મહારાષ્ટ્રના ગુંડારાજમાં અર્નબ ગોસ્વામીની ધરપકડ : સૌરભ શાહ

(ન્યુઝપ્રેમી ડૉટ કૉમઃ શુક્રવાર, 6 નવેમ્બર 2020)

ભારતના રાજકારણમાં જેમનું કયાંય સ્થાન ન હોવું જોઇએ એવી એક વ્યક્તિનું નામ આપો એવું કોઈ પૂછે તો હું બે નામ આપીશઃ ભારતની સૌથી જૂની પોલિટિકલ પાર્ટીનાં પ્રેસિડેન્ટ બનવાની કોઈ લાયકાત ન હોવા છતાં પક્ષપ્રમુખ બની બેઠેલી ભૂતપૂર્વ ઇટાલિયન વેઇટ્રેસ ઍન્તોઇનો માઇનો જે ભારતમાં સોનિયા ગાંધીના નામે ઓળખાય છે અને એમનો વંઠી ગયલો મૂર્ખ શિરોમણિ જેવો અલેલટપ્પુ પપ્પુ જેને કેટલાક લોકો રાહુલ ગાંધી તરીકે પણ ઓળખે છે.

ભારતના સૌથી ભ્રષ્ટ રાજકારણીઓમાં જેમનું નામ પ્રથમ પંગતમાં મૂકાય અને સોનિયા ગાંધીના વિદેશી મૂળના મુદ્દે કૉન્ગ્રેસથી છેડો ફાડી નાખીને નેશનલ કૉન્ગ્રેસ પાર્ટી નામનો અલગ ચોકો બનાવીને છેવટે કૉન્ગ્રેસ સાથે જ નાતરું કરનારા અત્યંત ધૂર્ત, શઠ અને શાતિર રાજકારણી શરદ પવારે મહારાષ્ટ્રમાં સોનિયા-રાહુલની કૉન્ગ્રેસ સાથે મળીને ભારતીય જનતા પાર્ટીના તથા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નામે મતદારોએ જે મત આપ્યા તેનો છડેચોક ઉલાળિયો કરાવીને કોની સાથે કુલડીમાં ગોળ ભાંગ્યો?

શિવસેના સાથે. સરકાર તો શું પંચાયત ચલાવવાની પણ જેમનામાં ત્રેવડ નથી તે, એક પ્રતાપી પિતાના, તદ્દન નાકામિયાબ પુત્ર ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનીને એક જમાનામાં દેશનું સૌથી પ્રગતિશીલ રાજય ગણાતું તે મહારાષ્ટ્રના ગૌરવને, મહારાષ્ટ્રમાં રહેતી પ્રજાના ગૌરવને પોતાની સત્તાના જોરે ગલી કક્ષાના ગુંડાઓને પણ જે કામો કરતાં ડર લાગે, શરમ આવે એવાં એવાં કાર્યો કરીને કચડી નાખ્યું છે.

ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર અને સોનિયા. હિન્દી ફિલ્મોમાં પણ ક્યારેય તમને ત્રણ ત્રણ વિલનો એકસાથે જોવા નહીં મળે તે તમને આજે મહારાષ્ટ્રની ગાદી પર બેઠેલા જોવા મળે છે.

મહાવિકાસ આઘાડીના નામે ઓળખાતી મહારાષ્ટ્રની ઘોર ખોદી રહેલી આ ત્રિપુટીનાં પાપોની સંપૂર્ણ યાદી કયારેક વખત આવશે ત્યારે ગણાવીશું. અત્યારે આ ત્રેખડના એક મહાપાપ વિશે વાત કરીએઃ અર્નબ ગોસ્વામીની ધરપકડ.

એક પત્રકારની ધરપકડ સાથે આમ પ્રજાને શું લેવાદેવા એવો સવાલ કેટલાક ભોળા લોકો પૂછતા હોય છે. અર્નબ ગોસ્વામીમાં અને બીજા ઘણા પત્રકારોમાં એક મોટો તફાવત એ છે કે અર્નબ કોઈ વેસ્ટેડ ઇન્ટરેસ્ટ વિના, વગદાર લોકોની ચાપલૂસી કર્યા વિના, સત્યને ઢાંકયા વિના અને રાષ્ટ્રના હિતમાં જે સાચું છે તેનો નિર્ભયપણે ખુલ્લેઆમ પક્ષ લઇને પોતાનો વ્યવસાય કરે છે. આવું કામ બધા પત્રકારો કરી શકતા નથી, કરવા માગતા નથી અને ધારો કે કરવા માગે તો એમની પાસે એવી સજ્જતા નથી હોતી કે એવી બુલંદી પણ નથી હોતી. અર્નબ ગોસ્વામી રિપબ્લિક ટીવીના એડિટર-ઇન-ચીફ છે. આ મિડિયા કંપની એમણે પોતે, પોતાના મિત્રો-ચાહકોની મદદથી ઊભી કરેલી છે. એમના માથે કોઈ બૉસ નથી, પોતાને જે સાચું લાગે અને દેશ માટે સારું લાગે તે વિશે સ્પષ્ટ મત જાહેર કરતી વખતે અર્નબ ગોસ્વામીએ પોતાની આજીવિકા છીનવાઈ જશે એવો કોઈ ડર રાખવો પડતો નથી. અર્નબ ગોસ્વામીમાં અને અંગ્રેજી-હિન્દી ટીવી ચેનલો પર (કે પછી ગુજરાતી સહિતની પ્રાદેશિક ભાષાઓની ટીવી ચેનલો પર) કામ કરતા પત્રકારોમાં આ એક ઘણો મોટો ફરક છે. ટીવી ચેનલો જ શું કામ, મેઇનસ્ટ્રીમ પ્રિન્ટ અને મેજર ડિજિટલ મિડિયામાં કામ કરતા મોટાભાગના પત્રકારો પાસે અર્નબ જેવી ખુમારી, સ્વતંત્રતા તથા ક્ષમતાનો અભાવ હોય છે.

અને આ જ વાત ઉદ્ધવને, પવારને, સોનિયાને તથા આ ત્રણેય મહાખેપાનીઓની સાથે સંકળાયેલા ગામના ઉતાર જેવા સંખ્યાબંધ લોકોને આંખમાં કણાની જેમ ખૂંચે છે.

અર્નબ ગોસ્વામી જેવા પત્રકારો લોકશાહીમાં પાયાના પથ્થર સમા હોય છે. આવા પત્રકારોને કારણે લોકશાહી અડીખમ રહી શકતી હોય છે. આવા પત્રકારો પોતાની ખુમારી, સ્વતંત્રતા અને ક્ષમતા દ્વારા દેશની સમગ્ર પ્રજાની ખુમારી, સ્વતંત્રતા તથા ક્ષમતાની રક્ષા કરતા હોય છે. અને એટલે જ અર્નબ ગોસ્વામી પર થતો પ્રત્યેક પ્રહાર આપણા સૌના અસ્તિત્વ પર થતા પ્રહાર સમાન છે – જો આપણે લોકશાહીમાં માનતા હોઇએ તો, જો આપણે ખુમારીથી જીવવામાં, અભિવ્યક્તિની સ્વતંત્રતામાં અને આપણા તથા આપણા પરિવારને અસ્તિત્વને વધુ ને વધુ સક્ષમ બનાવવા માગતા હોઇએ તો.

અર્નબ ગોસ્વામીની ધરપકડની ઘટના વિશેના દસ મહત્વના મુદ્દા વિશે વાત કરતાં પહેલાં એક વાતે વધુ સ્પષ્ટ થઈ જઇએ કે શા માટે આ ઘટના દેશના એકેએક નાગરિકને સ્પર્શે છે. ભારતમાં જો પાકિસ્તાન જેવી પડદા પાછળની લશ્કરશાહી હોત કે પછી ચીન જેવી એક જ રાજકીય પક્ષ દ્વારા ચલાવાતી રાજયવ્યવસ્થા હોત તો આ બધા પિંજણની જરૂર ન હોત. પણ ભારતમાં લોકશાહી છે, પ્રજાસત્તાક લોકશાહી છે, એટલું જ નહીં વસ્તીની દ્રષ્ટિએ ભારત આખી દુનિયાનું સૌથી મોટું લોકશાહી રાષ્ટ્ર છે. લોકશાહીમાં દેશના નાગરિકની ફરજ માત્ર ચૂંટણી વખતે ઘરની બહાર નીકળીને મતદાન મથકે આંટો મારી આવવા પૂરતી નથી હોતી. ડાબા હાથની પહેલી આંગળી પર જાંબલી ટીપું લગાવી આવવાથી લોકશાહી પ્રત્યેની તમામ ફરજો પૂરી થઈ જતી નથી. મતદાન તો અનેકમાંની એક ફરજ છે – લોકશાહી દેશના નાગરિકની. જો દેશની લોકશાહીને જાળવવી હશે, સદા તંદુરસ્ત રાખવી હશે એનું રોજે રોજ જતન કરવું પડશે. ટ્વેન્ટી ફોર બાય સેવન.

અંગ્રેજીમાં એક ઘણી જાણીતી ઉકિત છેઃ ડેમોક્રસી ઇઝ નૉટ અ સ્પેક્ટેટર સ્પોર્ટ, ઇટ્સ અ પાર્ટિસિપેટરી ઇવેન્ટ. ઇફ વી ડોન્ટ પાર્ટિસિપેટ ઇન ઇટ, ઇટ સીઝિઝ ટુ બી અ ડેમોક્રસી.

સો ટકા સાચી વાત છે આ. લોકશાહી કંઈ તટ પર ઊભા રહીને તમાશો જોવાનો ખેલ નથી. સ્ટેડિયમમાં બેસીને મેદાન પર ક્રિકેટ, ફૂટબોલ કે હૉકી રમતા ખેલાડીઓને જોઈને મનોરંજન મેળવવાની રમત નથી. લોકશાહીની રમતમાં તમારે જાતે પોતે ભાગ લેવો પડે. લોકશાહીમાં જો તમે પ્રેક્ષકની ભૂમિકા ભજવવાના હો તો નહીં ચાલે, તમારે પોતે પાણીમાં ડૂબકી મારીને તરવું પડશે, મૅરેથોનમાં દોડવું પડશે. રોજ સવારે ચા પીતાં પીતાં, સરકાર શું કરી રહી છે એવા સવાલો કરવાને બદલે તમે પોતે આ લોકશાહીને ચલાવવા માટે શું કરી રહ્યા છો એ સવાલ તમારી જાતને પૂછવો પડશે. દર મહિને તમારા ઘરના ચાકરોને કે દુકાન-ફેકટરી-ઑફિસના સ્ટાફને પગાર આપી દીધા પછી એમને પૂછતા હો કે આજે તેં કેટલું કામ કર્યું એ રીતે પાંચ વર્ષે એક વાર મત આપી દીધા પછી તમે રોજે રોજ સરકાર પાસેથી જવાબ માગો કે આજે શું કામ થયું અને ફલાણું કામ કેમ નથી થયું એવી શેઠિયાગીરીને લોકશાહીમાં સ્થાન નથી. તમારે તમારી જાતને પૂછવાનું છે કે દેશના એક નાગરિક તરીકે જે કંઈ હક્કો મને મળે છે તેના બદલામાં આજે મેં દેશ પ્રત્યેની કઈ કઈ ફરજો બજાવી, કાલે કઈ કઈ ફરજો બજાવીશ, પરમ દિવસે… રોજ પૂછવાનું છે. તો જ આ દેશની લોકશાહી અડીખમ રહેશે, અક્ષુણ્ણ રહેશે. તો જ તમારા ભારતીયપણાની લાજ જળવાશે, તમારા ભારતીયપણાનું તેજ ચકચકિત રહેશે.

અર્નબ ગોસ્વામીની ધરપકડ માત્ર પત્રકારત્વના ક્ષેત્રને લગતો મુદ્દો નથી એટલું સમજી લેજો. આ આપણા સૌના રોજબરોજના જીવન સાથે સંકળાયેલી ખૂબ અગત્યની ઘટના છે. દસ મુદ્દા:

1. આ વર્ષની 16મી એપ્રિલે મુંબઈની નજીક આવેલા પાલઘર પાસે બે નિર્દોષ સાધુઓને પીંખી પીંખીને મહારાષ્ટ્ર પોલીસની હાજરીમાં, પોલીસની મદદ વડે, મારી નાખવામાં આવ્યા.

આજથી બે લગભગ દાયકા પહેલાં, 23 જાન્યુઆરી 1999મા ઓરિસાના વનવાસી લોકોમાં જોરશોરથી ધર્માંતરણની પ્રવૃત્તિ ચલાવતા ઑસ્ટ્રેલિયન પાદરી ગ્રેહામ સ્ટેન્સની હત્યા થઈ હતી, યાદ છે? ખ્રિસ્તીપ્રેમી લેફ્ટિસ્ટોએ આખો દેશ માથે લીધો હતો. આંતરરાષ્ટ્રીયસ્તરે એમનો કકળાટ સંભળાયો હતો. સોનિયા ગાંધી સહિતના કૉન્ગ્રેસીઓએ એ વખતે આ દેશના હિન્દુત્વના સંસ્કારોને લજવવાનો ખૂબ મોટો પ્રયાસ કર્યો હતો.

મહારાષ્ટ્રના પાલઘરમાં કોઈ જ વાંકગુના વિના, પોલીસની હાજરીમાં બે હિન્દુ સાધુઓની છડેચોક હત્યા થાય છે અને મહારાષ્ટ્રની સરકારમાં ભાગીદારી ધરાવતી કૉન્ગ્રેસની અધ્યક્ષા આ વિશે આશ્વાસનના બે શબ્દ પણ બોલતાં નથી.

અર્ણબ ગોસ્વામીએ વાજબી રીતે આ મુદ્દો રિપબ્લિક ટીવી પર ઉઠાવ્યો. જોરશોરથી ઉઠાવ્યો. પરિણામ શું આવ્યું? સોનિયા ગાંધીનું ‘અપમાન’ કરવાના ગુનાસર અર્નબ પર કૉન્ગ્રેસી પિઠ્ઠુઓ દ્વારા દેશમાં ઠેકઠેકાણેથી સેંકડો પોલીસ ફરિયાદો દાખલ કરવામાં આવી. ઉદ્ધવ સરકારની પોલીસે આખા કેસને ઊંધે રસ્તે લઈ જઈને રફેદફે કરવાની કોશિશ કરી. જે પોલીસોની હાજરીમાં બે સાધુઓનું લિન્ચિંગ થયું એમનાં નામ એફ.આઈ.આર.માંથી ગાયબ છે. હત્યાના આરોપી જે હોવા જોઈતા હતા તે પોલીસો આજે છુટ્ટા ફરે છે.

આ શરૂઆત હતી અર્નબ ગોસ્વામી દ્વારા ઉદ્ધવ સરકારની અસલિયતને ઉઘાડી પાડવાની. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નામે મત માગીને ચૂંટાયેલા શિવ સેનાના વિધાન સભ્યો દ્વારા મહારાષ્ટ્રના હિન્દુવાદી મતદારોનો દ્રોહ થયો છે એ આખીય ચાલબાજી હવે ઉઘાડી પડી રહી હતી. અર્નબ રોજેરોજ સવાલો કરતા જેનો કોઈ જવાબ ભ્રષ્ટ સત્તાવાળાઓ પાસે નહોતો. અર્નબને ચૂપ કરી શકાય એવી કોઈ શક્યતા નહોતી. અને અહીંથી શરૂ થઈ ઉદ્ધવ સરકારના ઇશારે કોઈપણ નીચ હરકત કરવા માટે આતુર એવી મહારાષ્ટ્ર પોલીસની ગટરક્લાસ પ્રવૃતિઓ.

2. પોલીસનો ખૌફ દેખાડીને ઉદ્ધવ સરકાર માત્ર અર્નબને જ ચૂપ કરવા નથી માગતી. આખા દેશમાં પથરાયેલા અર્નબના પત્રકારત્વના કરોડો ચાહકોને અને અર્નબની જેમ નિર્ભીક તથા રાષ્ટ્રનિષ્ઠ પત્રકારત્વ કરતા તમામ પત્રકારોને તથા સોશ્યલ મિડિયામાં પોતાનો સ્પષ્ટ અભિપ્રાય વ્યક્ત કરીને ઉદ્ધવ-પવાર-સોનિયાને ખુલ્લાં પાડીને એમના વિરુદ્ધ પ્રજાને જાગ્રત કરવાની કોશિશ કરતા દરેકે દરેક નાગરિકને ચૂપ કરવા માગે છે. અર્નબ ગોસ્વામીનું નામ રાષ્ટ્રીયસ્તરે જાણીતું છે પણ નાગપુરનિવાસી સમીત ઠક્કર નામના ગુજરાતીને બહુ ઓછા લોકો જાણે છે, હાલાકિ ટ્વીટર પર એના 63,000 ફોલોઅર્સ છે. આ સમીત ઠક્કરને પોલીસ પકડી ગઈ. શું કામ? સમીત ઠક્કર ટ્વીટર પર ઉદ્ધવ ઠાકરે કે એમના પેન્ગવિન જેવા દેખાતા પુત્ર વિશે કંઈક ‘અણછાજતી’ કમેન્ટ કરતા હતા એટલે. કોર્ટે એને 14 દિવસ માટે પોલીસ રિમાન્ડમાં રાખવાનો હુકમ કર્યો. નાગપુરની કોર્ટે મુદત વીત્યા પછી એને જામીન આપ્યા અને એ જ ઘડીએ મુંબઈની પોલીસે આવીને સમીતની ધરપકડ કરી લીધી, એને મુંબઈ લઈ જવામાં આવ્યો. સમીતની ટ્વીટર કમેન્ટ માત્ર એક લેખિત ઘટના હતી. એણે કંઈ કોઈને મારી નાખવાની કે રમખાણ કરવાની ઉશ્કેરણી નથી કરી કે નથી કોઈની ધાર્મિક લાગણી દુભાય એવા શબ્દો લખ્યા. આની સામે કેટલાક શિવ સૈનિકો વિરુદ્ધ મારપીટની પોલીસ ફરિયાદ થઈ ત્યારે તરત જ એ ગુંડાઓ જામીન પર છૂટી ગયા હતા . કઈ ઘટનાહતી, યાદ કરો. બે મહિના પહેલાં, 11 સપ્ટેમ્બરના રોજ મુંબઈના એક નિવૃત્ત નૌસેના અધિકારીએ ઉદ્ધવનું કાર્ટૂન વૉટ્સએપ પર ફૉરવર્ડ કર્યું ત્યારે શિવ સૈનિકોએ એ 62 વર્ષીય મદન શર્માને કાંદિવલી પૂર્વના લોખંડવાલા કૉમ્પલેક્સમાંના એમના ઘરમાં ઘૂસીને એમને બહાર લાવીને ઢોરમાર માર્યો હતો. આ આખીય ઘટના સીસીટીવી પર રેકોર્ડ થઈ. આઠથી દસ ગુંડાઓએ એમની મારપીટ કરી. મદન શર્મા પોલીસ ફરિયાદ કરવા ગયા તો પોલીસે ઊલટાની એમની જ સામે ફરિયાદ નોંધી અને પેલા લોકોને તાબડતોબ જામીન આપીને છોડી દીધા.

સમીત ઠક્કરનો ગુનો શું આ ગુંડાઓ કરતાં વધુ ગંભીર છે કે પોલીસ વારંવાર એની ધરપકડ કરે છે અને કોર્ટ પણ એને પોલીસ રિમાન્ડમાં મોકલતી રહે છે? ઉદ્ધવ-પવાર-સોનિયાની સરકારની જોહુકમી પ્રગટ છેઃજો હમ સે ટકરાયેગા મિટ્ટી મેં મિલ જાયેગા. પણ સત્તાના નશામાં ચકચૂર થઈને બેકાબૂ બની ગયેલી આ તિકડીને ખબર નથી કે એક સમીત ઠક્કરને ચૂપ કરશો તો બીજા લાખો સમીત ઠક્કર ટ્વીટર પર, અન્ય સોશ્યલ મિડિયામાં, સમગ્ર સમાજમાં તમારી અસલિયત ઉઘાડી પાડતાં ડરવાના નથી.કેટલાને જેલમાં ધકેલશો તમે? અર્નબ ગોસ્વામી જેવા પત્રકારોની લેખિનીના તમે બે ટુકડા કરી નાખશો તો એ પત્રકારો પેન્સિલના બેઉ ટુકડા વડે બમણું લખવાનું શરૂ કરી દેશે. આ વાંચી રહેલા સૌકોઈ વાચકને આજે લાગવું જોઈએ કે જે લોકશાહીમાં તમે તમારી જાતને સુરક્ષિત મહેસૂસ કરો છો તે લોકશાહીની રક્ષા કરવાનો આ સમય છે. દૂર ઊભા રહીને તમાશો જોવાનો આ વખત નથી, સામા પૂરે તરીને ગુંડારાજને પડકારવાનો આ અવસર છે જેને હાથમાંથી જવા દેશો તો એક સુવર્ણ તક રોળી નાખશો— આ દેશના એકસાચા નાગરિક તરીકેની ફરજ બજાવવાની.

(વધુ આવતી કાલે)

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરવા માટેની અપીલ : સૌરભ શાહ

પ્રિય વાચકો,

ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાતા, વખણાતા અને ચર્ચાતા લેખક-પત્રકારોમાંના એક સૌરભ શાહ તમને રોજ ‘ન્યુઝપ્રેમી’ દ્વારા મળે છે.

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના ચાલતું સ્વતંત્ર, તથા કોઈનીય સાડીબારી ન રાખતું ડિજિટલ મિડિયા છે અને એટલે એ ભરોસાપાત્ર છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા પ્લેટફૉર્મને અડીખમ રાખવા તમારા સપોર્ટની જરૂર છે.

‘ધ ક્વિન્ટ’, ‘ધ પ્રિન્ટ’, ‘ધ વાયર’, ‘સ્ક્રોલ’ કે બીજાં ડઝનેક તોતિંગ અંગ્રેજી ડિજિટલ મિડિયા કરોડો રૂપિયાનું ફંડિંગ ઉભું કરીને પોતાના એજન્ડાને— કામકાજને આગળ વધારી રહ્યા છે. ‘ન્યુઝપ્રેમી’ આવી રીતે કામકાજ કરવામાં માનતું નથી. ઇન્વેસ્ટર્સ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા પછી અમુક મિડિયા કરોડરજ્જુ વિનાનાં બની જતાં હોય છે. ઇન્વેસ્ટરોનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાથી સચવાતો હોય ત્યારે મિડિયાએ પણ વાચકોનો દ્રોહ કરીને, વાચકોને ઊંધા રવાડે ચડાવીને એન્ટી-નેશનલ ન્યુઝ અને એન્ટી-નેશનલ વ્યુઝ આપવાની પ્રવૃત્તિમાં જોરશોરથી ભાગ લેવો પડતો હોય છે.

આ જ કારણોસર ‘ન્યુઝપ્રેમી’માં જાહેરખબરો પણ ઉઘરાવવામાં નથી આવતી. જે ઘડીએ એડવર્ટાઇઝરના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ન જળવાય એ જ ઘડીએ કાં તો તમારો હાથ આમળીને તમારી પાસે તેઓ પોતાનું ધાર્યું કરાવતા થઈ જાય અને વાચકો ગેરમાર્ગે દોરવાઈ જાય, કાં પછી તમારી નૌકાને મધદરિયે હાલકડોલક કરીને ડુબાડી દેવાની ધમકી આપવામાં આવે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મીસમા સૌરભ શાહ દ્વારા 24×7 થઈ રહી છે. ( એક વાચકે ‘ વન કેન’—one pen, one man, one can—નું બિરૂદ આપ્યું છે. કોઈ એક લેખની કમેન્ટમાં છે.)

‘ન્યુઝપ્રેમી’નું લેખન-સંપાદન તથા એની સાજસજ્જા મુંબઈમાં થાય છે. ટાઇપસેટિંગ ભાવનગર અને અમદાવાદમાં થાય છે. ‘ન્યુઝપ્રેમી’ના એડમિનિસ્ટ્રેશનની જવાબદારી પૂણેથી નિભાવવામાં આવે છે અને ‘ન્યુઝપ્રેમી’ને ટેક્નિકલ સપોર્ટ બેંગ્લોર સ્થિત ગુજરાતી ટેકનોક્રેટ આપે છે. ‘ન્યુઝપ્રેમી’ની હિન્દી આવૃત્તિ માટેનું અનુવાદકાર્ય મુંબઈ – અમદાવાદમાં થાય છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

26 COMMENTS

  1. not two , another single monk was also murdered brutally in palghar during the same time but that case has not come into public .Social media circulated that video and I also watched that. He was dragged out from someone’s home and brutally murdered.

  2. અણૅપ ગોસ્વામી ની ધરપકડ કરી ને ઉદ્ધવ સરકારે પોતાની ઘોર ખોદી છે. પ્રપંચ અને છળકપટ થી સરકાર ચાલી ન શકે. સત્ય નો વિજય નિશ્ચિત છે.

  3. “Save Arnab ”

    जो लोग 2008 के बाद से अर्णब गोस्वामी की देश को समर्पित उत्कृष्ट सेवाओं को नहीं जानते… उनके लिए अर्णब की मृत्यु भी कोई खास मायने नहीं रखेगी ! पिछले एक दशक में हुए लगभग सारे घोटाले,गवन, साम्प्रदायिक षड्यंत्र ,अर्णब ने ही खोले हैं ! 2014 में कथित राष्ट्रवादी सत्ता में पहुंचा… उसके लिए अर्णब द्वारा भ्रष्टाचार के विरोध में चलाई जा रही मुहिम एक हद तक ज़िम्मेदार है ! आदर्श घोटाला, जिसकी वजह से महाराष्ट्र में बड़े नौकरशाह,राजनीतिज्ञों के सिंहासन डोल गए थे… अर्णब द्वारा एक्सपोज़ किया गया था !

    आपको याद तो नहीं होगा… नीरा राडिया टेप कांड… जिससे पता चलता था कि बरखादत्त और राजदीप सरदेसाई जैसे लोग लॉबिंग करके केंद्र सरकार में मंत्रियों के पद डिसाइड करते थे,बल्कि कोल ब्लॉक तक का आबंटन करते थे इस नेक्सस का रहस्योद्घाटन भी अर्णब ने ही किया था ! 26/11 के मुम्बई के स्थानीय मददगारों के नाम अर्णब ही जनता के सामने लाया था ! चिदम्बरम को जेल भिजवाने में अर्णब द्वारा इकट्ठे किये गए सुबूत ही काम आए थे ! अर्णब के प्रयासों का ही फल था कि केंद्र सर्जिकल स्ट्राइक और बालाकोट ऑपरेशन करने के लिए मजबूर हुई थी ! पालघर और सुशांत सिंह राजपूत की हत्या पर देश को हिलाने वाला अर्णब ही था
    अर्णब का ‘सीन’ से हट जाना… एक देशभक्त पत्रकार का खत्म हो जाना होगा…. महाराष्ट्र…. राज्य … देश का हिस्सा है… इसे बचाइए…. 356 लगाइये… शायद अर्णब का अस्तित्व बच जाए ! एक मुम्बई के मंत्री का स्टिंग में दिया गया बयान याद रखिये…. “अर्णब आत्महत्या कर लेगा “…..

    ” Please Save Arnab “

    • My message for all who support Arnab Goswami:

      Instead of PM & HM please target your anger and frustration towards Uddhav Thakarey and his accomplice Parambir Singh and tag both of them on your tweet so it reaches them.
      #ArnabWeAreWithYou

  4. સોનિયા અને ઉદ્ધવ જેવા સત્તા લાલચુ અને શરદ પવાર જેવા ખંધા રાજકારણીઓ પાસેથી આવી ગટરછાપ પ્રતિક્રિયા જ મળી શકે.અર્નબ ગોસ્વામી જેવા રાષ્ટ્રવાદી પત્રકાર ને તેઓ અત્યાચાર થકી ચૂપ કરાવવા માંગે છે.પરંતુ એમને એમની ઔકાત બતાવનાર અર્નબ અને સૌરભ શાહ ની આજે સમાજ અને દેશને તાતી જરૂરિયાત છે. હું તો ભાજપનાં નેતાઓને અને RSS તેમજ બજરંગ દળ અને વીએચપીને પણ આવ્હાન કરું છું કે આ અત્યાચાર ના વિરોધમાં ખૂલીને સામે આવે.
    વંદે માતરમ્.
    નિલેશ ભાનુશાલી ” તેજાબ”

    • My message for all who support Arnab Goswami:

      Instead of PM & HM please target your anger and frustration towards Uddhav Thakarey and his accomplice Parambir Singh and tag both of them on your tweet so it reaches them.
      #ArnabWeAreWithYou

  5. I admire your article. You are Arnob for Gujarati people. Please go ahead. We are with you and Arnob.

  6. સૌરભભાઈ દર વખત ની જેમ ઉત્તમ લખાણ પણ મારું એક સૂચન છે. તમે ન્યૂઝપ્રેમી મારફતે તમારા લેખ પહોંચાડો છો તે સારૂ છે પણ તમારી વાત સીમિત લોકો સુધી જ પહોંચે છે. તમે જો યુ ટ્યુબ પર લાઈવ વિડીયો કરી દેશ જ નહીં દુનિયાને ખૂણે ખૂણે સુધી તમારી વાત પહોંચાડી શકો છો. ભારત મા ઘણા પત્રકાર છે જેઓ આવી ચેનલો ચલાવે છે અને લોકો તેમણે મદદ કરે છે અને યુ ટ્યુબ થકી પણ કમાણી થાય છે. આવા લાઈવ વિડીયો કરવાનો ખર્ચ આવતો નથી અને સાધનો મા સ્માર્ટ ફોન અને લેપટોપ ની જરૂર હોય છે અને ઘરે બેસી તમે નક્કી ટાઈમે લાઈવ શેષન કરી શકો છો અને ક્યારેક જરૂર પાડી તો તમે દિવસ મા ગમે ત્યારે પણ લાઈવ આવી તમારી વાત લોકો સુધી પહોંચાડી શકો છો અને તમારા વિડીયો યુ ટ્યુબ પર સ્ટોર થઇ હમેશા લોકો સુધી પહોંચતા રહે છે.

  7. સૌરભભાઈ તમે ન્યૂઝ પ્રેમી મારફતે હમારા સુધી વાત પહોંચાડો છે તે ઉત્તમ છે પણ તમે સીમિત લોકો સુધી જ વાત પહોંચાડી શકો છો. તમે ન્યૂઝ પ્રેમી ને યુ ટ્યૂબ પર લઇ જઈ આજ વાત લાઈવ વિડીયો દ્વારા આખી દુનિયા સુધી પહોંચાડી શકો અને ભારત મા એવા ઘણા પત્રકારો છે જે આવી ચેનલો ચલાવે છે અને લોકો પણ તેને મદદ કરે છે તેમજ યુ ટ્યુબ થકી પણ થોડી કમાઈ થાય છે.

  8. સર , અર્નબ ઉપરની આપની પ્રતિક્રિયા જાણવા માંગતી હતી હુ કારણ આપની છણાવટ બધા મુદ્દાને ક્લીયર કરી આપે છે. આ જમાનામાં લોકો ચીલ્લાઈ ચીલ્લાઈને ખોટુ એવી રીતે બોલે છે અને એટલા બધા એ રાગ જોડે જોડે આલાપે છે કે જેથી ખોટુ પણ સાચુ જ લાગે. આવા સમયે અર્નબ જેવા નીડર પત્રકારની જરુર છે અને રહેશે. આપનો હવે પછીનો લેખ વાંચવા ખૂબ ઉત્સાહિત છું.

  9. Shiv Sena was created to counter Dowd Sena and other such Senas before it out of injustice to our community. The basic nature of Sena was Gundagardi and never discarded. With heritage lineage how one can expect any improvement?

  10. yes, Saurabh bhai, it is the time to stand up for the protection of the freedom of Expression. To stand with Arnab. Maha. Govt. and police have grossly misused its powers in broad day light. But the days of this political and police terror are numbered and the public will show them their true place.

  11. શિવસેના અને મનસે આ બંને વેપારીઓ દુકાનદારો બિલ્ડરો ને ધમકાવીને ખંડણી ઉઘરાવવા ના ગોરખધંધા કરે છે
    આ લોકો હજી વધુ સત્તા મા રહ્યા કો બંગાળ બિહાર ની જેમ ઉદ્યોગો નુ પલાયન થશે
    આ લુખ્ખાઓ જમીન ના સોદાઓ મા પણ ભાગ માગે છે
    આ માટે બેરોજગારો ની ફોજ પાળી રાખી છે

  12. પાપ નો ઘડો ભરાશે અને જલદી ફૂટશે. “રામચંદ્ર કહ ગયે સિયા સે ઐસા કળજુગ આયેગા, હંસ ચુગેગા દાના જીનકા કૌવા મોતી ચારે ગા”

  13. જનતા ઉપયોગી કાર્ય કરવાને બદલે ફક્ત ને ફક્ત પોતાનો અહમ સંતોષતી MVA સરકાર, જે માટે ગમે તે હદ સુધી જવું.

  14. ભારતના ખૂણે ખૂણે જે કોઈ મહારાષ્ટ્ર સરકારની ટીકા કરે તે સૌ કોઈને પકડી લેવાશે?શું કોઈ પણ રાજ્ય સરકાર સ્વતંત્ર સરકાર છે?બંધારણ અને લોકશાહી શું માત્ર થોથામાં જ છે?મહારાષ્ટ્ર જેવા સુસંસ્કૃત રાજ્યમાં બધા ડરી ગયા છે?કંઈક વિરોધ કરીશું તો કંગના, અરનબ,સમિત જેવી દશા થાય તો?સૌરભભાઈ તમારો વારો ક્યાંક લાગી ન જાય. ટાઈમ્સ એ તેના edit માં ટીકા કરી છે, હવે તેનો વારો પણ નીકળી શકે.

  15. સૌરભભાઇ,
    અર્ણબજી જેવા સ્વતંત્ર અને નીર્ભક પત્રકારનો અવાજ દબાવવાની નિકૃષ્ટ ચેષ્ટા કરનાર સત્તા લોલુપ તિકડમજીઓ સામે અવાજ ઉઠાવી તમે ફરી એકવાર એ જ મિજાજ ધરાવનાર હોવાની સાબિતી આપી છે.
    We are proud of you and are with you.
    Long live Democracy.

  16. ઘણો સરસ લેખ અને આ લેખ ની બીજા કોઈ ની પાસે થી આશા પણ ના રખાય । સચોટ અને એકદમ સમયસર નું લેખન !

    રહ્યો સવાલ સાચા અને ખોટા નો તો બીજી કોઈ ચેનલ કોણ ? એ નક્કી કરવા વાળી કે સુ સાચું ને સું ખોટું ?

    આતુરતા થી આગળ ની સિરીઝ ની રાહ જોવાય છે !!

  17. ઝી ન્યુઝ નાં સુધીર ચૌધરીએ ઝી ન્યુઝ ઉપર અરનબ ની તરફદારી અને લોકશાહીના ચોથા સ્તંભ મનાતા મિડીયા પર નાં આ હુમલાને વખોડ્યો જ છે…યુ ટ્યુબ સર્ચ કરો મળી જશે.

  18. Saurbh bhai aa lekh vanchyo…jo arnab sacho hoy….aaj tak…news nation..biji samachar chanel aa news kem nathi batavti…

    • આના માટે આપે ‘ સંદીપ દેવ’ ને સાંભળવા જોઈએ, તેમણે આ ચેનલો ની પોલ ખોલી નાખી છે. કહેવાતી રાષ્ટ્રવાદી ચેનલો અને તેના એન્કરો ની રાષ્ટ્રવાદીતા કેટલી છે, તે જરૂર જાણવા મળશે.

    • आज तक राजदीप सरदेसाई की चेनल है…जो आदमी सोनिया राहुल का… वो अर्नब के साथ कैसे खडा रहेगा ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here