ટીવી સમાચારોનું અર્ધસત્ય અને એની ચર્ચાઓનું એકતરફીપણું : સૌરભ શાહ

(‘અયોધ્યાથી ગોધરા’ પુસ્તકમાં ભારતના એ સમયગાળામાં લખાયેલા સૌરભ શાહના લેખો દ્વારા સચવાયેલો દસ્તાવેજી ઇતિહાસ છે જ્યારે સેક્યુલર પત્રકારોની જોહુકમી અને બદમાશી ટોચ પર હતી. રામ જન્મભૂમિ પરનો ગેરકાનૂની પુરવાર થયેલો બાબરી ઢાંચો ૧૯૯૨ની છઠ્ઠી ડિસેમ્બરે તોડી પાડવામાં આવ્યો એ પછી હિંદુદ્વેષી પત્રકારોએ જે કકળાટ શરૂ કર્યો તે ગોધરા હિંદુ હત્યાકાંડ વખતે પરાકાષ્ઠાએ પહોંચ્યો. ૨૦૦૨ની ૨૭મી ફેબ્રુઆરીએ કેટલાક મુસ્લિમોએ ૫૯ કારસેવકોને જીવતા સળગાવીને મારી નાખ્યા. આ તમામ મુસ્લિમ પછીથી કોર્ટમાં ગુનેગારોને દેહાંત દંડ તથા જન્મટીપથી લઈને વિવિધ મુદતની સજાઓ સંભળાવવામાં આવી હતી. ગુજરાતના કેટલાક સેક્યુલર બદમાશ પત્રકારો સહિત ભારતના અંગ્રેજી મીડિયાએ આ મુસ્લિમ કાવતરાખોરોનો વાંક કાઢવાને બદલે હિંદુઓને અને હિંદુ નેતાઓને જ ધીબેડી નાખવાનો પિશાચી આનંદ માણ્યો. ૨૨ વર્ષ પછી, હજુ ય આ ગુજરાતી સેક્યુલર પત્રકારો અને અંગ્રેજી સેક્યુલર મીડિયાવાળાઓ સુધર્યા નથી. ૨૦૦૨ના ડિસેમ્બરમાં થયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં લખાયેલો આ લેખ પસંદ આવે તો અત્યારે જ ‘અયોધ્યાથી ગોધરા’નો ઑર્ડર આપીને ઘરે મગાવી લો. પુસ્તકની ખરીદી માટેની વિગતો લેખના અંતે છે.)

ટીવી સમાચારોનું અર્ધસત્ય અને એની ચર્ચાઓનું એકતરફીપણું : સૌરભ શાહ

સમાચારો આપતી એક સૉફ્ટવૅર કંપનીએ દૂરદર્શન સાથે છથી સાત કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું છે અને ટોચના કેન્દ્રીય પ્રધાનના કહેવા મુજબ આ તો હિમશિલાનો દસમો ભાગ છે.

સીબીઆઈની તપાસ પૂરી થયા પછી આ કૌભાંડ પચાસ કરોડ સુધી પહોંચે એવી શક્યતા છે. આ ટીવી કંપનીનો કૉન્ટ્રેક્ટ ટૂંક સમયમાં જ પૂરો થશે એટલે શક્ય છે કે દર્શકોને એકતરફી સમાચારો જોવામાંથી મુક્તિ મળી જશે.

એક ટીવી પત્રકારના ક્રિકેટર પિતા પાસેથી કરોડો રૂપિયાનું વિદેશી હૂંડિયામણ મળી આવ્યું હતું, જે તે વખતની કૉંગ્રેસ સરકારની મદદથી દબાવી દેવામાં આવ્યું હતું.

કારગિલના અહેવાલોની બહાદુરી માટે ખૂબ વખણાયેલી એક મહિલા ટીવી પત્રકાર માને છે કે : કાશ્મીર સમસ્યાનો ઉકેલ એક જ છે, કાશ્મીર પાકિસ્તાનને સોંપી દો!

કરણ થાપર નામના એક જાણીતા ટીવી ઇન્ટરવ્યૂઅરે ટીવી પર અને એક લેખમાં પણ કહ્યું છે કે ઓસામા બિન લાદેન ઝિંદાબાદ કોઈ બોલે તો એમાં ખોટું શું છે? ભગત સિંહ અને ચંદ્રશેખર આઝાદ જેમ બ્રિટિશ સરકાર માટે ત્રાસવાદી હતા અને આપણા માટે ક્રાંતિકારી એ રીતે બિન લાદેનને પણ ભવિષ્યમાં આપણે ક્રાંતિકારી ગણતા થઈ જઈશું.

દેશદ્રોહી અંગ્રેજી પત્રકારોને, ખાસ કરીને ટીવી પત્રકારોને, આતંકવાદી નેતાઓના અને અંતરવર્લ્ડ ડૉનના ઇન્ટરવ્યૂ લેવા પોતાની કારકિર્દીની એક સિદ્ધિ હોય એવું લાગે છે. ઇંગ્લૅન્ડની સામે લડત આપી રહેલા આયર્લેન્ડના આતંકવાદીઓના ઇન્ટરવ્યૂ ટીવી પર લેવા સામે ઇંગ્લૅન્ડે કાયદો પસાર કર્યો છે. આતંકવાદીઓ માટે પબ્લિસિટી ઑક્સિજન સમાન છે. તે ન મળે તો એમની તાકાત આપોઆપ ઓછી થઈ જાય. ક્યારેક બ્રિટિશ ટીવી પર એમના શબ્દો ક્વોટ કરવામાં આવે તો એની ફિલ્મ દેખાડવાને બદલે માત્ર નાનકડો ફોટો દેખાડીને અવાજ સંભળાવવામાં આવે અને તે અવાજ પણ એનો પોતાનો ન હોવો જોઈએ, બીજા કોઈના અવાજમાં એ શબ્દો બોલાવા જોઈએ.

આપણા સેક્યુલરવાદી પત્રકારો અબુ સાલેમ અને છોટા રાજન સાથેની સીધી વાતચીતને દિવસમાં દસ વાર ટેલિકાસ્ટ કરીને આ દેશદ્રોહીની તાકાત વધારવાનું પાપ કરતા રહે છે. આ એ જ પત્રકારો છે જેઓ તટસ્થતાનો અંચળો ઓઢીને બિગફાઇટ કે બુલફાઇટ જેવા હાડોહાડ પૂર્વગ્રહયુક્ત કાર્યક્રમો રજૂ કરે છે. ભાજપની અને વડા પ્રધાનની સામે સતત ઝેર ઓકતા આ પત્રકારો સામે સરકાર શું કરે છે? ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના તંત્રી દિલીપ પાડગાંવકરને પોણા બે કરોડ અને `હિંદુસ્તાન ટાઇમ્સ’ના તંત્રી વીર સંઘવીને પાંસઠ લાખના સરપાવ દૂરદર્શન તરફથી આપે છે. આ પત્રકારોને ગાજર દેખાડવાથી તેઓ અમારી પ્રશંસા કરતા થઈ જશે એવું માનતી ભાજપ સરકારને આ ગાજર ઘણાં મોંઘાં પડી રહ્યાં છે. `હિંદુસ્તાન ટાઇમ્સે’ સત્તાવીસ માર્ચના ગોધરાકાંડના બીજા જ દિવસે આ ઘટના વિશે જે તંત્રીલેખ લખ્યો તેમાં ક્યાંય આ ઘટના માટે જવાબદાર એવા મુસલમાનોનો વાંક કાઢ્યો નહીં, માર્યા ગયેલા હિંદુઓ માટે સ્ત્રી-બાળકો માટે પણ એક શબ્દ સહાનુભૂતિનો લખ્યો નહીં, અને વાંક કોનો કાઢ્યો? વિશ્વ હિંદુ પરિષદ તથા બજરંગ દળનો. એક રૂપજીવિની પણ પૂરતા પૈસા મળી જાય એટલે ગ્રાહકને એનો સંતોષ આપી દેતી હોય છે. જ્યારે આ લોકો? ખેર, વાત જવા દો.

અંગ્રેજી અખબારો અને ટીવીના સેક્યુલરવાદી પત્રકારોની એક પૅટર્ન સમજવા જેવી છે. તેઓ સૌથી પહેલાં અર્ધસત્ય ધરાવતા અહેવાલો આપીને, અધૂરાં વાક્યો ટાંકીને અહેવાલો આપે છે અને બીજે દિવસે પોતાના જ એ અહેવાલોની માહિતી પર (જે માહિતી જુઠ્ઠી તથા બદદાનતયુક્ત હોય છે) ટિપ્પણી કરે છે.

લાલકૃષ્ણ અડવાણીએ રાજ્યસભામાં જાહેરાત કરી કે ભાજપ ગુજરાતના ચૂંટણીપ્રચારમાં ગોધરાને મુદ્દો બનાવશે એટલો અહેવાલ છાપીને બીજે દિવસે તેઓ પોતાના તંત્રીલેખમાં અડવાણીને ધોકે ધોકે ધોઈ નાખે છે. આ બદમાશો જો આખું વાક્ય ટાંકવાની મહેનત લે તો એમણે લખવું પડે કે અડવાણીએ કહ્યું કે જો કૉંગ્રેસ ગોધરાને મુદ્દો બનાવશે તો ભાજપ ગોધરાને મુદ્દો બનાવશે! દેશના નાયબ વડાપ્રધાને ભારતની સંસદમાં કરેલા વિધાનને જો આ દેશદ્રોહીઓ તોડીમરોડી શકતા હોય તો કલ્પના કરો કે આવા કેટલા હજાર અહેવાલો એમની બદદાનતની નીપજ હશે.
દરેક અહેવાલ વિશે ટિપ્પણ કરવાને બદલે એક સીધોસાદો નિયમ રાખવાનો : ટીવી ચૅનલો કે અખબારોના સેક્યુલરવાદી પત્રકારો જે અહેવાલો આપે તે તમને માનવા જેવા ન લાગે તો? ન માનવા. સિમ્પલ.

ટીવી ચર્ચાની પૅનલો તૈયાર કરતી વખતે આ ચૅનલવાળાઓ પોતાના મતની તરફેણમાં બોલી શકે એવા ડાઘિયા કૂતરાને બોલાવીને સામેના પક્ષે કોઈ મિંદડી કે ખિસકોલીને ગોઠવી દેતા હોય છે. જ્યાં સ્ટુડિયોમાં ઑડિયન્સ બોલાવવાનું હોય ત્યાં સોમાંથી માત્ર સાત જણ વિરોધી મતવાળા રાખીને તટસ્થતાનો દેખાવ કરવામાં આવતો હોય છે. ટીવી પર ઇન્ટરવ્યૂ લેનારાને લાગે કે જવાબ આપનાર મહાનુભાવ અત્યંત તર્કબુદ્ધ, સંયમશીલ ગળે અને ઊતરે એવો જવાબ આપી રહ્યો છે તો તરત જ એના અધૂરા જવાબ કાપીને કાં તો વધુ તોછડાઈથી બીજો સવાલ એની સામે ફેંકવામાં આવે, કાં એની સામેના મતવાળા તરફ સવાલ વાળી દેવામાં આવે કાં કમર્શિયલ બ્રેક જાહેર કરી દેવામાં આવે.

અંગ્રેજી છાપાંઓ અને ટીવીવાળાઓના અર્ધસત્ય અહેવાલો પરથી જ વિદેશી ટીવી-અખબારોવાળા પોતાના અહેવાલો તથા અભિપ્રાયો તૈયાર કરતાં હોય છે. પછી એ જ તમને બીબીસી પર સાંભળવા અને `ન્યૂયોર્ક ટાઇમ્સ’માં વાંચવા મળે છે. પછી દેશી સેક્યુલરો તમને કહે છે : જોયુંને, બીબીસી પણ આ જ કહે છે! ભલા માણસ, બીબીસીના હવાડામાંનું પાણી તારા કૂવામાંથી જ સ્તો ભરાયું હતું.

સેક્યુલરવાદીઓએ ભારતમાં છેલ્લાં દસ વર્ષમાં ગેરમાહિતીની એક મસમોટી જાળ ફેલાવી દીધી છે. ગોધરાકાંડ પછી એનો અતિરેક થયો છે. આનો સીધો ફાયદો મુસ્લિમ રાષ્ટ્રો ઉઠાવી રહ્યા છે. તેઓ ભારતમાં ચિક્કાર પેટ્રોડૉલર્સ મોકલીને હિંદુવિરોધી પ્રવૃત્તિઓને વેગવાન બનાવી રહ્યાં છે. પાકિસ્તાનને તો સ્વાભાવિક રીતે, અહીંના સેક્યુલરવાદી પત્રકારો પોતાના સગા ભાઈ જેવા લાગે છે. દેશદ્રોહનું કામ કરતા આ પત્રકારોની ચાલબાજીને કોણ ઉઘાડી પાડી શકે? ત્રણ પ્રકારના લોકો.

એક, દેશપ્રેમી પત્રકારો આ લોકોના જૂઠને વાચકો-દર્શકો સમક્ષ ખુલ્લું કરે. બે, સામાજિક સેવાસંસ્થાઓ ગુજરાતને અને ભારતને બદનામ કરતાં અને આપણા આદરણીય નેતાઓને ભિંદરાંવાલે કે હિટલર કે જનરલ ડાયર (જલિયાંવાલા બાગવાળા) સાથે સરખાવનારાં છાપાં-પત્રકારો સામે કાનૂની લડત ચલાવે અને ત્રણ, લોકો સંગઠિત થઈને એનડીટીવી, બીબીસી, સીએનએન કે ટાઇમ્સ વગેરેની ઑફિસો સામે સળંગ પંદર દિવસ અહિંસક ધરણાં કરે. કંઈક તો પરિસ્થિતિ બદલાશે.

અને બદલાઈ છે. આવું કશુંય કર્યા વિના, માત્ર સંખ્યાબંધ છાપાંમાં થતી ટીકાઓ ધ્યાનમાં લઈને અને લોકોમાં વ્યાપેલો અસંતોષ પારખી જઈને હિંદી સહિતની ભારતીય ભાષાઓમાં ટીવી ચૅનલો ધરાવતી એક કંપનીએ છઠ્ઠી ડિસેમ્બરથી પોતાના ન્યૂઝમાં `બાબરી મસ્જિદ’ શબ્દો વાપરવાનું બંધ કરીને `વિવાદિત ઢાંચા’ બોલવાનું શરૂ કરી દીધું છે. હા, જી!

***

ગુજરાતી પુસ્તકોના પ્રતિષ્ઠિત પ્રકાશક આર આર શેઠ દ્વારા પ્રગટ થયેલું સૌરભ શાહનું બહુચર્ચિત પુસ્તક ‘અયોધ્યાથી ગોધરા’ ગુજરાતી પુસ્તકો વેચતી એમેઝોન સહિતની તમામ ઑનલાઈન બુક શૉપ પર તેમ જ પુસ્તકોની દુકાનોમાં ઉપલબ્ધ છે. તમારી સુવિધા માટે અહીં કેટલીક લિન્ક મૂકી છે:

આર આર શેઠ:
https://rrsheth.com/shop/ayodhyathi-godhra/•••
લોકમિલાપ:

*લોકપ્રિય અને બેસ્ટસેલર લેખક સૌરભ શાહનું નવું પુસ્તક આજે બહાર પડ્યું છે.*

સૌરભભાઇનાં ચાહકો અને લોકમિલાપ પરિવારના મિત્રો માટે *₹200 નું આ પુસ્તક ફક્ત ₹170 માં મળશે. (કુરિયર ચાર્જ અલગ).* ઓર્ડર કરવા 8734918888 પર વોટ્સએપ કરશો. આભાર.

આ ઉપરાંત નીચે લિસ્ટમાં આપેલા સૌરભ શાહના કોઈ પણ પુસ્તકને સાથે ખરીદશો તો એ પુસ્તક પર પણ 15% વળતર મળશે.

https://lokmilap.com/Filter?category=&brand=62&orderby=
•••
બુકપ્રથા:
https://www.bookpratha.com/Product_listing/Index?authorid=60316
•••
પ્રેમ પુસ્તક ભંડાર, ભુજ:
+91 98796 30387
•••
અરિહંત , રાજકોટ:
+91 87349 82324

*********

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર 90040 99112 પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

નવા કૅલેન્ડર વર્ષનો આરંભ થઈ ગયો છે. આપ સૌનું 2024નું વર્ષ શુભદાયી અને સુખદાયી નીવડે. આ વર્ષે બે દિવાળી આવે છે તે યાદ રાખશો. આસોની અમાસે તો ખરી જ, 22 જાન્યુઆરીએ પણ દીપોત્સવ છે જે 500 વર્ષ રાહ જોયા પછી ઉજવાશે.

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Paytm-
90040 99112

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

હવે તમે તમારું કૉન્ટ્રિબ્યુશન આ QR કોડ સ્કેન કરીને પણ મોકલી શકો છો.

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here