ભગવાન શ્રીકૃષ્ણ, મહાભારત, ભગવદ્ ગીતા અને શ્રીમદ્ ભાગવત વિશે નો ગૂંચવાડો દૂર કરવા સ્વામી સચ્ચિદાનંદની મુલાકાત લીધી ત્યારે: સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ : મહા વદ છઠ, વિક્રમ સંવત ૨૦૭૮. મંગળવાર, ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૨)

મહર્ષિ વેદ વ્યાસે પાંચ હજાર વર્ષ પહેલાં ‘મહાભારત’ની રચના કરી જેમાં શ્રીકૃષ્ણ એક પ્રતાપી રાજા, વિચક્ષણ રાજદ્વારી અને ભલભલા સમકાલીન રાજા-મહારાજાઓ જેમની આમન્યા રાખતા એવા આદરણીય વિષ્ટિકાર હતા.

‘મહાભારત’માં જ ભગવદ્‌ ગીતા આવે છે. શ્રીકૃષ્ણનું એક ચિંતક અને વ્યવહારુ માર્ગદર્શક તથા વિરાટ અધ્યાત્મ પુરુષ તરીકેનું પાસું ગીતામાં પ્રગટ થાય છે.

મહાભારતની રચનાના લગભગ ત્રણ-સાડા ત્રણ હજાર વર્ષ બાદ જે પુરાણો રચાયાં તેમાંનું એક ‘શ્રીમદ્ ભાગવત’ (ભગવદ્ ગીતા’ સાથે માત્ર નામનું સામ્ય લાગે એટલું જ. કૉલગેટ નામની ટૂથપેસ્ટના પેકિંગ વગેરેની નકલ કરીને નામ કૉલગેટને બદલે કૉલેજિયન લખવામાં આવે એવું જ કંઈક સમજો).

આ શ્રીમદ્ ભાગવત પુરાણમાં શ્રીકૃષ્ણની બૅક સ્ટોરી ઘડી કાઢવામાં આવી એટલું જ નહીં એના રચયિતા પણ વેદ વ્યાસ જ હતા એવી હવા બાંધવામાં આવી. જ્યારે આ વાત પડકારવામાં આવી કે વેદ વ્યાસ તો ભાગવતના હજારો વર્ષ પહેલાં થઈ ગયા તો કોઈએ જોડી કાઢ્યું કે વેદ વ્યાસે મહાભારત અને ભાગવત બેઉ સાથે લખ્યાં હતાં!

ભાગવત જો વેદ વ્યાસે જ લખ્યું હશે તો એ વેદ વ્યાસ જુદા હશે, મહાભારતકાર વેદ વ્યાસ નહીં, એવું ઘણા સમજવા જ તૈયાર નથી થતા. એક જ નામવાળા એક કરતાં વધારે લોકો ન હોઈ શકે? આપણી જ આસપાસ કેટલા કાન્તિભાઈ પટેલ, સુરેશભાઈ શાહ કે મહેશભાઈ પંડ્યા છે!

ખેર, મહાભારતવાળા ઓરિજિનલ શ્રીકૃષ્ણની જે બૅકસ્ટોરી લખવામાં આવી તે ‘વાર્તા’ના બધા પ્રસંગોને આપણે પ્રતીકરૂપે લેવાના હોય — માખણચોરી, ગોવર્ધન પર્વત, ગેડીદડો અને કાલીયનાગ, રાસલીલા ઇત્યાદિ.

પણ ભોળી જનતાને મહાભારતવાળા પ્રતાપી અધ્યાત્મપુરુષ કરતાં ભેળસેળિયા કૃષ્ણની વાર્તાઓ વધુ ગમી ગઈ. કૃષ્ણની રાસલીલાનો ગંદો અર્થ કાઢનારા સંપ્રદાયો આવ્યા. પોતાના મનની ગંદકીને જસ્ટિફાય કરવા માટે ‘રાધા કા ભી શ્યામ હો તો મીરા કા ભી શ્યામ’ અને ‘રાધા કૈસે ન જલે’ જેવાં અગણિત ગીતો, લોકગીતો ઇવન ભજનો રચીને લોકો પોતપોતાની દબાવી રાખેલી ઇચ્છાઓને વાચા આપવા લાગ્યા. પોતાની ભવાઈને લીલાનો દરજ્જો આપવા માટે લોકો કૃષ્ણની લીલાને ભવાઈના સ્તરે લઈ આવ્યા. આટલું ઓછું હોય એમ કૉલેજમાં કોઈ રોડ સાઇડ રોમિયો અનેક છોકરીઓ પર લાઇન મારીને બધીઓને પટાવવાની કોશિશ કરતો હોય તો ખુદ છોકરીઓ એની પ્રશંસા કરતી હોય એમ કહેવા લાગતીઃ ‘એ તો અમારી કૉલેજનો કાનુડો છે.’

અરે મારી બહેની, તું જેને કાનુડો કહે છે તે તો સડકછાપ રોમિયો છે, એને કાનુડો ન કહેવાય. કાનુડો તો આપણા ભગવાન, આપણા સર્વોચ્ચ આરાધ્યદેવ શ્રીકૃષ્ણ માટે વપરાતું લાડકું પ્યારભર્યું નામ છે. આ શ્રીકૃષ્ણ કંઈ તું જેને લુચ્ચી નજરે જુએ છે એવા રોડસાઇડ રોમિયો નહોતા કે પછી એમના જીવનની રાધા, રુક્મિણી વગેરે એમનાં એક્સ્ટ્રા મરાઇટલ રિલેશન્સ-લગ્નબાહ્ય સંબંધો, આડા સંબંધો પણ નહોતાં. આ બધી વાતો પુરાણોમાં જોડી કાઢવામાં આવી છે જેને સમજવી જ હોય તો પ્રતીકરૂપે સમજવાની કોશિશ કરવાની અને આવી વાતો ન સમજાય કે ગળે ન ઉતરે તો એને બાજુએ મૂકી દઈને આગળ વધી જવાનું — ગીતાકાર શ્રીકૃષ્ણનું સ્મરણ કરીને એમણે જે જ્ઞાનસાગર દુનિયાને આપ્યો તેમાંથી યથાશક્તિ ચમચી-બે ચમચી લઈને પોતાના જીવનને સાર્થક બનાવવાની કોશિશ કરવાની.

કેટલાક લોકો વેદ-ઉપનિષદ-પુરાણોનો એકસાથે એકશ્વાસે ઉલ્લેખ કરે છે. આને કારણે આ તમામનો રચનાકાળ એક જ હશે એવી ભ્રમણા નીપજે છે જે હવે તો જાણે એટલી જડબેસલાક થઈ ગઈ છે કે કેટલાક લોકો તો દંડૂકો લઈને તમને મારવા દોડે જો તમે એવું કહો કે રામાયણ-મહાભારતની રચનાના હજારો વર્ષ પહેલાં વેદ-ઉપનિષદો રચાયાં અને રામાયણ-મહાભારતની રચનાના હજારો વર્ષ પછી પુરાણો રચાયાં.

આ ઉપરાંત એટલું પણ ધ્યાન રાખવાનું કે આ તમામ ગ્રંથો-શાસ્ત્રોની રચના બાદ કંઈક કેટલાય વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ધરાવતા લોકોએ એમાં ક્ષેપકો ઉમેર્યા અને આજની તારીખે એ ઉમેરાઓ પણ મૂળ રચનાકારના નામે ચડી ગયા હોવાથી કોઈ એને પડકારતું નથી જેને કારણે આપણી સંસ્કૃતિનું મોટું નુકસાન થાય છે, અપમાન થાય છે.

સ્વામી સચ્ચિદાનંદની રૂબરૂ મુલાકાત લઈને, એમની સમક્ષ મારું અજ્ઞાન પ્રગટ કરીને તથા મારું કુતૂહલ તથા મારી જિજ્ઞાસા ઠાલવીને મેં સમજવાની કોશિશ કરી કે આ બધો ગૂંચવાડો ક્યાં, કેવી રીતે, ક્યારે, શું કામ સર્જાયો. આ મંથનમાંથી તેર લેખોની જે સિરીઝ લખાઈ તે 22 એપ્રિલ 2021થી 4 મે 2021 દરમ્યાન ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થઈ. આ મુલાકાત 2018ની ધૂળેટી વખતે લેવાઈ હતી અને આ તેર લેખો તે જ ગાળામાં ‘મુંબઈ સમાચાર’માં પ્રગટ થતી મારી કૉલમમાં ‘ગુડ મૉર્નિંગ’માં છપાયા હતા.

આ સિરીઝમાં મેં મારા વિચારો પ્રગટ કર્યા છે, હું જે સમજ્યો છું તેને મેં મારી શક્તિ મુજબ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. મારા આ વિચારો સાથે કોઈએ સહમત ન થવું હોય તો મને કોઈ જ વાંધો નથી. કોઈના વિચારો સાથે હું સહમત ન થતો હોઉં તો કોઈને પણ કશો વાંધો ન હોવો જોઈએ.

સ્વામી સચ્ચિદાનંદના વિચારો એમના શબ્દોમાં બે અવતરણ ચિહ્નો મૂકેલા છે. એ સિવાયના શબ્દોને કોઈએ સ્વામીજીના શબ્દો તરીકે ટાંકવા નહીં જેથી મેં કરેલી કોઈ ભૂલ એમના નામે પ્રચલિત ન થાય. એમણે આ વિશે વિપુલ ચિંતન કર્યું છે. એ વિશે પુસ્તકોમાં પણ લખ્યું છે.

આ શ્રેણીના લેખો ક્રમબદ્ધ વાંચવા જેથી એક પછી એક સમજણ ઉઘડતી જાય, આડાઅવળા વાંચવાથી અટવાઈ જવાની સંભાવના રહેશે.

તમારા પ્રતિભાવોની અપેક્ષા છે.

૧૩ લેખોની લિન્ક અહીં આપી છે:

1) ઓરિજિનલ કૃષ્ણ અને ભેળસેળિયા કૃષ્ણ : સૌરભ શાહ

2) કૃષ્ણ એમની દ્રષ્ટિએ, કૃષ્ણ આપણી દ્રષ્ટિએ : સૌરભ શાહ

3) સાચા કૃષ્ણ કયા, આરાધ્ય કૃષ્ણ કયા, રિલેવન્ટ કૃષ્ણ કયા : સૌરભ શાહ

4) ગીતાના શ્રીકૃષ્ણ અને ભાગવતના શ્રીકૃષ્ણ : સૌરભ શાહ

5) ‘વિદેશીઓને આપણે શ્રીકૃષ્ણ વિશે શું આવો બોધપાઠ આપવા માગીએ છીએ’ : સૌરભ શાહ

6) મહાભારતના કૃષ્ણ: વ્યવહારનેતા અને યુદ્ધનેતા : સૌરભ શાહ

7) વેદ-ઉપનિષદ અને રામાયણ-મહાભારત-પછી પુરાણો લખાયાં તેમાં ફાયદો થયો કે નુકસાન થયું? : સૌરભ શાહ

8) પુરાણોમાંની આઘાતજનક વાતો : સૌરભ શાહ

9) ભાગવતમાંના કૃષ્ણની કથાઓનું હવે શું કરવું : સૌરભ શાહ

10) ધર્મ અને જીવનને ગૂંચવી નાખનારાઓથી બચીએ : સૌરભ શાહ

11) મોક્ષની ચ્યુઇંગ ગમ અને આત્માની લૉલિપૉપ : સૌરભ શાહ

12) શું પ્રાચીન ગ્રંથોમાં જે કંઈ લખાયું તે બધું જ સ્વીકારી લેવાનું? : સૌરભ શાહ

13) મહાભારત, પુરાણો અને શેક્સપિયર : સૌરભ શાહ

• • •
તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

•••
આ લેખ તમને ગમ્યો? ન્યુઝપ્રેમીને સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

18 COMMENTS

  1. કોઈ ની સાથે થતી ચર્ચા દરમિયાન આપનું લખાણ ખુબ જ ઉપયોગી સાબિત થાય છે…
    કારણ કે…. આપણે હિન્દુઓ તો સહિષ્ણુતા , શરમ અને વધારે તો બીક ને લીધે બીજા ધર્મ નાં પુસ્તકો , તહેવારો કે આરાધ્યો વિરુધ્ધ જાહેર માં એક અક્ષર ઉચ્ચારતાં નથી…
    પરંતુ… તેમને આવી કોઈ મર્યાદા નડતી નથી…
    બેફામ બનીને , નિમ્ન કક્ષાની ભાષા માં, હિન્દુ ગ્રંથો નો હવાલો આપીને, કોમેન્ટ કરે છે…
    આ સમયે પુજ્ય શ્રી સ્વામી સચ્ચિદાનંદજી નું અધ્યયન આપનાં લેખો દ્વારા , સમાજ ને મળ્યું તે ખરેખર આશિર્વાદરૂપ છે…

  2. Please sir tame Khali એટલું કહેશો કે વેદ કયારે લખાયા ને કોણે લખ્યા

    • મહાભારત અને એ પહેલાં રામાયણ. આ બંને ઓછામાં ઓછા ૫,૦૦૦થી ૭,૦૦૦ વર્ષ પહેલાં લખાયેલા છે એવી ગણતરી વિવિધ સંશોધકોએ કરેલી છે. વેદ-ઉપનિષદો એના કેટલાક હજાર વર્ષ પહેલાં લખાયા. સૌથી પ્રાચીન વેદ આજથી આઠ-દસ હજાર વર્ષ પહેલાં લખાયા છે એવી માન્યતા છે. વાલ્મીકિ અને વેદ વ્યાસ નાં નામ એમની કૃતિઓ સાથે જોડાયેલાં છે એ રીતે વેદ અને ઉપનિષદના કોઈ એક રચયિતા નથી. ઋષિ અને મુનિઓની એક કરતાં વધુ જનરેશન દ્વારા એની રચના થઈ એવું સ્વીકારાયું છે.

  3. ખૂબ ખૂબ આભાર સર, આ આર્ટિકલ લખવા બદલ.
    તમામ 13 આર્ટિકલ એક જ બેઠકે વાંચી ગયો. અને લાગતા વલગાતાઓ ને મોકલ્યા પણ ખરા કે જેથી બીજા ને પણ આ તર્ક સંગત વાત અને સત્ય સમજાય.
    મારી દ્રષ્ટિ એ જે વેદ અને પુરાણો વચ્ચે નો તફાવત છે અથવા જે સમયગાળાનું અંતર છે તે હકીકત લોકો સુધી પહોંચાડવી જરૂરી છે.
    તો આ ચર્ચા કે વિષય સરળ રીતે સમજીસકાય.
    બીજું કે આજની પેઢી માં વાંચન નો અભાવ એ ગેરમાન્યતા ઓ નું મૂળ છે
    Authentic કહી સકાય તેવું વાંચન કરવાને બદલે લોકો લેભાગુ કથાકારો નું માનતા થાય એટલે એવો ગૂંચવાડો ઉભો થાય છે.
    એટલે આપના article માં આપેલા સંદર્ભ (reference) ને લીધે વાત અસરકારક લાગે છે.
    અને મને હંમેશા વાંચન કરવાની પ્રેરણા મળે છે.

  4. Abundance of comforts and prosperity made Bharatvanshiya careless and sensual during the golden era of history during Gupta period and later on . Became weak to the extent that could not protect against cruel aggressors.
    To justify same Vyas Muni wrote both Mahabharat and Bhagwat Puran, he was included in seven Chiranjivis including Ashwatthma, Baliraja, Hanumanji Vibhisana, Krupacharya and Parshuram.

    Basically all religions are supposed to guide community to leave in harmony and each individual to have mental peace. Sanatan dharma has kept on changing according to prevailing circumstances. Islam refuses to change and has historically favored fanatism and mob mentality.

      • Totally agree. But all sevens as mentioned are still living ( Chiranjivis) as per general belief.
        Mahabharat available today gives general idea of society thousands of years back. It is not a truthful document. Even history of last few hundred years is biased.
        We have to learn useful things from our scriptures. We are definitely proud of our past with advancement in many fields. This was possible because of geographical and climatic conditions have been very favorable for our requirements. People were freed from very hard work. Outside people from many lands could immigrate.

  5. Adbhut. Bhai, book ktare banavsho?
    M.bapu n Swamiji na hinsa n ahinsa na drashtokon ma bahu j fer che. Swamiji Bapu e dhanushban kadhi nakhya che te gamyu nathi. I request u to discuss this in detail if poss. Even Gunvantbhai n Raghuveerbhai also have not liked. I m confused, so request.

    • Jem Swami Sachhidanand ne potani manyatao hoy, em Pujya Moraribapu ne emni potani manytao hoy. Tame tamari samjan mujab e vato no sweekar k asweekar karo. Beu sant purusho aapna desh ni virasat no amulya hisso chhe.

  6. ખૂબ ખૂબ આભાર sir,
    અમને khub confusion thaye છે,
    Now it will be cleared after reading this series .

    • સિરીઝના તેર હપતા વાંચ્યા પછી કહેજો કે કન્ફ્યુઝન કેટલું દૂર થયું.

  7. આર્ય સમાજના સ્થાપક મહર્ષિ દયાનંદ સતસ્વતીએ પોતાના ગ્રંથ “સ્ત્યાર્થ પ્રકાશ”મા પણ તેમના મત મૂજબ પુરાણ ગ્રંથોને કાલ્પનિક વાર્તઓ કહી માન્યતા આપી નથી. ફક્ત વેદો, ઉપનિષદો, દર્શન શાસ્ત્રો, સંહિતાઓ વગેરે ગ્રંથોને તેમણે માન્ય કહ્યા છે.

    • સ્વામી સચ્ચિદાનંદે આ વાતની નોંધ ઇન્ટરવ્યુ દરમ્યાન લીધી જ છે. તમે વાંચી એ મુલાકાત?

  8. નમસ્તે સર…
    તમોએ આપેલ ૧૩ લેખોની લિંક ખૂલતી નથી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here