જય વસાવડા ની સૌરભ શાહ દ્વારા લેવાયેલી લાંબી મુલાકાતના પાંય એપિસોડ જો તમે ન જોયા હોય તો તે જોવા માટેનાં 5 કારણો આ રહ્યાં:
૧. વાચકોનો અઢળક પ્રેમ મેળવી રહેલા બે ટોચના લેખકો અહીં એકબીજા માટેનો પ્રેમ અને આદર જે રીતે વ્યક્ત કરે છે તે બેમિસાલ છે.
૨. અનેક મતભેદો બાવજૂદ, પોતાના આગ્રહો જતા કર્યા વિના, હુંફાળો સંવાદ સાધી શકાય એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આ મુલાકાત છે.
૩. ગુજરાતી ભાષામાં લેવાયેલા સૌથી લાંબા અને એક્ઝોસ્ટિવ ઈન્ટરવ્યુમાંનો એક એવો આ યુનિક ઇન્ટરવ્યુ છે. અન્ય ભાષાઓમાં પણ આવા મેરેથોન ઇન્ટરવ્યુ બહુ ઓછા હશે.
૪. આ મુલાકાત જોનારાઓના પ્રતિભાવો તમે દરેક એપિસોડ નીચે લખાયેલી કમેન્ટ્સમાં વાંચશો તો ખબર પડશે કે જેમણે જોયો છે એમણે કેવાં મોંફાટ વખાણ કર્યાં છે.
૫. પાંચમું અને છેલ્લું કારણ એ કે આવતી કાલથી નવરાત્રિના પાવન અવસરનો આરંભ થાય છે ને વળી પાછો કાલે રવિવાર પણ છે. પાંચેય એપિસોડનું બિન્જ વૉચિંગ કરવા માટે આથી ઉત્તમ તક બીજી કઈ મળવાની!
અહીં YouTube ના પ્લે લિસ્ટની લિન્ક આપી છે. તમારા પ્રતિભાવ જરૂર જણાવજો.
• • •
તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.
• • •
( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર 090040 99112 પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો