બૅન્ગલોરમાં જે થયું તે મુસ્લિમોનું તોફાન હતું, રમખાણ હતું કે આતંકવાદી હુમલો હતો : સૌરભ શાહ

(ગુડ મૉર્નિગઃ ગુરુવાર, 13 ઑગસ્ટ 2020)

રાહત ઇન્દોરીના સમાચાર આવ્યા એના થોડા જ કલાકોમાં બૅન્ગલોરથી સમાચાર આવ્યા. દેખીતી રીતે આ બંને સમાચારો વચ્ચે સ્નાનસૂતકનો સંબંધ નથી પણ ઇન્ડાયરેક્ટલી બંનેને એકમેકની સાથે લંગોટિયો રિશ્તો છે.

કેટલાક લોકોના મનમાં નાનપણથી જ, તેઓ જે ભૂમિ પર રહે છે, સમૃદ્ધ થાય છે તેના માટે ભારોભાર ધિક્કાર પેદા થાય એવું વાતાવરણ સર્જવામાં આવે છે. ધિક્કારની આ લાગણી ઉછરીને વિશાળ વૃક્ષ બને એ દરમ્યાન દર વર્ષે તેમનામાં ખૂની ઝનૂન સિંચવામાં આવે છે— ધાર્મિક તહેવારોના નામે— મૂંગા પશુને તડપાવી તડપાવીને મારીને અને પોતાના જ શરીર પર ચાબખા મારીને, સાંકળો વડે ઘા પર ઘા કરીને.

પુખ્ત વયના થતાં પહેલાં જ આ બેઉનું ફેટલ કૉમ્બિનેશન – ધિક્કાર અને ઝનૂન – કાં તો એમને રાહત ઇન્દોરી જેવા શાયર બનાવી દે છે કાં પછી અજમલ કસાબ.

કોમી રમખાણમાં બે કોમ સામસામે લડતી હોય. એક કોમ ઉંબાડિયું કરે તો બીજી કોમ સામે એનો જડબાતોડ જવાબ આપે.

બૅન્ગલોરમાં 11મી ઑગસ્ટના રાત્રે અગિયાર વાગ્યે જે ઘટના બની તેને મિડિયા કોમી રમખાણો કે રાયટ્સ કહે છે. હકીકતમાં એ આતંકવાદની ઘટના હતી. શસ્ત્રો લઈને રસ્તા પર નીકળી આવેલા મુસ્લિમો તોફાનીઓ કે રમખાણ કરનારાઓ નહોતા – અજમલ કસાબો હતા.

કોમી રમખાણમાં બે કોમ સામસામે લડતી હોય. એક કોમ ઉંબાડિયું કરે તો બીજી કોમ સામે એનો જડબાતોડ જવાબ આપે. અને આ જ રીતે સામસામે ચાલ્યા કરે. બૅન્ગલોરમાં ‘શાંતિપ્રિય’ કોમના આતંકવાદીઓ હતા. આ કંઈ હિન્દુઓ સામેનાં રમખાણ નહોતાં. ભારત દેશ અને ભારત સરકારને હચમચાવી નાખવા માટેનું આ કાવતરું હતું. દેશની હિન્દુ પ્રજા આતંકિત થઈને જીવે, એમના મનમાં ફફડાટ પેસી જાય એ માટે થયેલો પૂર્વસુયોજિત અને સશસ્ત્ર આતંકવાદી હુમલો હતો.

કારણ શું આપવામાં આવ્યું? ફેસબુક પર કોઈકે મોહમ્મદ પયગંબર વિશે એલફેલ લખ્યું એટલે ‘શાંતિપ્રિય’ પ્રજા ઉશ્કેરાઈ અને પોલીસે એફઆઈઆર કરવામાં વિલંબ કર્યો એટલે રસ્તા પર ઊતરી આવી.

આ ફેસબુક પોસ્ટ સ્વતંત્રરૂપે નહોતી લખાઈ. એક ‘શાંતિપ્રિય’ દ્વારા હિન્દુ દેવી-દેવતાઓ વિશે એલફેલ લખાયું તેના જવાબમાં આ લખાયું હતું. પણ સેક્યુલર મિડિયાએ આ પૂર્વાર્ધ ઢાંકીને તમને કહ્યું કે મોહમ્મદ પયગંબર વિશે કોઈ એલફેલ લખે તો ધાર્મિક લાગણીને ઠેસ ન પહોંચે?

ફેસબુક પોસ્ટનો જવાબ ફેસબુક પર અને ટ્વિટનો જવાબ ટ્વિટથી અપાય.

ધાર્મિક લાગણીઓ એ લોકોમાં જ હોય છે અને એમની જ લાગણી દુભાય. આપણી તો જાણે ધાર્મિક લાગણી છે જ નહીં અને ક્યારેય દુભાતી જ નથી. એ લોકોની ધાર્મિક લાગણી તો યુરોપમાં કોઈ નાનકડા દેશમાં ‘ચાર્લી હેબ્ડો’ નામના અહીં કોઈએ નામ પણ સાંભળ્યું ન હોય એવા મેગેઝિનમાં મોહમ્મદ વિશે એલફેલ કાર્ટૂન છપાય તો મેરઠમાં રમખાણો કરવાં પડે એ હદ સુધી દુભાઈ જતી હોય છે.

પરદેશમાં હિન્દુ દેવી-દેવતાનાં ચિત્રો ધરાવતાં પગલૂછણિયાં, ટોયલેટ રોલ કે એવું કશું બનાવે તો હિન્દુઓએ ક્યારેય રસ્તા પર આવીને કરોડો રૂપિયાની સરકારી માલમતાને નુકસાન કર્યું હોય, પોલીસ સ્ટેશનને સળગાવીને પોલીસકર્મીઓને જીવતા બાળી નાખ્યા હોય એવું સાંભળ્યું છે ક્યારેય? અને આવું આપણે નથી કરતા તે જ સારું છે. અક્કલ છે આપણામાં. જેહાદી માનસિકતા ધરાવતા લોકોમાં નથી હોતી.

ફેસબુક, ટ્વિટર કે વૉટ્સએપ પર હિન્દુ આસ્થા પર પ્રહારો કરતાં થોકબંધ લખાણો રોજેરોજ લખાય છે. ન તો ફેસબુક-ટ્વિટરવાળા આવા લોકોનાં અકાઉન્ટ બાન કરે છે, ન આપણે એના જવાબમાં બૅન્ગલોરવાળી કરીએ છીએ. ફેસબુક પોસ્ટનો જવાબ ફેસબુક પર અને ટ્વિટનો જવાબ ટ્વિટથી અપાય એની પણ આપણામાં અક્કલ છે. ધાર્મિક લાગણી દુભાય એવી નિકૃષ્ટ કક્ષાની કોઈ વાત કરતું હોય તો પોલીસ સ્ટેશને જઈને આઈપીસીની કલમ 295A હેઠળ એફઆઈઆર નોંધાવાની સગવડ ભારતના સૌ નાગરિકોને આપવામાં આવી જ છે, એના માટે આતંકવાદી બનીને શહેર સળગાવવાની કોઈ જરૂર નથી.

બૅન્ગલોરની આ ઘટના પછી કોઈકે સારું કહ્યું છેઃ આ દેશમાં દીવો પ્રગટાવવો કોમવાદની નિશાની છે અને શહેર સળગાવવું સેક્યુલરવાદની!

હિન્દુ હોવા માટે માત્ર હિન્દુ કુટુંબમાં જન્મ લેવો એ પૂરતું નથી. તમારી હિન્દુ આસ્થાને અક્ષુણ્ણ રાખવા સેક્યુલરોની ચાલબાજીને સમજવી પડશે, વામપંથીઓનું માનસ સમજવું પડશે. તમારી આસપાસ બનતી પ્રત્યેક રાજકીય અને સામાજિક ઘટનાઓને એ લોકો કેવી રીતે વિકૃત કરીને તમારી સમક્ષ મૂકી આપે છે તે સમજવું પડશે. અંગ્રેજી મિડિયાનાં છાપેલાં કાટલાંઓનું આંધળું અનુકરણ કરનારા કેટલાક બદમાશ, કેટલાક બેવકૂફ તો કેટલાક બેદરકાર પત્રકારો દરેક ભાષામાં છે. ગુજરાતીમાં પણ છે. તમને ખબર પણ નથી હોતી કે આ ખબરપત્રીઓ, રાજકીય વિશ્લેષકો કે સંપાદકો પેલા જાણીતા અંગ્રેજી પત્રકારોનું જ થૂંકેલું ચાટીને તમને પીરસતા હોય છે.

બૅન્ગલોરનો જ દાખલો લઈએ. છાપાંઓમાં શું છપાયું છે તે તમે જાણો જ છો. રાજદીપ સરદેસાઈએ બૅન્ગલોરની આતંકવાદી ઘટનાનો બચાવ કરતાં ટ્વિટર પર કહ્યું: ‘કાયદો હાથમાં લેતા દરેક રમખાણ કરનારની સામે એવા પણ લોકો ઊભા હોય છે જેઓ કોમી સંવાદિતામાં માને છે અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ રચવા માટે આગળ આવે છે. માટે જેઓ કાયદાનો ભંગ કરે છે એવા ગુંડાઓનો સામનો કરો પણ એક આખી કોમને બદનામ નહીં કરો.’

કોમી સંવાદિતાવાળી વાત રાજદીપ ક્યાંથી લઈ આવે છે તેની વાત પછી કરીએ. પહેલાં એ જોઈએ કે ‘પદ્દમાવત’ ફિલ્મ વખતે થયેલા વિવાદ સમયે રાજદીપે શું લખ્યું હતુઃ ‘કર્ણી સેના જે કરી રહી છે તે કોઈ પણ આતંકવાદી જૂથ કરે એવું કૃત્ય છે- આતંક અને હિંસા ફેલાવીને લોકોના મનમાં ભય પેદા કરો. ખરો ફિટકાર તો રાજય સરકારો પર અને નેતાઓ પર વરસાવવો જોઈએ જેઓ ચૂપ છે. બાય ધ વે, શું આપણે કર્ણી સેનાને ‘દેશ દ્રોહી’ ન કહી શકીએ?’

રાજદીપ સરદેસાઈનું લોહી લાલ છે કે લીલું તે તો નક્કી થઈ જ ગયું છે. બૅન્ગલોરની બાબતમાં ન તો સોનિયા એન્ટોનિયોએ ન એમના ગલૂડિયાએ આતંક ફેલાવનાર મુસ્લિમોને ફટકારતું કોઈ નિવેદન કર્યું છે. રાજદીપને નેતાઓની ચૂપકીદી નથી ગમતી. પણ આ લોકોના મૌન વિશે એ પોતે પણ મૌન રહેશે.

બેચાર આગળ પડતી ટીવી ચેનલો અને બેચાર અંગ્રેજી છાપાં કોઈ પણ ઘટના વિશે શું કહે છે અને શું નહીં તે જોઈને આપણાવાળા પત્રકારો નક્કી કરતા હોય છે કે અમે ક્યો સ્ટેન્ડ લઈશું તો સારા લાગીશું. એમનામાં સ્વતંત્રપણે વિચારવાની કે વાતનું પૃથક્કરણ કરવાની અક્કલ હોતી નથી, એવું બૅકગ્રાઉન્ડ પણ હોતું નથી અને જેમનામાં હોઈ શકે છે તેઓ પોતાના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ સાચવવા માટે વાચકોના હિતને હડધૂત કરતા રહે છે.

હિન્દુ પરંપરાનો ઇતિહાસ આવા નિરાંતવાદી હિન્દુઓને કારણે ડાઘાડૂઘીવાળો થઈ ગયો છે.

આવા સંજોગોમાં વાચક સુધી સાચી વાતો પહોંચતી નથી, વાચક ગેરમાર્ગે દોરવાતો જાય છે, અને ડે ઇન ઍન્ડ ડે આઉટ આવી ગેરમાહિતીઓ એના માથા પર ખડકાતી જાય છે. છેવટે ચૂંટણીનો દિવસ આવે ત્યાં સુધીમાં એને જે નેતામાં શ્રદ્ધા હોય તે ડગમગી જતી હોય છે. એ હવે નક્કી કરી બેઠો હોય છે કે દેશને નુકસાનીમાંથી ઉગારવો હશે તો ‘હિન્દુ કોમવાદી પક્ષ’ના ઉમેદવારને ઉખાડી ફેંકવો પડશે. એ સેક્યુલર ઉમેદવારને ચૂંટી કાઢવા આતુર બની જાય છે. અને જો મતદાન બુથમાં ગયા પછી પણ મનમાં અવઢવ હોય તો નોટા દબાવીને બહાર આવતો રહે છે, ઊંચી કરેલી આંગળીના ટપકાની સેલ્ફીને એફબી પર ચડાવીને દેશને બચાવી લીધાનો સંતોષ લઈ નિરાંત અનુભવતો થઈ જાય છે.

હિન્દુ પરંપરાનો ઇતિહાસ આવા નિરાંતવાદી હિન્દુઓને કારણે ડાઘાડૂઘીવાળો થઈ ગયો છે. આ નિરાંતવાદી હિન્દુઓને કારણે ગઈ કાલ સુધી રાજકારણમાં સોનિયા વગેરેની, પત્રકારત્વમાં રાજદીપ-રવિશવગેરેની, ફિલ્મોમાં મહેશ ભટ્ટોની અને શાયરીક્ષેત્રે રાહત ઇન્દોરીઓની બોલબાલા હતી. સુપ્રીમ કોર્ટથી માંડીને સહકારી બૅન્કો સુધી આ જ લોકોનું રાજ હતું.

2014થી પરિવર્તનની પ્રક્રિયા શરૂ થઈ અને 2019 પછી આ પ્રક્રિયાનો વેગ વધવા માંડયો. પણ 2028 સુધી આ કામ પૂરું થઈ જશે અને સંપૂણપણે બધું બદલાઈ જશે એવી આશા રાખવી વધુ પડતી છે. સાઠ-સિત્તેર વર્ષનો કાટમાળ હટાવીને નવસર્જન કરતાં વાર લાગવાની. 2029 અને 2034 પછી પણ આ પ્રક્રિયા વણથંભી ચાલુ રહે તો આપણે ધરખમ ફેરફારોનાં મીઠાં ફળ માણી શકીશું. નિરાંત તો તે વખતે પણ નથી અનુભવવાની. ચૌકન્ના તો 2034 પછી પણ રહેવું જ પડશે. કારણ કે આ એક એવો રોગ છે જેનો એક વખત ચેપ લાગી ગયો તો પછી તે શરીરમાં ઘર કરી જાય છે અને ભવિષ્યમાં ગમે ત્યારે ઉથલો મારી શકે એમ છે. આગ, દેવું, રોગ અને શત્રુ – આ ચારેય જડમૂળમાંથી ખતમ ન કરીએ ત્યાં સુધી એ ગમે ત્યારે ફરી પાછા દેખા દે એવી શક્યતા હોય છે એવું બાપદાદાઓ સમજાવી ગયા.

પણ આપણે સમજયા નહીં. 1947માં ઝીણાની માગ મુજબ મુસ્લિમોને એમના માટે એક અલગ દેશ રચી આપ્યા પછી આ દેશ હિન્દુઓનો બની જવો જોઈતો હતો. એકબાજુ ધર્મના આધારે વિભાજન કરવું અને બીજી બાજુ ધર્મનિરપેક્ષતા ઠોકી બેસાડવી. આ તે વળી ક્યાંનો ન્યાય.

બૅન્ગલોરમાં બની ગયેલી ઘટના વિશે ઊંડાણપૂર્વક વાત કરતાં પહેલાં આટલું બૅકગ્રાઉન્ડ બાંધવું જરૂરી હતું. બાંધ્યું. બાકી કાલે.

•••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરવા માટેની અપીલ : સૌરભ શાહ

પ્રિય વાચકો,

ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાતા, વખણાતા અને ચર્ચાતા લેખક-પત્રકારોમાંના એક સૌરભ શાહ તમને રોજ ‘ન્યુઝપ્રેમી’ દ્વારા મળે છે.

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના ચાલતું સ્વતંત્ર, તથા કોઈનીય સાડીબારી ન રાખતું ડિજિટલ મિડિયા છે અને એટલે એ ભરોસાપાત્ર છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા પ્લેટફૉર્મને અડીખમ રાખવા તમારા સપોર્ટની જરૂર છે.

‘ધ ક્વિન્ટ’, ‘ધ પ્રિન્ટ’, ‘ધ વાયર’, ‘સ્ક્રોલ’ કે બીજાં ડઝનેક તોતિંગ અંગ્રેજી ડિજિટલ મિડિયા કરોડો રૂપિયાનું ફંડિંગ ઉભું કરીને પોતાના એજન્ડાને— કામકાજને આગળ વધારી રહ્યા છે. ‘ન્યુઝપ્રેમી’ આવી રીતે કામકાજ કરવામાં માનતું નથી. ઇન્વેસ્ટર્સ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા પછી અમુક મિડિયા કરોડરજ્જુ વિનાનાં બની જતાં હોય છે. ઇન્વેસ્ટરોનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાથી સચવાતો હોય ત્યારે મિડિયાએ પણ વાચકોનો દ્રોહ કરીને, વાચકોને ઊંધા રવાડે ચડાવીને એન્ટી-નેશનલ ન્યુઝ અને એન્ટી-નેશનલ વ્યુઝ આપવાની પ્રવૃત્તિમાં જોરશોરથી ભાગ લેવો પડતો હોય છે.

આ જ કારણોસર ‘ન્યુઝપ્રેમી’માં જાહેરખબરો પણ ઉઘરાવવામાં નથી આવતી. જે ઘડીએ એડવર્ટાઇઝરના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ન જળવાય એ જ ઘડીએ કાં તો તમારો હાથ આમળીને તમારી પાસે તેઓ પોતાનું ધાર્યું કરાવતા થઈ જાય અને વાચકો ગેરમાર્ગે દોરવાઈ જાય, કાં પછી તમારી નૌકાને મધદરિયે હાલકડોલક કરીને ડુબાડી દેવાની ધમકી આપવામાં આવે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મીસમા સૌરભ શાહ દ્વારા 24×7 થઈ રહી છે. ( એક વાચકે ‘ વન કેન’—one pen, one man, one can—નું બિરૂદ આપ્યું છે. કોઈ એક લેખની કમેન્ટમાં છે.)

‘ન્યુઝપ્રેમી’નું લેખન-સંપાદન તથા એની સાજસજ્જા મુંબઈમાં થાય છે. ટાઇપસેટિંગ ભાવનગર અને અમદાવાદમાં થાય છે. ‘ન્યુઝપ્રેમી’ના એડમિનિસ્ટ્રેશનની જવાબદારી પૂણેથી નિભાવવામાં આવે છે અને ‘ન્યુઝપ્રેમી’ને ટેક્નિકલ સપોર્ટ બેંગ્લોર સ્થિત ગુજરાતી ટેકનોક્રેટ આપે છે. ‘ન્યુઝપ્રેમી’ની હિન્દી આવૃત્તિ માટેનું અનુવાદકાર્ય મુંબઈ – અમદાવાદમાં થાય છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

6 COMMENTS

  1. સર , આ લેખ લખવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ઘણી વાતો અજાણતા જ સમજથી દૂર હતી…. આજે સ્પષ્ટ થઈ ગઈ. આ દેશ સાચે જ ફક્ત હીંદુઓનો દેશ થવો જોઈતો હતો. સેક્યુલરિઝમના નામે હજુ એ ” શાંતિપ્રિય” કોમના કેટલા થાબડભાણા કરવાના. આત્મ સમ્માન જેવું કાંઈ હોય કે નહીં !! સર , ફરી એકવાર ખૂબ ખૂબ આભાર… ખૂબ પધ્ધતિસર આપે મુળ મુદ્દો સમજાવ્યો છે.

  2. Peace loving community created by Sickulars. Sickular never questions them if any problem comes they give nice name anti social elements. One of the peace loving person went to the country which supported Pakistan for article 370 for his shooting as if entire world he had no place to do the film shooting. We are still far far away from the time where every Hindu can understand Secular mean nothing but its Sick word to divert attention. I agree that 2034 is not target but around 2045 you can hope. We all have to still do lot of ground work.

  3. આ લોકોની માનસિકતા વિશ્વમાં જે મુસલમાનોની છે જેમકે સીરિયા આઈએસઆઈએસ જે વિચારધારા ધરાવતા મુલ્લાઓ લોકોને ઉશ્કેરી ભારત દેશને મુસ્લિમ રાષ્ટ્ર બનાવવા માગે છે ખબર નહી મારા દેશનો સનાતન ધર્મ તેઓ હિન્દુ ક્યારે જાગશે આપણા જ જયચંદો સેક્યુલર હિન્દુઓ બની જાય છે અને આપણા દેશની એક રાજકીય પાર્ટી અત્યાર સુધી હિન્દુઓનું શોષણ કર્યું છે

  4. ઊંડે ધરબાયેલી સત્યતા ઉજાગર કરવા બદલ ધન્યવાદ.
    જરૂરી છે કે પોલીસ મૂળરૂપે ફેસબુક પોસ્ટ કરનાર ઉપર પણ કાયદેસરની કાર્યવાહી કરે છે કદાચ નથી કરી….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here