‘ન્યુઝપ્રેમી’ પર કે વન પેન આર્મી પર દયા ખાવાની કોઈ જરૂર નથી: સૌરભ શાહ

(ન્યુઝપ્રેમી ડૉટ કૉમઃ મંગળવાર, 18 ઑગસ્ટ 2020)

(કટિંગ ચાય સિરીઝઃ ચોથી પ્યાલી + જીરા બટર)

અયોધ્યામાં પાંચમી ઑગસ્ટે રામમંદિર માટે ભૂમિપૂજન કર્યા પછી વડાપ્રધાને પ્રવચન આપતાં રામચરિત માનસને ટાંકીને કહ્યું હતું કે ભય ન હોય ત્યાં પ્રીતિ હોતી નથી. આ ક્રિપ્ટિક વાત  છે. જે લોકો તમને હૃદયથી ચાહે છે તેઓ કોઈ ભયને કારણે તમને પ્રેમ કરે છે એવો મતલબ નથી એનો. જરા જુદા સંદર્ભમાં કહેવાયું છે કે તમે એટલા તાકાબતવર બનો જેથી તમારી તાકાતના ભયથી કોઈ તમારું બગાડવાની કોશિશ ન કરે, તમારી સાથે દુશ્મનાવટ રાખવાને બદલે તમારી મૈત્રી ચાહે, તમારી સાથે સારા સંબંધ રાખે, તમને ખુશ રાખવાના પ્રયત્નોમાં રહે, તમને પ્રેમ કરે.

શ્રી વસંતરાવ નામના આર.એસ.એસ.ના એક બહુ મોટા પ્રચારક અને સંઘના આગેવાન. વર્ષો નહીં દાયકાઓ જૂની વાત છે. એક વખત વિજયાદશમી પ્રસંગે સંઘના કાર્યકર્તાઓને સંબોધતાં એમણે કહ્યું હતું: ‘નબળા હોવું એ પાપ છે, ગુનો છે. વેદોમાં કોઈ એક ખાસ યજ્ઞમાં સિંહનો બલિ ચડાવવાની વાત આવે છે. પણ સિંહને પકડી કોણ લાવે? એટલે પછી સિંહના વિકલ્પ તરીકે બિચારી બકરીનો બલિ ચડાવવાનું નક્કી થયું. કેમ? કારણકે બકરી શક્તિશાળી નથી, સાવ ખેંખલી છે?’

હિન્દુ પ્રજાને શક્તિશાળી બનાવવાનું કાર્ય વેદકાળથી ચાલતું આવે છે. અનેક ઋષિમુનિઓ, સંતોએ આ કામ કર્યું છે. રામ અને કૃષ્ણ જેવા અવતારપુરુષોથી માંડીને આરએસએસ-વીએચપી જેવાં અનેક સંગઠનોએ આ કામ કર્યું છે. બૌદ્ધિક, શારીરિક અને સામાજિક રીતે આ દેશની પ્રજાને શક્તિશાળી બનાવવા ઉપરાંત આર્થિક અને શૈક્ષણિક બાબતોમાં તાકાતવાન બનાવવા માટે નરેન્દ્ર મોદી જેવા રાજપુરુષો દિવસરાત એક કરી રહ્યા છે.

રાજદીપ સરદેસાઈની ટીવી ચેનલ હોય કે પછી શેખર ગુપ્તાનું ડિજિટલ પ્લેટફોર્મ હોય—ડઝનબંધ દિશાઓમાંથી તમને તમારા સંસ્કાર વારસા માટે અણગમો થાય એવા પ્રયત્નો થઈ રહ્યા છે.

હરીન્દ્ર દવેનું એક ફેમસ ગીત છેઃ ‘એક રજકણ સૂરજ થવાને શમણે.’ આ સૌના તોતિંગ પ્રયત્નોની સરખામણીએ એક રજકણ સમાન ‘ન્યુઝપ્રેમી’ પણ આ કામમાં જોડાયેલું છે અને ‘ન્યુઝપ્રેમી’ના વન પેન આર્મી દ્વારા તમે તમામ વાચકો આ પ્રયત્નો સાથે જોડાયેલા છો.
પણ આપણે તાકાતવર ન થઈએ, આપણી શક્તિઓ બહાર ન આવે, આપણે ફરી પાછા ગુલામીકાળમાં સરી પડીએ, માયકાંગલા થઈને વિદેશી શક્તિઓ પાસે કરગરીએ, એવા પ્રયત્નો મિડિયામાં થઈ રહ્યા છે.

રાજદીપ સરદેસાઈની ટીવી ચેનલ હોય કે પછી શેખર ગુપ્તાનું ડિજિટલ પ્લેટફોર્મ હોય—ડઝનબંધ દિશાઓમાંથી તમને તમારા સંસ્કાર વારસા માટે અણગમો થાય એવા પ્રયત્નો થઈ રહ્યા છે. એમને લેફટિસ્ટ ગણો, એનાર્કિસ્ટ ગણો, સેક્યુલર ગણો, લિબરલ ગણો, કૉન્ગ્રેસી ગણો- સૌ એકબીજાનાં માસિયાઈ ભાઈઓ છે, ખૂનના રિશ્તાથી જોડાયેલા છે.

હિન્દુવિરોધી લખાણો બદલ બદનામ થઈ ચૂકેલા અત્યંત નિમ્ન કક્ષાના તકવાદી શેખર ગુપ્તા અને એમની ટોળકીનું ‘ધ પ્રિન્ટ’ દેશના જાણીતા ધનપતિઓ પાસેથી કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ મેળવીને બેઠું છે. આમ છતાં ગયા અઠવાડિયે શેખરે અપીલ કરી કેઃ સારું જર્નલિઝમ કરવું હશે તો પૈસા જોઈશે.

વાત સાચી છે. પણ શું ‘ધ પ્રિન્ટ’ ‘સારું’ જર્નલિઝમ કરી રહ્યું છે? જવાબ છેઃ સ્પષ્ટ ના. શું ‘ધ પ્રિન્ટ’ને પૈસાની જરૂર છે? કરોડો રૂપિયા દબાવીને બેસી ગયા પછી ‘ધ પ્રિન્ટે’ શું કામ પબ્લિક પાસે હાથ લાંબો કરવો પડે? જવાબ છેઃ પબ્લિકથી સિમ્પથી ઉઘરાવવા. પોતે ગરીબ છે અને એટલે પ્રામાણિક છે અને એટલે સમાજની ફરજ છે કે અમારા ડિજિટલ પ્લેટફોર્મને તમે ટકાવી રાખો- એવી હવા ઊભી થાય એ માટે આવી અપીલો થતી હોય છે. ‘ધ પ્રિન્ટ’, ‘ધ ક્વિન્ટ’, ‘ધ સ્ક્રોલ’ આવાં ઘણાં બધાં ડિજિટલ પ્લેટફોર્મો ફૂટી નીકળ્યાં છે જેમાં ભારતના કેટલાય પૈસાદારોએ હ્યુજ પૈસા રેડ્યા છે. પણ આ સૌ હિન્દુવિરધીઓ છે. હિન્દુઓની તાકાત ઓછી કરવા માટે, આ દેશની પ્રજા નબળી થઈને પોતાના ખભા પરના બકરાને કૂતરું ગણીને ફગાવી દે અને ફરી પાછી સત્તા કૉન્ગ્રેસીઓના અને કૉન્ગ્રેસીઓના દલાલો જેવા સામ્યવાદીઓ-સેક્યુલરોના હાથમાં આવી જાય એવો આ લોકોનો એજન્ડા છે. આવા લોકોને પૈસા આપવા કરતાં મદ્યપાન અને ગણિકાગમનમાં ખર્ચી નાખવાથી દેશને ઓછું નુકસાન થશે એવું હું પ્રામાણિકપણે માનું છું.

‘ધ ગાર્ડિયન’ની જેમ ‘વિકીપીડિયા’ને પણ એક પૈસો ન અપાય.

ભારતીય મિડિયામાં રહેલા દેશદ્રોહી લિબરલો જેનાં વખાણ કરતાં થાકતાં નથી એવું એક બ્રિટિશ છાપું છે ‘ધ ગાર્ડિયન’. પાકેપાયે લેફ્ટિસ્ટ-એનાર્કિસ્ટ એવા આ ગામના ઉતાર જેવા છાપા પાસે અબજો રૂપિયાની સંપત્તિ છે અને મોટી કમાણી છે. આ છાપું તો વળી પ્રિન્ટ મિડિયામાં સબસ્ક્રિપ્શન ઉઘરાવે છે છતાં બેશરમ બનીને ડિજિટલ મિડિયામાં ભગવાન કે નામ સે ‘કુછ દે દો’ની અપીલો કરતું રહે છે. ‘ધ ગાર્ડિયન’ને પણ એક પાઉન્ડ ન અપાય.

‘ધ ગાર્ડિયન’ની જેમ ‘વિકીપીડિયા’ને પણ એક પૈસો ન અપાય. આપણે બધા જ વાપરીએ છીએ. નૉન પ્રોફિટ ઑર્ગેનાઇઝેશન છે એવું કહેવાય છે. વૉલન્ટરી કૉન્ટ્રિબ્યુશન પર નભે છે. પણ વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ધરાવતા ધનપતિઓએ તોતિંગ રકમ રેડી છે. વિકીપીડિયામાં લખનારા લોકો તો બધા મફતિયા જ હોય છે. આ મફતિયાઓ મોટેભાગે લિબરાન્ડુઓ હોય છે. તેઓ હિન્દુવાદી વિચારધારાના અને ભારતના સંસ્કારવારસાના કટ્ટર વિરોધી હોય છે. તમે ગુજરાતનાં રમખાણો, દિલ્હીનાં તાજેતરનાં રમખાણો, ઇવન અત્યારના બેંગલોરનાં રમખાણો વિશેની એન્ટ્રીઓ વાંચો. ‘તટસ્થતા’ના નામે મુસ્લિમોને છાવરવાનો જ ધંધો ચાલે છે. બેંગલોરમાં મુસ્લિમોએ કરોડો રૂપિયાની સરકારી સંપત્તિ ખતમ કરી, હિંસા કરી, પોલીસ સ્ટેશન બાળ્યું એ જગજાહેર છે. પણ વિકીપીડિયાના બની બેઠેલા એડિટરો કહે છે કે અમે મુસ્લિમોનું નામ નહીં લઈએ શું કામ? તો કહે મિડિયાએ ક્યાંય એમનું નામ નથી લીધું. ભલા માણસ, મિડિયા તો સેક્યુલર છે. એ તોફાન કરનારા હિંસક મુસ્લિમોને ‘ભીડ’ કે ‘ટોળા’ તરીકે ઓળખાવશે અને ફોટો ઓપોર્ચ્યુનિટી માટે માનવસાંકળ બનાવીને હિન્દુ મંદિરની ‘રક્ષા’ કરનારા ખોટ્ટાડાઓને તરત જ મુસ્લિમ તરીકે ઓળખી જશે. ‘ઓપઇન્ડિયા’એ મુસ્લિમોએ તોફાન કર્યાં એવું લખ્યું પણ વિકીપીડિયાએ તો ‘ઓપ ઇન્ડિયા’ને જ બાન કરી દીધું છે.

આ વિકીપીડિયા પર કેટલાક જેન્યુઈન હિન્દુવાદી એડિટરો- કોન્ટ્રિબ્યુટરો પણ છે જેમાંના કેટલાક મારા ટચમાં છે. પણ એ સૌએ પોતાની વાત મૂકતાં ડરવું પડે છે, ઘણી વખત દૂધદહીંમાં પગ રાખવો પડે છે, ઘણી વખત પ્રચંડ સેક્યુલર પ્રેશર હેઠળ ઝૂકી જવું પડે છે.

આ વિકીપીડિયા પણ આજકાલ તમારું ગળું પકડીને તમારી પાસે કૉન્ટ્રિબ્યુશન ઓકાવવાની કોશિશ કરતું થઈ ગયું છે. અપીલમાં મવાલીગીરી કરીને તમે જ્યાં સુધી ત્રાસી ન જાઓ ત્યાં સુધી એ તમારી સ્ક્રીન પર ચીપકીને રહે છે. ‘ગાર્ડિયન’ કે વિકીપીડિયાને પૈસા આપીને પ્રોત્સાહન આપવા કરતાં એ પૈસાને આગળ કહ્યું તે પ્રમાણે ખર્ચી નાખવા વધુ સારા.

આની સામે ‘સ્વરાજ’ એક આદરણીય હિન્દુવાદી પ્રિન્ટ મેગેઝિન-કમ-ડિજિટલ પોર્ટલ છે. બેઉ માટે લવાજમ તો લે છે જ ઉપરાંત કૉન્ટ્રિબ્યુશન માટે પણ અપીલો કરતું રહે છે. ‘સ્વરાજ’ પાસે ટી.વી.મોહનદાસ પાઈ અને નારાયણ મૂર્તિ જેવા અતિ ખમતીધર ઇન્વેસ્ટરો હોવા છતાં, અને લવાજમદાતાઓ પૂરતી જ પોતાની સમગ્ર વાચન સામગ્રી ઓપન હોવા છતાં, કૉન્ટ્રિબ્યુશનની અપીલો કરે છે. પંદરમી ઑગસ્ટના આગલા જ દિવસે એક મોટી રકમનો ટાર્ગેટ પૂરો કરવાની અપીલ આવી હતી.

‘ઓપઇન્ડિયા’ ગજબનું કામ કરે છે. એકદમ રાષ્ટ્રનિષ્ઠ અને હિન્દુ પરંપરાનો ભારોભાર આદર કરતા ‘ઓપઇન્ડિયા’એ દિલ્હી રાયટ્સ વિશેનો સિલસિલાબંધ રિપોર્ટ ઇબુકરૂપે એમેઝોન પર મૂક્યો છે કિંમત માત્ર ટોકન જેટલી રૂ.101/- રાખી છે.

‘ઓપઇન્ડિયા’ને તમારે ટ્વિટર પર ફૉલો કરવું જોઈએ. એની સાઈટ પર મૂકાતા રોજના અહેવાલોના ટચમાં રહેવું જોઈએ અને બને એટલી મદદ આ હિન્દુવાદી પ્લેટફોર્મને ટકાવવા, સમૃદ્ધ કરવા માટે મોકલવી જોઈએ. સ્વૈચ્છિક ફંડફાળો ઉઘરાવીને જબરું કામ કરી રહ્યા છે. રાષ્ટ્રઘડતર માટે જે ગંજાવર કામ તેઓ કરી રહ્યા છે એ જોઇને હું ગંભીરપણે તમને કહેવા માગું છું કે તમારી પાસે જો એક જ ચૉઈસ હોય કે ‘મારે મારા 100 રૂપિયા કોને મોકલવા —ન્યુઝ પ્રેમીને કે ઓપઇન્ડિયાને?’ તો હું તરત જ કહીશ કે ‘ઓપઇન્ડિયા’ને. હું પોતે એ લોકોને મારા ગજા અને મારી સગવડ મુજબ કૉન્ટ્રિબ્યુશન કરતો રહું છું. ‘ઓપઇન્ડિયા’ જેવાં વધુને વધુ પ્લેટફોર્મ નેશનલ લેવલ પર અંગ્રેજી-હિન્દીમાં હોવા જોઈએ અને ગુજરાતી તથા તમામ ભારતીય ભાષાઓમાં હોવાં જોઈએ. ‘ઓપઇન્ડિયા’ બધી ભાષાઓમાં પહોંચી ન વળે તો દરેક ભાષાના સમાન વિચારધારી પત્રકારોએ ભેગા મળીને આવાં પ્લેટફોર્મ ઊભાં કરવાં જોઈએ. આ સામૂહિક કાર્ય છે જેના મેનેજમેન્ટ તથા પ્રચારપ્રસારમાં ઘણી બધી શક્તિ, ઘણાં સંસાધનોની જરૂર પડે.

ડિજિટલ પ્લેટફોર્મ પર કૉન્ટ્રિબ્યુશનની અપીલ કરનારા ગુજરાતીમાં અમે કદાચ સૌપ્રથમ હોઈશું પણ અંગ્રેજી-હિન્દીમાં આ કંઈ નવીનવાઈની વાત નથી.

‘ન્યુઝપ્રેમી’નો પથ જુદો છે. ‘ન્યુઝપ્રેમી’ વન પેન આર્મી છે અને એ જ રીતે રહેવા માગે છે. એ જ એની આઇડેન્ટિટી છે અને એ જ રીતે એ પોતાનું સર્વશ્રેષ્ઠ વાચકો સુધી પહોંચાડી શકે એમ છે. બાકી ‘ઓપઇન્ડિયા’ એટલે ‘ઓપઇન્ડિયા’, નો ડાઉટ અબાઉટ ઇટ.

મેં જ્યારે ‘ન્યુઝપ્રેમી’ માટે પહેલવહેલી વખત કૉન્ટ્રિબ્યુશનની અપીલ મારા વાચકોને પહોંચાડી હતી ત્યારે મારા સાવ અંગત વૉટ્સએપ ગ્રુપમાં જે છે એવા એક મિત્રે મને પર્સનલ મેસેજમાં કંઈક આ મતલબનું લખ્યું કેઃ ‘મને ખૂબ દુઃખ થાય છે કે તમારા જેવા તેજસ્વી, અનુભવી વગેરે વગેરે પત્રકારે આ રીતે લોકો પાસે પૈસા માગવા જવું પડે છે.’

મારા પર કોઈ દયા ખાય તો મને ગુસ્સો આવતો હોય છે. આ મિત્ર પર ગુસ્સો કરવાનું કોઈ કારણ નથી કારણકે એમને મારા માટે સદભાવના છે તે હું જાણું છું, એમાં કોઈ શંકા નથી, બેમત નથી.

પણ એમને ખબર જ નહોતી કે ‘ગાર્ડિયન’ કે ‘ધ પ્રિન્ટ’ કે ‘વિકીપીડિયા’ જેવા એન્ટીહિન્દુ, એન્ટીમોદી અને એન્ટીઇન્ડિયા મિડિયા પાસે મસમોટું ઇન્વેસ્ટમેન્ટ હોવા છતાં તેઓ એગ્રેસિવલી વાચકો પાસે કૉન્ટ્રિબ્યુશન માગતા હોય છે. ઇવન ‘સ્વરાજ’ અને ‘ઓપઇન્ડિયા’ જેવાં આદરણીય, નિષ્ઠાવાન અને ભારોભાર રાષ્ટ્રનિષ્ઠ મિડિયા પણ, પોતાની પાસે ઇન્વેસ્ટરો હોવા છતાં કૉન્ટ્રિબ્યુશનની અપીલ કરતા હોય છે. એમની સાથે પણ ‘તેજસ્વી’ ‘અનુભવી’ વગેરે વગેરે પત્રકારો કામ કરતા જ હોય છે.

‘ન્યુઝપ્રેમી’ પર કે વન પેન આર્મી પર દયા ખાવાની કોઈ જરૂર નથી. ડિજિટલ પ્લેટફોર્મ પર કૉન્ટ્રિબ્યુશનની અપીલ કરનારા ગુજરાતીમાં અમે કદાચ સૌપ્રથમ હોઈશું પણ અંગ્રેજી-હિન્દીમાં આ કંઈ નવીનવાઈની વાત નથી. અનેક પ્રતિષ્ઠિત, આબરૂદાર અને રાષ્ટ્રીય સ્તરના મિડિયા દ્વારા વોલન્ટરી કૉન્ટ્રિબ્યુશનની અપીલ નિયમિત, રોજેરોજ મૂકાતી જ હોય છે. રાષ્ટ્રીય જ શું કામ ‘ધ ગાર્ડિયન’ જેવાં બીજાં અનેક આંતરરાષ્ટ્રીય મિડિયા વાચકો પાસેથી કૉન્ટ્રિબ્યુશનની આશા રાખતા હોય છે- મસમોટા ઇન્વેસ્ટરો હોવા છતાં અને વાચકો પાસેથી સબસ્ક્રિપ્શન ઉઘરાવાતાં હોવા છતાં.

‘ન્યુઝપ્રેમી’ પાસે કોઈ ઇન્વેસ્ટર નથી અને જોઈતા પણ નથી. ‘ન્યુઝપ્રેમી’ પાસે કોઈ જાહેરખબરદાતા-સ્પોન્સર્સ નથી અને જોઈતાં પણ નથી, ‘ન્યુઝપ્રેમી’એ કોઈ મની વૉલ ઊભી નથી કરી કે તમે અમુક રકમનું ભરો તો જ તમે વેબ સાઈટ પર પ્રવેશીને વાચન સામગ્રી વાંચી શકો. આવું કંઈ કરવાનો ઇરાદો પણ નથી.

‘ન્યુઝપ્રેમી’ પર કોઈપણ વાચક એક પૈસોય આપ્યા વિના આવી શકે છે, રોજ મૂકાતા લેખો વાંચી શકે છે, જૂના લેખો વાંચી શકે છે, આખે-આખું આર્કાઇવ્ઝ ફંફોળીને દિવસરાત સુધી ન ખૂટે એવી અતિ સમૃદ્ધ અને મૂલ્યવાન તથા જીવનમાં ડગલે ને પગલે ઉપયોગી પુરવાર થનારી વાચનસામગ્રી વિનામૂલ્યે વાંચી શકે છે અને જે કોઈ લેખો વધુ ગમી જાય તેની લિન્ક વૉટ્સએપ વગેરે દ્વારા ફૉરવર્ડ કરી શકે એવાં સુવિધાજનક બટનોનો ઉપયોગ પણ કરી શકે છે. બધી જ સવલતો વિનામૂલ્યે છે.

અને આ બધું આ જ રીતે ચાલતું રહે એ માટે તમને વિગતે સમજણ આપવા મેં ‘કટિંગ ચાય સિરીઝ’ લખવાનું નક્કી કર્યું. સ્માર્ટ ફોન વાપરનાર કોઈપણ વાચક હોય—ચાહે એ વિદ્યાર્થી હોય કે ગૃહિણી હોય; ચાહે એ ધંધોનોકરી કરનાર હોય કે કોરોનાના સમયોને કારણે ભીડમાં હોય—દરેકે દરેક જણ પાંચ-સાત રૂપિયાની કટિંગ ચા જેટલું કૉન્ટ્રિબ્યુશન તો મોકલી જ શકે એમાં જરાયે શંકા નથી. મહિને સો રૂપિયા એટલે તો રોજની એક નહીં, માંડ અડધી કટિંગ ચા થઈ- બે ઘૂંટડા પીવાય એટલી. તમારા તરફથી આવતું આ નાનકડું કૉન્ટ્રિબ્યુશન પણ મને સૂચવશે કે અહીં તમને જે કંઈ વાંચવા મળે છે એ વાચનસામગ્રી તમારા માટે મૂલ્યવાન છે અને તમને આ સામગ્રીના રચનાકારની કદર છે. આગળ કહ્યું એમ આ કંઈ ટાઈમપાસ માટે કે શોખ માટે થતી પ્રવૃત્તિ નથી.

એકદમ ગંભીરતાપૂર્વક, નિષ્ઠાપૂર્વક થતું કાર્ય છે. અનેક વિષયો પર રોજેરોજ લખાય છે આર.ડી. બર્મનના સંગીતથી લઈને કોરોના અને વિદુરનીતિથી લઈને મિચ્છામિ દુક્કડમમાં રહેલા હાર્દ સુધીની નીતનવી વાતો વિશે કલાકોના કલાકો ખર્ચીને એકએક લેખ લખાય છે. એ વિશે કાલે વાત કરીએ.

આજે પૂરું કરતાં પહેલાં ફરી એકવાર યાદ કરાવું કે દર મહિને નિયમિત મળતા તમારા સો-સો રૂપિયાના કોન્ટ્રિબ્યુશનની વેલ્યુ એટલી જ મોટી છે જેટલી સ્થિતિપાત્ર વાચકો તરફથી મળનારી મોટી રકમની હોય. તમે તમારી અનુકૂળતા પ્રમાણે, તમારી પરિસ્થિતિ મુજબ અને ‘ન્યુઝપ્રેમી’ના કામ તરફ જોવાની તમારી દ્રષ્ટિના આધારે કોઈ પણ એક શુભ રકમ નક્કી કરો અને દર મહિને એ રકમ મોકલતા રહો એવી મારી વિનંતી છે કારણ કે આ કામ એવું નથી કે આજે કર્યું અને કાલે નહીં કર્યું હોય તો ચાલશે. 365 દિવસ સતત ચાલતું હોય છે. (ક્યારેક પોરો ખાવા માટે રજા લીધી તે અપવાદ. થાક્યા વિના, એક પણ દિવસ રજા લીધા વિના જે કામ કરી શકે તે કયા નામે ઓળખાય તેની હવે તમને ખબર છે).

આ લેખ સાથેની લિન્કમાં બેન્ક ટ્રાન્સફર માટેની વિગતો તથા પેટીએમ, ગૂગલ પે વગેરે દ્વારા રકમ મોકલવાની સગવડો વિશેની સમજૂતી આપેલી જ છે.

રાહ જોઉં છું.

તમે આવતી કાલના લેખોની રાહ જુઓ.

આજનો વિચાર

ઉંમર વધવાની સાથે આપણે વધુ સાહસિક-વધુ હિંમતવાન બનતા જઇએ છીએ. હવે આપણને અંધારાની બીક લાગતી નથી.

—અજ્ઞાત

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરવા માટેની અપીલ : સૌરભ શાહ

પ્રિય વાચકો,

ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાતા, વખણાતા અને ચર્ચાતા લેખક-પત્રકારોમાંના એક સૌરભ શાહ તમને રોજ ‘ન્યુઝપ્રેમી’ દ્વારા મળે છે.

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના ચાલતું સ્વતંત્ર, તથા કોઈનીય સાડીબારી ન રાખતું ડિજિટલ મિડિયા છે અને એટલે એ ભરોસાપાત્ર છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા પ્લેટફૉર્મને અડીખમ રાખવા તમારા સપોર્ટની જરૂર છે.

‘ધ ક્વિન્ટ’, ‘ધ પ્રિન્ટ’, ‘ધ વાયર’, ‘સ્ક્રોલ’ કે બીજાં ડઝનેક તોતિંગ અંગ્રેજી ડિજિટલ મિડિયા કરોડો રૂપિયાનું ફંડિંગ ઉભું કરીને પોતાના એજન્ડાને— કામકાજને આગળ વધારી રહ્યા છે. ‘ન્યુઝપ્રેમી’ આવી રીતે કામકાજ કરવામાં માનતું નથી. ઇન્વેસ્ટર્સ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા પછી અમુક મિડિયા કરોડરજ્જુ વિનાનાં બની જતાં હોય છે. ઇન્વેસ્ટરોનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાથી સચવાતો હોય ત્યારે મિડિયાએ પણ વાચકોનો દ્રોહ કરીને, વાચકોને ઊંધા રવાડે ચડાવીને એન્ટી-નેશનલ ન્યુઝ અને એન્ટી-નેશનલ વ્યુઝ આપવાની પ્રવૃત્તિમાં જોરશોરથી ભાગ લેવો પડતો હોય છે.

આ જ કારણોસર ‘ન્યુઝપ્રેમી’માં જાહેરખબરો પણ ઉઘરાવવામાં નથી આવતી. જે ઘડીએ એડવર્ટાઇઝરના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ન જળવાય એ જ ઘડીએ કાં તો તમારો હાથ આમળીને તમારી પાસે તેઓ પોતાનું ધાર્યું કરાવતા થઈ જાય અને વાચકો ગેરમાર્ગે દોરવાઈ જાય, કાં પછી તમારી નૌકાને મધદરિયે હાલકડોલક કરીને ડુબાડી દેવાની ધમકી આપવામાં આવે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મીસમા સૌરભ શાહ દ્વારા 24×7 થઈ રહી છે. ( એક વાચકે ‘ વન કેન’—one pen, one man, one can—નું બિરૂદ આપ્યું છે. કોઈ એક લેખની કમેન્ટમાં છે.)

‘ન્યુઝપ્રેમી’નું લેખન-સંપાદન તથા એની સાજસજ્જા મુંબઈમાં થાય છે. ટાઇપસેટિંગ ભાવનગર અને અમદાવાદમાં થાય છે. ‘ન્યુઝપ્રેમી’ના એડમિનિસ્ટ્રેશનની જવાબદારી પૂણેથી નિભાવવામાં આવે છે અને ‘ન્યુઝપ્રેમી’ને ટેક્નિકલ સપોર્ટ બેંગ્લોર સ્થિત ગુજરાતી ટેકનોક્રેટ આપે છે. ‘ન્યુઝપ્રેમી’ની હિન્દી આવૃત્તિ માટેનું અનુવાદકાર્ય મુંબઈ – અમદાવાદમાં થાય છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

7 COMMENTS

  1. સાદર પ્રણામ સાથે જય શ્રી સ્વામિનારાયણ. આપનો નિઃ સ્વાર્થ પ્રયત્ન અવિરતપણે સફળતાના વહેણમાં રહે તેવી ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના.

  2. શ્રેષ્ઠ પત્રકારત્વ માટે નમસ્કાર, અભિનંદન અને શુભેચ્છાઓ…
    ગુરુદક્ષિણા પેટે યતકિંચિત સહયોગ કૃતજ્ઞતા સાથે આપવામાં જ અમારી ધન્યતા
    અને ખાનદાની છે….
    સુજ્ઞ વાચકો જનજાગૃતિ ના રાષ્ટ્રીય યજ્ઞમાં મોકળા મને આહુતિ આપી
    ધન્યતા પામે એવી હાર્દિક વિનંતી છે…

  3. અમારુ(મારું)યોગદાન (યોગદાન માનું દાન શબ્દ ઠીક લાગતો નથી, saurav shah જેવા ખમતીધર લેખક દાન ન લે પણ વાંચનરુપી અમુલ્ય દાન આપે)નિયમિત રીતે મળતું રહેશે.

  4. નીડર , સાહસિક , ખુમારીવાળા , અતિ વાચાળ લેખકની કોઈ શું કામ દયા ખાય?
    એ મુદ્દો જ અપ્રસ્તુત છે
    આવું નિરભિક અને ઊંડાણ પૂર્વક લખનારા ગુજરાતી કેટલા? મોટાભાગના વિષયોની અભ્યાસપૂર્ણ છણાવટ
    વાચક માટે treat છે !
    તદુપરાંત જ્ઞાન અને સમજણ વધે છે ?

  5. સંપૂર્ણ રીતે તમારી સાથે સહમત છું કોઈ લાગણીવશ નહી પણ અમારી ફરજ છે કોઇના ઉપર ઉપકાર કરતા નથી અમારું નસીબ છે આવો ખજાનો મળ્યો હવે વધારે લખવું નથી

  6. ગુરુજી, આપ નાં આ કાર્ય માં અમારું નાનકડું યોગદાન જરુર રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here