મારી પ્રકૃતિ મીણની હોય તો મારે આગ નજીક શેકાવા નહીં જવાનું : સૌરભ શાહ

(લાઉડમાઉથ, અર્ધસાપ્તાહિક પૂર્તિ, ‘સંદેશ’, બુધવાર, 2 સપ્ટેમ્બર 2020)

“ત્રણ હતી ઢીંગલીઓ. એક હતી કપૂરની, બીજી હતી ફૂલોની અને ત્રીજી હતી મીણની. ત્રણે ગઈ શેકાવા. પહેલી તો બળી ગઈ, બીજી કરમાઈ અને ત્રીજી તે તો પીગળી ગઈ.

“ત્રણ હતી ઢીંગલીઓ. એક હતી પથ્થરની, બીજી હતી ચીંથરાની અને ત્રીજી હતી સાકરની. ત્રણે ગઈ તરવા. પથ્થરની ડૂબી ગઈ, ચીંથરાની પલળી ગઈ અને સાકરની ઓગળી ગઈ.

“ત્રણ હતી ઢીંગલીઓ. એક હતી માટીની, બીજી હતી લાકડાની અને ત્રીજી હતી લોટની. ત્રણે ગઈ નાહવા. એક તો ડૂબી ગઈ, લાકડાની તણાઈ ગઈ, લોટની ઢીંગલીનું શું થયું તે માછલીઓને પૂછો.

કાકાસાહેબ કાલેલકરની આ નાનકડી વાર્તાનું, કે એને ગદ્યખંડ ગણો તો તેનું, લેખન થયું આજથી વર્ષ પહેલાં – પ્રિસાઈસલી ૧૯૨૦ની સાલમાં.

‘હું કોણ છું’ એવા અટપટા અને ભારેખમ આધ્યાત્મિક પ્રશ્ર્નને વ્યવહારુ સ્તરે લઈ આવીને ‘મારી પ્રકૃતિ કઈ છે’ તે જાણી લેવાની કોશિશનું જો કોઈ પરિણામ આવે તો એ જ જીવનની સાર્થકતા.

આ એ સાલ છે જ્યારે કાકાસાહેબે, એમના જ શબ્દોમાં કહીએ તો ‘ગુજરાતી લખવાની હિંમત’ કરી. ‘બિચારી ઢીંગલીઓ’ નામનો આ નાનકડો ગદ્યખંડ વાંચીને સૌથી પહેલો પ્રતિભાવ ક્યો સર્જાય? સ્વધર્મે તિધનં શ્રેય: પરધર્મો ભયાવહ: ભગવદ્ ગીતાના આ શ્ર્લોકાર્ધ કાકાસાહેબની વાર્તાનો સાર છે. માણસ પોતાના સ્વ-ભાવથી વિપરીત કશુંક પણ કરવા જાય ત્યારે તેનો અંજામ શું આવે છે એ વાત આ વાર્તામાં ઢીંગલીના પ્રતીક દ્વારા કહેવાઈ.

‘હું કોણ છું’ એવા અટપટા અને ભારેખમ આધ્યાત્મિક પ્રશ્ર્નને વ્યવહારુ સ્તરે લઈ આવીને ‘મારી પ્રકૃતિ કઈ છે’ તે જાણી લેવાની કોશિશનું જો કોઈ પરિણામ આવે તો એ જ જીવનની સાર્થકતા. મારી પ્રકૃતિ મીણની હોય અને હું આગની નજીક શેકાવા જાઉં તો પીગળી જવાનો મારો અંજામ નિશ્ર્ચિત છે એવી મને ખબર હોવી જોઈએ. આ સમજ આવ્યા પછી મારી પાસે બે વિકલ્પો રહે છે: મારે આગ સાથે રમત રમવી નહીં અથવા તો પીગળી જવાની તૈયારી રાખવી. મારું કાઠું જ્યારે મીણનું હોય ત્યારે હું આગની નજીક જઈને પીગળી ગયાની ફરિયાદ કરું તો તેવી ફરિયાદ કરવાનો મને કોઈ હક્ક નથી.

મીણને બદલે પથ્થરની પ્રકૃતિ હોય ત્યારે આગની નિકટ જવામાં કશી હાનિ નથી હોતી. પરંતુ પ્રકૃતિ પથ્થરની હોય ત્યારે પણ આખું જગત જીતી શકાતું નથી. આવી પ્રકૃતિ લઈને તરવા જનાર ડૂબી જાય છે.

મારી પાસે શું છે અને શું નથી એની ભાળ મેળવતાં જ મને વર્ષો લાગી જાય. ક્યારેક વર્ષો પછી પણ મને જાણ થતી નથી. આ દરમ્યાન હું મારા સ્વભાવ વિશે ભ્રમમાં રહું છું, મારી કાબેલિયતો અને મારી કમજોરીઓ વિશે અંધારામાં રહું છું. એટલે જ હું જે નથી એ રીતે વર્ત્યા કરું છું.

કેટલાકને ટેવ હોય છે રેતીમાં વહાણ ચલાવવાની અને પછી ફરિયાદ કરવાની કે ક્યાંય આગળ વધાતું નથી, પ્રગતિ થતી નથી. આમાં વાંક વિષમ પરિસ્થિતિનો નથી. માણસનો પોતાનો વાંક છે. એ જાણતો નથી કે એ પોતાની પ્રકૃતિ વિશે અજાણ છે, પોતાનો સ્વભાવ કેવો છે. એણે માની લીધું છે કે પોતાની નિયતિ રેતીમાં વહાણ ચલાવવાની છે. બાજુમાંથી જ છલોછલ નદી વહી જતી હોવા છતાં એને એ વહેતા જળમાં વહાણ હંકારવાનો વિચાર સુધ્ધાં આવતો નથી. સામેથી આવતી તકને પોતે રોળી નાખી રહ્યા છે એવો અંદાજ કેટલાય લોકોને હોતો નથી.

વ્યવસાયનું ક્ષેત્ર નક્કી થઈ ગયા પછી પણ જેઓ પારખી શકતા નથી કે આ વ્યવસાયના કયા પેટા-ક્ષેત્રમાં પોતાની ફાવટ વધારે છે એમનાથી સફળતા અને એકસેલન્સ દૂર જ રહે છે

તમારી આસપાસ એવા કેટલાય દાખલા તમને મળશે. તમે અનેકવાર જોયું છે કે વ્યક્તિને બહુ મોડેમોડે એની મહેનતનું ફળ મળ્યું હોય, વાજબી જશ મળ્યો હોય. મર્યાદિત દૃષ્ટિ અને શૈક્ષણિક માળખાના જૂનવાણીપણાને કારણે શાળા છોડીને ઉચ્ચ અભ્યાસ માટે યુનિવર્સિટીમાં જોડાતા વિદ્યાર્થીઓ સાથે આવું અવારનવાર બનતું આવ્યું છે. વિશ્ર્વની ભૂગોળમાં ભરપૂર રસ હોય એવાને પરાણે આંકડાની સાથે મગજમારી કરવાનું ભણતર લેવું પડ્યું હોય અથવા રસાયણશાસ્ત્રમાં ઊંડા ઊતરવા માગનારને કૉમ્પ્યુટરનું જ્ઞાન મેળવવું પડે એવા અનેક દાખલા આ મહિને કૉલેજો ખુલશે ત્યારે જોવા મળશે. સાહિત્યમાં રસ ધરાવનારે ડૉકટર, એન્જિનિયર કે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બનવું પડ્યું હોય કે ઈન્ડિયન ઍડમિનિસ્ટ્રેટિવ સર્વિસીઝમાં જોડાઈને બાહોશ અફસર બનવાની ક્ષણતા ધરાવનાર યુવાન બાપાના બિલ્ડિંગ ક્ધસ્ટ્રક્શનના ધંધામાં જોડાઈ જતો હોય એવા અનેક દાખલા તમને મળશે.

આવી વિસંવાદિતા સર્જાવાથી એક ખોટ સમાજને જાય છે, બીજી વ્યક્તિને પોતાને આ સઘળાનું મૂળ માણસને પોતાની પ્રકૃતિને ઓળખવામાં મળેલી નિષ્ફળતામાં હોય છે. વ્યવસાયનું ક્ષેત્ર નક્કી થઈ ગયા પછી પણ જેઓ પારખી શકતા નથી કે આ વ્યવસાયના કયા પેટા-ક્ષેત્રમાં પોતાની ફાવટ વધારે છે એમનાથી સફળતા અને એકસેલન્સ દૂર જ રહે છે. પોતાનો મિજાજ, સ્વભાવ, પોતાની પ્રકૃતિ કયા પ્રકારના કામકાજને અનુકૂળ છે એની ખબર ઝટ દઈને પડતી નથી. પડીઆખડીને સમજ આવે છે ત્યારે જિંદગીનાં શ્રેષ્ઠ વર્ષો, શક્તિનો સર્વોચ્ચ સમયગાળો વીતી ચૂક્યો હોય એવું લાગે છે. હકીકતમાં એવું હોતું નથી. જાગ્યા ત્યારથી સવારવાળી કહેવત એમના માટે જ તો બની છે.

સાયલન્સ પ્લીઝ!

જેઓ રાહ જુએ છે એમને અંતે ઘણીખરી વસ્તુઓ સાંપડતી હોય છે, પણ ત્યાં સુધીમાં તેઓ ભૂલી ગયા હોય છે કે પોતે શેની રાહ જોતા હતા.

– હેન્રી ડેવિડ થૉરો
••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરવા માટેની અપીલ : સૌરભ શાહ

પ્રિય વાચકો,

ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાતા, વખણાતા અને ચર્ચાતા લેખક-પત્રકારોમાંના એક સૌરભ શાહ તમને રોજ ‘ન્યુઝપ્રેમી’ દ્વારા મળે છે.

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના ચાલતું સ્વતંત્ર, તથા કોઈનીય સાડીબારી ન રાખતું ડિજિટલ મિડિયા છે અને એટલે એ ભરોસાપાત્ર છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા પ્લેટફૉર્મને અડીખમ રાખવા તમારા સપોર્ટની જરૂર છે.

‘ધ ક્વિન્ટ’, ‘ધ પ્રિન્ટ’, ‘ધ વાયર’, ‘સ્ક્રોલ’ કે બીજાં ડઝનેક તોતિંગ અંગ્રેજી ડિજિટલ મિડિયા કરોડો રૂપિયાનું ફંડિંગ ઉભું કરીને પોતાના એજન્ડાને— કામકાજને આગળ વધારી રહ્યા છે. ‘ન્યુઝપ્રેમી’ આવી રીતે કામકાજ કરવામાં માનતું નથી. ઇન્વેસ્ટર્સ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા પછી અમુક મિડિયા કરોડરજ્જુ વિનાનાં બની જતાં હોય છે. ઇન્વેસ્ટરોનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાથી સચવાતો હોય ત્યારે મિડિયાએ પણ વાચકોનો દ્રોહ કરીને, વાચકોને ઊંધા રવાડે ચડાવીને એન્ટી-નેશનલ ન્યુઝ અને એન્ટી-નેશનલ વ્યુઝ આપવાની પ્રવૃત્તિમાં જોરશોરથી ભાગ લેવો પડતો હોય છે.

આ જ કારણોસર ‘ન્યુઝપ્રેમી’માં જાહેરખબરો પણ ઉઘરાવવામાં નથી આવતી. જે ઘડીએ એડવર્ટાઇઝરના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ન જળવાય એ જ ઘડીએ કાં તો તમારો હાથ આમળીને તમારી પાસે તેઓ પોતાનું ધાર્યું કરાવતા થઈ જાય અને વાચકો ગેરમાર્ગે દોરવાઈ જાય, કાં પછી તમારી નૌકાને મધદરિયે હાલકડોલક કરીને ડુબાડી દેવાની ધમકી આપવામાં આવે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મીસમા સૌરભ શાહ દ્વારા 24×7 થઈ રહી છે. ( એક વાચકે ‘ વન કેન’—one pen, one man, one can—નું બિરૂદ આપ્યું છે. કોઈ એક લેખની કમેન્ટમાં છે.)

‘ન્યુઝપ્રેમી’નું લેખન-સંપાદન તથા એની સાજસજ્જા મુંબઈમાં થાય છે. ટાઇપસેટિંગ ભાવનગર અને અમદાવાદમાં થાય છે. ‘ન્યુઝપ્રેમી’ના એડમિનિસ્ટ્રેશનની જવાબદારી પૂણેથી નિભાવવામાં આવે છે અને ‘ન્યુઝપ્રેમી’ને ટેક્નિકલ સપોર્ટ બેંગ્લોર સ્થિત ગુજરાતી ટેકનોક્રેટ આપે છે. ‘ન્યુઝપ્રેમી’ની હિન્દી આવૃત્તિ માટેનું અનુવાદકાર્ય મુંબઈ – અમદાવાદમાં થાય છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

3 COMMENTS

  1. પ્રિય સૌરભભાઇ,
    સહેજ આડવાત. સ્વ હશમુખ ગાંધી નું એક મશહૂર પાત્ર નૌતમલાલ ને સજીવન કરી ને એક આર્ટિકલ આજકાલ ની ગુજરાતી પ્રિન્ટ મીડિયા ની પરીસ્થીતી પર ચોક્કસ લખો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here