એક પત્રકારની માનસિક, આર્થિક અને ભાવુક સ્વતંત્રતાની ઉજવણીનો પણ આ અવસર છેઃ સૌરભ શાહ

(ન્યુઝપ્રેમી ડૉટ કોમઃ શનિવાર, 15 ઑગસ્ટ 2020)

(પંદરમી ઑગસ્ટના આજના પવિત્ર પ્રસંગથી શરૂ કરીને ‘મહાભારત’કાર વેદ વ્યાસના લહિયા તરીકેની કામગીરી બજાવનારા વિઘ્નહર્તા દેવ ગણેશજીના જન્મદિવસ સુધીના આઠ દિવસ પર્યુષણ પર્વના છે. ધાર્મિક-આધ્યાત્મિક અવસરોમાં એકરૂપ થઈ ગયેલા રાષ્ટ્રીય અને સામાજિક પર્વોનો આ ત્રિવેણી સંગમ વિરલ છે.

શનિવાર 15મી ઑગસ્ટથી શનિવાર, 22મી ઑગસ્ટ દરમ્યાનના પૂજા, ઉપાસના, સેવા, ભક્તિ અને આરાધના માટેના આ અઠવાડિયાના આઠ દિવસ દરમ્યાન એક મિનિસિરીઝ લખીને કેટલાય વખતથી હૃદયમાં વલોવાતી વાતોનું નવનીત તારવીને તમારા સુધી પહોંચાડવાનો સમય આવી પહોંચ્યો છે. ઈષ્ટદેવતાના સ્મરણ સાથે શરૂ કરું છું.)

પત્રકારત્વ મારા માટે ટાઇમપાસ નથી. પત્રકારત્વ મારો શોખ નથી. પત્રકારત્વ મારું મિશન પણ નથી, ના.

પત્રકારત્વ મારો વ્યવસાય છે, મારી આજીવિકા છે. છેલ્લાં 40 વર્ષથી મા સરસ્વતીના આશીર્વાદથી આ પવિત્ર અને ઉમદા વ્યવસાયમાંથી મેં મારા ગજા મુજબ કમાણી કરીને જીવનનિર્વાહ કર્યો છે અને આવતાં 40 વર્ષ પણ મારું ગુજરાન આ જ રીતે ચાલવાનું છે.

વર્ષોના તપનું ફળ હવે મને મળ્યું છે. હવે મારે કોઈ માલિક નથી. મારા પર એક ટકાનુંય બંધન નથી, જરા સરખો પ્રતિબંધ નથી. કાંટોં સે ખિંચ કે યે આંચલનું ગીત ગણગણતાં ‘આજ ફિર જીને કી તમન્ના હૈ’વાળું અતિ પ્રસન્ન વાતાવરણ મારા સ્ટડીરૂમ-કમ પુસ્તકાલયને ચોવીસે કલાક હર્યુંભર્યું રાખે છે. હું આ લખીશ તો તે અવિકલરૂપે વાચકો સુધી પહોંચશે કે નહીં એવી કોઈ ચિંતાભરી સિસ્ટમનો હું હિસ્સો નથી. હવે હું એમાંથી સંપૂર્ણપણે બહાર નીકળી ગયો છું. અવિકલ એટલે વિકલ ન હોય એવું. વિકલ એટલે કળા વિનાનું અથવા તો સંપૂર્ણ ન હોય, ખંડિત કે અપૂર્ણ હોય એવું. સ્વામી સચ્ચિદાનંદે ત્રણેક દાયકા પહેલાં મને આ શબ્દ આપ્યો. જેનું અંગ વિકલ હોય તે વિકલાંગ કહેવાય (હવે દિવ્યાંગ). અવિકલનો અર્થ થાય અનએડિટેડ. તમે જે લખ્યું છે એમાં એક પણ મુદ્દો, ફકરો, વાક્ય કે શબ્દની કાપકૂપ કર્યા વિના જે લખાણ છપાય તે અવિકલ હોય.

‘ન્યુઝપ્રેમી’ પર મૂકાતાં મારાં લખાણો અવિકલ હોય છે. ‘ન્યુઝપ્રેમી’ મારા નામનો કાયદેસર લીધેલો રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક છે. ન્યુઝપ્રેમી ડૉટ કૉમનો એકમાત્ર માલિક હું છું. આ ખરા અર્થમાં ‘વન પેન આર્મી’ છે. વન પેન શો અને વન મૅન આર્મી- આ બેઉ શબ્દપ્રયોગો અંગ્રેજીમાં પરાપર્વથી પ્રચલિત છે. ‘વન પેન આર્મી’ આ બંનેમાથી જ સ્ફૂરેલો પણ તદ્દન અલગ જ ભૂમિકાનો મૌલિક શબ્દપ્રયોગ છે જેનો ઉપયોગ સૌપ્રથમવાર ‘ન્યુઝપ્રેમી’ દ્વારા થઈ રહ્યો છે.

‘ન્યુઝપ્રેમી’ માટે આર્થિક કૉન્ટ્રિબ્યુશનની સૌ પ્રથમ જાહેરાત હનુમાન જયંતિના દિવસે, બુધવારે 8મી એપ્રિલના રોજ, કરવામાં આવી. એ પછી પ્રેક્ટિકલી દર મહિને અલગ અલગ પ્રકારે આવી જાહેરાત તમારા સુધી પહોંચતી રહી છે. વૉટ્સએપ ગ્રુપના માધ્યમથી જોડાયેલા વાચકોને એકાદ વખત પર્સનલી પણ આવી અપીલ મળી હશે. ‘ન્યુઝપ્રેમી’ના દરેક લેખના અંતે આ અપીલ તમે વાંચી હશે.

જેમના દ્વારા તમને તાકાત પ્રાપ્ત થતી હોય એમના પર પૂરો વિશ્વાસ મૂકવો, પાકો ભરોસો રાખવો એ મારી ફરજ છે.

આજથી શરૂ થતી આ આઠ લેખની મિનિસિરીઝ દ્વારા મારે નિરાંતમને ઊંડાણપૂર્વક તમારી સાથે વાત કરવી છે: શા માટે આવી અપીલોની જરૂર છે અને શા માટે ભવિષ્યમાં પણ નિરંતર આવી અપીલો સમયાંતરે તમારા સુધી પહોંચતી રહેવાની છે.

મારા વાચકો મારી સૌથી મોટી તાકાત છે, સૌથી મોટી મૂડી છે. મારાં પુસ્તકો, ‘સંદેશ’ની બે સાપ્તાહિક કૉલમો, ‘ગુડ મૉર્નિંગ, સૌરભ શાહ’ના વૉટ્સએપ ગ્રુપ્સ વત્તા હિન્દી ભાષી વાચકો માટેનાં ગ્રુપો તથા મારા ફેસબુક પેજ, ટ્વીટર અકાઉન્ટ અને હવે ‘ન્યુઝપ્રેમી’ દ્વારા મારા વાચકો મારી સાથે જોડાયેલા છે. મારો દરેક લેખ અમુક લાખ વાચકો સુધી પહોંચતો હશે એવોઅંદાજ છે. ચોક્કસ આંકડાની કલ્પના કરવી ડિફિકલ્ટ છે, જરૂરી પણ નથી. કારણ કે મારે કોઈ જાહેરખબરદાતાઓનો કે ઇન્વેસ્ટરોનો સહારો લેવાનો નથી (જેનાં કારણો તમને અગાઉની અપીલોમાં વાંચવા મળશે. નીચે લિન્ક આપેલી છે).વાચકોને પણ આંકડાબાજીથી પ્રભાવિત કરવાની જરૂર નથી. મારું વિઝિટિંગ કાર્ડ મારું કામ છે, મારો પ્રત્યેક લેખ છે.

આ લેખો કેવી રીતે લખાતા/રંધાતા છે તેની સર્જનપ્રક્રિયા ખાસ્સી ઇન્ટરેસ્ટિંગ હોય છે. આ આઠ હપ્તાની મિનિસિરીઝ દરમ્યાન હું તમને મારા રસોડાની એટલે કે મારા સ્ટડીરૂમની સૈર કરાવીને આ પ્રક્રિયા વિશે પણ જણાવવા ધારું છું.

મેં કહ્યું કે મારી ખરી તાકાત મારા વાચકો છે અને જેમના દ્વારા તમને તાકાત પ્રાપ્ત થતી હોય એમના પર પૂરો વિશ્વાસ મૂકવો, પાકો ભરોસો રાખવો એ મારી ફરજ છે. મારા કોઈ મુદ્દા વિશે અસહમત થતો એક વાચક પણ મને વાંચવાનું છોડી દે છે ત્યારે મને તત્પૂરતું નુકસાન થતું જ હોય છે એ હું જાણું છું. મને એ પણ ખબર છે કે આવું કરવાથી લાંબાગાળે એનું પોતાનું ખૂબ મોટું અને કાયમી નુકસાન થવાનું છે.

મને જેમનામાં ભરોસો છે અને જેમને મારામાં વિશ્વાસ છે એવા વાચકો પાસે છાશ લેવા જવું હોય ત્યારે શરમ રાખીને દોણી સંતાડવાની ન હોય. માટે જ આ મિનિસિરીઝ તમારા માટે લખી રહ્યો છું. આજે સવારે લાલ કિલ્લા પરથી વડાપ્રધાને કરેલા લાંબા મનનીય પ્રવચનના હૅન્ગઓવરમાં છું એટલે મેં જે વાત માંડવા માટેના મુદ્દા વિચારી રાખ્યા છે તેમાં ક્યાંક ક્યાંક વડા પ્રધાનના આ પ્રવચનમાં વપરાયેલા શબ્દ-શબ્દપ્રયોગો-ઉપમાઓ ડોકાઈ જાય તો ચલાવી લેશો. આય કાન્ટ હેલ્પ ઇટ.

‘ન્યુઝપ્રેમી’એ હનુમાન જયંતિએ અને પછી જે અપીલો કરી તે બધી ‘ન્યુઝપ્રેમી’ની આવશ્યકતાઓની પૂર્તિ માટે હતી, જે આવશ્યક્તાઓ હજુ પૂરી નથી થઈ, ભવિષ્યમાં થશે. પણ ‘ન્યુઝપ્રેમી’ના વધુને વધુ ફેલાવા માટે માત્ર આવશ્યકતાઓ પૂરી થઈ જાય એ જ લક્ષ્ય સાથે રાખને ચાલવાનું ન હોય. ‘ન્યુઝપ્રેમી’ની આકાંક્ષાઓની પૂર્તિ માટેના ગોલ પણ નજર સામે હોવા જોઈએ.

‘ન્યુઝપ્રેમી’ અત્યારે જેટલા ગુજરાતી વાચકો સુધી પહોંચે છે તેના કરતાં અનેકગણા વધારે વાચકો સુધી પહોંચે એવી ક્ષમતા અહીં પ્રગટ થતા લેખોમાં-વિચારોમાં છે એ વાત સાથે તમે સહમત થતા હો તો તમારે એક કામ ઉપાડી લેવાનું છે. એ વિશેની વાત હવે પછી.

‘ન્યુઝપ્રેમી’ની આકાંક્ષા દુનિયાના તમામ ગુજરાતીઓ સુધી પહોંચવાની છે. જે ગુજરાતીઓ ગુજરાતી ભાષા કમ્ફર્ટેબલી વાંચવા માટે અસમર્થ છે એમના સુધી પણ આ પણ લેખો ગુજરાતીમાં જ કેવી રીતે પહોંચે એ વિશે પણ વિચાર કરવો જોઈએ.

ગુજરાતી નહીં જાણનારા— હિન્દી સાથે ઘરોબો રાખનારા વાચકો સુધી પહોંચવાના પ્રયત્નો ઑલરેડી શરૂ થઈ ચૂક્યા છે. પણ આ ક્ષેત્રમાં હજુ પાપા પગલી છે. અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરવાની ડિમાન્ડ ચારે તરફથી આવી રહી છે. પણ એ ક્ષેત્ર હજુ સ્વપ્નવત્ છે. ગૂગલ ટ્રાન્સલેશન જેવી સગવડો ટુરિસ્ટોની સુવિધા માટે છે- સિરિયસ લેખનકાર્ય કરનારે એક સ્વતંત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું પડે, જેમાં અત્યારે ધ્યાન નથી આપવું-પહેલું કામ વધુને વધુ ગુજરાતીઓ સુધી પહોંચવાનું, બીજું કામ હિંદીમાં હરણફાળ ભરવાનું, ત્રીજા તબક્કે અંગ્રેજી.

બજારમાં એક કટિંગ ચા કેટલાની મળતી હશે? તમે મહિને માત્ર સો જ રૂપિયા ‘ન્યુઝપ્રેમી’ને મોકલો, પણ દર મહિને અને નિયમિતરૂપે મોકલો.

આગળ વાત કરતાં પહેલાં એક જરૂરી લાગણી પ્રગટ કરી લઉં. 8મી એપ્રિલ પછી આજ દિવસ સુધી કૉન્ટ્રિબ્યુશનની અપીલના જવાબમાં જે જે વાચકોએ ઉમળકાભેર પ્રતિસાદ આપ્યો છે (અને કેટલાક દર મહિને ફરી ફરી આપી રહ્યા છે) તે સૌનો હૃદયના ઊંડાણથી આભાર, ઋણ સ્વીકાર, પ્રણામ.

‘ન્યુઝપ્રેમી’ને આત્મનિર્ભર બનાવવાની દિશામાં આ તમામ વાચકોએ પહેલ કરી છે.

‘ન્યુઝપ્રેમી’ના વિચારયજ્ઞમાં, વિકાસયજ્ઞમાં આપ સૌની આહુતિની આવશ્યકતા છે. આ કાર્ય સતત, નિરંતર થતું રહે એ માટે તમારા કૉન્ટ્રિબ્યુશનના સાતત્યની, નિયમિતતાની જરૂર છે.

બજારમાં એક કટિંગ ચા કેટલાની મળતી હશે? પાંચ-સાત રૂપિયાની? રોજની એક કટિંગ ચાનો મહિને દોઢસો-બસો રૂપિયા જેટલો ખર્ચ થાય? તમે મહિને માત્ર સો જ રૂપિયા ‘ન્યુઝપ્રેમી’ને મોકલો, પણ દર મહિને અને નિયમિતરૂપે મોકલો. શુભેચ્છાના પ્રતીક જેવી આ રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ટીપે ટીપે સરોવર ભરાય એવી પુરવાર થશે. જે વાચકો સ્થિતિપાત્ર હોય કે જેમને આ લખાણો માટે વધારે ઉમળકો હોય તેઓ 100ની પાછળ વધુ એક-બે મીંડાં ઉમેરીને પણ ‘ન્યુઝપ્રેમી’ને દર મહિને હૂંફ આપતા રહી શકે છે. રકમ કરતાં વધુ મહત્વનો તમારો સાથ છે— 100થી શરૂ કરીને કોઈપણ શુભ આંકડો તમે નક્કી કરો અને તમારી સગવડ મુજબ ‘ન્યુઝપ્રેમી’ના આ સાદમાં દર મહિને હોંકારો પુરાવતા રહેશો એવી આશા છે.

કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે અત્યારે જે જે સગવડો છે તેની વિગતો નીચે આપેલી લિન્કમાંથી મળી જશે. નવા પેમેન્ટ ગેટવે તથા ડેબિટ/ક્રેડિટ કાર્ડ દ્વારા રકમ મોકલવાની સુવિધા માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થઈ રહ્યું છે.

બેંગલોરની ઘટના વિશેના લેખ ઉપરાંત આર. ડી. બર્મનના એક ઓછા જાણીતા પણ ખૂબ મઝાના ગીત વિશેનો એક નવો લેખ તૈયાર છે, ઇમરજન્સીનો હપ્તો પણ તૈયાર છે— એ બધું જરા વ્યવસ્થિત રીતે મૂકીશું. રાત થોડી ને વેશ ઝાઝા છે. આ કહેવતને ચરિતાર્થ કરતો એક વિભાગ મનમાં રમે છે.

લક્ષ્ય જેટલું ઊંચું, એટલા વધુ એના સુધી પહોંચવાના પડકારો હોય છે- વડાપ્રધાને આજે સવારે કહ્યું. ‘ન્યુઝપ્રેમી’ માટે પણ આ જ વાત લાગુ પડે છે.

નીચે આપેલી લિન્કમાં થોડુંક પુનરાવર્તન છે પણ વાત ભારપૂર્વક જણાવવા માટે એ જરૂરી હતું.

સ્વતંત્રતા દિવસ નિમિત્તે સૌને શુભેચ્છાઓ.

આજનો વિચાર
તમારી જાતમાં શ્રદ્ધા રાખો. ધીમે ધીમે બીજાઓ પણ તમારામાં શ્રદ્ધા રાખતા થઈ જશે.

—અજ્ઞાત

‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરવા માટેની અપીલ : સૌરભ શાહ

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરવા માટેની અપીલ : સૌરભ શાહ

પ્રિય વાચકો,

ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાતા, વખણાતા અને ચર્ચાતા લેખક-પત્રકારોમાંના એક સૌરભ શાહ તમને રોજ ‘ન્યુઝપ્રેમી’ દ્વારા મળે છે.

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના ચાલતું સ્વતંત્ર, તથા કોઈનીય સાડીબારી ન રાખતું ડિજિટલ મિડિયા છે અને એટલે એ ભરોસાપાત્ર છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા પ્લેટફૉર્મને અડીખમ રાખવા તમારા સપોર્ટની જરૂર છે.

‘ધ ક્વિન્ટ’, ‘ધ પ્રિન્ટ’, ‘ધ વાયર’, ‘સ્ક્રોલ’ કે બીજાં ડઝનેક તોતિંગ અંગ્રેજી ડિજિટલ મિડિયા કરોડો રૂપિયાનું ફંડિંગ ઉભું કરીને પોતાના એજન્ડાને— કામકાજને આગળ વધારી રહ્યા છે. ‘ન્યુઝપ્રેમી’ આવી રીતે કામકાજ કરવામાં માનતું નથી. ઇન્વેસ્ટર્સ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા પછી અમુક મિડિયા કરોડરજ્જુ વિનાનાં બની જતાં હોય છે. ઇન્વેસ્ટરોનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાથી સચવાતો હોય ત્યારે મિડિયાએ પણ વાચકોનો દ્રોહ કરીને, વાચકોને ઊંધા રવાડે ચડાવીને એન્ટી-નેશનલ ન્યુઝ અને એન્ટી-નેશનલ વ્યુઝ આપવાની પ્રવૃત્તિમાં જોરશોરથી ભાગ લેવો પડતો હોય છે.

આ જ કારણોસર ‘ન્યુઝપ્રેમી’માં જાહેરખબરો પણ ઉઘરાવવામાં નથી આવતી. જે ઘડીએ એડવર્ટાઇઝરના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ન જળવાય એ જ ઘડીએ કાં તો તમારો હાથ આમળીને તમારી પાસે તેઓ પોતાનું ધાર્યું કરાવતા થઈ જાય અને વાચકો ગેરમાર્ગે દોરવાઈ જાય, કાં પછી તમારી નૌકાને મધદરિયે હાલકડોલક કરીને ડુબાડી દેવાની ધમકી આપવામાં આવે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મીસમા સૌરભ શાહ દ્વારા 24×7 થઈ રહી છે. ( એક વાચકે ‘ વન કેન’—one pen, one man, one can—નું બિરૂદ આપ્યું છે. કોઈ એક લેખની કમેન્ટમાં છે.)

‘ન્યુઝપ્રેમી’નું લેખન-સંપાદન તથા એની સાજસજ્જા મુંબઈમાં થાય છે. ટાઇપસેટિંગ ભાવનગર અને અમદાવાદમાં થાય છે. ‘ન્યુઝપ્રેમી’ના એડમિનિસ્ટ્રેશનની જવાબદારી પૂણેથી નિભાવવામાં આવે છે અને ‘ન્યુઝપ્રેમી’ને ટેક્નિકલ સપોર્ટ બેંગ્લોર સ્થિત ગુજરાતી ટેકનોક્રેટ આપે છે. ‘ન્યુઝપ્રેમી’ની હિન્દી આવૃત્તિ માટેનું અનુવાદકાર્ય મુંબઈ – અમદાવાદમાં થાય છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

8 COMMENTS

  1. Saurabhbhai
    No words to appreciate you.I hearty request to make a strong demand of Hindu Rashtra in your writings.I believe that now no option except to declare our nation as Hindu Rashtra Bharatvarsha and sanatan dharm as nation’s religion.Thanks.no doubt,you are a one pen army.words are always stronger than swords.all the best.Jaishrikrishna

  2. તમારા દરેક લેખ ભાવાત્મક અને સચોટ હોય છે.જાણેહૃદય સોસંરવા ઉતરી જાય છે.

  3. Good afternoon sir
    I have one question do you have PayPal
    account if would be great for NRI vachakmitro coz like me I don’t have bank account in india or NRI bank account I really support you and your newspremi.com coz you doing such brilliant job without asking any support from anywhere ????

    • Thanks. We are in the process of getting some more payment gateways for NRI readers. Keep in touch and enjoy reading on Newspremi.com. For alerts you can join the WhatsApp group by sending Hi on 9004099112.

  4. Saurabhbhai,

    Tamara darek lekh and Hindutva temaj juda juda vishoya per tame amne gnan aapyu chhe. Ame tamara runi chhie. Mata Saraswati na aashirwad saday tamara per rahe

    Jai Bharat.

  5. સૌરભ ભાઈ,
    બીજું કંઈ નથી કેહવુ,,આભાર…બાદ આટલું જ..

  6. તમારા અવિકલ લેખોની આ લીંક વાંચવા મળે છે એ સદ્દભાગ્ય છે
    તમારી દેશદાઝમાં કે હિંદુત્વના વિચારોમાંથી ઘણું સમજવા વિચારવાનું ભાથું મળે છે અને વળી પડઘો પણ સંભળાય છે
    લગભગ દરેક લેખમાંથી કંઈક તો પામવાનું હાેય છે જ

  7. ન્યૂઝપ્રેમી ઊંચા સોપાનો સર કરે એવી હાર્દિક શુભેચ્છા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here