયું. પેલી ચોપડી કંઈ ને કંઈ બહાનાઓ કરીને મેં પાછી નહીં આપી. પછી તો એ પણ ભૂલી ગયો. મારી જિંદગીની આ સૌથી પહેલી પુસ્તકચોરી. સિત્તેર વર્ષ પછી હું એ પુસ્તકમાંની કવિતાઓને એની ઓરિજિનલ ભાષામાંથી ‘બાગબાન’ના નામે હિન્દીમાં ટ્રાન્સલેટ કરવા બેઠો છું.”

ગુલઝારે આ પ્રસ્તાવનામાં કે આ પુસ્તકમાં જે વાત ક્યાંય નથી લખી તે એ કે ‘બાગબાન’માં એમની સૌથી પ્રિય કવિતા ‘અતિથિ’ છે અને ‘નિંદિયા ચોર’માં વીર પુરુષ!’

‘વીર પુરુષ!’માં નાના બાળકની અને એની માતાની વાત છે. આ કવિતા સુધી પહોંચતા પહેલાં ગુલઝારના પોતાના બાળપણ વિશે થોડુંક જાણવું પડશે. ટાગોરનું પોતાનું શૈશવ કેટલું એકાકી હતું તેનો અંદાજ ટાગોરે લખેલાં ‘પોસ્ટ ઑફિસ’ જેવાં નાટકો તેમ જ ‘વીર પુરુષ!’ જેવાં કાવ્યો પરથી આવી જાય, ગુરુદેવની જેમ ગુલઝારનું બાળપણ પણ માતૃપ્રેમથી વંચિત હતું.

આવતી કાલે પશ્વિમ બંગાળની વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવશે અને ૭મી મેએ ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરનો જન્મદિવસ. 1861ની સાલમાં એમનો જન્મ. ઉજવણી કરીને બાકીની વાતો આવતા અઠવાડિયે પૂરી કરીએ.

પાન બનારસવાલા

હું હંમેશા કહેતો રહ્યો છું હું કે ટાગોર કંઈ દાઢી સાથે પેદા નહોતા થયા! તેમના બાળપણથી લઈને જવાની સુધીના, બુઢાપાના, બધા ફેઝિસ તેમની કવિતાઓમાં તમને વાંચવા મળે છે.

—ગુલઝાર

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here