પંદરમી ઑગસ્ટ, છવ્વીસમી જાન્યુઆરી અને હવે પાંચમી ઑગસ્ટઃ સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગઃ બુધવાર, 5 ઑગસ્ટ 2020)

વડીલો પાસેથી સાંભળ્યું છે અને વાંચ્યું છે કે આ દેશને આઝાદી કંઈ સસ્તામાં નથી મળી, ખૂબ સંઘર્ષ વેઠ્યો છે, ખૂબ અડચણોનો સામનો કર્યો છે.

અંગ્રેજો પાસેથી આઝાદી કેવી રીતે મળી તેનો કૉન્ગ્રેસી ઇતિહાસ આ દેશની પાંચ-સાત પેઢીઓને ભણાવવામાં આવ્યો અને સૌએ માની લીધું કે ગાંધીજીએ અહિંસા અને સત્યાગ્રહના માર્ગે આઝાદી અપાવી—બિના ખડગ, બિના ઢાલ. વીર સાવરકર અને સુભાષચંદ્ર બોઝથી માંડીને ભગત સિંહ સહિતના બીજા હજારો ક્રાંતિકારીઓને હાંસિયામાં ધકેલીને લખાયેલા આ સામ્યવાદી-ગાંધીવાદી-કૉંગ્રેસવાદી ઇતિહાસે દેશની પ્રજાનું ભલું કરવાને બદલે તદ્દન અતિશયોક્તિભરી અને ક્યારેક તો સાવ જુઠ્ઠાડી વાતો આપણા સૌના મનમાં ઘુસાડી દીધી. આવું રામ મંદિર માટેના ઇતિહાસ બાબતે ન થવું જોઈએ. કારણ કે હવે તો ખ્રિસ્તી માતાની અને ખ્રિસ્તીને પરણેલી બનાવટી ગાંધી પ્રિયંકા પણ ભગવી શાલ ઓઢીને ટીલાંટપકાં કરીને રૂદ્રાક્ષ ધારણ કરીને રામ નામ બોલતી ટ્વિટર પર તરતી થઈ ગઈ છે.

ભારત માટે આઝાદી પછીનો સૌથી મોટો દિવસ આજે છે- પાંચમી ઑગસ્ટ 2020. સહેજ જુદી રીતે મૂકીએ. 1947ની 15મી ઑગસ્ટે આઝાદી મળી એ રીતે આ દેશને 1992ની 6ઠ્ઠી ડિસેમ્બરે, બાબરી ઢાંચો જેનું પ્રતીક હતી તે, સેક્યુલરગીરીમાંથી આઝાદી મળી. અને 26 જાન્યુઆરી 1950ના રોજ જેમ ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું (આઝાદી મળ્યા પછી દેશમાં લશ્કરશાહી, તાનાશાહી વગેરે કોઈપણ રાજ્યપદ્ધતિ આવી શકી હોત પણ એવું ન થતાં દેશમાં સંસદીય લોકશાહી આવી જેના માટે બે-ત્રણ વર્ષ સુધી બંધારણ ઘડાતું રહ્યું અને દેશમાં પ્રજાની સત્તા આવી). 6ઠ્ઠી ડિસેમ્બર 1992ને બીજો સ્વાતંત્ર્ય દિવસ ગણીએ તો 5મી ઑગસ્ટ 2020ને બીજો પ્રજાસત્તાક દિવસ ગણી શકીએ. આજથી આ દેશ હિન્દુઓનો દેશ છે, દેશમાં રહેતી 138 કરોડની પ્રજા જે કોઈ ધર્મ પાળતી હોય, જે કોઈ ભગવાનમાં આસ્થા ધરાવતી હોય પણ આ ભૂમિને જેઓ પોતાની માતૃભૂમિ માને છે તે સૌ હિન્દુ છે એવું દેશના નાગરિકો સમક્ષ જ નહીં દુનિયા આખી સમક્ષ સ્થાપિત થઈ રહ્યું છે. અમેરિકાનો નાગરિક અમેરિકન કહેવાય એ રીતે હિન્દુસ્તાનનો નાગરિક હિન્દુ કહેવાય. ઇન્ડિયા નામ તો વિદેશીઓએ આપણને અપમાનિત કરવા માટે આપેલું નામ છે. ભારત નામ સ્વીકાર્ય છે અને ભારત વર્ષમાં રહેતો દરેક નાગરિક ભારતીય પરંપરાને (એટલે કે વૈદિક, સનાતન હિન્દુ પરંપરાને) આદર આપે જ એટલે એ ભારતીય કહેવાય. આમ ભારતીય અને હિન્દુ વચ્ચે કોઈ ઝાઝો તફાવત નથી- મારી દ્રષ્ટિએ.

અયોધ્યાનું રામ મંદિર દેશની પલટાયેલી રાજકીય આબોહવાનું ભવ્ય પ્રતીક છે.

પંદરમી ઑગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી જેટલું જ મહત્વ છઠ્ઠી ડિસેમ્બરનું અને પાંચમી ઑગસ્ટનું છે, કદાચ વધારે. કારણ કે પંદરમી અને છવ્વીસમીના કારણે દેશને માત્ર ગુલામીમાંથી મુક્તિ મળી અને પોતાના પર પોતાનું જ રાજ હોય એવી વ્યવસ્થા ગોઠવવા મળી. જ્યારે છઠ્ઠી અને પાંચમીને કારણે પ્રજાને ઝાંખી થઈ ગયેલી પોતાની અસ્મિતા પાછી મળી, પોતાના દેશની સમૃદ્ધિ આ દેશને પરાયો ગણનારાઓ પર લૂંટાવી દેવા માટે નથી એવી દ્રઢ પ્રતીતિ આ બે પવિત્ર તારીખોએ કરાવી. સામાજિક સમરસતા, રાજકીય સ્થિરતા, આર્થિક ઉન્નતિ, શૈક્ષણિક પરંપરા અને ધાર્મિક-આધ્યાત્મિક સંસ્કારોના અસ્તિત્વને અને આ પાંચેયના ભાવિને આ બે તારીખોએ સુનિશ્ચિત કર્યું, જડબેસલાક કર્યું.

અયોધ્યાનું રામ મંદિર દેશની પલટાયેલી રાજકીય આબોહવાનું ભવ્ય પ્રતીક છે. જે દેશમાં હિન્દુઓને ધર્મઝનૂની અને અસહિષ્ણુ (અને સોનિયાના રાજમાં તો આતંકવાદી) તરીકે ચીતરવામાં આવતા રહ્યા તે દેશમાં હવે હિન્દુ સંસ્કૃતિનું ખરા અર્થમાં સન્માન થવાનું શરૂ થઈ રહ્યું છે- આજથી.

અયોધ્યામાં રામમંદિરના વિધિસરના શિલાન્યાસની આજની તારીખ જાહેર થઈ કે તરત જ રામ મંદિર બનાવવામાં અમારો ફાળો કેટલો મોટો હતો એનો પ્રચાર કરનારા લેભાગુઓ નીકળી પડ્યા. દિગ્વિજય સિંહ જેવા થર્ડ ગ્રેડ કૉન્ગ્રેસીએ એક જમાનામાં રામ મંદિરનો વિરોધ કર્યો હતો, હિન્દુઓ આતંકવાદી છે એવા બનાવટી પુરાવાઓ ઊભા કરવામાં મદદ કરી હતી તે દિગ્વિજયસિંહ કહેવા લાગ્યા કે રામ મંદિરનો શિલાન્યાસ તો થઈ ગયો છે- રાજીવ ગાંધીના જમાનામાં!

રામના નામે પથરા તરાવવાની કોશિશ કરનારાઓ આવા તો ઘણા મળી આવશે હવે. રામ, રામ જન્મભૂમિ અને હિન્દુત્વની વહેતી પવિત્ર ગંગામાં હાથ ધોઈ લેવા માટે ચેતન ભગત જેવા અગણિત ભૂતપૂર્વ સેક્યુલરવાદીઓ આતુર છે. હિન્દુત્વને યુઝર્પ કરવાની હોડ લાગી છે. ચેતન ભગત કંઈ આ જમાતના એકમાત્ર સભ્ય નથી. આવા ડબલઢોલકીઓ અત્રતત્ર સર્વત્ર છે. ગુજરાતીમાં પણ ઘણા છે—દરેક ક્ષેત્રમાં છે. આવા બે મોઢાળા લોકોનું એક જ કામ હોય છે. કોઈ પણ ઈશ્યુ હોય- એના વિશે બે વાત વિરોધની લખવાની/બોલવાની અને બે વાત તરફેણની લખવાની/બોલવાની. આવું કરવામાં બે ફાયદા થાય આ બેમોઢાળાઓને. જે સમયે બેઉ તરફની વાતો બોલાઈ/લખાઈ હોય તે સમયે ભોળા અબૂધ વાચકો-શ્રોતાઓ આ તકવાદી લોકોને ‘તટસ્થ’ અને ‘નિરપેક્ષ’ ગણીને માથે ચડાવે. અને ભવિષ્યમાં આ ઇશ્યુ વિશે આગળ ચર્ચા ચાલે ત્યારે પવન જે તરફ વાતો હોય તે તરફની વાત તેઓ પોતાના આર્કાઇવ્ઝમાંથી કાઢીને તમને ‘પુરાવાઓ’ આપે- જુઓ મેં તો પહેલેથી જ આ વાતને સમર્થન આપ્યું હતું. અથવા – જુઓ હું તો તે જમાનાથી આ વાતનો વિરોધી રહ્યો છું.

સાધુસંતો અને પ્રાચીન-અર્વાચીન ઋષિમુનિઓ ન હોત તો સામ્યવાદીઓ અને સેક્યુલરોના ખભે ચડીને કૉન્ગ્રેસીઓએ આ દેશના ટુકડા કરીને ક્યારનો વેચી ખાધો હોત.

પબ્લિક કંઈ આવા લોકોની કુંડળી કાઢવા જતી નથી એટલે આ લેભાગુ-ધુતારાઓ રિસ્પેક્ટેબલ બનીને પૂજાતા રહે છે, પોંખાતા રહે છે. પોતાની જાતને છેતરનારાઓ તમને પણ છેતરવાનો ધંધો કરતા રહે છે.

આજકાલ આવા ‘હિન્દુવાદી’ઓની દુકાન પણ ધમધોકાર ચાલે છે.

પણ આજના દિવસે એમના વિશે વધારે લખીને આનંદ-મંગલનું વાતાવરણ ડહોળી નાખવાનું ન હોય. પાંચમી ઑગસ્ટના આજના ઐતિહાસિક દિવસની ઉજવણી કરતાં કરતાં રામ સ્વરૂપ અને સીતારામ ગોયલ, ડેવિડ ફ્રૉલી અને કોન્રાડ એલ્સ્ટથી માંડીને અરુણ શૌરી અને સુબ્રમણ્યમ સ્વામી તથા ઘર આંગણે હસમુખ ગાંધી અને વીરેન્દ્ર પારેખ સુધીના સૌ કોઈ ડઝનબંધ વડીલ લેખક-પત્રકારોને વંદન કરીને બૌદ્ધિક જગતમાં તેઓએ પ્રસરાયેલી જાગૃતિનું જબરજસ્ત પ્રદાન યાદ કરવું જોઈએ.

સામાજિક તથા રાજકીય ક્ષેત્રે સ્વામી વિવેકાનંદ અને સરદાર વલ્લભભાઈ પટેલથી લઈને નરેન્દ્ર મોદી, અશોક સિંહલ, વાજપેયીજી-અડવાણીજી-ઉમા ભારતીજી, મોહન ભાગવત અને પ્રવીણ તોગડિયા સુધીના સેંકડો નેતાઓ, હજારો કાર્યકર્તાઓ તથા એમના લાખો ટેકેદારોને વંદન કરવાં જોઇએ.

સાધુસંતો અને પ્રાચીન-અર્વાચીન ઋષિમુનિઓ ન હોત તો સામ્યવાદીઓ અને સેક્યુલરોના ખભે ચડીને કૉન્ગ્રેસીઓએ આ દેશના ટુકડા કરીને ક્યારનો વેચી ખાધો હોત. વેદ વ્યાસ અને તુલસીથી લઈને આધુનિક સમયમાં સ્વામી રામદેવ, શ્રી શ્રી રવિશંકર, સદગુરુ જગ્ગી વાસુદેવ, મોરારિબાપુ સહિત વિવિધ પંથો-સંપ્રદાયો- ભારતીય ધર્મોના અગણિત આદરણીય મહાપુરુષોને કારણે આ દેશમાં વૈદિક, સનાતન, હિન્દુ સંસ્કૃતિ ટકી રહી છે, સમૃદ્ધ થઇ રહી છે.

 

આજનો આ પવિત્ર દિવસ અહીં ઉલ્લેખ પામેલા તેમ જ આ ઉપરાંત જે જે યાદ આવતા હોય તે તમામ હિન્દુત્વના પ્રહરીઓએ આ દેશની માટી સાથે પોતાનાં લોહી-પરસેવો એકરૂપ કરીને તનમનધનથી જે વટવૃક્ષનું જતન કર્યું છે તેની શીતળ છાયા હેઠળ બેસીને પિકનિક કરવાનો છે. અને ઉજાણી કરતાં કરતાં વિચારવાનો છે કે હું આ વટવૃક્ષના જતન માટે શું કરી શકું એમ છું? ભવિષ્યમાં કોઈ કૉન્ગ્રેસી કુહાડી લઈને આવી ચડે ત્યારે આ વૃક્ષની સુરક્ષા હું કેવી રીતે કરીશ?

આ દેશ માટે હવે મરવાનું નથી, જીવવાનું છે. મરવાનું હશે તો એ લોકોએ જેઓ આ દેશની સંસ્કૃતિને અભડાવીને દેશ સાથે ગદ્દારી કરવા માગતા હોય.

અયોધ્યાની રામ જન્મભૂમિ પર નિર્માણ પામી રહેલા રામ મંદિરનો ઇતિહાસ આ દેશની હજારો વર્ષની સંસ્કૃતિનો ઇતિહાસ છે. સ્વતંત્રતાની લડતનો ઇતિહાસ તો થોડાક દાયકાઓનો, કેટલીક સદીઓનો ઇતિહાસ છે. આજે જે રચાઈ રહ્યો છે તે ઇતિહાસનાં મૂળ સહસ્રાબ્દિઓ સુધી તમને લઈ જાય છે. એટલે જ પંદરમી ઑગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી જેટલું જ મહત્વ છઠ્ઠી ડિસેમ્બર અને પાંચમી ઑગસ્ટનું છે. કદાચ વધારે.

એટલે જ રામ જન્મભૂમિ પરનો આજનો અવસર આવતાં પહેલાં આ દેશ કેવી કેવી વિકટ પરિસ્થિતિઓમાંથી પસાર થયો છે એની જાણકારી મેળવીશું તો જ કાલે જઈને આપણી નવી પેઢીઓને કહી શકીશું કે આ દેશને રામમંદિર કંઈ સસ્તામાં નથી મળ્યું, ખૂબ સંઘર્ષ વેઠ્યો છે, ખૂબ અડચણોનો સામનો કર્યો છે.

આજનો વિચાર

બીજાઓ તમારા વિશે શું માને છે એ જવા દો, તમે તમારા વિશે શું માનો છો એ જ અગત્યનું છે.

—અજ્ઞાત

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરવા માટેની અપીલ : સૌરભ શાહ

પ્રિય વાચકો,

ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાતા, વખણાતા અને ચર્ચાતા લેખક-પત્રકારોમાંના એક સૌરભ શાહ તમને રોજ ‘ન્યુઝપ્રેમી’ દ્વારા મળે છે.

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના ચાલતું સ્વતંત્ર, તથા કોઈનીય સાડીબારી ન રાખતું ડિજિટલ મિડિયા છે અને એટલે એ ભરોસાપાત્ર છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા પ્લેટફૉર્મને અડીખમ રાખવા તમારા સપોર્ટની જરૂર છે.

‘ધ ક્વિન્ટ’, ‘ધ પ્રિન્ટ’, ‘ધ વાયર’, ‘સ્ક્રોલ’ કે બીજાં ડઝનેક તોતિંગ અંગ્રેજી ડિજિટલ મિડિયા કરોડો રૂપિયાનું ફંડિંગ ઉભું કરીને પોતાના એજન્ડાને— કામકાજને આગળ વધારી રહ્યા છે. ‘ન્યુઝપ્રેમી’ આવી રીતે કામકાજ કરવામાં માનતું નથી. ઇન્વેસ્ટર્સ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા પછી અમુક મિડિયા કરોડરજ્જુ વિનાનાં બની જતાં હોય છે. ઇન્વેસ્ટરોનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાથી સચવાતો હોય ત્યારે મિડિયાએ પણ વાચકોનો દ્રોહ કરીને, વાચકોને ઊંધા રવાડે ચડાવીને એન્ટી-નેશનલ ન્યુઝ અને એન્ટી-નેશનલ વ્યુઝ આપવાની પ્રવૃત્તિમાં જોરશોરથી ભાગ લેવો પડતો હોય છે.

આ જ કારણોસર ‘ન્યુઝપ્રેમી’માં જાહેરખબરો પણ ઉઘરાવવામાં નથી આવતી. જે ઘડીએ એડવર્ટાઇઝરના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ન જળવાય એ જ ઘડીએ કાં તો તમારો હાથ આમળીને તમારી પાસે તેઓ પોતાનું ધાર્યું કરાવતા થઈ જાય અને વાચકો ગેરમાર્ગે દોરવાઈ જાય, કાં પછી તમારી નૌકાને મધદરિયે હાલકડોલક કરીને ડુબાડી દેવાની ધમકી આપવામાં આવે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મીસમા સૌરભ શાહ દ્વારા 24×7 થઈ રહી છે. ( એક વાચકે ‘ વન કેન’—one pen, one man, one can—નું બિરૂદ આપ્યું છે. કોઈ એક લેખની કમેન્ટમાં છે.)

‘ન્યુઝપ્રેમી’નું લેખન-સંપાદન તથા એની સાજસજ્જા મુંબઈમાં થાય છે. ટાઇપસેટિંગ ભાવનગર અને અમદાવાદમાં થાય છે. ‘ન્યુઝપ્રેમી’ના એડમિનિસ્ટ્રેશનની જવાબદારી પૂણેથી નિભાવવામાં આવે છે અને ‘ન્યુઝપ્રેમી’ને ટેક્નિકલ સપોર્ટ બેંગ્લોર સ્થિત ગુજરાતી ટેકનોક્રેટ આપે છે. ‘ન્યુઝપ્રેમી’ની હિન્દી આવૃત્તિ માટેનું અનુવાદકાર્ય મુંબઈ – અમદાવાદમાં થાય છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

8 COMMENTS

  1. આ લેખ વાસ્તવ ની સાથે આદર્શ ના ઊગી નીકળેલાં કિરણ ની વાત કરે છે વાંચક માટે નિર્દેશ હોવા છતાં નિર્ણય ક્ષમતા વધુ બક્ષે છે. ખૂબ આનંદ થયો છે.

  2. Fifth August Celebrated today lighting and prepared sweets and did Prabhu Shree Ram’s prayer. Watched Modiji’s prayer at Ayhodhya Temple. Today is special day in my entire life, our dream came true. Shri Ramji’s temple will be one more Tirth will be realy now. Modiji followed our tradition and did shasthang dandvat pranaam. I was jumping and watched this over and over again, as fake liberals and fake seculars will have to use burnol for next several years.

    Jai Shree Ram. Modiji we are proud salute to your determination and courage.

  3. ખૂબ સરસ લેખ લખ્યો છે. વાંચી ને આનંદ થયો. આભાર

  4. સૌરભાઇ, ઇતિહાસકારો એ આ દેશ ના ભૂતકાળ સાથે જે રમતો રમી,અને જે તે જનરેશન એ માન્યતાઓ સાથે જીવી અને બાકી બધા સવાલો મૂકીને પાછી જતી પણ રહી, હવે જઈને આ ઊભા કરેલા સળગતા ઉંબાડિયા હવે જઈને ખરેખર રાખ મા મળી રહ્યા છે, અને હવે ની અને આવનારી પ્રજા માટે નું ભારત નિર્માણ જે એક વિશિષ્ઠ અને આધિદૈવિક સંસ્કૃતિ સાથે નું રાષ્ટ્ર બનશે એવી કામના,

  5. 6 ડિસેમ્બર અને 5 ઓગસ્ટ નવી પેઢી માટે ખૂબ જ યાદગાર અને ઐતિહાસિક બની રહેશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here