(લાલ) ચશ્મા ઉતારો, ફિર દેખો યારોં

ગુડ મૉર્નિંગસૌરભ શાહ

( મુંબઇ સમાચાર : ગુરુવાર, 7 માર્ચ 2019)

જેવી દૃષ્ટિ એવી સૃષ્ટિ એવું કહેવાય છે એ સાવ સાચું છે. તમને લાલ કાચવાળા ચશ્માં પહેરાવી દીધા હશે તો બધું લાલ લાલ જ દેખાવાનું છે. આ દેશને આઝાદી મળ્યા પછી લાલ રંગના કાચવાળા ચશ્માં પહેરાવી દેવામાં આવ્યા હતા જેને કારણે આપણે સૌ પૂરા 7 દાયકા સુધી આપણા રાષ્ટ્રને સામ્યવાદીઓની નજરે જોતા અને વખોડતા થઈ ગયા હતા. કેટલાક લોકો તો હજુય આ રેડ-સિન્ડ્રોમની બહાર આવ્યા નથી, કેટલાક હજુય પોતાની આંખ પરનાં એ લાલ ચશ્માં હટાવીને નરી આંખે જે સુંદર સૃષ્ટિ દેખાઈ શકે છે તે જોવા તૈયાર નથી.

એક નાનકડો દાખલો.

આપણામાંથી કેટલા લોકો ભારતની વાઘા બૉર્ડર પર ગયા છે? કોઈ કહેશે કે હા, અમે અમૃતસર ગયા ત્યારે સુવર્ણ મંદિરમાં દર્શન કર્યા પછી બીજા દિવસે વાઘા બૉર્ડરે સાંજે થતી બીટિંગ ધ રિટ્રીટની સેરિમની જોવા વાઘા બૉર્ડરે ગયા છીએ. કેટલાક કહેશે કે હા, અમે ટીવી પર ઘણી વખત વાઘા બૉર્ડર પર થતી બીટિંગ ધ રિટ્રીટ સેરિમનીમાં હિન્દુસ્તાનના બહાદુર જવાનોને પરેડ કરતાં જોયા છે.

મિત્રો, આપણામાંથી ભાગ્યે જ કોઈ વાઘા બૉર્ડરે ગયું છે. વાઘા બૉર્ડર પાકિસ્તાનમાં છે. પાકિસ્તાનની વાઘા બૉર્ડરને ટચ કરતી સીમારેખા પર તમે જે ભારતીય સૈનિકોને પરેડ કરતાં જોયા છે તે આપણી અટારી બૉર્ડર છે. અટારી ભારતના પંજાબ રાજ્યના અમૃતસર જિલ્લાનું ગામ છે જે ભારત-પાકિસ્તાનની સીમાથી ત્રણ કિલોમીટરના અંતરે આવેલું ગામ છે, અમૃતસરથી 25 કિલોમીટર પશ્ર્ચિમે આવેલું છે. મહારાજા રણજિત સિંહના સૈન્યના એક સેનાપતિ સરદાર શામ સિંહ અટારીવાલાનું આ વતન છે.

વાઘા પાકિસ્તાનનું ગામ છે જ્યાંથી લાહોર 24 કિલોમીટર દૂર છે. વાઘા અને અટારી વચ્ચે ત્રણ કિલોમીટરનું અંતર છે. આપણા માટે અટારી બૉર્ડરનું મહત્ત્વ છે, પાકિસ્તાન માટે વાઘા બૉર્ડરનું મહત્ત્વ છે. યશ ચોપડાની ફિલ્મ ‘વીરઝારા’માં આપણે અટારી રેલવે સ્ટેશન જોઈ ચૂક્યા છીએ (એ સેટ હતો, રિયલ લોકેશન નહોતું). છતાં આજની તારીખેય આપણા મોઢે અટારી બૉર્ડરને બદલે, વાઘા બૉર્ડર બોલાઈ જતું હોય છે. આ ઈમ્પેક્ટ છે 7 દાયકાના પ્રચારનો જેને લીધે આપણા દિમાગમાં જડબેસલાક રીતે વાઘા બૉર્ડર ચીપકી ગઈ છે, આપણું અર્ધજાગ્રત મન પણ વાઘા બૉર્ડર સાચવીને બેસી ગયું છે.

તમને થશે કે નો બિગ ડીલ. અટારી બૉર્ડર કહો કે વાઘા બૉર્ડર – શું મોટો ફરક પડી જાય છે? કોઈ ભારતીય જો એમ કહે કે અમે વાઘા બૉર્ડર પર ગયા હતા અને ત્યાં ભારતીય સૈનિકોને પરેડ કરતાં જોયા હતા તો એનો ભારતપ્રેમ કંઈ ઓછો થઈ જવાનો છે?

આવા બેવકૂફ જેવા સવાલોના જવાબ શોધવાને બદલે આપણે સમજીએ કે આપણને ભારતીય નજરે જોવાને બદલે ભારતના દુશ્મનની નજરે જોતા કરી દેવાની ચાલ કોની છે, શા માટે છે. આ ચાલ એ લોકોની છે જેઓ ઈમરાન ખાનનાં વખાણ કરતાં કહે છે કે: જુઓ, પાકિસ્તાનના વડા પ્રધાને આપણા વિંગ કમાંડર અભિનંદન વર્ધમાનને કોઈ શરત વિના તત્કાળ છોડી મૂકીને બંને દેશ વચ્ચે શાંતિ સ્થપાય એવો કેટલો સરસ પ્રયાસ કર્યો છે.

ઈમરાન ખાને એમની સંસદમાં આ જાહેરાત કરતાં ‘પીસ જેશ્ચર’ એવા શબ્દો વાપર્યા હતા જે આ લોકોએ પકડી લીધા અને હવે આપણા માથે માર્યા. આ લોકો એટલે કોણ? દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (જેએનયુ)માં, આતંકવાદી અફઝલ ગુરુને ફાંસી થઈ એના ‘બદલારૂપે’ જે લોકો ‘ભારત તેરે ટુકડે ટુકડે કરેંગે’ના નારા લગાવતા હતા એ લોકોનો બચાવ કરનારાઓ જ અત્યારે પાકિસ્તાનની આ ‘પીસ જેશ્ચર’ને બિરદાવે છે.

પીસ, માય ફૂટ. ભારતે છેલ્લાં પોણા પાંચ વર્ષ દરમ્યાન વિશ્ર્વમાં જે રીતે પોતાનું કદ વધાર્યું, તેની ડિપ્લોમસીના પરિપાકરૂપે પાકિસ્તાન પર જે પ્રચંડ આંતરરાષ્ટ્રીય પ્રેશર આવ્યું એને કારણે ઈમરાન ખાન તાત્કાલિક અને કોઈ શરત વિના વિંગ કમાંડર અભિનંદન વર્ધમાનને સહીસલામત પાછો સોંપી દેવાની ફરજ પડી છે. પાકિસ્તાનના બાલાકોટ પરની ઍર સ્ટ્રાઈક બદલ જગતના કોઈ દેશે ભારતની ટીકા નથી કરી અને કોઈ દેશે પાકિસ્તાનને અમારો ટેકો છે એવી જાહેરાત કરી નથી.

ભારતની સિદ્ધિઓને અંડરમાઈન કરવા માટે ભારતમાં રહેતા રાષ્ટ્રદ્રોહી લોકો આપણી ઍરફૉર્સ પાસે બાલાકોટની ઍર સ્ટ્રાઈકના પુરાવા માગે છે, અમેરિકાના અગ્રણી અખબારોમાં કોઈ ભારતદ્વેષીઓએ લખેલા અહેવાલો-લેખોનો સંદર્ભ ટાંકીને કહે છે કે: ‘જુઓ, અમેરિકા ભારતની ખિલાફ છે.’ અરે ભાઈ, કોઈ છાપું એક આખા દેશનું પ્રતિનિધિત્વ ક્યાંથી કરે? ઈન ફેક્ટ, એ છાપું પણ ભારતવિરોધી નથી હોતું. એમાં લખનાર કોઈ એક વ્યક્તિનો કોઈ એક રિપોર્ટ કે આર્ટિકલ જ ભારતવિરોધી હોય છે અને આવા ભારતવિરોધીઓની ગૅન્ગ વર્ષોથી આખા જગતમાં ઉંબાડિયાં કરતી રહી છે. ભારતનું હિત જોખમાય એવી દરેક બાબતમાં આ ગૅન્ગ 70 વર્ષથી કાર્યરત છે. કેટલા કિસ્સાઓ ટાંકીએ? રફાલનો મુદ્દો આ જ ગૅન્ગે ચગાવ્યો અને જ્યારે લાગ્યું કે હવે આ મુદ્દામાં પોતાની હાર સ્વીકારી લેવી પડશે ત્યારે એને ગૂંચવી નાખીને એવી પરિસ્થિતિ ઊભી કરી કે સૌ કોઈ આ સોદાને શંકાની નજરે જોતું થઈ જાય. રફાલ (સાચો ઉચ્ચાર આ જ છે: રફાલ) વિશેની એક ડૉક્યુમેન્ટરી તમે અમેઝોન પ્રાઈમ પર જોઈ લેજો. ખાતરી થઈ જશે કે દુનિયાભરમાં આ ફ્રેન્ચ ફાઈટર વિમાનો વન ઑફ ધ બેસ્ટ છે. દસ વર્ષ સુધી આ વિમાનો ખરીદવાની વાત ચાલતી હતી પણ જૂની સરકાર જ્યાં સુધી પોતાના વચેટિયાઓનું તગડું કમિશન નક્કી ન થાય ત્યાં સુધી સંરક્ષણના સાધનોના કોઈ સોદા નહોતી કરતી. આજની તારીખે રફાલ વિમાન આપણી પાસે હોત તો પાકિસ્તાને આપણા મિગ-ટ્વેન્ટી વનને તોડી નાખ્યું અને અભિનંદને ઈમર્જન્સી ઈજેક્ટ કરીને એની બહાર નીકળી જવું પડ્યું એવું ન થયું હોત, રફાલમાં આપણો બહાદુર બંકો પોતાના બેઝ પર સહીસલામત પાછો આવી ગયો હોત. પેલી ડૉક્યુમેન્ટરી જોશો એટલે તમને એ વિમાનની કૅપેસિટી વિશે અંદાજ આવશે. આ સોદામાં આપણા વડા પ્રધાને ‘કટકી ખાધી’ છે એવો આક્ષેપ કરનારા તેમ જ એવું માનનારાઓને પણ ખબર છે કે પીએમ ખાતા નથી અને ખાવા દેતા પણ નથી. આ બાબતમાં તેઓ એક અજોડ એવા રાજનેતા છે જેમણે અબજો રૂપિયાનાં વિકાસકાર્યોને મંજૂરી આપી છે અને વચેટિયાઓને દૂર કરીને ભ્રષ્ટાચાર બંધ કર્યો છે. કોઈ કહેશે કે, ‘કરપ્શન ક્યાં દૂર થયું છે, હજુ ગઈ કાલે જ તો મેં સિગ્નલ તોડ્યું ત્યારે ટ્રાફિક પોલીસે પાવતી આપ્યા વિના મારી પાસેથી બે હજાર રૂપિયાની પત્તી લઈને મને છોડ્યો હતો.’ હવે આવા લોકોને ક્યાં સમજાવવા બેસીએ કે જે કરપ્શનની જડ તમે પોતે જ છો એના માટે તમે જ્યારે પીએમને બ્લેમ કરો છો ત્યારે સરકસમાં પોતાનો લેંઘો સરકાવીને ફરીથી નાડું બાંધી લેતા વિદૂષક જેવા લાગો છો.

જે કંઈ સાંભળીને, જે કંઈ વાંચીને તમને તમારા દેશ માટે અણગમાની લાગણી થતી હોય કે તમારા પ્રિય રાજનેતાઓની નિયત પર શંકા આવતી હોય ત્યારે તમારે તમારી આંખો ચેક કરી લેવી – કોઈક તમારી આંખમાં લાલ કલરના કૉન્ટેક્ટ લેન્સ તો પહેરાવી નથી ગયું ને.

આજનો વિચાર

ઍર સ્ટ્રાઈક પાકિસ્તાન પર થઈ, પણ અહીંના બુદ્ધિજીવીઓ એવા ઘાંઘા થઈ ગયા કે આ વખતની મહાશિવરાત્રિ પર મહાદેવ પર દૂધનો અભિષેક કરવાને બદલે ગરીબોમાં વહેંચી દેજો એવા મૅસેજ નાખવાનું જ ભૂલી ગયા મારા બેટાઓ!

– વૉટ્સએપ પર વાંચેલું

એક મિનિટ!

બકાનો એક જૂનો દોસ્તાર રોજ બધી જ વાતોમાં બકાને ઉતારી પાડતો, એનું અપમાન કરતો. એક વખત બકાને મોકો મળી ગયો.

ગઈ કાલે એ દોસ્તાર અને દોસ્તારની વાઈફ બકાને મૉલમાં ભટકાઈ ગયા. બકાએ દોસ્તને પૂછયું: ‘આ કોણ છે? ભાભીજી પિયર ગયાં છે કે શું?’

5 COMMENTS

  1. શ્રી સૌરભભાઈ,
    આપના દરેક લેખ માં ભરપુર તલસ્પર્શી માહિતી હોય છે, જેવી ગુજરાત ના ૯૦ ટકા પત્રકારો ના લેખો માં બિલકુલ હોતી નથી. તમે મુંબઈ માં રહો એટલે ગુજરાત સમાચાર જેવું રદ્દી છાપું અને લાલ ચશ્માધારી પત્રકારો ના લેખો રોજ અમારે માથે ઠોકાય છે. આશા રાખું કે કામ સે કમ તમે આવતા બે મહિના દરમ્યાન ૧૦૦ ટકા ગુજરાતીઓ નું માનસ મોદીજી ની તરફેણ માં ફેરવવામાં સફળ થાવ.

  2. Sir have a look at gujarati anti Modi columnist .. No.1 Ramesh Oza.. n others like chirantna bhatt.. aakar patel… n all Tom dick n harry… how they can be so stupid though they’re earning their bread butter in the name of modi… is rahul mmta maya kejri can substitute NM …

  3. The Congress ( Indira National Congress ) has been, is and always will be TRAITOROUS. Now, they are represented by FASCISTS from Italy. If we do not awake now, we shall be doing the greatest disservice to our MOTHERLAND. Let’s adapt Swamy Vivekananda’s dictum – ” Awake, Arise and Stop Not till we have uprooted and destroyed THE INC completely.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here