“મહારાજ નવલકથાના લેખક સૌરભ શાહના પિછવાડામાં દમ હોય તો મુસ્લિમો વિરુદ્ધ, ખ્રિસ્તીઓ વિરુદ્ધ લખીને બતાવે” : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ, ‘ન્યુઝપ્રેમી’ ડૉટ કૉમ : શુક્રવાર, 20 ઑગસ્ટ 2024)

રવિવાર, છઠ્ઠી ડિસેમ્બર 1992. લંચસમય પછી હું નરીમાન પોઈન્ટના એક્સપ્રેસ ટાવર્સમાં બીજા માળે આવેલી ‘સમકાલીન’ દૈનિકની ઑફિસમાં તંત્રી હસમુખ ગાંધીને મળ્યો. દસેક વર્ષ પહેલાં ગાંધીભાઈએ ‘સમકાલીન’ના સ્થાપક મદદનીશ તંત્રી તરીકે મને નોકરી અપાવી હતી – 1983ની 14મી એપ્રિલનો ગુડી પડવો હતો એ દિવસ. નવ મહિના પછી, 14 જાન્યુઆરી 1984ના રોજ મકર સંક્રાંતિએ ‘સમકાલીન’નો પ્રથમ અંક પ્રગટ થયો. તે પહેલાં હું ઑલરેડી ‘સમકાલીન’ના જ પ્રકાશકો દ્વારા પ્રગટ થતાં ‘જનસત્તા-લોકસત્તા’ દૈનિકની રવિવારની પૂર્તિ મુંબઈથી એડિટ કરવાની જવાબદારી નિભાવતો થઈ ગયો હતો. રામનાથજી ગોએન્કાએ પ્લાનિંગ એવું કરેલું કે અલ્ટિમેટલી એ પૂર્તિ ‘સમકાલીન’ શરૂ થાય ત્યારે સન્ડે સપ્લીમેન્ટ તરીકે ‘સમકાલીન’ના વાચકોને મળે.

ગાંધીભાઈ સાથે ‘સમકાલીન’માં કામ કર્યા પછી મેં હરકિસન મહેતાના હાથ નીચે ‘ચિત્રલેખા’માં ફ્રીલાન્સિંગ કર્યું, ‘અભિયાન’માં કાન્તિ ભટ્ટ અને શીલા ભટ્ટના હાથ નીચે કામ કર્યું, સુરતના ‘ગુજરાતમિત્ર’માં ભગવતીકુમાર શર્માના હાથ નીચે કામ કર્યું (એ જ ‘ગુજરાતમિત્ર’માં ગઈ કાલે એક ન્યુઝસ્ટોરી છપાઈ છે જેમાં સુરતમાં ‘મહારાજ’ના લેખક સૌરભ શાહનું પૂતળું બાળવામાં આવ્યું એવા સમાચાર છે— ફોટા સાથે. ફોટો જોઈને મને વિચાર આવ્યો કે હવે આ લોકો સામે મારે ધરણા પર બેસવું જોઈએ— મારું આવું ખરાબ પૂતળું બનાવવાને બદલે સોહામણું અને દિલ ખુશ થઈ જાય એવું પૂતળું બનાવીને બાળવાની માગ કરવી જોઈએ!).

1992માં ‘સમકાલીન’ સાથે ફરી નાતો જોડાયો— આ વખતે કટાર લેખક તરીકે. ગાંધીભાઈએ મને અઠવાડિયાની ત્રણ કૉલમો લખવાની જવાબદારી સોંપી. વખત જતાં આ ત્રણ કૉલમો ઉપરાંત એમણે મારી પાસે લાસ્ટ પેજ પર ‘તારીખ અને તવારીખ’ની ડેઈલી કૉલમ શરૂ કરાવી.

1992ની છઠ્ઠી ડિસેમ્બરે ‘સમકાલીન’ના ન્યુઝરૂમમાં ગોઠવેલા ટીવી પર દૂરદર્શનના સમાચાર આવતા હતા. બાબરીનો એક ગુંબજ તૂટ્યો, બીજો, ત્રણેય ગુંબજ ધ્વસ્ત થયા. દેશમાં સોપો પડી ગયો. મુંબઈ સહિત અનેક ગામ-શહેરોમાં કહ્યા વિના કરફ્યુ જેવી પરિસ્થિતિ ઊભી થઈ.

બપોર પછી ‘સમકાલીન’ની ઑફિસમાં દૂર-દૂરનાં પરાંમાં રહેતા તંત્રીવિભાગના પત્રકારોના ફોન આવવા લાગ્યા : ‘ગાંધીભાઈ, આજે ઑફિસ નહીં આવી શકાય. જોખમ છે.’

સ્ટાફની તંગી થઈ ગઈ. હું તો ‘સમકાલીન’નો માત્ર કટારલેખક હતો. ગાંધીભાઈને કહ્યાકર્યા વગર હું ડેસ્ક પર બેસીને પીટીઆઇ-યુએનઆઈ અને એક્સપ્રેસ ન્યુઝ સર્વિસના તારના તરજૂમા કરવા બેસી ગયો. ગાંધીભાઈએ જોયું. પણ મારી પાસે આવીને આભારના બે શબ્દો ના કહ્યા. ઘરનાં લગ્નમાં કુટુંબનો છોકરો વાડીમાં માણસોની કમી હોય ને ચૂપચાપ શાક સમારવા બેસી જાય તો પરિવારના વડીલ આવીને કંઈ એની પીઠ ના થાબડે. એમ જ કરવાનું હોય ને.

મોડે સુધી કામ ચાલ્યું. એક વાગ્યાની છેલ્લી ટ્રેન ચૂકી જવાઈ. ઑફિસમાં જ બધા રહ્યા. સવારે ચાર વાગ્યાની ટ્રેન પકડીને પહેલાં દાદર ઊતર્યા. ગાંધીભાઈએ સૌને ત્યાંની ફેમસ ચૉકલેટી ચા પીવડાવી. નજીકમાં બેઠેલા ફેરિયાઓ પાસેથી અમે શહેરનાં બીજાં અખબારો ખરીદ્યાં.

બાબરી ‘મસ્જિદ’ તોડી પાડવામાં આવી—બધાં જ દૈનિકોમાં આવાં મથાળાં હતાં. અંગ્રેજી, હિંદી, મરાઠી. ‘સમકાલીન’માં હેડિંગ હતું : બાબરીના ‘વિવાદાસ્પદ ઢાંચા’ને ધ્વસ્ત કરવામાં આવ્યો.

7મી પછી 8મીનાં છાપાંઓમાં આ ‘ઘૃણાસ્પદ ઘટના’ની ટીકા કરતા તંત્રીલેખો છપાયા. દેશના ‘સેક્યુલર ફૅબ્રિક’ માટે ઊંડી ફિકર વ્યક્ત કરવામાં આવી. ‘કોમવાદી હિંદુઓ’ પર ફિટકાર વરસાવવામાં આવ્યો.

આઠમીના મંગળવારે મેં મારી બુધવારની કૉલમ માટેનો લેખ પૂરો કરીને સાંતાક્રુઝના મારા ઘરેથી ચર્ચગેટ જવાની ટ્રેન પકડી. નૉર્મલી મારા લેખો મારી સાથે કામ કરતો દિનેશ રૂબરૂ જઈને આપી આવે. પણ આ લેખ મારે જાતે આપવા જવું પડે એમ હતું.

શું કામ?

‘ગાંધીભાઈ, આ જરા સેન્સિટિવ લેખ છે. તમે નજર નાખી લો તો સારું.’

મેં જ્યારે ગાંધીભાઈની કેબિનમાં જઈને આ લેખ સબમિટ કર્યો ત્યારે એમણે તરત જ એને ટાઈપસેટિંગમાં મોકલવા માટે ઘંટડી દબાવીને પટાવાળાને બોલાવ્યો. લેખ પર નજર નાખ્યા વિના, માત્ર મથાળું જ વાંચીને એમણે એપ્રુવ કરી દીધો હતો.

મેં એમને કહ્યું, ‘સાહેબ, મને ડર છે કે આ લેખ છપાયા પછી મુસ્લિમો આપણી ઑફિસમાં આવીને તોડફોડ કરશે.’

ગાંધીભાઈએ કમને લેખનાં શરૂનાં પાનાંઓ પર ઉપરછલ્લી નજર ફેરવીને પ્યુનને આપી દીધો. પછી સ્મિત સાથે પોતે જે લખી રહ્યા હતા તેનાં પાનાં એમણે મારી તરફ ધકેલીને કહ્યું : ‘આ જોઈ જાઓ!’

મેં જે સ્ટાન્સ લીધો હતો તે જ સ્ટાન્સ એમનો હતો. બુધવારે એમનો તંત્રીલેખ ફ્રન્ટ પેજ પર પ્રગટ થયો. મારો લેખ એડિટ પેજ પર પ્રગટ થયો જેનું મથાળું હતું : ‘કોમવાદ અને બિનસાંપ્રદાયિકતા : કોનું ઝનૂન ખતરનાક?’

આ લેખમાં મેં મુસ્લિમતરફી સેક્યુલરવાદીઓને ફટકાર્યા હતા. મારા હમણાં જ ફરી પ્રગટ થયેલા પુસ્તક ‘અયોધ્યાથી ગોધરા’માં પણ એ છે. મફત વાંચવો હોય તો મારા ન્યુઝપોર્ટલ ન્યુઝપ્રેમી ડૉટ કૉમ ( Newspremi.com) પર જઈને સર્ચમાં માત્ર ‘કોનું ઝનૂન’ નાખશો તો તરત આ લેખ દેખાશે.

એ વખતના સેક્યુલર, હિંદુવિરોધી અને સેન્સિટિવ જમાનામાં આવો સ્ટાન્સ લેનારા ભારતભરના મુઠ્ઠીભર જર્નલિસ્ટોમાં હું એક હતો. ગુજરાતીમાં તો હસમુખ ગાંધી અને વીરેન્દ્ર પારેખ સિવાય બીજું કોઈ નહોતું. એ પછી, થોડા દિવસો વીત્યા બાદ કેટલાક પત્રકારો ધીરે ધીરે બોલવા લાગ્યા. પણ મીડિયામાં ઓવરઓલ તો સઘળે સેક્યુલરોની જ બોલબાલા હતી. અમારા જેવાઓ પર ‘હિંદુ કોમવાદી’નો ઠપ્પો લગાડીને સેક્યુલર મીડિયાવાળાઓ થૂંકતા.

ત્યારનો દિવસ ને આજની ઘડી. ઝનૂની સેક્યુલરો, ઝનૂની મુસ્લિમો અને ઝનૂની ખ્રિસ્તીઓ વિશે અને હિંદુઓની તરફેણ કરતું મેં ગુજરાતીમાં જેટલું લખ્યું છે એટલું સતત અને સખત બીજા કોઈએ છેલ્લા ત્રણ દાયકામાં નથી લખ્યું, આ મારો છાતી ઠોકીને કરેલો દાવો છે. હિંદીમાં જેને ડંકે કી ચોટ પર કહે છે તે રીતે. આમાંના લગભગ બધા લેખો તમે મારા ન્યુઝ પોર્ટલ ‘ન્યુઝપ્રેમી’ પર સર્ચ કરશો તો મફતમાં વાંચવા મળી જશે. ઘણા લેખો એવા છે જે હજુ ત્યાં મૂકાયા નથી. મૂકીશું. એમાંની એક સિરીઝ ‘ફતવાઓની દુનિયા’ વિશેની છે. અરુણ શૌરીના જાનદાર પુસ્તક ‘ધ વર્લ્ડ ઓફ ફતવાઝ’ પર આધારિત આ શ્રેણી મેં 1995માં બાહોશ પત્રકાર વિક્રમ વકીલના તંત્રીપદે પ્રગટ થતા મુંબઈના દૈનિક ‘સમાંતર’ માટે લખી હતી. એ પછી એ શ્રેણી વિવિધ જગ્યાએ પુનર્મુદ્રણ પામી. ‘અયોધ્યાથી ગોધરા’ પુસ્તકમાં નહીં હોય તો નેક્સ્ટ આવૃત્તિમાં લઈ લઈશ. ‘અયોધ્યાથી ગોધરા’ પુસ્તકમાં તો આ વિષયના વિવિધ પ્રકારના અનેક જલદ લેખો છે. આ પુસ્તકની સિક્વલ પ્રગટ થાય એટલા બીજા લેખો મારી પાસે તૈયાર છે. આ ‘મહારાજ’વાળું પતે એટલે એ કામ પણ હાથમાં લઉં.

27 ફેબ્રુઆરી 2002. અયોધ્યામાં કારસેવા કરીને અમદાવાદ પરત આવી રહેલા 59 ગુજરાતી સ્ત્રીપુરુષો-બાળકોને મુસ્લિમો દ્વારા ગોધરા સ્ટેશને જીવતા સળગાવી દેવામાં આવ્યા. તે વખતે હું ‘મિડ-ડે’નો તંત્રી હતો. મેં ફ્રન્ટ પેજ પર ડબલ સાઈઝનો સાઈન્ડ તંત્રીલેખ લખ્યો. એકદમ જલદ. ‘ગોધરાના હત્યાકાંડની જવાબદારી કોની?’

આ તંત્રીલેખ લખતી વખતે હું કૉન્શ્યસ હતો કે આ લખવા બદલ મારી સામે પગલાં લેવામાં આવી શકે એમ છે. ચંદ્રકાંત બક્ષીએ પણ એ વાંચીને મને ચેતવેલો. છેવટે એ જ થયું જેનો ડર હતો. લાખો રૂપિયાના પગારની મારી નોકરી ગઈ. હું આજીવિકા વિનાનો બની ગયો.

આવું તો છેલ્લાં ત્રીસ વર્ષમાં અનેકવાર બન્યું છે. હિંદુઓનો, સનાતન ધર્મનો પક્ષ લેવા બદલ અને ઝનૂની મુસ્લિમો તથા ઝનૂની ખ્રિસ્તીઓ તથા ઝનૂની સેક્યુલરોનાં કુકર્મોને જાહેરમાં ઉઘાડા પાડી એમને કડક ભાષામાં ખખડાવવા બદલ મારે સામાજિક, આર્થિક અને વ્યવસાયિક રીતે ઘણું શોષાવું પડ્યું છે. ઘણું એટલે ઘણું જ. બળાત્કારી પાદરીઓ વિશેની શ્રેણી, ત્રણ તલાકની બદી, 370ને હટાવવાની જરૂરિયાત, મધર ટેરેસાનાં કારનામાં, હિંદુ આતંકવાદની ભ્રમણા કોણે ફેલાવી?, હવનનો પાડો અને ઇદની બકરી, હિન્દુઓની ઘટતી જતી વસ્તી, નૉર્થઇસ્ટમાં છેલ્લાં 100 વર્ષમાં ખ્રિસ્તીઓ પાંચમાંથી 85 ટકા કેવી રીતે થયા?, મુસ્લિમ પૉપ્યુલેશન બૉમ્બને ડિફ્યુઝ કરવાના ઉપાયો, બહુમતી લઘુમતી ના થઈ જાય એ માટે દૃઢ હિન્દુવાદીઓની જરૂર, મુસ્લિમોને છોડીને સ્વામી અસીમાનંદજીને કેવી ખોટી રીતે આરોપી બનાવવામાં આવ્યા, મક્કા વિવાદાસ્પદ નથી – જરૂસલેમ વિવાદાસ્પદ નથી – માત્ર રામ જન્મભૂમિ જ વિવાદાસ્પદ છે? …. કેટકેટલા લેખ તમને ગણાવું? તમે વાંચતાં થાકી જશો.

હવે તમે જ જવાબ આપો : ‘એની માને સૌરભ શાહમાં શું મુસ્લિમો વિરુદ્ધ, ખ્રિસ્તીઓ વિરુદ્ધ લખવાની તાકાત છે?’

કાલે પાછા મળીએ.

‘મહારાજ’ને લગતા હાઈ કોર્ટના કેસનો ચુકાદો આજે આવી જાય તો એના વિશે અને જો ઑર્ડર ના આવે તો ‘મહારાજ’ માટે ઊભા કરવામાં આવેલા વિવાદના અન્ય વરવા પાસાંઓ વિશે વાત કરીશું.

ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

16 COMMENTS

  1. મહારાજ ના વર્તમાન પ્રકરણ પર થી એટલું તો સાબિત થઈ ચુક્યુ છે કે વિરોધ કરનારા ધર્મ ના ઠેકેદારો અને તેમના અનુયાયી ઓ આજે પણ યદુનાથ ના દુષ્કર્મ ને જ આદર્શ માની રહ્યા છે. અને એવી જ પ્રવૃતિ ઓ માં રચ્યા પચ્યા છે. કોઈ કલાકાર મુસ્લિમ હોય તો તેનો વિરોધ કરવાની પણ ફેશન થઈ પડી છે. આમીર ખાન ના પીકે મૂવી નો પણ આવી માનસિકતા ધરાવનારા લોકો જ કરે છે. જ્યારે મહર્ષિ દયાનંદ ના કાલજયી ગ્રંથ સત્યાર્થ પ્રકાશ નો ઉત્તરાર્ધ આવા પાખંડ રૂપી તથાકથિત ધર્મ ના ખંડન પર જ આધારિત છે. આ કારણે જ આ લોકો દ્વારા મહર્ષિ દયાનંદ પર 18 વખત જાન થી મારવાના પ્રયાસ કરવામાં આવ્યા. અંતે આ લોકો એ આપેલ ઝેર થઈ જ તેમની મૃત્યુ થઈ.

  2. સૌરભ ભાઈ – તમારી જલદ અને સ્પષ્ટ કલમનો હું કાયમનો કાયલ રહ્યો છે.
    આપે સત્ય ઘટના આધારિત ‘મહારાજ’ કથા આલેખિ અને તેની પરથી બનેલી ફિલ્મ – સિરિયલ પર શિક્ષિત અને સભ્ય વૈષ્ણવ સમાજના અમુક વર્ગ તરફથી તમારા તરફનો ગુસ્સો અથવા વિરોધ ગેરવ્યાજબી છે.
    મારા મતે તો આપે સમાજ સામે એક લાલ – દીવા બત્તી ધરી છે જે ચોક્કસપણે વ્યાજબી છે. ૧૫૦~૨૦૦ વર્ષ પહેલાં બનેલ સત્ય ઘટના ને આપે સમાજ સામે મુકી ખોટા અને લંપટ ધર્મ ગુરુઓ દ્વારા ધર્મ ભીરુ પ્રજાને ખોટે રસ્તે ચઢાવી – ખોટી માન્યતાઓને રવાડે ચઢાવી સમાજમાં ઉભા થતા સડા સામે સાવચેત રહેવા જણાવ્યું છે.
    આપના ખોટા વિરોધની હું નિંદા કરું છું.

  3. સૌરભ ભાઈ – તમારી જલદ અને સ્પષ્ટ કલમનો કાયલ છું.
    અંદાજે 150-200 વર્ષ પહેલાંની ઘટનાને આપે સુવાચ્યરૂપે સમાજ સામે રાખી છે તેની પરથી સમાજે ધડો લેવાની જરૂર છે કે ખોટે રવાડે ન ચડી અમુક પ્રકારના ધર્મગુરુઓ જે ખોટા પ્રપંચ અને આડંબરથી ધર્મ ભીરુઓને છેતરે છે તેઓ સમક્ષ સત્ય ઘટના પર આધારિત કથા કે ફિલ્મ, લાલ બત્તી – દીવા દાંડી સમાન છે. તે વાત આપે ઉજાગર કરી છે તો અસંબંધ – અયોગ્ય વિરોધ કરી લેખક પર દોષારોપણ કરી તેને વગોવવો સમજદાર અને શિક્ષિત વૈષ્ણવ સમાજ માટે લાંછન છે.

  4. હાર્દિક અભિનંદન¡ સત્યને ઉજાગર કરવાવાળા જે પણ હોય ગેલેલિયો હોય કે બીજા કોઈ પણ એ બધાને એ જ જમાનાના માં સ્વીકૃતિ નથી મળી , નથી તો તમે એમાં અપવાદ કઈ રીતે બની શકો? પણ એથી કંઈ સત્યને છોડાય થોડું, તમારી હિંમતને દાદ,
    વળી વળી મહારાજ નવલકથામાં જે પણ છે તે તે કાંઈ આજના વૈષ્ણવ વિશે નથી, તે જૂના જમાનાના કાળમાં બનેલું છે, હવે તો એ બધી નામશેષ છે તો આજના વૈષ્ણવોએ હો હા કરવાની શું જરૂર છે? તમે સાચા છો અને તમને સાથ આપવા વાળા ઘણા છે તેથી આવા કામ નીડર પડે ચાલુ જ રાખજો જય હિન્દ

  5. સૌરભ ભાઈ તમે એક સાચા સનાતની અને હંમેશા સેક્યુલરો ને ઉગાડા પાડયા છે…. તમારા લગભગ ગણા બધા લેખ વાચ્યા છે,.તમારી ચાહક છું.
    એક વસ્તુ એ કે ગુજરાતી સત્ય નવલકથા ગુજરાતીઓ માં જ વંચાય …..જ્યારે હિન્દી ફિલ્મ પૂરા ભારત માં જોવાય. આમિર ખાન જેવો ખોટો સેક્યુલર હીરો ના મુસ્લિમ છોકરા નું ફર્સ્ટ મૂવી છે તો એમને લેવા જેવો ન હતો, એની બદલે કોઈ હિંદુ હીરો ને લેવો જોઈતો હતો. જ્યારે હિન્દુ સિવાય બીજા કોઈ જ ધર્મ માં ગણું બધું ખોટું બહાર નથી આવતું ત્યારે જો યસ રાજ ફિલ્મ એ આટલું કરવું જરૂરી હતું. અને તો લોકો એ આ ફિલ્મ વધારે સ્વીકારી હોત.

    • કોઈ કટ્ટર હિંદુવાદી હીરો હોત તો પણ આ લોકોએ આ જ હોબાળો મચાવ્યો હોત.
      મેં ખુદ હીરોનો રોલ કર્યો હોત તો પણ 😂

  6. સૌરભભાઈ, પ્રશ્ન એ છે કે તમે નવલકથામાં જે વાત કહી છે અને કહેવા માંગો છો એ વાત ફિલ્મ માં કેવી રીતે represent થઈ છે એ વિશે સ્પષ્ટતા નથી, અને ત્યાં સુધી આ વિરોધ નિરર્થક છે, તમે નવલકથા લખી ત્યારે આટલો સખત વિરોધ નહોતો થયો પણ ફિલ્મ બન્યા પછી તમારો અને નવલકથા નો‌ પણ વિરોધ થાય છે એ અન્યાય છે.

  7. મહારાજ વાંચવાની ચાલુ છે. એકદમ બરાબર જઈ રહ્યા છો તમે. ફક્ત વૈષ્ણવ સમાજ ના અમુક ગેરમાર્ગે દોરવાયેલા લોકો ને શાંતિ થી સમજાવવા નો પ્રયત્ન કરજો અને ના સમજે તો પછી એમને જે શ્રી કૃષ્ણ.

    ધાર્યું ધણી નું જ થશે અને તમે સત્ય ના માર્ગે ચાલો છો તો આજે નહિ ને કાલે જીત પણ સત્ય ની જ થશે.

    તમને કાળિયો ઠાકોર નાપાસ અને નિરાશ તો નહિ જ કરે એવી અમને ગળા નહિ માથા ના મુકુટ સુધી ની ખાત્રી છે.

    જય શ્રી કૃષ્ણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here