સુભાષચંદ્ર બોઝને ગાંધીજી-નહેરુએ સ્વીકાર્યા હોત તો? : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ : શનિવાર, ૨૩ જાન્યુઆરી ૨૦૨૧)

૨૩ જાન્યુઆરી ૧૮૯૭ના દિવસે જન્મેલા સુભાષચંદ્ર જાનકીનાથ બોઝ ભારતના અવગણાયેલા સપૂત બની ગયા તેનું કારણ એમણે ગાંધીજીનો ખુલ્લે આમ વિરોધ કર્યો હતો તે છે કે બીજું કંઈ ? શું આઝાદી પહેલાં નેહરુના સાગરિતોએ અને આઝાદી પછીનાં વર્ષોમાં કૉન્ગ્રેસી સરકારોએ આ જ કારણસર સુભાષબાબુની અવગણના કરી? ભારતનો સાચો ઇતિહાસ લખનારા ઈતિહાસકારો એ નક્કી કરશે.

સુભાષબાબુમાં ગાંધીજીનો પ્રગટપણે વિરોધ કરવાની નૈતિક હિંમત તો હતી જ, સાથોસાથ એમની પાસે પ્રજાનું પીઠબળ પણ હતું. તેઓ એકલે હાથે ગાંધીજી સામે લડયા નહોતા. ગાંધીજી, સરદાર, નહેરુ ઈત્યાદિવાળી ઈન્ડિયન નેશનલ કૉંગ્રેસ સાથે સુભાષબાબુનો નાતો ઘણો જૂનો. દેશબંધુ ચિત્તરંજનદાસના સુભાષબાબુ પર ચાર હાથ. દેશબંધુ ગાંધીજીના પણ પ્રિય. ૧૯૨૫માં દેશબંધુની તબિયત ગંભીર રીતે લથડી ત્યારે ગાંધીજી એમના ખબર અંતર કાઢવા દાર્જિલિંગ ગયા હતા. એ વર્ષની ૨૫ જૂને દેશબંધુ અવસાન પામ્યા.

સુભાષબાબુના પિતા જાનકીનાથ બોઝ કટકના જાણીતા અને શ્રીમંત વકીલ. સુભાષબાબુનો જન્મ કટકમાં જ. ઈંગ્લૅન્ડ જઈને આપેલી ઈન્ડિયન સિવિલ સર્વિસીઝની એન્ટ્રન્સ પરીક્ષામાં સુભાષબાબુનો ચોથો નંબર આવ્યો હતો. ૧૯૨૦ની આ વાત. ત્રેવીસેક વર્ષની ઉંમર. પણ ૧૯૨૧ની ૨૩ એપ્રિલે સિવિલ સર્વિસીઝની નોકરી છોડીને ભારત આવી ગયા. ગાંધીજીના નેતૃત્વ હેઠળની કૉંગ્રેસમાં જોડાયા. પોતાનું છાપું ‘સ્વરાજ’ શરૂ કર્યું. બંગાળ પ્રદેશ કૉંગ્રેસ સમિતિ વતી પ્રચારકાર્ય શરૂ કર્યું.

૧૯૨૩માં સુભાષબાબુ ઑલ ઈન્ડિયા યુથ કૉંગ્રેસના પ્રમુખપદે ચૂંટાયા અને બંગાળ રાજ્ય કૉંગ્રેસના સેક્રેટરી પણ બન્યા. ચિત્તરંજનદાસે શરૂ કરેલા અખબાર ‘ફૉરવર્ડ’ના તંત્રી બન્યા. કલકત્તા મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં ચૂંટાયા. એ વખતે ૧૯૨૪માં કલકત્તાના મેયરપદે ચિત્તરંજનદાસ ચૂંટાયા હતા. ૧૯૨૫માં બ્રિટિશ સરકારે રાષ્ટ્રવાદી ભારતીયોની ધરપકડ કરવાનું શરૂ કર્યું. સુભાષબાબુ પણ પકડાયા. માંડલે (મ્યાનમાર, બર્મા)ની જેલમાં મોકલવામાં આવ્યા જ્યાં એમને ટી.બી.નો રોગ લાગુ પડયો. ૧૯૨૭માં જેલમાંથી બહાર આવ્યા પછી એમણે કૉંગ્રેસના જનરલ સેક્રેટરી તરીકે જવાહરલાલ નહેરુ સાથે આઝાદીની લડત શરૂ કરી. ૧૯૨૮માં સુભાષબાબુએ કલકત્તામાં કૉંગ્રેસનું અધિવેશન યોજયું. અધિવેશનના થોડા વખત પછી સુભાષબાબુની ફરી ધરપકડ થઈ. બહાર આવ્યા પછી ૧૯૩૦માં તેઓ કલકત્તાના મેયર બન્યા. ત્યારે એમની ઉંમર 33 વર્ષની. ( 1922માં સરદાર પટેલ 47 વર્ષની ઉંમરે અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ બન્યા હતા. સરદારે એ પછી 1924 અને 1927માં પણ આ હોદ્દા પર ચૂંટાઈને કાર્ય કર્યું હતું.)

૧૯૩૦ના દાયકાના મધ્યમાં સુભાષબાબુએ યુરોપની યાત્રા કરી. ત્યાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓને મળ્યા, ત્યાંના રાજકારણીઓને મળ્યા, ઈટલીના સરમુખત્યાર બેનિતો મુસોલિનીને પણ મળ્યા.

આ ગાળામાં સુભાષચંદ્રબોઝે ‘ધ ઈન્ડિયન સ્ટ્રગલ’ પુસ્તકનો પહેલો ભાગ લખ્યો જેમાં ૧૯૨૦થી ૧૯૩૪ના સમયગાળા દરમિયાન ભારતમાં ચાલેલા સ્વાતંત્ર્ય સંગ્રામની પ્રવૃત્તિઓનું બયાન હતું. ૧૯૩૫માં લંડનમાં પ્રગટ થયેલા આ પુસ્તકને બ્રિટિશ સરકારે પોતાની હકુમતના વિશ્વના તમામ પ્રદેશોમાં પ્રતિબંધિત જાહેર કર્યું. બ્રિટિશ સરકારને ભય હતો કે આ પુસ્તક સ્થાનિક પ્રજાને સ્વતંત્ર થવા માટે બ્રિટિશ સરકાર વિરુદ્ધ બળવો કરવાની પ્રેરણા આપશે.

૧૯૩૮માં સુભાષબાબુ ભારતના રાષ્ટ્રીય નેતા તરીકેની લોકપ્રિયતા પામી ચૂક્યા હતા, એવું ગજું પુરવાર કરી ચૂક્યા હતા. એમણે કૉંગ્રેસના પ્રમુખ બનવા માટેનું આમંત્રણ સ્વીકાર્યું.
1938માં દક્ષિણ ગુજરાતના બારડોલીથી તેર કિલોમીટર દૂર આવેલા હરિપુરામાં યોજાયેલા કૉન્ગ્રેસ અધિવેશનમાં સુભાષ બાબુ પક્ષના પ્રમુખપદે બિરાજ્યા.

ગાંધીજી સાથેના મતભેદો હવે પ્રગટપણે બહાર આવ્યા. સુભાષબાબુ બ્રિટિશ સરકાર વિરુદ્ધ બળપ્રયોગ વાપરવાના મતમાં હતા. ગાંધીજીએ સુભાષબાબુને કોંગ્રેસનું પ્રમુખપદ સોંપવાનો પ્રગટપણે વિરોધ કર્યો હતો. ગાંધીજીને લીધે સુભાષબાબુ અને નહેરુ વચ્ચે પણ ફાટફૂટ પડી.

૧૯૩૯માં મધ્ય પ્રદેશના નાનકડા ગામ ત્રિપુરીમાં યોજાયેલા કૉંગ્રેસના અધિવેશનમાં સુભાષબાબુ માંદગીને કારણે પથારીવશ હતા તે છતાં સ્ટ્રેચરમાં આવ્યા. ગાંધીજી પટ્ટાભી સીતારામૈયાને કૉંગ્રેસ પ્રમુખ બનાવવા ચાહતા હતા. આમ છતાં ફરી એકવાર સુભાષબાબુ ચૂંટાયા. પણ થોડા વખત પછી ગાંધી અનુયાયીઓ સાથેના તીવ્ર મતભેદોને લીધે સુભાષબાબુએ કૉંગ્રેસના પ્રમુખપદેથી રાજીનામું આપી દીધું.

સુભાષબાબુ ટર્કીની સિકલ બદલી નાખનારા શાસક કમાલ અતાતુર્કના વહીવટથી ખૂબ ઈમ્પ્રેસ થયેલા. મુસ્તફા કમાલ અતાતુર્ક ક્રાંતિકારી નેતા હતા અને રિપબ્લિક ઓફ ટર્કીના સ્થાપક તથા પ્રથમ પ્રેસિડેન્ટ હતા. ટર્કીને પરંપરાવાદી જૂનવાણી મુસ્લિમ દેશમાંથી એક આધુનિક અને રાજકીય-આર્થિક-સામાજિક ક્ષેત્રે સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવાનો જશ અતાતુર્કને જાય છે. ૧૯૨૩થી પોતાના મૃત્યુ સુધી-૧૯૩૮ સુધી એમણે ટર્કી પર શાસન કર્યું.

સુભાષચંદ્ર બોઝ માનતા કે ભારતને આઝાદ કરાવ્યા પછી ઓછામાં ઓછા બે દાયકા સુધી આ દેશમાં સમાજવાદી સરમુખત્યારી હોવી જોઈએ જેથી ટર્કીની જેમ ભારત દેશ પણ અંધારયુગમાંથી બહાર નીકળીને પ્રગતિ કરે અને દુનિયાના પ્રમુખ રાષ્ટ્રો સાથે સ્પર્ધા કરતો થાય.

સુભાષબાબુએ ઈંગ્લેન્ડ જઈને ત્યાંના અનેક અગ્રણી રાજનેતાઓ સાથે નિરાંતની મુલાકાતો કરી. ત્યાંની લેબર પાર્ટીના નેતાઓ તેમ જ ત્યાંના રાજકીય ચિંતકોને તેઓ મળ્યા. ત્યાંની કન્ઝર્વેટિવ પાર્ટીના નેતાઓ સુભાષબાબુને મળવાની પણ ના પાડતા કારણ કે ભારતને સ્વાયત્તતા આપવાની બાબતની તરફેણમાં તેઓ નહોતા. છેવટે ભારતને બ્રિટનની લેબર પાર્ટી શાસનમાં હતી તે વખતે, કલેમન્ટ એટલી ત્યાંના વડાપ્રધાન હતા તે ગાળામાં (એ ગાળો એટલે ૨૬ જુલાઈ ૧૯૪૮ થી ૨૬ ઓક્ટોબર ૧૯૫૧માં) આઝાદી મળી.

૧૯૩૯માં બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું ત્યારે સુભાષબાબુએ ભારતના વાઈસરોય લોર્ડ લિન્લિથગો વિરુદ્ધ ભારતમાં મોટાભાગે અસહકારની ચળવળ શરૂ કરવાનું નક્કી કર્યું હતું. કારણ કે ભારતની પ્રજાને કે કોંગ્રેસની નેતાગીરીને પૂછયા કર્યા વિના બ્રિટિશરોએ ભારતને પરાણે વિશ્વયુદ્ધ કરવા ખેંચ્યું હતું. ગાંધીજીએ આ બાબતમાં સુભાષબાબુનો વિરોધ કર્યો. સુભાષબાબુએ કલકત્તમાં બ્રિટિશ વિરુદ્ધ ચળવળ શરૂ કરી. બ્રિટિશરોએ એમની ધરપક્ડ કરીને એમને જેલમાં નાખ્યા પણ સાત દિવસની ભૂખ હડતાળ પછી એમને છોડવા પડયા.

એ પછી સુભાષબાબુને અને એમના ઘરને સી.આઈ.ડી.ની નિગરાની હેઠળ રાખવામાં આવ્યા. બ્રિટિશ રાજની આ રસમ નહેરુ રાજમાં પણ ચાલુ રહી .

ભારતનો સાચો ઈતિહાસ નહેરુ શાસનને લીધે ક્યાં કેવી રીતે ખોવાઈ ગયો તેની પણ આછી ઝલક તમને કુલ 3 લેખની આ રોમાંચક લેખશ્રેણીમાંથી મળી રહેશે. બાકીની વાત કાલે અને પરમ દિવસે.

આજનો વિચાર

આપણામાંથી કોણ ભારતને સ્વતંત્ર જોવા માટે જીવતું રહેશે એ વિચારવાનું જ ન હોય. ભારત સ્વતંત્ર થાય એ જરૂરી છે અને એને સ્વતંત્ર કરવા આપણે આપણાથી બનતું બધું જ કરી છૂટીએ તે જરૂરી છે.

— સુભાષચંદ્ર બોઝ

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

6 COMMENTS

  1. Saurabbhai,

    Excellent article on one of the vir Saput of Bharat Mata. Nehru and his biased historian destroyed our ancient History in Education. We get some sources about Ancient history from the outsiders. Where can we find good books depicting our fight against Britishers. Veer Savarkar’s Book of 1857 shades more truth about revolution against British that lasted for not one year but several years.

  2. Saluting Mahanayak Subhashchandra Bose , now we are left with ” JAGYA TYANTHI SAWAR” mantra and have to contribute wholeheartedly to the progress of our nation. Hard luck for the nation for so many decades.
    Thank you , Saurabhbhai.

  3. ખૂબ રસપ્રદ અને રોમાંચક માહિતીસભર લેખ

  4. માન્યું કે નેહરુ શાસનને લીધે ભારતદેશ નો સાચો ઇતિહાસ કયાંક ખોવાઈ ગયો, પણ નેહરુ શાસન આપણા દેશ ઉપર થોપ્યું કોણે એ વાત આપણા દેશ માં કોઈ તઠસ્થ રીતે વિચારતું નથી કે નેહરૂ કોના blue eyed boy હતાં, ગાંધીજી ગમે તેટલા મહાન હોય તેમની અમુક ભૂલો ની કિંમત ભારત દેશે ભોગવી છે. નેહરુને વડાપ્રધાનપદ તાસક પર આપી ને ,( સરદાર પટેલને sideline કરીને) મહાત્મા એ ભયંકર ભૂલ કરેલી. જરા વિચારો સુભાષબાબૂ અને સરદાર પટેલ નું combination આપણને ક્યાં થી ક્યાં લઈ ગયું હોત. સરદાર પટેલની કઇ મજબૂરી હતી કે તેઓ હંમેશા ગાંધીજી ની આમન્યા માં રહેતા, તેમણે થોડી સાહસિકતા દેખાડી હોત ગાંધીની સામે તો આજે દેશ કોઈ અલગ પડાવ પર હોત.

  5. SIR BHARAT NO SACHO ITIHAS KYARE LAKHASHE KE PACHHI TENI SHARUAT THAI GAI CHE?
    MODI SARKAR KARSHE E BHAROSO TO CHHE J

    HAVE JARUR CHE KE AAPNA BALAKO SHALA MA SACHO ITIHAS BHANE NAHI MUGAL ITIHAS.
    VIR SHIVAJI MAHARAJ, MAHARANA PRATAP, PRITYHVI VALLABH, VIR SAVARKAR, NETAJI SUBHASH CHANDRA BOSE, JANSI NI RANI LAXMIBAI AA BADHA VIRO NO ITIHAS HAVE AAPNA BALAKO NE JARUR CHHE.

    AA VISHE KOI MAHITI HOY TO JANAVSHO

    DHANYAVAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here