સારા હોવા છતાં તમારે સહન કરવું પડે છે? : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ : ગુરુવાર, 22 ઑક્ટોબર 2020)

દુનિયામાં સારા અને સાચા માણસોએ વધારે સહન કરવું પડે છે એનું કારણ એમની સારાઈ કે સચ્ચાઈ નહીં પણ એમની બેફિકરાઈ હોય છે. અમે તો સારા છીએ, ક્યાં કોઈનું બગાડીએ છીએ એવું માનીને તેઓ અસાવધ બની જાય છે, નિશ્ચિંત બની જાય છે. એમની આ ગફલતનો લાભ લેવા ખરાબ લોકો, જુઠ્ઠા લોકો તૈયાર જ હોય છે.

જે લોકો ખૂબ શાતિર છે એમની આંખો હંમેશા ચકળવકળ થતી રહેશે. પોતાની આસપાસ શું બની રહ્યું છે તેની પૂરેપૂરી સાવધાની રાખશે. દરેક પગલું ખૂબ જ ચોકસાઈથી ભરશે. પોતાનું જૂઠ્ઠાણું પકડાઈ ન જાય, પોતાના બદઈરાદાઓ ખુલ્લા ન પડી જાય એ માટે આ શાતિર લોકોનું દિમાગ ચોવીસે કલાક સાવધાની વર્તતું હોય છે. એમનું બોલવાનું સંયમિત હશે, પ્રમાણસરનું હશે. તેઓ કોઈ વાતે બીજાની જાળમાં ફસાઈ ન જાય એનું ધ્યાન રાખશે. એમને ખબર હોય છે કે ક્યાં, કોણ, કેવી રીતે જાળ ફેલાવીને બેઠું છે કારણ કે તેઓ પોતે એ જ કામ આખી જિંદગી કરતા આવ્યા છે.

સાચા અને સારા માણસો બોલવામાં કોઈ વખત બેદરકાર હોય, ક્યારેક ભડભડિયા હોય. માપીતોલીને બોલતાં એમને ભાગ્યે જ આવડતું હોય. ગમે ત્યાં, ગમે તેના મોઢે, કંઈપણ બોલી નાખે. ગમે તેવો વહેવાર કરી નાખે. કારણ કે તેઓને આટલાં વર્ષો પછી ગુમાન ચડી ગયું હોય કે અમે તો સારા છીએ, ક્યાં કોઈનું ખરાબ કરીએ છીએ. અમે તો સાચા છીએ, ક્યાં લોકોને ઊંધે રવાડે ચડાવીએ છીએ. આ ભાવ કયારે ગુમાનમાં પલટાઈ જાય છે એની એમને પોતાને પણ સરત રહેતી નથી. પછી ઊંધે માથે પછડાય છે તેઓ. પોતે આજુબાજુનું ધ્યાન રાખ્યા વિના પોતાનામાં જ મસ્ત બનીને ચાલતા હોય ત્યારે કોઈ એમના પગમાં આંટી ભરાવી દે છે અને કોઈએ ખોદી રાખેલા ખાડામાં ગબડી પડે છે. ખાડો ખોદે તે પડે એવી કહેવત વારંવાર ખોટી પુરવાર થતી આવી છે તે આવા સાચા અને સારા માણસોની બેદરકારીને કારણે, એમની અસાવધતાને કારણે.

દુનિયામાં આજે પણ સજ્જનોની ડિમાન્ડ છે. દુનિયામાં આજે પણ દુર્જનો હડેહડે જ થાય છે. સજ્જનોએ સહન કરવું પડે છે એટલે એમણે એમની સજ્જનતા છોડી દેવાની ન હોય. વિચારવાનું કે આ જે સહન કરવાનું આવે છે તેની પાછળનું કારણ શું છે? એમની સારાઈ? ના. એમની અસાવધતા. હું સારો છું એટલે મારું કોઈ શું કામ બગાડવા આવે એવી એમની માન્યતા.

આવી માન્યતાને લીધે સારા લોકો વધારે વલ્નરેબલ બની જતા હોય છે. એમની અસાવધવૃત્તિને કારણે એમના પર પ્રહાર કરવાનું કામ આસાન બની જતું હોય છે. તેઓ બખ્તર પહેર્યા વિના રણમેદાનમાં નીકળી પડેલા યોદ્ધા જેવા હોય છે. ન એમની પાસે કોઈ સુરક્ષાક્વચ છે, ન અંગરક્ષક. તેઓ માનીને બેઠા હોય છે કે અમારી સચ્ચાઈ જ અમને બચાવી લેશે. હકીક્ત એ હોય છે કે એમની પાસેની સચ્ચાઈનું રક્ષણ કરવાની જરૂર હોય છે. એ સચ્ચાઈ પર કોઈ પ્રહાર ન કરી જાય, કોઈ એનું અપહરણ ન કરી જાય એ માટે એમણે પોતે એના અંગરક્ષક બનવાનું હોય છે. પણ બને છે ઊલટું જ. સાચો માણસ એમ માનીને જીવે છે કે આ સચ્ચાઈ મારું રક્ષણ કરશે. આવું માનીને એ પોતાની સચ્ચાઈની આસપાસ કાંટાની વાડ બનાવવાનું ભૂલી જાય છે, આ સચ્ચાઈને સુરક્ષા કવચ આપવાનું ભૂલી જાય છે જેના પરિણામે એણે બીજાઓના શસ્ત્રોનો, બીજાઓની યુદ્ધકળાનો ભોગ બનવું પડતું હોય છે.

આ દુનિયામાં ચેનથી જીવવા માટે માત્રા સાચા હોવું કે સારા હોવું પૂરતું નથી. તમારી એ સચ્ચાઈ અને સારપનું સંરક્ષણ કરી શકવાની તાકાત તમારામાં હોય તો જ તમે નિરાંતે જીવી શકો. એની રક્ષા કરવા માટે તમારે પણ નઠારા લોકો જેવી બાજનજર કેળવવી પડે. તમારે પણ ચતુર બનીને કોણ તમારી સાથે કેવો વહેવાર રાખે છે, શું કામ એવો વહેવાર રાખે છે એની ગણતરીઓમાં ઉતરવું પડે. નઠારા લોકોની માફક તમને પણ જરૂર પડયે કડક વર્તનનો દંડૂકો ચલાવતાં આવડવું જોઈએ. નઠારાઓની માફક તમારે પણ ગણતરીબાજ બનીને શતરંજની હવે પછીની ત્રણ ચાલ કોણ કેવી રીતે રમવાનું છે અને તે વખતે તમારી પાસે કયા કયા વિકલ્પો હશે એની કલ્પના કરવી પડે. તમારી નીતિમત્તા, તમારી પ્રમાણિક્તા અને તમારા સિદ્ધાંતોનો ભોગ આપ્યા વિના તમારે પણ આ દુનિયામાં મારે એની તલવાર ને જિસકી લાઠી ઉસકી ભેંસના નિયમો-રિવાજોને અનુસરવું પડે.

તમારી સારાઈ અને સચ્ચાઈને લઈને તમારે આ દુનિયામાં જ જીવવાનું છે, તમારે આ જ બધા લોકોની વચ્ચે રહેવાનું છે. આ બધું છોડીને હિમાલય ભેગા થઈ જવાનો વિકલ્પ હોય તો પણ તમારે એ લેવાનો નથી કારણ કે એ તો પલાયનવૃત્તિ થઈ. તમે કંઈ આ સંસાર છોડીને મહાવીર કે બુદ્ધ નથી થઈ જવાના. હિમાલય જઈને કે કોઈ આશ્રમમાં જઈને તમારે નવો સંસાર માંડવો પડશે. મહાવીર કે બુદ્ધ થવા જેટલું સત્ત્વ હોત તો તો તમે ક્યારના આ બધું છોડીને એમના માર્ગે જતા રહ્યા હોત. પણ આ સંસારને વળગીને રહ્યા છો એનો અર્થ એ કે તમને એનું વળગણ છે અને કશું ખોટું નથી આ વળગણમાં. અહીં રહીને તમારી સચ્ચાઈ અને સારાઈને જાળવી રાખવામાં જ ખરી બહાદુરી છે.

વારંવાર ફરિયાદ સાંભળીએ છીએ કે હવે ભલા માણસોનો જમાનો નથી રહ્યો, લુચ્ચાઓ જ લીલાલહેર કરે છે, સારા માણસોના ભાગે અંતે તો સહન કરવાનું લખાયું હોય છે. તમે કોઈને નડો નહીં. એ સારું જ છે પણ એનો અર્થ એવો નથી કે બીજાઓ તમને નહીં નડે. ભીડવાળા રસ્તા પર તમે ગમે એટલું સારું ડ્રાઈવિંગ કરતા હશો તો પણ બીજા વાહનચાલક કે કોઈ પગે ચાલતા રાહદારીને લીધે અકસ્માત થઈ શકે છે. માટે તમારે એકસ્ટ્રા સાવધ થઈને ડ્રાઈવિંગ કરવું પડે. તમારે તો ભૂલ નથી જ કરવાની, બીજાઓની ભૂલનો ભોગ પણ તમારે નથી બનવાનું.

અને આ દુનિયા તો એવી છે જ્યાં તમને હેરાન કરવા, તમારી સચ્ચાઈ જેમનાથી બરદાશ્ત નથી થતી એવા લોકો જાણી જોઈને ભૂલ કરીને તમને સામેથી ભટકાય છે.

બહુ મુસ્તાક નહીં રહેવાનું. બહુ ગુમાનમાં નહીં રહેવાનું કે આપ ભલા તો જગ ભલા. મેં કોઈનું બગાડયું નથી એટલે મારું કોઈ નહીં બગાડે એવી ભ્રમણામાંથી બહાર આવી જવાનું. આ દુનિયાના વહેવારો કંઈક જુદી જ ગણતરીથી ચાલતા હોય છે. તમે કોઈને સો રૂપિયા આપશો તો એ તમને દસ-દસની દસ નોટો આપશે જ એવી ખાતરી રાખીને વ્યવહારમાં નિશ્ચિત બની જશો તો પસ્તાશો. લોકો તમને ઓછી નોટો, ખોટી નોટો પધરાવીને છેતરી જતા હોય છે. અને અહીં વાત કરન્સી નોટની નથી કરી આપણે એટલું તો તમે સમજ્યા જ હશો.

એક જૂની ને જાણીતી વિદેશી કહેવત યાદ આવે છેઃ હરણ શાકાહારી છે એટલે સિંહ એનો શિકાર નહીં કરે એવું માની લેવાનું નહીં!

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરવા માટેની અપીલ : સૌરભ શાહ

પ્રિય વાચકો,

ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાતા, વખણાતા અને ચર્ચાતા લેખક-પત્રકારોમાંના એક સૌરભ શાહ તમને રોજ ‘ન્યુઝપ્રેમી’ દ્વારા મળે છે.

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના ચાલતું સ્વતંત્ર, તથા કોઈનીય સાડીબારી ન રાખતું ડિજિટલ મિડિયા છે અને એટલે એ ભરોસાપાત્ર છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા પ્લેટફૉર્મને અડીખમ રાખવા તમારા સપોર્ટની જરૂર છે.

‘ધ ક્વિન્ટ’, ‘ધ પ્રિન્ટ’, ‘ધ વાયર’, ‘સ્ક્રોલ’ કે બીજાં ડઝનેક તોતિંગ અંગ્રેજી ડિજિટલ મિડિયા કરોડો રૂપિયાનું ફંડિંગ ઉભું કરીને પોતાના એજન્ડાને— કામકાજને આગળ વધારી રહ્યા છે. ‘ન્યુઝપ્રેમી’ આવી રીતે કામકાજ કરવામાં માનતું નથી. ઇન્વેસ્ટર્સ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા પછી અમુક મિડિયા કરોડરજ્જુ વિનાનાં બની જતાં હોય છે. ઇન્વેસ્ટરોનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાથી સચવાતો હોય ત્યારે મિડિયાએ પણ વાચકોનો દ્રોહ કરીને, વાચકોને ઊંધા રવાડે ચડાવીને એન્ટી-નેશનલ ન્યુઝ અને એન્ટી-નેશનલ વ્યુઝ આપવાની પ્રવૃત્તિમાં જોરશોરથી ભાગ લેવો પડતો હોય છે.

આ જ કારણોસર ‘ન્યુઝપ્રેમી’માં જાહેરખબરો પણ ઉઘરાવવામાં નથી આવતી. જે ઘડીએ એડવર્ટાઇઝરના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ન જળવાય એ જ ઘડીએ કાં તો તમારો હાથ આમળીને તમારી પાસે તેઓ પોતાનું ધાર્યું કરાવતા થઈ જાય અને વાચકો ગેરમાર્ગે દોરવાઈ જાય, કાં પછી તમારી નૌકાને મધદરિયે હાલકડોલક કરીને ડુબાડી દેવાની ધમકી આપવામાં આવે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મીસમા સૌરભ શાહ દ્વારા 24×7 થઈ રહી છે. ( એક વાચકે ‘ વન કેન’—one pen, one man, one can—નું બિરૂદ આપ્યું છે. કોઈ એક લેખની કમેન્ટમાં છે.)

‘ન્યુઝપ્રેમી’નું લેખન-સંપાદન તથા એની સાજસજ્જા મુંબઈમાં થાય છે. ટાઇપસેટિંગ ભાવનગર અને અમદાવાદમાં થાય છે. ‘ન્યુઝપ્રેમી’ના એડમિનિસ્ટ્રેશનની જવાબદારી પૂણેથી નિભાવવામાં આવે છે અને ‘ન્યુઝપ્રેમી’ને ટેક્નિકલ સપોર્ટ બેંગ્લોર સ્થિત ગુજરાતી ટેકનોક્રેટ આપે છે. ‘ન્યુઝપ્રેમી’ની હિન્દી આવૃત્તિ માટેનું અનુવાદકાર્ય મુંબઈ – અમદાવાદમાં થાય છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

5 COMMENTS

  1. તમે આજ ના ચાણક્ય છો ! માણસ ના મગજ ના બધા કીડા થી વાકેફ છો.

  2. સૌરભભાઈ આપનાં દરેક લેખ વાસ્તવિકતા થી સભર હોય છે. ઘણું જ સમજવા મળે છે.

  3. વાહ સર , આપની વિદેશી કહેવતે ઘણુ સમજાવી દીધુ….. શીખવાડી દીધુ. આભાર સર આટલી સ્પષ્ટ રીતે કહીને મારી કાનપટ્ટી પકડવા માટે.

  4. During Mahabharat War Krishna Bhagwan had to convince Pandawas number of times to put aside pure morality to fight against evil forces.
    Thank you Surabhbhai for your enlightening analysis.

  5. હમણા જ કડવો અનુભવ થયો
    તમારા આ લેખ દવા નું કામ કર્યું
    આપણે સતર્ક રહેતા હોઈએ છીએ
    હવે સ્પષ્ટતા આવી
    આભાર નહી માનુતો તો ન ગુણો થાઉં

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here