પહેલાં હેસિયત વધારીએ, પછી સપનાં જોઈએ: સૌરભ શાહ

(લાઉડ માઉથઃ ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ, બુધવાર, ૨૩ જૂન ૨૦૨૧)

આપણે જ્યારે રાતોરાત આપણા ગજા બહારનાં, આપણી ઓકાત કે હેસિયત કરતાં મોટાં સપનાં જોતાં થઈ જઈએ છીએ ત્યારે આજે નહીં તો કાલે, સેલ્ફ કૉન્ફિડન્સ અચૂક તૂટવાનો. મોટાં સપનાં જોવાની ના નથી પણ એકસામટાં સપનાં જોઈ નાખવાનાં ન હોય. ધીરુભાઈ અંબાણીએ ગામડામાં રહીને, પછી ભૂલેશ્વરની ચાલીમાં રહીને પછી નાની-નાની જગ્યાઓમાં રહીને મહેલાતોમાં રહેવાનું શરૂ કર્યું હતું. કોઈ પણ સફળ વ્યક્તિ એક પછી એક પગથિયું ચડ્યા પછી જ અલ્ટિમેટ સફળતાને આંબે છે. આપણી ભૂલ શું થાય છે કે આપણે સફળ વ્યક્તિઓની આ અલ્ટિમેટ સફળતા જ જોઈ હોય છે. કેટલી ધીરજપૂર્વક તેઓ વન બાય વન સ્ટેપ આગળ વધ્યા છે તે જોવાની ફુરસદ જ નથી હોતી આપણામાં. જેમ દરેક દોડવીર મહિનાઓ-વર્ષોની પ્રૅક્ટિસ કર્યા પછી વધુ ને વધુ ઝડપે દોડતો થાય, જેમ દરેક રમતવીર ક્રમશ: પોતાની સ્ટેમિના વધારતો જાય એમ ઓવર અ પિરિયડ ઑફ સમ યર્સ આપણે સફળ થઈ શકીએ, કોઈ સ્પ્રિન્ટ રનર રાતોરાત ઉસેન બોલ્ટ બનવાનું સપનું જોતો નથી, આપણે જોઈએ છીએ. કારણકે પ્રોફેશનલ મોટિવેટરો તમને ઉશ્કેરે છે. તમને ઊંધા રવાડે ચડાવતા પ્રવચનો કરતા મોટિવેશનલ સ્પીકરો છેવટે તો તમારી અધોગતિનું જ કારણ બનતા હોય છે.

આવા લોકોની ચડામણીથી આપણે આપણા માટે અનરિયલ ગોલ્સ બનાવીને એને અચીવ કરવાના પ્રયત્નો કરીએ છીએ અને પછી ઊંધે માથે પટકાઈએ છીએ. આ નિષ્ફળતામાંથી બેઠા થવા, બીજાઓ આગળ આપણે હવે કેવા લાગીશું એવી ભોંઠપમાંથી બહાર આવવા આપણે હજુ વધુ મોટો ગોલ અચીવ કરવાનું સપનું જોતાં થઈ જઈએ છીએ અને ફરી પટકાઈએ છીએ, અગાઉના કરતાં વધુ આકરી પછડાટ હોય છે આ. આવું એકવાર બને કે એક કરતાં વધારે વાર, જ્યારે જ્યારે બને છે ત્યારે આપણે અંદરથી તૂટી જતા હોઈએ છીએ, બહારથી બહાદુરીનો દેખાવ ભલે ચાલુ હોય પણ આપણો સેલ્ફ કૉન્ફિડન્સ ચૂર ચૂર થઈ ગયો હોય છે. આ રીતે તૂટી ગયેલો આત્મવિશ્વાસ પાછો મેળવવાનો એકમાત્ર રસ્તો એ છે કે એકસાથે આખો લાડવો મોંમાં મૂકવાની ખ્વાહિશ પડતી મૂકીએ. કદાચ મોં એટલું બધું પહોળું કરશો ને આખો લાડવો મૂકી પણ દેશો તો એકસાથે એટલો લાડવો પચી શકે એ માટે તમે પાચનતંત્રને કેળવ્યું નથી એટલે શરીરને ભારે પડશે. તમે બીમાર પડશો.

તમને તમારું જે ગજું લાગે છે એના કરતાં અડધા ગજાનું જ કામ હાથમાં લો. એમાં ચકચકિત સફળતા મેળવશો એટલે આપોઆપ તમારામાં આત્મવિશ્વાસ આવશે. નેક્સ્ટ સ્ટેપ, ફરી એવું જ કરો. તમારા ગજા કરતાં અડધા ગજાનું જ હોય એવું કામ કરો. પાંચ ફૂટનો કૂદકો મારી શકવાની ક્ષમતા હોય તો બે કે ત્રણ ફૂટનો જ કૂદકો મારો. આત્મવિશ્વાસમાં ઉમેરો થશે. આ રીતે ક્રમશઃ સેલ્ફ કૉન્ફિડન્સમાં ઉમેરો કરતાં જઈશું તો થોડા વખત પછી આપણા ગજા મુજબનું કામ કરતાં થઈ જઈશું. થોડા સમય માટે ગજા મુજબનું કામ કરતાં થઈ જઈશું એટલે આખરે આપણું જે ગજું છે તે ગજું વધારવાનો વખત આવશે. કામ તો એટલું જ રાખવાનું છે, હવે ગજું વધારવાનું છે. નવા માણસો સાથે હાથ મિલાવીને, નવું શીખીને, નવાં ક્ષેત્રોમાં જઈને, કમ્ફર્ટ ઝોનની બહાર નીકળીને, આઉટ ઑફ બૉક્સ થિન્કિંગ કરીને ગજું વધારવાનું છે. આ ગજું વધાર્યા પછી પણ થોડો સમય કામ તો અગાઉના જેટલું જ રાખવાનું, સપનાં પણ અગાઉના જેટલાં જ રાખવાનાં. ગજું વધ્યું એટલે સપનાંઓ તરત વધારી નહીં દેવાના, થોડો વખત વીત્યા પછી વધારવાનાં.

હવે તમારું ગજું મોટું થયું છે અને તમારાં સપનાં પણ ગજા મુજબનાં મોટાં થવા માંડ્યા છે.

આ આખીય પ્રક્રિયા થોડાક વખત સુધી યથાતથ ચાલતી રહેવા દો. ગજું વધારો, સપનું નહીં. પછી વધેલા ગજા મુજબનું સપનું જુઓ. હવે ગજું અને સપનું બેઉ વધી ગયાં. ફરી પાછું ગજું વધારો, સપનું નહીં… આ આવર્તનોની જેમ જેમ ટેવ પડતી જશે એમ એમ તમારામાં ગજબનું પરિવર્તન આવતું જશે અને તમે ગજા બહારનાં સપનાં જોઈને એ સપનાંને ભરપૂર આત્મવિશ્વાસ સાથે અમલમાં મૂકતાં થઈ જશો. ગજા બહારનું સપનું જોવા માટે આ આખીય પ્રક્રિયામાંથી પસાર થવાનું હોય છે. કોઈ જ્યારે તમને સલાહ આપે કે માણસે પ્રગતિ કરવી હોય તો પોતાના ગજા બહારનાં સપનાં જોતાં થઈ જવું જોઈએ. ત્યારે એણે માની લીધું હોય છે કે તમે આ લાંબી પ્રક્રિયામાંથી પસાર થઈ ચૂક્યા છો. વર્ષોની આ પ્રોસેસ પૂરી કર્યા વિના જેઓ પોતાની જાત માટે મોટી મોટી આશાઓ રાખતાં થઈ જાય છે, તેઓ અચૂક પટકાય છે અને આત્મવિશ્વાસ ખોઈ બેસે છે.

આપણામાં આત્મવિશ્વાસનો અભાવ હોય એમાં આપણો પોતાનો વાંક કેટલો? જિંદગીનાં છેલ્લાં દસ-વીસ વર્ષને રિવાઈન્ડ કરીને એની ઝલક આજે પોતાની જાતને બતાવવાનો પ્રોગ્રામ રાખશો તો સમજાઈ જશે.

થોડીક વાત બાકી છે. આવતા બુધવારે.

સાયલન્સ પ્લીઝ!

સુંદર રીતે કરેલું દરેક કામ પ્રેમનું સાકાર સ્વરૂપ છે.

— ખલીલ જિબ્રાન

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

3 COMMENTS

  1. Very practical approach to raise probability of being successful. …..of realizing dreams
    Big dreams Big achievements is a misguiding thoughts if definition of Big dream is not understood
    Thanks …..for such an article is lighthouse especially for today’s generation which is after easy money and short cuts of success

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here