રવીન્દ્ર કાલિયાને લાગ્યું કે દારૂ-સિગરેટ છોડવાનો સંકલ્પ કરવો આસાન છે, અને પાળવો અઘરો છે : સૌરભ શાહ

( લાઉડ માઉથ : ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ)

હિંદી સાહિત્યમાં મોહન રાકેશ, કમલેશ્વર, રાજેન્દ્ર યાદવ, સુદર્શન ફાકિર વગેરેના સમકાલીન એવા નવલકથાકાર-વાર્તાકાર રવીન્દ્ર કાલિયાના પુસ્તક ‘ગાલિબ છૂટી શરાબ’ વિશે લખવાનો આશય એ નથી કે આ લેખકે શરાબસેવન કેવી રીતે શરૂ કર્યું અને કેટકેટલી મોજમજાઓ કરી તેનું બયાન તમારી સમય મૂકવું. શરાબ સાથે (અને સિગરેટ) સાથે જે ગ્લૅમર જોડાઈ ગઈ છે અને મર્દાનગીના ખયાલો જોડાઈ ગયા છે તે ભ્રમ વાચકોમાં જો હોય તો તોડવા છે.

પર્સનલી વાત કરું તો આજકાલ ગુજરાતમાં ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં આ વિશે છૂટછાટો જાહેર કરવામાં આવી તે પછી મીડિયામાં અને સોશ્યલ મીડિયામાં જે ભદ્દી મજાકો અને બેતુકી વાતોનો દૌર ચાલ્યો તે મને અત્યંત ઘૃણાજનક લાગ્યો. મુંબઈમાં રહેવાને કારણે અને કૉલેજમાં ભણતાં ભણતાં જ ફુટલાઈમ પત્રકારત્વના વ્યવસાયમાં જોડાવાને કારણે દારૂ-સિગરેટની આદતો વધુને વધુ જોરથી મારામાં પ્રવેશતી ગઈ. છેક પચાસની ઉંમર વટાવ્યા છી મેં એક દિવસ સિગરેટ કાયમ માટે છોડી અને ત્યારબાદ દારૂ પણ. એ વિશે મેં રવીન્દ્ર કાલિયાની જેમ કોઈ પુસ્તક નથી લખ્યું પણ એક લેખ લખ્યો હતો.

આ બંને બદીઓને તિલાંજલિ આપ્યા પછી પણ હું કોઈ મિત્રને ઉપદેશો આપતો ફરતો નથી કે આ વ્યસનોથી કેટલું નુકસાન થાય છે. હું માનું છું કે બીજા કોઈને આ અંગે સલાહ આપવી વ્યર્થ છે. વ્યક્તિના પોતાનામાં આ વાત ઊગવી જોઈએ. મારામાં ઊગી. મેં કોઈની સલાહ વિના આ બધું છોડ્યું. કોઈ તબીબી અનિવાર્યતા પણ નહોતી. સંપૂર્ણપણે હેલ્ધી હતો આ બધું છોડ્યું ત્યારે. છોડ્યા પછી વધુ ને વધુ હેલ્ધી બનતો ગયો. સો વર્ષ સુધી તંદુરસ્તીભર્યું જીવન જીવતાં જીવતાં કામ કરતાં રહેવું છે એવા મારા સંકલ્પને પૂરો કરવાના આશયના પ્રથમ પગલારૂપે મેં સિગરેટ એન પછી દારૂ છોડ્યા છે. શતાયુનો સંકલ્પ પૂરો થશે કે નહીં એ તો પાકી ખબર નથી પણ જો થશે તો એમાં આ બંનેને છોડવાના નિર્ણયનો મોટો ફાળો હશે. મારી વાત પૂરી. રવીન્દ્ર કાલિયાની વાત કરીએ.

કાલિયાસાહેબે ‘ગાલિબ છૂટી શરાબ’ ઉપરાંત ‘છૂટી સિગરેટ ભી કમકબખ્ત’ નામનું સંસ્મરણોનું એક પુસ્તક લખ્યું છે. પહેલું પુસ્તક તો આખેઆખું પોતાની શરાબખોરી વિશે છે પણ આ બીજા પુસ્તકમાં સિગરેટની લત વિશેનો એક નાનકડો લેખ જ છે. બાકીના લેખો વિવિધ વ્યક્તિઓ-સ્થળો વિશેનાં અંગત સંસ્મરણો છે. કાલિયા જાલન્ધરની કૉલેજમાં જગજીત સિંહ સાથે ભણતા હતા. એક લેખ આ શાનદાર ગઝલ ગાયક સાથેની દોસ્તી વિશેનો પણ છે.

સિગરેટ કે શરાબ-બેમાંથી એક પણ ચીજનો સ્વાદ કોઈનેય ભાવે એવો નથી હોતો. બંનેના કડવા-તૂરા સ્વાદ તમારે કેળવવા પડે. આ કોઈ માના હાથે બનાવેલી સ્વાદિષ્ટ વાનગી નથી કે પહેલે જ કોળિયે તમને ભાવી જાય અને જીવનભર એ સ્વાદ તમારી દાઢે વળગેલો રહે. રવીન્દ્ર કાલિયા લખે છે કે ‘સારિકા’ મૅગેઝિનમાં નવોદિત વાર્તાકારોના વિશેષાંકમાં એમની એક વાર્તા છપાઈ ત્યારે પોતાના ટૂંકા પરિચયમાં એમણે લખ્યું હતું : ‘રવીન્દ્ર કાલિયા. ઊંચાઈ છ ફીટ. ચેન સ્મોકર. અપરિણિત’.

આ વાત હશે 1963ના અરસાની. આજથી 6 દાયકા પહેલાંની. કાલિયા લખે છે કે ‘અવિવાહિત’ શબ્દે મારા માટે મેટ્રિમોનિયલ જા+ખ જેવું કામ કર્યું! અનેક સ્ત્રી વાચકોએ પ્રતિક્રિયા આપી. મોટાભાગની વાચિકાઓને મારી વાર્તા કરતાં મારી તબિયતમાં વધારે રસ પડ્યો અને સિગરેટથી સ્વાસ્થ્યને કેટલું નુકસાન થાય છે એની જાણકારી આપી.

હવે મૂળ મુદ્દા પર લેખક આવે છે. લખે છે કે તે વખતે જો મેં મારી વાચિકાઓની અને મારી માશૂકાઓની સલાહ માથે ચડાવીને સિગરેટ છોડી દીધી હોત તો મારે જિંદગીમાં આટલું સહન ન કરવું પડ્યું હોત.

આટલું એટલે કેટલું?

લેખક વર્ણન કરે છે : ‘એક વખત એવો આવ્યો કે થોડોક જ શ્રમ કરું અને શ્ર્વાસ ફૂલી જાય. કોઈ વખત દાદરા ચડીને ઉપરના માળે જવાનું હોય તો લાગતું કે આજે જિંદગીનો છેલ્લો દિવસ છે. દમ-અસ્થમાનો રોગ મારા શરીરમાં પ્રવેશવા ટકોરા મારી રહ્યો હતો. પ્રવાસ કરવાના પ્રસંગે મને કમકમા આવી જતા. સ્ટેશન પર પુલ ચડવાની હિંમત નહોતી થતી. હું નીચેના પગથિયે સિગરેટનો કશ ખેંચીને વિચાર્યા કરતો કે આ પુલ કેવી રીતે પાર થશે મારાથી. મારી માતાની સ્મશાનયાત્રામાં ખાલી અડધો કિલોમીટર જ ચાલવાનું હતું છતાં મારાથી ચલાયું નહીં. એના કરતાં વધારે શરમજનક વાત તો એ હતી કે અંતિમયાત્રામાં જોડાઈને મને સિગરેટ પીવાની તીવ્ર તલબ લાગી હતી. ચાલીસ વર્ષથી હું લગાતાર સિગરેટ પીતો રહ્યો હતો. માના અંતિમ સંસ્કાર પછી ઘરે આવીને મેં સંકલ્પ કર્યો હતો કે હું હવે સિગરેટ છોડી દઈશ. પણ સંકલ્પ કરવો જેટલો આસાન હોય છે એટલું જ અઘરું એને અમલમાં મૂકવાનું હોય છે.’

દારૂ અને સિગરેટ બેઉની જેમને લત હોય તેઓ રવીન્દ્ર કાલિયાની એક વાત સાથે સો ટકા સહમત થશે કે દારૂ છોડવા કરતાં પણ સિગરેટ છોડવી ઘણી અઘરી વાત છે. એટલું જ નહીં શરાબ કરતાં પણ સિગરેટ શરીરને અનેકગણું નુકસાન કરતી હોય છે. કાલિયા લખે છે કે, ‘મને ખબર જ નહીં, પણ જાણકારી મળી ત્યારે ભાન થયું છે સિગરેટ પણ લીવરને-યકૃતને ઘણું નુકસાન કરે છે. કાયમી કબજિયાત તો થાય જ છે ઉપરાંત દમ-અસ્થમા અને હૃદયરોગ પણ થાય છે. સિગરેટ પીવાથી માત્ર તમારી આંખો જ નબળી નથી પડતી, તમારી યાદદાશ્ત પર પણ ઘણી ખરાબ અસર પડતી હોય છે. એટલું જ નહીં વખત જતાં તમારો હાથ ધ્રુજવા માંડે છે. ત્યાં સુધી કે ચેક પર સહી કરવામાં કે વાચકોને પુસ્તક પર ઑટોગ્રાફ આપતી વખતે પણ તમને તમ્મર ચડી જાય.’

કાલિયા કબૂલ કરે છે કે આ બધાં જ લક્ષણોનો પોતે શિકાર બની ચૂક્યા હતા. પોતે જે નવલકથા લખી રહ્યા હોય તેનાં પાત્રોનાં નામ ભૂલી જતા હતા. ક્યારેક તો એવું થતું કે પાત્રના બાપનું નામ યાદ આવે, એના ભાઈ, પત્ની, આખા ખાનદાનનાં નામ યાદ આવે પણ ખુદ એ પાત્રનું જ નામ યાદ ના આવે.

શરાબ છોડવા કરતાં સિગરેટ છોડવી અઘરી શું કામ હોય છે ? અને હા, કાલિયાનું શરાબનું બંધાણ કેવી રીતે છૂટ્યું?’ આ બેઉ પ્રશ્ર્નોના જવાબ હવે પછી. આ બધી વાતો વાંચીને એક વ્યક્તિ પણ જિંદગીમાં વ્યસનોથી મુક્ત થઈ શકશે તો રવીન્દ્ર કાલિયાની લેખિની ધન્ય થઈ ગઈ છે એવું હું માનીશ.

સાયલન્સ પ્લીઝ

મેં જોયું છે કે હું જેટલી વધારે મહેનત કરતો જાઉં છું એટલું મારું નસીબ વધુ ને વધુ ઉઘડતું જાય છે.

-અજ્ઞાત

(આ સિરીઝનો આ ત્રીજો હપતો હતો. આવતી કાલે ચોથો અને રવવિવારે છેલ્લો.)

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

નવા કૅલેન્ડર વર્ષનો આરંભ થઈ ગયો છે. આપ સૌનું 2024નું વર્ષ શુભદાયી અને સુખદાયી નીવડે. આ વર્ષે બે દિવાળી આવે છે તે યાદ રાખશો. આસોની અમાસે તો ખરી જ, 22 જાન્યુઆરીએ પણ દીપોત્સવ છે જે 500 વર્ષ રાહ જોયા પછી ઉજવાશે.

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Paytm-
90040 99112

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here