ઉકરડો જોઈને કચરો ફેંકવાનું મન થવાનું : સૌરભ શાહ

(તડકભડક : ‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, રવિવાર, ૧૩ જૂન ૨૦૨૧)

તમારા હાથમાં વેફરનું ખાલી પડીકું હોય કે પીધા પછી ખાલી થઈ ગયેલું કોકા કોલાનું ટિન હોય ને રસ્તે જતાં ક્યાંય ડસ્ટબિન ન દેખાય તો જનરલી તમે શું કરો? નાનો કચરો હોય તો કદાચ તમારા ખિસ્સામાં મૂકી દો પણ ખિસ્સું ગંદું થાય એમ હોય કે ખિસ્સામાં ન સમાય એમ હોય ને પગપાળા ચાલતાં ચાલતાં ક્યાંય કચરાપેટી દેખાતી ન હોય તો શું કરો? જે કોઈ જગ્યાએ કચરો દેખાય ત્યાં તમારી પાસેનો કચરો નાખીને છુટકારો મેળવી લો.

જે જગ્યા પહેલેથી જ ચોખ્ખીચણાક હોય ત્યાં તમે કચરો નાખવાની પહેલ નહીં કરો. આ મનુષ્યસ્વભાવ છે, અને જે જગ્યાએ પહેલેથી જ કચરો હોય, જે ન હોવો જોઈએ, તે જગ્યા પરથી કચરો ઉપાડીને એને સ્વચ્છ કરવાની તસદી નહીં લો. આ પણ મનુષ્યસ્વભાવ છે. જ્યાં કચરો કે ઉકરડો દેખાય ત્યાં નવો કચરો ઉમેરવાનો પણ મનુષ્યસ્વભાવ છે.

હંમેશાં સારા વિચારો કરવા, કોઈના વિશે ખરાબ વિચારવું નહીં અને ખોટા વિચારોને કે ખરાબ વિચારોને મનમાંથી દૂર રાખવા એવું જે કહેવાતું રહ્યું છે તેની પાછળનું કારણ આ મનુષ્યસ્વભાવ છે એવું મને લાગે છે.

મનમાંના વિચારો ક્યારેક ને ક્યારેક શબ્દો દ્વારા પ્રગટ થયા વિના રહેતા નથી. તમે જ્યારે બીજાઓ વિશે ખરાબ બોલો છો કે કોઈ પરિસ્થિતિ/ઘટના વિશે ખરાબ બોલો છો ત્યારે તમારી આસપાસના લોકો તમારી ચોખ્ખીચણાક જગ્યામાં તમે જ ફેંકેલી ગંદકી જોઈને પોતાની ગંદકી પણ ત્યાં ફેંકતા જાય છે. તમને જો લાગતું હોય કે તમારી આસપાસ નેગેટિવ એટિટયૂડવાળા લોકો વધી ગયા છે તો તમારે તપાસી લેવું જોઈએ કે શું એ લોકો ખરેખર નકારાત્મક વિચારોવાળા છે કે પછી તમારે ત્યાં જોયેલી ગંદકી જોઈને તેઓ પોતાનો કચરો ત્યાં ફેંકતા જાય છે.

ચાર જણ ભેગા થયા હોય ત્યારે તમે કોઈની ટીકાનું એક ખાલી ટિન ફેંકશો કે તરત જ બીજો કોઈ પોતાના તરફથી એમાં વેફરનું ખાલી પડીકું ફેંકવાનો જ. ત્રીજો પણ પોતાનું કોન્ટ્રિબ્યૂશન આપશે, ચોથો પણ. એમના ગયા પછી તમારી પાસે એક ઉકરડો રહી જશે. તમે જેની ટીકા કરી હતી એના માટે જો પહેલાં તમને માત્ર અણગમો હોય તો તે હવે બાકીના ત્રણ જણના શબ્દો પછી ધિક્કારમાં પલટાઈ જશે.

રોજ સતત અભાનપણે આવું થતું રહે છે. ક્યારેક વિચાર આવે છે કે તમે એટલા બધા કંઈ નેગેટિવ સ્વભાવવાળા નથી છતાં શું કામ તમારા સમગ્ર અસ્તિત્વમાંથી તમને પોતાને નેગેટિવિટીની બૂ આવ્યા કરે છે. તમારો લાઈફ માટેનો પોઝિટિવ એપ્રોચ બીજાઓને તો શું તમને પોતાને પણ નથી દેખાતો. તમે માની લીધું છે અને કદાચ એ સાચું પણ છે કે તમારામાં માત્ર દસ ટકા જ નેગેટિવિટી છે, બાકીની નેવું ટકા હકારાત્મકતા જ છે. આમ છતાં શું કામ તમને તમારામાંથી કૉન્સ્ટન્ટ નેગેટિવ વાઈબ્સ આવ્યા કરે છે? તમારું ૯૦ ટકા અસ્તિત્વ પેલા ૧૦ ટકા પર હાવી થઈ જવાને બદલે, એને ઢાંકી દેવાને બદલે કેમ સાવ ઊંધું જ બીહેવ કરે છે?

એનું આ જ કારણ છે. તમારી નગણ્ય એવી દસ ટકા ટીકા વગેરેની નેગેટિવિટી જ્યારે પ્રગટ થાય છે ત્યારે બીજાઓ એમાં યથાશક્તિ ઉમેરો કરતા જાય છે. આ જ રીતે એ ઉકરડો ક્રમશ: મોટો થતો જાય છે અને તમે વિચાર્યા કરો છો કે મેં તો આ જગ્યાએ માત્ર એક ખાલી ટિન જ નાખેલું, આટલો મોટો ઉકરડો મેં નથી બનાવ્યો.

પહેલ તમે કરી હતી. એ ચોખ્ખી જગ્યાને વાળીઝૂડીને, પોતાં મારીને ચોખ્ખી રાખવાને બદલે તમે એક દિવસ ત્યાં ખાલી ટિન નાખી દીધું એ તમારી ભૂલનું આ પરિણામ છે.

ઉત્તમ તો એ છે કે મનમાં કોઈનાય વિશે કે કોઈ પણ પરિસ્થિતિ વિશે ખરાબ વિચારો સર્જાય જ નહીં. પણ પ્રેક્ટિકલી આ અશક્ય છે, એવું તો થવાનું જ. પણ આવું થાય ત્યારે તમે તમારી રીતે મનમાં દલીલ કરીને એ વ્યક્તિના કે એ પરિસ્થિતિ માટેના નેગેટિવ થૉટ્સને બહાર હાંકી કાઢી શકો છો. કેવી રીતે? જસ્ટિફાય કરીને. પેલી વ્યક્તિએ મને ન ગમતું વર્તન કર્યું તો એની પાછળ અમુક કારણ હશે. એની મજબૂરી હશે. કોઈએ ન બોલવા જેવા શબ્દો કહ્યા તો એ હર્ટને પંપાળવાને બદલે સંજોગોના દબાણ હેઠળ એવું તમારાથી પણ ક્યારેક બોલાઈ જાય એમ વિચારીને એ વ્યક્તિને જસ્ટિફાય કરીને એના વિશેના નકારાત્મક વિચારો દૂર થઈ શકે. પરિસ્થિતિ, સંજોગ, બનાવ કે કોઈ પ્રસંગ અણગમતો સર્જાય ત્યારે એની ટીકા કરવાને બદલે કે એની ખોડખાંપણ શોધવાને બદલે વિચારીએ છીએ કે આવું તો બનતું રહેવાનું જીવનમાં, બધું જ કંઈ આપણને મનગમતું બને એવું થોડું છે, જે ખરાબ બન્યું તે આપણા ક્ધટ્રોલમાં નહોતું એટલે બન્યું કારણ કે જે આપણા કાબૂમાં હોત તો આપણે જાણીજોઈને એવું થવા દેત ખરા – આવું વિચારીએ છીએ ત્યારે એ વ્યક્તિ કે એ પરિસ્થિતિ માટેની નકારાત્મકતા દૂર થઈ જાય છે.

આમ છતાં ક્યારેક ને ક્યારેક મનમાં આવી નેગેટિવિટી તો રહેવાની જ જે તમામ પ્રયત્નો પછી પણ દૂર નથી થતી. આવા સંજોગોમાં શું કરવાનું? મારા મનમાં કોઈનાય માટે નેગેટિવિટી છે જ નહીં. એવો જાત સાથે દંભ કરવાને બદલે મનોમન સ્વીકારી લેવાનું કે હા, એ છે તો છે. પણ સ્વીકાર્યા પછી બીજાઓની સમક્ષ એ નેગેટિવિટી ઠાલવવાની જરૂર નથી. કોઈ પરાણે તમારી પાસે એ વ્યક્તિ કે પરિસ્થિતિની ટીકા કરાવવા માગતું હોય ત્યારે તમે મૌન રહો અથવા તો જુઠું બોલો તો તમે કંઈ પાપ નથી કરતા, બીજાઓના દુરાશયો પર પાણી ફેરવી દેવાનું પુણ્યકાર્ય કરતા હો છો. કારણ કે છેવટે તો તમારું આંગણું સ્વચ્છ રાખવાની જવાબદારી તમારી પોતાની છે, બીજાઓની નહીં.

પાન બનાર્સવાલા

રાજાએ કોઈ રાજા સાથે જ લડવાનું હોય, જે રાજા નથી એની સામે બાથ ભીડવાની ન હોય.

— મહાભારત ( દ્રોણપર્વ ૧૬૨:૫૦)

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here