અંગ્રેજી છાપાં હવે વાચકો પર બળાત્કાર કરતાં થઈ ગયાં છે : સૌરભ શાહ

( ફૅક્ટ ચેકનો જમાનો શરૂ થવાને હજુ વર્ષોની વાર હતી તે સમયનો આ લેખ છે. ગરમાગરમ ભજિયાંની જેમ ચપોચપ વેચાઈ રહેલા દ્વારા પ્રકાશિત ‘અયોધ્યાથી ગોધરા’ પુસ્તકમાંનો એક જબરજસ્ત લેખ અહીં તમારી સાથે શેર કર્યો છે. શું કામ? તમારા મનોરંજન માટે? ના,જી. તમારું લોહી ઉકળી ઉઠે અને તમે તાબડતોબ આ પુસ્તકનો ઑર્ડર કરો એટલે. તમારા માટે જ નહીં તમારા મિત્રો, કુટુંબીઓ અને સ્વજનો માટે પણ મગાવી લો. નવી પેઢી, જે પ્રથમવાર મતદાન કરવા જઈ રહી છે એમને આ પુસ્તક પ્રેમથી ભેટ આપીને સ્ટારબક્સમાં બેસીને નિરાંતે વાંચવાનું કહો. પુસ્તક ક્યાંથી મળશે? આ પોસ્ટના અંતે લિન્ક્સ આપી છે. 25/50/100 નકલોનો બલ્ક ઑર્ડર મૂકવો હોય તો આર આર શેઠમાં ચિંતન શેઠ કે રત્નરાજ શેઠ સાથે ડાયરેક્ટ વાત કરી લો. સારું ડિસ્કાઉન્ટ કરી આપશે. એમના પર્સનલ નંબર માટે પૂરી વિગતો સાથે મારા વૉટ્સઍપ નંબર (⁨090040 99112⁩) પર મેસૅજ મૂકો. માત્ર સંદેશો, no calls please 🙏🏻

મેં લખેલો આ લેખ મારા તંત્રીપદ હેઠળ ‘મિડ-ડે’ દૈનિકમાં 2002ના ગોધરા હત્યાકાંડ બાદ પ્રગટ થયો એ જ દિવસે ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના તે વખતના એડિટર-ઇન-ચીફ શેખર ગુપ્તાએ ‘મિડ-ડે’ના એડિટૉરિયલ ડિરેક્ટર અને જાણીતાં સેક્યુલર પત્રકાર બચી કરકરિયાને ફોન કરીને ફરિયાદ કરી કે તમારો તંત્રી અમારા છાપા વિશે એલફેલ લખી રહ્યો છે.

બચીબહેને આ સંદેશો મને આપ્યો ત્યારે મેં એમને કહ્યું : ‘શેખર ગુપ્તાને કહો કે આમ બૈરાના સાડલાની આડમાં રહીને ફરિયાદ કરવાને બદલે હિંમત હોય તો સીધો મને ફોન કરે અને મારો જવાબ સાંભળવાની તૈયારી રાખે. એ સારી રીતે ઓળખે છે મને. અને ફોન કરવાની પણ શું જરૂર છે? આવતી કાલે પોતાના છાપામાં આ છએય કિસ્સાઓને લગતા પુરાવાઓ છાપીને મને જાહેરમાં તમાચો મારીને કહે કે મેં એમના અહેવાલ બદલ જુઠ્ઠાણું છાપ્યું છે.’

શેખર ગુપ્તાએ એવું કશું કર્યું નહીં. ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ આ મામલે ચૂપ રહ્યું. મારો લેખ સાચો પુરવાર થયો. આ છએય કિસ્સાઓ જુઠ્ઠા હતા, બનાવટી હતા તે સાબિત થયું.)

***

અંગ્રેજી છાપાં હવે વાચકો પર બળાત્કાર કરતાં થઈ ગયાં છે : સૌરભ શાહ

રેપ ઑફ જસ્ટિસ. ન્યાયને ચૂંથી નાખવામાં આવ્યો, એના પર બળાત્કાર કરવામાં આવ્યો. આ શબ્દપ્રયોગ મશહૂર સેક્યુલરવાદી વર્તમાનપત્ર `ઇન્ડિયન એક્સપ્રેસ’ના છે. રામનાથ ગોએન્કાએ સમૃદ્ધ કરેલું અને અરુણ શૌરીસમા પત્રકારશિરોમણિએ એક જમાનામાં સંપાદિત કરેલું આ અખબાર હિંદુદ્વેષથી, ગુજરાતદ્વેષથી અને નરેન્દ્ર મોદી દ્વેષથી પીડાઈ રહ્યું છે.

એના તંત્રીલેખનું મથાળું છે રેપ ઑફ જસ્ટિસ. ગુજરાતનાં રમખાણો દરમ્યાન મુસ્લિમ સ્ત્રીઓ પર બળાત્કાર થયા હોવાના ગેરસમાચાર એક્સપ્રેસે પ્રગટ કર્યા તેના વિશ્લેષણરૂપે આ તંત્રીલેખ છપાયો છે. અંગ્રેજી છાપાંવાળાંની બદમાશીના સંખ્યાબંધ નમૂનાઓમાંનો આ એક જ દાખલો છે. સમાચારોને કઈ રીતે મારીમચડીને મૂકવામાં આવે છે અને પછી એ વિકૃત સમાચારો વિશે કેવી કેવી ગંધાતી ટિપ્પણીઓ ઓકવામાં આવે છે.

શનિવાર, 27 એપ્રિલ (2002)નો એક્સપ્રેસનો ફ્રન્ટ પેજ રિપોર્ટ કહે છે કે અમદાવાદની મુસ્લિમ સ્ત્રીઓ પર થયેલા બળાત્કાર અંગે પોલીસે એકપણ ફરિયાદ નોંધી નથી. કોઈ પણ વાચકને આ વાંચીને રોષ ચડે કે આમ કેમ, ગુજરાતની પોલીસ આટલી મુસ્લિમદ્વેષી?

આટલી ઉશ્કેરણી પછી એક્સપ્રેસની રિપોર્ટરબાઈએ `બળાત્કાર’ના અડધો ડઝન દાખલા આપ્યા છે. આ છએ છ કિસ્સાની વિગતો તમે જ વાંચો અને નક્કી કરો કે આમાં સાચું કેટલું, ખોટું કેટલું, સમાચાર કેટલા, અફવા કેટલી, પત્રકારત્વ કેટલું અને બદમાશી કેટલી. દરેક કિસ્સા પછી કૌંસમાં આવતી ટિપ્પણ આ લખનારની છે.

કિસ્સો નંબર એક : નઇમુદ્દીન શેખ એક્સપ્રેસની રિપોર્ટરને કહે છે કે એની પત્ની પર બળાત્કાર થયો છે અને એણે પોતાની સગી આંખે આ કૃત્ય જોયું છે. નઇમુદ્દીનના શબ્દો ટાંકીને એક્સપ્રેસ લખે છે : `એના પર ગૅન્ગ-રેપ થયો અને એનો એક હાથ કાપી નાખવામાં આવ્યો. પોલીસને એ મળી આવી અને (પોલીસે) એને સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરી. હું પોલીસને બધી જ વિગતો આપવા તૈયાર છું, પણ હજુ સુધી કોઈ મારી પાસે આવ્યું નથી.’

(મિયાં નઇમુદ્દીન શેખ પોતાને પદ્મશ્રીનો ખિતાબ મળવાનો હોય એમ સરકારશ્રીના આમંત્રણની રાહ જોઈને બેઠા છે. ભલા માણસ, પદ્મશ્રી માટે પણ સરકારને તમારે કે તમારા વતી કોઈકે સામેથી કહેવું પડતું હોય છે. પત્ની પર બળાત્કાર જેવો ગંભીર ગુનો બન્યા પછી કોઈ પતિ ઘરમાં બેસીને પોલીસ આવે એની રાહ જોતો રહે કે પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ નોંધાવે? અને બીજી વાત, તમારી પત્નીને પોલીસ સિવિલ હૉસ્પિટલમાં લઈ ગઈ ત્યારે તમે જેણે બળાત્કારની ઘટના નજરે જોઈ છે તે ક્યાં હતા? દેખીતી રીતે જ આ ફરિયાદ ઉશ્કેરણી માટે થઈ રહી છે અને ભોળી રિપોર્ટર આગળપાછળ કશુંય ક્રૉસચેક કર્યા વિના એને સમાચાર બનાવીને છાપી નાખે છે કારણ કે એ એક મુસલમાને કરી છે. મુસલમાનોની ખોટી ફરિયાદને પણ વાચા આપવી અને હિંદુ પ્રજાનું ભૂંડું દેખાય એવો રિપોર્ટ લખવો સેક્યુલરિસ્ટ પત્રકારની પવિત્ર ફરજ છે.)

કિસ્સો નંબર બે : નરોડા પાટિયાની ફાતિમાબહેન શેખ કહે છે કે એણે ઘણી બધી (સેવરલ) છોકરીઓ અને સ્ત્રીઓ પર બળાત્કાર થતાં જોયો છે. ફાતિમા શેખ કહે છે: `ઝરીના નામની એક જુવાન છોકરીનો મેઇન રોડ સુધી પીછો થયો અને એનાં કપડાં ઉતારવામાં આવ્યાં. ઘણા માણસોએ એના પર બળાત્કાર કર્યો અને પછી એને મારી નાખી.’ ફાતિમાબહેન કહે છે કે પોલીસ આવીને મારી આ ફરિયાદ નોંધે એની હું રાહ જોઉં છું.

(ઝરીના મરી ગઈ છે. મજાની વાત એ છે કે જેના પર બળાત્કાર થયાની ફરિયાદ છે એ બધી જ બહેનો કાં તો મરી ગઈ છે, કાં લાપતા છે! આગળના કિસ્સાઓ જોજો. ફાતિમાબહેને એક બાજુ ઘણી બધી સ્ત્રીઓ અને છોકરીઓ પર બળાત્કાર થતો `જોયો’ અને સાથોસાથ ઝરીના એકલી પર ઘણા બધાએ બળાત્કાર કર્યો તે પણ `જોયું’. જો ઘણી બધી છોકરીઓ-સ્ત્રીઓ પ્રાપ્ય હોય તો ઘણા બધા પુરુષોએ શા માટે એકલી ઝરીના પર મંડી પડવું જોઈએ? અને ફરી એ જ વાત : રિપોર્ટર સમક્ષ બહાદુરી બતાવતી ફાતિમાબહેનની શું ફરજ નથી કે એ પોલીસ સ્ટેશને જઈને ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (એફઆઇઆર) યાને કે ફરિયાદ નોંધાવે? કે પછી ફાતિમાબહેનને ડર છે કે પોલીસની પૂછપરછ દરમ્યાન પોતાનું જુઠ્ઠાણું પ્રગટ થઈ જશે? એક શંકા : શું ખરેખર કોઈ ફાતિમા કે ઝરીના છે/હતી?)

કિસ્સો નંબર ત્રણ : આસિફ અબ્દુલ કહે છે કે એની બીવી પર બળાત્કાર કરીને એને બાળી નાખવામાં આવી. એ કહે છે, `એ લોકોએ મારી સાળી અને બીજી સ્ત્રીઓ પર પણ બળાત્કાર કર્યો અને બધાંને આગમાં નાખી દીધાં.’ એક્સપ્રેસ લખે છે કે આસિફ અબ્દુલ પોલીસમાં ફરિયાદ નોંધાવવા માગે છે પણ હાલ પૂરતું એણે એક સ્વૈચ્છિક સંસ્થાને નિવેદન આપીને ચલાવી લીધું છે.

(લો કરો વાત, બૈરી પર બળાત્કાર થયો, સાળી પર થયો, બીજી ઘણીઓ પર થયો અને આસિફમિયાં પોલીસ પાસે જવાને બદલે કોઈ ફડતૂસ વૉલન્ટરી ઑર્ગેનાઇઝેશન આગળ નિવેદન નોંધાવે છે? અહીં પણ ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે કહેવાતી રેપવિક્ટિમ્સ બધી જ `બળી ચૂકી’ છે!)

કિસ્સો નંબર ચાર : માધવપુરા મિલ કમ્પાઉન્ડની રાહત છાવણીમાં રહેતી વહીદા કહે છે વીસ માણસોએ એનો પીછો કર્યો પણ એ છટકી ગઈ. પોલીસમાં ફરિયાદ કરવાની એની ઇચ્છા છે અને હજુ સુધી એ પોલીસ આવે એની રાહ જોઈ રહી છે.

(આમાં બળાત્કાર ક્યાં આવ્યો? એક્સપ્રેસની રિપોર્ટર રેપવાળી વાત લખી ન શકી કારણ કે વહીદા જીવતી છે. ફરી એક વાર, વહીદાએ શા માટે પોલીસ પોતાની પાસે આવે એની રાહ જોવી જોઈએ? એને પોલીસ સ્ટેશને જતાં નથી આવડતું?)

કિસ્સો નંબર પાંચ : આ કિસ્સામાં તો દેખાવ ખાતર પણ નામ નથી લખાયું. અમદાવાદની શાહઆલમ રાહત છાવણીમાં રહેતી એક વિક્ટિમ (અર્થાત્ કહેવાતા બળાત્કારનો કહેવાતો ભોગ બનેલી સો-કોલ્ડ અબળા) કહે છે કે જો બીજી સ્ત્રીઓ પણ હિંમત દેખાડતી હોય તો પોતે પોલીસમાં ફરિયાદ કરવા તૈયાર છે. એ કહે છે (એવું એક્સપ્રેસ કહે છે) કે, `મને એકલાં જતાં ડર લાગે છે કે મારા પર કોઈ ખાર રાખશે, પણ બીજી સ્ત્રીઓ આવતી હોય તો હું આવું.’ એને નરોડા પાટિયાની હૉસ્પિટલમાંથી લાવવામાં આવી ત્યારે એનાં કપડાં ફાટેલાં હતાં.

(નામ સાથેના કિસ્સાઓની વિશ્વસનીયતા જ જ્યાં શંકાસ્પદ હોય ત્યાં બેનામી કિસ્સાઓ પર કેટલો ભરોસો મૂકવો? બળાત્કારના પુરાવા માટે ફાટેલાં કપડાં પૂરતાં હોય તો ભારતની અડધોઅડધ ગરીબ પ્રજા પર બળાત્કાર થઈ ચૂક્યો છે એવું માની લેવું પડે.)

કિસ્સો નંબર છ : અગાઉ નરોડા પાટિયે રહેતી અને હવે શાહઆલમની રાહત છાવણીમાં આવેલી વીસ વર્ષની એક યુવતી (નામ નથી) કહે છે કે એના પર જાતીય હુમલો કરવામાં આવ્યો. `એમણે મારાં કપડાં ફાડી નાખ્યાં અને મારા પ્રાઇવેટ પાર્ટ્સ પર માર્યું.’ પણ આ યુવતી પોલીસ સાથે વાત કરતાં ડરે છે. એ કહે છે, `એ લોકો મને મારી નાખશે. મારે એ વિશે વાત નથી કરવી. કમસે કમ અત્યારે હું જીવતી તો છું.’

(ફરી નામ વગરની વાત. કપડાં ફાડ્યાં, મારવામાં આવી અને એવી મનઘડંત વાતો રિપોર્ટરને થઈ શકે તો પોલીસને કેમ નહીં? અત્યાર સુધીના લોકો કહેતા હતા કે પોલીસ અમારી પાસે આવે તો ફરિયાદ નોંધાવીએ. આ બહેન તો પોલીસનું મોઢુંય જોવા નથી માગતાં. તમારા પર કોઈએ ગુનો આચર્યો હોય જે ઇન્ડિયન પીનલ કોડ મુજબ સજાને પાત્ર હોય, તેની ફરિયાદ તમે પોલીસમાં ન નોંધાવો તો કોઈ સાચી માને?)

ઇન્ડિયન એક્સપ્રેસમાં ગોધરા હત્યાકાંડ પછી કોમી ઉશ્કેરણી કરતા આવા અનેક અહેવાલો છપાયા છે. નવાઈની વાત છે કે `સામના’ સામે કેસ કરતી મહારાષ્ટ્રની કૉંગ્રેસી સરકાર એક્સપ્રેસ સામે કોમી ઉશ્કેરણી કરવાનો કેસ કેમ નથી કરતી?

•••

ગુજરાતી પુસ્તકોના પ્રતિષ્ઠિત પ્રકાશક આર આર શેઠ દ્વારા પ્રગટ થયેલું સૌરભ શાહનું બહુચર્ચિત પુસ્તક ‘અયોધ્યાથી ગોધરા’ ગુજરાતી પુસ્તકો વેચતી એમેઝોન સહિતની તમામ ઑનલાઈન બુક શૉપ પર તેમ જ પુસ્તકોની દુકાનોમાં ઉપલબ્ધ છે. તમારી સુવિધા માટે અહીં કેટલીક લિન્ક મૂકી છે:

આર આર શેઠ:
https://rrsheth.com/shop/ayodhyathi-godhra/

•••

લોકમિલાપ

*લોકપ્રિય અને બેસ્ટસેલર લેખક સૌરભ શાહનું નવું પુસ્તક આજે બહાર પડ્યું છે.*

સૌરભભાઇનાં ચાહકો અને લોકમિલાપ પરિવારના મિત્રો માટે *₹200 નું આ પુસ્તક ફક્ત ₹170 માં મળશે. (કુરિયર ચાર્જ અલગ).* ઓર્ડર કરવા 8734918888 પર વોટ્સએપ કરશો. આભાર.

આ ઉપરાંત નીચે લિસ્ટમાં આપેલા સૌરભ શાહના કોઈ પણ પુસ્તકને સાથે ખરીદશો તો એ પુસ્તક પર પણ 15% વળતર મળશે.

https://lokmilap.com/Filter?category=&brand=62&orderby=

•••
બુકપ્રથા
https://www.bookpratha.com/Product_listing/Index?authorid=60316

••• •••

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર 90040 99112 પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

•••

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

નવા કૅલેન્ડર વર્ષનો આરંભ થઈ ગયો છે. આપ સૌનું 2024નું વર્ષ શુભદાયી અને સુખદાયી નીવડે. આ વર્ષે બે દિવાળી આવે છે તે યાદ રાખશો. આસોની અમાસે તો ખરી જ, 22 જાન્યુઆરીએ પણ દીપોત્સવ છે જે 500 વર્ષ રાહ જોયા પછી ઉજવાશે.

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Paytm-
90040 99112

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

હવે તમે તમારું કૉન્ટ્રિબ્યુશન આ QR કોડ સ્કેન કરીને પણ મોકલી શકો છો.

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here