ઈસ સોચીસમઝી ઔર ગહરી સાઝિશ કા પરિણામ સામને આ ગયા

ગુડ મૉર્નિંગસૌરભ શાહ

લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે થવી જોઈએ એવી માગણી આજે થાય છે ત્યારે વિપક્ષોના, ખાસ કરીને કૉન્ગ્રેસના પેટમાં તેલ રેડાય છે. પણ નહેરુના જમાનામાં બેઉ ચૂંટણીઓ એક સાથે યોજાતી એ હકીકતની કાં તો તેઓને જાણ નથી કાં પછી તેઓ જાણી જોઈને એ હકીકત છુપાવે છે.

અટલ બિહારી વાજપેયી ૧૯૫૫માં લખનૌમાં યોજાયેલી લોકસભાની પેટા ચૂંટણીમાં ઊભા રહ્યા. લોકસભાની ચૂંટણી લડવાનો આ એમનો પ્રથમ અનુભવ. ૧૯૪૭માં આઝાદી મળ્યા પછી અને ૧૯૫૦માં દેશ પ્રજાસત્તાક થયો અને બંધારણ અસ્તિત્વમાં આવ્યું તે પછી ૧૯૫૨માં સૌ પ્રથમવાર દેશમાં લોકસભાની ચૂંટણીઓ થઈ ત્યારે જનસંઘને કુલ ૩ બેઠકો મળી હતી. વાજપેયી સ્કૂલમાં હતા ત્યારથી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘમાં જોડાઈ ગયા હતા અને ૧૯૪૭ પહેલાં એમણે સંઘની ત્રણેય વર્ષની શિક્ષા પ્રાપ્ત કરી લીધી હતી. જનસંઘના સ્થાપક ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના તેઓ નિકટના જુનિયર સાથી હતા.

૧૯૫૭માં વાજપેયી બલરામપુર સંસદીય ક્ષેત્રમાંથી લોકસભામાં ચૂંટાઈ આવ્યા. ૧૯૫૭થી ૧૯૬૨ દરમ્યાનની એમની સૌથી પહેલી સંસદીય ટર્મ ઘણી ઊજળી રહી. ઑગસ્ટ ૧૯૫૭માં તે વખતના લોકસભાના સ્પીકર અનંત શયનમ આયંગરને જ્યારે દિલ્હી યુનિવર્સિટીના સમારંભમાં પૂછવામાં આવ્યું કે ભારતની સંસદમાં શ્રેષ્ઠ વક્તા કોણ છે ત્યારે એમણે હિંદીમાં અટલ બિહારી વાજપેયી અને અંગ્રેજીમાં એક બંગાળી સંસદસભ્યનું નામ લીધું હતું. રાજકારણી તરીકેની કારકિર્દીના આરંભથી જ વાજપેયી એક કુશળ વક્તા તરીકે નામના મેળવી ચૂક્યા હતા.

પંડિત નહેરુને પસંદ નહોતું કે સંસદમાં પોતાના સિવાય બીજો કોઈ સારો વક્તા હોય. ૧૯૬૨માં બલરામપુર મતદાર ક્ષેત્રમાંથી વાજપેયી ફરીવાર ઊભા રહ્યા ત્યારે કૉન્ગ્રેસે એમને હરાવવા માટે તમામ દાવપેચ લડાવ્યા. યુવાન વાજપેયી મતદાતાઓને આકર્ષતા હતા એટલે છેક હરિયાણાથી સુભદ્રા જોશી નામનાં રૂપાળાં મહિલાને કૉન્ગ્રેસ વતી ઉમેદવાર બનાવવામાં આવ્યા. ઉપરાંત પ્રચાર માટે હિન્દી ફિલ્મોના હીરો બલરાજ સાહનીને કૉન્ગ્રેસે બલરામપુર મોકલ્યા. એટલું જ નહીં વાજપેયીએ પોતે લખ્યા પ્રમાણે પંડિત નહેરુ પણ બલરામપુરમાં એક જાહેર સભા કરી ગયા. (જોકે, કેટલાક અભ્યાસીઓ કહે છે આ વાજપેયીનો સ્મૃતિદોષ હોઈ શકે. નહેરુએ બલરાજ સાહનીને મોકલ્યા પણ પોતે પ્રચાર માટે બલરામપુર નહોતા ગયા. જે હોય તે). આ તો જાણે કે ચૂંટણી લડવાની સામાન્ય વ્યૂહરચનાઓ કહેવાય. પણ કૉન્ગ્રેસે એક ઘણી મોટી બદમાશી કરી જેને કારણે વાજપેયી આ ચૂંટણીમાં હારી ગયા. શું કર્યું કૉન્ગ્રેસે?

વાજપેયીએ ૧૯૫૭થી ૧૯૬૨નાં પાંચ વર્ષ દરમ્યાન પોતાના મતક્ષેત્ર બલરામપુરમાં ઘણું સારું કામ કર્યું હતું અને સંસદમાં પણ બલરામપુરનું પ્રતિનિધિત્વ જોરશોરથી કર્યું હતું. બલરામપુરના મતદારો વાજપેયીથી સંતુષ્ટ હતા અને કોઈ માનતું નહોતું કે એ ૧૯૬૨માં હારી જશે. બલરામપુરનું જ નહીં સમગ્ર જનસંઘનું પ્રતિનિધિત્વ વાજપેયીએ ખૂબ કુશળતાપૂર્વક કર્યું હતું. જનસંઘના તેઓ પ્રવકતા હતા. જનસંઘનો પ્રભાવ આ ગાળામાં વધતો જાય છે એવું દેશમાં સૌ કોઈને લાગતું હતું. (જે સાચી ધારણા હતી, ૧૯૫૭માં ચારે ઓરથી જીતેલો જનસંઘ ૧૯૬૨માં લોકસભાની ૧૪ સીટો લઈ આવ્યો).

વિરોધીઓની આંખમાં વાજપેયી કણાની જેમ ખૂંચે એ સ્વાભાવિક હતું. મતદાનને દિવસે છુરાબાજીના બનાવ ઉપરાંત કૉન્ગ્રેસે જે ષડ્યંત્ર કર્યું તેની વિગતો જાણવા જેવી છે.

આજે જેમ થાય છે એમ આજથી ૫૦-૬૦ વર્ષ પહેલાં પણ કૉન્ગ્રેસ આરએસએસના નામે મતદારોને ભડકાવાનું કામ કરતી. કૉન્ગ્રેસનાં યુવાન અને રૂપાળાં ઉમેદવાર સુભદ્રા જોશીએ પણ જનસંઘ ઉપરાંત આરએસએસ પર નિશાન તાકીને પોતાની ચૂંટણી સભાઓ ગજવી હતી. પણ આની કોઈ અસર મતદારો પર પડી નહીં.

મતદાનના દિવસે સમાચાર આવવા માંડ્યા કે બલરામપુર નગર સિવાય આ મતક્ષેત્રના બાકીના ઈલાકાઓમાં જનસંઘ તરફી ભારે મતદાન થઈ રહ્યું છે. વાજપેયી એ દિવસને યાદ કરીને લખે છે:

‘ક્ધિતુ અનેક સ્થાનોં સે મિલી એક શિકાયત સે મેરા માથા ઠનકા થા. શિકાયત યહ થી કિ કૉન્ગ્રેસ કે સમર્થકોને મતદાતાઓ મેં ભ્રમ પૈદા કરને કે લિયે યહ પ્રચાર શુરૂ કર દિયા થા કિ યદિ વે લોકસભા કે ચુનાવ મેં મુઝે વોટ દેના ચાહતે હૈં તો ઉન્હેં ગુલાબી મતપત્રક પર દીપક પર મોહર લગાની ચાહિયે. લોકસભા ઔર વિધાનસભા કે ચુનાવ ઉન દિનોં સાથ હોતે થે. હર મતદાતા કો દો પત્ર દિયે જાતે થે. દોનોં કે રંગ અલગ અલગ હોતે થે. મેરી લોકપ્રિયતા દેખકર કૉન્ગ્રેસજનોંને મતદાતાઓ કો ગલત રંગ કે મતપત્ર પર મુઝે વોટ દેને કે લિયે કહા. મતદાન કેન્દ્રોં પર તૈનાત કુછ અધિકારી ભી ઈસી ભ્રમ કો બઢાને મેં સહાયક હુએ. જબ વોટોં કી ગિનતી હુઈ તો ઈસ સોચીસમઝી ઔર ગહરી સાઝિશ કા પરિણામ સામને આ ગયા. મૈં દો હઝાર વોટોં સે ચુનાવ હાર ગયા. મુઝે ૧,૦૦,૨૦૮ વોટ મિલે. જબ કિ કૉન્ગ્રેસ ઉમ્મીદવાર કો ૧,૦૨,૨૬૦ વોટ પ્રાપ્ત હુએ. આશ્ર્ચર્ય કી બાત યહ થી કી મેરે નીચે ઉત્તર પ્રદેશ વિધાનસભા કે લિયે ચુનાવ લડ રહે ભારતીય જનસંઘ કે પાંચ ઉમ્મીદવારોંમેં સે ચાર ઉમ્મીદવાર અચ્છે મતોં સે વિજયી હુએ. જનસંઘને વિધાનસભા કી કેવલ એક સીટ હારી, ક્ધિતુ વહ હાર ભી કેવલ પચપન (૫૫) વોટોં સે હુઈ – શાયદ હી કિસી ચુનાવ ક્ષેત્ર મેં ઐસા હુઆ હો કિ કોઈ પાર્ટી પાંચ વિધાનસભા કી સીટોં મેં ચાર સીટેં અચ્છે વોટોં સે જીત જાયે ક્ધિતુ ઉસકા લોકસભા કા પ્રત્યાશી ચુનાવ હાર જાયે. ઐસા દો હી સ્થિતિયોં મેં હો સકતા હૈ. એક, વિધાનસભા કે ઉમ્મીદવારને કેવલ અપને લિયે વોટ માગે હો ઔર લોકસભા કે ઉમ્મીદવાર કી ઉપેક્ષા કર દી હો. દૂસરી, મતદાતા મતપત્ર કે રંગ કે બારે મેં ભ્રમિત કર દિયે ગયે હોં ઔર સમજતે હુએ કિ લોકસભા કે ઉમ્મીદવાર કો વોટ દે રહે હૈં – ઉનકા વોટ વિધાનસભા કે ઉમ્મીદવાર કો મિલ ગયા હો.’

વાજપેયી આગળ સમજાવે છે કે: ‘ઈસ બાત કી તો બિલકુલ સંભાવના નહીં થી કિ વિધાનસભા કે ઉમ્મીદવાર કેવલ અપને લિયે વોટ માંગતે. સચ્ચાઈ યહ હૈ કિ વે મેરે ભરોસે ચુનાવ કો નદી પાર કરના ચાહતે થે લેકિન હુઆ યહ કિ વે તો પાર હો ગયે ઔર મૈં મઝધાર મેં ડૂબ ગયા.’

ચૂંટણીનું પરિણામ આવ્યા પછી અનેક મતદારોએ વાજપેયીને કહ્યું કે અમે તો તમને મત આપ્યો હતો, તો તમે હારી કેવી રીતે ગયા? કૉન્ગ્રેસ મતદાતાઓમાં ભ્રમ ફેલાવવામાં કામિયાબ રહી હતી. મેં નક્કી કર્યું કે પાંચ વર્ષ પછી હું ફરી બલરામપુરથી જ ચૂંટણી લડીશ અને જીતીશ.

૧૯૬૨માં લોકસભાની ચૂંટણી વાજપેયી હારી ગયા પણ જનસંઘના પ્રમુખ દીનદયાળ ઉપાધ્યાય ચાહતા હતા કે વાજપેયીની સંસદમાં હાજરી હોવી જોઈએ. વાજપેયીને ૩ એપ્રિલ ૧૯૬૨માં રોજ ઉત્તર પ્રદેશમાંથી રાજ્યસભામાં મોકલવામાં આવ્યા. ૧૯૬૭માં વાજપેયી ફરીવાર બલરામપુરથી લોકસભાની ચૂંટણી લડ્યા અને લગભગ ૩૫,૦૦૦ મતથી જીત્યા. ૧૯૬૮માં દીનદયાળ ઉપાધ્યાયનું શંકાસ્પદ સંજોગોમાં અવસાન થયું. વાજપેયીને જનસંઘના પ્રમુખ બનાવવામાં આવ્યા. જનસંઘના બંને સ્થાપકો ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી અને દીનદયાળ ઉપાધ્યાય – શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ પામ્યા હતા. હિન્દુ રાજકીય સંગઠન કૉન્ગ્રેસના શાસનમાં વિકસે નહીં એ માટે કઈ શક્તિઓ કામ કરતી હતી તે કલ્પનાનો અને તપાસનો વિષય છે.

ખૈર, વાજપેયી ૧૯૫૭થી ૨૦૦૪ દરમ્યાન કુલ દસ વખત લોકસભાની ચૂંટણી જીત્યા. ૧૯૬૨ ઉપરાંત તેઓ ૧૯૮૪માં પણ લોકસભાની ચૂંટણી હાર્યા. ૧૯૮૪માં ઈન્દિરા ગાંધીની હત્યા પછી ભારતભરમાં જે સિમ્પથી વેવ લહેરાયો તેનો કૉન્ગ્રેસને પ્રચંડ ફાયદો થયો અને વાજપેયી જેવા દિગ્ગજ નેતાઓ પણ હારી ગયા. દસ વાર લોકસભા સદસ્ય બનવા ઉપરાંત વાજપેયી બે વાર રાજ્યસભાના સભ્ય પણ રહ્યા. એકવાર ૧૯૬૨માં અને બીજીવાર ૧૯૮૪માં ગ્વાલિયરની બેઠક પરથી હાર્યાના થોડા વર્ષ પછી એમને રાજ્યસભામાં ચૂંટવામાં આવ્યા. મઝાની વાત એ છે કે જે લખનૌ મતદાન ક્ષેત્રમાં તેઓ ૧૯૫૫ની પોતાની કારકિર્દીની સૌ પ્રથમ ચૂંટણી હારી ગયા હતા તે જ લખનૌમાંથી તેઓ પોતાની કારકિર્દીની છેલ્લી પાંચ-પાંચ ચૂંટણીઓ ઉપરાછાપરી જીત્યા હતા.

વધુ કાલે.

આજનો વિચાર

બાધાએં આતી હૈં આએં
ઘિરેં પ્રલય કી ઘોર ઘટાએં
પાંવોં કે નીચે અંગારે
સિર પર બરસેં યદિ જ્વાલાએં
નિજ હાથોં મેં હંસતે-હંસતે
આગ લગાકર જલના હોગા
કદમ મિલાકર ચલના હોગા

અટલ બિહારી વાજપેયી

( મુંબઇ સમાચાર : સોમવાર, 20 ઓગસ્ટ 2018)

5 COMMENTS

  1. સૌરભભાઈલેખ દ્વારા સરસ માહિતી આપવા બદલ અને દરેક ક્ષેત્રમાં ભારતીયોને જાગ્રત
    કરવા બદલ આપને અભિનંદન અને આપનો આભાર આ પણ દેશ ભક્તિનો જ એક ભાગ છે

  2. The election should simultenious for entire nation to economised the expenditure and faciliate the voters..,as it was in earlier time after indendance.
    If it held separately the offices connected with election work are not doing any work of public in the name of election work which creats delay
    so if it held one time the concerned dept.can do other work of development n publice will be happy with it.

  3. ખુબજ સરસ માહિતી મળે છે આપના લેખ માં થી, આ પહેલા ક્યારેય આ ઘટનાઓ બીજે કશે પણ વાંચવામાં આવી નથી, even આપે પણ આ પહેલા અટલજી વિશે લખ્યું હોય તેવું યાદ નથી. આભાર સાથે પ્રણામ સૌરભભાઈ.

  4. I’ll suggest one more step forward..

    The duration of RS members should be changed to 5 years.. I.e. LS, RS & State Assemblies’ members all have same duration..

    Now, If elections of LS & all state’s assemblies are done together there will be another advantage also.. the RS members will also retire with LS members & new state assemblies will appoint new members. This can help end the situation like prevailing now.. one party (BJP) has majority in LS, rules 20+ states, but can’t pass bills in RS.. isn’t this pathetic.?

    By having LS & state election together, and also appointing new RS members at same time, will allow govt to work more smoothly..

    Regards,
    #UnknownYOGI

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here