અમેઠી અને જગન રેડ્ડી

ગુડ મોર્નિંગ: સૌરભ શાહ

(newspremi.com, સોમવાર ૨૭ મે ૨૦૧૯)

આજે તમને બે વાત કરવાની છે. બેઉ પ્રેડિક્ટેબલ ઘટનાઓ છે. ઈન ફૅક્‌ટ એ બંને વિશે આ કૉલમમાં તમને અણસાર મળી પણ ચૂક્યો છે.

અમેઠીમાં સ્મૃતિ ઈરાની રાહુલ ગાંધીને પછાડીને વિક્રમ સર્જે છે એના બે જ દિવસમાં ચૂંટણીકાર્યમાં સ્મૃતિ ઈરાનીની સતત સાથે રહેનારા નિકટના જૂન સાથી સુરેન્દ્ર સિંહની હત્યા થાય છે. અમે તો એવી ભવિષ્યવાણી ભાખેલી કે નેક્‌સ્ટ ટર્મના પાંચ વર્ષ દરમ્યાન મોદી એવાં એવાં કામ કરશે જેને કારણે વિપક્ષો ભીંત સરસા જડાઈ જશે અને એ ફ્રસ્ટેશનમાં મરતા ક્યા નહીં કરતાના ન્યાયે તેઓ પાછલાં દોઢ-બે વર્ષમાં મરણિયા બનીને દેશ આખામાં અરાજકતા ફેલાવવા કોમી રમખાણો કરાવશે, સિવિલ વૉરની પરિસ્થિતિ ઊભી કરશે. આવું કહ્યું ત્યારે ખબર નહીં કે મોદી વડા પ્રધાનપદના સોગંદ લે એના પહેલાં જ અરાજકતા ફેલાવવાનું કામ શરૂ થઈ જશે. રાહુલ ગાંધીને હરાવીને સ્મૃતિ ઈરાની અમેઠીની લોકસભાની બેઠક જીતી શું ગયા, વિરોધીઓએ આતંક ફેલાવવાનું કામ શરૂ કરી દીધું. વિરોધીઓનો સંદેશ સ્પષ્ટ છેઃ ખબરદાર, અમેઠીવાસીઓ! ભૂલેચૂકેય જો તમે ભાજપનો કે એના નેતાઓનો-કાર્યકર્તાઓનો પક્ષ લીધો છે તો, સુરેન્દ્ર સિંહ તો હજુ શરૂઆત છે, હવે પછી તમારો વારો આવી શકે છે. વિપક્ષોની આવી અસહિષ્ણુતાની સામે પેલી ઈન્ટોલરન્સ ગૅન્ગ કેમ ચૂપ છે? મોદીના રાજમાં ડર લાગે છે એવું કહેવાવાળા મુસ્લિમ અભિનેતાઓ કેમ ચૂપ છે? અસહિષ્ણુતાના નામે છાપાંઓમાં હેડલાઈનો લૂંટનારી ટુકડે ટુકડે ગૅન્ગના પ્રેરણાદાતાઓને અમેઠીમાં થયેલી રાજકીય હત્યા દેખાતી નથી. ક્યાંથી દેખાય એમને તો બંગાળમાં સાતેય તબક્કાઓના મતદાન દરમ્યાન ક્રમશઃ વધતી જતી હિંસા પણ દેખાઈ નહોતી. ચૂંટણીપ્રચાર દરમ્યાન અને મતદાનના દિવસે પણ બંગાળમાં ભરપૂર હિંસા થઈ, ભાજપના સમર્થકોને ડરાવવા આગ લગાડવાના અનેક બનાવો બન્યા, ઠેકઠેકાણે પથ્થરમરો થયો. આવી એકાદ ઘટના પણ ગુજરાતમાં ચૂંટણીપ્રચાર કે મતદાન વખતે બની હોત તો? ગુજરાતમાં થતી એકાદ છૂટપૂટ હિંસાની ઘટનાને રાજકીય સ્વરૂપ આપીને દેશ આખામાં ગુજરાતને બદનામ કરતા સેક્‌યુલરો, વિપક્ષો અને છાપાં–ચેનલવાળાઓ બંગાળમાં ચૂંટણી વખતની હિંસાની ઘટનઓ વખતે શું કહેતા હતા ખબર છે? ‘આ વખતે દર વખત કરતાં બંગાળમાં ચૂંટણી સમયે ઘણી ઓછી હિંસા થઈ છે!’

બંગાળમાં છડેચોક મવાલીગીરી કરાવતી મમતાદીદીને પડખે રહેનારા મીડિયાના લાલભાઈઓને કેરળમાં આર.એસ.એસ., ભાજપ તથા હિન્દુવાદી કાર્યકર્તાઓને મારી નાખવાના ડઝનબંધ બનાવો વખતે સગવડિયું મૌન રાખવાનું ફાવી ગયું છે. આ જ ગૅન્ગ યુપીમાં કે અન્ય કોઈ ઠેકાણે ગૌમાંસના મુદ્દે લિન્ચિંગ થાય છે એવું કહીને કોઈ એકલદોકલ મુસલમાન સાથેની પર્સનલ અદાવતની ઘટનાને જબરું મોટું સ્વરૂપ આપી દે છે.

અમેઠીની ઘટના આગામી પાંચ વર્ષ દરમ્યાન વિપક્ષો શું શું કરી શકે છે, કઈ છેલ્લી પાયરી સુધી જઈ શકે છે, તેનું સૅમ્પલ છે. આવતી કાલે તમારામારા જેવા દેશભક્તોનો વારો પણ આવી શકે છે. આવું વિચારીને ડરવાનું નથી, છુપાઈ જવાનું નથી કે દહીંદૂધમાં પગ રાખવાનું કાયર પગલું પણ ભરવાનું નથી. આ લાલબત્તી ધરવાનું કારણ એક જ છેઃ માથે કફન બાંધીને લડતાં રહેવાનું, કમ્યુનિસ્ટ-કૉન્ગ્રેસી-સેક્યુલર પરિબળો સામે હિંમતભેર લડતાં રહેવાનું અને વખત આવ્યે આવી ઘટનાનું કાવતરું કરનારાઓને ફાંસીને માંચડે પહોંચાડવાની પ્રતિજ્ઞા કરી એ દિશામાં તન,મન,ધનથી કામ કરવું. સ્મૃતિ ઈરાનીએ પહેલ કરી દીધી છે. સુરેન્દ્ર સિંહની સ્મશાનયાત્રામાં નનામીને ખભો આપીને સ્મૃતિ ઈરાની છેક સુધી ચાલ્યાં એટલું જ નહીં સુરેન્દ્ર સિંહના પરિવારને, એમનાં બાળકોને તમામ પ્રકારની મદદ આપવાની બાંહેધરી આપી અને સુરેન્દ્ર સિંહના ખૂનીઓને ફાંસીના માંચડે પહોંચાડવાની કસમ પણ ખાધી. શેરની આને કહેવાય.

બીજી વાત. તમને ખબર છે કે ક્‌વિન્ટ, સ્ક્રોલ, પ્રિન્ટ વગેરે જેવા સેક્યુલર કકળાટ કરનારા ઑનલાઈન માધ્યમો આ વખતે ચૂંટણી ડિકલેર થયા પછી શું કહેતા હતા? કહેતા હતા કે સાચી લોકશાહીમાં કોઈ એક પક્ષની બહુમતીથી સરકાર બને તે જોખમી છે, સરકાર તો ઘણાબધા પક્ષોએ મળીને બનાવવી જોઈએ. ઘડીભર તમને લાગે કે આવું કહેનારા રાજકીય પંડિતોની ડાગળી ચસ્કી તો નથી ગઈ ને. પણ પછી તમને એમનો ઍજન્ડા સમજાય કે ભાજપ સશક્ત સરકાર ન બનાવી શકે અને કૉન્ગ્રેસ વગેરે પક્ષો ભેગા મળીને સરકાર બનાવે એવું તેઓ ઈચ્છે છે. આવું બને તો દરેક નાનામોટા પક્ષ સરકારની નૈયા હાલકડોલક કરવાની ધમકી આપીને પોતાનો સ્વાર્થ સિધ્ધ કરી શકે. મહામોરચાની સરકાર કે ગઠબંધન સરકારની સામે ચેતવણી આપવાને બદલે અને સ્થિર સરકાર કે કામ કરતી સરકાર જોઈતી હશે તો કોઈ એક પક્ષને સંપૂર્ણ બહુમતી અપાવવી જોઈએ એવું કહેવાને બદલે આ લેફ્‌ટિસ્ટો દેશ મરો, પ્રજા મરો પણ ડાબેરીઓનું તરભાણું ભરોવાળી ફિલસૂફીનો પ્રચાર કરતા રહ્યા. વિપક્ષોની આ ખતરનાક ચાલનો પ્રચાર કરતા કેટલાય બદમાશ ઑનલાઈન મીડિયાઓ સામે આપણે લાલબત્તી ધરી જ છે.

અને ગઈ કાલે એ પણ પુરવાર થઈ ગયું કે ૩૦૩વાળી મજબૂત સરકારને બદલે ગઠબંધનના સહકાર વિના તૂટી પડે એવી, ૨૮૨ કરતાં ઓછી બેઠકો ધરાવતી સરકાર આવી હોત તો શું થાત. આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન જગન રેડ્ડીએ દિલ્હીમાં પીએમ મોદીની મુલાકાત લીધા બાદ તરત જ નિવેદન આપ્યુંઃ ‘ ભાજપને ૨૫૦ જેટલી બેઠકો મળી હોત તો અમે એમને ટેકો આપ્યો હોત પણ એ પહેલાં આંધ્રને સ્પેશ્યલ કેટેગરી સ્ટેટસ આપવાના ડૉક્યુમેન્ટ્‌સ પર સહી કરાવી લીધી હોત.’

સી.એમ. જગન રેડ્ડીને અફસોસ છે કે ભાજપને સ્પષ્ટ બહુમત આપતી બેઠકો કેમ મળી. આને કારણે ભાજપને સપોર્ટ કરવાના બહાને વડા પ્રધાનનું કાંડુ આમળીને પોતાનું કામ કઢાવી લેવાની તક રોળાઈ ગઈ. આવો અફસોસ બીજા ઘણા પક્ષોને થતો હશે.

આંધ્રને સ્પેશ્યલ સ્ટેટસ આપવાની વાત નીકળી છે તો એટલું જાણી લો કે આંધ્રના ભાગલા પડ્યા, તેલંગાણા છૂટું પડ્યું ત્યારે આંધ્રને કેન્દ્ર સરકાર તરફથી ખૂબ બધા લાભ આપવામાં આવ્યા જ છે. કાં તો આ લાભ મળે કાં સ્પેશ્યલ સ્ટેટસ મળે. પણ આટલી સાદીસીધી વાત પ્રજા સુધી પહોંચાડવાને બદલે ‘આપણને અન્યાય થયો છે, અન્યાય થયો છે’ એવાં ભજન ગાઈને પોતાની ઈનઍફિશ્યન્સી છુપાવવા તેમ જ હજુ વધુ કરપ્શન કરવા માગતા આંધ્રના અગાઉના સી.એમ. ચંદ્રાબાબુ નાયડુએ તો મોદી સરકાર સાથેનો નાતો છોડીને અવિશ્વાસની દરખાસ્ત લાવવાનું તદ્દન નીંદનીય અને નિમ્નસ્તરનું કાવતરું કર્યું હતું. અને ચંદ્રાબાબુ નાયડુના રાજકીય વિરોધી જગન રેડ્ડીએ નાયડુનું મુખ્ય પ્રધાનપદ છીનવી લેવા માટે આંધ્રના મતદારોને વચન આપ્યું કે નાયડુ તમારા માટે જે નહીં કરી શક્યા તે હું કરી બતાવીશ, આંધ્રને સ્પેશ્યલ સ્ટેટસ અપાવીને જ જંપીશ. એમના કમનસીબે અને મોદી તથા આપણા સૌના સદ્‌નસીબે ભાજપને ૨૫૦ નહીં, ૩૦૩ બેઠકો સાથે ચોખ્ખી બહુમતી મળી. જગન રેડ્ડી જાય તેલ લેવા. હવે પછીના દિવસો દરમ્યાન આવા અનેક જગન રેડ્ડીઓ તેલ લેવા જશે અને એ સૌ મોદીને-ભાજપને-આ દેશને અસ્થિર કરવાના નવાનવા તરિકાઓ શોધ્યા કરશે.

આજનો વિચાર

પોતાનો એક પ્રવાહ હો, પોતાનું એક વહેણ હોઃ

જેમાં ન ખુદની હો ગતિ, મૃગજળ છે એ ઝરણ નહીં.

_‘મરીઝ’

18 COMMENTS

  1. Sir, Keep Writing and Inspire us.
    India needs you.
    Vikalpo Vadharo, and Write with more option so that more people can read you.

  2. શ્રી સૌરભ ભાઈ શાહ,
    તમારો લેખ વાંચ્યો અને ગમ્યો તમારા જેવા દેશપ્રેમ ધરાવતા પત્રકારો ની બહુજ અછત છે પણ તમે જેરીતે
    લખો છો તે જોતાં એમ લાગે છે કે ભલે તમે એકલા છો પણ પાવરધા છે.
    તમારી કોલમ ભલે મુંબઈ સમાચારમાં બંધ કરાવાઈ તે તેમને જ નુકસાન થયું છે એમ માનવું ખોટું પણ નથી.
    આભાર.

  3. Very True sir, Now are prepare for the fight for “Akhand Bharat”.
    And Thanks for this kind of article/s.

  4. Respected Saurabbhai
    Salute to your brave hearted column. Keep writing such eye opening facts so that such so called secular bastards never be heard by truly patriotic INDIANS
    ??????

  5. SPECIAL MESSAGE FROM MY
    FAMILY TO SURENDRA SINH

    REST IN PEACE

    ALL THE CULPRITS SHOULD BE HANG
    VIKRAM BHATT

  6. Sir,
    What is it that we did wrong? We are always looted by outsiders (inclding insider outsiders)?
    We are constantly worried there are wolves alive ready to pounce upon PM Modi. The equation is, as noted in Safari magazine, the terrorists try hundred times and have to succeed once. But the defendent has to suceed 100% against any attack.We only hope these goons be crushed to soil at every little incidence of their eruption.
    Shameless Jagan. He can say only in this country what ever he said about Andra.

  7. तमारी वात साव साची छे। आगल पण तमे घनीवार लख्यु छे आने तमारा भाषणों मा पण कहेल छे के मोदी जित्से पछी पांच वर्ष संभालवना छे । तामारी आगलनू राजकीय भविष्य जो ई शकवानी कोठा सूझ ने सलाम। जगन छे तो कांग्रेस नी पेदाश । आभार । विजय डैया ।

  8. શ્રી સૌરભભાઈ, સત્ય અને માત્ર સત્ય એનાલિસીસ છે આપનુ. પ્રેડીક્ટેબલ સત્ય વાસ્તવિક સત્યમાં ફેરવાઈ ગયું. મોદી અને અમીત શાહ ખોંખારો ખાશે તો પણ આવા ખાસ પ્રકારના માણસો, પક્ષોના પેટમાં ઉકળતું તેલ રેડાશે. ડર એવો પેઠો છે કે પૂંછડી દબાવીને પણ ભસવાનુ ચાલુ રાખવુ જોઈએ એવી કુમાનસિકતાના રોગીઓ બંધ કમરામાં થી પણ ભસવાના જ. વાંકી તે વાંકી.

    ભગવાનને પણ પ્રાર્થના કે ભારત દેશને ખાતર થોડીક તો સદબુદ્ધિ ના છાંટણા કરી આપો આવાઓને. એમની બુદ્ધિ એવી કે દંભ છે એટલે દેશ છે. પણ ખરૂં પૂછો તો દેશ છે એટલે દંભ શક્ય છે.

    એક એક આવા ખાસ રોગીઓ ને કાળા પાણીની સજા જો નહીં થાય તો દેશ ને ઘમરોળવા બાહરી તાકતો મદદે તૈયાર છે. આવું ઈતિહાસ બોલે છે અને પ્રમાણો વર્તમાનમા દિવસે અને રાત્રે મળતા જ રહે છે. ઉદરણ અંદરૂની તાકત કેરળ.

    કાશ્મીર સમસ્યા જે સરદાર પટેલ માટે ચપટીક સમસ્યા કહેવાય અને ઉકેલ હાથવેંત કહેવાય એમને કાશ્મીરથી દૂર રાખીને નહેરૂએ દેશને હિમાલય જેવડી ભૂલ ભેટમાં આપી. નક્સલવાદ ને પાળ્યું અને પોષ્યું 70 વર્ષો સુધી અને હજુ પણ.

    હવે ડંફાસો મારે છે કે આટલા સૈનિકો શહીદ થાય છે!!

    જે દેશની પ્રજા નાહિંમત હોય, જાગૃત ના હોય, ભ્રષ્ટાચારી હોય ,બેઈમાન હોય એ દેશનો રાજા કાં તો સરમુખત્યાર હોવાનો અથવા નપુંસક હોવાનો.

    ખમીર અને શૌર્ય ગુમાવી ચૂકેલ પ્રજામાં પ્રાણ ફૂંકવાનુ કામ મોદી કરી રહ્યા છે. અદ્દલ દેશભક્તિ ની મિસાલ.
    શું કહો છો?
    બાજપેઈ સરકાર જેવો 23 પક્ષોનો શંભુમેળો નથી એ લાખ ટકાની વાત છે.
    વિપક્ષોને બાજપેઈ કેમ ગમતા હતા એ આનું કારણ છે. નાક દબાવીને મોઢું ખોલાવી શકાય એમ નથી. હવે તો વોટથી જ સર્જીકલ સ્ટ્રાઈક નાગરિકોએ કરી છે. શુ ઉખાડી લેવાના ?!
    પણ, ગદ્દારો એક ટાંગ ઊંચી રાખવાના. જુદા જુદા સમયે જુદા જુદા પેંતરા રચાવાના અને ગંદી ,પ્રપંચી, અપ્રમાણિક રાજનીતિ કરવાના.જો અંશમાત્ર સત્ય ને પડખે હોત તો આટલી બધી ગાળો ના નીકળત એમના દાનવમુખેથી.

    ઝગારા મારતા પ્રકાશમાં અંધકાર વિલીન થઈ ગયો. અંધકાર મર્યો નથી. મારવાનો બાકી છે. મોદીસેના તૈયાર છે વધ કરવા માટે. આખર, લડાઈ છે સત્ય ×અસત્ય ની. ન્યાય × અન્યયાયની. ગરીબ × તવંગરની. નીતિ × અનીતિની. પ્રમાણિક × અપ્રમાણિકની .સાચા × ખોટાની. દેશભક્ત × દેશદ્રોહીની.
    જય ભારત. વંદે માતરમ્. – અમીશ ત્રિવેદી

  9. સાહેબ, જ્યારે kandivali નું ભાષણ સાંભળતો હતો ત્યારે થોડીવાર માટે શંકા જાગી હતી કે આમનું ભક્તિની ભરતીમાં છટકી ગયુ લાગે છે પણ ખોટા પડ્યાનો આનંદ છે. તેમજ જ્યારે શેરની નો ફોટો ગઈકાલે સ્મશાનયાત્રામાં જોયો ત્યારે તરત તમે યાદ આવ્યાં કે આ માણસે આવું પણ ભાખ્યું હતું. સો સો સલામ.

  10. મોદી બાપા ને સમજવા માટે જગન જેવા નવા નિશાળીયા ને ૧૫- ૨૦ વરસ તો લાગશે. બિચ્ચારો જગન. આખા દેશ ના રાજકીય પક્ષો, રાજકીય પંડીતો વ. મોદી બાપા ને સમજવા માં થાપ ગયા છે.

  11. એકદમ સાચી વાત કરી… ચૂંટાઈ આવીને ખેલવાના રાજકારણમાં જગન તો હજુ નવો નિસાળિયો છે એટલે આવું બધું બોલી બેઠો પણ ૩૦૩ બેઠકો ને કારણે સૌથી વધારે ‘દુ:ખી’ જો કોઈ થયું હોય તો એ છે નિતિશકુમાર. “૨૭૨ બેઠકો ન મળે અને મોદીને વારંવાર મારા ટેકાની જરૂર પડે ને હું દરેક વખતે બદલો વસૂલ કરું અને આર્ટિકલ ૩૭૦, કલમ ૩૫ અ ને કોમન સિવિલ કોડ જેવી ગંભીર બાબતો કચરા ટોપલીમાં નંખાવી દઉ” જેવા એના દીવાસ્વપ્નો ચકનાચૂર થઈ ગયા. ભલે ઉદ્ધવના પણ કેટલાક સ્વપ્ના રોળાઈ ગયા હશે પણ એ નિતિશ જેવો cold blooded backstabber તો નથી જ… મોદીને ૩૦૩ બેઠકો આપીને આપણે મોદી/ભાજપની પહેલા તો આપણને પોતાને જ એવી મોતના કૂવા જેવી સ્થિતિમાં જતા બચાવી લીધા… ઘણું બધુ સારું થવા જઈ રહ્યું છે એની જ કદાચ આ બધી નિશાનાથ છે… ???

  12. Sir, what has been written by you is fact. More people are being attacked & killed in Bengal. People know bows everything & at Tim’s shows their mind by voting. Persons like you are putting words & print what is in people’s mind. That ie true journalism. My salute to you, & pray the Almighty to grant you strength to continue to do so. Thanks.??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here