સાલા, મૈં તો સા’બ બન ગયા : સૌરભ શાહ

( તાજેતરમાં પ્રગટ થયેલા પુસ્તક ‘અયોધ્યાથી ગોધરા’માં સમાવાયેલો આ એવરગ્રીન લેખ ડિસેમ્બર, ૨૦૦૨ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં લખાયો હતો. આ લેખને સદાબહાર કેમ કહ્યો? વાંચશો એટલે ખબર પડશે કે બે દસકા કરતાં વધુ સમય વીતી ગયો હોવા છતાં અંગ્રેજી પત્રકારત્વની દશા અને દિશા એની એ જ રહી છે. ‘અયોધ્યાથી ગોધરા’ ખરીદવા માટેની વિગતો લેખના અંતે મૂકી છે.)

***

સાલા, મૈં તો સા’બ બન ગયા : સૌરભ શાહ

ભારતમાં પ્રગટ થતાં તમામ અંગ્રેજી છાપાં-મૅગેઝિનો બંધ પડી જાય તો શું માનો છો, આ દેશની પ્રગતિ અટકી પડે? આ દેશ ખાડે જાય? આ દેશનું ધનોતપનોત નીકળી જાય? ભારતમાં જેઓ છાપાં-મૅગેઝિનોના વાચકો છે એમાંથી ત્રણ ટકા કરતાં ઓછા વાચકો અંગ્રેજી ભાષા લખીવાંચી જાણે છે. કુલ વસ્તીની ટકાવારી ગણો તો માંડ અડધો કે પા ટકા કરતાંય ઓછી પ્રજા સુધી આ અંગ્રેજી છાપાં-મૅગેઝિનો પહોંચે છે. આ વાચકોમાંય ખાસ્સા વાચકો એવા હોય છે જેઓ અંગ્રેજી પત્રકારોના બેમોઢાળા, દંભી બિનસાંપ્રદાયિક અને અધકચરા-ઉછાંછળા-કૉન્વેન્ટિયાઓથી છલકાતા વાતાવરણને ધિક્કારતા હોય.

આમ છતાં ભારતનાં આ અંગ્રેજી છાપાં-મૅગેઝિનો માની બેઠાં છે કે આ દેશ તેઓ પોતે ચલાવે છે, દેશની સરકાર એમના તંત્રીલેખો કહે એ મુજબ પોતાની સત્તાવાર નીતિઓમાં ફેરફારો કરતી હોય છે. દિલીપ પાડગાંવકર નામના `ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ના એક તંત્રીએ એક જમાનામાં શોભા ડેના `સોસાયટી’ મૅગેઝિન માટે ઇન્ટરવ્યૂ આપતી વખતે એવી શેખી કરી હતી કે `આ દેશની બીજી સૌથી મહત્ત્વની જવાબદારી મારા માથે છે.’ માઇન ઇઝ ધ સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જૉબ ઑફ ધિસ કન્ટ્રી એવું કહેનાર દિલીપ પાડગાંવકરની પછી તો ઘણી પટ્ટી ઉતારવામાં આવી, કાર્ટૂનો બન્યાં અને હાસ્યલેખો પણ લખાયા. આ એક જોવાની વાત છે કે `ટાઇમ્સ’નો તંત્રી એકદમ ગંભીરતાથી જાહેરમાં તમને કહી શકે કે વડા પ્રધાન પછી આ દેશમાં જો કોઈ સૌથી મહત્ત્વનું હોય તો તે `ટાઇમ્સ’નું તંત્રીડું છે. ***ની હિંમત તો જુઓ!

પણ આમાં દિલીપ પાડગાંવકરનો એકલાનો વાંક નથી. અંગ્રેજો જે ઔલાદને ભારત છોડતી વખતે અહીં મૂકી ગયા તે ચોક્કસ પ્રજાનાં છોકરાં અંગ્રેજીમાં લખતાં-વાંચતાં થયાં અને છાપાંની લાઇનમાં જોડાઈને પોતાની જાતને બ્રાઉનસાહેબ માનતા થઈ ગયાં. ભારતની કમનસીબી છે કે આવડા મોટા અને મહાન સંસ્કૃતિના જનકસમા આ દેશમાં અંગ્રેજી બોલનારાઓ સુધરેલા, ભણેલા અને સંસ્કારી ગણાય છે. આ છાપ તદ્દન ખોટી છે. અંગ્રેજી બોલનારો તદ્દન પછાત અને અક્કલના ઓથમીર હોઈ શકે છે. અનેક જોયા છે એવા, તમે પણ જોયા હશે. અંગ્રેજી બોલનારાઓ તદ્દન અભણ પણ હોઈ શકે છે. ભણતરને અને અંગ્રેજીમાં ચપડચપડ વાત કરવાની આવડતને કોઈ લેવાદેવા નથી. અંગ્રેજી હાઈ ક્લાસ બોલતા હોય પણ તદ્દન હલકટ સંસ્કારો ધરાવતા હોય એવા લોકો પણ તમારી આસપાસ હોવાના.

આથી વિરુદ્ધ, જેઓ પોતાની માતૃભાષામાં અભિવ્યક્તિ કરે છે એવા લોકો ખરેખર વૈજ્ઞાનિક અને સુધારાવાદી વિચારો ધરાવનારાઓ, ખૂબ અભ્યાસ કરીને પોતાના વિષયમાં પારંગત થનારા વિદ્વાનો તેમ જ નખશિખ સૌજન્યતાની મૂર્તિસમા, અત્યંત સુશીલ વર્તણૂક ધરાવનારા અને અનેક કળાઓમાં જેન્યુઇન રસ ધરાવનારાઓ હોઈ શકે છે. ફ્રાન્સ, ચીન, રશિયા અને જાપાનથી માંડીને આરબ દેશો અને ટચૂકડા યુરોપીય દેશોમાં ભલભલા અર્થશાસ્ત્રીઓ, રાજકારણી, વૈજ્ઞાનિકો, સાહિત્યકારો વિદેશીઓ સાથે કે પોતાના દેશના બૌદ્ધિકો સાથે સ્થાનિક ભાષા કે માતૃભાષામાં જ તમામ વ્યવહાર કરશે. જરૂર પડે તો તમે દુભાષિયો રાખો.

અંગ્રેજીનું માનપાન જે જે દેશોને અંગ્રેજોએ ગુલામ બનાવ્યા તે તે દેશોમાં જ વધ્યું. અંગ્રેજી એટલે એ ભાષા જે તમારાથી વધુ શક્તિશાળી, વધુ પ્રભાવશાળી વ્યક્તિઓ બોલે છે એવી માનસિકતા આ દેશોની ગુલામ પ્રજાની થઈ ગઈ. એમાંથી માન્યતા બંધાઈ કે જો તમારે વધુ શક્તિશાળી, વધુ પ્રભાવશાળી દેખાવું હોય તો અંગ્રેજીમાં જ બોલવું પડે. માય ફુટ.

આ લાંબી પીંજણનો ટૂંકમાં અર્થ એટલો જ કે અંગ્રેજી છાપાં-મૅગેઝિનોના પત્રકારો પોતાની જાતને ગમે એટલી મહાન માનતા હોય, ભારતના વડા પ્રધાન અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ કરતાં પણ પોતાની જૉબને વધુ મહત્ત્વની માનતા હોય, આપણને ખબર છે કે એમનું કેટલું ઊપજવાનું છે.

પણ લઘુમતી કોમની બદમાશીઓની જેમ અંગ્રેજી પત્રકારત્વની માઇક્રોમતીની બદમાશીઓને પણ નજરની બહાર રાખી શકાય નહીં. નરેન્દ્ર મોદી જેવો રાક્ષસ આ દુનિયામાં ક્યારેય થયો નથી એવું માનતા આ અંગ્રેજી પત્રકારો ગુજરાતમાં ચૂંટણી થવી જોઈએ કે નહીં એની સલાહ આપતા હતા. ભારતની સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નોકરી કરતા તંત્રીના છાપાએ લખ્યું કે ગુજરાતના મુખ્ય પ્રધાન કોમી રમખાણોને વટાવી ખાવા ચૂંટણી કરવા માગે છે. આ છાપાએ કહ્યું કે માનવાધિકાર પંચે જે અહેવાલ આપ્યો છે તે પછી જરૂર પડ્યે ગુજરાતમાં ચૂંટણી થતી અટકાવવા સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી કોઈકે કરવી જોઈએ (આવું કહીને આ છાપું સેક્યુલરવાદીઓની ઉશ્કેરણી કરે છે. ધર્મઝનૂનીઓની ઉશ્કેરણી કરતાં લખાણો સામે રાજ્ય સરકાર પોલીસ દ્વારા કડક પગલાં લઈ શકે છે તો આવી ઉશ્કેરણી સામે શા માટે પગલાં લેતી નથી?).

અહીં બે-ત્રણ મુદ્દાઓ ભેગા થાય છે. એક તો, માનવાધિકાર પંચ વળી કઈ બલા છે? એના અધ્યક્ષ અને સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ વર્મામાં એટલી તો અક્કલ હોવી જોઈતી હતી કે તેઓ ગુજરાતની મુલાકાત લઈને પરિસ્થિતિનો ક્યાસ કાઢી રહ્યા હતા ત્યારે ટીવીવાળાઓને મુલાકાત આપીને પોતાના અહેવાલમાં શું લખવા ધારે છે તેની આગોતરી માહિતી એમનાથી ન અપાય. એક બાજુ તમારું સંશોધન ચાલી રહ્યું છે અને બીજી બાજુ તમે એનાં તારણો વિશે બોલો? તારણો કયાં આપશો તે નક્કી જ હોય તો પછી સંશોધનનો દેખાડો શા માટે?

એડિટર્સ ગિલ્ડની તપાસટોળકી ગુજરાતનાં ગુજરાતી અખબારોએ રમખાણોમાં ભજવેલી ભૂમિકાની તપાસ કરવા નીકળી પડી ત્યારે એમાંના દિલીપ પાડગાંવકર (સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જૉબવાળા) ટીવી પર ઊછળી ઊછળીને કહેતા હતા કે ગુજરાતનાં વર્નાક્યુલર પેપર્સ (અંગ્રેજી પત્રકારો દ્વારા વપરાતો `વર્નાક્યુલર’ શબ્દ મા કે બહેનની પંચાક્ષરી ગાળ જેવો અપમાનજનક છે. લૅન્ગ્વેજ પેપર્સ કહેતાં અંગ્રેજોની ઔલાદને શી ચૂંક આવે છે) કોમી રમખાણોના ખોટા અહેવાલો પ્રગટ કરીને હુલ્લડો ભડકાવતાં હતાં. હવે જો તમારી તપાસ હજુ ચાલુ હોય તો તમે આ તારણ પર કેવી રીતે આવી શકો? અને આવ્યા એનો મતલબ એ કે ગુજરાતમાં પગ મૂકતાં પહેલાં જ તમે નક્કી કરી નાખ્યું હતું કે તપાસનું નાટક કર્યા બાદ તમે અહેવાલમાં શું લખવાના છો.

બાય ધ વે, એડિટર્સ ગિલ્ડની તપાસટોળકી અમદાવાદ આવી તેની બીજી મિનિટથી એક જાણીતા સેક્યુલરવાદીએ (જે મૂળ સામ્યવાદી છે) તેનો કબજો લઈ લીધો હતો. ઇમામ બુખારી કે સૈયદ શાહબુદ્દીન તમારું સ્વાગત કરવા ઍરપૉર્ટ પર દોડી આવે તો એનો મતલબ શો? પેલા સામ્યવાદી – સેક્યુલરવાદી ભૂતપૂર્વ રાજકારણીના હિંદુવિરોધી વિચારો બહુ જાણીતા છે. ઍની વે, એડિટર્સ ગિલ્ડનો મૂળ હેતુ અંગ્રેજી પત્રકારત્વની બદમાશીઓને છાવરીને ગુજરાતના ગુજરાતી છાપાંઓને બદનામ કરી નાખવાનો હતો. દિલીપ પડગાંવકર અને બી. જી. વર્ઘીસ જેવાઓની બનેલી તપાસટોળકીની કે પછી જેમણે ગોધરા હત્યાકાંડના સમાચારોને બ્લૅક આઉટ કર્યા હોય એવાઓની આ વિષયની બાબતમાં વિશ્વસનીયતા ઝીરો હોવાની.

***
આર આર શેઠ:
https://rrsheth.com/shop/ayodhyathi-godhra/
•••

લોકમિલાપ:
ઓર્ડર કરવા 8734918888 પર વોટ્સએપ કરશો.

આ ઉપરાંત નીચે લિસ્ટમાં આપેલા સૌરભ શાહના કોઈ પણ પુસ્તકને સાથે ખરીદશો તો એ પુસ્તક પર પણ 15% વળતર મળશે.

https://lokmilap.com/Filter?category=&brand=62&orderby=
•••
બુકપ્રથા:
https://www.bookpratha.com/Product_listing/Index?authorid=60316
•••

પ્રેમ પુસ્તક ભંડાર, ભુજ:
9879630387

*********

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર 90040 99112 પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

નવા કૅલેન્ડર વર્ષનો આરંભ થઈ ગયો છે. આપ સૌનું 2024નું વર્ષ શુભદાયી અને સુખદાયી નીવડે. આ વર્ષે બે દિવાળી આવે છે તે યાદ રાખશો. આસોની અમાસે તો ખરી જ, 22 જાન્યુઆરીએ પણ દીપોત્સવ છે જે 500 વર્ષ રાહ જોયા પછી ઉજવાશે.

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Paytm-
90040 99112

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

હવે તમે તમારું કૉન્ટ્રિબ્યુશન આ QR કોડ સ્કેન કરીને પણ મોકલી શકો છો.

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

1 COMMENT

  1. તમે ૧૦૦% સાચા છો, તે વખતે બધાને મુસ્લિમો ની વ્યથા દેખાતી હતી, ટ્રેનમાં બળી ને મરેલા અને તેમના કુટુબીજનોની વ્યથા કથા પર એક પણ story ke movie nathi bahar આવ્યું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here