એક અગત્યની જાહેરાત :સૌરભ શાહ

પ્રિય વાચકમિત્રોં,

લોકસભાની ચૂંટણી માથે છે. ભારતને આઝાદી મળ્યા પછી અત્યાર સુધી થયેલાં તમામ 16 જનરલ ઇલેક્શન્સ કરતાં આ ચૂંટણી સૌથી અગત્યની પુરવાર થવાની છે. ભારતનું ભવિષ્ય ઉજ્જવળ છે કે પપ્પુમય છે તેનો ફેંસલો મતદારોએ કરવાનો છે. 17મી લોકસભા માટે થઈ રહેલી આ ચૂંટણીનાં પરિણામોની દૂરગામી અસર ભારતીય પ્રજા આગામી અનેક દાયકા સુધી માણવાની છે ( અથવા સહન કરવાની છે).

આવા સંજોગોમાં રોજેરોજ ઊભા થતા નવા નવા પોલિટિકલ ઇશ્યુઝ વિશે ટિપ્પણી કરીને , એ ઇશ્યુનું બેકગ્રાઉન્ડ સમજાવીને, એની રિલેવન્સ વિશે, એની અસરો વિશે તથા એમાં સાચું શું છે અને સારું શું છે એ વિશે વાચકોને નિયમિત જાણકારી આપતા લેખ લખવાનું મારા માટે અનિવાર્ય બની જાય છે. વાચકોની પણ એ જ અપેક્ષા હોવાની. આવા આશયથી મેં ‘હિંદુ આતંકવાદ’ની ભ્રમણાને કોણે જન્મ આપ્યો (કૉેન્ગ્રેસે) અને કેવી રીતે એનો પ્રચાર કરવામાં આવ્યો (સોનિયા-મનમોહન સિંહના નેજા હેઠળની સરકારના દિગ્વિજયસિંહ, શિવરાજ પાટિલ, પી. ચિદમ્બરમ, હેમન્ત કરકરે તથા અન્યો દ્વારા) એ વિશે આર.વી.એસ મણિએ લખેલા પુસ્તકમાંની આધારભૂત સત્ય હકીકતોનું બયાન કરતી એક શ્રેણી મારી ‘ગુડ મૉર્નિંગ’ કૉલમમાં શરૂ કરી.

1995માં, લગભગ અઢી દાયકા અગાઉ ‘મુંબઈ સમાચાર’માં શરૂ થયેલી મારી દૈનિક કૉલમ ‘ગુડ મૉર્નિંગ’ની યાત્રાની સેકન્ડ સીઝન એક લાંબા ઇન્ટરવલ બાદ ૨૦૧૨માં ફરી શરૂ થઈ હતી.

ત્રણ દિવસ પહેલાં ‘મુંબઈ સમાચાર’ના હાલના તંત્રીશ્રી દ્વારા મને કહેવામાં આવ્યું કે ‘હિંદુ આતંકવાદ’ની ભ્રમણા વિશેની સિરીઝ મારે તાત્કાલિક ધોરણે બંધ કરી દેવી અને એટલું જ નહીં, ૨૯મી એપ્રિલ સુધી (મુંબઈમાં એ મતદાનનો દિવસ છે) મારે ‘પોલિટિક્સ વિશે કઈં જ લખવું નહીં.’

કોઈપણ તંત્રીને પોતાના છાપામાં શું છાપવું અને શું નહીં તે નક્કી કરવાનો અબાધિત અધિકાર છે અને આ અધિકારને હું માન આપું છું. સાથોસાથ હું માનું છું હિંદુ ટેરરની મિથ વિશેની સિરીઝ નહીં લખીને કે ઇલેક્શનના ગાળામાં પોલિટિક્સ વિશે કશું નહીં લખીને હું મારા વાચકો સાથે અને મારા અંતરાત્મા સાથે છેતરપિંડી કરીશ.

આ સંજોગોમાં મારી પાસે ‘મુંબઈ સમાચાર’ને મારી કૉલમ ‘ગુડ મૉર્નિંગ’ મોકલવાનું બંધ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી. હવેથી ‘ગુડ મૉર્નિંગ’ એક્સક્લુઝિવલી ‘ન્યુઝપ્રેમી’ના વાચકો માટે લખાશે. ૨૯મી એપ્રિલ સુધી અને તે પછી પણ રાજકારણ, મોદીકારણ અને પપ્પુકારણ વિશેના મારા પ્રામાણિક તથા ક્લિયરકટ અભિપ્રાયો ધરાવતા લેખો ‘ન્યુઝપ્રેમી’ના વાચકો માટે લખાતા રહેશે.

‘ન્યુઝપ્રેમી’ને એક ફુલફ્લેજ્ડ ડિજિટલ પ્લૅટફોર્મ બનાવવાનો આ અવસર છે. મુહૂર્ત જોયા વિના આજથી જ શરૂ કરી દઇએ. તમારા સૌના અંતરના આશીર્વાદ તથા સક્રિય સાથ-સહકારથી આ કામ સુંદર આકાર લેશે એવી મને ખાતરી છે.

પણ અત્યારે તો મારી પાસે ‘ન્યુઝપ્રેમી’ માટે જે જે કન્સેપ્ટ્સ છે તેને અમલમાં મૂકવા માટે મારું તમામ ધ્યાન કેન્દ્રિત કરવાનું છે.

દરમ્યાન, તમારા પ્રતિભાવ આ ગ્રુપમાં પોસ્ટ કરી શકો છો. અથવા મારા એફબી પેજ પર કે ન્યુઝપ્રેમી ડૉટ કૉમ દ્વારા પણ તમારા વિચારો મારા સુધી પહોંચાડી શકો છો.

-સૌરભ શાહ
(શુક્રવાર, 29 માર્ચ 2019)

Www.newspremi.com

Www.facebook.com/saurabh.a.shah

Email: Hisaurabhshah@gmail.com

WhatsApp only number: 9004099112

35 COMMENTS

  1. We love Rajeev pandit articles. He writes cent percent truth without doing dalali of anyone like saurabh u r doing dalali of modi. Shame in u saurabh u was a good writer but after 2014 u became mad. I need a treatment to cure ur madness

    • Thanks for your compliments. People like you don’t need my writings, you are already reading much much better writers than me. Please don’t stop reading them. And never ever read Dalal of Modi.

  2. Saurabh Bhai. Aa tame Desh ane Dharm ni raksharthe Aapelu ananya balidaan chhe. Aa tamara Karmyog no mahatvpurn ank chhe. Sathej aa Mumbai Samachar Na Tantri ni NaHimmat darshave chhe. Kal thi Mumbai samachar ni hajjaro avrutio kharidvanu Amara jeva Deshpremio bandh kari deshe eni khatri chhe. Sadnasibe TRAI na nava niyamo ne karane NDTV jevi channalo thi to mukti malij gayi hati. Have Hinduo ne emna Dushmano spasth rupe dekhava lagya chhe. Tamaro karmyog vadhu ane vadhu dushmano ne ughada padse. Aa Chuntani maan BJP ne 300 ane NDA ne 350 seat aapiye ej matdaro nu kartvya chhe.

  3. From next week I am stopping to subscribe to The Mumbai Samachar.
    There is a fair possibility that the editor may be under tremendous pressure. But this is the least I can do for a writer for whom I have high regards.

  4. MID DAY HOY KE MUMBAI SAMACHAR…AAP NU KHAMIR E TO KHAMIR J CHHE… AAPNA SACHA TEJ TARAR VICHARO..DES NE FARI THI BHAVYTA AAPVANO SUNDAR PRAYAS… AME BADHA J AAPNI SATHE…BEST OF LUCK SIR

  5. નમસ્કાર
    આપના સાચા અને હિમ્મત પૂર્વકના લખાણનો ચાહક છું મુંબઈ સમચારનું વલણ દુખદ કેહવાય આપના નિડર નિર્ણયને વંદન
    આપ કોઈ બીજા અખબારથી જોડાશો તો ખુબ આનંદ થશે
    ધન્યભાવ સાથે વંદન
    જય હિંદ

  6. પ્રિય સૌરભભાઈ સાહેબ,

    ભારત માતા ના હિતો ની રક્ષા કાજે આ ચૂંટણીમાં રાષ્ટ્રવાદ ની જીત થવી ખૂબ જ જરૂરી છે. ચોક્કસ થી મને અને દેશના હિતેચ્છુઓ ને વિશ્વાસ છે કે આ ચૂંટણીમાં ભારતનું ભવિષ્ય ઉજ્જવળ છે તે ક્યારેય પપ્પુમય નહીં જ થાય.

    આપશ્રી ની કલમ હંમેશા થી દેશહિત માટે જ ચાલે છે, તે અમને ખૂબ જ સારી રીતે ખબર છે, આપ ની કલમ સૈન્ય ઉપરાંત આજે દેશના સાચા ચોકીદાર ની ફરજ પણ નિભાવી રહી છે.

    ‘ હિન્દુ આતંકવાદ’ ની આ ભ્રમણા આપનાર લોકો ને ખુલ્લા પાડવા ખુબ જરૂરી છે. અને આપ તો તથ્યો આધારિત લેખ લખી રહ્યા છો, ત્યારે અખબાર દ્વારા આપને રાજકીય લેખો ના લખવા કહેવું મને યોગ્ય નથી લાગતું. પરંતુ આપની હિંમત અને આપના દેશપ્રેમ ને સલામ કે આપ અમારા માટે ખુબ મહેનત કરી ને સત્ય બહાર લાવી રહ્યા છો.

    ન્યૂઝપ્રેમી ને આ દરમિયાન ખુબ સફળતા મળે તેવી શુભેચ્છાઓ.

    ભારત માતા કી જય.????????

  7. મુંબઈ સમાચારના તંત્રી નિષ્પક્ષ કે તટસ્થ નથી. જો હિંદૂઓ બાબતે ખોટી માહિતી ફેલાવતા કેટ્લાય સમાચાર એમણે જે તે સમયે છાપ્યા હોય તો હવે જાહેરમાં એમણે તંત્રી લેખ લખી હિંદુઓની જ નહિં પણ સમગ્ર ભારત દેશના નાગરિકોની જાહેર માફી માગવી જોઈએ.

    કારણ કે એકાદ વખતે તમે જેવા આવે તેવા સમાચાર છાપી નાખો ત્યાં સુધી ઠીક છે. પણ અનાદીકાળથી – જીવો અને જીવવા દો, વસુધૈવ કુટુંબકમ જેવા ભાવ સાથે જીવતી આવતી હિંદુ પ્રજાની સાથે તંત્રીએ જીંદગી વિતાવ્યા પછી એ સહિષ્ણું હિંદુઓ બાબતે આવી નકારાત્મક વાતો કોઈ કહે તો એમની સચ્ચાઈ જાણવી અને પ્રજાને જણાવવી એ સમાચાર પત્ર, સામયિકોનો (ટૂંકમાં મિડીયાનો) ધર્મ છે. અને એ ધર્મ આચરણ એ તંત્રી ચૂક્યા છે.

    બાય ધ વે, કેટ્લાં ગુજરાતી છાપાંઓ કે સામયિકોએ શંશોધનાત્મક પત્રકારત્વ (Investigative journalism) ની ઝાંખી આપી હોય એવું તમને યાદ છે ?

    બાકી, સૌરભભાઈ, તમે મુંબઈ સમાચારમાં લેખો ન મોકલવાનો લીધેલો નિર્ણય એ તમે નિર્દંભી છો એનું પ્રમાણપત્ર છે. તમે લખતા રહો, અમે સૌ વાચકમિત્રો આપની સાથે જ છીએ. પ્રભુ આપને નિરામય સ્વાસ્થ્ય સ: દીર્ઘાયુ અર્પે એ જ પ્રાર્થના.

  8. રાષ્ટ્રવાદ હોય, હિન્દુત્વ હોય કે મોદી હોય, સૌરભ શાહે આજથી ત્રણ દાયકા પહેલાથી બેધડક, સ્પષ્ટ, કોઈના પણ શેહમાં આવ્યા વિના ગળું ખોંખારીને લખ્યું છે. જ્યારે આ બધા વિષયો અછૂત હતા અને ભારતની બધી ભાષાઓમાં મળીને પણ પાંચ એવા લેખકો મળવા મુશ્કેલ હતા જે આ વિષયોને આંગળી પણ અડાડે, ત્યારથી એ અનેક જોખમો વહેરીને, વારંવાર પોતાનું બધુ ગુમાવીને પણ, સત્યના પક્ષે સતત ઝઝુમતા રહ્યા છે. ગુજરાતી ભાષા અને પ્રજા ખુબ નસીબદાર છે જેને વીર નર્મદ અને કરસનદાસ પછી સૌરભ શાહ જેવા જટાયુ મળતા રહ્યા છે, જેમના માટે કલમ અને સત્યથી વિશેષ કશું નથી.

    સંબંધો, કરંટ અફેર્સ, ફિલ્મો, સંગીત, સાહિત્ય, મેનેજમેન્ટ… અપાર વિષયોની વિવીધતા, દર વર્ષે ૪૦૦-૫૦૦ લેખો ૪ દાયકાથી સાતત્યપુર્વ લખવા – આવા બીજા કોઇપણ લેખક ગુજરાતીમાં જ નહી, બીજી કોઇપણ ભાષામાં ધ્યાનમાં નથી. સૌથી મહત્વની વાત: એમના વિચારો એકદમ મૌલિક, ઓરીજીનલ હોય છે અને એમના લખાણો એકદમ નક્કર હોય છે. આટલી જબ્બરદસ્ત તેજસ્વી પ્રતિભાશાળી વ્યક્તિએ ધાર્યું હોત તો દાયકાઓ પહેલા મોટા સરકારી હોદ્દો મેળવીને અથવા સ્ટાર વક્તા બનીને કરોડો રૂપિયા કમાઈને ગાડી બંગલામાં મહાલતા હોત, નહીકે મધ્યમવર્ગી ભાડાના મકાનમાં.

    એક જાગ્રત વાચક તરીકે આપણે સૌએ સમજવું પડશે કે ફક્ત ‘સૌરભ શાહ આગે બઢો, અમે તમારી સાથે છીએ’ કહી દેવાથી આપણી ફરજ પૂરી નથી થઈ જતી. પોતાના સિધ્ધાંતો માટે અને વાચકો તરફ એમની પ્રામાણિક્તા માટે એમણે પોતાની એકમાત્ર આજીવિકા જતી કરી છે. એ ઇચ્છતા હોત તો ચુપચાપ નોન-પોલીટીકલ વિષયો પર લખતા રહ્યા હોત. આ સમય છે આપણે સૌ એકત્ર આવીને તનમનધનથી આપણી ભાષાના મેધાવી લેખકને સાચવી લેવાનો. છેલ્લા સાત વર્ષથી દરરોજ સૌરભભાઇના લેખો મફતમાં વ્હોટસએપ, ફેસબુક અને ન્યુઝપ્રેમી પર વાંચતી વખતે મનમાં હમેશાં ખટકો રહેતો કે આટલી મહેનત કર્યા પછી લેખકને આમાંથી શું મળે છે. હવે લાગે છે કે વર્ષોનું રૂણ ચુકવવાનો સમય આવ્યો છે.

  9. ભાઈ વાચક રાજા તમારી સાથે જ છે.
    આત્મસન્માન ભોગે કંઈ જ નહિ
    અભ્ નંદન અને ખૂબ શુભેચ્છાઓ

  10. મુંબઈ સમાચાર જેવા નિડર અખબાર પાસે આવી આશા નહોતી.ખેર,પણ આપની નિડરતા ને વંદન

  11. I am a busy professional.. But i do read your newspremi. If i miss the day then i use the facility of previous days… Continue writing.. We all love this

  12. We are with you sir
    Keep continue &
    Go ahead

    Congratulations for such a brave dicision

  13. વ્હલા શ્રી સૌરભભાઇ, તમારી વાત 100% સાચી છે. તમે હમેશા સાચી માહિતી થી પ્રજા ને વાકેફ કર્યો છે, હમેશા સત્ય રજુઆત કરી છે. અને પ્રજા પણ સત્ય જાણી ચુકી છે. અને આપનો બહોળો પ્રચાર થાય, લોકોને સાચું માર્ગદર્શન મળે તેમાટે અમે પણ ફોરવર્ડ કરીએ છીએ. આપનો પ્રયત્ન એ સત્ય નું દર્પણ છે. હમેશા પ્રભુ આપની રક્ષા કરે તેવી અમારા સૌ વાચકો ની અભ્યર્થના. ?

    નરેન્દ્ર વ્યાસ

  14. We all are with you sir aazadi pachhi aa dasha chhe To vicharo aazadi pahela loko e kevi rite kaam karyu hase
    Proud of u sir
    Jai Hind
    Vande Mataram
    ????????????

  15. Actually, for quite some time now it was clearly visible that Mumbai samachar has shifted loyalty from country to this anti India forces, they allow Rajiv pandit to write his stupid articles & wanted you to stop writing about our country is proof enough that they have sold their soul like many other media houses, they might give an excuse that we don’t want to take anyone’s side but that will be a lie, I congratulate you sir to not bow down to their demand, do keep up with the fantastic job you are doing, all the best.

    • Very true
      Is this instructions are for Saurabh shah only
      And not for perennial boot licker of Italian sandals,Rajeev Pandit

    • Very true sir, you can tolerate Rajiv Pandit and unnoticed Sanjay Chel but not Surabh shah.
      We all know about Rajiv Pandit
      But either we don’t read Sanjay Chel or ignore him, in his writing which ever is topic his setair is against PM modi , BJP GOVT, his bhakti to wards Khan’s of Hindi Cinema and, Dowad like financer ,from whom he earn bread butter is all in reader knowledge, But surpringly blind eyes of Editor have not seen

  16. સૌરભભાઈ ખુબ જ શોકીંગ ન્યુઝ છે. તંત્રીના અને માલિક ના શું છાપવું અને શું ન છાપવું હક્ક બરાબર છે, પણ મુંબઈ સમાચાર જેવું માતબર અખબાર આ નિર્ણય લે એ વાત જ મગજમાં નથી બેસતી. એની વે બોસ ઓલ ધ બેસ્ટ. Take Care. God Is Great

  17. આપની કલમ આપનો પરિચય છે… આપ સત્યને પ્રકાશિત કરો અમે સહુ આપની સાથે છીયે ..
    ભારત માતાકી જય

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here