(ગુડ મૉર્નિંગઃ સોમવાર, 3 ઑગસ્ટ, 2020)
“એક મંદિર બનાવવા મળ્યું એમાં આટલી હોહા શું કામ? દેશને મંદિરોની નહીં હૉસ્પિટલો, લાયબ્રેરીઓ અને સ્કૂલોની વધારે જરૂર છે. તમારી ધાર્મિક અંધશ્રદ્ધા દેશને ઓગણીસમી સદીમાં ધકેલી દેશે. શિક્ષણ અને આરોગ્ય સુવિધાઓ થકી દેશ એકવીસમી સદીમાં આગળ વધશે. માટે જ ભારતની ધર્મઝનૂની પ્રજાએ સૌની સાથે હળીમળીને રહેતાં શીખવું જોઇએ.”
અવતરણ ચિહ્નોમાં મૂકેલા આ વાક્યો કોઈ એક વ્યક્તિના નથી પણ ‘સેક્યુલર’ના નામે ઓળખાતી થયેલી એક આખી પ્રજાતિના છે. આ પ્રજાએ ભારતના હિન્દુઓને કેવા ધીબેડ્યા છે એનો આખો તાજેતરનો ઇતિહાસ આંખ સમક્ષ અત્યારે તરવરી રહ્યો છે. હિન્દુ હોવું, હિન્દુ હોવા બદલ ગૌરવ અનુભવવું, હિન્દુત્વની પરંપરાને અનુસરવું અને હિન્દુ આસ્થાની વાતો કરવી—આ સઘળુંય હજુ ગઈ કાલ સુધી પછાત, ગમાર, અભણ અને અંધશ્રદ્ધાળુ પ્રજાનાં લક્ષણ ગણાય, તમારી ચારેકોર મજાકો થાય, વર્ક પ્લેસમાં તમારી સાથે આભડછેટ રાખવામાં આવે, સરકારી લાભોની છાશ વલોવી વલોવીને ઉપર તરતું માખણ બધું જ એ લોકો લઈ જાય અને તમારા ભાગે ખાટી છાશ માંડ આવે એવું વાતાવરણ 1947ની પંદરમી ઑગસ્ટની આગલી મધરાતથી 1992ની છઠ્ઠી ડિસેમ્બરની બપોર સુધી રહ્યું.
લગભગ પોણા પાંચ સદી સુધી રામ જન્મભૂમિની છાતી પર ઊભી કરવામાં આવેલી આ અપવિત્ર મસ્જિદને હિન્દુસ્તાનની પ્રજાએ સહન કરી
છઠ્ઠી ડિસેમ્બરના એ રવિવારે બપોરે પોણા ત્રણ વાગ્યાના સુમારે, અયોધ્યાની રામ જન્મભૂમિ પરના ઐતિહાસિક મંદિરને તોડીને બાબરના હુકમથી સરદાર મીર બાકીએ એના પર બાંધેલી ત્રણ ગુંબજવાળી મસ્જિદના ઢાંચાનો એક ગુંબજ તિકડમ, કોદાળી અને ઘણ વડે જમીનદોસ્ત કરીને ઇતિહાસ રચ્યો. કરોડો હિન્દુઓની આંખમાં હરખનાં અશ્રુ ઉમટ્યાં (આ કરોડોમાંનો એક આપનો વિશ્વાસુ હતો). સેક્યુલરોના પેટમાં ધગધગતું તેલ રેડાયું ( આ સેક્યુલર ટોળકીમાં, વાચકોમાં જે ‘મૌલાના નગીનદાસ સંઘવી’ તરીકે પંકાયેલા અને જેમણે તાજેતરમાં જ 101 વર્ષની ભવ્ય ઉંમરે જીવનલીલા સંકેલી લીધી તે પદ્મશ્રી સંઘવીસાહેબ પણ હતા).
1528-29થી 1992. ગણો કેટલાં વર્ષ થયાં. લગભગ પોણા પાંચ સદી સુધી રામ જન્મભૂમિની છાતી પર ઊભી કરવામાં આવેલી આ અપવિત્ર મસ્જિદને હિન્દુસ્તાનની પ્રજાએ સહન કરી અને એ રવિવારે બપોરે પોણા ત્રણ વાગ્યાથી શરૂ કરીને સંધ્યાકાળ પહેલાં, તમામ સહનશીલતાને નેવે મૂકીને જાગ્રત હિન્દુઓએ પોતાનું લોહી રેડીને બાબરી ઢાંચાના ત્રણે ત્રણ ગુંબજ તોડી નાખ્યા. એક નવા યુગનો આરંભ થયો.
આ નવા યુગને સાતમી ડિસેમ્બરે અંગ્રેજી છાપાંઓ, સેક્યુલર પત્રકારો અને હિન્દુદ્વેષીઓએ કેવી રીતે ‘વધાવ્યો’? એ આખો તાજેતરનો ઇતિહાસ અખબારી પાનાંઓમાં સચવાયેલો છે. ‘ઈન્ડિયા ટુડે’ જેવા અગ્રણી અને આદરણીય ગણાતા સામયિકે પોત પ્રકાશ્યું અને આ ઘટનાને ‘કાળી ટીલી’ તરીકે નવાજીને સૂચન છાપ્યું કે હવે આ જમીન પર સંડાસો અને જાજરૂઓ બાંધવાં જોઇએ. ભારતની પ્રજાને જે જે અખબારો અને પત્રકારો માટે આદર હતો તે ટાઇમ્સ ઓફ ઇન્ડિયા, હિન્દુસ્તાન ટાઇમ્સ, ઇન્ડિયન એક્સપ્રેસ, સ્ટેટ્સમેન, હિન્દુ, ટેલીગ્રાફ ઇત્યાદિએ અને ખુશવંત સિંહથી લઇને વિનોદ મહેતા વગેરે પ્રથમ પંક્તિના પત્રકારોએ પણ બાબરીના નામે રીતસરના છાજિયાં લેવાનું શરૂ કર્યું અને આ સૌની કલમે રોજેરોજ બાબરીના મરશિયાં ગવાવા માંડ્યાં.
હિન્દુઓ ઘડીભર ભોંઠા પડી ગયા. શું અમે કંઈ ખોટું કામ કર્યું? આ દેશની એકતા અને અખંડિતતા જોખમાય એવું કામ અમે કર્યું? ખરેખર રામ જન્મભૂમિ પર હવે ‘ઇન્ડિયા ટુડે’ વાળાઓનું કહ્યું માનીને જાજરૂઓ બંધાશે જ્યાં સેક્યુલરો ભેગા મળીને એકીબેકી કરશે? અમે શું અંધશ્રદ્ધાળુ છીએ? દેશને પછાત બનાવવા માગીએ છીએ? અમે શું ભાગલાવાદી છીએ? અમને આપસમાં કે બીજી પ્રજાઓની સાથે હળીમળીને રહેતાં નથી આવડતું? અમે અસહિષ્ણુ છીએ? અમે ઝનૂની છીએ? અમે અભણ, ગમાર, પછાત છીએ? અમે કોણ છીએ?
ધીમે ધીમે અને ક્રમશઃ હિન્દુઓએ સેક્યુલરોની રાજકીય-સામાજિક-અખબારી-આર્થિક-શૈક્ષણિક ઇકો સિસ્ટમમાં ગાબડાં પાડીને તપાસ્યું કે સત્ય શું છે?
તે વખતે દેશનું વાતાવરણ જ એવું હતું (નહીં, એવું વાતાવરણ કૉન્ગ્રેસીઓ દ્વારા બનાવી દેવામાં આવ્યું હતું) કે દેશની બહુમતિ પ્રજાને પોતાના માટે આવા ડઝનબંધ સવાલો થવા માંડ્યા.
1992ની છઠ્ઠી ડિસેમ્બરના રવિવારથી 2020ની પાંચમી ઑગસ્ટનો બુધવાર. લગભગ પોણા ત્રણ દાયકા સુધી કાંટાળા માર્ગ પરની યાત્રા ચાલુ રહી. આ દરમિયાન પેલા ડઝનબંધ પ્રશ્નોના જવાબ મેળવવાની પ્રક્રિયા ચાલી.
બાબરીનો સદીઓ જૂનો અને ભગવાન રામનો સહસ્રાબ્દિઓ જૂનો ઇતિહાસ ઉખેળવામાં આવ્યો. ધીમે ધીમે અને ક્રમશઃ હિન્દુઓએ સેક્યુલરોની રાજકીય-સામાજિક-અખબારી-આર્થિક-શૈક્ષણિક ઇકો સિસ્ટમમાં ગાબડાં પાડીને તપાસ્યું કે સત્ય શું છે? રામ જન્મભૂમિમાં ખોદકામ કરતાં મળેલા અવશેષોએ અને લેફ્ટિસ્ટો દ્વારા લખાયેલા ઇતિહાસમાં ઢંકાઇ ગયેલા પુરાવાઓએ હિન્દુઓને સમજાવ્યું, એમની સમક્ષ સાબિત કર્યું કે અયોધ્યાનું રામ મંદિર માત્ર એક મંદિર નથી, ભારતની હજારો વર્ષ જૂની સંસ્કૃતિનું, ભારતની સનાતન પરંપરાનું પ્રતીક છે. આ દેશને સ્કૂલો, પુસ્તકાલયો, હૉસ્પિટલો (અને જાજરૂઓ)ની જેટલી જરૂર છે એના કરતાં વધુ મોટી જરૂર અયોધ્યામાં રામ મંદિર બંધાય એની છે. શું કામ?જરા શાંત રહીને તપાસીએ.
દેશની સમૃદ્ધિને આ દેશના દુશ્મનો લૂંટતા રહ્યા. સમાજવાદના નામે, ગાંધીવાદના નામે અને સેક્યુલરવાદના નામે ડાબેરીઓ, કૉન્ગ્રેસીઓ અને અન્ય હિન્દુદ્વેષીઓ મુસ્લિમ પરસ્તી કરતા રહ્યા. પોતાનાં ગજવાં ભરાઈને છલકાઈ જાય એ પછી મુસ્લિમ પ્રજાને બિસ્કિટના બે ટુકડા નાખીને એમને પૂંછડી પટપટાવતા કરી દીધા પછી હિન્દુ પ્રજા માટે—આ દેશની 85 ટકા પ્રજા માટે એમની પાસે કશું બચતું નહોતું.
સદા મૌન સેવતા મૌનીબાબા જાહેરમાં બોલ્યાઃ આ દેશનાં સંસાધનો પર સૌથી પહેલો હક્ક મુસલમાનોનો છે.
હૉસ્પિટલો, પુસ્તકાલયો, શાળાઓ (અને જાજરૂઓ) તો જવા દો સરખી સડક બનાવવા માટેના પૈસા રહેતા નહોતા. પીવા-વાપરવાના પાણીની સુવિધા આપવા માટે સરકારી તિજોરીમાં પૈસા રહેતા નહોતા. દેશનાં લાખો ગામોમાં વીજળી પહોંચાડવા માટે કે હજારો નગરોમાં નિયમિત વીજ-પુરવઠો મળે તે માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટે સરકાર પાસે પૈસા નહોતા. વેરા-કરવેરાઓ ઉઘરાવી ઉઘરાવીને અને જીપ-વિમાન-તોપ-ઘાસચારો સહિતની દરેક સરકારી ખરીદીમાંથી કરોડોની કટકી થકી પોતાનાં ગજવાં ભરવામાં મગ્ન એવા ભારતના શાસકો હિન્દુઓના દાઝ્યા પર ડામ દેતા હોય એમ પાછા ઓપનલી જાહેર કરતા અને ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ જેવાં છાપાંઓ ફ્રન્ટપેજ પર આઠ કૉલમનાં મથાળાં બનાવતાં: ‘આ દેશનાં સંસાધનો પર પ્રથમ હક્ક મુસ્લિમોનો છે.’
સચ્ચર સમિતિનો બદમાશીભર્યો રિપોર્ટ બહાર પાડીને સોનિયા ગાંધીના ખોળામાં રમતા ગલૂડિયા જેવી જેમની હાલત હતી તે દેશના આદરણીય વડા પ્રધાન મનમોહન સિંહે બાવનમી નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલને સંબોધતાં આ શબ્દો કહ્યા હતા જે 9 ડિસેમ્બર 2006ના ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં છપાયા છે.
સોનિયા સરકાર વતી વડા પ્રધાન મનમોહન સિંહે આગલા વર્ષે, માર્ચ 2005માં, દિલ્હી હાઇકોર્ટના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ રાજિન્દર સચ્ચરના નેજા હેઠળ સાત સભ્યોની એક હાઈ લેવલ સમિતિ રચી હતી. આ દેશમાં મુસ્લિમોની આર્થિક, સામાજિક અને શૈક્ષણિક હાલત શું છે એની તપાસ કરીને સરકારને અહેવાલ આપવાની જવાબદારી આ સમિતિની હતી. 403 પાનાંનો રિપોર્ટ 30 નવેમ્બર 2006ના રોજ સરકારને સોંપવામાં આવ્યો. એના દસેક દિવસમાં જ સદા મૌન સેવતા મૌનીબાબા જાહેરમાં બોલ્યાઃ આ દેશનાં સંસાધનો પર સૌથી પહેલો હક્ક મુસલમાનોનો છે.
આ જ શાસકોએ આઝાદી પછીના દાયકાઓમાં દેશની જે આર્થિક હાલત કરી તે જ અત્યારે પણ ચાલુ રાખી હોત— જો એમની વણથંભી કુચને 2014માં અટકાવવામાં ન આવી હોત. આ કુચ કોણે અટકાવી? આપણે અટકાવી. આપણે એટલે કોણ? આપણે એટલે ભગવાન રામમાં, સનાતન સંસ્કૃતિમાં, આ દેશની પરંપરામાં આસ્થા ધરાવનારાઓ. આપણે એટલે સદીઓથી, જેમને બીજી પ્રજાઓને સાચવતાં આવડે છે, એમની સાથે હળીમળીને રાખતાં આવડે છે એ લોકોએ. આ બીજી પ્રજાઓમાં પારસીઓ અને યહૂદીઓથી માંડીને ખ્રિસ્તીઓ અને મુસ્લિમો સુધીના સૌ કોઈ આવી જાય. જે પ્રજાઓ આ દેશની પરંપરાનો આદર કરે છે, આ દેશની મૂળ પ્રજાના સંસ્કારોને હડધૂત નથી કરતી એવી પ્રજાઓ સાથે આપણને ક્યારેય સંઘર્ષ નથી થયો. બૌદ્ધ, શીખ અને જૈન ધર્મો તો હિન્દુ ધર્મના જ પિતરાઈ-માસીયાઈ ભાઈઓ છે, એમની સાથે ક્યારેય કોઈ લડાઈ ઝઘડા નથી થયા. પારસીઓ અને જ્યુઝ ખરા અર્થમાં દૂધમાં સાકર ભળે એમ ભળી ગયા છે. ખ્રિસ્તી અને મુસ્લિમ ધર્મ પાળનારી પ્રજાઓમાંનો કેટલોક વર્ગ એમના ધર્મગુરુઓને કારણે, એમના રાજકીય નેતાઓને કારણે અને વિદેશોથી આવતી નાણાકીય મદદની સાથે પ્રવેશી જતી ઉશ્કેરણીને કારણે ક્યારેક નાની તો ક્યારેક ઘણી મોટી ખિટપિટ કરતી આવી છે. પણ હવે એમના માથે કૉન્ગ્રેસનું છત્ર રહ્યું નથી. 2014માં એ આશ્રય છિનવાઈ ગયો. હવે લિટરલી તેઓ ‘રામ ભરોસે’ થઈ ગયા. અને રામ રાખે એને કોણ ચાખે. હવે એમને કૉન્ગ્રેસની જોહુકમીનું શરણું શોધવાની જરૂર નથી એ વાત એમની સમજમાં આવી ગઈ છે.
અયોધ્યામાં પરમ દિવસે જેનો વિધિસર, સત્તાવાર, કાનૂનની પરવાનગીથી અને સૌ કોઈની સંમતિથી શિલાન્યાસ થશે તે રામ મંદિર માત્ર મંદિર નથી, દેશના પરમ વૈભવનું પ્રતીક છે. દેશની સમૃદ્ધ સંસ્કૃતિનો ઉજળો હિસાબ છે. દેશની સર્વવ્યાપી જ્ઞાન-ભક્તિ પરંપરાનું મૂર્ત સ્વરૂપ છે. દેશની સામાજિક સમરસતાનું દુનિયાભરમાં એલાન કરતી ભગવી ધજા છે.
આજનો વિચાર
ક્યારેક જીવનમાં એવો ગાળો આવતો હોય છે જ્યારે આપણને ડહાપણની નહીં હિંમતની જરૂર હોય છે.
—અજ્ઞાત
••• ••• •••
આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.
‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરવા માટેની અપીલ : સૌરભ શાહ
પ્રિય વાચકો,
ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાતા, વખણાતા અને ચર્ચાતા લેખક-પત્રકારોમાંના એક સૌરભ શાહ તમને રોજ ‘ન્યુઝપ્રેમી’ દ્વારા મળે છે.
તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના ચાલતું સ્વતંત્ર, તથા કોઈનીય સાડીબારી ન રાખતું ડિજિટલ મિડિયા છે અને એટલે એ ભરોસાપાત્ર છે.
‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.
વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા પ્લેટફૉર્મને અડીખમ રાખવા તમારા સપોર્ટની જરૂર છે.
‘ધ ક્વિન્ટ’, ‘ધ પ્રિન્ટ’, ‘ધ વાયર’, ‘સ્ક્રોલ’ કે બીજાં ડઝનેક તોતિંગ અંગ્રેજી ડિજિટલ મિડિયા કરોડો રૂપિયાનું ફંડિંગ ઉભું કરીને પોતાના એજન્ડાને— કામકાજને આગળ વધારી રહ્યા છે. ‘ન્યુઝપ્રેમી’ આવી રીતે કામકાજ કરવામાં માનતું નથી. ઇન્વેસ્ટર્સ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા પછી અમુક મિડિયા કરોડરજ્જુ વિનાનાં બની જતાં હોય છે. ઇન્વેસ્ટરોનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાથી સચવાતો હોય ત્યારે મિડિયાએ પણ વાચકોનો દ્રોહ કરીને, વાચકોને ઊંધા રવાડે ચડાવીને એન્ટી-નેશનલ ન્યુઝ અને એન્ટી-નેશનલ વ્યુઝ આપવાની પ્રવૃત્તિમાં જોરશોરથી ભાગ લેવો પડતો હોય છે.
આ જ કારણોસર ‘ન્યુઝપ્રેમી’માં જાહેરખબરો પણ ઉઘરાવવામાં નથી આવતી. જે ઘડીએ એડવર્ટાઇઝરના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ન જળવાય એ જ ઘડીએ કાં તો તમારો હાથ આમળીને તમારી પાસે તેઓ પોતાનું ધાર્યું કરાવતા થઈ જાય અને વાચકો ગેરમાર્ગે દોરવાઈ જાય, કાં પછી તમારી નૌકાને મધદરિયે હાલકડોલક કરીને ડુબાડી દેવાની ધમકી આપવામાં આવે.
કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મીસમા સૌરભ શાહ દ્વારા 24×7 થઈ રહી છે. ( એક વાચકે ‘ વન કેન’—one pen, one man, one can—નું બિરૂદ આપ્યું છે. કોઈ એક લેખની કમેન્ટમાં છે.)
‘ન્યુઝપ્રેમી’નું લેખન-સંપાદન તથા એની સાજસજ્જા મુંબઈમાં થાય છે. ટાઇપસેટિંગ ભાવનગર અને અમદાવાદમાં થાય છે. ‘ન્યુઝપ્રેમી’ના એડમિનિસ્ટ્રેશનની જવાબદારી પૂણેથી નિભાવવામાં આવે છે અને ‘ન્યુઝપ્રેમી’ને ટેક્નિકલ સપોર્ટ બેંગ્લોર સ્થિત ગુજરાતી ટેકનોક્રેટ આપે છે. ‘ન્યુઝપ્રેમી’ની હિન્દી આવૃત્તિ માટેનું અનુવાદકાર્ય મુંબઈ – અમદાવાદમાં થાય છે.
તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.
દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.
‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.
‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.
‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/
हाथी ना काम चालवानू होय छे !जय श्री राम 🙏🌹👍😊
As always Saurabbhai you have magical touch. Detailed well written information. I know how much damage leftist did to Hindus. Our traditions and heritage has been considered by them as ancient and outdated. They were not successful in breaking our aastha on prabhu Shree Ram. From 2014 changes started on on August 5, 2020 we reached one of the golden page of our history. We still need to do lot of work. More awareness, changes in our distorted history needed. We should always be proud that we are part of one of the oldest civilization in world and follower of Sanatan Dharma.
Please let us brief details about you too, Mr Saurabh Shah.
Your effort is praise worthy.
Good wishes for profound success.
Thanks
Jai Hind …….. vijaychaudhari
શ્રી સૌરભભાઈ,
ઓશો રજનીશ કહેતા : “મૈં કહતા આંખન દેખી”. 1200 થી વધારે વર્ષોથી હિંસક તેમજ અહિંસકના રસ્તે લડતો રહેલો આપણો દેશ મહાન જ કહેવાય. યુદ્ધમાં ઢસડી જવાના જવાબરૂપે બતાવેલી આપણા સૈન્યની બહાદુરી બેશક નમસ્કારને પાત્ર છે.
પાપોની ગઠરી નહીં પણ પહાડો રચ્યા હોય એવી કોન્ગ્રેસનુ નામ લખતાં જ બોલતાં જ ગુસ્સો સાતમા આસમાને પહોંચે છે. આ દેશપ્રેમી ગુસ્સો જ દેશને આગળ વધારવા ,સાથ આપવા પ્રેરતો રહે છે.
આપે વાસ્તવિક ચિત્રણ રજૂ કર્યું છે. આપે સત્યને પિછાણ્યુ છે અને અમારા જેવા ને સત્યથી વાકેફ કર્યા છે. આપની હિંમતવાળી કલમને ગૌરવભેર બિરદાવું છું. અને પૂર્ણ સમર્થન જાહેર કરૂં છું. જય ભારત. વંદે માતરમ્.
Historically we adhered to ” Atithi Devo Bhava ” principle for all newcomers to Bharatvarsh. Failed to realize fanatics and looters among them. Suffered terribly.
Along with DeMacaulisation in Education and great reawakening of our cultural heritage let us remain firm and more cautious.
Ram Laxman Janaki Jai Bolo Hanumanki
JAI SHREE RAM
વાહ સર , આપના આ લેખે મનને પ્રસન્ન કરી દીધુ. હવે તા 5 મી એ ભગવાન રામના એ ભવ્ય મંદિરની શીલાન્યાસવિધિને જોવાની વધારે મઝા આવશે….. એક નવી નજરે જોવા મળશે.
લઘુમતી સમાજના લોકો જ કહે છે કે અમને ભારતમાં મંળી છે એટલી સ્વતંત્રતા , સુરક્ષા અને માન સમ્માન બીજે ક્યાંય મળ્યા નથી…. મુસ્લિમ દેશોમાં પણ નહીં. ને તોય આટલા વર્ષોથી સેલ્યુલરના નામે ખોટા જ છાજીયા લઈ લઈને સનાતન ધર્મને દબાવવામાં આવ્યો છે
ઘણા સમય પછી આજે આપનો આ લેખ વાંચ્યો
અને જ્યારે વાંચતા વાંચતા વચ્ચે એ વાંચ્યું કે 7 મી ડિસેમ્બર 1992 ના રોજ અખબારો મા જે છપાયું એનું તમે શીર્ષક લખ્યું છે ,
એના પર થી મને જિજ્ઞાસા થયી છે મારે 7 મી ડિસેમ્બર 1992 ના રોજ પ્રકાશિત થયેલા ગુજરાતી કા તો હિન્દી અખબારો વાંચવા જોઈએ એટલે ખબર પડે કે એ અખબારો એ હિંદુઓ ની કેવી મનોદશા કરી હશે,
એટલે આપને મારી રિકવેસ્ટ છે કે જો 7મી ડિસેમ્બર 1992 ના અખબાર ની pdf, ફોટો, કા તો કોઈ લિંક આપી શકો તો જરૂર થી શેયર કરજો સૌરભભાઈ
આભાર ?
હવે આપણી ભાવી પેઢી ને સાચો ઇતિહાસ ભાણાવવા નો સમય આવી ગયો છે.સૌરભ ભાઈ અભિનંદન
આશ્ચર્યની વાત એ છે કે શ્રી નગીનદાસ સંઘવીની કોલમો ઠેઠ છેલ્લે સુધી અખબારોમાં છપાતી રહી. આનો અર્થ એમ પણ થાય કે હિંદુઓ અને (ગોધરા ક્રાંતિથી બદનામ થયેલા) ગુજરાતીઓ ભિન્નમતનો કેટલો આદર કરે છે…. મને થોડું યાદ છે કે આ સંઘવીસાહેબને આ. શ્રી ચંદ્રકાંત બક્ષીએ મોટા સાવરણાથી ઝુડી કાઢેલા.
Very good information great job congratulations again for your work
DO NOT, PLEASE DO NOT POST ONE COMMENT REPEATEDLY. YOU HAVE BEEN ALREADY TOLD ONCE. NEXT TIME YOUR COMMENTS WILL DIRECTLY GO TO SPAM IF YOU DON’T ADHERE TO THE REQUEST. ?
Very good information great job congratulations again
જય શ્રી રામ, ભારત માતા કી જય.