આપણા દેશનો ઈતિહાસ કોણ લખશે: આપણે કે વિદેશીઓ? : સૌરભ શાહ

( તડકભડક: ‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ)

1857ની સાલ ભારતના ઈતિહાસ માટે ઘણી મહત્ત્વની સાલ છે. એ વખતે બ્રિટિશ સરકારે હજુ ભારત પર રાજ કરવાનું શરૂ નહોતું કર્યું, પણ બ્રિટનની ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ ભારતમાં વેપાર કરવાના બહાને પગપેસારો કરીને પોતાના પ્રાઈવેટ લશ્કર વડે ભારતીયો પર જોહુકમી કરવાનું શરૂ કરી દીધું હતું. ભારતનો જે ઈતિહાસ આપણને દાયકાઓથી શાળા-કૉલેજોમાં ભણાવવામાં આવે છે તે આપણા પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુના કાર્યકાળ દરમ્યાન લખાયેલો છે.

ભારતીય પરંપરા, ભારતીય ધર્મ, ભારતીય સંસ્કાર તેમ જ ભારતીય ઈતિહાસ તરફ જોવાનો નજરિયો, આ સામ્યવાદી કે કમ્યુનિસ્ટ મિજાજના શિક્ષણકારો-ઈતિહાસકારોનો ઘણો જુદો હતો. ભારતીય પ્રજા પોતાના માટે ગૌરવ ન લઈ શકે અને પોતાના દેશ માટે નીચી નજરે જોવા માંડે એવી વક્રદૃષ્ટિથી તેઓએ આ દેશનો ઈતિહાસ લખ્યો. આઝાદી પહેલાં અંગ્રેજ ઈતિહાસકારોએ પણ ભારત માટે એ જ કાર્ય કર્યું પણ એ તો અંગ્રેજો હતા, તેઓ એવું કરે એની નવાઈ નહીં. 1947માં આઝાદી મળ્યા પછી ભારતનો ઈતિહાસ ભારતની દૃષ્ટિએ લખાવો જોઈતો હતો. દરેક દેશમાં એ જ રસમ હોવાની.

જપાનીઓએ અમેરિકાના લશ્કરી થાણા પર્લ હાર્બર પર હુમલો કર્યો (જે બનાવ પરથી હૉલિવૂડમાં ‘ટોરા ટોરા ટોરા’ નામની ફિલ્મ બની) અને અમેરિકાને ખૂબ મોટું નુકસાન પહોંચાડ્યું. અમેરિકન યુનિવર્સિટીઓમાં શું જપાનીઓએ બહાદુરીપૂર્વક કરેલી હારાકીરી (આત્માઘાતી હુમલાઓ, ફિદાયીન હુમલાઓ)નાં ગુણગાન ગાતો ઈતિહાસ ભણાવાય છે? ના. એવો ઈતિહાસ જપાન પોતાના વિદ્યાર્થીઓને ભણાવશે. પર્લ હાર્બરના હુમલાનો જડબાતોડ જવાબ આપવા અમેરિકાએ તદ્દન નીચ હરકત કરીને જપાનના બે નગરો – હિરોશીમા તથા નાગાસાકી – પર ઍટમબૉમ્બથી મારો ચલાવ્યો. આ બૉમ્બિંગને કારણે આ બે મહાનગરોની આસપાસનાં કુલ 67 નગરો-જનપદો ધ્વસ્ત થઈ ગયાં અને બે લાખથી વધુ જપાનીઓ, નહીં લેવા નહીં દેવા, મોતને ભેટ્યા.

હિરોશીમા-નાગાસાકી પર ઍટમબૉમ્બથી હુમલો કરીને તબાહી મચાવનાર અમેરિકનો પોતાના દેશની યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પોતે કેવા રાક્ષસી કાંડ કર્યા છે એવા નજરિયાથી આ ઘટનાનો ઈતિહાસ ભણાવે છે? ના. તેઓ તો ગૌરવ લે છે કે અમે આવી બહાદુરીને દેખાડી હોત તો બીજા વિશ્ર્વયુદ્ધનો અંત ન આવ્યો હોત.

દરેક દેશની પ્રજાને એ દેશના પોતાના નજરિયાથી લખાયેલો ઈતિહાસ ભણાવવો જોઈએ. 1947 સુધી આ કામ ન થયુું પણ એ પછીનાં 70 વર્ષ સુધી એ કામ થયું નથી. હવે થશે. પણ એ કામ સરકારી સ્તરે થાય એની રાહ જોઈને બેસી ન રહેવાય. આપણે આપણી સોચ બદલવી જોઈએ. આપણા દેશને આપણી દૃષ્ટિએ જોતાં થવું જોઈએ, પરદેશીઓની દૃષ્ટિએ કે વિદેશીઓ પ્રત્યે વફાદારી ધરાવતા લોકોની દૃષ્ટિએ નહીં.

અખાતના દેશો વિશે, ગલ્ફ કન્ટ્રીઝ વિશે વાત કરતાં હજુ આજની તારીખે પણ આપણે એ દેશોને ‘મિડલ ઈસ્ટ’ કન્ટ્રીઝ કહીએ છીએ. વિશ્ર્વના નકશામાં તમે જોશો તો ખબર પડશે કે ભારતની પશ્ર્ચિમે આવ્યા છે આ દેશો. દૂર પશ્ર્ચિમે યુરોપ-અમેરિકા છે અને વચ્ચે ગલ્ફ કન્ટ્રીઝ છે એટલે એને આપણે ‘મિડ વેસ્ટ’ કન્ટ્રીઝ કહીએ તે જ યોગ્ય છે, પરંતુ અમેરિકા-બ્રિટન માટે પોતાની છેક પૂર્વમાં આવેલો દેશ જપાન ફાર ઈસ્ટ કન્ટ્રી ગણાય, ભારત ઈસ્ટર્ન કન્ટ્રી ગણાય એટલે ગલ્ફના દેશોને તેઓ ‘મિડલ ઈસ્ટ’ કહે એ સ્વાભાવિક છે, પણ આપણે શા માટે એમના ચાળા પાડીને કુવૈત, દુબઈ, મસ્કત, યુએઈ વગેરેને ‘મિડલ ઈસ્ટ’ કન્ટ્રીઝ કહેવાં જોઈએ?

માનસિકતા બદલવી પડશે. એ ત્યારે બદલાશે જ્યારે આપણને આપણી સાચી ઓળખાણ મળશે. સાચી ઓળખાણ ત્યારે મળશે જ્યારે આપણે આપણો સાચો ઈતિહાસ જાણીશું. સાચો ઈતિહાસ જાણીશું તો જ આપણે 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામને ‘સિપાઈ બળવો’ કહેવાનું બંધ કરીશું. આવું કહેવાનું બંધ કરીએ એ માટે આપણે 1857ની એ ઘટનાઓની ભીતરમાં ઊતરવું પડશે.

૧૮૫૭ના ‘બળવા’ તરીકે અંગ્રેજ ઈતિહાસકારોએ જેની નોંધ લીધી અને આઝાદી પછી સામ્યવાદી ઈતિહાસકારો પણ જેને ‘બળવો’ કે ‘મ્યુટિની’ જ ગણાવતા રહ્યા તે હકીકતમાં ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ હતો. એ ઘટનાઓ જ્યારે બની ત્યારે એનું નામકરણ ઈવન કોઈ ભારતીય દ્વારા પણ ‘પ્રથમ’ સ્વાતંત્ર્ય સંગ્રામ તરીકે ન થાય એ સ્વાભાવિક છે. ૧૯૧૪માં શરૂ થયેલા અને ૧૯૧૯માં સમાપ્ત થયેલા પ્રથમ વિશ્ર્વયુદ્ધને એનું નામ ૧૯૩૯માં બીજું વિશ્ર્વયુદ્ધ શરૂ થયા પછી જ મળ્યું. ૧૯૧૪-૧૯૧૯ના કાળમાં જેઓ આ યુદ્ધ લડ્યા તેઓ કંઈ થોડા એમ કહેવાના છે કે અમે ‘પ્રથમ’ વિશ્ર્વયુદ્ધ લડી રહ્યા છીએ.

પરંતુ સેકન્ડ વર્લ્ડ વૉર પછી ઈતિહાસનાં તમામ પુસ્તકોમાં એનો ઉલ્લેખ પ્રથમ વિશ્ર્વયુદ્ધ તરીકે થવા લાગ્યો. ટિળક-ગોખલે-ગાંધી-સરદાર-નહેરુ તથા સુભાષ-સાવરકર-ભગતસિંહ દ્વારા ભારતનો બીજો સ્વાતંત્ર્ય સંગ્રામ ખેલાયો એ પછી ૧૮૫૭ના, એક વર્ષ કરતાં વધુ વખત સુધી ચાલેલા ‘બળવા’ને ઈતિહાસકારોએ ભારતનાં તમામ પાઠયપુસ્તકો તેમ જ ઈતિહાસનાં પુસ્તકોમાં ‘ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ’ તરીકે જ એનો ઉલ્લેખ કરવો જોઈતો હતો.

ભારતના ઈતિહાસની બાબતમાં એ જાણકારી હોવી જોઈએ કે આપણા ઈતિહાસને વિકૃત બનાવીને એનો એટલો પ્રચાર કરવામાં આવ્યો છે કે આજની તારીખે કોઈ આપણને સાચો ઈતિહાસ જણાવે તો પણ આપણે શંકા કરીએ છીએ, પુરાવાઓ માગીએ છીએ. ભારતના ઈતિહાસના ઘણા બધાં પાનાં મોગલ ઈતિહાસકારો, અંગ્રેજ ઈતિહાસકારો તથા આઝાદી પછીના લેફ્ટિસ્ટ ઈતિહાસકારોએ ફાડી નાખ્યાં છે અથવા છુપાવી દીધાં છે અથવા એની અવગણના કરી છે.

ચોપડીઓમાં છપાયું તે જ અંતિમ સત્ય છે એવું માની લેનારાઓ બંને બાજુથી મૂરખ બને છે. બીજા કોઈની બહાદુરીને તથા પોતાના પક્ષની કાયરતાને – યથાતથ સ્વીકારી લે છે, સોર્સની ચકાસણી કર્યા વિના. લખનારની વિશ્ર્વસનીયતા કેટલી છે એની જાણકારી મેળવ્યા વિના.

૧૮૫૭ના ઈતિહાસનું પણ એવું જ થયું. બ્રિટિશ ઈતિહાસકારોએ એવી અનેક વિગતો ઢાંકી દીધી કે વિકૃતરૂપે રજૂ કરી છે જેમાં એમનું નીચાજોણું થાય, ક્યારેક કોઈ વીરલો જે નીતિમત્તામાં માનતો હોય તે સાચી વાત કરી નાખતો હોય છે. ડગ્લસ એમ. પિયર્સ આવો જ અનોખો ઈતિહાસકાર છે. એણે ‘ઈન્ડિયા અન્ડર કોલોનિયલ રૂલ: ૧૭૦૦ – ૧૮૮૫’ પુસ્તકમાં નોંધ્યું છે કે ૧૮૫૭ના ‘બળવા’માં ભારતમાંના ૪૦,૦૦૦ યુરોપિયનોમાંથી ૬,૦૦૦ માર્યા ગયા. અને આની સામે કેટલા ભારતીયોની કતલ થઈ. ડગ્લસ એમ. પિયર્સના લખવા મુજબ આઠ લાખથી વધુ. હિટલરના નાઝી સૈન્યે બીજા વિશ્ર્વયુદ્ધમાં જેટલા યહૂદીઓને નહોતા માર્યા એના કરતાં વધારે ભારતીયો ૧૮૫૭ના સંગ્રામમાં ખપી ગયા. અફ્કોર્સ આ આંકડો (૮,૦૦,૦૦૦થી વધુ) મોટો ન લાગે એ માટે ડગ્લસ એમ. પિયર્સે પણ થોડી ચાલાકી કરીને લખ્યું છે કે આમાં દુકાળ તથા રોગચાળામાં મરી ગયેલાઓનો પણ સમાવેશ થાય છે. લેફ્ટિસ્ટ ઈતિહાસકારો આવી ચાલાકી અંગ્રેજો પાસેથી જ શીખ્યા છે. પોતાને કન્વિનિયન્ટ ન હોય એવી વિગતોને તદ્દન અલગ જ સંદર્ભ યોજીને છુપાડી દેવી જેથી કોઈ ચેલેન્જ કરે ત્યારે કહી શકાય કે અમે તો આ વિગત પ્રગટ કરી જ છે. ભારતની ત્રણ-ત્રણ પેઢીઓ આઝાદી પછી પણ ભારતના ઈતિહાસ વિશે ગુમરાહ થતી રહી. હવે વખત આવ્યો છે આખા ઈતિહાસની બદમાશીઓના અંધકારને દૂર કરીને આવો ઈતિહાસ પ્રગટ કરવાનો. આવતા રવિવારે પદડો ઊંચકીએ.

પાન બનારસવાલા

સત્ય કડવું નથી હોતું. હજુ સુધી તમને માત્ર જૂઠના સ્વાદની જ ખબર છે.

—ઓશો રજનીશ

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

નવા કૅલેન્ડર વર્ષનો આરંભ થઈ ગયો છે. આપ સૌનું 2024નું વર્ષ શુભદાયી અને સુખદાયી નીવડે. આ વર્ષે બે દિવાળી આવે છે તે યાદ રાખશો. આસોની અમાસે તો ખરી જ, 22 જાન્યુઆરીએ પણ દીપોત્સવ છે જે 500 વર્ષ રાહ જોયા પછી ઉજવાશે.

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Paytm-
90040 99112

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

2 COMMENTS

  1. સ્કુલમા ઈતિહાસ ના પાઠયપુસ્તકમા સ્વાતંત્ર્ય માટે લઙતા નેતાઓ માટે જહાળ અને મવાળ એવુ વર્ગીકરણ ભણાવાયુ છે આપણને. નહેરુ અને એના આદર્શવાદી મેન્ટોરે જ જાણે આપણા દેશ ને આઝાદ કરાવ્યો એ હકીકત નથી. સાવરકર, સુભાષચંદ્ર બોઝ, સરદાર પટેલ,ભગતસિંહ,ચન્દ્શેખર આઝાદ અને બીજાઓ ને systematically sideline કરાયા છે.

  2. આરબ દેશોને મીઙલ ઈસ્ટ શા માટે કહીયે છીએ ? કારણકે રામ ને રામા, કૃષ્ણ ને ક્રિશ્ના, યોગ ને યોગા , કર્ણાટક ને કર્ણાટકા, વગેરે વગેરે. જૂન 2024 પછી ઘણા બદલાવ લાવશે ત્રીજી વખત વઙા પ્રધાન થઈને મોદીભાઈ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here