ગયાં વર્ષો ચાળીસ રહ્યાં વર્ષો ચાળીસ : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ, સોમવાર, 1 જૂન 2020)

( આ લેખ નવેમ્બર 2018માં લખ્યો)

નવેમ્બર, ૧૯૭૮માં પત્રકારત્વના ક્ષેત્રમાં ફુલ ટાઇમ નોકરી સાથે પગ મૂકયો. એ વાતને આજે ૪૦ વર્ષ થયાં. તે વખતે ઉંમર ૧૮ની હતી. આજે ૫૮ની છે. આ ક્ષેત્રમાં અડધું કામ કરી ચૂકયો છું, અડધું બાકી છે જે આવતાં ૪૦ વર્ષ દરમ્યાન કરતો રહેવાનો છું. જિંદગીનાં છેલ્લાં બે વર્ષ ભરપૂર નિવૃત્તિ માણવાની છે, ઐય્યાશી કરવાની છે. સો વર્ષનું આયુષ્ય પૂરું કરવાનું છે. એ પછી જ નામની આગળ સ્વર્ગસ્થ લાગશે, એ પહેલાં નહીં. કે.કા. શાસ્ત્રી, ખુશવંત સિંહ અને નગીનદાસ સંઘવીની જેમ લાંબું જીવવાનો છું. આવું કોઈ જયોતિષે નથી કહ્યું. જયોતિષોમાં મને વિશ્વાસ નથી. પરસ્પર છે. જયોતિષોને મારામાં વિશ્વાસ નથી. ભગવાનમાં હું માનું છું. ભગવાન પણ મારામાં માને છે. પરસ્પર છે.

પત્રકારત્વ, સાહિત્ય, લેખન, સર્જન જે ગણો તે – કલમ ચલાવવાના આ ક્ષેત્રમાં ૪૦ વર્ષ સુધી દિવસ-રાત બરડો ફાટી જાય, આંખો ફૂટી જાય અને આંગળાં તૂટી જાય એટલું કામ કર્યા પછી પણ બિલકુલ હાંફ ચડ્યો નથી. ખિસ્સામાં રાખવાની પેન અને કાગળ પર લખવાની કલમ ક્યારેય જુદી જુદી રાખી નથી. થાકવાનું તો બાજુએ, એનર્જી એટલી છે કે લાગે છે કે હજુ ગઇકાલે જ ‘ગ્રંથ’ની ઑફિસમાં પગ મૂકયો હતો.

૧૯૭૮નો નવેમ્બર મહિનો હતો. પરિચય ટ્રસ્ટ એક જમાનામાં સાહિત્ય અને પત્રકારત્વની શાળા સમાન ગણાતું. હસમુખ ગાંધી સહિત અચ્છા અચ્છા લોકો યશવંત દોશી અને વાડીલાલ ડગલી સંચાલિત પરિચય ટ્રસ્ટમાં કામ કરી ચૂકેલા. ટ્રસ્ટની બે પ્રવૃત્તિઓ. ‘ગ્રંથ’ નામનું પુસ્તક સમીક્ષાનું માસિક પ્રગટ કરે અને ‘પરિચય પુસ્તિકા’ના નામે દર મહિને બે વિષયો પર જનરલ નૉલેજ કે કરન્ટ ટૉપિક પરની બે ‘પરિચય પુસ્તિકા’ પ્રગટ કરે. એક પુસ્તિકા ૩૨ પાનાંની. હેન્ડ કમ્પોઝના બેતાળીસસો શબ્દો થાય. સમજો ને કે કોઇ સારા મૅગેઝિનની દીર્ધ કવર સ્ટોરી જેટલું મૅટર હોય.

૧૯૮૨માં હરકિસન મહેતાના કહેવાથી ‘ચિત્રલેખા’માં ‘મુખવાસ’ કૉલમ શરૂ કરી જે પાછળથી બીજા લેખકો-પત્રકારોએ આગળ ચલાવી.

વાર્તા, કવિતા, નાનું મોટું બીજું લેખન વગેરે તો ઑલરેડી એક-બે વર્ષ પહેલાં શરૂ થઇ ચૂકયું હતું અને પ્રતિષ્ઠિત સામયિકોમાં નામ સાથે છપાતું હતું. પણ એ બધું છૂટક. એનો કોઇ હિસાબ નથી. બાથરૂમ સિંગરની પ્રેકટિસ જેવું. ખરો રિયાઝ ૧૯૭૮માં પરિચય ટ્રસ્ટમાં જોડાયા પછી શરૂ થયો. યશવંત દોશીને ગુરુપદે મૂકીને તાલીમ શરૂ થઈ. એક વર્ષ પછી, ૧૯૭૯માં ‘જન્મભૂમિ પ્રવાસી’ વીકલીમાંથી ડેઇલી બન્યું અને જુનિયર મોસ્ટ સબ એડિટર તરીકે ત્યાં નોકરી લાગી. તંત્રી હરીન્દ્ર દવેના મદદનીશ તંત્રી હસમુખ ગાંધી હતા. ગાંધીભાઈ મારા બીજા વિદ્યાગુરુ બન્યા, મારા આરાધ્ય દેવ અને મેન્ટોર બન્યા. દોઢબે વર્ષ પછી સાપ્તાહિક ‘નિખાલસ’ શરૂ થયું. એમાં સંપાદકની જવાબદારી મળી.

૧૯૮૩-૮૪માં ઇન્ડિયન એકસપ્રેસ ગ્રુપે હસમુખ ગાંધી પાસે ‘સમકાલીન’ શરૂ કરાવ્યું અને ગાંધીભાઇએ ડે વનથી, કન્સેપ્ટ ઘડવાના સ્ટેજથી, મને એમના આસિસ્ટન્ટ એડિટર તરીકે સાથે રાખ્યો અને એ જ સ્કેલમાં પગાર પણ અપાવ્યો. ત્રેવીસ વર્ષની ઉંમરે એ પગાર અંબાણીની કમાણી જેટલો લાગતો.

૨૧મા વર્ષે ઘણો મોટો ટર્નિંગ પોઇન્ટ. ૧૯૮૨માં હરકિસન મહેતાના કહેવાથી ‘ચિત્રલેખા’માં ‘મુખવાસ’ કૉલમ શરૂ કરી જે પાછળથી બીજા લેખકો-પત્રકારોએ આગળ ચલાવી કારણ કે ૧૯૮૩-૮૪માં ઇન્ડિયન એકસપ્રેસ ગ્રુપે હસમુખ ગાંધી પાસે ‘સમકાલીન’ શરૂ કરાવ્યું અને ગાંધીભાઇએ ડે વનથી, કન્સેપ્ટ ઘડવાના સ્ટેજથી, મને એમના આસિસ્ટન્ટ એડિટર તરીકે સાથે રાખ્યો અને એ જ સ્કેલમાં પગાર પણ અપાવ્યો. ત્રેવીસ વર્ષની ઉંમરે એ પગાર અંબાણીની કમાણી જેટલો લાગતો. ૨૪ વર્ષની ઉંમરે હરકિસન મહેતાએ મારી પહેલી નવલકથા ‘ચિત્રલેખા’માં ધારાવાહિક સ્વરૂપે પ્રગટ કરવાની શરૂ કરી. તે વખતે ‘ચિત્રલેખા’ની સવા ત્રણ લાખ કૉપી છપાતી. ગુજરાતીમાં નવલકથાકાર તરીકે આટલું મોટું લૉન્ચિંગ પૅડ કોઇને નથી મળ્યું. ‘ચિત્રલેખા’ માટે બીજું પણ ઘણું કામ કર્યું. એસ. વેન્કટનારાયણના અંગ્રેજીમાં આવતા એક્સક્લુઝિવ રિપોર્ટ્સના તરજૂમાઓથી માંડીને મૌલિક કવર સ્ટોરીઓ પણ લખી. હરકિસન મહેતા મારા ત્રીજા વિદ્યાગુરુ. આ ત્રણેય વિદ્યાગુરુઓની હયાતિમાં જ મેં એમના વિશે છાપાનું એક આખું પાનું ભરાય એટલો લાંબો લેખ લખ્યો હતો – મારા તંત્રીઓ. આ લેખ મારા બ્લૉગ પર ત્રણેય જાયન્ટ્સ (ગાંધીભાઈ, યશવંતભાઈ અને હરકિસનભાઈ )નાં પિક્ચર્સ સાથે ત્રણ પાર્ટમાં મૂકેલો છે.

લડતા રહ્યા, સામા પૂરે તરતા રહ્યા, તૂટતા રહ્યા, ફરી પાછા ઊભા થતા રહ્યા.

યશંવત દોશી પાસેથી ભાષાની ચોકસાઈ, ભાષાની સ્વચ્છતા અને ભાષાની સાદગી કોને કહેવાય તે શીખ્યો. હસમુખ ગાંધી પાસેથી વિચારોની સ્પષ્ટતા, ગળું ખોંખારીને વાત કહેવાની ખુમારી અને લોકપ્રિયતા પ્રત્યેની લાપરવાહી શીખ્યો. હરકિસન મહેતા પાસેથી પંડિતાઈના ભાર વિનાની માહિતીપ્રચુર અભિવ્યક્તિ તથા લેખનશૈલીની સરળતા શીખ્યો. આ સિવાય પણ બીજું ઘણું.

ત્રણેય વિદ્યાગુરુઓ જેવા હતા એવું જ જીવન તેઓ જીવ્યા, ટટ્ટાર અને અડીખમ. એવું જ પત્રકારત્વ એમણે કર્યું, પ્રામાણિક અને સચ્ચાઇભર્યું. એવું જ સાહિત્ય એમણે સર્જયું, આડંબર વિનાનું.

પચ્ચીસથી અઠ્ઠાવન વર્ષની ઉંમર દરમ્યાન અનેક મુકામો આવ્યા.‘અભિયાન’માં મૅનેજિંગ એડિટર, ‘ઉત્સવ’માં તંત્રી, ‘સમકાલીન’ અને ત્યારબાદ ‘સમાંતર’ તથા ‘મુંબઈ સમાચાર’માં વીકલી-ડેઇલી કૉલમો. ‘મિડ ડે’માં તંત્રી. વચ્ચે વચ્ચે ઘર બાળીને તીરથ કરવાનાં દુઃસાહસો પણ થતાં રહ્યાં. લડતા રહ્યા, સામા પૂરે તરતા રહ્યા, તૂટતા રહ્યા, ફરી પાછા ઊભા થતા રહ્યા. એક વાર અનાયાસે જ ટીવી કૅમેરા સામે મને બોલવાનું સૂઝ્યું હતું: મારામાં બે પક્ષી છે. એક જટાયુ જે જાણે છે કે સત્ય માટે લડતાં લડતાં મોત મળવાનું છે. છતાં લડે છે કારણ કે એને ખબર છે કે સ્વયં ભગવાનના હાથે પોતાનો મોક્ષ થવાનો છે. બીજું પક્ષી જે હું મારામાં જોઈ રહ્યો છું તે છે દેવહૂમા – ગ્રીક કિંવદંતીઓમાં જેને ફિનિક્સ કહે છે તે. ફિનિક્સ પક્ષી બળીને ભસ્મ થઈ ગયા પછી પોતાની જ રાખમાંથી પોતાનું નવસર્જન કરે છે. ગ્રીક સાહિત્યમાં આ દંતકથા છે પણ મારા જીવનની આ સત્યકથા છે.

એ સમયગાળો હતો ગોધરા હિન્દુ હત્યાકાંડ પછીનાં રમખાણોનો, મીડિયામાં વ્યાપેલા સેકયુલર આતંકવાદનો. અત્યારના અનેક નામી- ગિરામી હિન્દુવાદી લેખકો-પત્રકારો-સાહિત્યકારો તે વખતે સેકયુલર ગૅન્ગના મેમ્બર હોવાનું ટેટુ બાંવડા પર ચીતરાવીને લખતા હતા.

થોડોક સમય મુંબઈ છોડીને સુરત રહ્યો, થોડોક સમય ફરી પાછો મુંબઈ છોડીને અમદાવાદ રહ્યો. ‘ગુજરાતમિત્ર’માં કામ કર્યું. અને ‘સંદેશ’માં એક્ઝિકયુટિવ તંત્રીની નોકરી કરી. વચ્ચે વચ્ચે ક્યારેક ‘દિવ્ય ભાસ્કર’માં અને એક કરતાં વધારે વખત ‘ગુજરાત સમાચાર’માં વીકલી-ડેઇલી કૉલમો લખી.

આર.એસ.એસ.ના ગુજરાતી મુખપત્ર સમાન ‘સાધના’માં પણ દબદબાભેર લખ્યું. એ સમયગાળો હતો ગોધરા હિન્દુ હત્યાકાંડ પછીનાં રમખાણોનો, મીડિયામાં વ્યાપેલા સેકયુલર આતંકવાદનો. અત્યારના અનેક નામી- ગિરામી હિન્દુવાદી લેખકો-પત્રકારો-સાહિત્યકારો તે વખતે સેકયુલર ગૅન્ગના મેમ્બર હોવાનું ટેટુ બાંવડા પર ચીતરાવીને લખતા હતા. ગુજરાતી-બિનગુજરાતી બધા જ.

આજે પણ મારી ફાઇલોમાં જે સચવાયેલું બચ્યું છે તેમાંથી માત્ર ઉત્તમોત્તમ જ તારવીએ તો પણ સહેલાઇથી ૫૦થી વધુ પુસ્તકો પ્રગટ થાય ( રિજેકટેડ માલના તો એથીય વધુ પુસ્તકો થાય ).

વીતેલાં ચાળીસ વર્ષનો આ કાચોપાકો હિસાબ છે. પણ જો ઑડિટર્સને બેસાડવામાં આવે તો ઘણા લોચાલાપસી નીકળે. પહેલી નજરે ખૂબ વિશાળ સમય દરમ્યાન ભરપૂર કામ થયું હોય એવું લાગે. પણ એકેક વાઉચર તપાસીએ, દરેક વર્ષની લેજરને લાલ પેન્સિલથી ચેક કરીએ તો ખબર પડે કે આળસ, બેદરકારી અને નાસમજીની ત્રિપુટીએ મારો ઘણો સમય વેડફ્યો છે. નિષ્ક્રિયતાના ગાળાઓને જોખવા બેસીએ તો વરસોનાં વરસ કોથળામાં જ પડ્યાં રહ્યાં છે તે દેખાય. ખોટા મિત્રો, ખોટી જીદ અને ખોટા ધ્યેયોએ પણ ઘણું નુકસાન કર્યું છે મારું. અત્યાર સુધીમાં મે લખેલાં પુસ્તકોની સંખ્યા ટુ ફિગરની બહાર નીકળી જવી જોઇતી હતી,૯૯થી આગળ નીકળી જવી જોઈતી હતી, એટલું બધું લખ્યું છે. આજે પણ મારી ફાઇલોમાં જે સચવાયેલું બચ્યું છે તેમાંથી માત્ર ઉત્તમોત્તમ જ તારવીએ તો પણ સહેલાઇથી ૫૦થી વધુ પુસ્તકો પ્રગટ થાય ( રિજેકટેડ માલના તો એથીય વધુ પુસ્તકો થાય ). પણ આજની તારીખે મારા નામે, બહુ ખેંચી ખેંચીને ગણું તોય, દોઢ ડઝનથી વધુ પુસ્તકો નથી. સંતોષ એટલો કે એમાનું એકે એક પુસ્તક ટકોરાબંધ છે, કોઈપણ જાતના કૉમ્પ્રોમાઇઝ વગર તૈયાર કરેલું છે. બીજો સંતોષ એટલો કે મા સરસ્વતીએ મારા માથા પર પોતાના ચારેય હાથ રાખ્યા છે એવી સભાનતા રાખીને મેં ક્યારેય આ ફિલ્ડનાં આડાંતેડાં કામો કર્યાં નથી. લોકોને કંકોત્રીઓ લખી આપીને કે શેઠિયાઓના શુભ-અશુભ પ્રસંગોએ પ્રવચનો કરીને કે એમની જીવનકથાઓ લખી આપીને કે વાચકોને ગલગલિયાં કરાવીને કે સેલ્ફ એસ્ટીમને નેવે મૂકીને કમાણી કયારેય નથી કરી.

ગમના ગાળાઓમાં મારા હોઠ પર સ્મિત જોવા માટે જે દોસ્તો મોંઘી મોંઘી શરાબની બૉટલો મારા બારમાં ગોઠવી ગયા હોય એમનો દારૂ છોડાવવાનું પાપ હું કેવી રીતે કરું.

૯૮ વર્ષની ઉંમર સુધી જોશભેર કામ કરવાનું પ્લાનિંગ કર્યું ત્યારે પહેલું કામ સિગરેટ છોડી દેવાનું કર્યું. ત્રણ વર્ષ થયાં એક ફૂંક નથી મારી. હવે તો સેકન્ડરી સ્મોકથી ભયંકર ત્રાસ થાય છે. સ્મોકિંગ છોડી દીધા પછી મારી જાતને હું ઘણી ક્લીન, ઘણી સાફસૂથરી મહેસૂસ કરું છું. સિગરેટ ન પીવાની આદતથી જે લાઇફ સ્ટાઇલ બદલાઈ એમાં બીજો એક ઉમેરો આ વર્ષે કર્યો. જૂનથી દારૂ છોડી દીધો. ઘરમાં બાટલીઓ પડી છે. ક્વૉન્ત્રો, ટકીલા, જિન, ગ્રે ગૂઝ, વાઇન, ડેલમોન્ટે અને અફકોર્સ ઍન્ટિક્વિટી. મિત્રોને પીવડાવવાનું, પણ મારે નહીં પીવાનું. અને કોઇને સલાહ આપવાની નહીં કે સિગરેટ સ્મોકિંગ ઇઝ ઇન્જુરિયસ ટુ હેલ્થ કે પછી દારૂ શું કામ ન પીવો જોઇએ. દોસ્તારોને આવી સલાહ આપવાનું મારું કામ નથી. દરેક જણ સમજે છે, મારા કરતાં વધુ સમજદાર છે મારા મિત્રો. એમને મારી સલાહ-શીખામણોની નહીં, મારી દોસ્તીની જરૂર છે. સલાહ-શીખામણો આપવા માટે ગામ આખું તૈયાર છે. દોસ્તી નિભાવવા હું એમની પડખે ઊભો છું. કારણ કે મને જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે તેઓ મારી પડખે હતા. ગમના ગાળાઓમાં મારા હોઠ પર સ્મિત જોવા માટે જે દોસ્તો મોંઘી મોંઘી શરાબની બૉટલો મારા બારમાં ગોઠવી ગયા હોય એમનો દારૂ છોડાવવાનું પાપ હું કેવી રીતે કરું.

લખવાના કામકાજની દુકાન જ્યારે ખોલી ત્યારે ખબર નહોતી કે ઘરાકી જામશે કે નહીં, મારો માલ બજારમાં વખણાશે કે નહીં…હવે જે ૪૦ વર્ષની યાત્રા શરૂ થાય છે એમાં ઉત્સાહ, આત્મવિશ્વાસની સાથે આ અનુભવો ઉમેરાયેલા હશે.

મારા પર્સનલ સર્કલમાં ૨૫ થી ૬૫ની ઉંમરનાં સ્ત્રી-પુરૂષો છે જેમની સાથે મન મળી ગયાં છે, જેમની સાથે સહમતિના મુદ્દાઓ પર કલાકો સુધી આનંદની વાતો થાય છે અને અસહમતિના મુદ્દાઓ વિશે થોડીક જ મિનિટમાં બહસ પૂરી થઇ જાય છે. સેકન્ડ ઇનિંગ્ઝ રમવાની તક ભગવાન બધાને નથી આપતો, મને આપી છે. અને મારી પાસે સ્ટ્રેટેજી તૈયાર છે કે આ નવી પારી મારે કેવી રીતે ખેલવી છે.

લખવાના કામકાજની દુકાન જ્યારે ખોલી ત્યારે ખબર નહોતી કે ઘરાકી જામશે કે નહીં, મારો માલ બજારમાં વખણાશે કે નહીં. ઉત્સાહ હતો, આત્મવિશ્વાસ પણ હતો પરંતુ અનુભવ ન હતો, જેને કારણે મનમાં ઘણી અવઢવ રહેતી. આ અવઢવને કારણે કયારેક રૉન્ગ જજમેન્ટ લેવાતું અને રન આઉટ થઈ જવાતું, કયારેક જે બૉલને અડવાનું જ ન હોય તેનાથી સિકસર લેવા જઇએ અને કૅચ આપી દઈએ. હવે જે ૪૦ વર્ષની યાત્રા શરૂ થાય છે એમાં ઉત્સાહ, આત્મવિશ્વાસની સાથે આ અનુભવો ઉમેરાયેલા હશે. રમવાની વધારે મઝા આવશે. જોનારાઓને પણ ગમ્મત પડવાની.

 જિંદગી ફૉર્મ્યુલા વનની સરકીટ નથી, પણ ઑફ્ફ રોડ જીપ લઇને નીકળી પડવાની યાત્રા છે.

હવે પછીનાં વર્ષોમાં પ્રોફેશનલ લાઇફનું આખું ગ્રામર જ બદલાઈ જવાનું, પર્સનલ જિંદગીની સંપૂર્ણ ઇકો સિસ્ટમ બદલાઈ જવાની. માણસે આઉટડેટેડ બનીને કે અપ્રસ્તુત બનીને ફેંકાઈ ન જવું હોય તો શું કરવું? જમાના સાથે ચાલવા માટે કે કન્ટેમ્પરરી બની રહેવા માટે શું કરવું? આ વાતની સમજ હવે આવી ગઇ છે: આઉટડેટેડ ન થવું હોય તો જમાના કરતાં આગળ રહેવું. સતત નવાં નવાં કામ હાથમાં લેતાં રહેવું, નિષ્ફળતાની ફિકર કર્યા વિના. કોઈએ ન કર્યાં હોય એવાં કામ જેમ ભગવાન સ્ટીવ જૉબ્સને અને આર.ડી. બર્મનને સુઝાડતા, જેમ નરેન્દ્ર મોદી અને સ્વામી રામદેવને સુઝાડે છે એમ ભગવાને તમને પણ સુઝાડ્યા છે અને સુઝાડતો રહેશે એવી શ્રદ્ધા રાખવી. જિંદગી ફૉર્મ્યુલા વનની સરકીટ નથી, પણ ઑફ્ફ રોડ જીપ લઇને નીકળી પડવાની યાત્રા છે. તમે કેટલી સ્પીડથી આગળ નીકળીને બીજાને હરાવો છો એનું મહત્ત્વ નથી. બીજાઓને સાથે રાખીને કયા કયા નવા પ્રદેશો એક્સપ્લોર કરો છો એનું મહત્ત્વ છે. ફૉર્મ્યુલા વનની રેસમાં કોઇ ડ્રાયવર બીજાની ગાડી ઊંધી વળી જશે ત્યારે એને મદદ કરવા માટે નહીં રોકાય. અહીં બીજાની જીપ કાદવમાં ખૂંપી જાય તો તમારી વિન્ચથી એને હૂક લગાડીને બહાર કાઢી આપવાની છે. ચાળીસ વર્ષમાં આ સમજાયું છે, જેનો અમલ હવે પછીનાં ચાળીસ વર્ષમાં કરવાનો છે. ફૉર્મ્યુલા વનની ફરારી વેચીને મહિન્દ્રાની કસ્ટમ મેઇડ ‘થર’માં પ્રવાસ શરૂ કરવાનો છે.

જિંદગીમાં રસ હોવો જોઇએ. છેવટ સુધી એ રસ અકબંધ રહેવો જોઇએ. ખાવાપીવામાં, હરવાફરવામાં, કપડાં-ઍસેસરીઝમાં, લકઝરીઝમાં, ઐય્યાશીમાં, અધ્યાત્મમાં, ધર્મમાં-અધર્મમાં બધામાં રસ હોવો જોઈએ.

પહેલાં લાગતું હતું કે જિંદગીમાં કેટલું બધું શીખ્યા, નસીબદાર છીએ; પણ એ શીખેલું અમલમાં મૂકવા માટે હવે કેટલો ઓછો સમય રહ્યો છે. જાત કમનસીબ લાગવા માંડતી. હવે એવું નથી લાગતું. વીતેલાં ૪૦ વર્ષમાં જે કંઇ શીખ્યા છીએ એને અમલમાં મૂકવા માટે બીજાં પૂરાં ૪૦ વર્ષ મારી પાસે છે. આને કારણે ઉચાટ નથી રહ્યો, અધીરાઇ ઓછી થઈ ગઈ છે. નિરાંત અને પ્રસન્નતા વધી છે. નિરાંતનો મતલબ પડ્યા રહેવું એવું નહીં. આ નિરાંત એટલે મોકળાશ, સમયની મોકળાશ.

નેકસ્ટ જે ૪૦ વર્ષ શરૂ થઇ રહ્યાં છે એના એકે એક દિવસનો પાક્કો હિસાબ રાખવાનો, ઑડિટર્સ તપાસવા બેસે તો એક દિવસનો પણ ઘપલો હોવો ન જોઇએ. ગામગપાટા અને લપ્પન-છપ્પનથી દૂર રહીને રોજેરોજ મળતા ૨૪ કલાકને નીચોવી નીચોવીને વાપરવાના. તમારી માનસિકતા પ્રદૂષિત કરતા લોકોથી, એવા વાતાવરણથી, એવી દરેક ચીજથી જોજનો દૂર રહેવાનું. જિંદગીમાં કયારેય સિનિયર સિટિઝનોના ગ્રુપમાં સાલું જોડાવાનું નહીં. સરકાર તરફથી સિનિયર સિટિઝનોને મળતા આર્થિક કે બીજા કોઇ કરતાં કોઈ લાભ લેવાના નહીં. જે દિવસે લીધા એ દિવસથી તમે વિચારતા થઈ જવાના કે: બસ, હવે મારે કેટલા દિવસ? હું તો સામાન બાંધીને સ્ટેશન પર બેઠો છું, કયારે પ્લેટફૉર્મ પર ગાડી આવે એની રાહ જોઉં છું… એવી મેન્ટાલિટી જો રાખી છે તો તમે ગયા કામથી.

ન્યુઝપ્રેમીને સપોર્ટ કરવા આ લિન્ક પર જાઓ

રોગ જેવું કંઇ હોતું જ નથી આ દુનિયામાં. સમય સાથે શરીરને ઘસારો લાગે. હું મુંબઇમાં પવઈના જે કૉમ્પલેક્સમાં રહું છું તેમાં આર્મી અને નેવીની ઍર વિંગના અફસરોનાં રહેઠાણો છે. પચ્ચીસ વર્ષ પહેલાં આ મકાનો બંધાયાં. મજબૂત છે. પણ ઘસારાને કારણે કયારેક લીકેજ તો કયારેક બીજા પ્રૉબ્લેમ આવતા. છેલ્લાં બે વર્ષથી વારાફરતી દરેક મકાનને બહારથી અને દરેક ફ્લૅટને અંદરથી પણ સ્ટ્રેન્ધન કરવાનું કામ ચાલે છે. હવે દિવાળી પર પૂરું થશે અને વાંસડાઓ હટી જશે. બીજાં રપ વર્ષ સુધી નિરાંત. શરીરનું પણ એવું જ છે. કુદરતી ઘસારામાં તમારા પોતાના જીવનની ખાવાપીવાની તથા રહેણીકરણીની આદતો ઉમેરાતી હોય છે. પણ આ બધું જ રિપેર કરીને, ફરીથી મજબૂત કરી શકાતું હોય છે.

આજે જેની કલ્પના નથી એવી એવી સગવડો આવતા દાયકાઓ દરમ્યાન આવવાની છે. એ બધાની સાથે તાલ મિલાવવો હશે તો ‘અમારા જમાનાની’ વાતો નહીં કરવાની.

જિંદગીમાં રસ હોવો જોઇએ. છેવટ સુધી એ રસ અકબંધ રહેવો જોઇએ. ખાવાપીવામાં, હરવાફરવામાં, કપડાં-ઍસેસરીઝમાં, લકઝરીઝમાં, ઐય્યાશીમાં, અધ્યાત્મમાં, ધર્મમાં-અધર્મમાં બધામાં રસ હોવો જોઈએ. જૂની હિન્દી ફિલ્મોથી માંડીને આવતા વર્ષે ૭૬ વર્ષીય માર્ટિન સોર્સેસીની ૭૫ વર્ષીય રૉબર્ટ ડી નેરોવાળી કઈ ફિલ્મ નેટફ્લિક્સ પર આવવાની છે તથા ૭૧ વર્ષીય સ્ટીવન સ્પીલબર્ગ બે વર્ષ પછી કયો પ્રોજેકટ પૂરો કરશે એ સઘળી માહિતી હોવી જોઈએ. મોદીને ભગવાન સવાસો વર્ષનું આયુષ્ય આપે એવી પ્રાર્થના સતત હોઠ પર રાખવાની જેથી તમે પોતે સો વર્ષ પૂરાં કરીને ચિતા પર સૂતા હો ત્યારે નિશ્ચિંત રહો કે દેશ એમના હાથમાં સુરક્ષિત રહેવાનો છે.

જેમને લખતાં નથી આવડતું તેઓ ‘ગુજરાતી ભાષા બચાવો’ની ઝુંબેશો શરૂ કરે છે અને જેમને વાંચતાં નથી આવડતું એવાઓ આ સરઘસમાં જોડાઈ જાય છે.

હેન્ડ કમ્પોઝ અને ટ્રેડલ પ્રિન્ટિંગ મશીનોના જમાનામાં પત્રકારત્વ કર્યું છે અને આજે કોમ્પ્યુટર પર ટાઇપસેટિંગ-એડિટિંગ-ડિઝાઇનિંગ તથા ફોર કલર વેબ ઑફસેટના જમાનામાં લેખન-સર્જન થઈ રહ્યું છે. આવતાં ચાળીસ વર્ષ દરમ્યાન બીજું ઘણું નવું નવું આવશે. ફૅક્સ કે ઇમેલ કે સેલફોનની કલ્પના પણ કરી હતી આ લાઇનમાં આવ્યા ત્યારે? આજે જેની કલ્પના નથી એવી એવી સગવડો આવતા દાયકાઓ દરમ્યાન આવવાની છે. એ બધાની સાથે તાલ મિલાવવો હશે તો ‘અમારા જમાનાની’ વાતો નહીં કરવાની. તમારા ‘ભવ્ય ભૂતકાળ’ને વાગોળવાને બદલે આજે તમે શું કરી રહ્યા છો અને આવતી કાલે શું કરવાના છો એના પર સમગ્ર ધ્યાન કેન્દ્રિત કરવાનું. રેકૉર્ડ પૂરતી ભૂતકાળની કોઇ વાત કયારેક કરી નાખી તો કરી નાખી. પણ એને વાગોળ્યા કરવાની નહીં.

ગુજરાતી ભાષાનાં મરશિયાં ગાવા માટે આતુર એવી રૂદાલીઓ આપણા સાહિત્યમાં, પત્રકારત્વમાં, લેખનના ક્ષેત્રમાં તમને ઠેર ઠેર જોવા મળશે. જેમને લખતાં નથી આવડતું તેઓ ‘ગુજરાતી ભાષા બચાવો’ની ઝુંબેશો શરૂ કરે છે અને જેમને વાંચતાં નથી આવડતું એવાઓ આ સરઘસમાં જોડાઈ જાય છે. ગુજરાતી બહુ બળવાન, તાકાતવર ભાષા છે. છેલ્લી દોઢ-બે સદી દરમ્યાન નર્મદ-મુનશી-મેઘાણી-બક્ષી જેવા ગદ્યસ્વામીઓએ આ ભાષાને જેટલી સમૃદ્ધ કરી છે એટલી જ સમૃદ્ધ એ આવતાં ૪૦ વર્ષ દરમ્યાન થવાની છે. ૪૦ વર્ષ પછીના દાયકામાં પાંચમું નામ મારું ઉમેરાયેલું હશે પણ એ વાંચવા માટે મારી આંખો ખુલ્લી નહીં હોય. કાયમ માટે આંખો બીડાઈ જાય એ પહેલાં, અત્યારે હું જોઈ રહ્યો છું કે એક નવા નક્કોર સૌરભ શાહનો જન્મ થઈ રહ્યો છે, જેની પાસે કામ કરવા માટે નવાં નક્કોર ચાળીસ વર્ષ છે, જેની પાસે વીતેલાં ચાળીસ વર્ષનો ઠોસ, ટકોરાબંધ અને મેઘધનુષી અનુભવ છે.

( શીર્ષક: ઉમાશંકર જોશીના કાવ્યયુગ્મ પરથી ઇન્સ્પાયર્ડ)

•••   •••   •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરો

‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના ચાલતું સ્વતંત્ર, ભરોસાપાત્ર  તથા કોઈનીય સાડીબારી ન રાખતું ડિજિટલ મિડિયા છે એટલે  એને તમારા સપોર્ટની જરૂર છે. ‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે એટલે એને તમારા સપોર્ટની જરૂર છે. વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે ‘ન્યુઝપ્રેમી’ને અડીખમ રાખવા તમારા સપોર્ટની જરૂર છે.

‘ધ ક્વિન્ટ’, ‘ધ પ્રિન્ટ’, ‘ધ વાયર’ કે બીજાં ડઝનેક તોતિંગ અંગ્રેજી ડિજિટલ મિડિયા કરોડો રૂપિયાનું ફંડિંગ ઉભું કરીને પોતાના એજન્ડાને— કામકાજને આગળ વધારી રહ્યા છે. ‘ન્યુઝપ્રેમી’ આવી રીતે કામકાજ કરવામાં માનતું નથી. ઇન્વેસ્ટર્સ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા પછી અમુક મિડિયા કરોડરજ્જુ વિનાનાં બની જતાં હોય છે. ઇન્વેસ્ટરોનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાથી સચવાતો હોય તો મિડિયાએ પણ વાચકોનો દ્રોહ કરીને, એમને ઊંધા રવાડે ચડાવીને એન્ટી-નેશનલ ન્યુઝ અને એન્ટી-નેશનલ વ્યુઝ આપવાની પ્રવૃત્તિમાં જોરશોરથી ભાગ લેવો પડતો હોય છે.

આ જ કારણસર ‘ન્યુઝપ્રેમી’માં જાહેરખબરો પણ ઉઘરાવવામાં નથી આવતી. જે ઘડીએ એડવર્ટાઇઝરના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ન જળવાય એ જ ઘડીએ કાં તો તમારો હાથ આમળીને તમારી પાસે તેઓ પોતાનું ધાર્યું કરાવતા થઈ જાય અને વાચકો ગેરમાર્ગે દોરવાઈ  જાય, કાં પછી તમારી નૌકાને મધદરિયે હાલકડોલક કરીને ડુબાડી દેવાની ધમકી આપવામાં આવે.

‘ન્યુઝપ્રેમી’ દરેક બાબતમાં સંપૂર્ણપણે સ્વતંત્ર છે. ‘ન્યુઝપ્રેમી’ રાષ્ટ્રમાં ભાગલા પડાવતી પ્રત્યેક તોફાની હિલચાલનો બુલંદ અવાજે વિરોધ કરે છે. ‘ન્યુઝપ્રેમી’ સસ્તી લોકપ્રિયતા મેળવવા પ્રવાહ સાથે તણાઈ જતું નથી. ‘ન્યુઝપ્રેમી’ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા પવન પ્રમાણે સઢ ફેરવીને વાચકોને ગુમરાહ કરવામાં માનતું નથી. ‘ન્યુઝપ્રેમી’ અમુક વર્ગનો રોષ વહોરીને પણ સમાજ માટે, રાષ્ટ્ર માટે જે સાચું છે અને સારું છે એનો પક્ષ લઈને પોતાનો ધર્મ— પોતાની ફરજ બજાવવામાં માને છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય, ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મીસમા સૌરભ શાહ દ્વારા 24×7 થઈ રહી છે. ( એક વાચકે ‘ વન કેન’—one pen, one man, one can—નું બિરૂદ આપ્યું છે. કોઈ એક લેખની કમેન્ટમાં છે.)

‘ન્યુઝપ્રેમી’નું લેખન-સંપાદન તથા એની સાજસજ્જા મુંબઈમાં થાય છે. ટાઇપસેટિંગ ભાવનગર અને અમદાવાદમાં થાય છે. ‘ન્યુઝપ્રેમી’ના એડમિનિસ્ટ્રેશનની જવાબદારી પૂણેથી નિભાવવામાં આવે છે અને ‘ન્યુઝપ્રેમી’ને ટેક્નિકલ સપોર્ટ બેંગ્લોર સ્થિત ગુજરાતી ટેકનોક્રેટ  આપે છે. ‘ન્યુઝપ્રેમી’ની હિન્દી આવૃત્તિ માટે  અનુવાદ મુંબઈ – અમદાવાદમાં થાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટ વિના ટકી શકવાનું નથી, વધુ વાચકો સુધી પહોંચી શકવાનું નથી, સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકવાનું નથી. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક  સહયોગ અનિવાર્ય છે. તમારા તરફથી મળનારી નાનામાં નાની રકમ પણ ‘ન્યુઝપ્રેમી’ને ચલાવવા ઉપયોગી છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની  લિન્ક મૂકાય છે. દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે. ‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે અન્ય માર્ગે રકમ મોકલીને સ્ક્રીન શોટ 9004099112 પર વૉટ્સએપ કરો. એક જ મિનિટનું કામ છે.

‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરવાની બીજી પણ બે રીત છે. ‘ન્યુઝપ્રેમી’ના વૉટ્સઍપ ગ્રુપમાં તમને જે લિન્ક મળે છે તે મૅક્સિમમ મિત્રો/કુટુંબીજનોને તમારા પર્સનલ રેકમેન્ડેશન સાથે ફૉરવર્ડ કરો અથવા ‘ન્યુઝપ્રેમી’ના લેખોના આરંભે મૂકાતાં વૉટ્સઍપ, ફેસબુક, ટ્વિટરનાં આયકન દ્વારા લેખ શેર કરો. સપોર્ટ કરવાની હજુ એક રીત છે- કમેન્ટ કરવાની. દરેક લેખની નીચે તમારો અભિપ્રાય લખશો તો તમારો મત અન્ય હજારો વાચકો સુધી પહોંચશે. ‘ન્યુઝપ્રેમી’ના પ્લેટફૉર્મ પર  ટ્રોલિંગ અલાઉડ નથી, પણ સંસ્કારી ભાષામાં નક્કર સૂચનો તથા સૌને  ઉપયોગી થાય એવા અભિપ્રાય આવકાર્ય છે. ‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

23 COMMENTS

  1. જીંદગીની બીજી પારી માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.આવી રીતે જ અમને નવું વાંચન આપતા રહો.

  2. ખૂબજ સુંદર રીતે આપનો અનુભવ રજૂ કર્યા.અને હવે ની બીજી જે નવી પારી આરંભ કરી રહ્યાં છો તેને માટે શુભકામના.નવી પારી અનુભવના આધારે નક્કી જોરદાર જ હશે.વાચકોની શુભકામના અને તેમનો પ્રેમ તમારી સાથે જ છે.

  3. Saurabhbhai aavij rite vachako no jom jusho vadharta rehejo .tamara lekh ma thi saru jivava ni prerna malty rahe che.ane navi navi mahiti pan vanchva ni male che.

  4. Dear Saurabbhai,
    It’s extremely impressive , your journey in life n profession is part of life, isn’t it?
    May God give you courage n health to do Gujarati peoples seva n also support Great Modiji and Motabhai Amitji.
    They need recognition n support to take India in right direction for a long time to come.
    I also sincerely request to ‘enable’ Gujarati subtitles or dubbed of Swami Sarvapriyanand ji’s talks on Upanishads.
    It will surely make Upanishad reach more common man who do not know glory of our scriptures n discussion n inquiry into what not who we are etc . Besides it’s not religion at all n one becomes more inclusive too.
    I still feel it’s required.
    It has made me complete n all inclusive at heart but managing transactional world balance too.
    Early knowledge of it will change whoever studies it.
    Few great business men of IT n other areas studied Upanishads is well known.
    I strongly recommend that you ‘enable’ this to happen.
    God bless you.

  5. Very inspiring .

    જોમ ભરાઈ ગયું નવેસર થી.
    વાહ! વાહ !વાહ!

    જાણે એક અંતર ના પ્રશ્ન નો ઉકેલ મળી ગયો. Thank you

    તારા લખાણ થી છલોછલ પ્રેરણા મળે છે.

  6. Shourab Shah
    India needs person like you who is honest
    to the core. Your next 40 years journey will inspire lot of young Indians as well youth through out the World if you translate your writing into English language.Unfortunatly most of the youngsters are not able read Gujarati in southern part of India as well other parts of the world.
    able to read Gujarati.

  7. Truly appreciate your confidence and resolve.The zeal to tirelessly strive to improvise without compromising with the core moral values and ethics speaks volumes of your character.
    Your pen rules the world and in your journey till date you have resisted the temptation of getting lured by easy money and worldly desires.Pray to the almighty to give you strength to stay focused on your chosen path of standing for the truth and may your dream of finding a place in the company of the great mortals whom you have admired all through come true when you finally bid adieu.

  8. સૌરભભાઈ અને હસમુખભાઈ ગાંધીની જોડી લાજવાબ. સાહેબ સમકાલીન ન્યૂઝપેપર જેવું કોઈ સમાચાર પત્ર છે?
    અજય દેસાઈ સુરત

  9. Wish you vibrant 2nd inning with one known quote. ” ધરે આવિને કલમ મૂકિ ને કહયું, હવે હું તારે ખોળે છું”. All the best.

    • સૌરભ ભાઈ. હવે ભવિષ્ય ના ચાલીસ વર્ષ ને ઉતમ માં ઉતમ બનાવવા ના છે. આ પ્રયાસ માં હું આપની સાથે છું. આપનો વાચક મિત્ર હોવા છતાં આજ ના artical માં ઘણું નવું જાણવા મળ્યું. આપનું મનોબળ ખુબ મજબુત છે સાહેબ. બસ આમ મોજ થી લેખ લખતા રહો. બાકી આપના વાચક મિત્રો સાથે છે. બીજી ચિંતા ના કરશો. વંદન સાથે ?આપનો વાચક મિત્ર.

  10. વાહ… સાહેબજી ,

    સરસ લેખ!

    જીવન સરસ રીતે આપ જીવ્યા.

    આપે જીવન માં જીવન મૂલ્યો. ને સાચવી ને

    ચાલ્યા.

    અભિનંદન

    SIR Wish you healthy.. wealthy.. Happy

    life❤????

  11. જુગ જુગ જીયો સૌરભ”મહારાજ”
    આપની ૧૦૦ વર્ષ વાળી ઇચ્છા ઈશ્વર પરિપૂર્ણ કરે.

  12. સૌરભભાઈ,
    હું પણ આપ જેવોજ મોદીસાહેબનો અંધભકત છું.
    આપે ઉલ્લેખ કરેલ one pen,one man,one can
    army.મારી comment હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here