‘કાશ્મીર ફાઇલ્સ’ : દરેક સમજદાર રાષ્ટ્રપ્રેમીએ બે વાર થિયેટરમાં જઈને જોવી પડે એવી ફિલ્મ: સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ: ફાગણ સુદ બારસ, વિક્રમ સંવત ૨૦૭૮, મંગળવાર, ૧૫ માર્ચ ૨૦૨૨)

ત્રણ દિવસમાં બે વાર જોઈ ‘કાશ્મીર ફાઇલ્સ’. પહેલી વાર જોઈને તમે સ્તબ્ધ થઈ જાઓ, અવાક્ થઈ જાઓ, મગજ સુન્ન થઈ જાય. બીજી વાર ફિલ્મ પૂરી થાય અને તમે થિયેટરની સીટ પરથી ઊભા થવા જાઓ પણ ફસડાઈ પડો, અચાનક આંખમાં આંસુ ધસી આવે, ગળું રૂંધાઈ જાય અને ધ્રુસકે ધ્રુસકે રડી પડો.

કાશ્મીરના હિન્દુઓ પર 1990માં નેહરુ અને કૉન્ગ્રેસ શાસને ઉછેરેલા શેખ અબ્દુલ્લા અને એના વારસદારોની સાઠગાંઠથી ત્યાંના પાકિસ્તાનતરફી મુસ્લિમ આતંકવાદીઓએ જે કાળો કેર વર્તાવ્યો, જે રીતે હજારો હિન્દુઓની કત્લેઆમ મચાવી અને પાંચ લાખ જેટલા હિન્દુઓને પોતાના વતનમાંથી પહેરેલે કપડે કાઢી મૂકવામાં આવ્યા એ ઇતિહાસ આટલી હાર્ડ હિટિંગ રીતે આપણને કોઈએ કહ્યો જ નથી.

બત્રીસ વર્ષ પહેલાંની જ આ વાત છે. દેશના જે મીડિયાનાં કુકર્મોને ઉઘાડાં પાડ પાડ કરીને હું મીડિયાના મારા જાતભાઈઓમાં (જે વાસ્તવમાં કમજાત ભાઈઓ છે) અપ્રિય (અનપૉપ્યુલર જ નહીં, એમનો ધિક્કારપાત્ર પણ) બન્યો છું તે મેઇન સ્ટ્રીમ મીડિયાએ 19 જાન્યુઆરી 1990ના રોજ અને એ પછી કાશ્મીરમાં શું બન્યું તેની સચ્ચાઈ તમારા સુધી પહોંચવા નથી દીધી.

ફિલ્મમાં એક સંવાદ આવે છે: ‘જુઠ્ઠા સમાચાર આપવા કરતાં પણ મોટું પાપ છે સાચા સમાચાર છુપાવવા.’ દેશના સેક્યુલર મીડિયાએ વારંવાર આ જ પાપ કર્યું છે. જૂઠી ખબર આપવી અને સાચા ન્યૂઝ છુપાવવા. બીજા એક તબક્કે ફિલ્મમાં કાશ્મીરમાં ડીજીપીની ફરજ બજાવતા પુનીત ઇસ્સાર બોલે છે: ‘ન્યૂઝ જ જો ફેક હશે તો હિસ્ટરી ક્યાંથી સાચી લખાશે?’

1990ના કાશ્મીરના જેનોસાઇડના ( જાતીય નિકંદન, જે હિટલરે જર્મનીમાં યહૂદીઓ સાથે કરેલું તેવા જ જેનોસાઇડના) ન ન્યુઝ દેશ-દુનિયા સુધી પહોંચાડવામાં આવ્યા, ન એ કાળા કરતૂતોને ઇતિહાસ ક્યારે લખાયો.

‘કાશ્મીર ફાઇલ્સ’માં એ ઘટનાના તેમ જ એ પછીના દિવસો-વર્ષો વિશે સંશોધન કરીને એટલું સુગ્રથિત કથન તમારા સુધી પહોચાડવામાં આવ્યું છે કે તમારાં રૂંવાડાં ઊભાં થઈ જાય. સ્થાનિક અખબારોમાં તસવીરો સાથે છપાયેલી, ક્યાંક છૂટીછવાઈ જગ્યાએ નોંધ લેવાયેલી, અમુક રેકૉર્ડ્સમાં દબાઈ ગયેલી તેમ જ જેમને જાત અનુભવ થયો છે- જેઓએ સગી આંખે એ ઘટનાઓને જોઈ છે એમને મળીને – એ તમામ કિસ્સાઓ ‘કાશ્મીર ફાઇલ્સ’ દ્વારા પહેલવહેલીવાર આખા દેશ અને આખી દુનિયા સુધી પહોંચી રહ્યા છે.

આતંકવાદીની ગોળીઓથી કમોતે મૃત્યુ પામતા યુવાન પતિના લોહીથી ભીંજાયેલા ચાવલ એક જ મિનિટ પહેલાં વિધવા થયેલી નારીને ખાવાની ફરજ પાડવી, લાકડાની વખારમાંમાં ચાલતી વીજળીની કરવતથી વહેરાતી સ્ત્રીને જોવી, તદ્દન માસૂમ-નાના બાળક સહિત બે ડઝન સ્ત્રી-પુરુષોને લાઈનબંધ ઊભા રાખીને એમના પર ગોળી ચલાવીને હત્યા થાય અને સીધી જ એમની લાશ કબરમાં પડે અને દફનાવી દેવામાં આવે (હિન્દુ સંસ્કાર મુજબની અંતિમવિધિ પણ એમને નસીબ ન થાય). આ અને આવાં દ્રશ્યો કચકડાની ફિલ્મ પર દેખાડવા માટે ફિલ્મકારનું અને જોવા માટે દર્શકોનું કઠણ કાળજું જોઈએ. આ તમામ કિસ્સા સત્ય છે, એમાં કોઈ અતિશયોક્તિ પણ નથી.

…આ અને આવાં દ્રશ્યો કચકડાની ફિલ્મ પર દેખાડવા માટે ફિલ્મકારનું અને જોવા માટે દર્શકોનું કઠણ કાળજું જોઈએ. આ તમામ કિસ્સા સત્ય છે, એમાં કોઈ અતિશયોક્તિ પણ નથી.

જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (જેકેએલએફ) નામના આતંકવાદી સંગઠનનો મુખિયા યાસીન મલિકને ઉપરોક્ત ગુનાઓ બદલ પકડવામાં આવતો અને થોડા વખતમાં છોડી મૂકવામાં આવતો. એણે એરફોર્સના ચાર અફસરોને ધોળે દહાડે ખુલ્લેઆમ સડક પર ગોળીઓથી ઠાર કરેલા. આ યાસીન મલિક કસાબ અને અફઝલ ગુરુની જેમ ક્યારનોય ફાંસીએ લટકી જવો જોઈતો હતો. પણ કૉન્ગ્રેસના શાસનમાં સોનિયાની કઠપૂતળી એવા વડા પ્રધાન મનમોહન સિંહ સાથે એને મળવા બોલાવાય છે, એની મહેમાનનવાઝી થાય છે. એ વખતનો ફોટો તે ગાળામાં બધાં જ પ્રમુખ સમાચાર માધ્યમો દ્વારા ભારતની જનતા સુધી પહોંચ્યો હતો. આ બધી હકીકતો ‘કાશ્મીર ફાઇલ્સ’માં ખૂબ જલદતાપૂર્વક વણી લેવાઈ છે. અત્યાર સુધી છુટ્ટા ફરતા યાસીન મલિકને મોદીશાસનમાં પકડીને તિહાર જેલમાં પૂરવામાં આવ્યો. ઘણા વૉટરટાઇટ કેસ છે આ આતંકવાદી પર. પણ વિકીપીડિયામાં લેફ્ટિસ્ટોએ લખ્યું છે કે: ‘1994માં મલિકે હિંસાનો ત્યાગ (રિનાઉન્સ્ડ વાયોલન્સ) કર્યો અને કાશ્મીર વિખવાદના નિરાકરણ માટે શાંતિપૂર્ણ નીતિરીતિઓ અપનાવી.’

રિનાઉન્સ્ડ વાયોલન્સ.

માય ફૂટ.

વિકીપીડિયાની આવી તો અનેક બદમાશીઓ છે.

‘કાશ્મીર ફાઇલ્સ’માં યાસીન મલિકના પાત્રનું નામ, સ્વાભાવિક રીતે જ, બદલવામાં આવ્યું છે – ફારૂક મલિક બિટ્ટા. યાસીન મલિકને દેશના મેઇનસ્ટ્રીમ મીડિયાનો અને તે વખતના શાસક પક્ષોનો —કેન્દ્રમાં કૉન્ગ્રેસના તથા રાજ્યમાં નેશનલ કૉન્ફરન્સનો— સક્રિય ટેકો હતો એવા આડકતરા ઉલ્લેખો ફિલ્મમાં છે. ‘ઑપઇન્ડિયા’એ તો ફોડ પાડીને લખ્યું છે કે યાસીન મલિકને ઇન્ડિયા ટુડે, રવિશ કુમાર (એનડીટીવીવાળો, કેટલાક લોકો આ ટીવી ચેનલના ચાર અક્ષર પહેલાં R. મૂકતા હોય છે – R. ફૉર? તમને ખબર છે કે આ પ્રકારના મીડિયાને પ્રેસ્ટિટ્યુટ (પ્રેસ + પ્રોસ્ટિટ્યુટ) શું કામ કહેવામાં આવે છે. તો R. ફૉર…!) તથા કૉન્ગ્રેસ અને અબ્દુલ્લાઝ (ફારૂક અને એનો દીકરો ઓમર જે બેઉ સી.એમ. પદે રહી ચૂક્યા છે) તરફથી પ્લૅટફૉર્મ આપવામાં આવતું હતું.

‘કાશ્મીર ફાઇલ્સ’ માત્ર કાશ્મીરના હિન્દુઓના જેનોસાઇડનો દસ્તાવેજ જ નથી (તે તો છે જ) પણ એ ઉપરાંત એક અત્યંત સુઘડ, સફાઇદાર દિગ્દર્શન, સ્ક્રીનપ્લે, સિનેમેટોગ્રાફી તથા અભિનયથી ઓપતી સંઘેડાઉતાર કમ્પલીટ ફિલ્મ છે. સ્ટીવન સ્પીલબર્ગની પાસે ‘શિન્ડલર્સ લિસ્ટ’ બનાવવા માટે નૅચરલી હૉલિવુડમાં અબજો રૂપિયા હોય એટલે એમનું પ્રોડક્શન વધુ સફાઇદાર દેખાય, ફિલ્મના દરેક ડિપાર્ટમેન્ટ માટે તેઓ ટૉપમોસ્ટ મોંઘા મોંઘા કળાકારો-કસબીઓ વગેરે લઈ શકે. અહીં સલામ નિર્માતા-દિગ્દર્શક-લેખક વિવેક રંજન અગ્નિહોત્રીને કે એમણે અત્યંત નાના બજેટમાં એવી જકડી રાખનારી ફિલ્મ બનાવી કે ઑડિયન્સ એમાં ઓતપ્રોત થઈ જાય. બેઉ વખતે થિયેટરના અંધકારમાં અનેક વાર જુદી જુદી દિશાઓમાંથી સિસકારા અને ચિત્કાર સંભળાતા રહ્યા.

પુષ્કરનાથ પંડિતનું મુખ્ય પાત્ર ભજવતા અનુપમ ખેરનું કામ એમને નિઃશંક આ વર્ષના અભિનયને લગતા તમામ અવૉર્ડ અપાવે એવું છે. નૅશનલ અવૉર્ડ તો મળે જ છે, ‘ફિલ્મફેર’ એવૉર્ડવાળા પણ દેખાડા ખાતરની તટસ્થતા પ્રગટ કરવાનો ચાન્સ નહીં છોડે.

પુષ્કરનાથ પંડિતનું મુખ્ય પાત્ર ભજવતા અનુપમ ખેરનું કામ એમને નિઃશંક આ વર્ષના અભિનયને લગતા તમામ અવૉર્ડ અપાવે એવું છે. નૅશનલ અવૉર્ડ તો મળે જ છે, ‘ફિલ્મફેર’ એવૉર્ડવાળા પણ દેખાડા ખાતરની તટસ્થતા પ્રગટ કરવાનો ચાન્સ નહીં છોડે. પોતાની આંખ સામે ઠાર થયેલા દીકરાના શરીરમાંથી વહી ગયેલા લોહીથી લથબથ ચોખા ખાવા તૈયાર થયેલી પુત્રવધુની બાજુમાં બેઠેલા પુષ્કરનાથના ચહેરા પરની નિઃસહાયતા, એમના મોઢામાંથી નીકળતી મૂંગી ચીસ – અનુપમ ખેર દેશના કેટલા મોટા અભિનેતા છે તે પુરવાર કરવા માટે ‘કાશ્મીર ફાઇલ્સ’નું આ એક જ દ્રશ્ય પૂરતું છે. પુત્ર ગુમાવી દીધા પછી પુષ્કરનાથ પોતાને મળતા માસિક પેન્શનની રકમમાંથી વિધવા પુત્રવધુ તથા બે નાના પૌત્રો સહિતના પરિવારના ભરણપોષણ તથા અભ્યાસની જવાબદારી નિભાવી શકે એટલે મોતિયો ઉતરાવ્યા પછી ડૉક્ટરને મોંઘાવાળો નહીં પણ સસ્તાવાળો લેન્સ નાખવાનું કહે છે – ડૉક્ટરે એમની તબિયતને ધ્યાનમાં રાખીને ચેતવણી આપી હોવા છતાં. આટલું ઓછું હોય એમ પુષ્કરનાથે રાત્રે વાળુ કરવાને બદલે સવારના એક જ ટંકનું જમવાનું રાખ્યું છે. કાશ્મીરમાંથી હાંકી કાઢવામાં આવ્યા પછી જમ્મુના રેફ્યુજી કૅમ્પમાં તંબુની બહાર વીંછીનો ડર હોવા છતાં અંદર સૂઈ નથી જતા. કારણ? રાત્રે ભૂખ લાગે ત્યારે પુષ્કરનાથ નાનકડા સ્ટીલના ડબ્બામાં રાખેલું પાર્લે-જીનું એક બિસ્કિટ ચાટીને (ખાઈને કે બટકું ભરીને નહીં – ચાટીને) મોઢામાંથી નીકળતી લાળને સંતોષ આપી લે છે. બિસ્કિટ પાછું ડબ્બામાં મૂક્યા પછી પુષ્કરનાથની આંખોમાં વંચાતી હાલાકીની વેદના અને એમના મોઢામાંથી નીકળીને હોઠ પર થઈને ટપકી જતી પેલી લાળ જોઈને તમને થાય કે કોને દાદ આપવી – દિગ્દર્શકને, અભિનેતાને, સ્ક્રિપ્ટ રાઇટરને કે પછી પોતાના જ દેશમાં નિર્વાસિતની જિંદગી જીવવાની મજબૂરી જેણે એમના નસીબમાં લખી તે વિધાતાને.

પુષ્કરનાથને પોતાના વતનનું ઘર યાદ આવે છે એ દેખાડવા એક જબરજસ્ત સીન ‘કાશ્મીર ફાઇલ્સ’માં છે. અસહ્ય ગરમીમાં રહેતા હોવા છતાં પુષ્કરનાથને ટાઢ ચડે છે, દાંત કકડે છે, વતનમાં હિમવર્ષા થતી હશે, મને કંબલ જોઈએ છે, મને કાંગડી આપો કોઈ… એવો સનેપાત થાય છે. બેવતન થયેલા કાશ્મીરીઓની લાચારી દેખાડતું આ પ્રતીકાત્મક દ્રશ્ય ફિલ્મને એક ગજબની ઊંચાઈએ પહોંચાડે છે.

બીજી એક વાત, આ ફિલ્મને ઊંચાઈ આપતી, એ છે કે દિગ્દર્શકે ક્યાંય, બૉલિવુડમાં તેમ જ વેબ સિરીઝમાં અનિવાર્ય બની ચૂકેલા, રેપ સીન્સ તેમ જ સ્ત્રી (કે પુરુષ) સાથેના કુદરત વિરુદ્ધના સમાગમના સીન્સ ફિલ્મમાં મૂક્યા તો શું, એને ચીપિયાથી પણ અડક્યા નથી. હકીકતમાં એવું બધું જ એ સ્ત્રી સાથે બન્યું હતું જેને વીજળી કરવતથી વહેરવામાં આવી હતી. પણ હિન્દુત્વના સંસ્કાર તમે જુઓ – દિગ્દર્શકે/લેખકે એ બાબતનો ઉલ્લેખ કે ઇશારો પણ નથી કર્યો. બૉલિવુડિયાઓ ક્યારે શીખવાના આવો સંયમ? વેબસિરીઝવાળાઓ માટે તો આ બધુ ચટપટા મસાલા જેવું બની ગયું છે.

ડિવિઝનલ કમિશ્નર તરીકેની ફરજ બજાવતા આઈ.એ.એસ. અફસર મિથુન ચક્રવર્તી તથા એમના ત્રણ મિત્રોનાં પાત્રો ફિલ્મના કથાનકનો ક્રમશઃ વિકાસ કરે છે અને પુષ્કરનાથનો પૌત્ર કૃષ્ણા એ કથાનકને ક્લાઇમેક્સ પર પહોંચાડે છે. સૌના વિશેની વિગતવાર વાતો હવે પછીના લેખમાં કરીશું.

પણ આજે પૂરું કરતાં પહેલાં બે વાત.

‘કાશ્મીર ફાઇલ્સ’માં મીડિયાને ઉઘાડેછોગ ‘ટેરરિસ્ટોં કી રખૈલ’ તરીકે ઓળખાવાયું છે. મીડિયાનું આ રૂપ 2002ના ગોધરા હિન્દુ હત્યાકાંડ વખતે પણ જોવા મળ્યું છે. વારંવાર એ રૂપ દેખાતું જ રહ્યું, ‘એક દિવસ એવો આવશે જ્યારે આ મીડિયાવાળાઓને લોકો સડક પર ઘસડી ઘસડીને મારશે.’ ફિલ્મમાં આ સંવાદ બોલાય છે…

‘કાશ્મીર ફાઇલ્સ’માં મીડિયાને ઉઘાડેછોગ ‘ટેરરિસ્ટોં કી રખૈલ’ તરીકે ઓળખાવાયું છે. મીડિયાનું આ રૂપ 2002ના ગોધરા હિન્દુ હત્યાકાંડ વખતે પણ જોવા મળ્યું છે. વારંવાર એ રૂપ દેખાતું જ રહ્યું, ‘એક દિવસ એવો આવશે જ્યારે આ મીડિયાવાળાઓને લોકો સડક પર ઘસડી ઘસડીને મારશે.’ ફિલ્મમાં આ સંવાદ બોલાય છે ત્યારે પત્રકાર (દૂરદર્શનનો) કહે છે: ‘મારા વિશે આવું નહીં બોલતા, મને સરકારે પદ્મશ્રીનો ખિતાબ આપ્યો છે.’

એ પત્રકારને કહેવામાં આવે છે: ‘પદ્મશ્રી ખામોશ રહીને કે લિયે દિયા જાતા હૈ.’

અને એ જમાનો આવો જ હતો. રાજદીપ સરદેસાઈને સોનિયાની માલિકીની સરકારે પદ્મશ્રી આપ્યો હતો (2008માં). બરખા દત્તને અને મરહૂમ વિનોદ દુઆને પણ એ જ વર્ષે પદ્મશ્રી આપવામાં આવ્યો હતો. શેખર ગુપ્તાને ખોટું ન લાગે અને એ કકળાટ ન કરે એટલે એને 2009માં પદ્મભુષણ પકડાવી દેવામાં આવ્યો હતો. મીડિયાવાળાઓને આતંકવાદીઓની રખાત બનવા બદલ કૉન્ગ્રેસી સરકાર નવાજતી. 2014 પછી પદ્મ અવૉર્ડ્સનો દુરૂપયોગ કરવાનું બંધ થયું.

બીજી વાત. હિન્દુઓ વિરુદ્ધ થતા અત્યાચારોને છુપાવવા, કૉન્ગ્રેસ અને એના પિઠ્ઠુ બની જતા અન્ય રાજકીય પક્ષોની દેશહિતવિરોધી પ્રવૃત્તિઓને છુપાવવા અને આતંકવાદીઓને જસ્ટિફાય કરવા મીડિયા ઉપરાંત શિક્ષણના ક્ષેત્રમાં ઘૂસી ગયેલા સામ્યવાદીઓની એક ઘણી મોટી ફોજ આજે પણ કામ કરી રહી છે. ‘કાશ્મીર ફાઇલ્સ’માં, 370મી કલમ દૂર થઈ ગયા પછી એ.એન.યુ. (જેનો પ્રાસ જે.એન.યુ. સાથે બેસે છે!)ની પ્રૉફેસર રાધિકા મેનન કેવી રીતે વિદ્યાર્થીઓનું બ્રેઇન વૉશ કરે છે તેનું સચોટ ચિત્રણ કરવામાં આવ્યું છે. માથે મોટી બીંદી, કાનમાં લાંબાં ભારેખમ લટકણિયાં, અતિ ડાર્ક લિપસ્ટિક અને સુરમો આંજેલી આંખ – ટિપિકલ એનજીઓની બહેનજીઓમાંની એક લાગતી પ્રૉફેસર મેનનનું ખલનાયિકાસમું પાત્ર વિવેક અગ્નિહોત્રીનાં પત્ની પલ્લવી જોષીએ ભજવ્યું છે, શું સરસ રીતે ભજવ્યું છે.

‘કાશ્મીર ફાઇલ્સ’ એક વાર જોવા જેવી ફિલ્મ નથી. બે વાર જોશો તો જિંદગી આખી આ દેશમાં 2014 પહેલાં રાજકારણીઓ – આતંકવાદીઓ – મીડિયા અને એજ્યુકેશનિસ્ટોની ચંડાળચોકડી કેવા કેવા કાંડ કરતી હતી તે નહીં ભૂલો.

‘કાશ્મીર ફાઇલ્સ’ એક વાર જોવા જેવી ફિલ્મ નથી. બે વાર જોશો તો જિંદગી આખી આ દેશમાં 2014 પહેલાં રાજકારણીઓ – આતંકવાદીઓ – મીડિયા અને એજ્યુકેશનિસ્ટોની ચંડાળચોકડી કેવા કેવા કાંડ કરતી હતી તે નહીં ભૂલો. જોતી વખતે માત્ર એક વાત યાદ રાખજો. ‘કાશ્મીર ફાઇલ્સ’માં તમને એક ટિકિટમાં બે ફિલ્મ જોવા મળે છે. પોણા ત્રણ કલાક લાંબી આ ફિલ્મનો ઇન્ટરવલ સુધીનો પૂર્વાર્ધ એક સુવાંગ-સુંદર-ઘાટીલી ફિલ્મ છે. ઇન્ટરવલ પછી જે ઉત્તરાર્ધ શરૂ થાય છે એને ફિલ્મ તરીકે જોવાને બદલે એક દસ્તાવેજી ફિલ્મ, ડૉક્યુમેન્ટરી ફિલ્મ તરીકે જોશો તો વધારે ઇન્વોલ્વ થઈને જોઈ શકશો, વધારે ઊંડાણથી સમજી શકશો.

આવતી કાલે બાકીની વાત.

•••

આ લેખ તમને ગમ્યો? ન્યુઝપ્રેમીને સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

36 COMMENTS

  1. સર, ફરીથી આ સીરીઝ વાંચવી બહુ ગમશે. મને એટલું જ થાય છે કે એ નમકક્આરને પકડ્યો છે તો હજુ સુધી એને ફાંસી કેમ નથી આપી? એની સાથે પ્રધાનમંત્રીનો ફોટો વાયરલ થયો…. સુધરી ગયો છે એવા ગાણાં ગવાયા તોય….. હા, તોય, મુર્ખાઓ કોગ્રેસને વૉટ શું જોઈને આપે છે એનું જ મને ઘણું દુઃખ થાય છે અને અંદરથી ક્રોધ આવે છે.

  2. નિયમિત તમારા આર્ટિકલ્સ વોટ્સએપ પર મેળવવા માટે શું કરવું ?

    • 9004099112
      આ વૉટ્સઍપ ગ્રુપમાં જોડાવા માટેનો નંબર છે. માત્ર Hi લખીને મોકલી આપશો તો લિન્ક મોકલી આપીશ.

  3. IT IS SAID THAT AT THAT TIME GOVT IS OF V. P. SINGH. SUPPORTED BY BJP.
    IS IT TRUE. I DON’T KNOW.
    IF SAW THEN WHO IS RESPONSIBLE.?
    JAGMOHAN WAS GOVERNER HE WAS DOING WELL TO PROTEST KASMIRI PANDIT.
    BUT V P SINGH GOVT REMOVED HIM.

  4. સૌરભભાઇ આવી ફિલ્મ આપણા શરીર ના રૂંવાડા ઊભા કરી દે અને ખરા સમયે આં ફિલ્મ આવી છે. અને ઘણું બધુ જાણવા મળ્યું તમને salute che.

  5. Hindus are facing these atrocities since last 1000 years.Remember Muhammad Ghori,aurangzeb,babar tipu sultan,taimur and so many others and what they did to us.
    Still hindus are not united.When I read insensitive articles by some “liberal” gujrati columnist,and a gujrati journalist,on kashmir files,I have my doubts,whether hindus will ever survive this secular ecosysytem!

  6. લાસ્ટ સુધી જકડી રાખવા વાળી ફિલ્મ…અને અનુપમસાહેબની એક્ટિંગ પણ અફલાતૂન…સાથે સૌરભભાઈ એ જે સચ્ચાઈ બતાવી છે એ માટે આખું ભારત એમનું ઋણી રહેશે બીજા ભાગ ની પણ આશા રાખીએ છે સૌરભ જી

    મેરા ભારત મહાન

  7. Thanks, thanks, thanks and many many thanks to THE KASMEER FILES TEAM.
    Every real Indians have to love you all.

  8. Chenghis Khan, Aurangjeb, Nadir Shah and many others had shown their true colors. Alas!!!, apart from Leftist media, we have power hungry, money minded so called Hindu politicians among us who openly encourage and justify activities this cruel cult. It was painful to understand our weakness through your articles on Satchchidanand Swami. True story exposed through “Kashmir Files” has to remembered individually and collectively for a long period.
    Thank you.

  9. Jabarjast article from you Saurabh Sirji….we are waiting to watch the movie with family & friends here as it releasing on March 18 in Edmonton 🇨🇦..🙏..you are most honourable Gujarati writer for telling the “truth “ by not caring for any political pressure in mind..👏👏..so respect for you ..🙏🇮🇳❤️🙏

  10. દરેક રાષ્ટ્ર પ્રેમીએ ફેમીલી સાથે જોવા જેવી, સમજવા જેવું.

    અને કહેવાતા ન્યુટ્રલ લોકો રેશનાલીસ્ટ લોકોએ, નોટા વાળા, અને નોટા માટે પણ મતદાન ન કરનારા લોકોએ પણ અચૂક જોવી અને બતાવવી. હા આપણે જ બતાવવી પડશે કારણ એમના માં એ જોવાની હિંમત જ નથી.

  11. True narrative of kashmir files shocked to read and angry against such terrible painful treatment given to Kashmiri Pandit’s by khongressi and Abdulla

  12. સૌરભ ભાઈ
    હિમ્મત ને SALUTE KARU છુ KE TAME AVU LAKHI SHAKO CHO
    સચ્ચા દેશ ભક્ત ચો તમે
    આવુ આ દેશ મા નહિ થવા દઈએ
    ઉખાડી ને ફેકી દૈશુ
    આજ બધજ પરિવાર MEMBER KASHMIR ફાઈલ જોઈ સુ અવતી કાલે અભિપ્રાય AAPIS
    Prakash Doshi

  13. I had a very personal encounter with a Kashmiri pandit who had come to Mumbai to sell shawls n dresses n had told me abt how he n his family reached Delhi n mustering courage to restart the life from scratch with pain in his heart n tears in the eyes. Still today I hv not forgotten our talk with him. Question arises in mind what opposition parties were doing at that time? During our visit to Kashmir 4 years back hardly show any Hindu trader.

  14. No words to express…..film tp joi nathi haju …pan aa varnan vaanchine khoob j peeda ane krodh aave che……will definitely watch the movie…..Salam aapne pan Sir…tame humesha j Tamara lekhan dwara amne jagrut rakhya che

  15. મોટાભાગના લોકોની લાગણી વિવેકજીની જેમ આપે આ આર્ટિકલમાં વણી લીધી છે. સાવ સાચું કહ્યું આપે. ફિલ્મ જોયા પછી સ્તબ્ધ થઈ જવાય. પણ આ બધું ત્યાં જ ક્યાં અટક્યું છે? એના પછી બંગાળ, તાજેતરમાં દિલ્હી બધે એક સરખી રીતે આવા ષડયંત્રો ચાલ્યા જ કરે છે. હું ગુજ્જુ છું, હાલ નવી મુંબઈ છું. દર છ મહિને લાખો બંગાળી (ગેરકાયદે) લોકોને અહી આવતા જોઉં છું. વળી બે મહિનામાં તેઓ ગાયબ પણ થઈ જાય છે.(આખા દેશમાં ફેલાઈ જાય છે.) આ મારો જાત અનુભવ છે. આખી સિસ્ટમ આમાં સંડોવાયેલી છે. તમે ફરિયાદ કરો તો કરો પણ કોને?

    ખેર તમે દરેક પાસાને આવરીને સચોટ લખ્યું છે.
    💐

    • I prophesied it, સૌરભભાઈ, Inpropheaied it….
      …..આજ વાત હું કહેવા માંગતો હતો સાહેબ. જ્વાળામુખી ઉભરાઈ રહ્યો હતો, જરૂર હતી માત્ર એક ચિનગારી ની…..કોઈકે શરૂ કરવાની જરૂર હતી. એક શરૂઆત થઈ અને દેશનાં, રાજ્યનાં, શહેરોનાં, ગામડાઓનાં ખૂણે ખૂણે થી આક્રોશનો પ્રવાહ વહી નીકળ્યો. મારો દેશ જાગ્રત થયો છે. આ જ્યોત, આ ચિનગારી, આ તણખો બુઝાવો ના જોઈએ.
      …………अब तो,
      बात निकली है तो फिर दूर तलक जाएगी…..

  16. મોબાઈલ પર આ ફિલ્મ જોવા વાળા એજ આતંકવાદી ઓ ના સાથી બની રહ્યા છે, જે આ ફિલ્મ ને દબાવી દેવા માટે કોશિશ કરી રહ્યા છે.

  17. Thank you Saurabhbhai for such a indeapth analysis of the film which really makes u feel that its not about a film but a terrible , shameful chapterof our history which was kept in dark for years together just for the sack of hiding the role of the few individuals. Its a real shocking that even in post independence india such a genocide has happened and we were totally not fully aware of the things happened there. kudoes to entire cast and crew for transforming the history in to a documented version . Being an indian i feel much ashamed and frusted.

  18. ગઈકાલે જ થિએટરમાં આ ફિલ્મ જોઈ. તમે આખી હ્રદયદ્રાવક ફિલ્મ નો ચિતાર ખૂબજ પારદર્શક રીતે આપી દીધો છે એટલે તમારી પીઠ થાબડવા સિવાય મારે કશું લખવાનું રહેતું નથી. આજે સવારે ઉઠીને પહેલું કામ એ કર્યું કે મારા ફેસબુક અને વોટસએપ સ્ટેટ્સ પર થિયેટર માં ફિલ્મનાં પોસ્ટર સાથે લીધેલી સેલ્ફી અપલોડ કરી. સાથે ચિતર્યુ કે ‘Stop watching this movie on your mobile, Go to theatre to support this movie’ બીજી અપલોડ કરેલી તસ્વીરમાં લખ્યું કે This movie justifies the removal of article 370, It brings out the skeletons hidden by the media so far’ ‘ What is the meaning of freedom, watch this movie and Don’t forget to salute the decision of removing the article 370.’

  19. સાહેબ શ્રી, ” કાશ્મીર ફાઈલ્સ ” ફિલ્મ પછીનો આ સૌથી સાચો અને એકદમ યોગ્ય રીતે સામાન્ય વાચકો સમક્ષ ફિલ્મની રજૂઆત દશૉવતો આપનો આ લેખ છે. આપને લાખ લાખ સલામ. મેં આપને મેઈલ કર્યો છે, તે મુજબ આપનું ભારત મંથન હેઠળનું વક્તવ્ય પણ લોકો સમક્ષ મુકશોજી. ગુજરાતી ભાષામાં કાશ્મીરી પંડિતો પર એક સુંદર પુસ્તક છે ” અમારું રક્તરંજિત વતન” જેના લેખક છે, રાહુલ પંડિતા. આ તબક્કે દરેક વ્યક્તિએ આ પુસ્તક પણ વાંચવું જ રહ્યું ‌‌ . ગુજરાત સરકારે આ ફિલ્મને કરમુક્ત કરી દીધી છે, જેથી ઘણા બધા લોકો આ ફિલ્મ થીયેટરમાં જઈને જોઈ રહ્યા છે. ભાગ બે નો ઈંતેજાર.

    • ગઇકાલે મેં ને મારી પત્નીએ કા. ફા. જોઇ. હવે અહીં અમારા બેની પોલીટીકલ માનસિકતામાં ઘણો જ તફાવત છે ( પત્નીનું કુટુમ્બ તથા સમાજમાં વધારે પડતું ઇનવોલ્વમેન્ટ અને મારું પોલીટીકલ અને ઈતર વાંચનમાં ). એટલે પત્નીને આ ફીલ્મના પાત્રો અને પ્રસંગો વિષે કનફયુશન થાય. એટલે એને ફીલ્મ પત્યા પછી થોડુ બ્રિફીંગ આપ્યા પછી હવે બીજી વાર ફીલ્મ જોવાનો પ્રોગ્રામ બનાવ્યો છે. અધુરામા પુરું આપ આ ફીલ્મ વિષે ડીટેઇલમાં વિવરણ કરો છો એટલે સોને પે સુહાગા. આભાર. આ ફીલ્મ ખુબ જ સરસ છે. દિલ ને જંજોળે છે.

  20. કાલે ફિલ્મ જોઈ , એક ચિત્કાર સાથે ગુસ્સા, ઘૃણા, તિરસ્કાર , helplessની લાગણીથી મન એટલું ભારે થઈ ગયું, ફિલ્મ તો ૩ કલાક માં પતી ગઈ પણ લાખો હિન્દુ ભાઈઓ અને બહેનોની જિંદગી આજે પણ પાટે આવી નથી અને કયારેય આવશે પણ નહિ. જો મારા જેવા એક આમ ઇન્સાનને આવું લાગે છે તો વિચાર કરું છું કે છપ્પનની છાતીવાળો માણસ કોની સામે રડ્યો હશે ? જેટલો માણસ વધારે સમજુ એટલી જ એની તકલીફ મોટી હોય છે. સેક્યુલર મીડિયા પર એટલી ઘૃણા થઈ કે એમનું મોઢું જોઈને ઉબકા આવે છે. શું એમનો ખોરાક હિન્દુઓનાં લોહી અને માંસ છે?

  21. Please share Hindi and English version of the article in full form if possible. It will help to spread it to more people.

  22. I have not seen it. The way you have expressed, i dont have heart n stomach to digest it. Thank you for sharing.
    Kudos to director, actors and everyone involved. Thank you Saurabhbhai for review

    • If you can’t watch just buy the ticket and throw it in garbage but at least support initiative of all the craftspeople who are involved because I am sure they will be banned by mainstream producers.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here