આવતીકાલને ભયમુક્ત બનાવવા આજથી જ ડરી ડરીને જીવવાનું? : સૌરભ શાહ

(લાઉડમાઉથ: 7 ઑક્ટોબર 2020)

મેં જે ધાર્યું છે એવું નહીં થાય એવા વિચારથી ડર જન્મે છે. ડરનું જન્મસ્થાન અપેક્ષા છે. મારા એરિયાનો ડી.એસ.પી. મારો સાળો છે અને મેજિસ્ટ્રેટ બનેવી તો મને ખૂન કરતાં પણ ડર નહીં લાગે. પણ સાળા-બનેવી સાથે ખટકી ગયું હોય તો કોઈને તમાચો મારતાં પણ ડર લાગશે.

તમારા ડરને વટાવી લેવા એક આખો ઉદ્યોગ ધમધમે છે. ઈન્શ્યોરન્સ ઈન્ડસ્ટ્રી એનું નામ છે. તમારા મૃત્યુ પછી તમારી વિધવાનું શું, બાલબચ્ચાંનું શું એવો ડર બતાવતી જાહેરખબરો દ્વારા તમને ખંખેરવામાં આવે છે. તમે બીમાર પડશો તો શું, વૃદ્ધાવસ્થામાં તમારી પાસે પૈસા નહીં હોય તો શું એવો ડર બતાવીને મેડિક્લેમ અને મ્યુચ્યુઅલ ફંડ-પેન્શન ફંડ- વગેરે ફંડમાં તમારો હાથ આમળીને તમારી પાસે રોકાણ કરાવવામાં આવે છે. તમારી પાસે ઘર નથી?

અરેરે, કેવા બેજવાબદાર છો તમે? ઘરબાર વિનાના માણસે તો પછી ફૂટપાથ પર જિંદગી જીવવી પડે એવો ડર બતાવીને તમારી પાસે મોઘું વ્યાજ પડાવીને મનફાવતી શરતોએ તમને લોન આપવામાં આવે છે. શું કહ્યું? ઘર છે? પણ કાર નથી ને? તો એક સરસ કાર લઈ લો, અમે અપાવીએ. કાર વિનાના તમે ક્યાંથી સમાજમાં વટભેર ફરી શકવાના. ઝીરો ડાઉનપેમેન્ટ. પહેલા ત્રણ મહિના એક પણ હપ્તો નહીં ભરવાનો.

પણ પછી તો દર મહિને ભરવાના. દસ લાખની ગાડી વીસ લાખમાં પડવાની છે એનું ભાન પણ નથી રહેવાનું. તમને એમ છે કે દર મહિને તમે તમારા માટે કમાઓ છો. ભ્રમણા છે તમારી. તમે તો આ બધી બેન્કોના બંધુઆ મજદૂર છો. વેઠિયા છો. એ લોકો વૈતરું કરાવે છે તમારી પાસે અને પોતે? પોતે તમારા પરસેવાની કમાણી પર દર મહિને લાખો રૂપિયાનાં મહેનતાણાં મેળવે છે. ફાયનાન્શ્યલ સેક્ટરમાં નોકરી-ધંધો કરનારાઓને બીજા કોઈપણ ક્ષેત્ર કરતાં સૌથી વધારે મહેનતાણું / વેતન / વળતર મળે છે કેવી રીતે? તમને ડરાવીને અને તમને લાલચ આપીને.

લાલચ ડરના સિક્કાની બીજી બાજુ છે. ડર નીકળી જાય તો લાલચ આપોઆપ ખરી પડે. લાલચ નીકળી જાય તો ડર પણ જતો રહે. આની સામે લાલચની હાજરી હશે તો ડર પણ સાથે રહેવાનો અને ડર હશે તો લાલચ પણ રહેશે. એટલે ઈન વે, ડર વિશે વાત કરીએ છીએ ત્યારે લાલચ વિશેની પણ વાત સાથે જ વણાઈ જવાની.

જિંદગીમાં જેને કશું જ નથી જોઈતું તેને કોઈ ડર નથી. પણ એવું તો બનવાનું નથી. સંસારી જીવ છીએ. સાધુ સંતોને પણ આ જોઈતું હોય, તો જોઈતું હોય તો આપણને કેમ ના જોઈએ? તો પછી શું ડરને વળગાડીને જીવવાનું? ના. જિંદગીમાં જેને કશુંક નહીં મળે તો કોઈ પ્રૉબ્લેમ નથી, એવું વિચારતાં-સ્વીકારતાં આવડે એ પણ ડરથી મુક્ત છે. અને આવી માનસિકતા કેળવવી શક્ય છે, અઘરી છે પણ અશક્ય નથી.

વર્ષો સુધી તમે મેડિક્લેમનું પ્રીમિયમ ભરતા રહ્યા. શું કામ? બીમાર પડીએ તો કોઈની પાસે હાથ લંબાવવો ન પડે. પણ પંચ્યાશી વર્ષ તમે ગુજરી જાઓ ત્યાં સુધી બીમાર પડ્યા જ નહીં ને સીધા ટપકી ગયા તો શું તમને અફસોસ નહીં થાય કે નકામા પ્રીમિયમ ભરવામાં પૈસા બગાડ્યા. એના કરતાં દર વર્ષે એ રકમ ફલાણો શોખ પૂરો કરવામાં કે ઢીકણા અભાવની પૂર્તિ કરવામાં વાપરી નાખી હોત તો?

તમે કહેશો કે શું કામ એવો અફસોસ થાય? પ્રીમિયમ ભરીને માનસિક સલામતી તો મળી ને કે કંઈક થયું તો મેડિકલ ઈન્શ્યોરન્સ છે જ આપણી પાસે.

‘કંઈક’ થવાની શક્યતા કેટલી જિંદગીમાં? મેડિકલ સંશોધનો જે આંકડા આપે છે તેના પર ન જાઓ. એમાં ઘણાબધા ઈફ્સ અને બટ્સ હોય છે. પ્લસ એ ‘સંશોધનો’નો મૂળભૂત હેતુ તમને ડરાવવાનો હોય છે. મોટાભાગનાં સંશોધનો ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓએ આપેલાં સીધા-આડકતરા ડોનેશન્સથી થતાં હોય છે, એટલે ભારતમાં દર ત્રીજી વ્યક્તિ હૃદય રોગથી પીડાય છે, દર બીજી વ્યક્તિને ડાયાબિટીસ થવાની સંભાવના છે ને દર ચોથી વ્યક્તિને સાઠ વર્ષની ઉંમર પછી ઘૂંટણની ઢાંકણી બદલાવવાનું ઑપરેશન કરાવવાની જરૂરિયાત ઊભી થવાની છે એવા રિસર્ચથી મહેરબાની કરીને ફફડી ન જાઓ. આ બધા ફ્રોડ લોકો તમને બીવડાવીને તમને ઊંધે માથે લટકાવીને તમારાં ગજવાં ખંખેરવા માગે છે.

પ્રેક્ટિકલી જોઈએ તો તમને ‘કશુંક’ થાય અને તમને ‘કશુંક’ ન થાય એવા ચાન્સીસ ફિફ્ટી-ફિફ્ટી છે. તમે પેલી તરફના ફિફ્ટી પર્સેન્ટ ચાન્સમાં શ્રદ્ધા ધરાવો છો ને પ્રીમિયમો, હપ્તાઓ ભર ભર કરો છો.

હું આ તરફના ફિફ્ટી પર્સેન્ટ ચાન્સમાં શ્રદ્ધા ધરાવો છો ને પ્રીમિયમો કે હપ્તાઓ ભરીને બેન્કો કે ફાઈનાન્શ્યલ સેક્ટરમાં કામ કરનારાઓના બંધુઆ મજદૂર તરીકે કામ કરવાને બદલે મારી મોજથી કામ કરું છું, અને એટલે જ સ્વતંત્ર વિચારો વિચારી શકું છું, ને એને વ્યક્ત પણ કરી શકું છું – કોઈના બાપની સાડી બારી રાખ્યા વિના.

બીમાર પડશો ને સારવાર કરાવવાના પૈસા નહીં હોય તો? પહેલી વાત એ કે નેવું ટકા બીમારીઓને સારવારની જરૂર જ નથી હોતી. કોઈ ડાયગ્નોસિસ કે ટેસ્ટ કરાવવાની પણ જરૂર નથી હોતી. ઘરગથ્થુ ઉપચારો, કુદરતી ઉપચારો, આયુર્વેદિક ઉપચારો તેમ જ યોગ-પ્રાણાયમ વગેરેથી સાજા થઈ શકાતું હોય છે. આહારવિહાર પર અત્યારથી કન્ટ્રોલ રાખવાથી આવી કોઈ નોબત આવવાની નથી.

બાકીની દસ ટકા શક્યતાઓ વિશે વિચારીએ. સડનલી હાર્ટ એટેક આવ્યો, સ્ટ્રોક આવ્યો, કેન્સર ડિટેક્ટ થયું કે પછી એવું જ કાંઈક બિલાડું શરીરમાં પેસી ગયું તો? તો હાંફળાફાંફળા થઈને આકાશ-પાતાળ એક કરવાની કોઈ જરૂર નથી. તાબડતોબ ડૉક્ટર, પાડોશી, કાકા-મામા-ફોઈ-ફુઆને બોલાવી લેવાની કોઈ જરૂર નથી. અમુક રોગ જો થવાના હશે તો થશે જ. અત્યારથી એને લઈને ડરવાની કોઈ જરૂર નથી. હૉસ્પિટલના આઈસીયુમાં ભરતી થઈને શરીરમાં નળીઓ નાંખેલી હોય એવો સેલ્ફી લેવાની બહુ હોંશ હોય એવા લોકો સિવાયનાઓએ ઘરમાં જ રહીને દર્દને સહન કરતાં શીખી લેવું. (દવાને બદલે દારૂમાં ખર્ચ કરવો!) જેટલી જિંદગી જીવ્યા છીએ એટલી સંતોષથી જીવ્યા અને હવે જો ભગવાન આવરદા પૂરી કરવા માગતો હોય તો ભલે, એના રસ્તા આડે આપણે આવનારા વળી કોણ? એવું વિચારીને ગજા બહારનો લાખો રૂપિયાનો મેડિકલ ખર્ચ કર્યા વિના જ ગુજરી જવું સારું. ભગવાન કે ખાતર, ડૉક્ટર સાહેબ! કુછ ભી કર લો પર મેરી માં કી / મેરે બાપ કી / મેરે બેટે કી / મેરે એટસેટેરા કી જિંદગી બચા લો એવું હિંદી ફિલ્મોમાં જોઈ જોઈને તમારું મગજ ખવાઈ ગયું એટલે તમારી પર્સનલ લાઈફમાં પણ આવી કોઈ આરોગ્યને લગતી ઈમરજન્સી સર્જાય ત્યારે તમને પણ આવા જ વિચારો આવે છે (જેમ એકતા કપૂરની સિરિયલોનો જમાનો આવ્યા પછી દરેક ઘરમાં સાસુ-વહુ કે દેરાણી-જેઠામી વચ્ચેના ઝઘડાઓમાં ટી.વી. જેવા સંવાદો વપરાતા થઈ ગયા એમ).

મને તો એ વિચાર આવે છે કે જેની કૌટુંબિક આવક પાંચ-પચ્ચીસ હજાર હોય એ વ્યક્તિ કેવી રીતે દેવું કરીને પાંચ-દસ લાખ રૂપિયા હૉસ્પિટલનાં બિલો ભરવામાં વેડફી શકે? જે મધ્યમવર્ગીય કુટુંબ ખાધે-પીધે માંડ સુખી હોય અને સાંકડે-માંકડે એક પગારથી બીજા પગાર સુધીના ત્રીસ દિવસ ખેંચી કાઢતું હોય તેણે શું કામ કુટુંબના કોઈ સભ્યો જીવ બચાવવા માના દાગીના વેચી કાઢવા પડે, બાપે ખરીદેલું ઘર ગિરવી મૂકવું પડે કે સગાં-મિત્રો પાસેથી માગીને દેવું કરવું પડે? ભગવાને જો નક્કી કર્યું હશે કે આના શ્વાસ ખૂટી ગયા છે તો ભગવાનની મરજીને માન આપીએ અને બાકીનાં કુટુંબીઓની આર્થિક જિંદગી શું કામ ખોરવી કાઢીએ.

હું છું ત્યાં સુધી મારા કુટુંબને કંઈ ન થવું જોઈએ એવી લાલચને કારણે હું નહીં હોઉં તો મારા કુટુંબનું શું થશે એવો ડર જન્મે છે.

આ ડર દૂર કરવાનો એ જ ઉપાય છે – અપેક્ષા નહીં રાખવાની. હું શું કામ એવી આશા જ રાખું કે આવતી કાલે હું જીવવાનો છું? મારા માટે બસ, આ જ એક દિવસ છે – મારે જે કંઈ કરવું છે તે માટે.

કાલનો સૂરજ જોવા માટે જો જીવ્યો તો એ બોનસનો દિવસ હશે અને એ દિવસ માટેની મારી મેન્ટાલિટી પણ એ જ હશે – આજે જે કરવું છે તે કરી લઉં, કાલની કોને ખબર?

કાલની કોને ખબર એવું કહ્યા પછી પણ તેઓ માનીને જ બેઠા છે કે કાલે કંઈક અમંગળ જ થવાનું છે. તે એવું થાય તો એને મંગળમાં પલટાવવા તેઓ બાકીની આખી જિંદગી ધમપછાડા કરતા રહેશે, પ્રીમિયમો અને ઈએમઆઈઓ ભર્યા કરશે અને આજનો આનંદ માણવાને બદલે રોજના ચોવીસે કલાક ડરમાં ને ડરમાં જીવ્યા કરશે.

સાયલન્સ પ્લીઝ!

રોજ એક કામ એવું જરૂર કરવું જે કરવાનો તમને ડર લાગતો હોય.

– એલીનોર રૂઝવેલ્ટ

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરવા માટેની અપીલ : સૌરભ શાહ

પ્રિય વાચકો,

ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાતા, વખણાતા અને ચર્ચાતા લેખક-પત્રકારોમાંના એક સૌરભ શાહ તમને રોજ ‘ન્યુઝપ્રેમી’ દ્વારા મળે છે.

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના ચાલતું સ્વતંત્ર, તથા કોઈનીય સાડીબારી ન રાખતું ડિજિટલ મિડિયા છે અને એટલે એ ભરોસાપાત્ર છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા પ્લેટફૉર્મને અડીખમ રાખવા તમારા સપોર્ટની જરૂર છે.

‘ધ ક્વિન્ટ’, ‘ધ પ્રિન્ટ’, ‘ધ વાયર’, ‘સ્ક્રોલ’ કે બીજાં ડઝનેક તોતિંગ અંગ્રેજી ડિજિટલ મિડિયા કરોડો રૂપિયાનું ફંડિંગ ઉભું કરીને પોતાના એજન્ડાને— કામકાજને આગળ વધારી રહ્યા છે. ‘ન્યુઝપ્રેમી’ આવી રીતે કામકાજ કરવામાં માનતું નથી. ઇન્વેસ્ટર્સ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા પછી અમુક મિડિયા કરોડરજ્જુ વિનાનાં બની જતાં હોય છે. ઇન્વેસ્ટરોનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાથી સચવાતો હોય ત્યારે મિડિયાએ પણ વાચકોનો દ્રોહ કરીને, વાચકોને ઊંધા રવાડે ચડાવીને એન્ટી-નેશનલ ન્યુઝ અને એન્ટી-નેશનલ વ્યુઝ આપવાની પ્રવૃત્તિમાં જોરશોરથી ભાગ લેવો પડતો હોય છે.

આ જ કારણોસર ‘ન્યુઝપ્રેમી’માં જાહેરખબરો પણ ઉઘરાવવામાં નથી આવતી. જે ઘડીએ એડવર્ટાઇઝરના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ન જળવાય એ જ ઘડીએ કાં તો તમારો હાથ આમળીને તમારી પાસે તેઓ પોતાનું ધાર્યું કરાવતા થઈ જાય અને વાચકો ગેરમાર્ગે દોરવાઈ જાય, કાં પછી તમારી નૌકાને મધદરિયે હાલકડોલક કરીને ડુબાડી દેવાની ધમકી આપવામાં આવે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મીસમા સૌરભ શાહ દ્વારા 24×7 થઈ રહી છે. ( એક વાચકે ‘ વન કેન’—one pen, one man, one can—નું બિરૂદ આપ્યું છે. કોઈ એક લેખની કમેન્ટમાં છે.)

‘ન્યુઝપ્રેમી’નું લેખન-સંપાદન તથા એની સાજસજ્જા મુંબઈમાં થાય છે. ટાઇપસેટિંગ ભાવનગર અને અમદાવાદમાં થાય છે. ‘ન્યુઝપ્રેમી’ના એડમિનિસ્ટ્રેશનની જવાબદારી પૂણેથી નિભાવવામાં આવે છે અને ‘ન્યુઝપ્રેમી’ને ટેક્નિકલ સપોર્ટ બેંગ્લોર સ્થિત ગુજરાતી ટેકનોક્રેટ આપે છે. ‘ન્યુઝપ્રેમી’ની હિન્દી આવૃત્તિ માટેનું અનુવાદકાર્ય મુંબઈ – અમદાવાદમાં થાય છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

7 COMMENTS

  1. વીમો, મ્યુચ્યુઅલ ફંડ, મેડિકલ, પોતાનું ઘર લોન લઈ ખરીદવું એ નાણાકીય સાક્ષરતા નો વિષય છે એમાં લગણીઘેલા શબ્દો નો કોઈ અર્થ નથી. એક વીમા માં કે એક નાની sip કરાવવાથી , એક મેડિકલ કઢાવવા થી એનો એજન્ટ મહેલ નથી બનાવી કાઢવાનો.લોન લીધા વગર માધ્યમ વર્ગ નો કોઈ વ્યક્તિ ક્યારેય પોતાનું ઘર ના બનાવી શકે અને મીઠી મીઠી વાતો કરી ૫૦-૧૦૦ રૂપિયા ના ભાડા થી ઘરમાં ઘૂસી જઈ ઘર પચાવી પાડવાનો જમાનો હવે બદલાઈ ગયેલો છે. વિભકિત પરિવાર ના સમય માં કમાતી વ્યક્તિ ને કંઈ થઈ જાય ત્યારે ઈચ્છા હોવા છતાં સ્વજનો મદદ નથી કરી શકતા અને ત્યારે જો વીમા એજન્ટ ની સલાહ અનુસરી વીમો લીધો હોય તો તે એજન્ટ જ પરિવાર ને આર્થિક સલામતી આપી શકે. ક્લેમ ચૂકતી વખતે એજન્ટ કોઈ કમીશન નથી માંગતો. એક ઉદાહરણ બતાવો કે કોઈ સ્નાતક થયા પછી પાંચ દશ વર્ષ માં લોન લીધા વગર ફ્લેટ ખરીદ્યો હોય. હું તમારા લેખ રસ પૂર્વક વાંચું છું પરંતુ આ વિષય માં તમારી સાથે સંમત નથી

  2. આપ નો આ લેખ અને પોઝિટિવ થીંકિંગ એ સારી વસ્તુ છે …
    હું તમારો ચાહક છું પરંતુ એક વાત કહેવા માંગુ છું કે “જે થવાનું હોય તે થઈ ને રહેશે ” એવું વિચારીને આપડે રોડ પર ટ્રક કે બસ ની સામે ઘસી જતા નથી અને સાઇડ પર જતા રહ્યે છીએ તેમજ દરેક વસ્તુ માટે “વિવેક બુદ્ધિ” વાપરીને ડર્યા વિના પણ જીવી શકાય…
    તેમજ દરેક વ્યક્તિ એ પોતાની તેમજ family ની જરૂરિયાત પ્રમાણે પ્લાનિંગ કર્યું હોય તો તે ખોટું નથી..

  3. In the seventh para of the article: At 85 if you die all of a sudden without making any use of Mediclaim , won’t you regret? A dead person has no feelings.
    Insurance policy decision lightens some worries of the mind for many. Far better than drinking / smoking / drugs. Can not generalize such issues.

  4. ડીઅર લેખક શ્રી સૌરભ શાહ,

    હું ડોક્ટર ચિંતન રાવલ, મનોચિકિત્સક તરીકે છેલ્લા દસ વર્ષથી સરકારી મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલમાં ફરજ બજાવું છું.
    આપની columns મારી ફેવરીટ columns હોય છે અને હું લગભગ રસપૂર્વક દરેક columns વાંચું છું.
    આપનો આજનો તારીખ 7 ઓક્ટોબર 2020 નો લેખ વાંચ્યો. જે વાંચ્યા પછી હું આશ્ચર્ય સાથે દુઃખની લાગણી અનુભવું છું.

    આધુનિક તબીબી જગતમાં લોકોનો જીવ બચાવનાર જેટલી પણ સારવાર ઉપલબ્ધ છે તે તમામ તબીબી સંશોધનો (મેડિકલ રિસર્ચ) નિજ ફળશ્રુતિ છે. તે માટે અસંખ્ય લોકોએ અમૂલ્ય યોગદાન (કેટલાક સંજોગોમાં પોતાના જીવના જોખમે) માનવજાત માટે આપેલ છે. તબીબી સંશોધનો ફક્ત અને ફક્ત ફાર્માસ્યુટિકલ કંપનીના સ્કેમ છે તેવું માની લેવું અજ્ઞાનતા ગણાય.

    કોઈ વ્યક્તિને કોઈ રોગ થવાની શક્યતા કેટલી છે તેનું પણ વિજ્ઞાન છે જેને તબીબી ભાષામાં એપિડેમીઓલોજી કહે છે. જેમાં વાસ્તવિક તથ્યો પરથી સંભાવનાના આધારે તારણો કાઢવામાં આવે છે. સ્વાભાવિક રીતે તેમાં એન્ડ્સ અને બટ સ હોવાના જ. માનવ શરીરનું તબીબી વિજ્ઞાન વન પ્લસ વન equal to જેટલું સરળ હોતું નથી.

    આથી, “કશુંક” થવાના ચાન્સ પ્રેક્ટીકલી કે અનપ્રેક્તિકલી મોટા ભાગના રોગોમાં ફિફ્ટી ફિફ્ટી નથી હોતા. આવી સમજણ સાથે હેલ્થ ઇન્સ્યોરન્સ નું પ્રીમિયમ ભરતો વ્યક્તિ ડરપોક નહીં પરંતુ અગમચેતી ધરાવે છે તેવું સમજવું યોગ્ય છે.
    “90% બીમારીઓને કોઈ જ સારવારની જરૂર હોતી નથી.” તે આપના અંગત વિચારો હોઈ શકે પરંતુ હું આ સાથે બીલકુલ સહમત નથી.

    બાકીની 10% બીમારીઓ જેમ કે હૃદયના રોગનો હુમલો કેન્સર સ્ટ્રોક વિગેરેની સારવાર મધ્યમ વર્ગ એ ન કરાવવી કે અન્ય શું કરવું વિશેના વિચિત્ર વિચારો આપ જેવા પીઢ લેખક દ્વારા રજુ કરાતા આશ્ચર્ય સાથે દુખ અનુભવું છું.

    આભાર.
    આપની કોલમનો હંમેશા નિયમિત વાચક?
    ડો. ચિંતન રાવલ.

    • I would request you to read Dr Manu Kothari’s books written in Gujarati with Dr Lopa Mehta as a co author. He was a highly qualified doctor , well known in the world of medicine and his research was recognised by international stalwarts. You will find many of his books being sold by all the online booksellers,published by Navbharat Sahitya Mandir. Bookpratha.com is one of them ( this is run by grand son of Zaverchand Meghani). My request to you is kindly do not opine,before reading his books, on the topic I have written.??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here