( તડકભડક: ‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, 7 જૂન 2026 )
એક વખત ગુલઝાર ચંદીગઢ ગયા હતા. પંજાબ યુનિવર્સિટી અને ચંદીગઢ સાહિત્ય અકાદમીએ ત્યાંના ટાગોર થિયેટરમાં એમનો એક કાર્યક્રમ રાખ્યો હતો. યુનિવર્સિટીએ ટાગોર ચેરની પ્રૉફેસરશિપ આપીને એમનું બહુમાન કર્યું.
ગુલઝારે ત્યાં એક બહુ મહત્ત્વની વાત કરી હતી કે પંજાબી ભાષામાં બાળ સાહિત્ય છે જ નહીં અને ઉર્દૂમાં પણ એ જ હાલત છે. આની સામે બંગાળી, મરાઠી અને મલયાલમમાં સમૃદ્ધ બાળ સાહિત્ય છે. હિન્દીનું મોટાભાગનું બાળ સાહિત્ય રામાયણ – મહાભારતની કથા – પેટાકથાઓના પુનર્કથન પૂરતું સીમિત છે.
ગુલઝારસા’બે કહ્યું કે બાળકો માટે લખવું ખૂબ કઠિન કામ છે. આઠ વર્ષના બાળકની ભાષા અને બાર વર્ષના બાળકની ભાષા જુદી જુદી હોવાની. ગુલઝારસા’બે ‘બાબા બૈઠે પુસ્તક લિખતે રહતે હૈ’વાળી ટાગોરની કવિતા સંભળાવી અને કહ્યું કે સારા બાળ સાહિત્યની ખૂબી એ છે કે એ ભલે બાળકો માટે લખાયું હોય પણ મોટાઓને પણ એમાંથી મઝા મળતી હોય છે. જો મોટાઓને બાળ સાહિત્ય વાંચવાની મઝા નહીં આવે તો બાળકોને પણ એ ગમવાનું નથી.
ગુલઝારસા’બની વાત અહીં પૂરી, અમારી શરૂ.
જે ભાષામાં ઉત્તમ બાળ સાહિત્ય લખાતું હોય એ ભાષામાં ઉત્તમ સાહિત્ય (એટલે કે મોટાઓ માટેનું લિટરેચર) પણ લખાય અને એ ભાષામાં વાચકોની સંખ્યા પણ બહોળી હોય. બંગાળી, મરાઠી, મલયાલમ ઉપરાંત અંગ્રેજી ભાષાઓ આના ઉત્તમ પુરાવાઓ છે.
બાળકને નાનપણથી જ વાંચવાની ટેવ પડી હોય તો એ મોટું થશે ત્યારે પણ વાંચશે. શું વાંચવું, શું નહીં વાંચવું એની નીરક્ષીર સમજ એનામાં નાનપણથી જ કેળવાઈ હશે. જેટલા સારા લેખકો છે એમાંના મોટાભાગનાઓ પોતાના બાળપણથી વાંચનનો શોખ, વાંચવા માટેની પૅશન ધરાવતા આવ્યા છે. અપવાદરૂપે કેટલાક એવા જરૂર હોવાના જેમણે કિશોરાવસ્થા સુધી ટેક્સ્ટ બુક્સ સિવાય કશું જ ન વાંચ્યું હોય છતાં ઉત્તમ લેખક બન્યા હોય (પત્રકાર શિરોમણિ સ્વ. હસમુખ ગાંધી આવા જ એક અપવાદ હતા. માનશો તમે, એમણે પાઠ્યપુસ્તકની બહારની કોઈ ચોપડી તો શું એક છાપું કે મૅગેઝિન પણ શાળાના અભ્યાસ દરમ્યાન નહોતાં વાંચ્યાં! કદાચ એટલે જ એમની ભાષામાં આટલી તાજગી, ફ્રેશનેશ હતી).
બાળકો માટે લખવું કઠિન છે અને ગુજરાતીમાં પ્રગટ થતું મોટાભાગનું બાળ સાહિત્ય જુઓ તો તમને ખ્યાલ આવશે કે મોટા મોટા લેખક – કવિ – સાહિત્યકારોને પણ બાળ સાહિત્ય લખતાં નથી ફાવ્યું. ગુજરાતીમાં પણ હાલાત ગુલઝારસા’બ કહે છે એવા જ છે – અલમોસ્ટ. આપણે ત્યાં છકોમકો, અડુકિયો-દડુકિયો, સોટીપોઠી, બકોર પટેલ, મિયાં ફુસકી વગેરે સર્જાઈ ગયાં તે સર્જાઈ ગયાં. એ અમર બાળ સાહિત્યની ટક્કર ઝીલવાની તો વાત જવા દો એની નજીક પણ આવી શકે એવી ગુણવત્તાવાળું બાળ સાહિત્ય છેલ્લાં પચાસ વર્ષમાં કેટલું સર્જાયું? અપવાદ ગણો તો ઘનશ્યામ દેસાઈ અને રમેશ પારેખ. પણ આવા અપવાદો રણમાં મીઠી વીરડી જેવા. બાકીનું મોટાભાગનું બાળ સાહિત્ય મૃગજળ જેવું. લખાય, છપાય, વેચાય ખરું પણ વંચાય ભાગ્યે જ. યાદ તો કોઈને રહેવાનું જ ન હોય.
ગુજરાતીમાં જો વાચનનું પ્રમાણ વધારવું હોય, સારા લેખકોનાં પુસ્તકો મોટી સંખ્યામાં વેચાય એવું કંઈક કરવું હોય તો ગુજરાતી ભાષામાં ક્વૉલિટીસભર બાળ સાહિત્ય બહુ મોટા પ્રમાણમાં લખાવું જોઈએ. એવું થશે તો આજે નહીં તો, એ બાળકો મોટાં થશે ત્યારે, જે લેખકો સારું લખતા હશે એમને એનો લાભ મળશે.
બાળ સાહિત્ય ભલે એક સિંગલ કૅટેગરી તમને લાગે પણ એના કમ સે કમ ચાર કે પાંચ ભાગ પાડી શકીએ – ઉંમર પ્રમાણે.
પહેલી કેટેગરી ૩થી પાંચ વર્ષનાં બાળકોની. બાળક વરસેકનું થાય ત્યાં સુધી તો એ તમારી વાર્તા તો શું કોઈ વાત સાંભળવાનું નથી. બેથી ત્રણ વર્ષના બાળકને તમે તમને આવડતી હોય એવી વાર્તાઓ આવડે તેવી રીતે સંભળાવો તોય રાજી રાજી. ત્રણ વર્ષનું થાય એ પછી તમે એને ચોપડીમાં ચિત્ર બતાડીને એમાં લખેલી વાર્તા સંભળાવી શકો. પાંચ વર્ષ સુધીના બાળકની વોકેબ્યુલરી – એનું શબ્દભંડોળ સીમિત હોય એટલે બહુ બધા નવા શબ્દોને બદલે એને જેટલા સમજ પડે કે એણે જેટલા સમજવા જોઈએ એટલા જ શબ્દો જેમાં હોય એવી વાર્તાઓ પુસ્તકમાંથી વાંચી વાંચીને સંભળાવાય.
છ વર્ષનું થતાં જ બાળક ભાષા શીખતું થઈ જાય. લખતાં – વાંચતાં આવડવા માંડે. ૬ થી ૮ વર્ષનાં બાળકો માટે તેઓ જાતે વાંચી શકે, માણી શકે એવી વાર્તાઓ, એવાં પુસ્તકો, એવું સાહિત્ય હોવું જોઈએ. સચિત્ર તો ખરું જ.
નવથી અગિયાર વર્ષના બાળકો ઘણું બધું સમજતા, માણતા થઈ જાય છે પણ એમનું મન હજુય નિર્દોષ વિશ્ર્વમાં વિહરતું રહે છે. ફિલ્મ અને ટીવી અને કાર્ટૂન ચૅનલોની અસરો તો બાળકો પર પહેલેથી જ હોવાની. પણ હવે – આ ઉંમરે – તેઓ કમ્પેર કરતાં થઈ જવાનાં. પોતે જે વાંચે છે તેમાંથી મનોરંજન વધારે મળે છે કે બીજાં માધ્યમોમાંથી.
૧૨થી ૧૪ વર્ષનાં બાળકો માટેના કિશોર સાહિત્યમાં સાહસકથાઓ અને નિર્દોષ પ્રકારની ડિટેક્ટિવ સ્ટોરીઝનો સમાવેશ થાય.
૧૫ થી ૧૮ વર્ષની ઉંમરના ટીનેજર્સ માટે અંગ્રેજીમાં યંગ-ઍડલ્ટ નોવેલ્સ લખાય છે. આપણે ત્યાં એ પ્રકાર ખેડાયો જ નથી.
ત્રણથી પાંચ, ૬ થી ૮, ૯થી ૧૧, ૧૨થી ૧૪ અને ૧૫થી ૧૮ – રફલી પાંચેક વિભાગ પડે. આમાં વૉટરરાઈટ કંપાર્ટમેન્ટ ન હોઈ શકે, ઘણું બધું ઑવરલૅપ પણ થાય. અને છેલ્લી જે કૅટેગરી છે એ વાચકો તો યંગ એડલ્ટ્સ નવલકથાઓ ઉપરાંત મોટેરાઓ જે સાહિત્ય વાંચે છે તે તમામ પ્રકારનું લિટરેચર વાંચતા થઈ જવાના (પોર્નોગ્રાફી સહિતનું, તમને ગમે કે ના ગમે).
જે ભાષામાં બાળકોને તમામ ઉંમરે પોતાનું મનગમતું સાહિત્ય વાંચવા મળી રહે તે ભાષામાં જ પૉપ્યુલર રાઈટરોની નવી બુકની પ્રથમ એડિશન મિનિમમ દસ હજાર કૉપીઝના પ્રિન્ટ ઑર્ડર સામે પ્રગટ થઈ શકે. ગુજરાતી ભાષામાં આવી સ્થિતિ પેદા કરવી હોય તો સારા લેખકોએ અત્યારથી જ બૅકવર્ડ ઈન્ટિગ્રેશન શરૂ કરી દેવું જોઈએ!
પાન બનારસવાલા
દરેક સુંદર બાબતોની ક્ષણો આવે છે અને પસાર થઈ જાય છે.
– લુઈ સેનુંદા
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો













