લૉકડાઉનની પ્રથમ ઍનિવર્સરી નિમિત્તે : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ એક્સક્લુઝિવ : બુધવાર, ૨૪ માર્ચ ૨૦૨૧)

આજે બરાબર એક વર્ષ પૂરું થશે. ગયા વર્ષના આ જ દિવસે, 24મી માર્ચના મંગળવારે, વડા પ્રધાને ટીવી પર આવીને 21 દિવસ માટે દેશને સંપૂર્ણપણે લૉકડાઉન કરવાની જાહેરાત કરી હતી. મંગળવાર 24 માર્ચની મધરાતના 12 વાગ્યા પછી એટલે કે 25મી માર્ચથી આ પ્રથમ લૉકડાઉનની શરૂઆત થઈ. ભારતમાં આવું પહેલવહેલી વાર આપણે જોયું. 25મી માર્ચ ગુડી પડવાનો દિવસ હતો, ચૈત્રી નવરાત્રિનો પ્રથમ દિવસ હતો. એ પછીનાં ત્રણ સપ્તાહ સૌના માટે કસોટીનો ગાળો હતો.

વડા પ્રધાને રાષ્ટ્રજોગા ટીવી સંબોધનમાં આપણને ચેતવ્યા હતા કે આ લૉકડાઉનના 21 દિવસ જો આપણે સંભાળી નહીં લઇએ તો દેશ 21 વર્ષ પાછળ ફેંકાઈ જશે અને અનેક પરિવારો હંમેશ માટે તબાહ થઈ જશે. એ એકવીસ દિવસ કર્ફયુ જેવા હશે, તમારે ઘરની બહાર પગ પણ નથી મૂકવાનો, તમે જો અત્યારે બહારગામ હો તો ત્યાં જ રહેજો—વડા પ્રધાને કહ્યું હતું. એમણે કહ્યું હતું કે લૉકડાઉનને કારણે સૌએ કોઇકને કોઇક બાબતમાં આર્થિક રીતે સહન કરવું પડશે. એમણે બાંહેધરી આપી હતી કે દૂધ-શાકભાજી વગેરેના પુરવઠા જેવી આવશ્યક સેવાઓ નહીં ખોરવાય.

24મી માર્ચની સ્પીચમાં વડા પ્રધાને ખાસ કહ્યું હતું કે સોશ્યલ ડિસ્ટસિંગ માત્ર કોરોનાથી સંક્રમિત દર્દીઓ માટે જ નથી, દરેક વ્યક્તિ માટે એ જરૂરી છે, વડા પ્રધાન પણ એમાં આવી જાય. વડા પ્રધાનની એકેએક વાતમાં દૂરંદેશી હતી.

25મી માર્ચથી શરૂ થતા લૉકડાઉન પૂર્વે ભારતની પ્રજાને માનસિક રીતે તૈયાર કરવા વડા પ્રધાને રવિવાર, 22 માર્ચના રોજ સવારના 7થી રાતના 9 વાગ્યા સુધીના 14 કલાકના જનતા કરફ્યુની ઘોષણા કરી હતી. આ જાહેરાત કરવા માટે એમણે 19 માર્ચે ટીવી પર આવીને કહ્યું હતું કે છેલ્લા બે મહિનાથી આખા વિશ્વમાં આ નવી મહામારી ફેલાઈ રહી છે. ભારત પર હજુ એની વ્યાપક અસર નથી પણ જો નહીં સંભાળીએ તો આ રોગચાળો આખા દેશમાં ફેલાઈ જશે. વડા પ્રધાને એક દિવસના પ્રતીક જનતા કરફ્યુ દરમ્યાન સાંજે પાંચ વાગ્યે આપણને સૌને પાંચ મિનિટ માટે તાળી વગાડીને, થાળી વગાડીને, ઘંટડી વગાડીને આ કપરા કાળમાં સેવા કરી રહેલા સૌ કોઇને ધન્યવાદ આપવાનું સૂચન કર્યું હતું. માર્ચ 19મીના પ્રવચનમાં વડા પ્રધાને બીજી બે મહત્વની વાત કહીઃ પેનિક બાઇંગ કરીને ચીજવસ્તુઓની સંઘરાખોરી નહીં કરતા અને શકય હોય તો તમારા માટે કામ કરનારાઓનો પગાર નહીં કાપતા.

21 દિવસના લૉકડાઉનનો ગાળો 14 એપ્રિલ 2020ના રોજ પૂરો થતો હતો વડાપ્રધાને એ દિવસે જાહેરાત કરી કે લૉકડાઉનને 3 મે સુધી લંબાવવામાં આવે છે. એક મહિનાના ગાળામાં આ એમનું ત્રીજું લાઇવ રાષ્ટ્રજોગું પ્રવચન હતું આ ઉપરાંત એમનો એક રેકૉર્ડેડ વીડિયો મેસેજ પણ પ્રસારિત થયો હતો. કેટલાક લોકો મજાક ઉડાવતા કે વડા પ્રધાનને ટીવી પર દેખાવાની બહુ હોંશ છે. પણ મોટાભાગના લોકો એમના ટીવી સંદેશામાં સંભળાતો પડ્યો બોલ ઝીલી લેતા અને એમની આજ્ઞાનું પાલન કરતા. એમણે વેક્સિન લીધી એ વીડિયોની કેવી જબરજસ્ત અસર પડી છે એ આપણે જોયું છે.

લૉકડાઉનનો ગાળો 17 મે સુધી વધારવામાં આવ્યો. અને એ ચોથો દૌર 31મે સુધી ચાલ્યો. એ પછી પહેલી અને આઠમી જૂનથી ક્રમશઃ અનલૉકડાઉન શરૂ થયું. અનલૉકડાઉનની પ્રક્રિયા શરૂ થાય એના મહિના પહેલાં મે 2020માં રેડ, ઑરેન્જ અને ગ્રીન ઝોનમાં કેટલીક છૂટછાટો અપાઈ.

આ દરમ્યાન ભારતે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (પી.પી.ઈ.) સુટનું ઉત્પાદન મોટેપાયે શરૂ કર્યું. જે દેશમાં પી.પી.ઈ. કિટ નહોતી બનતી તે દેશ દુનિયાના બીજા દેશોને આ સુટ લાખોની સંખ્યામાં વેચતો થઈ ગયો.

આપત્તિમાં પણ ભારતનું અર્થતંત્ર ખાડે ગયું નહીં. કોરાનાની વેક્સિન બનાવવાનું કામ શરૂ થયું. દુનિયાના બીજા કેટલાક દેશોની સાથેની રેસમાં ભારત અસરકારક વેક્સિન બનાવવામાં પહેલી હરોળમાં રહ્યું. 1 માર્ચ 2021ના રોજ વડા પ્રધાને વેક્સિનનો પહેલો ડોઝ લીધો એ પહેલાં ભારતના કોવિડ વૉરિયર્સને વેક્સિન અપાઈ. વડા પ્રધાને વેક્સિન લીધી એની સાથે જ સિક્સ્ટી પ્લસના નાગરિકો માટે તેમ જ 45 પ્લસના સ્વાસ્થ્યને લગતી કોઇક તકલીફો ધરાવતા નાગરિકો માટે વેક્સિનેશન શરૂ થયું. એપ્રિલની પહેલીથી 45 પ્લસના નૉર્મલ નાગરિકો માટે પણ આ સુવિધા ખુલ્લી મૂકવામાં આવશે. એ પછી દરેક ઉંમરના નાગરિકોને આમાં આવરી લેવામાં આવશે. આવા તબક્કાવાર વેક્સિનેશન પ્રોગ્રામને કારણે ધસારાને કાબુમાં રાખીને વ્યવસ્થા જળવાઈ. અપવાદરૂપ કિસ્સામાં જે ધમાચકડી થઈ એને કારણે રાષ્ટ્રવિરોધીઓ ગેલમાં આવીને જમીન પર આળોટી ગોટીમડાં ખાવા લાગ્યા. દુનિયામાં આપણા રસીકરણના કાર્યક્રમની મોંફાટ પ્રશંસા થતી હતી ત્યારે કેટલાક વામપંથીઓ મોદીના નામના છાજીયા લેતા હતા.

કોરોનાની રસી માટે સરકારે પ્રજા પાસેથી એક પૈસો લીધો નહીં. પ્રાઇવેટ હોસ્પિટલોને વ્યવસ્થાપકીય ખર્ચ પેટે અઢીસો રૂપિયા જેવી મામૂલી રકમ ચાર્જ કરવાનું કહ્યું. દુનિયાના 71થી વધુ દેશોને ભારતે વેક્સિન મોકલી. ભેટ રૂપે. કોઈ ચાર્જ નહીં.

કોરોના જેવા રોગચાળાને મેનેજ કરવામાં દુનિયાના અન્ય દેશોની સરખામણીમાં ભારતનો હિસાબ ઘણો ઉજળો છે. નાની મોટી ભૂલો થઈ તે સુધરતી ગઈ. કેટલીક તકલીફો અનિવાર્ય હતી જે સહન કરવામાં આવી. ભારત આ પેન્ડેમિક દરમ્યાન એક વેલ મેનેજ્ડ દેશ તરીકે દુનિયાની આંખોમાં સ્થાપિત થયો.

ઘર આંગણે કેટલાક વાંકદેખા આંદોલનજીવીઓ અને વિરોધજીવીઓ હજુ ય પાણીમાંથી પોરા કાઢયા કરે છે. એમનું એ જ કામ હોય છે. દરેક વિષયે, દરેક બાબતે તેઓ એ જ કરતા આવ્યા છે અને એ જ કરતા રહેવાના છે. પરિવારમાં જયારે લગ્નનો માહોલ હોય ત્યારે એકાદ ફૂવા કે માસા રિસાયેલા હોવાના જ છે. દેશમાં પણ સારા-માઠા દરેક પ્રસંગે કેટલાક ઉપદ્રવીઓ પથરા ફેંકવા આવી જ જતા હોય છે. આપણે આપણું કામ કરવાનું, આગળ વધવાનું – વડા પ્રધાન મોદી પાસેથી આ વાત શીખવાની છે. અંગત જીવનના વ્યવહારોમાં પણ ઘણી કામ લાગશે.
આ દેશનું સુકાન જો મોદીના હાથમાં ન હોત અને કૉન્ગ્રેસી નેતાના હાથમાં હોત તો કોરોનાના આ કપરા કાળમાં દેશ આખામાં આંધાધૂંધી મચી ગઈ હોત. પીપીઈ સૂટથી લઇને વેક્સિન સુધીની દરેક બાબતે અબજો રૂપિયાનાં કૌભાંડ થયાં હોત અને લૉકડાઉનના નિયમોનો ભંગ કરવા દઇને ભારતના દરેક શહેર, દરેક ગામમાં વસૂલીનો ગૃહઉદ્યોગ ફૂલ્યો ફાલ્યો હોત. ટુ-જી અને કોમનવેલ્થ ગેમ્સના ભ્રષ્ટાચારો કે કોયલા અને ચારા કૌભાંડો બાળકોની રમત જેવાંલાગે એવાં અનેક કૌભાંડોની તક કૉન્ગ્રેસીઓએ શોધી લીધી હોત અને ઊભી પણ કરી હોત. અબજો રૂપિયા દેશની તિજોરીમાંથી લૂંટીનેએમાંથી એક ટુકડો લેફટિસ્ટ મીડિયાના મોઢામાં મૂકીને એ સૌને ચૂપ કરી દેતા હોત. આ વામપંથી મીડિયાના માંધાતાઓએ પોતાને મળેલા ભાગમાંથી થોડા બિસ્કુટ ખોળે રમતા ગલુડિયાઓને આપીને સોશ્યલ મીડિયામાં સોનિયામૈયાના નામે જયજયકાર કરતા ટ્વિટ લખાવ્યાં હોત. ઉદ્ધવ ઠાકરે દેશના બેસ્ટ સીએમ છે એવો ગોકીરો ગયા વર્ષે નવેમ્બરમાં નહોતો સાંભળ્યો તમે?

કોરોનાના આ એક વર્ષના સમયમાં કે પછી સત્તા પર આવ્યાના વીતેલા લગભગ સાત વર્ષના ગાળામાં મોદીએ આ નથી કર્યું અને મોદીએ તે નથી કર્યું એવું કહેનારાઓને જવાબ આપવાનો જ ન હોય છતાં આપવો હોય તો કહેવું જોઈએ કે મોદીને બદલે રાહુલ હોત તો એણે શું કર્યું હોત એની કલ્પના કરી જુઓ.

ભાજપમાં અમુક બાબતે ખોટ છે, આરએસએસ ફલાણી બાબતમાં બરાબર નથી કે એ સૌને ટેકો આપનારા હિન્દુવાદીઓ આવા છે ને તેવા છે એવું બોલનારાઓને જણાવવું જોઇએ કે વીતેલાં 7 વર્ષમાં કૉન્ગ્રેસીઓનું રાજ હોત તો આ દેશ કેવો હોત. આ 7 વર્ષમાં સેક્યુલરવાદીઓને કોઈ પડકારનારું અને રોકનારું ન હોત તો એમણે લેફટિસ્ટ મીડિયા સાથે મળીને આ દેશમાં કેવો કહેર મચાવ્યો હોત એની કલ્પના કરી જુઓ.

કલ્પના કરવી છે? કાલે કરીએ.

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

3 COMMENTS

  1. લેખ બહું સરસ.
    આપના લેખો વાંચવા માટે બહુજ રસ પડતો હોય છે.

  2. Fantastic Saurabh Bhai, you are simply genious and expressing wonderful thoughts. As a matter of fact, you are rising to the occasion every time and sharing eye opening and thought provoking articles. Keep it up and we convey hearty wishes for your good health and activeness.

  3. How true! I know someone in Santacruz area having a office. One day police came and collected 1,100 from each office! Perhaps they were short of target!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here