બાબરી ધ્વંસના 30 વર્ષ પછી આ પુસ્તકની મહત્તા : સૌરભ શાહ

(‘અયોધ્યાથી ગોધરા’ પુસ્તકની ૨૧ વર્ષ પછી થયેલી રિપ્રિન્ટ બજારમાં આવી ગઈ છે. એની વિશેષ પ્રસ્તાવના આ સાથે મૂકી છે. તમારા માટે આ પુસ્તક ખરીદીને એની વધુ નકલ મગાવી મિત્રો-કુટુંબીઓમાં, ખાસ કરીને યંગ જનરેશનમાં, વહેંચશો. આ વર્ષની ચૂંટણીમાં મત આપવા જતી વખતે દરેક ગુજરાતી મતદાતા પાસે ભારતના નજીકના ઇતિહાસ વિશે, કૉન્ગ્રેસના સેક્યુલર રાજ વિશે અને સેક્યુલરોએ સર્જેલી ઈકો સિસ્ટમની નાગચૂડ વિશે આટલી જાણકારી હોવી અનિવાર્ય છે.

આ પુસ્તકમાં લખાયેલા લેખોને કારણે ૨૦૦૩માં વડા પ્રધાન અટલ બિહારી વાજપાયીએ સંસદભવન સંકુલના સભાગૃહમાં ‘પાંચજન્ય વૈદ ગુરુદત્ત પારિતોષિક’થી મારું સન્માન કરીને ‘નિર્ભીક એવં રાષ્ટ્રનિષ્ઠ લેખિની કે ધની’ એવા શબ્દો કોતરેલી પ્લેક સાથેની પાંચજન્ય શંખની પ્રતિકૃતિ ભેટ આપી હતી.)

—સૌરભ શાહ

***********

બાબરી ધ્વંસના 30 વર્ષ પછી આ પુસ્તકની મહત્તા : સૌરભ શાહ

*હજારો* વર્ષથી આ દેશની પ્રજા ભગવાન રામમાં શ્રદ્ધા ધરાવતી આવી છે. હજારો વર્ષથી આખા દેશમાં (અને હવે તો ઇસ્લામિક દેશોમાં પણ) મંદિરો નિર્માણ પામતાં રહ્યાં છે. તો પછી અયોધ્યામાં નિર્માણ પામેલા ભવ્ય રામમંદિરનું મહત્ત્વ આટલું બધું શું કામ? શું એ રામજન્મભૂમિ પર નિર્માણ પામ્યું છે એટલે? એટલે તો ખરું જ. પણ એથીય વધુ મોટું મહત્ત્વ રાજકીય, સામાજિક અને આર્થિક છે – મંદિરના ભૌતિક સ્વરૂપના પાયામાં આ ત્રણેય મુદ્દાઓ છે. અને આ ત્રણેય મુદ્દાઓ સાથે આપણી સનાતન સંસ્કૃતિ સંકળાયેલી છે. વસુધૈવ કુટુંબકમ, સર્વે ભવન્તુ સુખિનઃ અને તેન ત્યક્તેન ભુંજિથા:ની ત્રણ વિભાવનાઓ ભારત દેશને જગતની બાકીની તમામ સંસ્કૃતિઓથી જુદો પાડે છે. અયોધ્યાની રામજન્મભૂમિ પર નિર્માણ પામેલું ભવ્ય રામ મંદિર ભારતની પ્રજાની અને પ્રજાના લોહીમાં વણાઈ ગયેલી આ સનાતન સંસ્કૃતિની વૈશ્વિક ઓળખાણ છે.

અયોધ્યાની જે ભૂમિ પર ભગવાન રામનો જન્મ થયો હતો તે ભૂમિ પર બંધાયેલા મંદિરને તોડીને મોગલ શાસક બાબરના સેનાપતિ મીર બાકીએ 1528-29ના ગાળામાં બાબરી મસ્જિદ બનાવી. પાંચસો વર્ષ પછી, આ પવિત્ર સ્થળ પરનો વિધર્મી કબજો કાનૂનન હટી ગયા બાદ, ફરી એકવાર અહીં ભગવાન રામના મંદિરનું નિર્માણ થઈ શક્યું છે. 1992ની છઠ્ઠી ડિસેમ્બરે બાબરીના જર્જરિત ઢાંચાને જમીનદોસ્ત કરવાનું કામ થયું. હિંદુદ્વેષી સેક્યુલરો અકળાઈ ઊઠ્યા. તેઓએ હિંદુઓને કોમવાદી ગણ્યા. મીડિયાએ પણ આ જ એજન્ડા અપનાવ્યો.

એ પછી 2002ની 27મી ફેબ્રુઆરીએ મુસ્લિમોના ટોળાએ ગોધરા હિંદુ હત્યાકાંડ સર્જ્યો. તે વખતે પણ બદમાશ મીડિયાએ ખૂબ ભ્રમણાઓ ફેલાવી.

હું 45 વર્ષથી પત્રકારત્વના ક્ષેત્રમાં સક્રિય છું. આ મીડિયાવાળા મારા જાતભાઈ છે પણ એમાંના ઘણા મારા કમજાતભાઈ છે.

`અયોધ્યાથી ગોધરા’ પુસ્તક માર્ચ 2003માં પહેલીવાર પ્રગટ થયું. થોડા સમય બાદ એ આઉટ ઑફપ્રિન્ટ થઈ ગયું. બે દાયકા પછી ફરી એકવાર બજારમાં આવી રહ્યું છે. આ પુસ્તકનું દસ્તાવેજી મૂલ્ય ઘણું મોટું છે. એટલે મેં એમાં કોઈ એડિટિંગ/ફેરફારો કર્યાં નથી. 1992થી 2002 વચ્ચે રામ મંદિરના મુદ્દાને લઈને અને એને લગતા અન્ય વિષયોને સાંકળીને ગુજરાતી પત્રકારત્વમાં લખાયું તેનો હિસાબ આપતું આવું વિગતવાર પુસ્તક મેં હજુ સુધી જોયું નથી.

ભારતની પ્રજાએ મોગલયુગ, અંગ્રેજયુગ, નેહરુયુગ અને સોનિયાયુગની બદમાશીઓ, હેરાનગતિઓ અને અપમાનો વેઠ્યાં છે. 2014 પછી શરૂ થયેલા મોદીયુગને લીધે આપણે આ બધી આપદાઓથી મુક્ત થઈ રહ્યાં છીએ. અયોધ્યાની રામજન્મભૂમિ પર બંધાયેલા ભવ્ય મંદિરને કારણે ભવિષ્યમાં આવી રહેલા રામરાજ્યના સૂર્યોદય પહેલાંનું પ્રથમ સોનેરી કિરણ દેખાઈ રહ્યું છે. આ પુસ્તક આ સૂર્યોદય પહેલાંની કાળીડિબાંગ રાત્રિવાળા એક દાયકાનું બયાન કરે છે. એ એક દાયકા દરમ્યાન – 1992થી 2002 દરમ્યાન – નિ:સ્વાર્થભાવે પોતાની ફરજ બજાવતા ભારતના જે પત્રકારોએ પોતાની પ્રૉફેશનલ અને પર્સનલ લાઇફમાં સહન કરવું પડ્યું તેમાંનો એક હું છું.

મને સંતોષ એ બાબતનો છે કે સેક્યુલરવાદીઓના કહેવાથી મેં મારા ખભા પરના બકરાને કૂતરું ગણીને ફેંકી દીધું નથી. તટસ્થતાનો તેમ જ નિરપેક્ષતાનો દેખાડો કરનારા આ મુસ્લિમપરસ્ત, હિંદુદ્વેષી, ભારતદ્વેષી લોકોના ઝાંસામાં આવ્યા વગર મેં મને જે સાચું લાગ્યું, દેશ માટે જે સારું લાગ્યું તેનો પક્ષ બેધડક લીધો છે, જેના પુરાવાઓ તમને આ પુસ્તકમાં પાને પાને મળશે.

`અયોધ્યાથી ગોધરા’ પુસ્તક પ્રથમવાર પ્રગટ થયું ત્યારે મીડિયામાં, સમગ્ર દેશમાં ઝેરીલા અને દ્વેષીલા કટ્ટરવાદનું વાતાવરણ છવાયેલું હતું. 6ઠ્ઠી ડિસેમ્બર 1992ની ઘટના પછી મેં લખેલા અને 2002ની 27મી ફેબ્રુઆરીના ગોધરા હિંદુ હત્યાકાંડ વિશે લખાયેલા મારા તંત્રીલેખ તેમજ અન્ય લેખો વાંચીને મને વારંવાર સલાહ આપવામાં આવતી કે `તું સારો પત્રકાર છે, લેખક તરીકે વાચકોમાં આદર પણ છે, તારે આવા કોમવાદી લેખો લખવાની શું જરૂર છે?’ મારું સદ્ભાગ્ય કે હું આવું કહેનારા મિત્રોના અને શત્રુઓના કહેવામાં ન આવ્યો. એ દાયકા દરમ્યાન મેં અનેક મિત્રો ગુમાવ્યા, મારા શુભેચ્છકો ઓછા થતા ગયા અને મને `સારો લેખક’ ગણનારા વાચકો પણ ઘટી ગયા.

આજે, 2014 પછી, હજારો લેખકો-પત્રકારો બેધડક બનીને આ વિષયો પર લખતા થઈ ગયા છે જે સારું છે. ત્રણ દાયકા પહેલાં આવું વાતાવરણ નહોતું. હિંદુઓનો, ગુજરાતનો પક્ષ લેનારા પત્રકારો-લેખકો જૂજ હતા.

2024ની 22મી જાન્યુઆરીએ શ્રીરામજન્મભૂમિ પર નિર્માણ પામેલા મંદિરમાં રામલલાની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા થઈ. આ ભવ્ય મંદિરના પાયામાં ભારતના પત્રકારત્વ ક્ષેત્રમાંથી આવેલી જે એક પ્રતીકાત્મક ઈંટ છે તેના પર `અયોધ્યાથી ગોધરા’ પુસ્તકનું નામ લખાયેલું છે.

છેલ્લે, એક વાત. ભારતનો સુવર્ણકાળ શરૂ થઈ ગયો છે અને રામરાજ્ય આવી રહ્યું છે. આગામી દાયકાઓમાં ભારતદેશ વિશ્વગુરુ તરીકે આખી દુનિયામાં પૂજાતો થઈ જશે. પણ એવી પરિસ્થિતિ બગાસું ખાઈને પતાસું મોઢામાં આવી જાય તે રીતે સર્જાવાની નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આદરેલા હવનમાં હાડકાં નાખનારાઓ આ દેશમાં ઘણા છે જેમાંના કેટલાકના માલિકો વિદેશી છે. તેઓ ડેસ્પરેટ બનીને ભવિષ્યમાં આ દેશમાં એવી અવ્યવસ્થા, અસ્થિરતા અને અરાજકતા ફેલાવવાના મરણિયા પ્રયાસો કરશે જેને કારણે આપણી આસ્થા હચમચી ઊઠશે – આસ્થા દેશના નેતૃત્વ પ્રત્યેની, આસ્થા સનાતન સંસ્કૃતિ પ્રત્યેની અને આસ્થા ભગવાન રામ પ્રત્યેની.

આ આસ્થા અકબંધ રહે તે માટે દરેક ભારતીયે જીવનમાં એકવાર અયોધ્યા ધામની નિરાંતે યાત્રા કરીને મન ભરીને રામજીનાં દર્શન કરી આશીર્વાદ મેળવવા જોઈએ.

સૌરભ શાહ, મુંબઈ
(સોમવાર, 22 જાન્યુઆરી, 2024)

hisaurabhshah@gmail.com
www.facebook.com/saurabh.a.shah
whatsapp only : 90040 99112

************

ગુજરાતી પુસ્તકોના પ્રતિષ્ઠિત પ્રકાશક આર આર શેઠ દ્વારા પ્રગટ થયેલું સૌરભ શાહનું બહુચર્ચિત પુસ્તક ‘અયોધ્યાથી ગોધરા’ ગુજરાતી પુસ્તકો વેચતી એમેઝોન સહિતની તમામ ઑનલાઈન બુક શૉપ પર તેમ જ પુસ્તકોની દુકાનોમાં ઉપલબ્ધ છે. તમારી સુવિધા માટે અહીં કેટલીક લિન્ક મૂકી છે:

૧. આર આર શેઠ:

https://rrsheth.com/shop/ayodhyathi-godhra/

********

૨. લોકમિલાપ:

*લોકપ્રિય અને બેસ્ટસેલર લેખક સૌરભ શાહનું નવું પુસ્તક આજે બહાર પડ્યું છે.*

સૌરભભાઇના ચાહકો અને લોકમિલાપ પરિવારના મિત્રો માટે *₹200 નું આ પુસ્તક ફક્ત ₹170 માં મળશે. (કુરિયર ચાર્જ અલગ).* ઓર્ડર કરવા 8734918888 પર વોટ્સએપ કરશો. આભાર.

આ ઉપરાંત નીચે લિસ્ટમાં આપેલા સૌરભ શાહના કોઈ પણ પુસ્તકને સાથે ખરીદશો તો એ પુસ્તક પર પણ 15% વળતર મળશે.

https://lokmilap.com/Filter?category=&brand=62&orderby=

********

૩. બુકપ્રથા:

https://www.bookpratha.com/Product_listing/Index?authorid=60316

*********

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર 90040 99112 પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

નવા કૅલેન્ડર વર્ષનો આરંભ થઈ ગયો છે. આપ સૌનું 2024નું વર્ષ શુભદાયી અને સુખદાયી નીવડે. આ વર્ષે બે દિવાળી આવે છે તે યાદ રાખશો. આસોની અમાસે તો ખરી જ, 22 જાન્યુઆરીએ પણ દીપોત્સવ છે જે 500 વર્ષ રાહ જોયા પછી ઉજવાશે.

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Paytm-
90040 99112

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

હવે તમે તમારું કૉન્ટ્રિબ્યુશન આ QR કોડ સ્કેન કરીને પણ મોકલી શકો છો.

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here